________________ 36 માટે કયાં તો પ્રજાને ત્યાગ કરો અથવા તો ઘર તજીને વનમાં વાસ - કરો. ત્યાં જ આપને માટે સઘળી ભેગસામગ્રી એકઠી કરી આપવામાં આવશે, કેમકે આપના અહિંયા રહેવાથી સઘળા લોકોના હૃદયમાં અનેક પ્રકારના ઉટંગ ઉત્પન્ન થાય છે અને લેક અનેક પ્રકારના ગપાટા માસ્તા અન્યાય કાર્ય કરવાને તૈયાર થઈ રહ્યા છે. - આ પ્રમાણે મંત્રીનાં વયમ સાંભળીને તે રકવામાં આસકી * રાજા વનમાં નિવાસ કરવાને તૈયાર થઈ ગયો અને શહેર બહાર નદીના કિનારા ઉપર કે જ્યાં રાજાને મેટો બાગ હતા, ત્યાં સામગ્રી એકઠી કરીને રહેવા લાગ્યો. એ રાજાના બાગની પાસે વનમાં એક પંગુ (પાંગળા ) માળી રહેતું હતું, જે મિષ્ટ સ્વરથી ઘણું સારું ઉત્તમ ગાયન ગાતો હતો. એક દિવસ એ પંગુ માળીનું ગાયન સાંભળીને ૨કતારણ એના ઉપર આસક્ત થઈ અને તેને એકાંતમાં બોલાવીને કહેવા લાગી કે હું તારા ઉપર ઘણીજ પ્રસન્ન થઈ છું, તું મારી સાથે ભેગવિલાસ કર અને દરરોજ ઉત્તમ પ્રકારનું ભોજન કર્યા કર. - આ સાંભળીને પંગુએ કહ્યું - “સ્વામિની ! આપની આજ્ઞા માથે ચઢાવું છું, પરંતુ રાજ અહિંયા હોવાથી એ, કામ મારાથી : થઈ શકશે નહિ, કેમકે એમાં જીવ ખોવાનો ભય છે. જે કદાચ રાજાએ આપણું દુષ્કર્મ જોઈ લીધું, તો આપણે બન્ને માર્યા જઈશું " - આ પ્રમાણે સાંભળીને રાણીએ કહ્યું -" તું એ વાતમાં જરાપણું ભય ન રાખ, કેમકે મેં રાજાને મારવાના ઉપાય પહેલેથી જ શેધી રાખે છે. હવે તે એક કામ કર. એક કુલનો હાર તંતમાં પેરવીને બનાવીને તારી પાસે રાખ અને જ્યારે હું મંગાવું ત્યારે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust