________________ 1? - He 3 નું. ..अवंति देश अने उज्जयिनी नगरीनुं वर्णन. ક્ષલક–આ જંબુદીપના ભરતક્ષેત્રમાં પૃથ્વીના તિલક જે S000 અવંતી નામને દેશ છે. આ દેશ ધનવાને, વિદ્વાનો અને ખેડુત વગેરેના સુંદર ઘરેથી શોભાયમાન છે. આ દેશના ખેડુતોની સ્ત્રીઓના સુંદર કર્ણપ્રીય ગીતોને સાંભળી મુસાફરે એવા મેહિત થઈ જાય છે કે ત્યાંથી જરા પણ ખસવાનું મન થતું નથી. આ દેશની સ્ત્રીઓ જળથી ભરેલા ઘડાઓ મસ્તક ઉપર મૂકીને હારદોર ચાલતી એવી દેખાય છે કે જાણે જિનરાજના જન્માભિષેકને માટે ક્ષીરસમુદ્રમાંથી જળ ભરીને જતી દેવાંગનાઓની હારજ છે. આ દેશમાં તંદુલોના કણોવડે સુગંધિત પવનયુક્ત ખેતરેની કયારીઓમાં પોપટે ચુમસુમ શબ્દ કરે છે. આ દેશમાં ગાયોનાં ટોળાં પશુભાષા બોલતાં શેરડીના સાંઠાએ ખાય છે. - હે રાજા ! આ અવંતિ દેશમાં ગાયના પાછલા ભાગને પોતાની જમવડે ચાટતા બળદને સમૂહ અત્યંત મનોહર દેખાય છે. જ્યાં મંથર ગમન કરતી અને પોતાનાં પુંછડાવડે સારસ પક્ષીઓને ઉરાડતી ભેંસ ફરે છે. જે દેશમાં કાહલ જાતિના વાજીંત્રોના શબ્દમાં આસક્તચિત્ત, વ્યભિચારીણી નાયકા ગૃહકાર્યને છોડીને સંકેતને માટે વૃક્ષોના સમુહમાં પહોંચે છે. જે દેશની પતિભક્તા નારીઓ પિતાના ઘરના બારણુમાં બેસી પોતાના પ્રાણનાથની વાટ જોતી અત્યંત શોભે છે. જે દેશના મુસાફરો માર્ગમાં દહીં, દુધ, ઘી અને ચોખા વગેરે ઉત્તમ પદાર્થોને મેળવી આસ્વાદન કરતા સુખપૂર્વક ગમન કરે છે. જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust