________________
૨૪૬
સ્વરૂપસાધનાનાં સોપાન દુઃખના ભયથી કે સુખની લાલચથી ધર્મ કરવો તે સામાન્ય વ્યવહાર છે, અજ્ઞાનજાનિત છે. સ્વભાવ ધર્મ મોક્ષ માર્ગ છે. મનને સમાધાનમાં રાખે તે સમાધિ પામે. તેને માટે આત્મસુખ સત્ય છે. સાંસારિક સુખ અસત્ય છે. દુઃખમય છે. તેનો નિશ્ચયાત્મક નિર્ણય તે મોક્ષમાર્ગ છે. વ્યવહાર ધર્મનું ફળ દેવલોક તે દેહની સંપત્તિ છે. સંયમનું ફળ મોક્ષ છે તે આત્મિક સંપત્તિ છે.
કવણ નર કુંજર ત્યજી કરહ લેવે ? (હાથી ત્યજી ઊંટ લે) આપણો પરમાત્મા સાથે હાર્દિક સંબંધ છે ? તે પદ પામવાની ઝંખના - વેદન • તાલાવેલી છે ? વિહરમાન તીર્થકર ભગવંતનો આ ક્ષેત્રે વિયોગ છે તે સાલે છે? તેનું વેદન આવે તો સમજવું કે અંતરમાં પરમાત્મ સ્વરૂપની તીવ્ર ઝંખના છે. ગૌતમ સ્વામીના જીવનમાં દ્વાદશાંગીના સારરૂપે પરમાત્મા મહાવીર પ્રત્યે અર્પણતા, અને પોતાને કેવળજ્ઞાન પામવાની ઝંખના હતી. જેમ દર્દીને નીરોગી થવાની તીવ્ર ઝંખના હોય તેમ આપણને રાગી મટી વિરાગી થવાની ઝંખના જાગે ત્યારે વિરાગી થવાય. તે માટેનું સાધન પરમાત્માની પ્રતિમાના દર્શન પૂજન અને વિહરમાન તીર્થંકર પ્રત્યે અત્યંત આદર, તે પદ પામવાનું વદન જે સાહજિક હોય. તે પદ પામવાની હાર્દિક વેદના જ મોક્ષમાર્ગમાં શીઘ્રતાએ પ્રયાણ કરાવે.
જે શરીરને પરમાત્માએ જડ કહ્યું છે, તે શરીરને સાધનાનું સાધન કહી તેના આહારાદિ ધર્મો આવશ્યક ગણ્યા છે, તે તેમની કરુણા અને વાત્સલ્ય છે, એ પરમાત્માનું સ્વરૂપ શું છે? જગતમાં તેમનું સ્થાન શું છે? જગત પર તેમનો ઉપકાર શું છે? આવા ભાવો/વિકલ્પો કરીએ તો તેઓ સાથે હાર્દિક સંબંધ થાય. એ સર્વે મોક્ષ પામવાની પદ્ધતિ છે.
શારીરિક વેદનાની તાકાત ધ્યાન કરતા વધી જાય ત્યારે ચિત્ત વિચલિત થાય છે, વિક્ષેપ થાય છે. મહામુનિઓને વેદનાનો વિક્ષેપ નથી થતો, પણ તે સમયે દેહભાવ ત્યજી દેહાતીત દશા વડે તે મહાત્માઓ નિર્વાણ પામ્યા છે.
ધર્મ અને મોક્ષ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળનું સાધન અપનાવ્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org