________________ 10 E દેશની સ્ત્રીઓ પોતાના મકાનના ઝરૂખાઓમાંથી પોતાના ચંદ્રવદનને બતાવી મુસાફરોને મોહિત કરે છે. જે મનહર દેશના પશુઓ ખુશ મિજાજમાં રહેતા ઘાસને છોડીને ધાન્યના ખેતરોમાં ચરે છે. એવા રમણિક અવંતિ દેશમાં સ્વર્ગ પુરી સમાન ઉજ્જયિની નગરી છે. એ નગરીમાં મરકટ મણિના કીરણોથી વ્યાપ્ત અને સ્કુરાયમાન -હરિત પૃથ્વીતળમાં મૂટબુદ્ધિ હાથી ઓ લીલા ઘાસની આશાથી અને ૨સની ઈચ્છાનું ચિંતવન કરતા, મહાવતના હુકમ પ્રમાણે મંદગતિથી ગમન કરે છે, એટલે એ નગરીના રાજમાર્ગમાં હરિત મરકત મણિઓ જડેલી છે, જેથી લીલા ઘાસની આશંકા ઉત્પન્ન થવાથી હાથી આગળ ચાલતા નથીપરંતુ ઘાસના રસની લોલુપ્તાથી તે ખાવાની ઈચ્છા કરતા ઉભા રહે છે, પરંતુ મહાવતના હુકમથી ધીમે ધીમે આગળ ચાલે છે. : - " હે રાજન ! આ ઉજયિની નગરીના ઘરોમાં - જડેલી ચંદ્રકાન્ત મણિઓની ક્રાંતિ આકાશમાં કેવી શોભા વિસ્તારે છે કે જાણે ઉછળતી . ધવલકીર્તિ જ છે. આ નગરીમાં પીળા મણિઓના રાગથી લિપ્ત મૃગલોચના કેશરને તિરસ્કાર કરે છે કેમકે પિત્તમણિની પીળાશથી તે સ્ત્રી પોતેજ પીળી દેખ ય છે, તે પછી કેશરને શું કામ અંગીકાર કરે? આ નગરીમાં ચીરકાળથી પરદેશ ગયા છે પતિ જેમના એવી સ્ત્રીઓ સવારમાં પોતાના મુખને મણિએની ભીંતમાં જોતી પ્લાન મુખ થઈ જાય છે કેમકે ભર્તાર વિના અમારા મુખમંડળને કોણ જોશે, જેથી આ અમારે શણગારજ નકામે છે. વળી અત્રેના ઘરોમાં રન અને મુકતાફળના રંગની ચારે તરફ સુગંધિત પુષો ની ! કયારીઓ કેવી અનુપમ શોભા વિસ્તારી રહી છે ! એ નગરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust