________________
૧૯
અગરચંદજી નાહટા પછી ત્યાં સળંગ સાત-આઠ મહિના સાહિત્યના સ્વાધ્યાયમાં વિતાવતા. યૌવનમાં આરંભાયેલો આ એમનો જીવનક્રમ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. પછી તો વેપાર માટેનો સમય ઘટીને એક-બે મહિના પૂરતો મર્યાદિત થઈ ગયેલો અને છેલ્લાં પંદરેક વર્ષથી તો તેઓ વેપારમાંથી સાવ નિવૃત્ત થઈ ગયા હતા. આખું વર્ષ તેઓ સ્વાધ્યાયમાં પસાર કરવા લાગ્યા હતા.
શ્રી નાહટાજીનો રોજનો કાર્યક્રમ વિશિષ્ટ પ્રકારનો હતો. ઈ. સ. ૧૯૬૦માં હું બીકાનેરમાં એમને ઘેર રહ્યો હતો ત્યારે એમની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થયો હતો. રોજ સવારે ત્રણ વાગ્યે ઊઠીને તરત જ તેઓ સ્વાધ્યાય, ધ્યાન, જાપ વગેરેમાં લાગી જતા. સવારમાં નિયમિતપણે તેઓ આ રીતે પાંચ સામાયિક કરતા. ત્યાર પછી સ્નાન વગેરે કરી, દેરાસરે પૂજા કરી આવીને દૂધ-નાસ્તો લઈને પોતાના ઘરની સામે અભય જૈન ગ્રંથાલયના મકાનમાં જઈ ફરી પાછા સ્વાધ્યાયમાં લાગી જતા. જમીને બપોરે તેઓ ગ્રંથો, સામયિકો વગેરે વાંચતા અને ટપાલ લખતા. ત્યાર પછી તેઓ જે વિષય પર પોતાને લેખ લખવાનો હોય તેને લગતું વાચન-મનન કરી લેતા. સાંજે જમ્યા પછી તેઓ એક લેખ લખતા. આ રીતે વર્ષમાં સહેજે તેઓ નાનામોટા સોદોઢસો લેખો લખતા. તેમની કામ કરવાની ઝડપ ઘણી હતી. એમને ત્યાં મહિને સવાસોથી વધુ સામયિકો-પત્રિકાઓ ઈત્યાદિ આવતાં. એ દરેક પર એમની નજર ફરી જતી અને એમાંના મહત્ત્વના લેખો તેઓ પૂરા વાંચી જતા. એવી જ રીતે તેઓ પોતાને ત્યાં ભેટ આવેલા કે પોતે વેચાતા લીધેલા ગ્રંથો પણ ઝડપથી જોઈ જતા અને એમાંની મહત્ત્વની નવી સામગ્રી એમના સ્મૃતિપટ ઉપર દઢપણે અંકિત થઈ જતી.
શ્રી નાહટાજીએ એટલું બધું લેખનકાર્ય કર્યું છે કે તેની વાત કરીએ તો સામાન્ય માણસને વિસ્મય થાય. લગભગ છ દાયકા જેટલા સમયમાં એમણે છ હજારથી વધુ લેખો લખ્યા છે. સતત લખવાને કારણે તેમના અક્ષર પણ બગડવા લાગ્યા હતા અને એને કારણે એમનાં કુટુંબીજનો કે પરિચિત સજ્જનો સિવાય બીજાઓ તેમનું હાથનું લખાણ બરાબર વાંચી શકતા નહિ. મારા ઉપર ૧૯૬૦ની આસપાસ જ્યારે પણ નાહટાજીનો હાથનો લખેલો પત્ર આવતો
ત્યારે બિલોરી કાચ લઈને કલાક મથામણ કરીને હું તે વાંચી શકતો, પરંતુ પછીથી તો એમાં પણ મુશ્કેલી પડવા માંડી. એટલે મારી વિનંતી સ્વીકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org