________________
૨૨૨
સ્વરૂપસાધનાનાં સોપાન
નથી. કારણ કે તે સ્વાભાવિક છે.
મતિયુત જ્ઞાન ભાવપ્રધાન છે. અવધિ - મન:પર્યવ દૃશ્ય પ્રધાન છે. શુભાશુભભાવો મતિજ્ઞાનમાં થાય છે, શ્રુતજ્ઞાનથી મતિજ્ઞાન ખૂલે છે. તેની શુદ્ધિ વડે અવધિ/મન:પર્યવની ભૂમિકા બંધાય છે. આખરે કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. મતિજ્ઞાન અપૂર્ણ છે. તેમાં વસ્તુના સ્વરૂપને જાણવાના ભાવો જ્ઞાનસ્વરૂપ છે. જે રાગાદિ લાગણી ભાવો છે તે મોહનીયના છે. કેવળી ભગવંત પોતાના શુદ્ધ જ્ઞાનથી ઉપદેશ દ્વારા સંકેત આપે છે કે મતિજ્ઞાનમાંથી મોહનીય ભાવો કાઢી નાંખો, સ્વરૂપ જ્ઞાન પ્રગટ થશે.
જ્ઞાનના અપેક્ષાએ બે ભેદ છે, ઇન્દ્રિયજનિત જ્ઞાન અને અતિન્દ્રિયજ્ઞાન. અતિન્દ્રિયજ્ઞાન શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાન વડે જણાય છે. તે માટે ધર્મશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. ભૌતિક વિજ્ઞાન માત્ર ઇન્દ્રિય કે બૌદ્ધિક જ્ઞાન છે. વિશ્વમાં નવા પદાર્થ ઉત્પન્ન થતા નથી. વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધનથી પ્રકાશમાં આવે છે. ઈન્દ્રિયથી જે પદાર્થ ગ્રહણ ન થાય તે અતિન્દ્રિયજ્ઞાન છે.
શેય-જ્ઞાતા-જ્ઞાન ત્રણે કેવળજ્ઞાનમાં અભેદ થઈ જાય છે. દર્શનાદિ ગુણોનું ઐક્ય થાય છે. કેવળજ્ઞાનીને કેવળજ્ઞાન શેય નથી પરંતુ વિશ્વના તમામ પદાર્થો શેય છે. કેવળી ભગવંતને અન્ય કેવળી શેયરૂપ છે. છપ્રસ્થને પરમાત્મસ્વરૂપ અને વિશ્વના સર્વ પદાર્થો શેયરૂપ છે. જ્ઞાનીને. કેવળજ્ઞાન એક છતાં તેની શક્તિ અનંત છે.
સિદ્ધ પરમાત્મા આત્માના એકેએક પ્રદેશથી એકસરખી જ્ઞાનશક્તિથી વિશ્વના તમામ પદાર્થોને, ત્રણે કાળની અવસ્થાને યુગપદ્ જાણી શકે છે. તે માટે જ્ઞાનને ક્ષેત્રમંતર કરવું પડતું નથી કે પદાર્થોને આત્મા પાસે આવવું પડતું નથી. તેથી સિદ્ધ પરમાત્માને દ્રવ્યાદિ ભેદ નથી. જ્યારે આકાશાસ્તિકાયમાં જે દેશમાં પદાર્થ જાય ત્યાં તેને જગા મળે, બીજા આકાશ પ્રદેશે તેને સંબંધ ન હોય. તેથી તેને દેશકાળ લાગુ પડે છે.
કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલી સિદ્ધ અવસ્થા પારમાર્થિક સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org