________________ 26 તમ થઈને પડતી અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે તે પ્રમાણે સૂય પણ, આઠ પહોર તપીને પછી અસ્ત પામ્યો. તે પછી જગત મંડળમાં તારારૂપ પુ અને ચંદ્રમારૂપી ફળવડે નમ્રીભૂત થતી સાંજ ચારે દિશાઓમાં પ્રસરી ગઈ. સૂર્યાસ્ત વખતે જે અંધકાર ફેલાયો હતો તેને ચંદ્રના કીરણના પ્રકારથી નાશ થવા લાગ્યું. આકાશ મંડળમાં ઉદય થતે ચંદ્રમા લોકોની નજરે એવો દેખાવા લાગ્યો કે જાણે અંધકારના સમૂહને નાશ કરવાવાળું ચક્ર અથવા ઈદની લક્ષ્મિના મુખનું મંડન જ છે. તે પ્રકાશમૂર્તિ ચંદ્રમા ગગનમાં પ્રકાશ પાડતો એવો જણાતો હતો કે જાણે કીર્તિરૂપી સ્ત્રીનું મુખમંડલ અથવા સ્ત્રીને સુખ આપવાવાળું અમૃતનું ઘર અથવા પરમાત્માના યશનો ઢગલે અને રાત્રિરૂપી નાયિકાના કપાળનું તિલકજ છે. તે ચંદ્રદય જો કે સઘળા લોકને આલ્હાદકારક અને શાંતિકર્તા થાય છે પરંતુ પતિ વગ; રની દુઃખી અને જરરસ્તા વ્યભિચારિણી સ્ત્રીઓને સંતાપકારી થાય છે. તે આકાશરૂપી ક્ષેત્રમાં ઉદય થતા ચંદ્રમા ખેડુતની માફક આ યંત શોભવા લાગ્યો કેમકે આકાશ નક્ષત્રો વડે ભરેલું છે અને ખેતર ધાન્યથી પૂર્ણ છે. આકાશમાં મેષ, વૃષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન એવી બાર રાશીએ સુશોભિત હોય છે અને ખેતરમાં ચણું, ઘઉં, જવ, અડદ અને મગ, વગેરે અરાઢ પ્રકારના ધાન્યની રાશીએ ઉન્નત દેખાય છે. હે રાજન ! ચંદ્રમાની ચાંદનીથી વ્યાપ્ત સઘળું જગત એવું દેખાતું હતું કે, જાણે રાત્રિરૂપી સ્ત્રીએ ચંદ્રમરૂપી ઘડામાંથી નીકળી અમૃતમય દુધની ધારાથી જગતને શુભ્ર વર્ણન કર્યું છે. તે વખતે મહારાજ યશોધરના હદયમાં પિતાની પ્રિયાના મેળાપની લાલસા થવાથી કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust