________________ પડેલી અમૃતાદેવીને કોમળ હાથ પકડી કહેવા લાગ્યો "પ્રિયા! ઉઠહું તારી ઇચ્છા પૂર્ણ કરીશ.” આ સાંભળી તે કપટકેળાની ભરેલી મનમાં આનંદ થઈ અને રસોઈદારને ઉત્તમ ભોજન બનાવવા હુકમ કરી કહેવા લાગી—“હવે રસોઈને કેટલીવાર છે? જલદી તૈયાર કરે. - રસઇદાર –“સ્વામિની ! ભોજન તૈયાર છે. ફકત મહારાજ પધારે એટલી જ વાર છે. " , . આ પ્રમાણે રસઈદારનું વચન સાંભળી હર્ષિત થઈને કહેવા લાગી - પ્રાણપતિ ! રસોઈ તૈયાર છે. જમવાને માટે જલદી પધારો, કેમકે આપ જમી જશે તે પછી બીજા ને જમાડીશ.” . . આ પ્રમાણે અમૃતાદેવીનાં પ્રેમપૂર્ણ વચન સાંભળી હું હર્ષિત થઈ કર્મને મોકલેલો તેના મેહેલમાં છે. અને ત્યાં પાંચ જાતની ધ્વજાઓથી પૂર્ણ સ્ફટિક ભૂમિમાં સુકોમળ ઉજવળ આસન ઉપર માતા સહિત એડે. તે સમયે મારી સામે મૂકેલા સુવર્ણના થાળ એવા દેખાતા હતા કે જાણે તારાઓથી ઘેરાયેલું આકાશમંડળજ છે. તે કનમય થાળમાં અનેક પ્રકારની ભજન સામગ્રી સુકવિનાં કાવ્યની માફક ઘણું મનોજ્ઞ દેખાવા લાગી તથા ભેજન વખતને દેખાવ પણ ઘણે સુંદર જણાતો હતો. - . : : : - રાજન ! તે રસોઈએ તપાવેલું ઘી, દુધ અને ઉત્તમ દહીં મારી થાળમાં પીરસ્યું, જે એવું દેખાવા લાગ્યું કે જાણે દુરગ્રહણના સંગમમાં યમપુરનો માર્ગજ એકઠો થયો છે. તે પછી પરમંડલીક રાજાઓની માફક મારા ઘાનક ગોળના લાડુ પણ લાવવામાં આવ્યા. તે તીવ્ર ઝેરવાળા લાડ તે અમૃતાદેવીએ મને પ્રેમપૂર્વક આપ્યા અને કહ્યું “પ્રાણનાથ ! આ લાડુ મારી માતાએ મોકલ્યા હતા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust