________________ 41 પણ સુંધાને માટે અનેક પ્રયત્ન કરે છે, અને ઉત્તમ શિક્ષા આપવા છતાં . પણ અવગુણોમાં રમણ કરે છે, શાંતિરૂપ કરેલું પણ દુઃખિત થાય છે, નિવારણ કરેલું પણ પાપમાં પડે છે, ધમશિક્ષા આપવા છતાં પણ ધર્મથી વિમુખ રહે છે, આ નાશવાન ગાત્ર તેલથી મદન કર્યા છતાં પણ રૂક્ષ રહે છે, બરાબર સેવન કરવા છતાં પણ પ્રચુર રોગથી ગ્રસિત થઈ જાય છે, અ૫ આહાર કરવા છતાં પણ અજીર્ણથી વ્યાપ્ત થઈ જાય છે, વાયુનાશક તેલથી મર્દન કરવા છતાં પણ વાયુરોગથી પીડિત થાય છે, શીતળ પદાર્થોનું સેવન કર્યા છતાં પણ પિત્તથી વ્યાકુળ થાય છે, રૂક્ષ (લખું) અને તીક્ષણ (તીખા) પદાર્થોના સેવનથી પણ કફવડે વ્યાકુળ રહે છે, અનેક પ્રકારે ધાએલું છતાં પણ કોઢથી ગળે છે. બહુ તે શું વિચાર કરો ! આ શરીર અનેક પ્રકારે રક્ષણ કર્યા છતાં પણ યમરાજના મુખમાં જાય છે. જો કે આ શરિર ઉપર પ્રમાણે વિપરિત પ્રવર્તે છે, તો પણ રાગી પુરૂષ આ શરિરને માટે અનેક પ્રકારનાં પાપકર્મો કરવાને તૈયાર થાય છે. આ પ્રમાણે મારા જેવો મૂર્ખ મનુબ પિતાની સ્ત્રીને વશ રહી પાપકર્મ કરી મરીને નર્કમાં જ છે. આ પ્રમાણે ચિંતવન કરતા યશોધર મહારાજ વળી પણ વિચારવા લાગ્યા કે–આ શરિરની આવી અવસ્થા છે અને જેને માટે અનેક પાપકર્મ કરું છું તે પ્રિયતમાની આવી દશા છે તો હશે મારે પણ સઘળાં કાર્યોને ત્યાગ કરવો જોઈએ. માટે હવે સવાર થિતાંજ નગર, પરિવાર અને રાજલમિને ત્યાગ કરીને ગહન વન અને સઘન પર્વતની ગુફાઓને આશ્રય કરૂં, અને દેવેંદ્ર, ધરણેન્દ્ર અને નરેદ્રવડે પૂજ્ય મુનિલિંગ ધારણ કરીને મહા તપ કરીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust * TI 1