________________
૨૨૦
સ્વરૂપસાધનાનાં સોપાન
ઉપયોગ દ્વારા જીવ સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે. અંતરંગ શત્રુઓને જીતીને અરિહંત થઈ શકે.
અરિહંત = અરિ, દુમન, અર્થાત્ વિરોધી. વિરોધી શું? જીવ સામે અજીવ જે પૌદ્ગલિક પદાર્થો છે તે વિરોધી તત્ત્વ છે. તેની સાથેના સંબંધભાવને દૂર કરવાનો છે. પુદ્ગલનો અભાવ થવાનો નથી. પણ તેની સાથે જે મોહના ભાવ છે તે વિરોધી છે - અરિ છે, તેનો અંત કરવાનો છે. પુદ્ગલ સાથેના કર્તાભોક્તાભાવ, અહમ-મમત્વ, રાગ-દ્વેષને કારણે જીવનો પુદ્ગલ સાથે સંબંધ ટકે છે. તે અશુદ્ધભાવ છે. મિથ્યાત્વ મોહનીયના દલીકો છે. અનાદિકાળથી જીવને પુદ્ગલનો લક્ષ અને પક્ષ છે. જે મિથ્યાભાવ છે. તેમાં ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ તે કર્તાભાવભોક્તાભાવ છે. પુદ્ગલ લક્ષી ભાવ એટલે મિથ્યાભાવ છે. જીવ જો પરમાત્મ પદનું લક્ષ્ય કરે તો મિથ્યાભાવના દળિયા પરિણમન પામી સમકિત મોહનીયમાં પરિણમે. સમયકત્વમોહનીયનો બંધ નથી થતો ઉદય હોય છે. - શુદ્ધસ્વભાવની ઝૂરણા રહે તો મોક્ષમાર્ગની ભાવના ટકે. પંચમહાવ્રત આદિ સાપેક્ષ સાધના છે. લઘુકર્મી થવા માટે જરૂરી છે. ઉચ્ચતમ શુદ્ધ સ્વરૂપની ઝંખના રહેવી જોઈએ. પંચ મહાવ્રતના ભાવ પણ ક્ષયોપશમવાળા છે. તેમાં તીવ્ર વૈરાગ્ય અને પરમાત્વ તત્ત્વ વિષે યથાયોગ્ય શ્રદ્ધા હોય તો પરમતત્ત્વ રસરૂપ બને.
પુદ્ગલ પરમાણુના સ્કંધ રૂપથી કે ક્ષેત્રથી સાદિઅનંત સ્થિતિ પામી શકતું નથી. કારણ કે પુગલનું પરિવર્તન નિરંતર ચાલુ છે. જ્યારે જીવ શુદ્ધ થઈ સાદિઅનંત સ્થિતિ પામે છે. કેવળજ્ઞાન અપ્રતિપાતી (નિત્ય) ગુણ છે. અત્યંત પ્રશાંતાત્મા છે. સમ્યગુમતિજ્ઞાનથી વચલી સર્વ અવસ્થાઓમાં મોહનીયનો ક્ષયોપશમ હોવાથી પુણ્યનો ઔદયિકભાવ સાદિસાંત અવસ્થા વાળી શાંતિનો હોય છે. ત્યાં પ્રશાંતાત્માવસ્થા નથી.
દૂધમાં મેળવણ પડવાથી દૂધ જ દહીંરૂપે પરિણમે છે. તેમ મતિજ્ઞાનમાં શુદ્ધ ઉપયોગનું ઉદ્દભવ થવાથી મતિજ્ઞાન કેવળજ્ઞાનરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org