________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૧૧૩ દયા, દાન, સેવા, પરોપકારવૃત્તિ સાધકની પ્રાથમિક ભૂમિકા છે. વિષયમાં અનાસક્ત, છતાં જન્મમરણમાં નિર્વેદભાવ છે. જન્મમરણમાં ક્ષોભવૃત્તિ નથી. તે શ્રેષ્ઠ સાધક છે.
સાધકે કર્તાભોક્તાભાવને ન પકડવો પણ જ્ઞાતાદ્રષ્ટાપણે પોતે કેવો છે તે બરાબર સમજવું. કર્તાભોક્તાભાવથી સંસાર ચાલે છે. જો તમે ભોક્તા જ નથી તો પછી ભોગ્ય વસ્તુની કિંમત શું? વળી પૌગલિક વસ્તુ પર સત્તા આત્માની છે. આત્મસત્તા વડે તે પ્રવર્તમાન છે. પછી પીગલિક પદાર્થોની ગુલામી શું? જીવ પદાર્થોનું સુખ ચાહે છે તે અજ્ઞાન છે.
આત્મા અને શરીરનો સંબંધ અસદ્દભુત વ્યવહાર છે, તેનાથી સંસાર ચાલે છે, અને એ સંબંધ ટકી રહે છે. પાંચ ઇન્દ્રિયોમાં સ્પર્શેન્દ્રિયને મૈથુન સંજ્ઞાથી અબ્રહ્મ કહી છે. બાકીની ચારે ઇન્દ્રિયોને અબ્રહ્મ કહી નથી. પરંતુ ચારે ઇન્દ્રિયોનું પરિણમન સ્પર્શેન્દ્રિયમાં મૈથુનસંજ્ઞાએ અબ્રહ્મરૂપે પરિણમે છે. જેમ જીભ પર પદાર્થનો સ્પર્શ થાય છે ત્યારે સ્વાદ પકડાય છે. માટે સાધકે આ પાંચ ઇન્દ્રિયોના વિષયોનું જે જ્ઞાનતત્ત્વમાં ભાન થાય છે, તેની ભીતરમાં આત્મ-પરમાત્મસ્વરૂપે પ્રતિક્ષણે વિલસી રહ્યો છે તે જાણવાનું છે.
વિશ્વમાં આત્માના જ્ઞાન અને આનંદ અવિનાશી તત્ત્વો છે. સંસારી જીવને જ્ઞાન જ અજ્ઞાન રૂપે બનેલ છે. તેમ આત્માનો બ્રહ્માનંદ રસ મૈથુન સંજ્ઞા વડે અબ્રહ્માનંદ બનેલ છે. મૈથુન (કામવાસના) અબ્રહ્મ કહેવાય છે. એકેન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિયની સંજ્ઞાથી (અબ્રહ્મ) કહેલ છે. સંસારી જીવ બ્રહ્માનંદના રસને અબ્રહ્મ મૈથુનથી વિકારીપણે અનુભવે છે, તે જીવનું અજ્ઞાન છે. તે જીવને દુઃખરૂપ નીવડે છે. માટે સાધકે બ્રહ્માનંદના વેદન માટે પાંચ ઇન્દ્રિયોના વિષયસુખના રસને છોડવા જોઈએ. આત્મા શરીર અને ઇન્દ્રિયોને આધીન થઈને અબ્રહ્માનંદના રસને માણે છે, તેથી જીવને અન્ય પદાર્થો મેળવવા પરિશ્રમ કરવો પડે છે. અંતે દુઃખી થાય છે.
બ્રહ્મતત્ત્વ, પરમાત્મતત્ત્વ, આત્મતત્ત્વ આનંદ સ્વરૂપ છે. માટે બાહ્ય કોઈ સંયોગોથી સાધકે સ્વ પરત્વે દુઃખી ન થવું, પરંતુ આનંદમાં વર્તવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org