________________
૧૪૬
સ્વરૂપસાધનાનાં સોપાન એકાગ્રતા આત્મામાં આવશે. ત્યાં ધ્યાનમાં લીન થવાશે. જે પદાર્થની ઝંખના હોય તે પ્રત્યે આપણે લીન થઈ શકીએ.
ધર્મનું પ્રયોજન શું છે? પ્રથમ ધર્મ જીવને અશુભમાંથી શુભમાં લાવશે. શુભાશુભ ભાવો દ્વૈત-ભેદવાળા છે, તેમાં પૂર્ણ શુદ્ધિ ન હોય. નિશ્ચયથી બંને અશુદ્ધ છે. જીવને નિર્વિકલ્પતા જ અદ્વૈત લાવશે, અભેદ કરશે. શુભભાવથી જીવને સાંસારિક વિકલ્પ દેહભાવ, અહમભાવ, કર્તાભોક્તાભાવ ન થાય. કષાય મંદ થાય. શરીર અને આત્માનો જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી સંસારી જીવોને પુદ્ગલ સંબંધ રહે છે. પૂર્ણ • અહિંસાદિનું પાલન ન થાય. પણ જો શુદ્ધ સાધ્યના લક્ષ્યયુક્ત હોય, પ્રમાદ ન લેવાય તો ધર્મસાધના ફળવતી થાય. કાયાથી પૂર્ણ અહિંસા ન સેવાય તોપણ કેવળજ્ઞાનની પ્રાપ્તિનો શુદ્ધ ધર્મ વડે પુરુષાર્થ થઈ શકે છે.
જ્યાં બે પદાર્થોનો સંબંધ ચાલતો હોય, અને કારણ કાર્યની પરંપરા ચાલુ હોય ત્યાં સ્વૈત - ભેદ) હોય, જગતમાં અદ્વૈત - (અભેદ) પદાર્થો ધમ-અધમ - આકાશાસ્તિકાય અને સિદ્ધ પરમાત્મા છે. સંસારી જીવો અને પુદ્ગલ સ્કંધો દ્વૈત છે. તે બંનેનો સંયોગ એ જ મૈત-ભેદ છે. પુદ્ગલ સ્કંધોનું પરિવર્તન તે દ્વૈત છે. સ્થિરત્વ તે અદ્વૈતભાવ છે. ધર્મક્ષેત્રમાં દ્વૈતભાવ - સ્વરૂપથી જે ભેદ થયો છે, તેથી ઘાંચીના બળદની જેમ જીવન વીતે છે, એટલે શાંતિને બદલે અશાંતિ પેદા થાય છે.
જો આત્મા દેહાધ્યાસથી મુક્ત હોય તો શુભ વિકલ્પો પણ મતિજ્ઞાનમાં ન રહે. વિકલ્પોને વોસિરાવીને – અપાણે વોસિરામિ કરીને આત્માના નિર્વિકલ્પ સ્વરૂપમાં સ્થિર થવાનું છે. તેનો પુરુષાર્થ ઉત્થાનદશામાં કરવાનો છે. ત્યારે આત્માને સાચી શાંતિ પ્રાપ્ત થાય. આવી રીતે સાધના થાય તો ધર્મ શાંતિદાયક બને.
આત્મા સ્વસંવેદ્ય છે. લક્ષ્ય સ્વસંવેદ્ય પર કરો ધ્યાનસમાધિમાં લીન બનો, આત્મ અનુભવ કરો. કાયાને એવી રીતે વોસિરાવવી કે દેહભાન ન રહે (કાયગુપ્તિ) મનમાં પણ વિકલ્પ ન ઊઠે. મનોગુપ્તિ) પ્રથમ અશુભ વિચારણા બંધ કરવી. હું શુદ્ધ આત્મા છું તે શુભ વિકલ્પ છે. તે ભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org