________________ પૃથ્વીનાથ ! તે સમયે રાણીની દશા જોઈને એમજ નિશ્ચય થતું હતું કે આ વખતે આ પરપુરૂષાસકત વ્યભિચારીણી ઉપર ગુસ્સે થઇને વિધાતાએ એની આ અવસ્થા બનાવી છે. જે જે અંગને પ્રિય જાર કૂબડા પોતાના હાથથી સ્પર્શ કર્યો હતો, તે સર્વ ગાત્ર વિધાતાએ ક્રોધિત થઈને જારકર્મનું ફળ પ્રત્યક્ષ બતાવવાને માટે નષ્ટભ્રષ્ટ કરી દીધા છે. તાત્ર પાપનું પ્રત્યક્ષ .. રાજન્ ! અતિ તીવ્ર પાપનું ફળ પ્રત્યક્ષ થાય છે. અને જે એમ ન હોત તો સઘળો સંસાર પાપથી ભયભીત કેમ થતું ? પરંતુ પ્રત્યક્ષ જેવા છતાં પણ દુષ્ટ માણસને બાધ થતો નથી તે તેમના ભવિતવ્યને દોષ છે. હું આ પ્રમાણે વિચારમાં લીન હતો. કે એટલામાં તે પાપિણી અમૃતાએ બમ પાડીને રસાઈદારને કહ્યુંઅરે ! આ ભેંસનું માંસ તો મને ભાવતું નથી, મારે માટે સૂકર અથવા હરણનું માંસ જલદી લાવીને આપો, તેને હું રૂચિપૂર્વક ખાઈશ. ___ अमृतानी मांस माटे मांगणी.. આ પ્રમાણે રાણીની બુમ સાંભળીને પાસે બેઠેલા મહારાજ યશોમતિએ કહ્યું-“ આ સમયે સૂકર અથવા હરણનું માંસ મળવું. તો કઠણ છે, પરંતુ બકરાનું માંસ પણ ભદ્ર લોકોએ પવિત્ર અને મિષ્ટ કર્યું છે, માટે હે રસાઈદાર તું આ બકરાને પાછલા પગને કાપી પકાવીને માતાને ખાવાને આપ. ' ' ' - રાજન ! તે વખતે પાસે ઉભેલો હું રાજાની આજ્ઞા સાંભળીને કંપાયમાન થતો મારા હૃદયમાં વિચારવા લાગ્યો-“હ!! કેવું કરુ છે કે મારો પુત્ર મારો પગ ભંગાવીને મારી સ્ત્રીને ખાવાને માટે આપવાની આજ્ઞા આપે છે, તે હવે મારી રક્ષા કોણ કરી શકે ? એ પ્રમાણે કર્મની ગતિ વિચારતો હું સંતોષપૂવક ચૂપ ઉભા રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust