________________ 5 है यशोधर राजा अमृतमनि रागीमा आसक्त.... - ધ હે રાજન્ ! તે યશોધર રાજા (હું) પિતાની સ્ત્રીના પ્રેમમાં 6 7 3 - આસકત ચિત્ત થઈ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે મારી પ્રિય ભાર્યા અમૃતમતિ મારા હૃદયમાં વાસ કરતી નેત્રના ટમકાર માત્ર વિયોગથી ગભરાઈ જાય છે, તો હું પણ તે પ્રિયા સહિત ભોગ ભોગવીશ. હવે ચાહે રાજ્યને નાશ થઈ જાય, ચાડે લક્ષ્મીપર વજ્રપાત થાય, અને ચાહે લજજાને પણ નાશ થઈ જાય, પરંતુ તે હદયવાસિનીથી એક ક્ષણ માત્ર પણ જુદે નહિ થાઉં. નહીં! નહીં!! એમ નહીં કરું, પણ ગુણોના સમૂહવાળા અને યશ તથા જયનું ધામ એવા મારા યશેમતિ પુત્રને રાયસિંહાસન ઉપર બેસાડી તેને જ રાજ્યકારભાર સંપીને પછી મારી ઈચ્છા પ્રાપ્તિને માટે અમૃતમતિને ઘેર જઇને તે પ્રિયતમા સાથે ભેગવિલાસ કરીશ અને તેની જ સાથે ઇછિત ભોજન પણ કરીશ. તે સુકોમળ ક્ષીણગાત્રા મનોહરમુખી પ્રિયા સહિત નિર્જન વનમાં પણ રહેવું ઉત્તમ, સઘળા સુખનું કારણ અને લફિલ્મનો વિલાસ છે. પ્રિયતમા વિના સ્વર્ગમાં રહેવું પણ સારું નથી વગેરે અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યો. | હે મહારાજ મારિદત્ત ! જે વખતે યશધર મહારાજ ઉપર પ્રમાણે વિચાર કરતા હતા, એટલામાં સાંજને સમય થવા લાગે, તે વખતે સૂર્ય અસ્ત થવાથી દિશારૂપી સ્ત્રીએ રાતાં વસ્ત્ર ધારણ કર્યા. જે પ્રમાણે મહાન યોદ્ધાઓ રણસંગ્રામમાં શસ્ત્રોના પ્રહારથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - 1