________________ 43 માટે કાવત્રુ રચશે વગેરે વિચાર કરીને મેં પહેલા પ્રમાણે વસ્ત્રાભૂષણ. ધારણ કર્યા, જે મને એવા જણાતા હતા કે જાણે સઘળાં દુઃખેની સમૂહજ મારા સઘળા શરીરમાં ભરાઈ રહ્યા છે. राजसभामां एक ओचीती घटना. ( રાજન ! સર્વ શુભાશુભ, જીવન, મરણ, લાભ, અલાભ, સુખ, દુઃખ, અને શત્રુના ઘાતના જાણુકર જે વિપુલ બુદ્ધિના ધારક તથા સઘળી ઋદ્ધિને સમૂહ જેના હાથમાં છે એવા ચિોગીશ્વર પણ સ્ત્રિયોના ચરિત્રને જાણી શક્તા નથી તે બીજા પુરૂષોની તે વાત જ શું? હાથી બાંધી શકાય છે, પરંતુ પરપુરૂષાશક્તિ સ્ત્રીના ચિત્તને કોઈપણ ગ્રહણ કરી શકતું નથી. નૃપવર ! આ પ્રમાણે વિચાર કરી હું પિતાના હૃદયમાં ઉદાસભાવ ધારણ કરતો રાજસભામાં ગયો અને રત્નજડિત સિંહા સન ઉપર બેઠો; તે વખતે મારી આસપાસ સિપાઈઓ અમર ઉરાડતા હતા. સભામંડપમાં ત્યકારિણી નૃત્ય કરતી હતી, નાચનારા અનેક કૌતુકો કરતા હતા, વીણું, વાંસલી, મૃદંગ વગેરે વાછત્રોની ગુંજાર થઈ રહી હતી, એક તરફ ભાટ લોકો પ્રભાતની સ્તુતિ કરતા હતા. રાજન ! તે સમયે સઘળી સમાજ જે કે સુખી હતી, પરંતુ મને તો દુઃખજ જણાતું હતું. તે સમયે વિદ્વાન પંડિતોએ સરસ કથા કહેવાનો આરંભ કર્યો, જેથી મારા મનમાં હર્ષ ઉત્પન્ન થવા લાગે, તેવામાં ચોપદારોએ બીજા રાજા, મંત્રી, ભટ વગેરેને સભામાં દાખલ કર્યા. તે સઘળાઓએ મને નમસ્કાર કર્યા અને પછી ચેપદારે એ સઘળાને ચોગ્ય સ્થાને બેસાડ્યા. તે વખતને દેખાવ કે અપૂર્વ હતો પરંતુ મને વૈરાગીને તે જરા= પણ રૂચિકર થયો નહીં.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ન : with Fri