________________
૨૦
વંદનીય હૃદયસ્પર્શ તેઓ ટાઇપ કરીને કે બીજા પાસે લખાવીને મને પત્ર મોકલતા. શ્રી નાહટાજીનો પત્રવ્યવહાર ઘણો મોટો હતો. જુદી જુદી વ્યક્તિઓ અને સંસ્થાઓને રોજનાં ત્રીસથી ચાલીસ પોસ્ટકાર્ડ તેઓ લખતા અને કેટલાયને વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતા.
તેઓ બેઠા બેઠા પોતાના ડાબા હાથની હથેળીને મુખ સન્મુખ ડેસ્કની જેમ રાખીને તેમાં પોસ્ટકાર્ડ રાખતા અને જમણા હાથમાં કલમ લઈ ઝપાટાબંધ પત્રો લખી નાખતા. અનેક વ્યક્તિઓ સાથે તેઓ સંપર્કમાં રહેતા. દરેકની સાથે શું શું કામ બાકી છે તેની સ્મૃતિ તેમને હંમેશાં તાજી રહેતી અને તે કામ માટે તેમની ઉઘરાણી નિયમિત ચાલતી. નાહટાજીએ સોંપેલું એક કામ પૂરું ન થાય ત્યાં સુધી તેમના દરેક પત્રમાં તેનો નિર્દેશ થયો જ હોય. - નાહટાજી સમયનો ક્યારેય દુર્વ્યય ન થવા દે. પોતે સ્નાન, ભોજન, નિદ્રા ઇત્યાદિમાં જરૂર કરતાં જરા પણ વધુ સમય ન બગાડે. કોઈની સાથે ટોળટપ્પાં ન કરે. તેમના મનમાં સ્વાધ્યાય અને સંશોધનની એક પછી એક યોજનાઓ પડેલી હોય. એમના માર્ગદર્શન માટે રાજસ્થાનમાંથી કેટલાય માણસો વખતોવખત મળવા આવે. કેટલાય માણસો પત્ર દ્વારા એમનું માર્ગદર્શન મેળવવા ઇછે. એ દરેકને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર નાહટાજી ઉત્સાહપૂર્વક માર્ગદર્શન આપતા રહે. મધ્યકાલીન જૈન સાહિત્યની કોઈ કૃતિ કે કર્તા વિશે મારે જાણવું હોય તો હું નાહટાજીને પત્ર લખતો અને તેમનો વળતી ટપાલે વિગતવાર જવાબ આવ્યો જ હોય, અથવા હસ્તપ્રત આવી પહોંચી હોય.
નાહટાજીએ પોતાના નાનાભાઈ અભયરાજની સ્મૃતિમાં અભય જૈન ગ્રંથમાળા નામની સંસ્થા પોતાના પૈસે સ્થાપી અને તેમાં હસ્તપ્રતો, ગ્રંથો, સામયિકો, પ્રાચીન ચિત્રો, કલાકૃતિઓ વગેરે વસાવવાનું કાર્ય એકલે હાથે શરૂ કર્યું. પ્રતિ વર્ષ તેમાં ઉમેરો થતો જ રહ્યો. એમાં અત્યાર સુધીમાં ૬૫ હજારથી વધુ હસ્તપ્રતો એમણે એકત્ર કરી હતી અને એવી જ રીતે પચાસ હજારથી વધુ મુદ્રિત ગ્રંથો તથા પ્રાચીન અનેક ચિત્રો, સિક્કાઓ, પટ્ટાવલીઓ ઇત્યાદિ એકત્રિત કર્યા હતાં. કોઈ મોટી સંસ્થા કરી શકે એવું કામ નાહટાજીએ એકલે હાથે કર્યું હતું.
નાહટાજીએ મેટ્રિક સુધીનો પણ અભ્યાસ નહોતો કર્યો, પણ આપસૂઝથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org