________________
સ્વરૂપસાધનાનાં સોપાન
સાચાપણાની છાપ લગાવવા પ્રયત્ન કરીએ છીએ. એ આપણું અજ્ઞાન છે. જ્યાં કેવળજ્ઞાનીની પણ જીવો અપેક્ષા રાખતા નથી. માટે તત્ત્વ કેવળી ગમ્ય કહેવાય છે. હું અજ્ઞાની છું. માટે મારા વિકલ્પો સાચા માની મારે આગ્રહ રાખવો નહિ, તે માટે ભગવાને સ્યાદ્વાદશૈલી આપી છે. વીતરાગાષ્ટિ તે તત્ત્વદૃષ્ટિ છે. સ્યાદ્વાદષ્ટિ સંસારી જીવને વીતરાગ દૃષ્ટિવંત બનાવવા માટે છે. સ્યાદ્વાદશૈલી અનાદિ અનંત રહેવાની છે.
અશુદ્ધ દૃષ્ટિ હોવાથી જીવના ભાવ ખરાબ થાય છે. તેથી ક્રિયા અશુદ્ધ થાય છે. માટે અશુભ ભાવ અને અશુભ ક્રિયા દૂર કરવાનાં છે. સ્યાદ્વાદશૈલી ભાવ શુદ્ધિમાં ઉપયોગી થાય છે.
સંસારી જીવને સાંયોગિક પદાર્થનો વિયોગ થાય છે. પણ પાછો સંયોગ થાય છે. સિદ્ધ ભગવંતો ને સંયોગનો અભાવ છે. માટે સંયોગના અભાવનું લક્ષ્ય કરવું, નહિ તો વિયોગ દુઃખરૂપ છે. અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગ બે પ્રકારે છે. છતાં સંયોગના અભાવનું લક્ષ્ય કરવું. જેથી અનુકૂળ સંયોગમાં સુખ નહિ લાગે. અને પ્રતિકૂળ સંયોગમાં દુ:ખ નહિ લાગે આમ લક્ષ્ય પ્રબળ થશે. સંસારનો સંક્ષેપ થશે.
દેહના ઉપભોગ માટે વસ્તુની અમર્યાદા આવે અને વસ્તુ મળે નહિ ત્યારે સહન કરવામાં સફળતા મળતી નથી. પૂર્વ કરેલા સુકૃત્યના પરિણામે પુણ્યનો ઉદય હોય તો સુખ મળે છે, અન્યથા દુઃખ લખાયેલું રહે છે. આત્મસ્વરૂપ પામવાના લક્ષ્ય દેહનો ઉપયોગ થાય તો આત્મબળ વધે છે. દેહ ઉત્તમ સાધન તરીકે હોય છે. આત્મા પોતાનું કલ્યાણ કરવા સમર્થ છે, સ્વતંત્ર છે.
૧૮
ભૂતકાળમાં મળેલા દેહો છૂટી ગયા પણ તેનું મમત્વ છૂટ્યું ન હોવાથી નવા દેહ મળતા જ રહ્યા. મમત્વના અંગે જીવ નવા દેહ ધારણ કરતો જ રહ્યો. દેહસુખ આત્મસુખને દબાવે છે, ભુલાવે છે. પુણ્યથી મળેલાં સુખ ન માણીશ. જો સુખ માનીને ભોગવીશ તો પરિણામે દુઃખ મળશે. વળી દુ:ખમાં સમભાવે રહીશ તો દુઃખ ટળશે. જેમ સાગરમાં રહીને સાગરથી તરાય છે, તેમ અસાર અને દુઃખરૂપ સંસારમાં રહીને સંસારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org