________________ કે, મારા ઘાતથી ભરીને ઘેર કર્માનુસાર તેજ સિપ્રા નદીમાં જળજંતુ* એને અધિપતિ સંશુમાર થયું. તેણે દેવયોગથી મને જોઈ પૂર્વના વેરથી જેવો તીનખ અને દાંતથી. મને પકડી ચીરવાનો પ્રારંભ કર્યો કે એટલામાં મહારાજ યમતિના મહેલોની કોમળાંગી ચંદ્રવદના દાસી પિતાના પગ વડે ઝનકાર કરતી પાણીમાં તરવાને ઉત્સાહિત થતી સુંદર વસ્ત્ર આભૂષણથી શોભિત દિવ્ય સુગંધથી પૂર્ણ વિનાદપૂર્વક નદીના સ્વચ્છ જળમાં રમવા લાગી. રાજન ! તે વખતનો દેખાવ અપૂર્વ હતો, અર્થાત તે મદમાતી દાસીઓમાંથી કોઈ ડુબકી મારી ઘણે દૂર નીકળતી, કોઈ પરસ્પર એક બીજા પર પાણીની છાલકો ઉરાડતી અને કોઈ જળમાં તરવા લાગી. આ પ્રમાણે જળમાં તરતાં તરતાં એક દાસીએ બીજી દાસીને ધકને માર્યો, જેથી દેવની વિચિત્રતા જુઓ કે તે મારા ઉપરજ આવીને પડી. તે વખતે સંયુમાર કે જેણે મને પકડી રાખ્યો હતોતેણે મને તો છોડી દીધો, પરંતુ તરત જ તે દાસીને પકડીને નખ અને દાંતોથી પીડવા લાગ્યો. - રાજન ! આ જોઈને બીજી સઘળી દાસીઓ પાણીમાંથી નાસી ગઈ. તે પછી રાણીને સિપાઈઓએ રાજા યશોમતિની પાસે જઈને કહ્યું કે મહારાજ! આપની ભાનિતી યુજીકા દાસીને જળમાં રમતી વખતે માંસલુબ્ધ સંયુમાર નામના જળજતુએ નખ અને દાંતથી ચાવી નાંખી છે. આ સાંભળી રાજાએ ક્રોધિત થઈને કહ્યું“ આવું હિંસક જંતુ કેને પ્રિય હોય? જેણે ચૂકર, ભોસર વગેરે વનવારણ જીવોને જળપાન કરતી વખતે ભક્ષણ કર્યા તથા સ્નાન કરતા અનેક નરનારીને દુઃખી કર્યા, એવા મહાદેવની ખાણ સંયુમાર જંતુને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust