________________ કામદેવ વગેરે ત્રણ ખંડ અને છ ખંડ પૃથ્વીના નાથ અનેક પ્રતાપી મહારાજા થયા, જેઓએ પૃથ્વી ઉપર અનેક અદભૂત કાર્યો કર્યા તેઓ પણ યમરાજના મુખમાં ગયા છે. ચિરંજીવ ! જે જન્મ ધારણ કરે છે તે મરણને સાથે લઈ આવે છે, તે માટે સંસારની ક્ષણભંગુર અવસ્થા જાણીને શોકને ત્યાગ કરે, અને સમાધાન ચિત્તથી “તમારા પિતા અને દાદીની વિધિપૂર્વક દશ્વક્રિયા કરે. ' . . . :માતા-પુત્રને રબ્ધ ત્રિવા. * “સઘળા લોકોએ આ પ્રમાણે સંબોધવાથી મારો પુત્ર યશેમતિ શાકનો ત્યાગ કરીને પોતાના પિતા અને દાદીની દમ્પક્રિયા કરવાની તૈયારી કરવા લાગ્યો અર્થાતુ-ઉત્તમ ચંદરવા, થંભ, ઝાલર અને શુદ્ધ ઘંટ સહિત વિમાન બનાવીને તેમાં બન્ને શબને સ્થાપન કર્યા અને પછી નગારાં, ઢાલ શંખ વગેરે વાછાના અવાજ થવા લાગ્યા. આ સમયે ઘાટ લોકોના મુખમંડળની ક્રાંતિ નષ્ટ થઈ ગઈ હતી, પરંતુ તે દુષ્ટ અમૃતમતિએ કે બહારની રીતથી રૂદન વગેરે બહુ વિલાપ કર્યો, તોપણ એના મુખની શોભા વધારે આનંદમયી થવા લાગી. છેપૃથ્વીનાથ ! જે પ્રમાણે સૂર્યની પાછળ સાંજ ચાલે છે તે પ્રમાણે મારા શેકથી સઘળી સ્ત્રીએ શોકસૂચક રક્ત વસ્ત્ર ધારણ કરીને અનેક લોકોની સાથે મારા શબની પાછળ ચાલતી હતી. રાજન ! મારા શબની સાથે જતા સઘળા લોક એવા દેખાતા હતા કે જાણે ચંદ્રમાની સાથે અનેક તારાઓને સમૂહજ ચાલે છે. આ પ્રમાણે ચાલતા, રૂદન કરતા અને છાતી ફૂટતા સઘળા લોકો મહાકાળ નામના યક્ષના મંદિરની દક્ષિણ દિશા તરફ સ્મશાનમાં ગયા, જ્યાં નગરના સઘળા લોક, બીજા ગામના રાજાઓ અને અનેક સિપાઈઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust