________________
૨૨૭
કેવળજ્ઞાન - નિરાવરણ જ્ઞાન છે પણ બંધ નથી.
કેવળજ્ઞાન માત્ર પ્રત્યક્ષજ્ઞાન છે, મતિ, શ્રુત અવધિ મન:પર્યવ જ્ઞાન અનુમાનજ્ઞાન છે. આંખથી માત્ર પુદ્ગલાસ્તિકાય પદાર્થોના સ્કંધો જોઈ શકાય છે. તેને ગ્રહીને મન-બુદ્ધિથી શ્રુતજ્ઞાન વડે અરૂપી તત્ત્વને ગ્રહણ કરી શકાય છે. જેમ કે આપણે અરૂપી એવા આકાશાસ્તિકાયને જોઈ શકતા નથી પરંતુ પુદ્ગલને જગા આપનાર તત્ત્વ આકાશાસ્તિકાય છે તેમ અનુમાન કરી શકીએ છીએ. પણ અલોકાકાશને તેવી રીતે જાણી શકાતું નથી.
પુગલને જાણો જુઓ પણ પકડો નહિ પકડો પુદ્ગલના જાણનારને, તે આત્મા છે. આત્માને વેદનમાં લેવા મનને ખૂબ સૂક્ષ્મ બનાવો, તે દર્પણ જેવું બનશે. તેમાં સર્વ પદાર્થો જેવા હશે તેવા જણાશે. મનને સૂક્ષ્મ બનાવવા તત્ત્વવિચારણા જરૂરી છે. - નિશ્ચયનયથી દરેક પદાર્થોનું સ્વરૂપ યથાર્થપણે સ્પષ્ટ થાય છે. કેવળ વ્યવહારનયથી સમજીને બેસી રહીએ તો સ્વરૂપ પ્રાપ્તિને અટકાયત થાય.
નિશ્ચયદૃષ્ટિ અને વ્યવહારદૃષ્ટિની જેમ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય સમજવા જોઈએ. વર્તમાનમાં આપણી અવસ્થાઓ પર્યાયાર્થિક છે, જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. તે પણ પર્યાયાર્થિકનય છે. પરમાત્મા પર્યાયાર્થિકનયથી દેશના આપે છે. પણ લક્ષ્યાર્થ દ્રવ્યાયાર્થિકનયનો છે.
શક્તિરૂપે હોય તે પ્રગટે છે, જે પ્રગટે છે તે વ્યવહાર છે. પર્યાયાર્થિકના માત્ર વ્યવહાર છે. આત્માની સિદ્ધાવસ્થા નિશ્ચયસ્વરૂપ છે. સિદ્ધતા સમસ્વરૂપ છે. અન્ય અવસ્થાઓ વિષમ છે.
આત્માનું મૂળ સ્વરૂપ એ નિત્યત્વ છે. તેવું નિત્યત્વ પુદ્ગલ પદાર્થમાં નથીતેથી તે અનિત્ય છે. આત્માનું મૂળ સ્વરૂપ નિરાવરણ છે. સર્વ કર્મરહિત થવાથી કેવળજ્ઞાન પામી શકે છે. પુદ્ગલની અનિયતાનું ભાન. થાય તો તેની રુચિ નીકળી જાય. આત્માની નિત્યતા વિશ્વસનીય બને ત્યારે તેની રુચિ વધે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org