________________ પ્રમાણે વિષયસેવનમાં પણ સુખ દુઃખ છે, શરિરની જે લાવણ્યતા છે તે અશુચિ રસને ઉત્પન્ન કરવાવાળી છે, નેહનું જે બંધન છે તે દુઃખનું કારણ છે, ગાયનવિધાનો જે પ્રકાશ છે તે ગાવાના ચાળાથી દુઃખી થતો રૂદન કરે છે, જે પ્રિય સંભાષણ છે તે અમને તોડવાવાળું છે, સ્ત્રીના રૂપનું અવલોકન છે તે કામ જવરને વધારનારૂં છે, પ્રિયાને આલિંગન છે તે શરિરને પીડા કરનારું છે, સ્ત્રીના અનુબંધમાં જે રાગ છે તે દુ:ખપૂરિત કારાગ્રહ છે અને જે પ્રેમ છે તે ઈષની અનિ છે, એમાં દગ્ધ થતો પુરૂષ આલિત થાય છે અને સ્ત્રી સેવનથી ઉત્પન્ન થયેલું કામ છે તે સ્ત્રીઓના હાથની તીણ તરવાર છે, તેના વડે દુષ્ટ વ્યભિચારિણી પરપુરૂષરતા સ્ત્રી પોતાના પતિને ઘાત કરીને પછી પોતે પણ મરણને પ્રાપ થઈ સંસાર વનમાં પરિભ્રમણ કરે છે વગેરે. જે જીવને બાધાકારક વિસ્તીર્ણ અને ઉત્કૃત દુષ્ટનું ઘર અને ગરિષ્ટ દુઃખ છે એવા ઈદ્રિયજનિત સુખનું પંડિતો કદાપિ સેવન કરતા નથી. છે . પૃથ્વીનાથ ! યશોધર મહારાજ સૂતા સૂતા વળી પણ વિચારવા લાગ્યા–“ આ મનુષ્યનું જે શરિર છે તે રોગનું સ્થાન છે, કેમકે આ શરિર ધેયાથી પણ પવિત્ર થતું નથી તેમ સુગંધિત કર્યાથી સોરમવાળું પણ થતું નથી, પરંતુ શરિરના સંસર્ગથી ઉત્તમ સુગંધિત પદાર્થ પણ દુધમય થઈ જાય છે. આ ક્ષણભંગુર શરિર પુષ્ટ કર્યા છતાં પણ બળવાન થતું નથી, પ્રસન્ન કર્યા છતાં પણ આપણું તું નથી, મંડન કરેલું નીચ થઈ જાય છે, ભૂષિત કરેલું પણ અભિત રહે છે, અનેક પ્રકારે સાફ કર્યા છતાં પણ મલિન રહે છે, અનેક મંત્રોથી મંત્રેલું છતાં પણ ભયભીત રહે છે, દિક્ષાથી દિક્ષિત થયેલુ Jun Gun Aaradnak Trust