________________
અગરચંદજી નાહટા
શ્રી અગરચંદજી નાહટા રાજસ્થાનમાં આવેલા બીકાનેરના વતની હતા. જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, શિલ્પ અને સ્થાપત્ય, ચિત્રકલા અને ઇતિહાસના તેઓ પ્રખર અભ્યાસી હતા. અન્ય ધર્મના સાહિત્યના અભ્યાસ સાથે તેમણે મુખ્યત્વે પ્રાચીન જૈન સાહિત્યનો, એની હસ્તપ્રતોની જાણકારી સહિત ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. આવા બહુશ્રુત વિદ્વાનનું ૭૩ વર્ષની વયે એમના વતન બીકાનેરમાં અવસાન થયું હતું.
કેસરી સાફો, સફેદ ડગલો તથા ધોતિયું પહેરેલા નાહટાજી પસાર થાય તો કોઈને ખ્યાલ ન આવે કે ભારતના આ એક મૂર્ધન્ય સારસ્વત છે. શ્રી અગરચંદજી નાહટા એટલે જૈન સાહિત્યના સંશોધન માટેની જાણે કે એક જીવતી-જાગતી સંસ્થા. ભારતભરમાં અને ભારત બહાર કેટલાય વિદ્વાનોને એમના તરફથી જરૂરી માહિતી ઓછા શ્રમે તરત સાંપડી જતી. પ્રાચીન જૈન સાહિત્યના તેઓ જાણે કે જીવંત જ્ઞાનકોશ જેવા, વૉકિંગ એન્સાઇક્લોપીડિયા જેવા હતા. એ વિષયમાં કોઈ કૃતિ વિશે, કોઈ કર્તા વિશે કે કોઈ કૃતિની રચનાતાલ વિશે પૂછીએ તો નાહટાજીને એ બધી વિગતો મોઢે હોય. સ્તવનસઝાયની હજારો પંક્તિઓ એમને કંઠસ્થ અને ગાય પણ બુલંદ સ્વરે. સ્વ. પૂ. પુણ્યવિજયજી મહારાજ એમની પાસે શ્રીમદ્ રાજચંદ્રકૃત “અપૂર્વ અવસર વારંવાર ગવડાવતા.
શ્રી નાહટાજીનું દેહાવસાન આટલું વહેલું થશે એવી ધારણા નહોતી, કારણ કે અવસાનના થોડા દિવસ પહેલાં જ તેઓ સૌરાષ્ટ્રમાં સોનગઢ મુકામે યોજાયેલા ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે પ્રમુખ તરીકે પધાર્યા હતા. એ પ્રસંગે તેઓ જે રીતે હરતાફરતા હતા, જે રીતે બુલંદ સ્વરે એમણે પ્રમુખ તરીકે પોતાનું પ્રવચન આપ્યું હતું તથા એક વિભાગીય બેઠકમાં બે પ્રાચીન અપરિચિત જૈન કૃતિઓનો પરિચય કરાવતો પેપર એમણે વાંચ્યો હતો તે પરથી તો એમની કામ કરવાની શારીરિક યોગ્યતા હજુ એટલી જ સબળ છે એની પ્રતીતિ થઈ હતી. અલબત્ત, એમને પગની થોડી તકલીફ ચાલુ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org