________________ ITTITI 21 મને એગ્ય અધ્યાપકની પાસે બેસાડયો. ત્યાં પહેલાં તો સ્વર, વ્યંજન અને બારાખડી શીખીને પછી ક્રમપૂર્વક વ્યાકરણ, કેષ, ન્યાય, કાવ્ય, છંદ, અલંકાર વગેરે શીખ્યા; પછી મેં જ્યોતિષ, સામુદ્રિક, અને વૈદકને અભ્યાસ કર્યો. તે પછી ગાયનવિધા તથા નવરસયુકત નૃત્યકળા અને વાજીંત્ર વગાડવાની વિદ્યામાં પશુ જાતો થઈ ગયો. પછી રત્નપરીક્ષા, હાથી, ઘેડા, બળદ વગેરે પશુઓની પરીક્ષાના શાસ્ત્રનું અધ્યયન કર્યું. પછી ચિત્રકળા અને કાષ્ટકર્મમાં પણ પ્રવિણ થયો... તે પછી હાથી ઘોડા ઉપર બેસતાં, ધનુવિધા, યુદ્ધકળા, મલ્લવિધા, જળમાં તરવું વગેરે અનેક પ્રકારની કળાઓ પણ શીખ્યો. હે રાજા ! જે વખતે મેં લાવણ્યરૂપ જળથી સીંચેલી તરૂણુતામાં પદાર્પણ કર્યું તે વખતે જો કે અંગસહિત હતો તોપણ કામદેવસમાન દેખાતો હતો. જ્યારે મારા પિતાએ મને રૂછપુષ્ટ ઉમરલાયક થયેલે જોયો ત્યારે રૂપલાવયની નદી સમાન પાંચ રાજપુત્રિઓની સાથે મને પરણવ્યો. પણ સુખસાગરમાં એવો ગ્ન થયે કે જતા સમયને જરાપણ જાણે નહી. જોઈ રાગને વૈરાગ્ય. છે. હવે એક સમયે મારા પિતા યશોધ મહારાજ ચંદ્રમાના કિરણ સમાન સફેદ બાલને જોઈ ચિંતા ન કરવા લાગ્યા-“હા કષ્ટ ! રતિની સંપત્તિને મથવાવાળી અને દુર્ભાગ્યની રાશી એવી જરા (ધડપણ) દાસીએ શું મારા વાળને ગ્રડ કરી લીધા ? અથવા આ સફેદ વાળ ઉત્કટ અને દુષ્ટ કાળાગ્નિ વડે બળેલા તારૂણ્ય રૂપ વન છે ભસ્મની કણિકા છે ? એજ પલિત વાળ મારી વૃદ્ધાવસ્થાને સૂય છે. આ વૃદ્ધાવસ્થામાં મુખમાંથી નીકળતી લાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust