________________
૨૨૫
કેવળજ્ઞાન – નિરાકરણશાન છે. છઘસ્થ જીવને જોય-જ્ઞાનનો સંબંધ મોહવશ કર્તાભોક્તાભાવે થાય છે.
સમકાલીન વિદ્યમાન પાંચે અસ્તિકાયો – જે સ્વગુણ પર્યાય યુક્ત અક્રમથી વચનગોચર નથી. પરંતુ ક્રમથી અંશે વચનગોચર છે. સમકાલીન અક્રમથી અવચનગોચર કેવળી ગમ્ય છે. જ્ઞાની-સંયોગ-વિયોગાદિ કારણોથી આપણી જ્ઞાનની અક્રમિકતાનું ભાન કરાવે છે. જેથી જન્મમરણનું દુઃખ ન મળે. મોક્ષ માત્ર પુણ્યબળથી પ્રાપ્ત થતો નથી. જ્ઞાનબળથી પ્રાપ્ત થાય છે.
જેનું અસ્તિત્વ હોય તે શેય હોય, તે શેય કેવળજ્ઞાનમાં ભાસે. જેનું અસ્તિત્વ ન હોય તે શેય - પદાર્થો ન હોય તે કેવળજ્ઞાનમાં ન ભાસે. મતિજ્ઞાન અને કેવળજ્ઞાનમાં પ્રકાશિત પદાર્થોમાં ઘણું અંતર છે.
જે મતિજ્ઞાન વીતરાગતા યુક્ત છે તે ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી છે. વીતરાગતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો નાશ કરે છે. વીતરાગતાનું એ કાર્ય છે. બારમે ગુણસ્થાનકે સહજ વીતરાગતા પ્રગટ થાય છે. એટલે છદ્મસ્થ સ્થિતિ તરત જ ખતમ થાય છે. વીતરાગતા અને જ્ઞાન અભેદ બને છે, તેરમે ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. શુદ્ધ મતિજ્ઞાનનો આધાર લઈને વીતરાગતા ઉત્પન્ન થાય છે. ત્યારે બારમે પરમશાંતિનો આનંદ વેદાય છે. પરંતુ કેવળજ્ઞાનમાં અનંત આનંદ સુખ હોય છે. બારમે ગુણ સ્થાનકે ત્રણ ઘાતકર્મ નાશ કરવાની સક્રિયતા હોય છે. પછી અક્રિયતાનું સુખ જ છે. તેરમે ગુણસ્થાનકે વીતરાગતા અને જ્ઞાન અક્રિય - સહજ બને છે.
કર્મબંધની ક્રિયા રાગના નિમિત્તથી થાય છે. માટે સાધકે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે ક્રિયા કરવાની છે. તે નિર્વિકલ્પતામાં રહેવાથી બને છે. મતિજ્ઞાનમાં જેમ રાગ-વિરાગ છે, તેમ વિકલ્પ-નિર્વિકલ્પ છે. સંસારી જીવને રાગના વિકલ્પમાં જાગૃતિ નથી હોતી, સહજ જ રાગ ઉત્પન્ન થાય છે. તેથી અઢાર પાપસ્થાનક સહજ થઈ ગયા છે. તેના સેવનમાં આત્માનું વિસ્મરણ થાય છે. વિરાગ - નિર્વિકલ્પતામાં જાગૃતિ રાખવાની છે. જેથી તે પાપસ્થાનકોનો નાશ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org