________________
અગરચંદજી નાહટા
૨૧ એમણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિંદી, જૂની ગુજરાતી, અર્વાચીન ગુજરાતીના અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. વળી તેઓ અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો પણ સમજાય તેટલા વાંચીને તેનો સાર ગ્રહણ કરી લેતા. ઘણી જુદી જુદી યુનિવર્સિટીઓના પીએચ.ડી.ના પરીક્ષક તરીકે તેમણે કામ કર્યું છે અને તેના હાથ નીચે કેટલાય વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી માટે માર્ગદર્શન મેળવ્યું છે. તેમણે ઘણી યુનિવર્સિટીઓના ઉપક્રમે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે.
નાહટાજીને “સિદ્ધાન્તાચાર્ય”, “વિદ્યાવારિધિ', “સાહિત્ય-વાચસ્પતિ', જૈન ઇતિહાસ-રત્ન”, “રાજસ્થાની સાહિત્ય વાચસ્પતિ', “સંઘરત્ન', પુરાતત્ત્વવેત્તા' ઇત્યાદિ વિવિધ બિરુદો જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદે જુદે સમયે આપવામાં આવ્યાં હતાં, જે એમની આગવી સિદ્ધિના દ્યોતક છે નાહટાજીનું સમગ્ર જીવન આ રીતે વિદ્યોપાસનામાં સફળતાપૂર્વક પસાર થયું હતું. શ્રી અને સરસ્વતીનો સુભગ સમન્વય એમના જીવનમાં થયેલો.
નાહટાજી સરળ પ્રકૃતિના હતા. કોઈ વાતે એમને માઠું લાગતું નહિ. તેમનો પહેરવેશ સાદો હતો. તેમની જીવનજરૂરિયાતો ઓછી હતી. ક્યારેક રેલવેના બીજા વર્ગના ડબ્બામાં બેસવાની જગ્યા ન હોય અને પૈસેજમાં નીચે બેસવું પડે ત્યારે પણ અત્યંત પ્રસન્ન ચિત્તે નાહટાજી પ્રવાસ કરતા હોય. કોઈને ઘરે ઊતર્યા હોય ત્યારે સગવડની બહુ અપેક્ષા તેઓ ન રાખે. ખાવાપીવાનો સમય વીતી જાય તોપણ ચહેરા ઉપર વ્યગ્રતા ન જણાય. એક વખત મુંબઈમાં મારે ઘરે ઊતર્યા હતા, ત્યારે સવારનાં વહેલાં અમે કેટલાક વિદ્વાનોને મળવા માટે નીકળી ગયા. ત્યાંથી ઘરે આવી બપોરનું ભોજન લઈ એક કાર્યક્રમમાં જવાના હતા, પરંતુ પરામાં જુદી જુદી વ્યક્તિઓને મળવામાં અને ત્યાંથી પાછાં ફરવામાં સમય એટલો વીતી ગયો કે અમારે સીધા કાર્યક્રમમાં જવું પડ્યું. ઘરે પાછાં પહોંચતાં ચાર વાગવા આવ્યા. નાહટાજીએ સવારથી કશું ખાધેલું નહિ, કોઈને ત્યાં એમણે પાણી સુધ્ધાં લીધેલું નહિ. એમણે સાંજે ઘરે આવીને કહ્યું કે, “આજે તપશ્ચર્યાનો અનાયાસ બહુ સારો લાભ મળ્યો છે. હવે સાંજે જમવાનો નથી. બે કલાક માટે ઉપવાસનું તપ જતું નથી કરવું. ફક્ત પાણી વાપરીશ.” આમ આખા દિવસનો ઉપવાસ થવા છતાં તેઓ એટલી જ સ્વસ્થતા અને પ્રસન્નતાપૂર્વક કામ કરતા રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org