________________ :30. અમૃતાદેવી ) મારી પાસેથી ઉઠીને ધીમેધીમે જવા લાગી. હું પણ તરતજ ઉઠીને જોવા લાગ્યો કે અડધી રાત્રે આ ક્યાં જાય છે, એ વિચાર કરીને હાથમાં તરવાર લઇને ગુમરીતે તેની પાછળ ગયો અને જોયું તો તે એક ફૂબડા (ખંધા)ની સામે હાથ જોડીને ઉભેલી હતી!! છે. પૃથ્વીનાથ ! તે કૂબડો પુરુષાર્થમાં અનુવમી, સર્વને નીંદનીય, કાષ્ટ સમાન ગાત્રવાળા, લાંબા દાંતથી દંતાલુ મુખ, તુંબડા જેવું પેટ, સૂક્ષ્મ અને કઠોર હદયવાળો, લાંબા કેશોથી ભયાનક, બીજા પુરૂષોના ખાસડાંને રક્ષક, એં ઠંજુઠું અન્ન ખાવાવાળે એવા મહા કુરૂપ કુબડાએ જે વખતે અમૃતાદેવીને જોઈ, ત્યારે તે વક્રદ્રષ્ટિથી હુંકાર શદ કરતો કહેવા લાગ્યો-“હે સદભાવરહિત દાસી ! તેં આટલે વખત કેમ કર્યો, રાજની , માફક જલદી કેમ નહિ આવી? " વગેરે અડબડતો હાથમાં ચાબુક લઈને તે સાલંકારા (આભૂષણયુકત સુંદરી)ને મારવા લાગ્યો, તે પછી તેનો રોટલો પકડીને જમીન ઉપર નાંખી લાતો મારતો હતો તે વખતે કૂબડાને પગે લાગીને અમૃતાદેવી નમ્ર ભાવથી કહેવા લાગી-“સ્વામિ ! આજે ઘરના કામકાજમાં નવરાશ ન મળવાથી આટલું મોડું થયું. નાથી આપ કામદેવ સમાન મારા હૃદયમાં વાસ કરે છે, જેથી આપ ગુસ્સે થવાથી મારા ક્ષત્ર, ચમર, આસન, મહેલ, હાથી, ઘોડા, રથ, પયાદા, વસ્ત્ર, આભૂષણ વગેરે સઘળું નકામું છે." . . . . . . . - ... પ્રાણવલભ ! આપના વિના કુંકુમનું વિલેપન, રતનસુવર્ણ જડિત આભૂષણ, ઉત્તમ મોંધા વસ્ત્ર અને મુક્તાહાર વગેરે સઘળું અગ્નિજવાળા સમાન સર્વ અંગને દધ કરે છે. તે વિદ્યાતા ! તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust