________________ * ' S S ' . ' '' ' : ' , વગેરે આવ્યા, પરંતુ મલિન ભાવને ધારણ કરવાવાળી દુષ્ટ પાપિણું ફૂબડામાં આસક્તચિત્ત અમૃતા આપી નહિ... . શ્રીમાન ! તે સ્મશાનમાં સિપાઈઓ વગેરે રાજાના મરણના એકથી છાતી માથું કૂટવા લાગ્યા, તથા કેટલાએક લેકે સંસારથી વિરક્ત થઇને જિનદિક્ષા ધારણ કરવા લાગ્યા. આ પ્રમાણે મોટા મેળાવડા સમક્ષ યશોમતિ પુત્રે બંનેને અગ્નિસંસ્કાર કર્યો. પછી -અમિમાં બળતાં બાકી રહેલા હાડકાંઓને ગંગાજીમાં નંખાવ્યા અને ત્યાર બાદ મારા નામથી અનેક વિપ્રેને ભેગા કરીને અનેક ગાયો તથા રત્ન સુવર્ણના હાર વગેરે આભૂષણ, ઉત્તમ મેંધા વસ્ત્ર, ભમર, છત્ર, સિંહાપન વગેરે અનેક પ્રકારનું દાન આપ્યું, તથા આંધળા, લૂલા, લંગડા, નિરાધાર, દરિદ્રિ વગેરે જીવોને અન્ન વસ્ત્ર આપ્યાં અને સઘળા લોકોને ઉત્તમ ભોજન આપીને સોષિત કર્યા. પૃથ્વીનાથ ! મારે નિમિત્તે યશોમતિએ અનેક પ્રકારનું દાન કર્યું, તે પણ હું સઘળી યોનિયોમાં ઉત્કૃષ્ટ મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરી શકો નહિ. જુઓ ! સંસારી જીવ મિથ્યાત્વ કર્મના ઉદયથી કેવા મોહિત થઈ રહ્યા છે કે જેને એ વાતનું જરાપણું જ્ઞાન નથી કે જીવ પિતાનાજ શુભ અશુભ ભાવોથી અનેક પ્રકારનાં કર્મ બાંધીને સંસારમાં ભ્રમણ કરે છે, અને તેને માટે બીજા પુરૂષો ગમે તેટલું દાન પુન્ય કરે, પરંતુ ઉટ" મિથ્યાત્વ બંધ થાય છે. એ સંબંધમાં અજ્ઞાની જીવો પ્રત્યક્ષ જેવા છતાં પણ ભૂલ ખાઈ રહ્યા છે, કેમકે પિતાના ખાવાથી પુત્રનું પેટ ભરાતું નથી, તેજ પ્રમાણે પુત્રના ભેજન કરવાથી પિતાની તૃપ્તિ થતી નથી. જ્યારે પાસે રહેલા પેટની તૃપ્તિ થતી નથી P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - TT IIIIIIII