________________ કિજ ચિપુત્ર ! ઉપર કહ્યા પ્રમાણે તું ચંડમારીને પશુઓનું -બળીદાન કરી શાંતિ સ્થાપન કર, એથી તારી ક્રાંતિ, તુષ્ટિ, પુષ્ટિ * વધીને ઉજવળનેત્રા વિજયલક્ષ્મી તારા હૃદયમાં હમેશ વાસ કરશે, એ મહાદેવીની સન્મુખ જીને હવન કરવાથી તારા સઘળા શત્રુએ ત્રાસયુક્ત થઇ તારે પગે પડશે અને તારે યશ સઘળે પથરાઈ જશે ! ! ! . . ____ यशोधर महाराजनो माता प्रत्ये योग्य उत्तर.. હે રાજન ! મારી માતા ઉપર પ્રમાણે ઉપદેશ કરીને જ્યારે મૌન થઈ ગઈ ત્યારે મેં ફરી કહ્યું -“પ્રિય માતા ! તેં જે કહ્યું તે , સધળું અનુચિત અને મિથ્યા છે, કેમકે જે હિંસામાર્ગના પ્રવર્તક અને હિંસાના ઉપદેશને સાંભળનારા છે તે મહા ઘોર પાપ કરવાવાળા મહા પાપી છે અને જે પુરૂષ તીણ તરવારની ધારથી પશુઓને ધાત કરે છે તે નિકષ્ટ અને પાપીષ્ટ છે, જે પુરૂષ ગરીબ પશુઓને બાંધીને ત્રાસ આપે છે અને તેનો વધ કરીને તેના માંસનું ભક્ષણ કરે છે તથા મધપાન કરી દેવતાની ભકિતમાં લીન થઈ નૃત્ય કરે છે, -ગાયન કરે છે અને વાત્ર વગાડે છે તે પુરુષ મહા પાપને લીધે રત્નપ્રભા વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને મહાતમ પ્રભા એવા સાત નરકની પૃથ્વીમાં ઉત્પન્ન થઈને તાડન, ભારન, શૂળીરહણ વગેરે અસંખ્ય દુ:ખને પાત્ર બને છે, અને એવાં દુઃખમાંથી જ્યારે નીકળીને હિંસક તિર્યંચ થઈ. અતિ રૌદ્ર દુઃખરૂપ કુનિમાં ભ્રમણ કરી કંઈ પુન્યના એગથી. કદાચ મનુષ્યપર્યાય ધારણ કરે છે, તો સુધાવંત, ગંગ, પાંગળ, બહેરે, આંધળ, નિબળ, દીન, દરિદ્રી, દુખથી પીડિત, ક્ષણમાત્ર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust