Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
Catalog link: https://jainqq.org/explore/001994/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન પણ સંયોજક : સુનંદાબહેન વોહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ . સ્વરૂપસાધનાનાં સોપાન - 'E : ::: :: , પ્રેરક તત્ત્વચિંતક : સ્વ. શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી સંયોજક - સંકલનકર્તા સુનંદાબહેન વોહોરા (અવતરણકાર : સ્વ. બંસીલાલ કાપડિયા) શિવમસ્તુ સર્વજગત પરહિતનિરતા ભવંતુ ભૂતગણાઃ દોષા પ્રયાતુ નાશ, સર્વત્ર સુખી ભવંતુ લોકાઃ પ્રકાશક : . અમેરિકા, અમદાવાદના ગુણાનુરાગી આનંદસુમંગલ પરિવાર ધ્રાંગધ્રા જૈન સ્પે. મૂપૂ. તપાગચ્છ સંઘ તથા Page #3 -------------------------------------------------------------------------- ________________ વીસંવત : ૨૫૨૬ પ્રથમ આવૃત્તિ : ૧૫૦૦ પ્રત ૧. સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, એલિસબ્રિજ - પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭, ટે. ૬૫૮૮૮૨૧. સાંજે ૫થી ૭ ૨. દક્ષાબહેન મહેતા ... ઈ.સ. ૨૦૦૦ પ્રાપ્તિસ્થાન : ૩૯ માણેકબાગ સોસાયટી, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫ ટે. નં. ૬૪૦૭૯૧૦, સાંજે ૫થી ૭ ૩. શ્રી જૈન શ્વેતાંબર મૂ. પૂ. તપાગચ્છ સંઘ, નાની બજાર, મહાલક્ષ્મીજીના મંદિર પાસે ધાંગધ્રા પીન ૩૬૩૩૧૦. 4. VIREN SHAH - 821 East artesia Blvd carsomC.A. 90746 U.S.A. Tel. 310-3265685 પૂ. સાધુ સાધ્વીજી તથા જ્ઞાનભંડાર માટે પ્રાપ્તિસ્થાન : શ્રી કાંતિલાલ સોમચંદ ગાંધી, શક્તિપરા, બાંભાશેરી, ધ્રાંગધ્રા, ગુજરાત-૩૬૩૩૧૦. ફોન (૦૨૭૫૪) ૨૨૬૩૫. ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ મુદ્રક : ભગવતી ઑસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૪ ફોન : ૨૧૭૩૪૯૨, ૨૧૬૭૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક નિવેદન ૧ પ્રસ્તુત પુસ્તક સ્વરૂપસાધનાનાં સોપાન'ના પ્રકાશનનો સઘળો યશ સ્વર્ગસ્થ સ્વરૂપ ચિંતક શ્રી પનાલાલ જ. ગાંધીને ફાળે છે. તેમણે લગભગ ઈ.સ. ૧૯૭૧થી સ્વરૂપાનુસંઘાનના લક્ષ્ય પ્રવચનો કર્યાં હતાં, તેમાં સ્વરૂપ વિષેના ખૂબ ઊંડાણપૂર્વક ચિંતનના જે ઝરણાં પ્રવચનરૂપે પ્રગટ થયાં, તે ઝરણાંનું જળ સ્વ. બંસીલાલ કાપડિયાએ પોતાની કલમમાં ઝીલ્યું, અને લગભગ ચાલીસ જેટલી ફાઈલો તૈયાર કરેલી. ઘણા સમયથી મનોમંથન ચાલતું હતું કે કોઈ તત્ત્વચિંતક અને આચારયુક્ત સાધકનો સંપર્ક થાય તો જીવનમાં ઉત્તમ પદાર્થની પ્રાપ્તિ થાય. અધ્યાત્મભાવ પ્રકૃષ્ટ થાય. જીવન સાર્થક બને. મારે પ્રસંગોપાત મુંબઈ જવાનું થતું. પ્રભુના અનુગ્રહે મારી એ ભાવનાને યોગ મળી ગયો. મને એક સત્સંગી મિત્ર દ્વારા પૂ. પનાભાઈનો પિરચય થયો. લગભગ ૧૯૮૪ જેવા ગાળામાં અચાનક તેમના પ્રવચન-શ્રવણનો લાભ મળ્યો. સ્વરૂપાનુસંધાનની તેમની વાતો હૃદયસ્પર્શી બની ગઈ. યદ્યપિ શરૂઆતના બે-ત્રણ દિવસ તો બધું ઉપરથી ચાલી ગયું. પરંતુ આચાર્ય ભગવંતોની નિશ્રામાં થયેલા અભ્યાસથી ભાવના ટકી રહી. પછી તો તેઓની જ તત્ત્વપ્રદાનની વાત્સલ્યભાવના અને જ્ઞાનદાનની લબ્ધિ વડે એ જ પ્રવચનોમાં આનંદ આવ્યો, તત્ત્વનો મર્મ સમજાતો ગયો, અને તે ભાવના રસમાં ઝિલાતો ગયો. પછી તેમનો પરિચય નિકટનો બન્યો. તેઓ માત્ર પંડિત કે તત્ત્વચિંતક નહોતા પણ મારા માટે અધ્યાત્મમાર્ગના પ્રેરક વડીલ બન્યા અને ખાસ તેમની નિશ્રાનો લાભ લેવા મુંબઈ જવાનું પણ ગોઠવાતું ગયું. તેમના અવસાનના ચારેક વર્ષ પહેલાં તેઓ અમદાવાદ આવેલા ત્યારે નિવાસે આવ્યા હતા. તેમના પ્રવચનનો લાભ અમારા સત્સંગ પરિવારને મળ્યો. ત્યાર પછી તેઓ અમદાવાદ આવતા ત્યારે અચૂક સત્સંગનો લાભ મળતો. પ્રસંગોપાત તેમણે કહ્યું કે આ પ્રકારના પ્રવચનની કેટલીક ફાઈલો છે. સત્સંગી સ્વ. મનોરમાબહેને તરત જ તે ચાલસ ફાઈલોની ઝેરોક્ષ કોપીઓ રૂ. ત્રણ હજાર આપીને કઢાવી આપવા કહ્યું. એ ફાઈલો આપતાં તેઓશ્રીના હાર્દિક ઉદ્દગા૨ હતા : સુનંદાબહેન, આનું કંઈ કરજો” ધ્રાંગધ્રા જૈન શ્વેતાંબર મ. પૂજક સંઘ તમને સહયોગ આપશે.’ 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ ફાઈલો હાથમાં આવી ત્યારે જોઈ. તેમાં તત્ત્વનાં અનેક પદાર્થોનો ગંભીર ઉદધિ ભર્યો હતો. તેમાં મારી અલ્પમતિની નાવને કેવી રીતે ચલાવવી ? મને થયું કે આ આપણું કામ નહિ. એટલે વળી કોઈ લાઇબ્રેરીમાં આપી, કે ત્યાં તેનો ઉપયોગ યોગ્ય રીતે થશે. પરંતુ તેમના અવસાન પછી તેમની સ્મૃતિમાં એક દિવસ અંતરમાંથી અવાજ સંભળાયો કે “સુનંદાબહેન, આનું કંઈ કરજો' આ અવાજને છુપાવી ન દેતા, ભાવના થઈ કે તેઓશ્રીના ઉપકારને ભૂલી જવો તે નગુણાપણું છે. એટલે તરત જ લાઇબ્રેરીમાંથી ફાઈલો મંગાવી. ફાઈલો જોતાં, અક્ષરો ઝાંખા હતા. વિષય ગહન હતો. વળી પ્રવચનમાં વિષયની સળંગ સૂત્રતા નહિ. એક જ પાના પર ત્રણ ચાર વિષય બદલાય. વાક્યોનું અનુસંધાન ન જળવાય. આ વર્ષની ફાઈલ અને બીજા વર્ષની ફાઈલમાં ઘણું પુનરાવર્તન મળે. હવે આ કેમ ગોઠવવું ? ત્યાં વળી સત્સંગી બહેનોને કહ્યું, ‘તમે સારા અક્ષરથી ઉતારા કરી લાવો.' દસેક બહેનોએ એક એક ફાઈલ લીધી અને છ માસ પછી ઉતારા મળ્યા. અક્ષરો તો ઉકેલી શકાયા, પણ ઉપર જણાવી તે મુકેલી તો ઊભી રહી. વળી પાછા એક વરસ ઉતારા રાખી મૂક્યા. પણ પેલો અવાજ આવ્યા કરે, “સુનંદાબહેન, આનું કંઈ કરજો.” વળી દસ વર્ષમાં અમેરિકાની ભૂમિ પર ૨૦/૨૫ પુસ્તકોના લેખનનું નિર્માણ થયેલું એટલે કે ગમે તેમ યોગ પરિપકવ થયો, ત્યાં મેં લખવાનો પ્રારંભ કર્યો. હવે વિચાર થયો કે એક જ વિષય પકડવો કે જે વિષયો આવે તેના ભાગ પાડવા. એક જ વિષય લખવા માટે ચાલીસ ફાઈલોને ઉકેલવી પડે. એટલે નિર્ણય કર્યો કે જે દસ ફાઈલોના ઉતારા છે, તેને ન્યાય આપવો અને થોડા વિષયોનાં મથાળાં નક્કી કરીને લેખન કરવું. આવા નિર્ણય પર આવીને ઉતારાનાં પાનાં પરથી વિષય બાંધ્યા તેમાં લેખનની નોટમાં દરેક વિષયનાં વીસ જેવાં પાનાં રાખ્યાં અને જે વખતે જે વિષય આવે તે પાના પર તે લખાણ લખવા માંડ્યું. આમ દરેક વિષયનાં મથાળાં થયાં. વળી મથાળાં બાંધતી વખતે વાચક વર્ગને પણ લક્ષ્યમાં રાખવાનું અગત્યનું હતું. જેથી વાચકને ગ્રંથ કંઈક રસપ્રદ લાગે અને વાંચવામાં સરળતા પડે. પ્રસ્તુત પુસ્તક “સ્વરૂપસાધનાનાં સોપાનના વિષયો ગહન છતાં જીવનવિકાસલક્ષી છે. જ્ઞાનીઓનું કહેવું છે કે ધર્મમાર્ગમાં તત્ત્વદષ્ટિ અત્યંત આવશ્યક છે. ક્રિયાયોગ, જ્ઞાનયોગ કે અધ્યાત્મયોગ જો તત્ત્વદૃષ્ટિ યુક્ત નથી ક Page #6 -------------------------------------------------------------------------- ________________ તો સાધનાના સોપાનની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પ્રસ્તુત પુસ્તકનાં દરેક સ્થાનો, મંતવ્યો, પ્રરૂપણા, વિષયો તત્ત્વદષ્ટિ યુક્ત હોવાથી ઘણાં જ માર્મિક છે. છતાં વ્યવહારધર્મની તે તે સ્થાને મુખ્યતા દર્શાવી તેઓશ્રીએ નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મનું સમતોલપણું જાળવ્યું છે. જેથી અભ્યાસીઓ ન નિશ્ચયાભાસી થાય કે ન તો વ્યવહારાભાસી થાય. યોગવિશિકા ગ્રંથના વિવેચક પં. અભયશેખરજી મ.સા. જણાવે છે કે વ્યવહાર એટલે આચાર અને નિશ્ચય એટલે પરિણામ. કથંચિત વ્યવહાર સર્વત્ર સફળ થાય એવું ન હોવા છતાં નિશ્ચય વ્યવહારને ખેંચી લાવ્યા વગર લગભગ રહેતો નથી. એવો કોઈ વિશેષ પ્રતિબંધક ન હોવા છતાં જો વ્યવહાર ન આવતો હોય તો તે એવો દૃઢ ન હોય કે જેથી લાંબું ટકી શકે. વ્યવહાર નિશ્ચયને લાવવા સફળ ન થાય એવો નિશ્ચય ધર્મ ન હોય છતાં જ્યારે નિશ્ચય આવવાનો હશે ત્યારે વ્યવહાર દ્વારા જ આવવાની શક્યતા વધુ છે. માટે વ્યવહાર દ્વારા ભાવ પરિણતિને ઘડતા રહેવું. નિશ્ચયના લક્ષ્ય થતા વ્યવહારના કારણમાં કાર્યનો આરોપ કરીએ છીએ તેમ વ્યવહાર ધર્મમાં પણ નિશ્ચય દૃષ્ટિધર્મ રહેલો છે. તેનું લક્ષ્ય સેવવું. જોકે દરેક વિષયનાં પ્રકરણોમાં પુનરાવર્તન જોવા મળશે પરંતુ વિષય બદલાય તેના સંદર્ભમાં પુનરાવર્તન અભ્યાસની પુષ્ટિ કરે છે. વાચકે તે દૃષ્ટિએ પુનરાવર્તનને અપનાવવું. બુદ્ધિપ્રધાન માનવને જો ઉત્તમ જીવનમાં રસ હશે તો તાત્ત્વિક વાચન તેને રુચશે અને એવો અનુભવ થશે કે આ તત્ત્વ જીવનને ઊંચે લઈ જવા સમર્થ છે અને જીવન આનંદથી ભરપૂર થશે. સવિશેષ સૌ એક નોંધ લેશો કે આ ગ્રંથમાં મારું કંઈ જ નથી. પૂ. પનાભાઈનાં પ્રવચનોના ઉતારાને વ્યવસ્થિત કરીને સંકલન કર્યું છે. તેમાં અધૂરાં વાક્યો પૂરાં કરવામાં તેમની અનુપસ્થિતિમાં મને સૂઝેલા ભાવો – શબ્દો જોડ્યા છે. તેમાં કાંઈ ક્ષતિ હોય તો તેમાં મારી ઊણપ જાણશો. વળી વિષય બદલાય તેને જુદા જુદા પ્રકરણમાં ગોઠવતા પણ કંઈ વિષયાંતર થાય તેથી તેમાં કંઈ ઉમેરવું પડ્યું છે. તેમાં પણ કંઈ ક્ષતિ રહેવા સંભવ છે, વળી વાક્યને લક્ષ્યમાં રાખી કોઈ પારિભાષિક લખાણ કે શબ્દના અર્થ કરી સરળ બનાવવા પ્રયત્ન કર્યો છે તેમાં પણ ક્ષતિ હોય તો સુધારજો અને ક્ષમ્ય ગણજો. વાચક વર્ગ પોતાની ભૂમિકા પ્રમાણે નીચેની વિગતને લક્ષ્યમાં લઈને વાચન શરૂ કરે. અભ્યાસીએ તો પ્રથમથી જ વાચન શરૂ કરવું. નવીન અભ્યાસીએ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રથમના બેથી ત્રણ અધ્યાય બે વાર વાંચવા. પછી ચોથો અને પાંચમો વાંચવો ત્યાર પછી કોઈ અભ્યાસી પાસે દ્રવ્યાનુયોગ આદિ પછીના અધ્યાય વાંચવા. પુસ્તક વાંચનમાં રસ ન પડે તો પુસ્તક કોઈ કબાટ જેવા સ્થાનમાં પડ્યું રહેશે - માટે આટલી સૂચના અવશ્ય ધારણ કરજો. એમાં માનવજીવનની સાર્થકતા માટે ખૂબ ઉપયોગી પદાર્થો છે. પ્રસ્તુત પુસ્તક વાંચજો, વંચાવજો, ન સમજાય તો યોગ્ય અધિકારી પાસે અભ્યાસ કરજો. આમાં તત્ત્વનો બોધ છે જે જીવનને પવિત્ર બનાવશે. આ જીવનમાં તરી જવાનો સંસ્કાર બનશે. જે જન્માંતરે સાથે આવશે. સાંસારિક સંસ્કાર તો વિના પ્રવાસે સાથે આવશે. માટીનો ઘડો તૂટી ગયા પછી તેના ઠીકરાની કિંમત ઊપજતી નથી, પણ સોનાના તૂટેલા ઘડાના ટુકડાની કિંમત સોનારૂપે ઊપજવાની છે. તેમ નીતિ, ધર્મ, સત્ય અને અધ્યાત્મના સંસ્કારની કિંમત જન્માંતરે પણ ફળદાયી થવાની છે. તેમાં શાસ્ત્ર, સ્વાધ્યાય, અત્યંતર તપ છે જેનો સંસ્કાર જીવને સંસારસાગર તરવામાં સહાયક છે. માટે વાંચજો, વિચારજો, વંચાવજો અને આનંદનો અનુભવ કરજો. સવિશેષ અઘરા કેટલાક શબ્દોના શક્ય તેટલા સરળ અર્થોની યાદી પણ પ્રારંભમાં મૂકી છે. લગભગ તો તે જ સ્થળે ( )માં શબ્દાર્થ જણાવી દીધા છે તે જોવાની નોંધ લેવી. આ અગાઉ વૈકાલિક આત્મવિજ્ઞાનનું પુનઃમુદ્રણ કરવાનું કાર્ય કરેલું, તેથી પણ કંઈક હળવાશ રહી હતી. વળી તે પુસ્તક પ્રકાશનમાં, ત્યાર પછીના સ્વરૂપ મંત્ર, અને સ્વરૂપ ઐશ્વર્ય તથા કેવળજ્ઞાન અનુપ્રેક્ષામાં ધ્રાંગધ્રા જેન જે. મૂ. પૂ. સંઘે ઉદાર સહયોગ આપ્યો હતો. વળી પ્રસ્તુત પુસ્તકમાં પણ ‘આ તો અમારું કાર્ય છે’, ‘તમારા જેવા અમારા વડીલના સ્વરૂપચિંતનને કલમમાં ઉતારે તે અમારે માટે ખૂબ આનંદની વાત છે' આવી ઉદાર ભાવનાથી સંઘે આ પુસ્તકમાં પણ રૂ. ૧૫,૦OOનો સહયોગ આપ્યો છે. સ્વ. પૂ. પનાભાઈ સ્વયં સ્વરૂપચિંતક હતા. સ્વરૂપ અનુસંધાનના ચાહક હતા. તેથી તેમના પ્રકાશનોના નામ પણ તે રીતે સહજ રીતે ગોઠવાય છે. તેથી આ પુસ્તકના નામ માટે એવી જ પ્રેરણા થઈ અને પુસ્તકનું નામ સ્વરૂપસાધનાનાં સોપાન રાખ્યું છે અને વિષયાનુક્રમ પણ એ રીતે જ ગોઠવ્યો છે. અભ્યાસ કરતા એમ જ લાગે કે જાણે સાધનાનાં સોપાન પર આપણે આરૂઢ થઈ રહ્યા છીએ. સુનંદાબહેન Page #8 -------------------------------------------------------------------------- ________________ આનંદ છે. – મંગળ હો ૧. સૌ પ્રથમ દેવગુરુના અનુગ્રહે આ તાત્ત્વિક ગ્રંથને આકાર આપવાની પ્રેરણા મળતી રહી છે. અને વિદ્યમાન આચાર્ય ભગવંતો દ્વારા ગ્રંથોને આવકાર મળ્યો છે. પૂ. વિજ્ય કલાપૂર્ણસૂરિ મ. સા. તો કહે છે કે તત્ત્વની પ્રાપ્તિ કરો અને જિજ્ઞાસુઓને વહેંચો. જ્ઞાનની વૃદ્ધિ થશે. જે ભવનાશકનું પ્રબળ સાધન છે. તે સૌની ઋણી છું. ૨. પ્રસ્તુત પુસ્તકમાં પ્રથમ તો સ્વ. પૂ. પનાભાઈની આભારી છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂકી મને કંઈ કરવાનું સૂચન આપી આવા ગ્રંથની રચનાની પાત્રતા આપી. તેમના આ નિર્દોષ સ્નેહને હૃદયમાં ધારણ કરું છું. ૩. સ્વ. બંસીભાઈ કાપડિયા જેમણે ખૂબ પરિશ્રમ કરી ફાઈલો તૈયાર કરી હતી. ૪. અમારા આનંદ સુમંગલ પિરવારની બહેનો જેમણે સુંદર રીતે ઉતારા કરી આપ્યા. જેને કારણે કઠિન લેખન પણ હળવું બન્યું. તે બહેનોનો શુભ ભાવ મારી મૂડી છે. ૫. આ પુસ્તકમાં જુદી યાદીમાં જણાવ્યા પ્રમાણે ધ્રાંગધ્રાના સંઘ, અમેરિકાના, અમદાવાદના, સત્સંગી મિત્રોએ અર્થ-સહયોગ આપ્યો છે. પંદર વર્ષથી આ સહયોગ અવિત૨૫ણે જળવાઈ રહ્યો છે. પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થાય તે પહેલાં જ તેઓ અગાઉથી ગ્રંથને વધાવી લે છે, એ તેમનો મારા તરફનો સદ્ભાવ છે. શ્રુતજ્ઞાન પ્રત્યે તેમની પ્રીતિ છે. તેમને ધન્યવાદ આપું છું. ૬. આ પહેલા વૈકાલિક આત્મવિજ્ઞાનનું સંકલન કર્યું ત્યારે પૂ. ભાઈની જન્મ અને નિધન ભૂમિ છે તે ધ્રાંગધ્રાના જૈન શ્વે. મૂ. પૂ. તપાગચ્છ સંઘનો પણ અર્થ સહયોગ મળ્યો હતો. અને આ પુસ્તકમાં પણ તેમણે ઉદાર સહયોગ આપ્યો છે. તેમની ઉદારતાનું અભિવાદન કરું છું. ૭. પુસ્તકના પ્રેસ કાર્ય અને લખાણને તપાસી જવાની તથા સમયસર પુસ્તક છપાવવાની જવાબદારી માટે તે તે મુદ્રણાલયને ધન્યવાદ આપું છું. ૮. અને મારા વાચકવર્ગના સન્મિત્રો કે જે આવા ગ્રંથનો સભાવપૂર્વક મને સ્મરણમાં રાખીને વાચન કરે છે તે સૌના હાર્દિકભાવોને મારા અંતઃકરણમાં ઝીલી આનંદ વ્યક્ત કરું છું. સૌના સદ્ભાવથી આ સઘળું લેખન શક્ય બન્યું છે. તેમના પ્રત્યેનું ઋણ ચૂકવવાનો આ અવસર માનું છું અને ધન્યતા અનુભવું છું. જીવનમાં આવા ઉત્તમ સાધક, ચિંતક અને જ્ઞાનીજનોનો સંપર્ક, માર્ગદર્શન મળે છે જેથી જીવનનાવને મુક્તિના માર્ગે જવાની સરળતા સાંપડે છે. સુનંદાબહેન وا Page #9 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વચિંતક સ્વ. પૂ. શ્રી પનાભાઈનું વિરલ વ્યક્તિત્વ સ્વ. પૂ. શ્રી પનાભાઈનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ઈ.સ. ૧૯૨૧માં વાંકાનેરમાં થયો હતો. તેમનું વતન ધ્રાંગધ્રા હતું. હીરાની ખાણમાંથી જેમ ચમકતો હીરો બહાર આવે તેમ તેઓ બાલ્યવયથી કુશાગ્ર બુદ્ધિ અને મેધાવી પ્રતિભા સંપન્ન હતા. સવિશેષ પૂર્વની આરાધનાના બળવાન સંસ્કાર પણ ખરા. તેમાં યોગાનુયોગ સાધુ મહાત્માના પરિચયમાં ઉપધાન તપની આરાધના કરી અને આત્મશક્તિનું વહેણ પ્રગટ કર્યું. આજીવન બ્રહ્મચારી રહીને તપશ્ચર્યા સાથે સવા ક્રોડ “અહિં મંત્રનો જાપ કર્યો. જેના પરિણામે જ્ઞાનવિકાસનાં દ્વારા ખૂલી ગયાં. કોઈ પાઠશાળાના અભ્યાસની જરૂર ઊભી ન થઈ. પરંતુ આત્માની અંતસ્કુરણાઓમાં તત્ત્વ ઘૂંટાતું ગયું. તેમાં દ્રવ્યાનુયોગનો, કેવળજ્ઞાન જેવા ગહન વિષયનો પંચાસ્તિકાયના સૂક્ષ્મ રહસ્યોનો જાણે ધોધ વરસી રહ્યો. સાથે સાથે અન્યદર્શનનું તુલનાત્મક માર્મિક ચિંતન, નયવાદ તથા તત્ત્વનું ચિંતન, કથન, પ્રવચન, સાહજિક પ્રગટ થતું જેનો લાભ સત્સંગીઓ સાધુ મહાત્માઓ અને સાધ્વીજનો લેતાં હતાં. તેઓ એકાંતમાં કલાકો સુધી ચિતન ધ્યાન કરતા. તે પ્રમાણે કલાકો સુધી પ્રવચન કરી શકતા. તેમાં તેમનું વાત્સલ્ય અને સમજાવવાની શૈલીથી ગહન વિષયો પણ સરળ બની રહેતા. તેમાં વળી કેવળ શબ્દાર્થ નહિ પણ ભાવાર્થ, તત્ત્વાર્થ, પરમાર્થ, લક્ષ્યાર્થ એમ અનેક રીતે પદાર્થના મૂળ સુધી જવાનો તેમનો ક્ષયોપશમ અને મૌલિકતા આશ્ચર્યજનક હતાં. છતાં કહેતા આ કંઈ નવું નથી. સર્વજ્ઞ પરમાત્માએ જે આપ્યું તેને પ્રગટ કરવાનો આ અવસર છે. તે મારા-તમારા સૌમાં છે. તેમાં પણ કેવળજ્ઞાન અનુપ્રેક્ષામાં તો અદ્ભુત પદાર્થો ખોલ્યા છે. કેવળજ્ઞાન ઉપર આટલી વિશદતાથી ચિંતન થવું અને વ્યક્ત થવું તે તેમની આગવી શક્તિ જ છે. ને આજે તેઓ આપણી વચ્ચે પાર્થિવ દેહે નથી પણ અક્ષરદેહ વડે આપણને ખૂબ ઉપકારી છે. અંતસમયની બીમારીમાં પણ તેમણે આ Page #10 -------------------------------------------------------------------------- ________________ હાર્દિકતાનો અનુભવ કરાવ્યો. તેમના અવસાનના ફક્ત સાતેક દિવસ પહેલાં ધ્રાંગ્રધા તેમના દર્શનાર્થે જવાનું થયું. અમે જેવા તેમની પાસે પહોંચ્યા તેવા જ બીમારી ભૂલી ગયા. ટેકો દઈને બેઠા અને જાણે અંતિમ સ્વાધ્યાયરૂપે સંદેશો આપી દીધો. પામવા જેવું સ્વરૂપાનંદ છે. આ દેહ જર્જરિત થાય તો પણ તેમાં પરમાત્મ સત્તા મોજૂદ છે. તે પ્રત્યે દૃષ્ટિ કેળવો, આત્મભાવને ઓળખો, આરાધો, સંસારથી મુક્તિ પામવાનો એ ઉપાય છે. તેને માટે દેવ-ગુરુજનો પ્રત્યે ભક્તિભાવ કેળવો. જીવો પ્રત્યે પ્રેમ કેળવો બીજું શું લઈ જવાનું છે ? આત્મા જ સ્વયંભૂ છે. સર્વસ્વ છે. તમારા અને સીમાં રહેલા આત્માને જ ઓળખો અને આરાધો.” ત્યાર પછી ૧૮ ફેબ્રુઆરી ૧૯૯૮માં તેમનો દેહવિલય થયો. સ્વચ્ચ જીવનકાળમાં આવું જીવનભાથું તો તેમણે કલાકો સુધી આપ્યું હતું. તેમના જ ઉદ્ગાર દ્વારા આ પુસ્તકનું સંકલન કરવાનું થયું તે ધનભાગ્ય માનું છું. તેમની ખોટ તો પુરાય તેમ નથી પરંતુ તેમણે જે કંઈ જ્ઞાન-સમૃદ્ધિ આપી તે દ્વારા આપણે જીવન સાર્થક કરીએ. એ હાર્દિક ભાવાંજલિ સાથે અર્પણ પ્રસ્તુત પુસ્તક તેમનું જ છે, તેમને અર્પણ કરી ઋણમુક્ત થવાનો આંશિક પ્રયાસ કર્યો છે. તેમના પરિચિત મિત્રો આ લેખનને આવકારીને પોતાના અર્પણભાવથી સાદ પુરાવશે તેવી શુભભાવના સાથે વિરમું છું. લેખન તો બરાબર ૧૮ ફેબ્રુઆરીએ પૂરું કર્યું હતું. પણ છાપકામમાં ધાર્યા કરતાં વધુ સમય ગયો. જોકે એમના કથનના ઉદ્ગારો એવા ઉદાત્ત અને તાત્ત્વિક છે કે તેની સાથે સમયનું બંધન શું હોય? જેમનું છે તેમને અર્પણ હો. સુનંદાબહેન Page #11 -------------------------------------------------------------------------- ________________ અર્થસહયોગનો ઋણસ્વીકાર નામ નકલ શ્રી જૈન શ્વેતાંબર મૂ.૫. તપગચ્છ સંઘ ધ્રાંગધ્રા ૩૦૦ Madhu Vijaybhai Chheda Los Angeles. U.S.A ૩૦) Dr. Rajendra K. Shah. ૨૫૦ 2121 West Main street, Jeffersonville Pa 19403. U.S.A. શ્રી શાંતાબહેન તથા સ્વ. શ્રી મહાસુખરામ ગોડા પરિવાર ૩૦૦ વોશિંગ્ટન ડી.સી. U.S.A. આનંદ સુમંગલ પરિવાર, અમદાવાદ ૧૦૦ આનંદ સુમંગલ પરિવાર, અમેરિકા ૨૦૦ સહર્ષ જણાવવાનું કે અત્યાર સુધીના લગભગ સાઠ જેટલાં પુસ્તકોમાં ૩૦ જેટલાં પુસ્તકોનો સહયોગ અમેરિકા નિવાસી મિત્રોએ ઉપાડી લીધો છે. તેથી દર વર્ષે એકબે પુસ્તકોનું પ્રકાશન નિશ્ચિતતાએ થઈ શક્યું. તે સૌના સત્કાર્ય માટે ખૂબ અભિવાદન કરું છું. તેમાં સાથ આપનાર અમદાવાદના આનંદ સુમંગલ પરિવારનું પણ અભિવાદન કરું છું. ખાસ નોંધ એક નવીન પ્રયોગને અપનાવજો ૧. તમને આ પુસ્તકમાંથી જે જે પ્રકરણ ગમે તેને ખૂબ વાંચીને તેમાંથી જ પ્રશ્ન ઉઠાવજો. અને જાતે જવાબ લખજો. ૭થી ૧૦ પાનાં અથવા ૨૫થી ૩૦ પ્રશ્નોત્તર. વિસ્તારથી જરૂરી છે. ૨. અથવા કોઈ અધ્યાયનો વિષય પકડીને તેના પર તમે તમારી બુદ્ધિ, શક્તિ, ક્ષયોપશમ પ્રમાણે લેખ-નિબંધ લખજો. ૮થી ૧૦ પાનાનો. ૩. પૂરા પુસ્તકના સારરૂપે ૮થી ૧૦ ફૂલસ્કેપ પાનાંનો નિબંધ લખજો. આ ત્રણે પ્રયોગ પુરસ્કારને પાત્ર છે. પુરસ્કાર નાણાંની ચુકવણીથી મળશે જે રૂ. ૫00 થી રૂ. ૧૦૦૦ની વચ્ચે હશે. જે જે લેખો આવ્યા હશે તેમાં નંબર પાડીને પસંદગી કરવામાં આવશે. આમાં રકમનું મહત્ત્વ નથી પરંતુ ખેલદિલી - વિશાળતાનો ભાવ છે. ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથમાં શું અધ્યયન કરશો તેની આછી રૂપરેખા – અનુક્રમ પ્રસ્તુત ગ્રંથના વાચકે નોંધ લેવી. શબ્દાર્થ જોતા જવા. વાચનાર જોશે તો સમજાશે કે સ્વરૂપની સાધનાના સોપાન ચઢવાવાળો સાધક છે. તેને સંસારમાંથી ઊઠવાનું છે તેથી ગ્રંથના અધ્યાયના ક્રમમાં તેની ભૂમિકાને લક્ષ્યમાં રાખી છે. પ્રથમ અધ્યાય સંસારના સ્વરૂપનો છે. જેમાં સંસારમાં રહેવાવાળા સાધકને મુક્તિનું લક્ષ્ય લેવાનું છે. બીજો અધ્યાય સંસાર જેના પર ઊભો રહ્યો છે. એ પર-ભાવનો છે. અર્થાત્ ભૌતિકતાની પ્રચુરતા દર્શાવી છે. ત્રીજો અધ્યાય પરભાવથી ઉપર ઊઠવા સાધનાનો છે. જેની વિશદતા બતાવી છે કે સાધનાની દઢતા કેવી હોય ? ચોથો અધ્યાય અધ્યાત્મયોગ છે કારણ કે સાધનામાં અધ્યાત્મયોગ અત્યંત આવશ્યક છે. પાંચમો અધ્યાય અધ્યાત્મનું પરિણામ મુક્તિના બીજ સમકિતનો છે. છઠ્ઠો અધ્યાય સમ્યક્તની પરિપક્વતા માટે તત્ત્વની સમજ તથા યોગ્યતા માટે દ્રવ્ય ગુણ પર્યાયની કંઇક રૂપરેખા છે. સાતમો અધ્યાય પરમાત્માએ નિશ્ચયધર્મના લક્ષ્ય માટે બતાવેલ ત્રિપદી ઉત્પાદ વ્યય ધ્રૌવ્યનો છે. જે વડે જીવનું જે નિરાવરણ જ્ઞાન છે તેનું લક્ષ્ય થાય છે. આઠમો અધ્યાય આ તત્ત્વદષ્ટિની સાધનાની ભાવિ ફળશ્રુતિ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાનની ફળશ્રુતિ મુક્તિ છે. તેનું લક્ષ્ય થવાનું રહસ્ય છે. નવમો અધ્યાય મુક્તિને બાધક કર્તા-ભોક્તાભાવની વૈભાવિક અવસ્થા છે. તેના નિવારણ માટે સ્વભાવદશાનું નિરૂપણ છે. દસમો અધ્યાય સ્વભાવ દશાને પામેલો જીવ અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સંસારની અજ્ઞાનવશ અનાદિથી સેવેલી યાત્રાનો દસમા અધ્યાયમાં અંત આવે છે. અમરત્વની પ્રાપ્તિ પ્રક્રિયાનો લેખ તેમાં ઉમેર્યો છે. એથી આ ગ્રંથ સોપાન – નિસરણીના ભાવથી ગૂંચ્યો છે. પારિભાષિક શબ્દોની સંક્ષિપ્ત અર્થાવલિ આ સાથે મૂકી છે. ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ સરળ શબ્દાર્થ અક્રિય : એક પદાર્થ બીજા પદાર્થની ક્રિયા ન કરે, અથવા સહક્રિયા. અગુરુલઘુત્વગુણ : જડ અને ચૈતન્ય બંનેમાં હોય. જે શક્તિના કારણથી એક દ્રવ્ય અથવા ગુણ અન્ય રૂપે ન પરિણમે. અથવા ગુણ વિખરાઈને જુદા ન પડે. સૂક્ષ્મ પરિણમન થયા કરે. અગુરૂલઘુ : લોઢાના ગોળા જેવો ભારે નહિ કે રૂ જેવો હલકો નહિ. અથવા સિદ્ધના જીવોને ઉચ્ચનીચ ગોત્રકર્મનો અભાવ. અઘાતીકર્મ : નામ, ગોત્ર. વેદનીય અને આયુષ્યની પ્રકૃતિ જે આત્માના ગુણોને આવરણ કરે તે શુભાશુભ હોય. અછેદ્ય : કોઈ નિમિત્તથી છેદાય નહિ. આત્મા અભેદ્ય છે, અછેદ્ય છે. અદ્વૈત : અભેદ - અભિન્ન, એકરૂપ. અંતર્મુહૂર્ત : ૧ સમયથી માંડીને ૪૮ મિનિટનો સમય. તેમાં વચ્ચેનો બધો સમય નાનુંમોટું અંતર્મુહૂર્ત ગણાય. અંતઃકરણ : મનની શુદ્ધ અવસ્થા. આત્મસ્ફુરણા. અધ્યાત્મ : આત્મ પ્રેરિત ભાવ, આત્મ સમીપનું અનુસંધાન. અધ્યાસ : જે તે પ્રકારનો ભ્રમ અથવા ગાઢ પરિચય, દેહાધ્યાસ વગેરે. અનાદિઅનંત : અનાદિ જેની આદિ-પ્રારંભ નથી. અનંત જેનો અંત નથી તેવા વિશ્વના જીવાદિ તત્ત્વો. અધિકરણ: સાંસારિક ક્રિયાનાં સાધનો, શસ્ત્ર વગેરે. અધિષ્ઠાન અપ્રમત્ત મુનિજનોનું સાતમું ગુણસ્થાનક, પ્રમાદ રહિત દશા. અવાંતરસત્તા : અંતરગત સત્તા. અવિનાશી : નાશ ન પામે તેવું. અવધિજ્ઞાન : ચૌદરાજલોક, (વિશ્વના) રૂપી પદાર્થોને અતિન્દ્રિય જ્ઞાન વડે અલ્પાધિક જાણે. અવગાહન : જગા, જીવનું શરી૨ પ્રમાણ ક્ષેત્ર, આકાશનો અવગાહન ગુણ. અસદ્ભૂત : જેમકે નિશ્ચયની દૃષ્ટિએ તત્ત્વની વિપરીત સમજ તે અસદ્ભૂત વ્યવહાર છે. હું દેહ છું, વિગેરે અસાધારણ ગુણ : જે ગુણ અન્ય પદાર્થમાં ન હોય. જેમ કે આત્માનો ચેતનગુણ અને પુદ્ગલનો જડ ગુણ. જે ગુણથી પદાર્થ ઓળખાય. ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ : મિથ્યાત્વાદિ પરિણામથી કામણવર્ગણાનું આત્માના પ્રદેશ સાથે જોડાવું. ઉપકરણ : ધર્મનાં સાધનો, શાસ્ત્ર, માળા, મૂર્તિ. ચિત્રપટ, આસન વગેરે. ઉપચરિત : વ્યવહારિક રીતે કથન કરવું મૂળરૂપે નહિ. ઉપાદાન : બાહ્ય નિમિત્તથી જેમાં કાર્ય થાય તે સત્તા જેમકે ઘડાનું ઉપાદાન માટી. ઉત્પાદ : ઉત્પન્ન થવું. દ્રવ્યમાં નવીન પર્યાયની પ્રાપ્તિ. ઉપયોગ : આત્માનું લક્ષણ - પદાર્થનો બોધરૂપ વ્યાપાર. ઉપયોગમુક્તિ : ઉપયોગની મોહાદિભાવોથી મુક્તિ. શુદ્ધ ઉપયોગ. ઉભય : બંને = જેમકે સત્ અસત્. ઉભય. ઉપેક્ષા : અભાવ કરવો કે તટસ્થ રહેવું. કષાય : કષ = સંસાર, આય વૃદ્ધિ, (ફ્લેષિત પરિણામ) – સંસારની વૃદ્ધિ. ગુણશ્રેણિ : મુનિ - સાધક, આત્મશુદ્ધિ વડે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જે અનંતગુણી કર્મની નિર્જરા કરી ભાવ આરોહણ કરે છે આઠમા ગુણ સ્થાનકથી તેરમાં ગુણ સ્થાનક સુધીની દશા. ઘાતકર્મ : આત્માના ગુણોનો ઘાત કરે, ઢાંકી દે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મની પ્રકૃતિઓ ઘાતી છે. છદ્મસ્થ : સંસારી, અલ્પજ્ઞાની, કેવળજ્ઞાન થતા પહેલાની બધી અવસ્થાઓ. તદ્રુપ : પદાર્થ સાથે એકરૂપ, તન્મય. તિરોહિત : છુપાયેલું. દર્શનસપ્તક : મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મોહનીય ત્રણ, તથા ચાર અનંતાનુબંધીના કષાય, ક્રોધ, માન, માયા, લોભ. દીર્ઘકાલિકી સંજ્ઞા : ભૂત-ભવિષ્યના હિતાહિતનો વિચાર કરી શકે તેવી શક્તિ. દ્રવ્યાર્થિકનય : વસ્તુના મૂળ સ્વરૂપથી નિરૂપણ કરે. સામાન્યને ગ્રહણ કરે. દેશ : અલ્પ. દ્વૈત : જુદુ. હૃદ્ધ : રાગ-દ્વેષ, જન્મ-મરણ બેનું જોડલું. ધ્રૌવ્ય : નિત્ય - ટકવાવાળું. નિર્મોહ : મોહરહિત, નિરહીય. નિઃસ્પૃહ. નિરારંભી : આરંભ રહિત. નિરાવરણ : આવરણ રહિત. નૈમિત્તિક : નિમિત્ત પામીને જે પરિણામ થાય તે. શેય : જણાવા યોગ્ય પદાર્થો, દશ્યમાન જગત. જ્ઞાયક : જાણનાર - ચેતન. પુદ્ગલ : સર્વે ભૌતિક પદાર્થો. જેમાં સ્પર્શ, રસ. ગંધ. વર્ણ હોય. પરમાર્થ : આત્માનો નિશ્ચયાર્થ - નિશ્ચય દૃષ્ટિ. 13 Page #15 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ : પુગલનો અવિભાજ્ય સૂક્ષ્મ અંશ. પર્યાયાર્થિકનય : બદલાતી અવસ્થાઓની દૃષ્ટિને જણાવતું આંશિકજ્ઞાન. પર્યાય : દરેક પદાર્થની બદલાતી અવસ્થાઓ. દ્રવ્યના આધાર પર) દ્રવ્યના લક્ષણથી ભિન્ન, પ્રદેશથી અભિન્ન ગુણનું પરિણમન. પર્યાપ્તિ : જન્માંતરે જતાં જીવને નવા દેહની રચનાની સામગ્રી. તેના છ પ્રકાર છે. પરમાણુઓની પરિણમન શક્તિની પૂર્ણતા) પ્રદેશ : દરેક દ્રવ્યોનો સૂક્ષ્મ સંલગ્ન અંશ. પિંડત્વ : દરેક દ્રવ્યનાં પ્રદેશના સમૂહનો પિંડ. પ્રદેશમુક્તિ : આત્મા પ્રદેશોની કર્મથી સર્વથા મુક્તિ. પ્રાતિહાર્ય : તીર્થકર નામકર્મના યોગથી તીર્થકરની સાથેના આઠ પુણ્યાતિશયો. અશોકવૃક્ષ, છત્ર, ચામર, ભામંડલ. સુરપુષ્પવૃષ્ટિ દેવદુંદુભિ આસન દિવ્યધ્વનિ. તે આઠ પ્રાતિહાર્ય. ભેદ : છૂટા પડવું. જુદું. ભેદજ્ઞાન : દેહ અને આત્માની ભિન્નતાનું જ્ઞાન, પર અને સ્વનું જ્ઞાન. મહાસત્તા : સમસ્ત પદાર્થોના અસ્તિત્વગુણને ગ્રહણ કરે. મનઃ પર્યવજ્ઞાન : સંયતિ મુનિનું સંગ્નિ જીવોના (મનવાળા) વિચારો જાણવાનું, અતિન્દ્રિય જ્ઞાન. મિથ્યાત્વ : પર પદાર્થમાં સ્વાત્મ બુદ્ધિ, સુખબુદ્ધિ. તત્ત્વોનું અશ્રદ્ધાન. યુગપદ્ : એક સાથે જાણે. સમયના આંતરાવગર. યોગ : પૌગલિક યોગ - મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશો ચંચળ થાય. યોગ : પારમાર્થિક યોગ-મોક્ષને કારણી ભૂત પરિણામ. આત્મભાવને જોડતા પરિણામ. લોકાલોક : લોકાકાશ, અલોકાકાશ, લોકાકાશ જેમાં છ દ્રવ્યો હોય. અલોકાકાશમાં કેવળ આકાશ હોય. અન્ય દ્રવ્યો ન હોય. વિભાવ : રાગાદિમોહ, અજ્ઞાન વગેરે સર્વે અન્યભાવ. ષટગુણહાનિ વૃદ્ધિ : છ પ્રકારે જીવનાં પરિણામોમાં અલ્પાધિકતા થાય. ષટકાય : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ. વનસ્પતિ પાંચ સ્થાવર, ૧ ત્રસ. છ પ્રકારના જીવોના પ્રકાર = ષટકાય. શ્રુતકેવળી : દ્વાદશાંગીને શ્રુતજ્ઞાન વડે જાણે. પ્રભુએ બતાવેલ સિદ્ધાંતો અને રહસ્યોને શ્રુતજ્ઞાન વડે જાણે અને કહી શકે. ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ સંશ: રૂપી પદાથો ભાગ જેમ મચતા , થી જીવો, પ્રાણીઓ સ્વસ, જેમાં સહજપણે પર રહેલા સર્વ પદાર્થોન સકામ : નિર્જરાનો એક પ્રકાર છે. જે સમ્યગ્દષ્ટિવંત જીવને મહદ્ અંશે હોય છે. ઉદયમાં આવેલાં કર્મો ખરે પણ તેવા નવાં ન બાંધે. સમવસરણ : તીર્થંકર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી દેવો ધર્મતીર્થના પ્રવર્તન માટે ત્રણ ગઢરચે. જ્યાં ચતુર્વિધ સંઘની સ્થાપના થાય. પ્રભુઉપદેશ આપે. સંઘાત : પરમાણુઓનું બેથી વધુ સંખ્યામાં ભેગા થવું. ભેદ : છૂટા પડવું. સદ્દભૂત વ્યવહાર : તત્ત્વની યથાર્થ શ્રદ્ધા, માન્યતા. તે પ્રમાણે ધર્મ આચાર. સ્કંધ : દરેક દ્રવ્યનો આખો ભાગ જેમકે ધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશનો સ્કંધ. રૂપી પદાર્થોમાં રાઈનો દાણો પણ સ્કંધ. પરમાણુઓનો જથ્થો. સંજ્ઞા : જીવની ફુરણા, આહાર, ભય, નિદ્રા, પરિગ્રહ વગેરે. સંજ્ઞિ : માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થતાં ગર્ભ જ મનવાળા જીવો, પ્રાણીઓ. સર્વજ્ઞ : સંપૂર્ણ વિશ્વ અને તેમાં રહેલા સર્વ પદાર્થોના ત્રણે કાળનું યુગપજ્ઞાન જેમાં સહજપણે હોય. (વીતરાગતા સહિત સર્વજ્ઞ) સ્વસંવેદ્ય : આત્માના સુખ - આનંદનો સ્વાનુભવ. આત્મા સ્વસંવેદ્ય છે. સ્યાદ્વાદ : કોઈ પણ વસ્તુનું અપેક્ષાએ કથન કરવું. સાદિસાંત : જેની આદિ હોય અને અંત હોય. જેમકે ઉપશમ સમ્યક્ત્વ. કારણોની વિગત : મુખ્યગૌણ પણે આ કારણો કાર્યની સિદ્ધિમાં હોય. સમવાયકારણ : પાંચ છે. કર્મ, કાળ, સ્વભાવ, નિયતિ. પુરુષાર્થ. આ પાંચ કારણમાં પુરુષાર્થની મુખ્યતા છે તે કાળે અન્ય કારણો હોય. કર્મ : ક્રિયા સત્કર્મ આદિ, તથા સાંસારિક ક્રિયાઓ. કાળ : કોઈ પણ કાર્ય થવામાં સમય જાય. સ્વભાવ : દરેક વસ્તુને પોતાનો સ્વભાવ હોય. જેમકે જડનું જડત્વ. ચેતનનું ચેતત્વ. માટીમાંથી ઘડો. સુવર્ણની બંગડી વગેરે. નિયતિ : પ્રારબ્ધ, ભવિતવ્યતા, થવાનું હોય તેમ થવું તે. (કેવળી ગમ્ય) પુરુષાર્થ : ઉદ્યમ, વીર્ય, ઉલ્લાસ, ક્રિયા કરવાનો વિકલ્પ. ચાર કારણો જે જીવને સાધનાકાળ માટે જણાવ્યા છે. અપેક્ષાકારણ : આર્યભૂમિ, મનુષ્યજન્મ, ઉત્તમકુળ, બુદ્ધિ પ્રતિભા, વગેરે. નિમિત્તકરણ : સદૈવ, સગર, દયારૂપધર્મ આરાધનાનાં અન્ય કારણો. અસાધારણકારણ : જીવના પોતાનાં શુદ્ધ પરિણામો. ઉપાદાનકારણ : આત્મલક્ષ્ય, મોક્ષની ઉત્કટ ભાવના, આત્માનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ, આખરે અસાધારણકારણ અને ઉપાદાનકારણ મળી જાય છે. १५ Page #17 -------------------------------------------------------------------------- ________________ કર્મભૂમિના માનવીનો વૈભવ કષાયની મંદતા હોય પણ તપ, સંયમ, વૈરાગ્ય ન હોય તોપણ મોક્ષમાર્ગની સાધના થતી નથી. યુગલિક ભૂમિમાં યુગલિકોને આરંભ પરિગ્રહનું પ્રયોજન ન હોવાથી જન્મગતુ કષાયની મંદતા હોય છે. તેથી દેવલોકમાં જન્મે છે. પણ મોક્ષે જતાં નથી કેમ કે ત્યાં તપાદિ અનુષ્ઠાનો નથી, વૈરાગ્ય થતો નથી. સ્વર્ગલોકના દેવો પાસે પુણ્યયોગ ઘણો છે. સુખસામગ્રી ઘણી છે. સિદ્ધશીલા નજીક છે. છતાં મોક્ષગમન થતું નથી. કારણ કે ત્યાં પણ સંયમાદિ અનુષ્ઠાન નથી અને દ્વાદશાંગીનું આરાધન નથી. આર્યદેશનો માનવ તપાદિ અનુષ્ઠાન સાથે પરમાત્માની દ્વાદશાંગીના જ્ઞાનના બળથી આધ્યાત્મિક વિકાસ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પામે છે. ચક્રવર્તી પાસે અપાર સુખ સામગ્રી અને સમૃદ્ધિ છ ખંડનું આધિપત્ય છતાં સંસાર કેમ ત્યજી દે છે ? કેવળજ્ઞાની પરમાત્માના સંપર્કમાં આવે છે ત્યારે તેમને પરમાત્માના સુખ આગળ પોતે દુઃખી લાગે છે. કેવળજ્ઞાનનો આવો અત્યંત મહિમા છતાં આજે તેના ભાવની જાણે ગૌણતા થઈ છે. ભલે આ કાળે આ ક્ષેત્રે કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન હોય, તેથી કાંઈ કેવળ બાહ્ય ક્રિયામાં જ રાચી માત્ર માન પ્રશંસામાં પડવા જેવું નથી. આજે માનવસ્વભાવમાં ત્યાગી-ભોગી બધા જ ક્ષેત્રે સ્વપ્રશંસા પ્રાપ્ત કરવાનો મહિમા વધ્યો છે. આથી મહિમાવંત એવા સિદ્ધસ્વરૂપનો - કેવળજ્ઞાનનો પ્રચાર ગૌણ થયો છે. પણ વિકથાઓ વધી પડી છે. તેમાં પણ ઘણી પ્રશંસા થાય ત્યારે જીવ તેને ધર્મ પ્રભાવના માની ચોંટી પડે છે. પણ ત્યાં વિવેકની જરૂર છે કે તે તે પ્રકારો કેટલા ક્ષુદ્ર છે. તેમાં ઇષ્ટ બુદ્ધિ કરી કર્તાભોક્તાભાવ કરે છે. તેથી કેવળજ્ઞાનની મહાનતાથી આપણે પાછળ પડી જઈએ છીએ. આ કાળે ભલે મોક્ષ ન હોય પણ ભાવના ન કરવી તેવું નથી. આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે. તેવું લક્ષ્ય ઉપકારી છે. १६ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧. સરતિ ઇતિ સંસાર સંયોગ-વિયોગ, સુખદુઃખ, સર્જન-વિસર્જન, રાગદ્વેષના દ્વંદ્વનું સ્થાન એટલે સંસાર. શું સરે છે ? શું પરિવર્તન પામે છે ? સંસારના સઘળા પદાર્થો પરિવર્તન પામ્યા કરે છે. ચેતન પરપરિચયી હોવાથી તે પરિવર્તન સાથે પોતાના ભાવને રમાડ્યા કરે છે. તેમાંથી રાગાદિ ઊભા થાય છે. શુભમાંથી અશુભમાં, રાગમાંથી દ્વેષમાં. સુખમાંથી દુ:ખમાં. એક ભવમાંથી બીજા ભવમાં. આમ જીવ સંસારમાં સર્યાં કરે છે ભમ્યા કરે છે, એ જ જીવને દુઃખી થવાનું કારણ છે. સંયોગ અને વિયોગના ચક્રાવે ચઢી જીવ દુઃખ પામે છે, એવો સંસાર સરતો રહે તેના કરતાં જીવને સંસારથી જ સર્યું. અર્થાત્ સંસારથી જ મુક્તિ કરવાની છે. સંસારમાં પુણ્યઉદય તે શક્તિ છે. સ્વરૂપ નથી. માટે પુણ્યના ઉદયનો સદ્ઉપયોગ કરવો. પરહિતની ભાવના કરવી તે સમ્યભાવ છે. તે પુણ્યની વૃદ્ધિ કરે છે. કેવળ તેનો ભોગ-ઉપભોગ કરવો એ મિથ્યાભાવ છે. તે પાપ બંધ કરાવે છે. પુણ્યના ઉદયકાળે ભોગાદિમાં સ્વબુદ્ધિ થાય અહં મમત્વ થાય તો પાપ બંધ થાય. પર તત્ત્વને પોતાનું માનવું બનાવવું તે ચોરી છે. પરતત્ત્વ પરને આપી દેવું, અર્થાત્ ભોગવવું નહિ તે અચૌર્ય છે. દાનધર્મ છે. ભોગવવું તે અધર્મ છે. માટે સાધકે સંયમ નિયમ આદરવાના છે. સંસારી જીવનું નામકર્મની પ્રકૃતિના ઉદયે અરૂપીપણું તિરોહિત થાય છે. આ પ્રકૃતિ આત્માને રૂપી દેખાડે છે. પુદ્દગલદ્રવ્ય અનંતભેદે રૂપી છે. તેથી નામકર્મને કારણે આત્મા અનેકપણે (ગતિ-જાતિ) રૂપીપણું પામે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન અનેકરૂપને ધારણ કરે તે રૂપી (સંસારી જીવ) એક જ રૂપને ધારણ કરે તે અરૂપી સિદ્ધત્વ) રૂપ વડે (દયથી) અરૂપીને જોઈ ન શકાય. અરૂપી જોવા અરૂપીજ્ઞાન (કેવળજ્ઞાન) જોઈએ. રૂપીપણાથી મુક્ત થઈ અરૂપીપણું પામવું તે શ્રેષ્ઠ છે. સંસારી જીવોનું અરૂપીપણું અગુરુલઘુપણું સર્વથા આવરાયેલું છે, તેથી તે રૂપી મનાય છે એ અઘાતી કર્મોનો ઉદય છે. જ્ઞાન-દર્શનગુણ સંસારી જીવનો સર્વથા આવરણ પામતો નથી, તેથી ક્ષયોપશમ ભાવ કહ્યો છે જો તે ગુણો સર્વથા આવરાઈ જાય તો જીવ જડ થઈ જાય. નિગોદના જીવોના આ ગુણો ઉત્કૃષ્ટતાએ આવરાયેલા છે. પરંતુ સર્વથા આવરાયેલા નથી. સાધકે જડ અને ચેતનનો નિર્ણય કરવાનો છે. રૂપી-અરૂપીનો નિર્ણય કરવાનો છે, ઉભયમાં નિત્ય અને અનિત્યપણું વિચારવાનું છે. તે બુદ્ધિથી અને શ્રદ્ધાથી વિચારવાનું છે. બુદ્ધિ – એ અખંડ અને પૂર્ણજ્ઞાન નથી. પણ જ્ઞાનનું એક ફુરણ છે. આત્માના સર્વ ગુણમાં પ્રધાનગુણ છે. પરંતુ વિપરીત શ્રદ્ધા બુદ્ધિને હાનિકારક છે. બુદ્ધિ માનવની વિશેષ શક્તિ છે. તેની રક્ષા કરવી જોઈએ. તે શ્રદ્ધા વડે થાય છે. રાગનું ક્ષેત્ર અન્યત્ર નથી, પરંતુ શરીર, ઇન્દ્રિયોના વિષયો અને પુદ્ગલભાવ છે. ઉદારતા અને આત્મીયતા આવે રાગ ઘટે. નિર્દોષ પ્રેમ આવે. વીતરાગતા પ્રત્યે જવાય. જૈનદર્શન સ્યાદ્વાદદર્શન છે. અર્થાત્ ઉદારદર્શન છે. અન્યના ધર્મનો અપલાપ કરવો કે દુભવવા નહિ. તેઓને શાંત ચિત્તે સમાધાન આપવું. આપણે વાદી નહિ પણ વીતરાગી બનવું છે. ઉપસર્ગ કાળે મહાત્માઓ પ્રિય દેહને ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ સમભાવ, આત્મીયભાવ રાખીને સહન કરે છે, તેથી કર્મની નિર્જરા થાય છે. તો પછી આપણું દર્શન જ કેવળ સાચું એવા આગ્રહથી અન્યને આર્તધ્યાન કરાવવું તે ઉદારતા નથી. માટે સ્યાદ્વાદશૈલીથી સમાધાન કરાવવું. સમ્યમ્ અહંથી પરમાર્થમાં પણ મારું જ સાચું એવા આગ્રહથી મુક્ત Page #20 -------------------------------------------------------------------------- ________________ સરતિ ઇતિ સંસાર થવાનું છે તો પછી મિથ્યા અહં તો પોષાય જ નહિ. માટે વાદવિવાદમાં પડવું નહિ. સર્વજ્ઞ ભગવાને આપેલું શ્રુતજ્ઞાન વીતરાગ બનવા માટે છે, વાદી કે વાણીવિલાસ માટે નથી. આખરે આપણે નયાતીત થવાનું છે. ક્ષણિક વિકલ્પોની જાળ તોડવાની છે. પર દર્શનમાં દ્વેષ કરવાનો નથી. સર્વજ્ઞ ભગવંતે આપેલું શ્રુતજ્ઞાન આપણા કેવળ બૌદ્ધિક આનંદ માટે નથી. છતાં એ બૌદ્ધિક આનંદ શુદ્ધ બને તો અખંડ આનંદનું કારણ બને છે. જ્યારે જીવ સ્વયં વીતરાગ થાય છે. જીવને ઈષ્ટ અનિષ્ટની કલ્પનાઓ જ ઈચ્છાનું મૂળ છે. તેમાં સુખદુઃખનું યુગલ જીવે છે. એટલે સંસારી જીવો પુણ્યના ઉદયકાળે સુખનું વેદન કરે છે, પાપકાળે દુઃખનું વેદન કરે છે, તેમાં અજ્ઞાન રહેલું છે. એટલે જ્ઞાની પુરુષો દુઃખનું મૂળ પાપ કરતાં પણ સુખની બુદ્ધિને કહે છે. તેથી સુખનો ત્યાગ કરવાનું કહે છે. ખોટા સુખની ઇચ્છા કરવી તે જેમ અજ્ઞાન છે, તેવું અજ્ઞાન દુઃખના ઈન્કાર કે આકુળતામાં છે. સાંસારિક સુખની ઇચ્છા પાછળ દુઃખ ન હોય તેવા ઉકેલ લાવવાના છે. દુઃખ ગમતું નથી તો દુઃખમુક્ત કેમ થવાય તેવી સાધના કરવી જોઈએ. માટે ધર્મ અને મોક્ષ પુરુષાર્થ છે. કારણ કે સંસારી જીવ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ-નિરાવરણ ચેતનસ્વરૂપ ન બને ત્યાં સુધી દુઃખમુક્ત ન બને. માટે ચેતનને નિરાવરણ – પૂર્ણ શુદ્ધ થવા માટે સાધના કરવાની છે. રાગદ્વેષરહિત વીતરાગી થવા માટે સાધના કરવાની છે. પરંતુ સંસારી જીવને દેહનું મહત્ત્વ સમજાવું જોઈએ કે જીવે સાધના આકાશમાં કે હવામાં કરવાની નથી. પરંતુ દેહમાં રહી આત્મ લક્ષ્ય કરવાની છે. પુદ્ગલ દ્રવ્યો ભોગ્ય પદાર્થ હોવાથી જીવને તેમાં અજ્ઞાન કે ભોગવશ ભોગબુદ્ધિ થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ભોગ્ય પદાર્થો નથી. તેથી જીવને તેમાં ભોગવૃત્તિ થતી નથી. દેહ-ઇન્દ્રિયાદિમાં ભોગબુદ્ધિ થવી તે અપરાધ છે. કારણ કે તે સ્વરૂપ પ્રાપ્તિને બાધક બને છે. જે પદાર્થોમાં સુખ નથી તે મેળવવા પ્રયત્ન કરવો તે વ્યર્થ પરિશ્રમ છે, ભ્રમ છે. અન્ય જીવોનું દુઃખ દૂર કરવું તે દ્રવ્ય દયા-અનુકંપા છે, Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન અને જીવને પરમાર્થ માર્ગ બતાવી સર્વથા દુઃખ મુક્ત કરવા પ્રયત્ન કરવો તે ભાવ અનુકંપા છે. પરમાર્થ કરુણા છે. આ કાર્ય નિઃસ્પૃહ મહાત્માઓનું છે. સત્ની – આત્માર્થની ઇચ્છા તે સમ્યગૂ ઇચ્છા છે. અસતુ-ભૌતિક ઇચ્છાઓનો ત્યાગ એ ઇચ્છા નિરોધ છે, અર્થાત્ સ્વમાં તૃપ્ત થવું તે તપ છે. લક્ષ્યાર્થ છે, પૂર્ણતાની પ્રાપ્તિનું સૂચક છે. સંસારી જીવનું અજ્ઞાન શું છે? પદ્રવ્યમાં સ્વબુદ્ધિ કરવી તે અજ્ઞાન છે. અભાવ રૂપ પદાર્થ ભાવરૂપ કહેવો તે અજ્ઞાન છે. ઇચ્છા, મમત્વ આસક્તિનું મૂળ અજ્ઞાન છે. ઇચ્છા છૂટવાથી મમત્વ-આસક્તિ મોહ સર્વે છૂટે છે. સુખને શા માટે દુઃખરૂપ માનવું? સુખનો ભ્રમ ભાંગવા માટે. દુઃખને સુખરૂપ શા માટે માનવું? પૂર્વે બાંધેલા પાપ – દુઃખથી છૂટવા માટે, અને સુખની લોલુપતા થાય નહિ. સાધુભગવંતો આવા અભિગમના પ્રણેતા છે. પરિષહ ઉપસર્ગો હસતા – પ્રસન્નતાથી સહી લે છે. પંચ મહાવ્રત લઈને સંસારસુખની ઇચ્છા માત્રનો વિરોધ કરે છે. દુઃખનો ઈન્કાર કે પ્રતિકાર નથી કરતા. સમભાવ વડે દુઃખને સહજભાવે સ્વીકારે છે. તે તેમનું અત્યંતર ચારિત્ર છે. સાંસારિક સુખ ભોગવે તેને સ્વાભાવિક સુખ આનંદ ન મળે, તે પ્રમાણે દુઃખના વિકલ્પમાં રહે તોપણ આત્માનો આનંદ ન મળે. દુઃખથી ભયભીત ન થવું. અને સુખની ઇચ્છા ન કરો, એમ સમાધિભાવ વડે આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં મોક્ષ થાય. વિચાર એ બુદ્ધિતત્ત્વ છે, બુદ્ધિ એ વિચારનું અંગ છે. બુદ્ધિ જડ પદાર્થોના વિકલ્પ કરે છે. આથી સંસારી જીવ બુદ્ધ રહે છે. જો તે બુદ્ધિમાં શુદ્ધિ ભળે તો જીવ પરમાર્થ તત્ત્વને પામે ત્યારે બુદ્ધ નહિ પણ બુદ્ધ બને બુદ્ધિ એ આત્માનું નિજ સ્વરૂપ નથી એક સાધન છે. ધન, પરિવાર આદિ વિનાશી તત્ત્વોનો યોગ થાય ત્યારે જ્ઞાનીને તેમાં વૈરાગ્ય આવે છે. ધન-ધાન્યાદિમાં મૂછ હોતી નથી. તેને માત્ર મોક્ષની Page #22 -------------------------------------------------------------------------- ________________ સરતિ ઇતિ સંસાર અભિલાષા છે. તે જીવને મુક્ત થવાનું બાકી છે. જેને મોક્ષની ઈચ્છા હોય તે મોક્ષ પામેલો નથી. તેમ જે મોક્ષની અભિલાષા નહિ કરે તે મોક્ષ પામવાનો નથી. શ્રેણી જેવી અવસ્થામાં એ અભિલાષા સહજપણે શમી જાય છે. દષ્ટિ એવી સૃષ્ટિ અર્થાત્ જેનું દર્શન-દૃષ્ટિ શુદ્ધ છે તેને સૃષ્ટિનું સ્વરૂપ યથાર્થ સમજાય છે. તે ઊંચી સાધના છે. સૃષ્ટિ એવી દૃષ્ટિ તે વ્યવહાર છે. બંને પ્રકારમાં અજ્ઞાન અને મોહને ખતમ કરવાના છે. પરપદાર્થોમાં ઈનિષ્ટ ભોક્તાભાવ કરો એટલે રાગદ્વેષ થશે. ૦ રાગ્ય પદાર્થોનું પ્રતિકૂળ લાગવું તે દ્વેષ. ૦ષ્ય પદાર્થોનું અનુકૂળ લાગવું તે રાગ. વસ્તુના અભાવમાં તે મેળવવાના પ્રયોજનને ઇચ્છા કહે છે. વસ્તુ પ્રાપ્ત થયા પછી તેને પોતાની માનવી તે મમત્વ છે. પ્રાપ્ત વસ્તુને ભોગવવી તે ભોગ્યવૃત્તિ – આસક્તિ છે, તે જીવને પુનઃ પુનઃ મમત્વ કરાવે છે; માટે અનાસક્ત થવું તે દુઃખમુક્તિની સાધના છે. પરવસ્તુમાં સ્વબુદ્ધિ એ મમત્વનું મૂળ છે. સંયમાદિ દ્વારા પરવસ્તુનું મમત્વ ઘટશે, વિવેક જાગ્રત થશે. અને સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ દોરાશે. દુઃખના અંતનો આ ઉપાય છે. સંસારમાં બહારમાં શત્રુ નથી પણ આપણા મતિજ્ઞાનમાં જે વિકારી ભાવો છે, તે આપણા શત્રુ છે. તે દુઃખદાતા છે. પર પદાર્થો પ્રત્યેથી રાગ કાઢવો હોય તો પદાર્થને પર માનો, કાલ્પનિક માનો, દુઃખનું કારણ માનો, વિનાશી માનો, તો સરળપણે રાગ ઘટશે. નિત્ય એવા સ્વરૂપને જાણો, અનિત્ય પદાર્થોનો પરિહાર કરો. જ્ઞાન અને ધ્યાન એ આપણા સતનો સ્વીકાર છે. ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને તપથી અસનો પરિહારત્યાગ થાય છે. આત્મા આનંદસ્વરૂપ છે તેવા ધ્યેયને દઢ કરો. વાસ્તવમાં પરપદાર્થો સુખ કે દુઃખનું કારણ નથી. પરંતુ વિનશ્વર પદાર્થોમાં સ્વબુદ્ધિ સુખ કે દુઃખનું કારણ બને છે. કારણ કે પદાર્થો બદલાય છે, સંયોગો બદલાય છે, મનોદશા બદલાય છે. ત્યાં સુખ કે દુઃખ સ્થાયી ક્યાંથી હોય? અન્યની સહાયની અપેક્ષાએ દેહને સેવા દ્વારા શાતા For'Private & Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ સ્વરૂપસાધનાનાં સોપાન પહોંચાડી શકાય છે. આત્મસુખ અન્ય જીવો આપી શકતા નથી તે દેવગુરુ તત્ત્વ દ્વારા જાણવા મળે છે. સંસારી કોઈ જીવ દુઃખ ઇચ્છતો નથી. તે નિરંતર દુઃખને ટાળવા કે કાઢવા પ્રયત્ન કરે છે. દુઃખના કારણનું નિરાકરણ કરવું જોઈએ. ગમે તેવા દુઃખ છતાં જીવ જડ થઈ શકતો નથી માટે તેણે શુદ્ધ ચૈતન્યપણે પ્રગટ થવું જોઈએ. જેથી સર્વથા દુઃખનો ક્ષય થાય. - બુદ્ધિ ગમે તેવી તીવ્ર હોય પણ તે અસ્થાયી છે. તેમાં શ્રદ્ધાને ભેળવીને જડ અને ચૈતન્યનું ભેદજ્ઞાન કરવું જોઈએ. જગતના દશ્ય પદાર્થોમાં સમ્યગુ મિથ્યાપણું નથી, તમારી તે પ્રત્યેની દૃષ્ટિમાં સમ્યમ્ કે મિથ્યાભાવ થાય છે. જ્યાં સુધી વિકલ્પો જતા નથી ત્યાં સુધી વિકાર ઊપજે છે. તેથી જ્ઞાન પર આવરણ આવે છે. વિકલ્પના સાક્ષી બનો. એટલે વિકારથી મુક્તિ થશે. મનની અશાંતતા ચંચળતા નીકળી જશે. ત્યારે મન અમન થશે, પછી મન કોને આધારે રહે, તે જ્ઞાનમાં ડૂબી જશે. એટલે જ્ઞાન નિરાવરણ બનશે. દુઃખનું મૂળ મન છે. મનનું ફળ દુઃખ છે. સંસારી જીવ ઇચ્છે છે સુખ અને વેદે છે દુખ. જડ પદાર્થોને દુઃખનું વેદન નથી. સિદ્ધ પરમાત્માને દુઃખનું વેદન નથી. પરંતુ સંસારી જીવ જડ થઈ શકતો નથી, તે દુઃખરહિત થતો નથી માટે સંસારી જીવને દુઃખમુક્તિનો એક જ ઉપાય છે, સિદ્ધત્વ પ્રગટ કરવું. સુખ-આનંદ-જ્ઞાન, આત્મામાં રહેલા છે. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન અને આનંદ છે જ. જગતના સર્વ જીવોને પોતાના દેહ દ્વારા લેશમાત્ર દુઃખ આપો નહિ તે દ્રવ્યદયા છે. અને અજ્ઞાનમૂલક મિથ્યા સુખથી પર જ્ઞાન દ્વારા સાચા સુખને બતાવવું તે ભાવદયા છે. સુખભોગનું ફળ દુઃખ એ કુદરતી-કર્મનો કાનૂન છે. કાયયોગથી સહન કરેલું દુઃખ મનોયોગ સુધી પહોંચશે નહિ. કારણ કે તે કષ્ટ દેહ સુધી પર્યાપ્ત થાય છે. મનને કષ્ટ થતું નથી. તે ભેદજ્ઞાન છે. એ ભેદજ્ઞાનના Page #24 -------------------------------------------------------------------------- ________________ સરતિ ઇતિ સંસાર બળે જીવ કેવળજ્ઞાન પામે છે. જેમ ગજસુકુમાર આદિ પામ્યા. કાયાના આહારાદિક કેટલાક ધર્મો છે. પણ તેમાં કંઈ રાગ કરવો જરૂરી નથી. એટલે તપાદિ દ્વારા આહારાદિનું નિયમન બતાવ્યું છે. શારીરિક પીડા કે દરિદ્રતા જેવા દુઃખ વેદનરૂપ છે. જ્યારે માનસિક દુઃખ કાલ્પનિક છે. અજ્ઞાન અને મોહવશ જીવ દુઃખ પામે છે. સંસારના ભોગસુખમાં સમાનતા સંભવિત નથી. તે હંમેશાં ભેદ અને વિષમપણે હોય છે. કારણ કે તે સુખાદિનો આધાર પૂર્વના પુણ્ય અને પાપ છે. રોગમાં શોક ભળે છે. શોક સ્વયં શોકરૂપ છે. શોક એ મોહનીય કર્મની પ્રકૃતિ છે. માનસિક પીડારૂપ છે. રોગ અશાતા વેદનીય કર્મનું દુઃખ છે. તે કાયયોગ સાથે જોડાયેલાં છે. રંક હોય કે રાય હોય. રાગી. કે નીરોગી; સૌને શોક-ક્લેશ કરાવે છે. તે ઉદ્વેગનું કારણ છે. સંસારનું મૂળ દેહભાવ છે. દેહમાં સુખબુદ્ધિ છે. તેથી આત્મપ્રદેશો દેહથી (અભિન) અભેદ જણાય છે. તેનું ભેદજ્ઞાન કરીને દેહનું મમત્વ ટાળીને આત્મા સાથે અભેદ થવાનું છે. તો સર્વ દુઃખનો અંત આવે. દેહની ક્રિયા ભોગ અને રોગ છે. દેહના જે સહજ ધમ છે સ્પર્ધાદિ, તેમાં મોહનીયને કારણે ભોગ ભળે છે. રોગમાં દેહની પ્રતિકૂળતા ધર્મ છે તેથી રોગ જાય એટલે દેહમાં સુખ ઊપજે છે. આવા મોહનીયના ભાવોને સમજવાના છે. અજ્ઞાનવશ એકેન્દ્રિય જીવો દેહ તે “હું છું તેવા દેહભાવથી સુખ ઇચ્છતા હોવા છતાં દુઃખ જ ભોગવે છે, તેમાં છૂટકો નથી. સ્થાવરપણું હોવાથી સ્થળાંતર કરી શકતા નથી. ત્યાં અકામ નિર્જરાથી વિશેષ ગુણ પ્રાપ્ત થતાં ત્રપણું પામે છે. ઓઘ સંજ્ઞા વડે વળી દેહને બચાવવા દોડે છે. વાસ્તવમાં સુખ આત્માનો મૌલિક ગુણ છે. દુઃખ મૌલિક નથી. દેહ સુખ માટે કરેલી ભૂલ એ દુઃખ છે. સુખ આત્મિક ને ભૌતિક બંને પ્રકારનું છે. ભૌતિક દુઃખ કેવળ નૈમિત્તિક છે. મોહ અને અજ્ઞાનવશ અનાદિકાળથી દેહસુખ જીવની સાધ્યદૃષ્ટિ છે. તેથી તેની મુખ્યતા થવાથી આત્મસુખ Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન વિસ્મરણ થયું છે. તે ખરેખર દુઃખદ છે. જીવ દેહસુખની સાધ્ય અને ભોગબુદ્ધિ છોડે તો આત્મિક સુખની પ્રાપ્તિ થાય. બાહ્ય સુખનાં સાધનોને દાન દ્વારા સહજ ત્યજી દેવાનાં છે. સંસારનું સુખ અન્ય જીવોને ભોગે ભોગવાય છે. માટે દાન અને દયાની મુખ્યતા કહી છે. આત્મતત્ત્વ વિવેકી તત્ત્વ છે. માટે ક્રિયા અને ભાવ બંનેમાં વિવેક જરૂરી છે. સંસારમાં સર્વત્ર રાગનું સામ્રાજ્ય છે. પરંતુ જીવ જ એ રાગને ચોંટી પડે છે. રાગનો રાગ કરી બંધાય છે. રાગનો વિરાગ કરે તો મુક્તિ છે. સમકાતિને હજી સંસારનો ઉદય છે એટલે રાગ હોય પણ રાગનો રાગ મીઠાશ) નથી. મિથ્યાત્વ નથી એટલે સંસારનો ઉદય છતાં ઈચ્છા મોક્ષની છે. સંસાર પ્રત્યે ઉદ્વેગ છે. સંસાર સુખમય છે, સેવવા જેવો છે એ સુખબુદ્ધિ પામી ગઈ છે. સંસારના સુખની ઉપાદેયતા ટળી છે. હેયર્દષ્ટિ પરિપક્વ થઈ છે. ત્રણે કાળ સંસારમાં ભોગ્ય પદાર્થોનાં સાધનો ઓછાં રહેવાનાં તે ભોગવવા જીવોની સંખ્યા વિશેષ રહેવાની અને દરેકની ભોગતૃષ્ણા અનંત રહેવાની, માટે ત્યાગ ધર્મ શ્રેષ્ઠ છે. સંસારમાં જીવને સ્વક્ષેત્રે સ્વઈષ્ટ હોવાથી પોતાની ઈચ્છાથી વિરુદ્ધ વાત સહન થતી નથી. પોતાને ઈષ્ટ હોય ત્યાં સહન થાય છે. પુત્રપુત્રાદિનો વિયોગ સમય આવે વિસરી જવાય છે, કારણ કે તે પરક્ષેત્રે પરભાવ છે, પણ મનના દુઃખને તદ્દન વિસરી જવાતું નથી. ઇચ્છાના મૂળમાં વિભાવની વિકૃતિ છે. તેમાં કષાય ભાવની મુખ્યતા રહે છે. મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયની અપેક્ષાએ સંસારી જીવને જ્ઞાનીઓ દુઃખી કહે છે. મોહનીયના વેદનમાં જ્ઞાન તિરોહિત થાય છે, તે દુઃખદ છે. મોહનીયનું જ્ઞાન થાય અને તેની સામે જ્ઞાન હાજર થાય તો નિર્મોહતા આવે. સંસારમાં દુઃખના ત્રણ (તાપ) પ્રકાર બતાવ્યા છે. આધિદૈવિક = કુદરતનો કોપ. આધિભૌતિક = દર્દ અને દરિદ્રતા. Page #26 -------------------------------------------------------------------------- ________________ સરતિ ઇતિ સંસાર આધિ આત્મિક = માનસિક વ્યથા, ક્લેશ, ઉદ્વેગ, આર્તરૌદ્ર ધ્યાન. આત્મસ્વરૂપના ભાન વગર સર્વત્ર આવું દુઃખ છે. સંસારમાં જો તમે માયાધીશ છો તો તમારો માયા ઉપર કાબૂ છે. જો તમે માયાધીન છો તો માયાનો કાબૂ તમારા ઉપર છે. જ્યાં સુધી શરીરધારી છીએ ત્યાં સુધી આપણે અન્ય શરીરધારીઓ સાથે જીવવાનું છે. તેથી ભાવમાં અને દૃષ્ટિમાં ઉદારતા કરવાની છે. જેથી દરેક પ્રસંગોમાં – સંયોગોમાં, સંબંધોમાં આત્મભાવ વિકાસ પામે. સંસારી જીવ અન્ય પ્રત્યે ઉપકાર કરીને સાધનામાર્ગમાં આગળ વધી શકે છે. જીવ મોહનીય કર્મને વશ પોતે જ પોતાના અપરાધથી સંસારમાં રખડે છે. ઇન્દ્રિયો આત્માનો આધાર લઈને કાર્યાન્વિત બને છે, પરંતુ સંસારી એમ માને છે કે ઇન્દ્રિયોને આધારે આપણે કામ કરીએ છીએ. ઇન્દ્રિયો અને મન સર્વોપરી છે, આમ મોહવશ જીવ પરાધીન બને છે, અને દુઃખી થાય છે. એ દુઃખ એટલે સુખનું ન હોવું. જો ઇન્દ્રિયોનો ઉપયોગ કરે તો આત્મવિકાસ થાય. સુખી કે દુઃખી થવું તે આપણી સમજને આધારિત છે. અન્યને સુખી કરવાથી સુખી થવાશે, અન્યને દુઃખી ન કરવાથી સુખી થવાશે, સુખ તત્ત્વ એવું પરાધીન નથી. તે તો બદલાનો હવાલો છે. પુણ્યતત્ત્વ એ છે, કે સ્વયં દુઃખી ન થવું અને નિરામય સુખરૂપ રહેવું તે સ્વાધીન સુખ છે. સુખ આત્માનો સહજ સ્ત્રોત છે. આત્મિક સુખનો આધાર આત્મા જ છે. આપણે આપણું બગાડ્યા વગર અન્યનું બગાડી શકતા નથી. આપણે આપણી જાતને સુધાર્યા વગર અન્યને સુધારી શકતા નથી. જગતને ઠીક કરવાની જરૂર નથી. જાતને ઠીક કરવાની જરૂર છે. જગત તો ઠીક જ છે, જે કંઈ થાય છે તે નિયમથી થાય છે. જ્યાં સુધી જીવને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી જીવ દુઃખી છે. અપૂર્ણતા દુઃખ છે. વળી અલ્પ દુઃખની અવસ્થા એવી છે કે પૂર્ણ સુખને સ્વાહા કરી લે છે. અને દુઃખનું સામ્રાજ્ય ફેલાવી દે છે. ભૌતિક સુખમાં એવી તાકાત નથી કે દુઃખમાત્રને ખતમ કરી દે અને સુખને સર્વ વ્યાપક Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન બનાવી દે. અઘાતી કર્મના શુભ ઉદયમાં શાતા આદિનું સુખ ભ્રામક છે. તેથી સામગ્રીનો ભોગ ન કરતાં સદ્ઉપયોગ કરવો. તેના કર્તાભોક્તાપણામાં કોઈ સિદ્ધિ નથી. સિદ્ધિ માટે સાધક બનવું જરૂરી છે. ચિત્તની ચંચળતા, ક્લેશ વગેરે દુ:ખવાળી સ્થિતિ છે, સંસારીને દેહનો નેહ મીઠો લાગે છે. પણ રોગ આદિ થતાં એ મીઠાશ કડવાશ બને છે. જ્ઞાનીજનો પ્રથમથી જ તેને કડવો માને છે. માટે પુણ્યયોગે સામગ્રી મળે તોપણ તેમાં નિર્લેપ રહેવું, ભૌતિક સામગ્રીથી જે જીવને મહાન માને છે, તે ક્ષુદ્ર છે. ૦ સાંસારિક જીવને જ્ઞાન છે પણ તે અનંત સ્વરૂપને પામ્યું નથી. ♦ સુખ છે પણ ક્ષણિક અને કૃત્રિમ છે. સહજ કે અનંત નથી. ૦ શક્તિ પણ તે દેહના મોહભાવે ખંડિત છે. ૧૦ આત્માની સુખ શક્તિ બીજાના નિમિત્તથી બનતી નથી તેથી તેમાં કોઈ બાહ્ય વસ્તુનો સ૨વાળો નથી. ભૌતિક સુખની સામગ્રીમાં ઘણા નિમિત્તનો સરવાળો છે. અન્ય જીવોને આપણે સુખ આપી શકતા નથી. પણ સુખનાં સાધન જરૂર આપી શકીએ છીએ. તેને સુખ આપ્યું તેમ કહેવાય છે. બીજાને સાધન આપવા છતાં સુખ તેના પુણ્યથી મળે છે. પણ અન્યને સાધન આપવાથી આપણને લાભ છે. વર્તમાનમાં આસક્તિ છૂટે છે, અને ભવિષ્યમાં સુખના – ધર્મના સાધન મળવાનું નિમિત્ત સરજાય છે. સુખની આસક્તિથી સુખનાં સાધન ગળે બાંધી રાખવાથી તે સુખ દુઃખમાં પરિવર્તન પામે છે. એક બીજમાં વૃક્ષ પેદા કરવાની તાકાત છે, તેમ સત્તામાં રહેલાં કર્મોની તાકાત સંસારનું વૃક્ષ પેદા કરે છે. એ સુખની આસક્તિ એ પરમાર્થ માર્ગમાં અપરાધ છે. અન્યને દુઃખમુક્ત કરવાનો પ્રયત્ન પણ શાતાવેદનીયનું સર્જન કરે છે. અથવા દુઃખ સહન કરવાની તાકાત મળે છે. જેને કંઈ જોઈએ છે તે સંસારી. જેને કંઈ જોઈતું નથી તે સાધુ. Page #28 -------------------------------------------------------------------------- ________________ સરતિ ઇતિ સંસાર સંસારમાં રાગ અને આસક્તિ હોય ત્યાં સુધી ભોગ્ય પદાર્થનું મૂલ્યાંકન છે, અનાસક્તિ થવાથી તે પદાર્થોની તુચ્છતા આવે છે. તે પદાર્થો જડ છે. તેમાંથી અંધકાર જ મળે છે. તેને જ સર્વસ્વ માનવા તે પરાધીનતા છે. સંસારનો અંત નથી, આપણે સંસારના સાધક બનવાનું નથી. જ્યાં સિદ્ધિ હોય તેની સાધના કરવાની છે. સાધન સાદિસાંત ભાવવાળા હોય. તેથી સાધન સતું ન હોય. સત્ સિદ્ધ પરમાત્મા છે, જે સાધ્ય છે. ઔદારિક શરીરમાં દર્દ અને દરિદ્રતા આદિ હોવાથી મન અને તન બંનેનાં દુઃખ હોય છે. દેવલોકમાં વૈક્રિય શરીર અને દૈવી સુખ હોવાથી તનનું દુઃખ નથી હોતું પરંતુ મનનાં દુઃખ તે લોભ, ઈર્ષા જેવા દોષોને કારણે હોય છે, તે મોહનીયના ઉદયથી હોય છે. દેવલોકમાં પુણ્યબંધનું સુખ બાર દેવલોક સુધી છે. ત્યાં ભોગના સાધનોની વિપુલતા હોય છે. નરકમાં પાપબંધના દુઃખ સાતમી નરક સુધી હોય છે. તિર્યંચગતિમાં વિવેકહીનતાથી દુઃખ છે. સાધુજનો વીતરાગતા વડે સુખી છે. પુણ્યના ઉદયને સત્ પ્રવૃત્તિ માટે સાધન બનાવવું. જેનું જ્ઞાન વિશાળ તેનું મન વિશાળ. સંસારમાં પુણ્ય યોગે ગ્રહણમાં સુખ મનાય છે. ધર્મમાર્ગે ત્યાગમાં સુખ છે. વિવેક હોય તો ધન-સત્તાનો સદ્ઉપયોગ થાય. સત્તા સાથે અહં ભળે તો દુરઉપયોગ થાય. સંસાર, પુદ્ગલ સંબંધ કે ગ્રહણ વિના નથી. ધર્મ, પુગલ સંબંધના ત્યાગ વિના નથી. સર્વ દોષનું મૂળ ગ્રહણ (લેવું) છે. સર્વ ગુણોનો ઉપાય ત્યાગ છે. ત્યાગથી કર્મનાં આવરણો હટે છે. ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરવાનો છે. નિશ્ચયથી ત્યાગ પરભાવનો કરવાનો છે. વ્યવહારથી બાહ્યત્યાગ કરવાનો છે. સામગ્રીનો ત્યાગ દાનાદિથી થાય છે. ઇચ્છા કરવી એટલે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્વરૂપસાધનાનાં સોપાન કંઈક લેવું, પણ આપ્યું હોય તો જ મળે. ચૂકવ્યા વગર મળતું નથી. સંસાર એટલે આસક્તિનું નિવાસસ્થાન, તે પ્રથમ દેહની, પછી દેહ થકી સજાતીય-વિજાતીય પદાર્થોની હોય છે. તેમાં ક્રોધ, માન, માયા કરતાં લોભની વિશેષતા છે, તે જ સર્વ કામનાઓને ઉત્તેજે છે. ભોગ્ય પદાર્થોમાં આપણે ચેતનભાવને પૂરીએ છીએ, તે આસક્તિની વિશેષતા છે. આવા પ્રૌગલિક ભાવોને વોસિરાવવાના છે. પુદ્ગલના મોહને ખમાવવાનો નથી પરંતુ આવા કષાયો વડે કરેલા દુર્ભાવોથી જીવને ખમાવવાના છે. સંસારીભાવ બધા મોહભાવ આશ્રિત છે. આપણે સંસારનાં દૃશ્ય જગતની સંવેદનાનાં અનુભવી છીએ. તેથી જ્ઞાનીજનો પ્રથમ ત્યાં જ ઘા મરાવે છે, કે આ દેહ હું નથી, સ્ત્રી આદિ પણે હું નથી. ક્રોધાદિ કષાય હું નથી. આવા દૃઢ સંકલ્પ પછી ‘હું શું છું.' એનું ભાન થવું તે ધર્મની શરૂઆત છે. જે પદાર્થ મારા નથી તેને પોતાના બનાવવાનો સતત પ્રયત્ન તે મૂઢતા છે. સ્વમાં જે છે તે જોઈતું નથી અને પ૨ને મૂકવા નથી. એ મહા મૂઢતા છે. દેહભાવ સ્વયં લોભનું મૂળ છે. તે જીવ માત્રનો પરિગ્રહ છે. આત્માની જ્ઞાન-દર્શનાદિ અનંત લબ્ધિ છે. સર્વ શક્તિ દેહમાં લગાડવાને બદલે આત્મામાં લગાડે તો સંસારભાવથી મુક્ત થવાય. સંસારમાં જીવો દુઃખી વધારે, દુઃખનો કાળ વધારે, પોતે દુ:ખી છે તેનું કારણ ભૂતકાળનો અપરાધ છે. તેવી સ્પષ્ટ સમજ આવશે તો આ જીવન સુધ૨શે. નહિ તો અન્ય પર આરોપ થશે. મારું ભલું કે ભૂંડું હું જ કરું છું. બીજા કોઈ કરી શકતા નથી. તેવી રીતે હું અન્યનું ભલું કે ભૂંડું કરી શકતો નથી. કેવળ તેવું ચિંતન કે ચેષ્ટા કરી અપરાધ કરીને પાપ બાંધું છું. અન્યનું ભલું ચિંતવવાથી પોતાનું ભલું થાય છે. ભૂંડું ચિંતવવાથી પોતાનું ભૂંડું થાય છે. શરીરમાં આત્મભાવ કરવાથી જીવ પરિભ્રમણ પામે છે. પરમાત્માની મૂર્તિમાં ૫૨માત્મભાવ ક૨વાથી જીવના જ્ઞાનદર્શન ઉપયોગમાં બ્રહ્માકાર વૃત્તિ થાય છે. અનાદિકાળથી જીવ સાથે સંબંધ ધરાવતી ચારે સંજ્ઞાઓના Page #30 -------------------------------------------------------------------------- ________________ સરિત ઇતિ સંસાર પરિગ્રહાદિમાં આકારો થવાથી તેવી વૃત્તિ થાય છે. આ વૃત્તિથી અસંગ થવા માટે બ્રહ્માકાર વૃત્તિ કરવાની છે. તેમાં દેવ, ગુરુ અને ધર્મનું અવલંબન લેવાનું છે. ૧૩ અધિકરણ સંસારના સાધનો અર્થ, કામ અને ભોગ માટે છે. ઉપકરણની સ્થાપના ધર્મ અને મોક્ષ માટે છે. દુઃખ એ જીવનું સ્વરૂપ કે સ્વભાવ નથી. દુઃખ જીવના અજ્ઞાન સ્વરૂપની વિકૃતિ છે. પ્રકૃતિમાં વિષમતા તે વિકૃતિ, આનંદ (પ્રકૃતિ) સ્વભાવ છે. તેમાં વિકૃતિ તે દુ:ખ છે. સામે દેખાતા પદાર્થો ૫૨ જેવો ભાવ કરીએ, જેવી દૃષ્ટિ સ્થાપીએ તેવું તેનું ફળ દ્રષ્ટાને મળે છે. દૃષ્ટિને કે દૃશ્યને ફળ મળતું નથી. તો પછી તેમાં તારા આત્માનું શું ભલું થયું ? દેહ અને ઇન્દ્રિયો દ્વારા પરપદાર્થોમાં સુખબુદ્ધિ અને ભોગવૃત્તિ રાખીને સુખ મળે છે તેવો વિશ્વાસ તે રાગભાવ છે. સુખાભાસ છે. દેહમાં અંશે પણ રાગ, મોહ, ઇચ્છા રહે છે તો તે પણ સંજ્વલન કષાય જ છે. જે છેક દસમા ગુણસ્થાનકે વર્તે છે. સર્વથા રાગનો નાશ તે વીતરાગભાવ છે, જે કેવળજ્ઞાન પ્રગટ કરે છે. શરીરમાં ઇન્દ્રિયો રોગરૂપ કે ભોગરૂપ નથી. મોહવશ શરીરની અવસ્થા અને વ્યવસ્થા રોગરૂપ છે. તેમ માનીને સમતાથી કર્મ ભોગવો. તેમાં સબુદ્ધિ કરી ૨સ ના રેડવો જેથી મોહ થાય. રાગ અને રોગરહિત થવાનું છે. શક્ય હોય તો ઔષધ પણ ત્યજી દેવાનું છે. ૫૨ નૈમિત્તિક સંબંધોથી જે રાગાદિભાવ છે. તેનાથી પણ ૫૨ થવાનું છે. ત્યારે સંસાર સમાપ્ત થાય છે. સંસારી જીવો સુખની ઇચ્છા સેવ્યા જ કરે છે, એટલે તેઓનું સુખ પણ ભયજનિત છે. સુખ જવાનું છે તેમ દુઃખ જવાનું છે, તેવી આપણને શ્રદ્ધા નથી એટલે સુખ જતું રહેશે તેની ચિંતા અને દુઃખ આવશે તેની ચિંતા-ભય રહ્યા કરે છે. આ બંને સાદિ સાંત અવસ્થાવાળા છે. આવે અને જાય, તે સાદિસાંત અવસ્થા છે. છતાં આપણે સુખને નિત્ય રાખવા ઇચ્છીએ છીએ. કારણ કે ભલે જાણતા હોઈએ કે ન જાણીએ પણ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્વરૂપસાધનાનાં સોપાન આત્માનો સ્વભાવ સુખમય છે. અજ્ઞાનમાં અશુદ્ધતા હોવાથી પુણ્યયોગે ભલે સુખ મળે પણ તે વિનાશી છે, પરિણામે દુઃખદાયી છે. વળી આવેલા દુઃખમાં સુખનું સ્મરણ કરીને જીવ દુઃખમાં વધારો કરે છે. વળી દુઃખનો કાળ પણ લંબાય છે. દુઃખ વખતે સુખને સંભાળો નહિ, સમભાવે વેદો, આત્મશાંતિને વેદો તો દુઃખ ટળશે. વળી સુખ સમયે આસક્તિ રહિત સાક્ષીભાવે સુખને વેદો તો દુઃખ વખતે પણ શાંતિ રહેશે. સુખ સમયે ભોગ બુદ્ધિથી નિર્બળતા આવે છે. અન્યના કારણે કે અપરાધથી મને દુઃખ મળ્યું, તેમ ચિંતવવું તે આપણી ભયંકર વૃત્તિ છે. બીજાઓ તરફથી કંઈ પણ પ્રતિકૂળતા થાય તેમાં કેવળ અન્યનો અપરાધ સમજી તેનું બૂરું ચિંતવવું તે આપણો દુર્ભાવ છે, દેહાભિમાન છે. દેવલોકના સુખ દુઃખરૂપ લાગે, દેહ બંધનરૂપ લાગે, માન મેલરૂપ લાગે, દેહમાં રહેવું ભયંકર કારાવાસ લાગે તો સંસારથી નિર્વેદભાવ થાય, ઉદાસીનતા આવે. દરિદ્રતાવાળાને ધનદાન આપવાથી દ્રવ્ય અનુકંપા થાય છે. અજ્ઞાન, મોહ, રાગદ્વેષવાળા જીવોને આત્મજ્ઞાન આપવાથી ભાવ અનુકંપા થાય છે. પરમાત્મામાં શ્રદ્ધા અર્પણતા લાવવાથી સ્વદયા આવે, આસ્તિક્તા વૃદ્ધિ પામે. અનુકંપા આસ્તિક્ય કારણરૂપ નિમિત્ત છે. ઉપશમ - નિર્વેદ – કાર્યરૂપ છે. સંસારમાં જન્માંતરે થતાં જીવને નવીન દેહ ધારણ કરવા જે સાધનસામગ્રી જોઈએ તે પર્યાપ્તિ છે. યોનિપ્રવેશ સમયે પુણ્યયોગ પ્રમાણે પર્યાપ્તિ મળે છે. પર્યાપ્તિ છ છે. તેનો અનુક્રમ છે. આહાર, શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, ભાષા, મન, છ પર્યાપ્તિ છે. છેલ્લી મન પર્યાપ્તિ એ વિચારશક્તિનો શ્રેષ્ઠ સ્રોત છે. પર્યાપ્ત નામકર્મના યોગે યોનિપ્રવેશ વખતે સંસારી જીવને આ શક્તિઓ મળે છે. તેમાં સંજ્ઞિ પંચેન્દ્રિય જીવને મન , Page #32 -------------------------------------------------------------------------- ________________ સરતિ ઇતિ સંસાર ૧૫ પર્યાપ્તિ મળે છે. તે દ્વારા વિચારશક્તિ વિકસિત થાય છે. મનુષ્યને આ વિચારશક્તિ અદ્દભુત મળી છે, તે દ્વારા તે આત્માપરમાત્માનું ચિંતન કરી શકે છે. અને પરમાત્મસ્વરૂપ થઈ શકે છે. માત્ર મનુષ્યને જ આવું મહાપુણ્ય છે. નરકના જીવો પણ સંજ્ઞિ છે, તેમને મન મળ્યું છે પણ અસહ્ય દુઃખના વેદનમાં તેમની વિચારશક્તિ વેડફાઈ જાય છે. દેવગતિમાં પણ મન-વિચારશક્તિ મળી છે. પરંતુ સુખભોગની અત્યંત સામગ્રીમાં તેઓ પરમાત્મા સ્વરૂપે થઈ શકે તેવાં પરિણામ થતાં નથી. તિર્યંચ સંશિ પંચેન્દ્રિય જીવો જાતિ-સ્મરણ જ્ઞાન વડે કે સમવસરણના યોગ વડે શુભ પરિણામ ઉપજાવી શકે છે. તેની મર્યાદા છે. ૯ દેહ એ સંસારનું બાહ્ય ચિહ્ન છે. ૦ રાગ દ્વેષ અજ્ઞાન એ સંસારનું અંતરંગ ચિહન છે. મોહજનિત દુઃખનું વદન થાય તે અજ્ઞાન, અશાતા વેદનીયનું દુઃખ મહાન ન કહેવાય. દુઃખનું વેદન એ બંધન છે. અજ્ઞાનનું દુઃખ મહાન છે. માટે અજ્ઞાનભાવ પર છીણી મૂકી દેવી તો અજ્ઞાન ટળશે. બહારમાં કોઈ પણ શત્રુ કે મિત્ર હોવા તે દેહભાવનું ફળ છે. દેહભાવ ટળતાં કોઈ શત્રુ કે મિત્ર નથી. ૦ દુઃખી સાથે સ્વાધ્યાય (સહવાસ) કરવો સાત્ત્વિક જીવન છે. ૦ દુખીનું દુઃખ દૂર કરવું તે કર્તવ્ય છે. ૦ અભેદ અવસ્થા એ સુખ છે. ૯ ભેદ અવસ્થા એ દુઃખ છે. છે જ્યાં કંઈ જોઈએ છે તે ભેદ છે. ત્યાં દુઃખ. છે જ્યાં કંઈ જોઈતું નથી ત્યાં અભેદ. ત્યાં સુખ. સંસારમાં જેમ એક પાક્ષિક મિત્રતા-પ્રેમ-સંબંધ સજાતીય જીવો સાથે દીર્ઘકાળ સુધી નભતા કે ટકતા નથી. અને આવેગવશ જીવો તે સંબંધોને વળગી રહે છે તો માર ખાય છે. તે પ્રમાણે ચેતનઆત્મા મોહભાવે Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન એક જ પક્ષે દેહને મારો મારો કરી નેહ કરે છે, પણ એવા નેહથી આત્માને મારો મારો કહેતા નથી, બહિરાત્મભાવે આવો એકપક્ષી સંબંધ ટકાવવા જતાં જન્મ-મરણરૂપી માર ખાય છે. જીવે ભોગ્યપદાર્થોની વિવિધતા ખૂબ વધારી દીધી છે. જીવ પોતાના મતિજ્ઞાનના ઉપયોગને સજાતીય-વિજાતીય ભોગ્ય પદાર્થોમાં દેહસહિત જોડે છે. મતિજ્ઞાનના ઉપયોગ વડે પર પદાર્થોમાં મોહભાવ, અહમ કરે છે. આ છે પરભાવ રમણતા. પુદ્ગલનાં જેવાં જેવાં નામ-રૂપ છે, તેવાં નામરૂપ આત્માને નથી તેથી તે અનામી, અરૂપી કહેવાય છે. પુગલના જેટલા વર્ણાદિ સ્કંધો છે તેમાં કોઈ નિર્ણિત સંખ્યા કે નિત્યતા નથી. આત્માના પ્રદેશોની સંખ્યા નિર્ણિત અને નિત્ય છે. આત્માની મૂળ આકૃતિ સિદ્ધાવસ્થા છે. તેથી નિશ્ચિત ત્રિકાળ અસંખ્યાત પ્રદેશી એક જ આકૃતિરૂપ છે. દેહધારી હોવાથી તેને આકૃતિના ભેદ હોય છે. છતાં અસંખ્યાત પ્રદેશમાં કોઈ વધઘટ નથી. એક પુદ્ગલનું એક પરમાણુ તે તેનું વાસ્તવિક દ્રવ્યત્વ છે. છતાં જીવના ભોગ્યભાવની અપેક્ષાએ પુદ્ગલના સ્કંધોનું દ્રવ્યત્વ કાલ્પનિક અને અનિત્ય છે. તેથી સ્કંધો ખંડિત છે. આત્મપ્રદેશો અખંડિત છે. એકાંતે જીવને પૂછો, વિચારો અને ભેદજ્ઞાન વડે અસંગ થાવ. ૦ દ્રવ્યથી, તું શું છે ? અસંગ છું. ૦ ક્ષેત્રથી, તું ક્યાં રહેલો છે ? અસંગ છું. સ્વઅવગાહનમાં છું. છે કાળથી, તું ક્યારથી છે ? અમર છું. ૯ ભાવથી, તારા ગુણધર્મો કેવા છે? શુદ્ધ છું. દેહના સંગથી આત્માના અરૂપીપણાનું રૂપીપણામાં પરિવર્તન થયું છે. તેમ આત્મામાં સુખદુઃખનું પરિવર્તન થયા કરે છે. પુણ્યનો ઉદય, શાતાનો ઉદય, સુખરૂપ લાગે છે, તે ભ્રમ છે. ત્યાં મોહજનિત અજ્ઞાનદશા વર્તે છે. જે વાસ્તવિક દુઃખરૂપ છે, કારણ કે હાલ પુણ્યયોગે જે સુખ લાગે છે તે જ પાપમાં પરિવર્તન પામે છે. આમ પુણ્યનો ઉદય ભુલભુલામણી છે. પુણ્ય ભોગવેલા દુઃખોને અમુક સમય માટે ભુલાવે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સરતિ ઇતિ સંસાર છે, સ્વરૂપને પણ ભૂલાવે છે, એના જેવું મોટું દુઃખ શું હોય? રાગમાં નિષ્ફળતા એ દ્રેષ છે, રાગમાં અનુકૂળતા-સુફળતા રાગને પુષ્ટ કરે છે, તે પુણ્યાશ્રયી છે. જે સાદિસાંત ભાવે છે. એથી રાગની સફળતા સ્થાયી નથી, તેમાં નિષ્ફળતા થવાની, તેમાં દ્વેષાદિ ભાવો થવાના છે. માટે જ્ઞાનીજનો રાગાદિનો ત્યાગ કરવાનું કહે છે. ઇચ્છા પ્રમાણે વસ્તુ મળે, તેને સાચવવાનો રાગ ભય પેદા કરે. દેહમાં તો આત્મા પુરાયો છે, અને આત્મામાં મોહનીયના ભાવો ભરાયા છે. હવે ક્યારે છુટકારો થશે ! સ્વરૂપને વિસારીને આરંભ પરિગ્રહના પદાર્થોમાં દેહભાવે આનંદ માનીએ છીએ તે મોહજન્ય વ્યવહાર છે. તે અજ્ઞાનજાનિત છે, આત્માના સ્વરૂપનું મૂલ્યાંકન કરીને જે આ મોહભાવ કાઢી નાંખે તે જ્ઞાની છે. અભાવરૂપભાવ ભોક્તાભાવ છે, ભોક્તાભાવ સંયોગજનિત છે, તેમાં સુખનો ભ્રમ છે, મોહ છે, મૂઢતા છે. ભોક્તાભાવ મૂળમાં અભાવરૂપ છે. આપણે તેને ભ્રમથી ભાવરૂપ કરી નાંખીએ છીએ. આત્મસ્વરૂપ તો અનૈમિત્તિક વેદકભાવ ભોક્તાભાવરૂપ છે, તે પરમાર્થિક છે. દેહના અહમ મમત્વના ભોક્તાભાવોને જે વાસ્તવિક અભાવરૂપ (આત્મસ્વરૂપની અપેક્ષાએ) હોવા છતાં તેને ભાવરૂપે કહીએ છીએ, પોતાના જાણીએ છીએ. વર્તમાન ઉપયોગ જ્ઞાતા દ્રષ્ટાભાવે ટકે તો અભાવરૂપ ભાવનો ભ્રમ નષ્ટ થઈ જાય. આવા પ્રકારે સંસાર છૂટે શ્રેણિ પર આરૂઢ થવાય છે. સંસારમાં દેહભાવના લક્ષ્ય દેહભાન ભૂલીએ છીએ એટલે દેહભાવ ઊભો રહે છે. જેમ કે અશાતાના ઉદયમાં શાતા ઇચ્છીએ છીએ એટલે વેદનીયકર્મ ઊભું રહે છે. ચૈતન્યયુક્ત હોવાથી શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ સર્વે સચિત્ત છે. પરંતુ તે સર્વે પૌગલિક હોવાથી સચિત્ અચિત્ મિશ્ર છે માટે બંનેથી અસંગ થવાનું છે. વળી તેના નિમિત્તે થતા વિકલ્પને સ્વરૂપ માનવા નહિ, તે પૌદ્ગલિક હોવાથી વિનાશી છે. છદ્રસ્થ જીવોને નિશ્ચયનું લક્ષ્ય હોય પણ ચારિત્રની દૃષ્ટિએ તે નિશ્ચયની વાત કરી ના શકે. તેવી વાતોથી આપણે આપણા અહમ ઉપર Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન સાચાપણાની છાપ લગાવવા પ્રયત્ન કરીએ છીએ. એ આપણું અજ્ઞાન છે. જ્યાં કેવળજ્ઞાનીની પણ જીવો અપેક્ષા રાખતા નથી. માટે તત્ત્વ કેવળી ગમ્ય કહેવાય છે. હું અજ્ઞાની છું. માટે મારા વિકલ્પો સાચા માની મારે આગ્રહ રાખવો નહિ, તે માટે ભગવાને સ્યાદ્વાદશૈલી આપી છે. વીતરાગાષ્ટિ તે તત્ત્વદૃષ્ટિ છે. સ્યાદ્વાદષ્ટિ સંસારી જીવને વીતરાગ દૃષ્ટિવંત બનાવવા માટે છે. સ્યાદ્વાદશૈલી અનાદિ અનંત રહેવાની છે. અશુદ્ધ દૃષ્ટિ હોવાથી જીવના ભાવ ખરાબ થાય છે. તેથી ક્રિયા અશુદ્ધ થાય છે. માટે અશુભ ભાવ અને અશુભ ક્રિયા દૂર કરવાનાં છે. સ્યાદ્વાદશૈલી ભાવ શુદ્ધિમાં ઉપયોગી થાય છે. સંસારી જીવને સાંયોગિક પદાર્થનો વિયોગ થાય છે. પણ પાછો સંયોગ થાય છે. સિદ્ધ ભગવંતો ને સંયોગનો અભાવ છે. માટે સંયોગના અભાવનું લક્ષ્ય કરવું, નહિ તો વિયોગ દુઃખરૂપ છે. અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગ બે પ્રકારે છે. છતાં સંયોગના અભાવનું લક્ષ્ય કરવું. જેથી અનુકૂળ સંયોગમાં સુખ નહિ લાગે. અને પ્રતિકૂળ સંયોગમાં દુ:ખ નહિ લાગે આમ લક્ષ્ય પ્રબળ થશે. સંસારનો સંક્ષેપ થશે. દેહના ઉપભોગ માટે વસ્તુની અમર્યાદા આવે અને વસ્તુ મળે નહિ ત્યારે સહન કરવામાં સફળતા મળતી નથી. પૂર્વ કરેલા સુકૃત્યના પરિણામે પુણ્યનો ઉદય હોય તો સુખ મળે છે, અન્યથા દુઃખ લખાયેલું રહે છે. આત્મસ્વરૂપ પામવાના લક્ષ્ય દેહનો ઉપયોગ થાય તો આત્મબળ વધે છે. દેહ ઉત્તમ સાધન તરીકે હોય છે. આત્મા પોતાનું કલ્યાણ કરવા સમર્થ છે, સ્વતંત્ર છે. ૧૮ ભૂતકાળમાં મળેલા દેહો છૂટી ગયા પણ તેનું મમત્વ છૂટ્યું ન હોવાથી નવા દેહ મળતા જ રહ્યા. મમત્વના અંગે જીવ નવા દેહ ધારણ કરતો જ રહ્યો. દેહસુખ આત્મસુખને દબાવે છે, ભુલાવે છે. પુણ્યથી મળેલાં સુખ ન માણીશ. જો સુખ માનીને ભોગવીશ તો પરિણામે દુઃખ મળશે. વળી દુ:ખમાં સમભાવે રહીશ તો દુઃખ ટળશે. જેમ સાગરમાં રહીને સાગરથી તરાય છે, તેમ અસાર અને દુઃખરૂપ સંસારમાં રહીને સંસારથી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સરતિ ઇતિ સંસાર તરવાનું છે. દેહમમત્વ છૂટે આત્મસુખ નિરાવરણ બને છે. દેહસુખ ચાલ્યું ન જાય. મને દુઃખ ન પડો તેવા ભયથી જીવ પીડા પામે છે. આત્મસુખ ભોગવનારને આવો ભય નથી. ભલે જીવે આત્મસુખ મેળવવા દેહકષ્ટ સહન કર્યું. તે પછીનું આત્મસુખ દુઃખરહિત છે. દેહસુખ પૂર્વકૃત કર્મથી મળે છે. પરંતુ તે પુણ્યના ઉદયથી ભોગવાતું સુખ, સ્વક્ષેત્રે, કે પરક્ષેત્રે, કોઈના ભોગથી કે પરિશ્રમથી ભોગવાય છે, એટલે તે પાપપ્રદાનવાળું છે, તેના પરિણામે જીવને દુઃખ ભોગવવું પડે છે. પુણ્યથી મળતી ભોગસામગ્રી પાછળ અન્ય જીવોનો ભોગ કે પરિશ્રમ હોય છે. આપણે સુખ ભોગવીએ અને આપણા નિમિત્તે બીજા પીડા પામે તેવું સુખ પુણ્ય આધારિત હોવા છતાં દુઃખને આપનારું છે છતાં અન્યને જે રીતે અપાય તે રીતે વળતર આપો, તો તમારો ઋણભાર હળવો થશે. ધર્મજાનત આપણી અંતરની ત્યાગવૃત્તિથી, અન્ય જીવને આપણા નિમિત્તે દુઃખ ન પડે તેવા શુભભાવ વડે સંસારમાં રહો તો તે સુખનું કારણ છે. બીજાઓનું જે થવું હોય તે થાય હું સુખેથી જીવું તેવી દુર્ભાવના દુઃખકારક બનશે. આંતરિક સુખેચ્છાનો અંત નથી. દેહાશ્રિત સુખ બાહ્ય અને અંતરથી પરાધીન છે. એટલે સુખ અપૂર્ણ જ રહેવાનું. આત્મસુખ ત્યજીને દેહસુખ ભોગવવું શુદ્ધ ચેતનાની દૃષ્ટિએ અપરાધ છે. આત્મસુખની ઇચ્છા કેમ થાય છે ? તે સ્વાધીનસુખ છે. તેમાં અજ્ઞાન, જડતા, પીડા, અપરાધ, અન્યને પરિશ્રમ નથી. દેહસુખમાં સ્વક્ષેત્રે અજ્ઞાન જડતા આદિ કારણો છે. પરક્ષેત્રે અન્યનો ભોગ, દુઃખ કે પરિશ્રમ છે. તપ, ત્યાગ અને સંયમ વડે દેહના કષ્ટને સમભાવે ભોગવવાથી આત્મસુખ નિરાવરણ બને છે. યદ્યપિ તપ સંયમાદિ દેહ કષ્ટવાળા છતાં જ્ઞાનીને દેહસુખની ઇચ્છા થતી નથી. અજ્ઞાની દેહદુઃખ ભોગવતા દેહસુખની ઇચ્છા રાખે છે કે દેહદુઃખ ટળે, દેહસુખ મળે. જ્ઞાની કહે છે દેહદુઃખ ભલે આવે, આત્મિક સુખ મળશે. દેહસુખ મળે ત્યારે દેહાતીત દશામાં રહે છે. દેહસુખ માટે અર્થની પ્રાપ્તિ તામસ પ્રકૃતિ છે. તેમાં પાપ વિશેષ બંધાય છે. કામ-ઇચ્છા અર્થ વગર ભોગવાતી નથી. તેથી કામ-ભોગ Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન હેય છે. અર્થ-ધન, પ્રાપ્તિના પાપનું નિવારણ દાનથી થાય છે. અર્થની પ્રાપ્તિની પ્રવૃત્તિમાં આરંભ-સમારંભના અને દુર્ભાવોમાં તન્મય થવું પડે છે. માટે જે માણસ કામ ઉપર વિજય મેળવે તે અર્થ પર વિજય મેળવે છે. તે દેહસુખને પણ ત્યજી શકે છે, તેથી જ્ઞાની કહે છે આરંભ સમારંભ છોડો. સંસારમાં જીવને દર્દ અને દરિદ્રતાનું દુઃખ અસહ્ય લાગે છે. જેને દર્દ કે દરિદ્રતાનું દુઃખ નથી પરંતુ મોહને કારણે જેમનું મન ધરાવતું નથી, ભોગામગ્રી છતાં ઊણપ લાગે છે. તેમાં બે ઘંટીના પડમાં દાણા પિલાય તેમ પિલાય છે, અને મળેલી સામગ્રીને ભોગવી શકતો નથી. તેનામાં આવો અવિવેક અને અજ્ઞાન છે. જ્યારે સાધુ ભગવંતોને તેનું દુઃખ નથી. વસ્તુના અભાવનો ભાવ નથી. તેઓ જ્ઞાનયુક્ત હોવાથી દુઃખી નથી અને તેમની પાસે આત્મિક સંપત્તિ હોવાથી દરિદ્રતા નથી. સંસારના પદાર્થો મેળવવાની એક ઇચ્છા હશે તો તેની પાછળ અનંત ઇચ્છાઓની હારમાળા ચાલશે. જે સંસારના પરિભ્રમણનું કારણ છે માટે પ્રથમ મોહનો ઉપશમ કરવાનો છે. પરપદાર્થથી છૂટવું એટલે તે પદાર્થોના મમત્વથી છૂટવું. સંસારસુખની સામગ્રી પૂર્વના પુણ્યને આધારિત છે. પણ વર્તમાનમાં કરેલો ધર્મ શીઘ્ર ફળદાયી થાય છે. પૂર્વે ન કર્યો હોય તો પણ આ ભવમાં થઈ શકે છે. એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય જીવો પાસે ધર્મનું સાધન નથી. માત્ર દુઃખ સહન કરીને વિકાસ કરે છે. અને માનવભવ સુધી પહોંચે છે. મનુષ્ય અજ્ઞાનવશ પોતાની મળેલી દીર્ઘકાલિકી સંજ્ઞાનો ઉપયોગ અન્યના દોષ જોવામાં કરીને સંસારની વૃદ્ધિ કરે છે. અને પુનઃ પાછા તિર્યંચગતિને પામે છે. માનવને મળેલી દીર્ઘકાલિકી સંજ્ઞા - ઉત્તમ વિચાર શક્તિને ધર્મ કે મોક્ષ પુરુષાર્થમાં લગાડે તો પરમપદને પામે. સંસારમાં અર્થ અને કામ ભૌતિક અને એકાંતે દૈહિક છે. દુઃખીજનોને દાન આપીએ તે સાપેક્ષ ગુણ છે. ભિખારીને દાન ન મળે છતાં સમભાવ રાખે તો તે પુણ્યબંધ કરે છે. ધર્મ એ ચૈતન્યજ્ઞાન-સ્વરૂપ સત્તા છે. તે આપણાથી અભિન્ન છે. તેથી બહારના સાધન વગર પણ ધર્મ કરી શકાય Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સરતિ ઇતિ સંસાર છે. કર્મ એ બંધ સત્તા છે, જેનો વિપાકોદય થાય અને નિર્જરી જાય. છતાં પરંપરા ચાલુ રહે. આત્મસત્તાના બળે કર્મનું બીજ મૂળથી ઊખડી જાય છે. નિકાચિત કર્મની સત્તા એટલે કર્મનું ફળ ભોગવ્યે જ છૂટકો થાય. છતાં તે સાદિસાંત છે. સકામ નિર્જરા થાય તો કર્મની પરંપરા અટકે. આત્મા અને કર્મનો સંબંધ સાંયોગિક છે. તેથી બંધ સાપેક્ષ નિર્જરા મૂકી છે. જગતમાં જીવો અન્યોન્ય સંયોગમાં આવે છે. તે ઋણાનુબંધ સંબંધ છે, તેમાં મોહભાવ કે દ્વેષભાવ ન કરતા સ્વયં પ્રજ્ઞાવંત રહી, વ્યવહારમાં રહેવું. ક્યાંય પણ પોતાને કારણે ક્લેશ કે સંઘર્ષ ન થાય. તેમ રહેવું. પરમાત્માએ જીવોના ત્રણ પ્રકાર કહ્યા છે. ૦ બહિરાત્મા એટલે ઔદયિકભાવવાળો આત્મા – ભોગબુદ્ધિ. ૦ અંતરાત્મા એટલે ક્ષયોપશમભાવવાળો આત્મા – ઉત્તમ સાધક. ૦ પરમાત્મા એટલે ક્ષાયિકભાવવાળો આત્મા - પૂર્ણ જ્ઞાનદશા. ધર્મ માટે અંતઃકરણ સર્વસ્વ છે. સંસાર માટે શરીર સર્વસ્વ છે. જે વસ્તુ ત્રણે કાળે લબ્ધ ન હોય તે પ્રારબ્ધથી ન મળે. પુરુષાર્થથી પણ ન મળે. પુરુષાર્થ વર્તમાનમાં હોય, પ્રારબ્ધ (ફળ) ભવિષ્યકાળમાં હોય. ધર્મના પુરુષાર્થનું ફલ સમકાળે – વર્તમાનમાં હોય શરીર માટે કે સંસાર માટે પુરુષાર્થ વર્તમાનમાં છે. ફળ ભવિષ્યમાં છે. ઉત્પાદ – વ્યય યુક્ત વસ્તુ પ્રારબ્ધથી મળે. પુરુષાર્થથી જ્ઞાન નિરાવરણ થાય – કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પરનું આવરણ ટળે ત્યારે તે પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયા પછી પાછું જતું રહેતું નથી. - ત્રણે કાળ રહે છે. મળ્યા પછી ટળે નહિ તે વસ્તુનો પુરુષાર્થ સાચો કહેવાય. સંસારમાં શુભકર્મથી પ્રાપ્ત થયેલી વસ્તુ ટકતી નથી – ચાલી જાય છે. અશુભ કર્મના ફળ પણ ભોગવવા જ પડે છે. ન્યાયનીતિપૂર્વક જીવવાથી વિઆંતરાય કર્મનો ક્ષયોપશમ થાય છે. વળી જો ભાગ્યોદયે સંસાર છૂટી જાય અને ત્યાગ માર્ગે જવાય ત્યારે તપ, જપ, ધ્યાનાદિમાં આ વિયંતરાયનો ક્ષયોપશમ બહુ સહયોગ આપે છે. માટે માર્ગાનુસારિતામાં પ્રથમ ગુણ ન્યાય સંપન્ન વૈભવ કહ્યો છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન સંસારી જીવો માટે સાધન સંપત્તિનો સદ્ઉપયોગ તે ત્યાગ-વૈરાગ્યનું ચિહ્ન છે. પોતાની અનુકૂળતાનો ત્યાગ કરી અન્યના સુખ માટે પ્રતિકૂળતા સ્વીકારવી તે ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા છે. પોતાનું સુખ ત્યજી નિષ્કામ ભાવે અન્યની સાથે સત્તા, માન, અવરોધ વગર જીવવાનું છે, પ્રેમ, ઉદારતા સહનશીલતા રાખવી તે ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા છે. સંસારી જીવને બે પ્રકારે દુઃખ છે. ૧. અશાતા વેદનીય, ૨. મોહનીય કર્મનું અશાતાનું દુઃખ તેની સ્થિતિ પાકે ત્યારે જાય. મોહનીયનું દુઃખ ટાળવા જીવ સ્વતંત્ર છે. જ્ઞાન વડે મોહ જિતાય છે. ત્યારે સંસાર સમાપ્ત થાય છે. ૨૨ ♦ સંસાર એટલે શું? તેમાં પણ મનુષ્યનો સંસાર એટલે ? બસ લેવું જ લેવું ? આપવાનું શું ? જો મનુષ્ય દાનાદિ ધર્મ નથી. કરતો, તો પછી તે શારીરિક અને માનસિક મલિનતાનું જ પ્રદાન કરે છે. બહારમાં કચરાના ઢગલા અને વિષયભોગ તથા કષાયની માનસિક મલિનતાનો ફેલાવો. આમ જીવન નિરર્થક બને છે. ધર્મ એટલે લેવું કાંઈ નહિ. બધું આપી જ દેવું. ત્યાગ વિના આવરણ ટળતું નથી. જીવને રાગની પીડા થાય તો વિરાગ થાય. શરીરમાં રોગનો સંયોગ થવા છતાં શરીર ગમે છે. આ છે સંસાર. સંસારીને દેહાધ્યાસ હોય. સાધકને દેહ હોય પણ દેહાધ્યાસ, ક્ષેત્રાધ્યાસ, કાળ અધ્યાસ, ભાવ અધ્યાસનો પ્રતિબંધ ન હોય. પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અતીત એવો આપણો આત્મભાવ છે. એ રીતે સ્વરૂપ રમણતા ક૨વાથી, સંસારનો અંત થાય. ૫૨ દ્રવ્યાદિથી મુક્ત એવો આત્મા છે. જેને વિશ્વમાંથી કંઈ જોઈતું નથી (સંતોષ છે) તે પોતાને માટે અન્ય માટે કલ્પવૃક્ષ સમાન છે. જેને કંઈ જોઈએ છે, તે પોતાને માટે અને જગત માટે કલંક સમાન છે. કંઈ જોઈએ છે એવી ઇચ્છાના મૃત્યુ સિવાય સંસારભાવની સમાપ્તિ નથી. સંસારી જીવના આત્માના પ્રદેશોની જાત અરૂપીની છે, પરંતુ તેની Page #40 -------------------------------------------------------------------------- ________________ સરતિ ઇતિ સંસાર ૨૩ ભાત રૂપીની છે. દેહ સંયોગે) અઘાતી કર્મોનો કાં તો ઔદયિકભાવ છે, તે ક્ષાયિક કરવાનો છે. અઘાતી કર્મોનો ક્ષયોપશમ ન હોય. માટે અઘાતી કર્મનો સર્વથા નાશ કરીને આત્મ પ્રદેશોની કર્મથી મુક્તિ કરવાની છે. સંસારી જીવના જ્ઞાન-દર્શન કાળથી અરૂપી છે. ઉપયોગ સમયવર્તી છે. દરેક ક્ષણે ઉપયોગ બદલાય છે, તેથી તે સાદિસાંત ભાવ છે. પ્રથમનો ઉપયોગ નાશ પામ્યા પછી, તેનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી. સંસાર એટલે રાગ-મોહની ગુફા. રાગી કોઈનો થઈ ન શકે, વીતરાગી સર્વના હોય. રાગી પોતાના દેહને અને મનને જ પોતાના માને છે. મન એ આત્માનો અંશ છે, મન આત્મા વિના પ્રવર્તી શકે તેમ નથી. સિદ્ધાત્મા મન વગર રહી શકે છે. મનાતીત છે. શુદ્ધ ઉપયોગવંત છે. સંસારીએ પ્રથમ મનને સુધારીને પછી ખતમ કરવાનું છે. આત્માથી પર એવા પુદ્ગલ દ્રવ્યમાં ઉપયોગ રહે તો તે વિનાશી બને. ઉપયોગ આત્મ પ્રદેશોમાં રહે તો અવિનાશી છે. જેથી રાગાદિભાવ થઈ શકશે નહિ. મોહાદિ ભાવોએ આશ્રય જ્ઞાનતત્ત્વનો – ઉપયોગનો લીધો છે. તે અવિવેક અને પ્રમાદ છે, એથી જ્ઞાન વિકારી બને છે. જ્ઞાનને નિર્વિકારી કરવા પ્રદેશે નિર્વિકલ્પ ધ્યાન કરવું. મોહાદિ ભાવો જ્ઞાનના જ વિકારી ભાવો છે. તેના આધારે જ્ઞાનાવરણીય કર્મ ટકે છે, તેથી ક્રોધાદિ કષાયો થાય છે. પૌદ્ગલિક પદાર્થોમાંથી ઈચ્છા જાગે છે, ઇચ્છા એ લોભ છે. આ લોભ એવો કઠણ છે, કે છેક દશમા ગુણસ્થાનકને અંતે નાશ પામે છે ત્યારે પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ મોહનીય કર્મ નાશ પામે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ નાશ પામે છે. બારમે ગુણસ્થાનકે વીતરાગતા પ્રગટ થતાં અપૂર્ણ એવું મતિજ્ઞાન ટકી શકતું નથી. તેરમે કેવળજ્ઞાન પ્રગટ થઈ સંસારનું ભવ-ભ્રમણ ખતમ થાય છે. માટે સંસારથી મુક્તિ ચાહનારે ઇચ્છાને શાંત કરવી. લોભ કષાય કઠણ છતાં સૂક્ષ્મ છે, જીવને છેતરે છે. પરિગ્રહની મૂછમાંથી પેદા થાય છે. લોભમાંથી ક્રોધ, માન, માયા નભે છે. પછી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્વરૂપસાધનાનાં સોપાન પરિગ્રહમાંથી હિંસા મૃષા, ચૌર્ય, અબ્રહ્મ ટકે છે. માટે લોભનો નાશ કરવો. જીવ અને પુગલના સંયોગ પર સંસાર ઊભો છે, ચેતનના સંયોગે દેહ સજીવ કહેવાય છે. જીવના અજ્ઞાન અને મોહને કારણે પુગલ સ્કંધોનું સ્વકીય પરિણમન થાય છે. તે આત્મ પ્રદેશોને આવરણ કરે છે. દેહ ધારણ કરવો એ આત્મામાં રહેલા અજ્ઞાન અને મોહની નિશાની છે, અજ્ઞાન અને મોહવશ જીવ દેહને સર્વસ્વ માને છે. આપણને ઇન્દ્રિયો દ્વારા અભ્યાધિક જ્ઞાન થાય તેનું કંઈ મૂલ્ય નથી, પણ ઇન્દ્રિયો દ્વારા ભોગસુખ વર્તે તેવું આપણે ઇચ્છીએ છીએ. શરીર અને ઇન્દ્રિયો દ્વારા આનંદ મેળવવા મથીએ છીએ. જડ અને ચેતન વચ્ચેનો તફાવત જ્ઞાન વડે જ સ્પષ્ટ થાય છે. અનાદિ કાલથી આજ સુધી કે અનંતકાળ સુધી જીવ જ્ઞાન વગરનો થયો નથી પણ જ્ઞાનાનંદ વગરનો જરૂર રહ્યો છે. જ્ઞાન જ આનંદમાં પરિણમવું જોઈએ. જે આત્માના આનંદને વેદે તે અધ્યાત્મ જ્ઞાની છે. તે સિવાયના સંસારી માનવા. માત્ર જ્ઞાન હોય તે જ્ઞાની એમ ન સમજવું. દેહ આશ્રિત સુખદુઃખ છે, આનંદ નથી. જે જીવ આત્માનો આનંદ વેદતો નથી અને દેહનું સુખદુઃખ જ વેદે છે તે અજ્ઞાની. આત્મભાવે આત્માનો આનંદ વેદે તે જ્ઞાની. દુઃખ વેચવામાં દુઃખી થઈ જઈએ તો પણ અજ્ઞાની, અને સુખ ભોગવવામાં આત્માનો આનંદ ભૂલી જઈએ તોપણ અજ્ઞાની ગણાઈએ છીએ. આવું સંસારનું નાટક છે. જેમ આત્માનું લક્ષણ જ્ઞાન છે, તેમ આનંદનું લક્ષણ પણ જ્ઞાન છે. જ્ઞાનતત્ત્વ ચેતન છે, જડ નથી. પ્રતિક્ષણે જીવના જ્ઞાનદર્શન ઉપયોગમાં લક્ષ્ય આનંદ વેદનનું હોય છે. તેથી સાધુ ભગવંતો સંસારનું સુખ ત્યજી દઈ સ્વેચ્છાએ દેહના કષ્ટને સ્વીકારી લે છે. સુખદુઃખ તે દ્વૈત (ભેદ) તત્ત્વ છે. તેથી પર થવું તેનું નામ આનંદ ઇન્દ્રિય સુખને આનંદ ન માનવું. દુઃખ આવે તો સુખના લક્ષ્ય દુઃખથી મુક્ત થવા ઇચ્છા કરવી તે પણ અજ્ઞાન છે. સ્વાત્માના આનંદના લક્ષ્ય સુખદુઃખથી મુક્ત થવા ઇચ્છવું જોઈએ. સુખદુઃખના કંઠથી જો મુક્ત ન Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સરતિ ઇતિ સંસાર થયા તો વીતરાગતા નહિ આવે. અને કેવળજ્ઞાન નહિ પ્રગટે. ચૌદપૂર્વનું જ્ઞાન હોવા છતાં આંશિક ઊણપથી જો સુખદુઃખના કંથી મુક્ત ન થાય તો કેવળજ્ઞાન ન પ્રગટે. કારણ કે સુખદુઃખ ઉપર દેહભાવનો પ્રતિબંધ લાગેલો છે. જે સંસારનું કારણ છે. દેહમાં રહીને દેહથી મુક્ત થવાનું છે, તો અજન્મા થવાય. દેહથી મુક્તિને બદલે મરણ પામી મુક્ત થઈએ તો નવો જન્મ થવાનો છે. એમ સંસારચક્ર ચાલ્યા કરે છે. સંસારમાં સુખદુઃખના પ્રસંગો અનેક બનતા હોય છે. મનોયોગમાં મન જે સમયે જે સુખ કે દુઃખનું સ્મરણ કરે તે પ્રમાણે સુખદુ:ખનું વેદન કરે છે. અજ્ઞાન અને મોહને કારણે મન એક ક્ષણમાં એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં દ્રવ્યાંતર થાય છે, ભાવથી ભાવાંતર થાય છે. ક્ષેત્રથી ક્ષેત્રમંતર થાય છે. છતાં ‘ભાંગ્યું તોપણ ભરૂચની જેમ મન પૂર્ણજ્ઞાનના અવશેષરૂપે શક્તિપણે રહે છે. મનનું મૂળ (આધાર) આત્મા છે. જે નિત્ય છે, અવિનાશી છે. સંપૂર્ણ છે. તેના સંચારથી મનનું પણ સામાÁ છે. એનું વહેણ બદલાય, અને મન જો માની જાય, આત્મભાવમાં લય પામે તો ન” મન થઈ નમનને યોગ્ય બને છે. જ્યાં સંસાર સમાપ્ત થાય. ભોગબુદ્ધિ કે સુખબુદ્ધિ એ સંસારીના રંગ-રૂચિ છે. સંસારીને અર્થ અને કામમાં રંગ-રૂચિ છે. જેમ સડી ગયેલી કેરીમાં કેરીના સ્કંધ પર્યાયો છે પરંતુ તે વર્તમાનમાં આહારને યોગ્ય નથી. તેમ સંસારી જીવ જે કર્મનો ભોક્તા છે. તેને માટે ભૂત-ભવિષ્ય કાળના પર્યાયો અભોગ્ય છે. દરેક વર્તમાનની અવસ્થા નાશ પામીને ભૂતકાળ બને છે તેથી અપેક્ષાએ પરમાર્થથી તે અસત્ છે. સડેલી કેરીની સુંદરતા ભૂતકાળ બને છે, તેમ સમજવું. પોતાની ભૂલથી અને પરદ્રવ્યના નિમિત્તથી સંસારી જીવ વિકારી સ્વરૂપને વેદે છે. જીવ સદ્દગુરુયોગે પોતાની ભૂલ સુધારે તો વિકારીપણું જાય. વિકાર સામાન્યતઃ પોતાની મેળે જતાં નથી. આપણા દુઃખનો દોષ આપણે બીજાને આપીએ છીએ, પરંતુ ભૂલ તો જીવની પોતાની હોય Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સ્વરૂપસાધનાનાં સોપાન છે, તે દોષનો કર્મબંધ અન્યને થતો નથી, પોતાને જ થાય છે. જીવ કષાયનો રસ કાઢે તો કર્મબંધ રોકાય. અજ્ઞાનનો જીવ નાશ કરી શકે છે. ભલે કાર્મણવર્ગખા વિશ્વમાં વ્યાપ્ત હોય કે પુદ્ગલ પ્રદેશે વ્યાપ્ત હોય, પરંતુ કષાયની ચિકાશ ન હોય તો કર્મબંધ ન થાય. દેહ હોય એટલે કર્મ હોય કર્મ હોય, એટલે દેહ હોય. મોહ એ મનની ચેષ્ટા છે. જીવન જીવવા માટે દેહ સાથે પ્રાણ મળ્યા છે. કર્મબંધમાં જીવના શુભાશુભ ભાવ પ્રમાણે પ્રકૃતિ, સ્થિતિ અને રસ પડે છે. તે કાર્મણવર્ગણા જીવના આત્મપ્રદેશે બદ્ધ સંબંધે ચોંટે છે, તેને કર્મબંધ કહેવાય. તેનો ઉદય તે જીવને પ્રકૃતિમાં રસ ચખાડે છે. જ્ઞાનમાં સ્વસ્વરૂપને ન જાણવું તે વિકાર છે, પરને સ્વસ્વરૂપે સ્વીકારવું તે વિકાર છે. પરમાં સ્વરૂપબુદ્ધિ અને સ્વમાં સ્વરૂપનું અભાન તે જ્ઞાનમાં વિકાર છે. પર પદાર્થ ઉપર યથાર્થ દૃષ્ટિ કરવામાં આવે તો તે સમ્યગૃ દૃષ્ટિ છે, અનુક્રમે વીતરાગતાની ભાવના આવે, માટે નિજ સ્વરૂપના ભાન સહિત દૃષ્ટિ કેળવવી. પર પદાર્થ સાથે સંબંધ – સંયોગ છતાં વિકલ્પ નહિ વિકાર નહિ તે નિર્દોષ દૃષ્ટિ કે સમ્યગુષ્ટિ છે. શેય જ્ઞાનનો સંબંધ પારમાર્થિક નથી કારણ કે તે વિજાતીય છે. મહૂદઅંશે તેની અસર આત્મા પર શુભ હોતી નથી. પારમાર્થિક દૃષ્ટિએ તો દયા, દાન, પરોપકાર, અહિંસા, સેવા આદિ ભાવો પણ અરિહંત ભગવંતોમાં વિકલ્પવાળા નથી. કારણ કે દયા દાન આદિ સાધના છે. અરિહંત પરમાત્માને સાધ્યની સિદ્ધિ હોવાથી સાધનાંતર દશા છે. પરંતુ સાધકને સાધના દ્વારા સિદ્ધિ હોવાથી, ભાવનાની દઢતા માટે દયા દાન આદિ જરૂરી છે. અહિંસા ભાવ પારમાર્થિક દૃષ્ટિએ વિનાશી – શમી જનારા છે, એટલે શ્રેણિ જેવી આગળની ભૂમિકાએ તે પણ છોડીને અવિનાશી દશામાં જવાનું છે. ત્યારે સંસારનો ક્ષય થાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨. પરભાવોની ઉત્પત્તિનું કારણ - હું દેહ છું. પૌદ્ગલિક પદાર્થોની ગુલામી, મિથ્યાભાવથી ભ્રમણાનું દુઃખ હું દેહ છું પરભાવ-વિભાવનું મોટું ભૂત જીવને વળગ્યું છે. પુદ્ગલ પરિચયી જીવ સ્વરૂપનું વિસ્મરણ કરી પરનો ભાર ઉપાડીને ભમે છે. જો તે એક ક્ષણ માટે પરનો ભાવ ત્યજી દે, ઉપયોગને મુક્ત કરે તો ઘાતી કર્મોથી આવરણ પામેલો ઉપયોગ નિરાવરણ થઈ, સ્વરૂપને પામે. પરભાવ એ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રિત છે. પરભાવ સ્વતંત્રભાવ નથી ! દેહ હું છું આ ભાવથી પરભાવો ઉત્પન્ન થાય છે. સંસારી જીવને દેહ છે. એટલે રહેવા ઘર અને જીવનનિર્વાહ માટે ધન, ધાન્ય, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરેની જરૂર છે. છતાં એ વિનાશી પદાર્થોમાં સુખબુદ્ધિ, તે સાચા છે તેવો ભાવ, દુઃખનું કારણ છે. સાધુજનો જીવને ભાવદયાથી આ દુઃખથી (ભ્રમથી) દુઃખનું મૂળ કારણ સમજાવી તેનાથી છોડાવવા પ્રયત્ન કરે છે. ગૃહસ્થ મર્યાદામાં રહીને સંસાર પ્રયોજનમાં દુઃખી જીવોનું દુઃખ દૂર કરવા દ્રવ્યદયાથી પ્રયત્ન કરે છે. પરભાવ એ મિથ્યાભાવ છે, તે દેહભાવજનિત અને પરદ્રવ્યમાં આનંદની બુદ્ધિ છે. શુભભાવનો પ્રારંભ સાત્ત્વિક ભાવથી શરૂ થાય છે. તે અવસ્થામાં સુખની રુચિ છે, પણ તેના અભાવમાં આકુળતા નથી. અન્યના દુઃખમાં અનુકંપાયુક્ત છે. શુભભાવ વડે મિથ્યાત્વથી છૂટદ્વાનો પ્રયત્ન થાય છે. પરમ સત્યને અનુલક્ષીને ચોથા ગુણસ્થાનકથી દસ ગુણસ્થાનક સુધી આરોહણ તે સત્યભાવો છે. ત્યાર પછી કેવળજ્ઞાન પામી સિદ્ધત્વ પામવું તે પરમ સત્યભાવ છે. ક્ષયોપશમ ભાવો પૌગલિક છતાં તેમાં પ્રગટ થતા ગુણો સત્ય છે. કારણ કે તે અસત્ય – મિથ્યાભાવોથી છોડાવી સાધકને પરમસત્યનું લક્ષ્ય કરાવે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સ્વરૂપસાધનાનાં સોપાન પરભાવોથી મુક્ત કેવળજ્ઞાન પરમસત્ય શુદ્ધ છે. સમ્યકત્વના ભાવો ઉપચરિત શુદ્ધ છે, સાત્ત્વિક ભાવ શુભભાવ છે. કેમ કે તે અંધકાર - અજ્ઞાનમય તમસ - રજસભાવને દબાવે છે. પરભાવયુક્ત સંસારી જીવ સત્તાએ સિદ્ધ સ્વરૂપ છે તે ઉપચરિત સત્ય છે. કારણ કે વર્તમાનમાં તે સિદ્ધત્વને વેદતો નથી. છતાં એ ઉપચાર સદ્દભુત છે, કારણ કે સંસારી જીવ સિદ્ધપણાને મિટાવી શકતો નથી. પોતાની સ્વાભાવિકતાને મિટાવી શકાતી નથી. ઘણાં આવરણો નીચે પણ તેની સ્વાભાવિકતા ટકી રહી છે. અને યોગ્યકાળે પ્રગટ પણ થાય છે. હું દેહ છું તે અસભુત ઉપચાર છે. કારણ કે દેહ મિટાવી શકાય છે. ત્યજી શકાય છે (નિર્વાણ). અથવા સ્વયં તે મટી જઈ પરિવર્તન પામે છે. તોપણ તે દેહ પરદ્રવ્ય છે તેથી અસદૂભુત છે. જે પદાર્થો વિનાશી છે, તે અસત્ છે. માટે તેના પર રાગ ન કરાય, રુચિ ન કરાય, અતિશય સંગ્રહ-પરિગ્રહ ન કરાય. તેને માટે આરંભ ન કરાય એવો બોધ એ સમદષ્ટિને દ્યોતક છે. વિનાશી પદાર્થોની રુચિનો અભાવ તે સમ્યગૂ દર્શન રૂપ છે. તે પદાર્થો માટે આરંભ ન કરાય તે સમજ સમ્યગુચારિત્ર છે. દર્શનમોહનીયના ક્ષયોપશમથી આપણા સ્વરૂપનું અજ્ઞાન દૂર થાય છે. અને ઉદયથી સ્વરૂપ અજ્ઞાન રહે છે. સ્વરૂપનું અજ્ઞાન હોવાથી વીતરાગતા આવતી નથી. જ્ઞાનાચારના સેવન વડે સ્વરૂપના જ્ઞાનનું લક્ષ્ય કરે તો સ્વરૂપ પ્રાપ્ત કરવાની રુચિ થાય, રાગદ્વેષ ઘટે ત્યારે વૈરાગ્યની ભાવના થાય. હિંસા-અહિંસા, અધર્મ-ધર્મ, અસત્ય-સત્ય આદિ પરભાવનો શુધ્ધાત્મા કર્તા નથી તેથી ભોક્તા નથી. પરંતુ અજ્ઞાનવશ આત્મા પરભાવોનો કર્યા હોવાથી ભોક્તા હોય છે. કેવળ શુદ્ધાત્મા તે સિદ્ધદશા છે. ત્યાં હિંસા-અહિંસા, વ્રત-અવતાદિ કંઈ પણ ઘટતું નથી. સ્વ – એટલે જેમાં લેશ પણ પરપણું ન હોય; પરનો સંબંધ ન હોય, પરની અસર ન હોય; પુદ્ગલ દ્રવ્યથી સર્વથા રહિતપણું થાય ત્યારે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પરભાવોની ઉત્પત્તિનું કારણ : “હું દેહ છું.’ આત્મા સ્વભાવમાં આવે, અર્થાત્ સિદ્ધપણું પામે. અરિહંત પરમાત્માનો ઉપયોગ શુદ્ધ છે. પરંતુ આત્મપ્રદેશો પુગલના સંબંધવાળા છે, એટલે પ્રદેશને દેહનો સંબંધ છે. તેટલી સિદ્ધની અપેક્ષાએ અઘાતી કર્મની મલિનતા છે. જોકે તે કર્મોનો કેવળ શુભોદય હોય છે ઘાતી કર્મોના સર્વથા નાશથી જ્ઞાન નિરાવરણ છે. આત્મપ્રદેશો અઘાતી કર્મોથી સાવરણ છે. ભાવ અરિહંત અને સિદ્ધ પરમાત્માની શાન અવસ્થા સમાન છે. શરીર ઔદારિક આદિ પુગલોનું બને છે. તે સ્વયંભૂ નથી, પરંતુ સંયોગવાળું છે. શરીરકમની રચનામાં આત્મા નિમિત્ત છે. જો આત્મા તેમાં નિમિત્ત ન હોય તો શરીર કોઈ બનાવી આપતું નથી. અજ્ઞાની જીવને કર્તાભોક્તા ભાવે પુદ્ગલદ્રવ્ય ઉપર આત્માની સત્તા છે, જ્યારે જ્ઞાની જનોની જ્ઞાતાદ્રષ્ટાભાવે સત્તા છે. કારણ કે આત્મા સ્વપર પ્રકાશક છે. પગલદ્રવ્ય જડ પદાર્થ હોવાથી તેને સુખદુઃખનું વેદન નથી. એથી પુદ્ગલદ્રવ્યનું કોઈ પણ પરિણમન – કે અવસ્થામાં આત્માને કર્તાભાવ કરવાની જરૂર નથી. નિમિત્તરૂપ થવાની જરૂર નથી. કર્તાભોક્તાભાવથી જીવનું પોતાનું સ્વરૂપ આવરાયેલું રહે છે, તેથી પોતે શુદ્ધ સ્વભાવને વેદી શકતો નથી તે દુઃખજનિત છે. જીવ માત્રમાં જ્ઞાનાદિ પાંચ ગુણો છે, તેમાં પરભાવ પુદ્ગલદ્રવ્યના ભોગ્ય પદાર્થોમાં સ્વબુદ્ધિ કરીને વિકાર પેદા કર્યો છે. તે અનાચાર છે. તેની શુદ્ધિ માટે સાધકે પાંચ આચાર પાળવાની જરૂર છે તે વડે મહાવ્રતોની શુદ્ધિ થાય છે. દોષયુક્ત જીવન અપૂર્ણ છે, તેમાં અહમ કરવા જેવું શું છે ? જે વિકલ્પો ક્ષણિક છે તેમાં રોકાવા જેવું શું છે? કારણ કે વિકલ્પ દેશકાળ પ્રમાણે ઊઠે છે. આથી એ વિકલ્પ સર્વકાળે ટકતો નથી. સર્વ વ્યક્તિમાં સમાન નથી. માટે વિકલ્પની જાળને તોડીને વિકલ્પાતીત થવાનું છે. આપણા કર્તાભોક્તાભાવ જે વર્તમાનમાં હોય તેમાં દૃશ્ય પદાર્થ Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન તેમ જ ભૂતભવિષ્યની કલ્પના કાળનું સ્મરણ પણ વર્તમાન ઉપયોગમાં આવે છે. વળી વર્તમાનમાં આપણી આંખનું દર્શન અને મનનું દર્શન અલગ અલગ હોય છે. આંખ ફક્ત દેશ્ય પદાર્થને જુએ છે ત્યારે મન દૃશ્ય પદાર્થ ઉપરાંત કલ્પના અને સંસ્મરણ દ્વારા ભૂત ભવિષ્યના કાળનું દર્શન કરે છે. આમ ત્રણે કાળનું અલ્પપણે દર્શન વિભાવદશામાં થાય છે. જ્યારે કેવળજ્ઞાન ત્રણે કાળનું સર્વ પર્યાયોનું દર્શન એક જ સમયે કરે છે. ઇન્દ્રિયો પાંચ છે, મન એક છે, મનના સંકલ્પો વિકલ્પો અનેક છે, તે દરેકમાં એક જ ચિદૃશક્તિ કામ કરે છે. જો ઉપયોગ કેવળ (ચિદશક્તિ) આત્મત્વમાં રહે તો ઇન્દ્રિયોના વિષયો નષ્ટ થશે. મનના સંકલ્પો-વિકલ્પો નષ્ટ થશે. જ્ઞાનજ્ઞેયમાં ડૂબવાને બદલે જ્ઞાન જ્ઞાનમાં ડૂબે તે આત્મજ્ઞાન છે. ૩૦ - નિરંતર પરિવર્તનશીલ જ્ઞેયાકારો સંસ્મરણરૂપે મનમાં આવે છે. મનના દર્શન પ્રમાણે મનોયોગમાં ભાવ ઊઠે છે, તે સર્વે ક્ષણિક છે. ઉત્પન્ન થઈને નષ્ટ થયેલા, અને ઉત્પન્ન થવાના શેયાકારો પૂર્ણ એવા કેવળજ્ઞાનમાં વિદ્યમાન છે. જીવનું સાદિઅનંત સિદ્ધસ્વરૂપ સાચું છે. શુદ્ધ પણે પ્રગટ થયા પછી નિત્ય રહે છે. ― અનાદિ અનંત અભિવ જીવનું સ્વરૂપ ખોટું છે. કારણ કે તે શુદ્ધ સ્વરૂપે પ્રગટ થતો નથી. ભવ્યતા છે અનાદિની પણ મોક્ષ પ્રગટ થતાં ભવિપણું રહેતું નથી. અનાદિસાંત ભવિજીવનું સંસારી સ્વરૂપ સાચું છે. છતાં મોક્ષ થતાં તેની જરૂર નથી. • જીવ જેમ ચેતક છે તેમ વૈદક છે. ૦ જીવ જેમ શાતા છે, તેમ ભોક્તા છે. • જ્ઞાન અજ્ઞાન જીવને અંતરગત છે. ભૂતકાળમાં કરેલા ભાવોને જ્ઞાન કે સ્મરણથી જાણી શકાય છે. પણ તે વર્તમાનમાં ભોગવી શકાતા નથી. વેદનની અપેક્ષાએ ભૂતકાળ નથી, વર્તમાનકાળ છે. પૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા સર્વજ્ઞ ભગવંતને કાળભેદ નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.” વિહરમાન તીર્થકર કથંચિત અશાતાને વેદે પણ મોહભાવને ન વેદે. કારણ કે મોહનીય કર્મનો સર્વથા નાશ કર્યો છે. જે મોહભાવથી અશાતા-શાતાને ન વેદે તે જ્ઞાની. • જે મોહભાવથી અશાતા-શાતાને વેદે તે અજ્ઞાની. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ જીવનાં લક્ષણ છે, લક્ષણ લક્ષ્યથી જુદું ન પડે. ઇન્દ્રિયાદિ દ્રવ્ય પ્રાણ જીવનાં લક્ષણ નથી. તેથી દેહાદિ જીવથી જુદા પડે છે. અને જીવ જ્ઞાન સહિત જાય છે. જિજ્ઞાસુ હોય તે તત્ત્વવિચારણા કરે. જીવ જગત પરમાત્મા શું છે? તેનું જ્ઞાન થાય અને તે પ્રમાણે હેય-ઉપાદેયના વિવેકથી આચરણ કરે તો પોતાનામાં રહેલું જ્ઞાન પ્રગટ થાય. તે જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થાય. જીવ જગત અને પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રકાશિત થાય છે. અરૂપી અદષ્ટ છે તેથી ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. શ્રુતજ્ઞાન દ્વારા અરૂપી તત્ત્વો જાણી શકાય છે. પરંતુ મતિ કે શ્રત દ્વારા વેદન ન થાય. આકાશનો સ્પર્શ ઇન્દ્રિયો કરે પણ વેદન ન કરે. આગનો સ્પર્શ થાય અને વેદન પણ થાય. ધર્મ કે અધર્માસ્તિકાય સાથે ગતિ સ્થિતિનો સંબંધ છતાં વેદન નથી. જીવ અને પુદ્ગલને અન્યોન્ય બદ્ધ સંબંધે પરિણામી દ્રવ્ય તરીકે લીધા છે. બદ્ધ સંબંધ એટલે એક ક્ષેત્રે અવગાહના થઈ. બદ્ધ સંબંધ પરિણમન છે. આત્માના જ્યાં પ્રદેશો છે ત્યાં જ્ઞાન-ચેતના છે. બંને દ્રવ્યનું પરિણમન સ્વક્ષેત્રે સ્વતંત્ર છે. વર્તમાનકાળમાં તમે શુભભાવમાં પ્રવર્તે તો ભૂતકાળના સ્પષ્ટ અને બદ્ધ (હળવા કર્મો કર્મમાં પરિવર્તન થશે કે ખરી જશે. નિધત્ત અને નિકાચિત (ચીકણા) કર્મમાં પરિવર્તન ન થાય તોપણ તે કર્મો સમભાવથી સહન કરવાથી આત્મશક્તિ દ્વાર નાશ પામશે. તીર્થંકર પરમાત્માને તીર્થંકર નામકર્મનો વિપાકોદય છતાં તેઓ તેમાં લેશમાત્ર કર્તાભાવ કરતા નથી અને ભોગવતા પણ નથી. પરદ્રવ્યના કે પરભાવના કર્તાભોક્તા નથી. તેમનાં પુણ્યાતિશયોના લાભ Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન લોકકલ્યાણાર્થે હોય છે. નિગોદમાં રહેલા જીવો પાસે સબળ વિચારશક્તિ નથી પરંતુ સૂક્ષ્મ દેહ છે. મૂર્ણિત દશા હોવા છતાં દેહભાવ છે, ભોગવૃત્તિ. રૂપ ભાવબીજ પડેલ છે, તે જેમ જેમ ઇન્દ્રિયો મળે તેમ તેમ ભાવ કરે છે અને ભોગવે છે. આવો કર્તાભોક્તાભાવ સંસારી જીવમાત્રને હોય છે. દેહમાં હુંપણું જ લોભકષાય છે. દેહ છે ત્યાં સઘળો વ્યવહાર છે. છતાં દેહમાં રહેલા આત્માનું જ્ઞાન ઉપયોગ તે નિશ્ચયદષ્ટિ છે. આપણો વ્યવહાર અને નિશ્ચય ઉભય આપણા જીવનના અંગો છે. વ્યવહારથી પરદ્રવ્યના ત્યાગી બનવાનું છે, અને નિશ્ચયથી આત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાની બનવાનું છે. સ્વરૂપને અનુરૂપ એવું જીવન જીવી સાધના કરવાની છે. પરપદાર્થોના ત્યાગમાં કંઈ કરવાનું નથી. જેનો ત્યાગ કર્યો તે પદાર્થો જ તારાથી જુદા છે. પરંતુ ગ્રહણ કરવામાં કે ભોગ કરવામાં જીવને કંઈ કરવાનું રહે છે. ત્યાં કર્તાભોક્તાપણું છે. ક્રોધાદિ કષાય જીવ કરે છે. ક્રોધના ભાવ જીવ વેદે છે. અનુભવ કરે છે. જે પરભાવ કે અશુદ્ધ ભાવ છે, કર્મની પ્રકૃતિને જીવ વેદતો નથી પણ તે નિમિત્તે થતાં પોતાના ભાવને વેદે છે. એ ભાવ પણ પરભાવ છે. ધર્માસ્તિકાય જેવા અરૂપી પદાર્થો સાથે જીવને અશુદ્ધતા આવતી નથી. જીવને પુદ્ગલદ્રવ્યના સંબંધમાં અશુદ્ધતા આવે છે. દેહના સંગે આત્માને બંધ થાય છે. તેમાં પુગલ દ્રવ્ય નિમિત્ત છે. રાગ અને મોહભાવ વિકાર છે તે બંધનનું કારણ છે. પુદ્ગલ દ્રવ્ય આત્માથી વિરુદ્ધ ધર્મ-લક્ષણવાળું છે. તે વિરોધી ગુણધર્મવાળા સાથે આત્માને બદ્ધ સંબંધ થાય છે, એટલે આત્માની અવસ્થા અશુદ્ધ થાય છે. ધર્માસ્તિકાય આદિ કેવળ વિરુદ્ધ લક્ષણવાળા નથી, તે પણ અરૂપી છે. તેમના નિમિત્તથી સંસારી જીવને અશુદ્ધિ થતી નથી. કારણ કે તેમનો સંબંધ ગમનાગમન સાથે છે. અધ્યવસાય સાથે નથી. પૂર્વે કરેલા સર્વે કર્તાભોક્તા ભાવોને માનવ જન્મમાં સર્વથા નાશ કરી શકાય છે. અન્ય ગતિમાં તે સંભવ નથી. નરક અને તિર્યંચ દુઃખમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પરભાવોની ઉત્પત્તિનું કારણ : “હું દેહ છું.’ ત્રસ્ત અને દેવલોકના જીવો સુખમાં વ્યસ્ત કર્તાભોક્તાભાવને સર્વથા નાશ કરી શકતા નથી. અઢારે પાપસ્થાનકની ચેષ્ટાઓ સંસારી જીવોના કર્તાભોક્તા ભાવો અંગેની છે. તીર્થકરો અઢારે પાપસ્થાનકથી મુક્ત છે. સાધુજનો તે પાપોને કાઢવાના નિરંતર પ્રયાસમાં છે. ગૃહસ્થી એ પાપોનું નિરંતર સેવન કરે છે. તેને દૂર કરવા માટે પ્રતિક્રમણ અને સામાયિક જેવાં અનુષ્ઠાનો છે. અલ્પ પ્રમાણમાં દોષો ટળે અને અલ્પ પ્રમાણમાં ગુણો વિકસે તોપણ જ્યાં સુધી ક્ષપક શ્રેણી મંડાય નહિ ત્યાં સુધી સત્તાગત દોષોનો ભંડાર ભરેલો છે તે ભૂલવું નહિ. જીવનમાં ઉપયોગશક્તિ સમ-વિષમ બે પ્રકારે છે. સ્વ-સત્તાએ સમ છે. પરના સંયોગો વિષમ છે. પુદ્ગલ સાંયોગિક દ્રવ્ય છે તેથી વિષમ છે. પૂર્ણ સમભાવ એ જીવનું કેવળજ્ઞાન છે. આત્મપ્રદેશની સ્થિરતા સમસ્વરૂપ છે, તે કાઉસગ્નનું રહસ્ય છે. ઉપયોગ-ભાવ બે પ્રકારે છે. શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધમાં ભેદ નથી. અશુદ્ધના બે ભાવ છે. શુભ અને અશુભ. શુભ કર્મજનિત હોવાથી આશ્રવ છે તેથી તે અશુદ્ધ ભાવનો ભેદ છે. છતાં અશુભભાવથી બચવાનું અને યોગ્ય જીવોને શુદ્ધભાવમાં પ્રેરિત કરનારું નિમિત્ત છે. તમસ, રજસ અને સાત્વિક ભાવો – ગુણો છે. તમસ રજસ અશુભ છે સાત્ત્વિક શુભ છે. તમસમાં દુર્જનતાના ભાવ છે. રજસમાં ભોગ-પ્રમાદ જેવા ભાવ છે. સાત્ત્વિક તમસ-રજસને દબાવી પ્રેમતત્ત્વનો વિકાસ કરે છે. શુદ્ધ ભાવે આત્મા સિદ્ધ છે. શુભ ભાવ એ સાધકનો સાધનાભાવ છે. તેમાં નિશ્ચયદષ્ટિએ અશુદ્ધતા છે. કેવળી ભગવંતને અઘાતી કર્મના કારણે ત્રણે યોગ છે પણ શુભ યોગ છે. તેથી એકાંતે અન્ય જીવોને ઉપકારી થાય છે. છદ્મસ્થ દશામાં - મુનિપણામાં જે ઉચ્ચ કર્મયોગ આરાધાયો હતો સર્વ જીવના કલ્યાણ માટેનો તે આ રીતે ચાલુ રહે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન અન્ય પદાર્થોમાં કરેલો પરભાવ જે ગ્રહણ કર્યો છે તે ત્યાગ કરવાનો છે. વાસના, ઈચ્છાઓ. ક્રોધાદિ કષાયો જે ગ્રહણ કર્યા છે તેનો ત્યાગ કરવાનો છે. પથ્યાપથ્ય, ગમ્યાગમ્ય, યોગ્યાયોગ્ય અને ભક્ષ્યાભઢ્યનો વિવેક કરવાનો છે. જે પરભાવો છે તે ત્યજવાના છે. એકેન્દ્રિય જીવની જેટલી જતના રાખીએ છીએ તેથી વિશેષ જે જીવો સાથે આપણો સંબંધ છે. તેની સાથે પ્રેમમય સંબંધ રાખવાનો છે. ખાવાની ઇચ્છા એ આહારસંજ્ઞા. ઇષ્ટ આહાર ખાવાની ઇચ્છા એ રસેન્દ્રિયનો વિષય. દેહભાવ કે દેહાધ્યાસ ન હોય ત્યાં આહારસંજ્ઞા ન હોય. આહારસંજ્ઞા અને રસેન્દ્રિય એ મોહનીયના ભાવ-કારણ છે. સુધા એ વેદનીય કર્મ છે. આહાર પણ દેહભાવે ન હોય તેથી તે આહાર સંજ્ઞા ન કહેવાય. જેની પાસે હજી તત્ત્વદૃષ્ટિ નથી તે જીવોએ નમ્ર રહી અન્યના સુકૃત્ય - સાધનાની અનુમોદના કરવાની છે. અન્યથા ઈર્ષાદિમાં પાપબંધ થતો રહે છે. વૈરાગ્યાદિથી થયેલા પુણ્યનું પુનઃ પાપમાં સંક્રમણ થતું નથી. પરંતુ સંયમમાર્ગના સાધનની વૃદ્ધિ થતી રહે છે. • ભૌતિક ભાવ વાસ્તવિક શત્રુ છે. ૦ કર્મ આવરણ જીવને દ્રવ્ય શત્રુ છે બાહ્ય) ભાવ પ્રમાણે કર્માવરણ હોય છે. પુગલના ગુણગાન ગાવા તે રાગ. પુગલ એ જીવનું વિરોધી તત્ત્વ છે. આત્માના ગુણગાન ગાવા તે વીરતા. દેહરહિતપણે માત્ર સુખ છે. દેહના નિમિત્તે કર્મયોગે સુખદુઃખ બંને છે. તેમાં સુખની વિકૃતિ દુઃખ છે. દેહભાવની ભૂલ એ દુઃખ છે. જ્ઞાની કહે છે દેહ સંગે દુઃખ જ છે. અધ્યાત્મમાં જ્ઞાન વડે સુખ સમજાવાય છે. સમજાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.' સંસારમાં સુખ સમૃદ્ધિ વડે સમજાવાય છે. સમજાય છે. જેને શ્રેષ્ઠ તત્ત્વને અપનાવવાની ભાવના હોય તેણે પ્રથમ સરળતાનિષ્કપટભાવ કેળવવો. મોહની પ્રબળતાથી કપટભાવ થાય છે. બાહ્ય વસ્તુમાં આકારાદિ ભેદ ભલે હો પણ દષ્ટિમાં ભેદ ન હોવા જોઈએ. દૃષ્ટિભેદ થવો તે પરભાવ છે. ૦ સજ્જનની સંગત કરી ગુણગ્રાહી થવું. ૦ દુર્જનનો યોગ થાય તો અનુકંપા લાવી માધ્યસ્થ થવું. પરમાત્માનો ભક્તિ-યોગ થતાં તેમાં ઝૂકી જવું. વિનયી થઈ નબળાઈ દૂર કરવી. કોઈનો પણ અપલાપ ન કરવો. આ જગતમાં જીવને મૌલિક ભેદરૂપ પદાર્થ હોય તો તે પુદ્ગલ છે. ઉપચરિતપણે તે નૈમિત્તિક જીવને લાગુ પડે છે શુદ્ધાત્માને લાગુ પડતો નથી. પુદ્ગલ સાપેક્ષ જીવને વિકારવિભાવ આવે. પારમાર્થિકપણે સ્વભાવ નિરપેક્ષ છે. ત્યાં સુખદુઃખની અસર નથી. પુગલમાં સુખબુદ્ધિ આવે વિભાવ કહેવાય. પુદ્ગલ આત્માના પ્રદેશોને આવરણ કરે ત્યાં અશુદ્ધ કહેવાય. જીવને હજી બહારથી કંઈ મેળવવું છે ત્યાં અપૂર્ણતા છે. પુદ્ગલના સંગે સંગી છે. સ્વસ્પર ભેદ સમજાય અને વિવેક આવે અપૂર્ણ દશા હોવા છતાં પૂર્ણ બનવાની સાધના થશે. દેહના સુખની ઇચ્છા હશે તો અપૂર્ણ છો અને અપૂર્ણ રહેશો, તેની નિશાની છે. મારે પૂર્ણતા પામવી છે એ આત્માનું સ્વરૂપ છે. તેવું લક્ષ્ય કરી વ્યવહાર ધર્મ પણ તેવો કરવો. પરક્ષેત્રે રહેલા પૌદ્ગલિક સ્કંધો દેહ સાથે સંબંધ ધરાવે છે. ત્યારે ભોગરૂપ બને છે. ઉપયોગ જીવનો અને ભોગ્ય પદાર્થનું મિલન તે ભોગ છે. આત્માનું સુખ સ્વક્ષેત્રે છે, સ્વાધીન છે. આત્માના સુખનું વેદના એક વાર થાય તો તેનું વિસ્મરણ ન થાય. આવરણ આવે, પણ જો એ વેદનનું સાતત્ય રહે તો ક્ષાવિક ભાવ પ્રગટે. • શરીરી હોવું તે દુઃખનું મૂળ છે. ૭ અશરીરી હોવું તે સુખ જ છે. આત્મા અને સુખ અભેદ છે, સુખનું પાત્ર પુદ્ગલ નથી આત્મા Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન સ્વયં છે. પુદ્ગલ દ્રવ્ય બાહ્ય સુખમાં નિમિત્ત બને પણ સુખનો ગુણ આત્માનો છે. ભલે આત્મિક સુખ વેદો કે પરાશ્રિત પુણ્યના ઉદયે સુખ વેદો બંનેનો આધાર આત્મા છે. પુણ્યના ઉદયથી મળતા શાતા વેદનીયના સુખમાં જીવની તદાકારતા થાય છે તે આવરણ છે. કારણ એ વેદનમાં સ્વરૂપનું વિસ્મરણ થાય છે. વળી દુઃખને પણ ભોગવવાનું નથી, દુઃખને પણ સાધનાનું સાધન બનાવવાનું છે. ઓઘ દૃષ્ટિએ દુઃખ વેઠી જીવ ઊંચો આવે છે. તો પછી સમતાથી વેદે તો મુક્ત થાય. દુઃખ આવતાં આપણે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો આશરો લઈએ છીએ. કે દોષ આપીએ છીએ. અને દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ, તે ખોટો પુરુષાર્થ-માર્ગ છે. તેનાથી ઘાતી કર્મની પરંપરા ચાલુ રહે છે. પૌગલિક વસ્તુ જરૂર હોય તેટલી ગ્રહણ કરવી તે વિવેક છે. તે આહાર, વસ્ત્ર, ગમનાગમનમાં વિચારવી. પુદ્ગલદ્રવ્યને કાળ છે, તેથી તેમાં ભવિતવ્યતા જોડાય છે. જેને અકાળ છે. તેને ભવિતવ્યતા નથી. પુદ્ગલને કોઈ કર્મ કે પુરુષાર્થ નથી. સાધનના પદાર્થો પુદ્ગલાસ્તિકાય છે. તેથી તેમાં અને ક્રિયામાં અનેક ભેદ હોય છે. મનાદિ યોગ એ નજીકનાં સાધનો છે. અન્ય પુગલદ્રવ્ય દૂરનાં સાધનો છે. પૌલિક સાંયોગિક અવસ્થા નૈમિત્તિક અશુદ્ધ અવસ્થા સંયોગ વિયોગથી હોય છે. તે અવસ્થાને શુદ્ધ બનાવી શકાય છે. તે માટે પૌદ્ગલિક પદાર્થોનું મમત્વ અને અહમ્ કાઢવું પડે છે. કોઈના કહેવાથી અહમ્ મમત્ત્વ જતું નથી પણ જ્યારે ગુરુના ઉપદેશથી બોધનું પરિણમન થાય છે. ત્યારે તે ભાવ નીકળી જાય છે. જેમ કે ઘઉં આદિ મારા છે એ સંસારી કહે છે. તેમાંથી મેં રોટલી વગેરે બનાવી તેમ કહે છે. મેં ખાધું મને ઈષ્ટ લાગ્યું તેમ કહે છે પણ જીવ જ્યારે એમ કહે છે ત્યારે રોટલી વગેરે પદાર્થો તો સપ્ત ધાતુમાં પરિણમે છે. હવે તેમાં તારો કર્તાભાવ ક્યાં રહ્યો? નાહકનો બંધાય છે. પંચભૂતના દેહમાં હુંપણાનું ભૂત વળગ્યું છે. તેને વિવેકપૂર્વક Page #54 -------------------------------------------------------------------------- ________________ પરભાવોની ઉત્પત્તિનું કારણઃ “હું દેહ છું.” ૩૭ મનાતીત, વચનાતીત, દેહાતીત કરવાનું છે. પૃથ્વી આદિ પંચભૂતના ઘણા આકરો છે. દૃશ્ય દ્રષ્ટા ઉપર અસર ઉપજાવે છે. દ્રષ્ટા સ્કંધને આકાર આપવા દય બનાવે છે. ઘર, નગર આદિ દશ્યનો કર્તા ભોક્તા બની બંધાય છે. આત્મા સ્વભાવથી ઉપયોગ ભાવ સ્વરૂપ છે. તેથી શુદ્ધ ઉપયોગ વડે પરિપૂર્ણ બને છે. પુદ્ગલમાં ભાવ-ગુણ અને ક્રિયા બને છે. તેથી અપૂર્ણ હોય અને અપૂર્ણ રહે. પુદ્ગલના સાધનથી થતી ક્રિયા પણ અપૂર્ણ રહેવાની. આમ સમજીને પુદ્ગલના ભાવો અને ક્રિયાને સ્વ-સ્વરૂપે માની પકડ્યા છે તે છોડવાના છે અને સ્વરૂપને પકડવાનું છે. આત્મા અને પુગલનો પારમાર્થિક સંબંધ નથી. આત્મા પુદ્ગલ વડે જીવતો નથી અને મરતો પણ નથી. પણ ઈષ્ટાનિઝ બુદ્ધિ કરીને જીવ પુદ્ગલના પરિવર્તનમાં સુખ-દુઃખના ભાવ કરે છે. પુદ્ગલની અવસ્થાઓનું પરિણમન ક્રમિક છે પરંતુ કેવળજ્ઞાનનું સામર્થ્ય એવું છે કે તેમાં સર્વ અવસ્થાઓ અક્રમિક – યુગપદું જણાય છે. પુગલના મુખ્યત્વે ચાર ભેદ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. આ ચારે સ્વતંત્ર છે. પરસ્પર સમાઈ જતાં નથી કે એકબીજાનું કામ કરવા સમર્થ નથી. અંધ માણસ કાનથી જોઈ ન શકે. છતાં આત્મશક્તિ દરેક ભેદોને જાણવા સમર્થ છે. અઘાતીકના ગુણધર્મો પુગલદ્રવ્યના છે. એના વિપરીત ગુણધર્મો આત્માના છે. પુદ્ગલ ક્રિયાશીલ હોવાથી કમરૂપ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાતા દ્રષ્ટા છે. કર્તા ભોક્તા નથી. પુદ્ગલના સંગે ક્રિયાશીલ થાય છે. તેથી સંકલ્પવિકલ્પ ઉત્પન્ન થાય છે. એ કારણે જીવન પુદ્ગલના સ્કંધોને વિચિત્ર આકારો આપી સુખબુદ્ધિ-ભોગબુદ્ધિ વડે દશ્ય બનાવે છે. જેમ જીવ પશુયોનિમાં મોર જેવા પક્ષી તરીકે જન્મે ત્યારે શરીરને આર્કષક બનાવે છે. ચેતનામાં પડેલા સંસ્કારોથી આ સંભવ છે. અને આ કારણે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. તેનું અનુસંધાન છૂટી જાય છે. વાસ્તવમાં આત્મા એવા વિચિત્ર આકારોરૂપ પુદ્ગલનો કર્તા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સ્વરૂપસાધનાનાં સોપાન નથી. એ કર્તાપણું કૃત્રિમ છે. સહજભાવે સ્વરૂપનો કર્તા છે. સયોગીદશાયુક્ત કેવળી પૂર્વ કર્મકૃત અઘાતી કર્મના કર્તા છે. તેમાં સંકલ્પરૂપ કતપણું નથી. કેવળી જ્ઞાનના સ્વરૂપનું જ વેદન છે. આથી આત્માનું કર્તાપણું ઉપચરિત છે. કર્તા હોય ત્યાં કિયા હોય. ક્રિયા હોય ત્યાં પરિણામ હોય. આથી આત્મા સ્વભાવે કર્મ-ક્રિયારહિત છે. જીવ અને પુદ્ગલને નિમિત્ત નૈમિત્તિક સંબંધની અસર છે, તેમાં સંયોગવિયોગ હોય છે. જીવના નૈમિત્તિકથી પુદ્ગલમાં કંઈ મલિનતા આવતી નથી. કારણ કે જડ છે. જોકે ચેતનાની વિભાવદશાથી કાર્મણવર્ગણાનો પ્રદેશ સંબંધ થઈ પ્રકૃતિ આદિ રૂપે પરિણમે છે. છતાં તે જડ હોવાથી તેને કોઈ વેદન નથી. પુદ્ગલ નિમિત્ત જીવમાં મલિનતા આવે છે, તે જીવને આવરણરૂપ થાય છે. જીવમાં ચેતનપણું હોવાથી તે અસર ઊપજે છે. આધિ, વ્યાધિ, ઉપાધિનો ભોક્તા થાય છે. આધિ = મનમાં ક્લેશ, ઉદ્વેગ, સંતાપ. વ્યાધિ = દેહમાં રોગાદિ. ઉપાધિ = સંયોગ-વિયોગની પ્રતિકૂળતા. સમાધિ = જ્યાં ક્લેશ ઉગ કે સંતાપ નથી. અજ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે છે. વિશ્વના પદાર્થોનું યથાર્થ સ્વરૂપ સમજી સર્વ પ્રત્યે સમાધાનથી જીવવું. દૃષ્ટિ જીવ માત્રમાં છે, કારણ કે ચેતનતત્ત્વ છે. તેમાં વીતરાગદષ્ટિ નિત્ય છે. અને રાગદષ્ટિ અનિત્ય છે. પૌગલિક પદાર્થો ઉપર જેવા ભાવથી દષ્ટિ ફેંકાય છે, તેવી સૃષ્ટિ જણાય છે. એ દૃષ્ટિવાદ બને છે. પુદ્ગલ દ્રવ્યની વ્યવસ્થામાં યંત્ર, મંત્ર અને તંત્ર છે. યંત્ર = કોઈ પુદ્ગલનો સ્કંધ, જડ પદાર્થો. મંત્ર = કોઈ પણ પદાર્થની પ્રશંસા કરવી ઈષ્ટ માને, તંત્ર = કોઈ પણ પદાર્થને બનાવવાની સામગ્રી રક્ષણ, વ્યવસ્થા વગેરે. મંત્ર દ્વારા યંત્ર અને તંત્રનો સંબંધ થાય છે. આ સર્વે કાળ સાપેક્ષ છે. પુદ્ગલ સાથેનો બાહ્ય સંબંધ આદિ દશા ટળે છે. મોહદશા ટળે છે, એ વ્યવહારષ્ટિ છે. આત્માની પોતાની શક્તિ પુદ્ગલ દ્રવ્યને અને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.’ તેના બળથી પુદ્ગલ કર્મ ઔદયિકભાવે સત્તા બનાવે છે. મન-વચનકાયાના યોગ પણ જીવે ઉપયોગથી આપેલ છે. સત્તા તેનો ઉદય છે. આત્માની મહાસત્તા કેવળજ્ઞાન છે, સર્વજ્ઞપણું છે, કારણ તે સર્વ પદાર્થોથી પ્રકાશક છે. જ્યારે અન્ય પદાર્થો પ્રકાશય છે. પાંચ અસ્તિકામાં સહજ પરિભ્રમણ સ્વભાવ પુગલનો છે. જીવ પુગલના સંગથી પરિભ્રમણ કરે છે. મૂળ સ્વભાવ ચેતના ધ્રુવ અચલ સ્થિર છે. લોકાગ્રે સિદ્ધાત્મા સ્થિર થાય છે. ત્યાં અધર્માસ્તિકાયની નિમિત્તિક સ્થિરતા હોવા છતાં તે જીવનો ગુણ છે. અનાદિ કાળથી જીવ પુગલના નિમિત્તથી સંસારમાં રહ્યો છે. જોકે સૌનું અજ્ઞાન અને મોહ પણ કારણ છે. પુદ્ગલ સંગે વારંવાર મોહ કરીને જીવ સંસારને ટકાવી રહ્યો છે. જેમ વૃક્ષને જળસિંચન ન થાય તો તે સુકાઈ જાય છે. તેમ પુગલના સંગમાં મોહ ન કરે તો સંસારનું બીજ સુકાઈ જાય છે. મોહ છૂટે મોક્ષ છે. જીવ મોહ છોડે મોહ જીવને છોડી દે છે. દેહ આહાર વગર ટકતો નથી પરંતુ તેમાં લોલુપ થઈએ તો તે ઇન્દ્રિવરાગીપણું છે. વિષયકષાયના પોષણથી દેહ સાધનામાં બાધક છે. પાંચ ઇન્દ્રિયો જ્ઞાનનું સાધન છે. પરંતુ તે કામભોગના સુખનું દ્વાર બને તો સાધકને બાધક છે. પાંચ ઇન્દ્રિયોનો સઉપયોગ અત્યંતર સાધનામાં સાધન બને છે. પાંચ અસ્તિકાયનું પ્રદેશ પિંડત્વ એ સામાન્ય દર્શન છે. જે કેવળી ગમ્ય છે. તેના ગુણ-પર્યાય-અવસ્થાઓ વિશેષ જ્ઞાન છે. તે છદ્મસ્થ તેના લક્ષણથી જાણી શકે છે. ગતિ સ્થિતિ વગેરે અવસ્થાઓ વિશેષ જ્ઞાનનો વિષય છે. અરૂપીપણું સામાન્ય દર્શન છે. વસ્તુનું મૂળ સ્વરૂપ બદલાતું નથી, સંયોગ સ્વભાવ પલટાય છે. એથી અભવિ ક્યારે પણ ભવ્યતા પામતો નથી. તેના આત્મપ્રદેશોમાં કેવળજ્ઞાન છુપાયેલું છે છતાં તેને સંસાર ભાવ મટતા નથી. ચારિત્ર લે તોપણ મુક્તિના ભાવ ન જાગે ત્યાં પણ સંસારભાવનું રૂપાંતર થઈ પોષણ થાય. આકડાનું દૂધ જેમ મળતું નથી. તેમ અભવિ મુક્તિમાર્ગે વળતો Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સ્વરૂપસાધનાનાં સોપાન નથી. ગમે તેવું ચારિત્ર પાળે તોપણ પહેલા ગુણસ્થાને જ રહે તે દ્રવ્ય ચારિત્રી અને દ્રવ્યજ્ઞાની કહેવાય. યદ્યપિ કોઈની બાહ્ય વૃત્તિ કે પ્રવૃત્તિ પરથી છદ્મસ્થ જીવે કોઈનું વ્યક્તિત્વ જોવું નહિ. આ વિષય કેવળી ગમ્ય છે. ભવિજીવ શ્રુતજ્ઞાન-પ્રભુના વચનને ચૈતન્યભાવમાં પરિણમાવે છે કે હું શુદ્ધાત્મસ્વરૂપ છું. અભવિને તેવો ભાવ થતો નથી. મન અને તનના સુખની લેશમાત્ર ઈચ્છાનું નામ લોભ છે. સંસારી જીવને દેહ અને નેહ, મન અને તન જુદા પડતા નથી. અન્યોન્ય ઓતપ્રોત છે. આત્મા અજ્ઞાનવશ તેને પોતાના માનીને બેઠો છે, તે દુઃખદ છે. મનાતીત થવાય તો દેહાતીત થવાશે. મનમાં ભોગની ઇચ્છાઓ છે. તે ઇન્દ્રિયો દ્વાર ભોગવે છે. અંતે તે ભોગ દુઃખમાં પરિણમે છે. તે ભાવિ જ્યોતિષ શાસ્ત્રમાંથી નીકળતું નથી. પરંતુ પૂર્વે કરેલા કર્મો પ્રમાણે ભાવી બને છે. માટે જીવનમાં વિવેક રાખવો. કોઈને દુઃખ ન થાય તેમ વર્તવું. અન્યને દુઃખ ઊપજે તેવું વર્તન તે અવિવેક છે. જ્ઞાનમાં વિવેક હોય. ભોગમાં ત્યાગ હોય. તંદુરસ્તી તે શરીરની વ્યવસ્થા છે. તેમ નાદુરસ્તી એ શરીરની અવસ્થા છે. તેથી આરોગ્ય માંગવાની છૂટ છે, ભોગ માંગવાની છૂટ નથી. વૈરાગ્ય આવતો નથી, પરભાવ-રાગ છૂટતો નથી. મોક્ષ મળતો નથી, સંસાર સરતો જ રહે છે. મન મોહનીયના ભાવોથી ભરપૂર રહ્યું છે, તે બંધન છે. શરીર બંધન નથી. પરંતુ તેમાં હુંપણું બંધન છે. દોરડું બંધનરૂપ નથી, તેનાથી બંધાતી ગાંઠોથી બંધન છે. પુદ્ગલ પદાર્થો જે અસત્ છે, તેને સંસારી જીવોએ અનિત્યપણે જોવાના છે, જેથી તે તે પદાર્થો પ્રત્યે થતા રાગ-મોહ-અજ્ઞાન ખૂટતા જાય. અને તે તે પદાર્થોમાં સચિદાનંદ જેવું સુખ લાગે છે. તે ભ્રમ તૂટે. તેથી તે પદાર્થોનું લક્ષ્ય હઠાવી પોતાના સ્વસ્વરૂપમાં લય પામવાનું છે. સંસારી જીવો પૌગલિક સુખના લક્ષ્ય દુઃખ હઠાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેમાં રહેલી સુખબુદ્ધિને હઠાવવા પ્રયત્ન કરતા નથી તેથી દુઃખ ટળતું નથી. જ્ઞાનીજનો સંસારીને પૌગલિક સાપેક્ષ જે પરાધીન દુઃખ છે તે છોડવાનો બોધ આપે છે. તેમ કરવા તપ સંયમ આરાધનમાં કષ્ટ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.” વેઠીને આત્મિક સુખ કે જે નિત્ય છે તે પ્રાપ્ત કરવાનું છે. જ્ઞાનીજનો આપણને આપણી અસદશાનું ભાન કરાવીને સનું લક્ષ્ય કરાવે છે. પછી સના લક્ષ્ય સનો અનુભવ કરવાનો છે. વળી જ્ઞાની ભગવંતો આપણને અલૌકિક-લોકોત્તર. આધ્યાત્મિક તત્ત્વનું જ્ઞાન આપે છે. કારણ કે આપણે લૌકિક આદિ તત્ત્વોને અનાદિકાળથી સેવતા આવ્યા છીએ. તીર્થંકર પરમાત્મા પૂર્ણજ્ઞાનમાંથી બોધ આપે છે, કે જે આપણી અપૂર્ણતાનું ભાન કરાવી પૂર્ણતા પ્રત્યે લઈ જાય. લૌકિક તત્ત્વ અપૂર્ણ છે. પૂર્ણને સમજ્યા વગર કે અનુભવ્યા વગર આપણે પૂર્ણ કેમ થઈશું ? અલૌકિક તત્ત્વ કેમ પામીશું? અનાદિકાળથી દેહનો સંબંધ છતાં જીવ જડ નથી થયો તે અપેક્ષાએ જીવ સ્વસમરૂપ છે. પરંતુ જીવના જે સંયમાદિ આવરાયેલા છે તે આવરણો દૂર કરવા જ્ઞાનીજનોએ ચારિત્રાચાર આપ્યો છે. જે વડે સંયમ પામી નિરાવરણ થવાય. સંયમની આરાધના જીવને કરવાની છે અન્ય દ્રવ્યોને કરવાની નથી. કારણ કે જીવ સ્વ સંવેદ્ય – સુખના વેદનવાળો છે. અન્ય પદાર્થો અસવેદ્ય છે. અસંયમથી આવેલી શુદ્ધતા સંયમ વડે દૂર કરવાની છે. સંસાર એટલે શુભાશુભભાવોના યુગલનું નાટક. આજે માન આપનાર કાલે અપમાન કરે. વળી સંસારી જીવને અપમાનનું દુઃખ ઘણું લાગે છે. હુંપણાનું ભાન છે, તે દેહભાવ છે. તેમાં માનસિક “હુંપણું દુઃખ પેદા કરે છે. જો જીવ વિચારે કે આત્માના સુખનો આધાર વિશ્વનો કોઈ બાહ્ય પદાર્થ નથી, મેં જે વિષય-કષાયમાં સુખ માન્યું છે તે ભ્રમ છે. તો “હુંપણું નીકળી જાય. આ “હુંપણું અભિમાન માયાપૂર્વક, ક્રોધપૂર્વકનું હોય, વળી ક્રોધ માનપૂર્વકનો હોય. આમ તો આ ચારેનું જોડલું છે. જાણે અભેદપણે સંલગ્ન છે, લોભને કારણે અહમ્ થાય છે. ક્રોધ પણ થાય છે. અનુકૂળતામાં માયા થાય છે. આ સઘળા પરભાવ છે. આપણું અજ્ઞાન એવું છે કે કાર્ય દેખાય કારણ ન દેખાય. કર્મના Page #59 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન પ્રભાવે સુખદુ:ખ વેદાય પણ કારણ ન દેખાય. કાર્યને સર્વાંગી જાણવું તે જ્ઞાન. કેવળી ભગવંતને ત્રણે કાળ પૂરતું કા૨ણભાવ પ્રત્યક્ષ છે. સંસારીને વર્તમાનકાળ પૂરતું પણ કારણ-કાર્યભાવનું જ્ઞાન નથી હોતું. પ્રતિ સમયે આપણને ઇચ્છાઓ થાય છે તે જીવની અપૂર્ણતા છે. ઇચ્છાઓની પૂર્તિ અર્થે આપણે બુદ્ધિ અને મનને સતત રોકી રાખીએ છીએ. તે અજ્ઞાન છે, છતાં બુદ્ધિમાનને આપણે જ્ઞાની કહીએ છીએ. બાહ્ય પદાર્થોનું ધ્યાન રાખવું. વિચારવું, ઇચ્છવું, બુદ્ધિ ચલાવવી, આ સર્વે અજ્ઞાનસૂચક છે. તે સર્વે પ્રકારોને શમાવી દેવા તે જ્ઞાનનો અભિગમ છે. જો આપણને ઇચ્છા થયા કરે તો આપણે આપણી જાતને અજ્ઞાની માનવી. ઇચ્છાપૂર્તિ થાય ત્યારે અને ન થાય ત્યારે દીનતા માનવી તે મહાઅજ્ઞાન છે. ઇચ્છા એટલે બહારથી કંઈ મેળવવું છે, (તે સંકલ્પ) તે માટે કંઈ કરવું પડે તે વિકલ્પ. ઇચ્છા અને વિકલ્પનું શમી જવું તે નિર્વિકલ્પતા છે. જ્ઞાનીજનો જ્ઞાનસ્વરૂપ બતાવે છે. આપી દેતા નથી. પરંતુ આપણે જ્ઞાની સ્વયં બનવાનું છે. ત્રણે કાળને વિષે આ જ મોક્ષમાર્ગ છે. સંકલ્પ કરવો એટલે ઇચ્છા કરવી, ઇચ્છાપૂર્તિ માટે વિકલ્પ એટલે વિચા૨ ક૨વો. આવા સંકલ્પ-વિકલ્પના અંત માટે સંયમ નિયમનું, ચારિત્રાચાર, તપાચારનું પાલન કરવું માટે જ્યાં જ્ઞાન છે ત્યાં શોધવું. અજ્ઞાનમાંથી જ્ઞાન કેમ મળે ? તે માટે શાસ્ત્રાર્થ કરવાનો નથી. સ્વરૂપાર્થ કરવાનો છે. જ્ઞાની ભગવંતોએ રાગીને વીતરાગી થવા રાગ–વિરાગનું સ્વરૂપ સમજાવ્યું છે. શાસ્ત્રના પ્રણેતા થઈ રાગી વીતરાગ બને તે માટે વીતરાગ શાસન છે. સંસારમાં જીવ દેહભાવે સ્વાર્થી બને છે. વળી શાસ્ત્રો ભણે ત્યારે તેનો બોધ બીજા ૫૨ ઘટાવશે. અને પોતાને બાદ રાખશે. શાસ્ત્ર ભણીને જ્યારે અંતરલક્ષી બનીશું, સ્વના ગુણદોષ તારવીશું ત્યારે અંતરભાષ્ય શરૂ થશે. જ્ઞાનીઓએ ભાષાની રચના એને માટે કરી છે. જ્ઞાની જ્યાં જાય ત્યાં હાથમાં બેટરીની જેમ જ્ઞાન સાથે જાય છે. અજ્ઞાની જ્યાં જાય ૪૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.' ત્યાં મોહ-અજ્ઞાનભાવ લઈને જાય છે. તેથી જીવનો સંસાર ચાલુ રહે છે. અજ્ઞાન કાર્ય માયામય ન હોય તો અજ્ઞાન ટકે નહિ. જોકે માયા જ અજ્ઞાનીને અજ્ઞાનનું સ્વરૂપ સમજવા ન દે. અને સમજાય તો માયા ટકે નહિ. પાંચે દ્રવ્યમાં જીવ દ્રવ્ય, જાણે, જુએ, સમજે, વિચારે, કર્તા-ભોક્તા બને પુદ્ગલ જાણે જુએ નહિ. આ જ જીવ અને જડનું અંતર છે. જીવમાં અજ્ઞાન છે એટલે પૂર્ણ ન જાણે, વિપરીત જાણે. જ્ઞાન એટલે રાગ ન કરવો. પ્રેમ એટલે દ્વેષ ન કરવો. રાગ અજ્ઞાન છે તો Àષ મૂઢતા છે. પરપદાર્થ પર રાગ કરીએ અને તે ન મળે તો દ્વેષ થાય. પદાર્થનો નાશ થતાં તેના વિયોગે જીવ દુઃખી થાય. આ કેવું ઘોર અજ્ઞાન ? તેના પરિણામે ક્લેશ, ઉદ્વેગ, દ્વેષ, શોક, સંતાપ જેવા દુઃખો ભોગવે છે. ચિત્તની ચંચળતા દુઃખરૂપ છે. ચંચળ ચિત્ત સાંભળે શું? પામે શું? ગ્રહણ શું કરે? ચિત્તની સ્થિરતા આવે સમજ પેદા થાય. ચેતી શકે તે ચેતનાશક્તિ છે. આરંભ સમારંભનાં કાર્યોમાં ચિત્ત રોકાય ત્યારે શક્તિ વેડફાય છે. કાયાની પ્રવૃત્તિમાં મનની શક્તિ વેડફાય છે. દરેક સાધકે સ્વદોષદર્શન કરવું. થયેલા દોષોના વર્જન માટે ગુરુજનો પાસે પ્રાયશ્ચિત્ત લેવું. એટલે બાંધેલાં પાપો હળવા થાય અથવા દુઃખ દૂર થાય. જો કર્મ નિકાચિત ન હોય તો પ્રાયશ્ચિત્તથી ખપી જાય છે. અને જો કર્મ નિકાચિત બાંધ્યાં હોય તો ઉદય આવે સમતા રહે છે, ઉચ્ચદશામાં સ્વરૂપ વેદન છૂટતું નથી, તેથી સમજાય છે કે દેવ-ગુરુ-ધર્મ અને આત્મા કેવા બળવાન છે ? જેની સહાયથી પરમાત્મસ્વરૂપ પ્રગટે છે. નિકાચિત કર્મનો ઉદય ટાળી શકાતો નથી. પણ તે સ્વરૂપને આવરી લેવા સમર્થ નથી. જો જીવને પરમાત્મતત્ત્વ પ્રત્યે અત્યંત આદર હોય તો. તમને કોઈ ઉપસર્ગ થાય તો સમજવું પ્રાયે તમે પૂર્વે પાપપ્રવૃત્તિ કરેલી છે. ભોગ ભોગવવાની લાલસાથી આપણે પાપપ્રવૃત્તિ કરીને આત્મગુણનો ઘાત કરીએ છીએ. રાગાદિ ભાવો વડે સંસાર લીલોછમ રહે છે. તેમાં રસપૂર્તિ ન થાય તો બાગ સુકાવા માંડશે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સ્વરૂપસાધનાનાં સોપાન જીવના બે ભાવ છે શુદ્ધ અને અશુદ્ધ, શુદ્ધમાં ભેદ નથી. અશુદ્ધમાં શુભ અશુભ બે ભેદ છે. અશુભને ટાળવા શુભ ભાવ એ માધ્યમ છે. તે શુદ્ધ ભાવના દ્વાર સુધી લઈ જાય છે. શુભ ભાવ અશુભ એટલા માટે છે કે તે ઘાતકર્મના આવરણ સહિત હોય છે. • શુભ ભાવ માટે શુભ ભાવ લૌકિક ક્ષેત્રે હોય. ૯ શુદ્ધ ભાવ માટે શુભ ભાવ લોકોત્તર ક્ષેત્ર હોય. અશુભ વિચારને શુભ વિચારથી ટાળવો એ મનોગુપ્તિનો પ્રકાર છે. વળી શુભ વિચાર એ સમયકૃત્ત્વ પ્રાપ્ત કરવાનું સંધિસ્થાન છે. મંતવ્ય, નિરીક્ષણ, અભિપ્રાય, લક્ષ્ય, ચારેનો શુભ ભાવે સમ્યકતત્ત્વ સાથે સંબંધ છે. અને સંસાર ભાવે મિથ્યાત્વ સાથે સંબંધ છે. મંતવ્ય: ભગવાને કહ્યું તે માનવું. નિરીક્ષણ : જે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ જોવું. અભિપ્રાય : ભગવાને કહ્યું તે પ્રમાણે માનવું. લક્ષ્યઃ માત્ર મોક્ષ અભિલાષ. આ ભાવો સમયકૃત્વ સાથે સંબંધ ધરાવે છે. આ પ્રકારો વિપરીતરૂપે પરિણમે તો સ્વચ્છંદ આવે, એવા સંસારભાવે મિથ્યાત્વ ગાઢ થાય. જગત કતભોક્તા ભાવની દૃષ્ટિએ અનિત્ય, અસાર, અપૂર્ણ છે. ૯ ગત જ્ઞાતા દ્રષ્ય ભાવની અપેક્ષાએ નિત્ય, સારરૂપ, પૂર્ણ છે. વાસ્તવિકપણે આત્માના ઉપયોગમાં જગત દશ્ય છે. પુદ્ગલ દ્રવ્યની દૃષ્ટિએ જગતમાત્ર વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ યુક્તિ છે. કર્તાભોક્તાભાવની દૃષ્ટિએ જગત કર્તાભોક્તા ભાવે જણાય છે. પુદ્ગલનું એક પરમાણુ અવિભાજ્ય અંશ છે. તેમાં તેનું અખંડપણું અપેક્ષાએ છે. પરંતુ ત્રણે કાળ પરમાણુને અખંડપણે જાણી શકાય તે સર્વજ્ઞદષ્ટિ છે. દ્રવ્ય જાત્યાંતર થતું નથી તે તેનું અખંડપણું છે. આત્મા પોતાના ગુણોને એકસાથે એકસમયે ભોગવી ન શકે તે ખંડિતપણું છે. સત્તાગત ગુણોમાં હાનિવૃદ્ધિ ન થાય તે અખંડદશા છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.’ ૪૫ દયાદાનાદિની પ્રવૃત્તિ ચાલુ રાખીએ તો દુરાચાર કે દુર્જનતા નહિ આવે. અન્યનું અલ્પાંશે પણ બૂરું ઇચ્છવું તે દુર્જનતા છે. અને દુર્જનતા હશે ત્યાં સુધી ધર્મમાં નિત્યભાવ નહિ આવે. આત્મા અને દેહ બંને એકબીજા સાથે એકમેક થઈ ગયા જણાય છે. અભેદ જેવા જણાય છે પણ તે અભેદ નથી. જ્યાં શરૂઆત અને અંત હોય, દેહનો સંયોગ અને વિયોગ હોય તેને ભેદ કહેવાય. આ ભેદનો જ ભેદ કરી આત્મસ્વરૂપ સાથે અભેદ થવાનું છે. જીવને દેહરૂપે એટલે આ સ્ત્રી, આ પુરુષ, આ મિત્ર, આ શત્રુ, આ મનુષ્ય આ પશુ. તેવી ભેદદષ્ટિથી ન જોતાં આત્મદષ્ટિએ જોવું. જેથી સમભાવ કેળવાય. સંઘર્ષો ટળે, એવા ભેદથી સંસારમાં રાગાદિભાવ ઉત્પન્ન થાય છે. રાગાદિથી આર્ત અને રૌદ્રધ્યાન થાય છે. વૈરાગ્યથી ધર્મધ્યાન થાય છે. જગતના પદાર્થો પરથી રાગ ઘટે વિરાગ આવે. ધર્મધ્યાન એટલે શુદ્ધ આલંબનમાં એકાગ્રતા. શુભ ભાવ એ એકાગ્રતા નથી પણ શુભ ભાવનું સાતત્ય હોય છે. ધ્યાનમાં મનાદિ યોગની સ્થિરતા હોય છે, તે ધ્યાન શુક્લ ધ્યાન છે. આર્તરોદ્ર ધ્યાનમાં ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ અને ભિન્ન ભિન્ન પદાર્થમાં સામાન્ય ઉપયોગ હોય છે. જેમાં મુખ્યત્વે સાંસારિક પ્રવૃત્તિ હોય છે. તેમાં કોઈ એક ધ્યેય હોતું નથી. ધ્યેય હોય તો પણ તે સાંસારિક છે, જે ધ્યેય બદલાયા કરે છે. દેહભાવે સંસારમાં ચારે ગતિમાં પરિભ્રમણ-પરિવર્તન ચાલુ રહે છે. સાચું પરિવર્તન મિથ્યાત્વમાંથી સમ્યકત્વ પ્રાપ્ત કરવું તેમાં છે, અજ્ઞાનનું જ્ઞાનમાં છે. અંતે મોક્ષ છે. અજ્ઞાનનું જ્ઞાનરૂપે પરિવર્તન ધર્મથી થાય છે. સ્વ-અસ્તિત્વનું અહમ બીજાના અસ્તિત્વને સ્વીકારી શકતું નથી તેથી તે બંધનરૂપ બને છે. વળી બીજાના અસ્તિત્વને મિટાવી દેવા માગીએ છીએ તેથી ઘર્ષણ પેદા થાય છે. તે દુઃખદાયી છે માટે અહંનો ત્યાગ કરવો. છધસ્થ જીવોમાં જાતિ એકતા છે, માટે સેવા, દયા, પ્રેમ, ઉદારતા, ક્ષમા, દાન, પરોપકાર જેવા ભાવ રાખવા. કર્મના ઉદયની ભેદરૂપતા ન Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સ્વરૂપસાધનાનાં સોપાન સ્વીકારતાં વિવેકથી વર્તન કરવું. બોલવામાં સિદ્ધ સ્વરૂપ સ્વીકારીએ છીએ, તેમ સર્વે કર્મરહિત થાય, તેવી ભાવના કરવી. પુદ્ગલ દ્રવ્ય નિમિત્તથી કદી પણ પર બની શકતું નથી. તે તેનું દ્વતપણું છે. અનિત્યપણું, એકદેશિયતા અને અપૂર્ણતા છે. જ્યારે જીવ નિમિત્તથી પર થઈ શકે છે. પુદ્ગલમાં કર્તાભોક્તા ભાવ કરીને પરબુદ્ધિ કરે છે. પુદ્ગલ દ્રવ્યો પણ ઉપકારી થઈ શકે છે. પુદ્ગલ દ્રવ્યમાં ગુણરૂપે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ દરેક પરમાણુમાં હોય છે. જ્યારે શબ્દનો બાહ્ય સ્કંધ બદલાવાથી થાય છે. સૂક્ષ્મ સ્કંધમાં પરમાણુમાં શબ્દ ન હોય. વર્ણ, ગંધનું કામ ન કરે. વર્ણ ફરે રસ આદિ ફરે. પ્રભા, છાયા. આપ ઉદ્યોગ, અંધકાર, પ્રકાશ. આ બાદર સ્કંધો છે. સૂક્ષ્મ સ્કંધ – પરમાણુમાં આ ગુણો ન હોય. તે વર્ણના ભેદો છે. પુદ્ગલ દ્રવ્યના એક એક ગુણની શક્તિ અનંત છે. તેથી તેની પર્યાયોમાં, એકતા સંભવ બને છે. પુદ્ગલ દ્રવ્યના ગુણોમાં જે અનંત ભેદો છે, તેથી તેનું રૂપીત્વ, વિનાશીપણું તેની પર્યાયોમાં સાંદિરાંત ભાવો ચાલુ રહે છે. જ્યારે આત્માના દર્શન ગુણ જ્ઞાનમાં સમાય. ચારિત્ર-તપ સ્વયં ઉપયોગરૂપ છે. એટલે દરેક ગુણો શુદ્ધ ઉપયોગમાં એકતા પામે છે. પુગલદ્રવ્યનાં લક્ષણો એકતા પામતાં નથી. વર્ણાદિ અનેકરૂપે રહેવાથી જગતના પદાર્થોની રચનાની વ્યવસ્થા જળવાઈ રહે છે. દરેક ઇન્દ્રિય પોતાને યોગ્ય વિષયનું જ કાર્ય કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો એક બની અન્ય વિષયનું કાર્ય કરી શકતા નથી. પુગલ દ્રવ્યના આપણે જ્ઞાનાધાર છીએ પણ સુખાધાર નથી. જો આપણે જ્ઞાનાધારને બદલે સુખાધાર માનીએ તો આપણું જ્ઞાન છે તે અજ્ઞાન બને. અને પુદ્ગલ સાથે સુખાધાર સંબંધ જ આપણો બદ્ધ સંબંધ બને છે, કર્મબંધ બને છે. પુદ્ગલ - દેહમાં અલ્પ પણ સુખબુદ્ધિનો ભાવે રહે તો સર્વથા મોહનો નાશ ન થાય. કારણ કે તેમાં કષાયભાવ હોય. સમસ્ત વિશ્વ ઉપર આપણી જ્ઞાત સત્તા છે, તે ભૂલીને આપણે કર્તાભોક્તાભાવ કરીએ છીએ. તે દ્વારા આપણે કર્મબંધ કરીએ છીએ, Page #64 -------------------------------------------------------------------------- ________________ પરભાવોની ઉત્પત્તિનું કારણ “હું દેહ છું.” ૪૭ અને કર્મના ઉદયકાળે તેનાં ફળ ભોગવીએ છીએ. કર્મબંધ વખતે શુભાશુભ ભાવ આત્માના છે, અજ્ઞાનવશ જીવ કર્મથી બંધાય છે. જોકે તેમાં નિમિત્તકારણ અને ઉપાદન કારણ આત્મા જ છે. તેમ જીવ પોતાના અશુદ્ધ ભાવો વડે કાશ્મણ વર્ગણામાંથી કાર્મણ, તેજસ વર્ગણામાંથી તેજસ, ઓદારિક વર્ગણામાંથી ઓદારિક વૈક્રિયવર્ગણામાંથી વૈક્રિય, આહારકવર્ગણામાંથી આહારક શરીર બનાવે છે. કોઈ અન્ય વસ્તુ તેને શરીર બનાવી આપતી નથી. તે પ્રમાણે ભાષા, મન, શ્વાસોચ્છુવાસ આદિ વર્ગણાઓ માટે સમજવું. દેહવાસનાથી આત્મા આમ વિજાતીયમાં ઘેરાઈ જાય છે. પરમાત્મસ્વરૂપ થવાને બદલે દેહસ્વરૂપ થાય છે. પુગલ દ્રવ્યના બદ્ધ સંબંધે નિમિત્તથી સંસારી જીવ અનિત્ય પર્યાયવાળો છે. ઘાતકર્મના આવરણના કારણે ઉપયોગ અનિત્ય છે. જીવનો નિત્ય પર્યાય નિરપેક્ષ છે. પુદ્ગલના સંબંધ વગર આત્મા દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત બને છે. જ્ઞાન વડે જાણે છે. આત્માના સ્વરૂપની પ્રાપ્તિ માટે દેહને ઉત્તમ સાધન બનાવો, જો તેનો ઉપયોગ દેહભાવે થયો તો તે ઉપભોગ બનશે. જે દુઃખનું કારણ છે. ઉપભોગની અપેક્ષાએ બીજાં ઘણાં સાધનો જોઈએ છે. તે દુઃખી છે. જેને દેહ ઉપભોગ માટે સાધનો જોઈતાં નથી તે સુખી છે. સુખરુચિ દુઃખનું કારણ બને છે. સર્વદોષરહિત થવા અને સર્વગુણ સંપન્ન થવા દાનાદિ સાધન છે. સાધનમાં અટકવું નહિ. ક્રિયાઓની પરંપરા ચાલુ રહે તે ધર્મ નથી પરંતુ ક્રિયાનું પરિણામ ભાવ છે, ભાવનું ફળ જ્ઞાન છે, અને જ્ઞાનનું ફળ વિરતિ છે, જે પરભાવથી મુક્ત કરે છે. ૯ અનિત્યને જાણવાનો છે, નિત્યના લક્ષ્ય માટે. ૯ અને જાણવાનું છે, સના લક્ષ્ય માટે. અનિત્ય એટલે અસતુ-અસત્ એટલે માયા, જેનું ત્રિકાળપણું નથી. છતાં તે માયા વડે જીવ અનાદિકાળથી લપટાયો છે. ભૂતકાળ ઘૂંટ્યા જ કરે, વર્તમાનમાં તેને સંભાર્યા કરે તે મોહ. પરિગ્રહની સંગ્રહની અંતરમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ સ્વરૂપસાધનાનાં સોપાન અને બહારમાં આસક્તિ તે રાગ. બહારથી ભોગસામગ્રીનો ત્યાગ, સાંસારિક સંબંધોનો ત્યાગ, અંતરમાં નિર્મમત્વ. અનાસક્તિ, તે વિરાગ છે. સમ્યગુદૃષ્ટિ થવાથી મોહ અને મોહજનિત અવસ્થાઓનો અજ્ઞાનનો નાશ થાય છે, ચારિત્રાચાર વડે આવરણ દૂર કરવાનું શક્ય થાય છે. શરીરને કશાની ઊણપ નથી જે કંઈ તોફાન છે તે મનનું છે પરભાવમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની મુખ્યતા થઈ જાય છે. આર્તધ્યાનથી ક્લેશ ઉદ્વેગ થાય છે. ઈષ્ટના વિયોગ અને અનિષ્ટના સંયોગમાં જીવ આર્તધ્યાન કરી, તિર્યંચગતિમાં જાય છે. રૌદ્રધ્યાની અન્યનો ઘાત કરી, અસત્ય બોલીને, અન્યનું ચોરી લઈને, પરિગ્રહની અતિમૂછ કરીને, પાછો આનંદ માને છે. અને અધોગતિ પામે છે. આર્ત-રૌદ્ર ધ્યાનથી સ્વરૂપનો અનાદર થાય છે તે મહા અપરાધ છે. માટે જાગૃતિપૂર્વક જીવો તો અમરતત્ત્વ પામશો. જ્યાં દેહ જ પર છે ત્યાં વસ્તુમાં ઈષ્ટ અને અનિષ્ટપણું શું ? વાસ્તવિક અપરિગ્રહી દેહની મૂર્છાથી થવું જોઈએ. આત્માને ભોગ સામગ્રી સાથે સંબંધ મમત્વનો છે. દેહ સાચવીને તપ-જપ આદિ કરીએ તો તે અજ્ઞાન અને મોહપૂર્વક છે, તેનાથી નિર્જરા ન થાય. દેહનું હોવું તે આત્મા પર ઘાતકર્મની મોપ્રકૃતિનું આવરણ છે. દેહનું મમત્વ છૂટે ઇન્દ્રિયો અને મન અંતર્મુખ થાય છે. આપણે આપણું અને અન્યનું મૂલ્યાંકન દેહ અને પૌદ્ગલિક પદાર્થો વડે કરીએ છીએ, જે અજ્ઞાન છે, મિથ્યાભાવ છે. તે જીવને બંધનકર્તા છે. ચક્રવર્તી અને ભિખારીને ભાવ કરવા માટે મન તો સરખું જ મળ્યું છે. જ્યારે ભોગ સામગ્રીમાં ફેર છે. એકને પુણ્યથી ઉત્તમ સામગ્રી મળી છે. બીજાને પાપથી સામગ્રીનો અભાવ છે. ચક્રવર્તીની ઉત્તમ સામગ્રી છતાં દેવ-ઇન્દ્રની સામગ્રી આગળ કંઈ વિસાત નથી. છતાં એ બધું જ કર્મનું ફળ છે. આત્માનો વિચાર કરવા માટે માનવદેહમાં વિચારશક્તિ મળી છે. આરંભ સમારંભ કરી, માલમિલકત વધારી તેની મૂછ વડે અધમગતિ Page #66 -------------------------------------------------------------------------- ________________ પરભાવોની ઉત્પત્તિનું કારણ : ‘હું દેહ છું.’ પામવા માનવદેહ મળ્યો નથી. જે માનવ માલમિલકત ગણ્યા કરે છે તેને લોભપ્રકૃતિ બંધાય છે. જીવ જેટલે અંશે નિરારંભી નિષ્પરિગ્રહી બને તેટલે અંશે નિષ્કષાય ભાવનું સેવન થાય તે ભલે જૈન કે જૈનેતર હોય. તે સમ્યક્ત્વની ભૂમિકામાં આવે છે. સ્વયંભૂરમણ સમુદ્રનાં માછલાં સમ્યક્ત્વ ધરાવે છે, અને જૈનેતરને સમ્યક્ત્વ ના હોય ! જે તત્ત્વના યથાર્થ નિર્ણયમાં આવે, શુદ્ધાત્માને ધ્યાવે તે સમ્યક્ત્વ પામી મુક્તિ પામે ! ૦ થાય તે કર્મ પુદ્ગલની સ્વાભાવિક ક્રિયા. ૦ કચય તે કર્મ: જીવની ઇરાદાપૂર્વકની ક્રિયા. ૪૯ ધર્મ અને મોક્ષ એકાંતે આત્મા માટે છે. અર્થ અને કામ એકાંતે દૈહિક છે. માટે વિષયથી – પ્રવૃત્તિથી મુક્ત થવું, તો કષાય ઘટે, અર્થકામની પ્રવૃત્તિથી દેહભાવ વિષયભાવ થયા વગર રહે નહિ. અને તેથી જીવ કર્મથી બંધાયેલો રહેશે. દુઃખ પામશે. અતિ ક્રોધ કરવાથી જ્ઞાનગુણ વિસ્તૃત થાય છે. નવી ચિંતનશક્તિ થાય નહિ. ચિંતન-મનન સ્વસ્થ ચિત્તથી થઈ શકે. ક્રોધથી થયેલી ગરમ આકુળ અવસ્થામાં શાંતિ નષ્ટ થઈ જાય છે. અવિવેક થતાં જ્ઞાનશક્તિ ૫૨ આવરણ આવે છે. ત્યારે જીવ સ્વરૂપનો કે ૫૨ પદાર્થોનો યથાર્થ વિચારી કરી શકતો નથી. એથી અભાન અવસ્થામાં દોષો વધતા જાય છે. વળી ક્રોધ કરનાર સામે આપણે ક્રોધ નથી કરતા પણ સમભાવે સહન કરીએ, તો આપણી વિવેકશક્તિ વધે છે. સામા માણસને નીચો ગણવો તે આપણી સત્તા કે શક્તિ નથી. તેને ક્રોધ થવો તે તેની સત્તા છે. આપણે સામે ક્રોધ ન કરવો તે આપણી સત્તા-શક્તિ છે. આપણે ક્રોધ ન કરવો. દોષ ન સેવવા તે આપણો સિદ્ધાંત છે. વળી આપણી શાંત સ્વસ્થ અવસ્થા જોઈ અન્ય શાંતિ મેળવી શકશે. તીર્થંકર પરમાત્માએ સાધક અવસ્થા, દીક્ષાકાળમાં સર્વ દોષો ટાળવાનો પુરુષાર્થ કર્યો હતો, ગમે તે સંયોગોમાં દોષોનું સેવન ન થાય. ભગવાન મહાવી૨ ચંડકૌશિક સર્પ સામે, તેના વિષદષ્ટિ ભરેલા ફૂંફાડા સામે લેશ માત્ર પણ રોષ ન કરતા, કરુણા જ વ૨સાવી, તેમની શાંત Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સ્વરૂપસાધનાનાં સોપાન અવસ્થાથી સર્પ બોધ પામે છે. સંગમથી થયેલા ઉપસર્ગ સમયે પણ લેશ માત્ર રોષ ન કર્યો. તે અભવિ રાંક જીવ દુઃખ પામશે તેમ જાણી આંખમાં આંસુ આવ્યાં. ૯ પુદ્ગલનું દૃશ્ય જગત શું છે ? પુગલના બનેલા સાધનોમાં સુખબુદ્ધિ કરવી તેમાં ભયંકર પાપનો બંધ છે. વળી પાપ અને અશાતાના ઉદયમાં અન્યને દોષરૂપ માનવા તે નાસ્તિકતા અથવા મિથ્યાત્વ છે. જે ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા કરે તે વર્તમાનને ગુમાવે છે, તે મિથ્યાત્વ છે. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની દેહભાવે વિચારણા કરવી તે નાસ્તિકતા છે. સ્વદ્રવ્યાદિ વિચારણા આસ્તિક્ય છે. સંસારી જીવને ક્ષયોપશમભાવ – ઔદયિક ભાવનું વદન દેશ (અલ્પ) - ભેદે છે. કેવળી ભગવંત અને સિદ્ધ ભગવંતને આત્માનું વેદન સર્વભેદે ક્ષાયિક ભાવે અભેદ અવસ્થાએ છે. કર્મજાનત સર્વ ભાવો દેશ ભેદે હોય. અને કર્મરહિત સર્વ ભાવો ભેદરહિત અભેદ હોય. પુગલના નિમિત્તથી જીવમાં ત્રણ ગુણો હોય છે. તમસ, રજસ, સત્વ, ક્રોધાદિ ભાવ, ભોગવિલાસ, વિકાર, રૌદ્રધ્યાન એ તમસ ભાવ છે. રાજસ ભાવને દબાવે તે તમસ, સુધારે તે સાત્ત્વિક ભાવ કહેવાય. સાત્ત્વિક ભાવ જો નિષ્કામભાવે હોય તો તે શુદ્ધ સાત્ત્વિક ભાવ કહેવાય. તમસ-રાજસ ભાવ એકાંતે સકામ - મિથ્યાભાવ છે. નિષ્કામ - નિર્દોષભાવ રાખવો. જીવો સાથે નિર્લેપભાવ કેળવવો. પુદ્ગલ દ્વૈત (ભેદ) તત્ત્વ છે. તેમાં નિરંતર ઉત્પાદ-વ્યય થયા કરે . છે. અન્ય પદાર્થો સાથે સંયોગ-વિયોગ, સ્થળાંતર, રૂપાંતર થવું તે પુદ્ગલની અનિત્યતા છે. જીવને દેહ છે ત્યાં સુધી અન્ય દ્રવ્યના ટેકાની જરૂર પડે છે. છતાં એવો ટેકો ન મળે તો સાધક મરવા ન પડે. તેવી અસંગતા કેળવવી. જે બદલાઈ જાય કે જેને બદલવું પડે તે અસત્ છે. પુગલ દ્રવ્ય સંયોગથી ઉત્પન્ન થાય છે, આત્મા સ્વયંભૂ છે. અસંગ છે. જેમાં સ્થાનાંતર કે રૂપાંતર નથી. વાસ્તવમાં જીવને સંયોગ-વિયોગરૂપ Page #68 -------------------------------------------------------------------------- ________________ પરભાવોની ઉત્પત્તિનું કારણઃ “હું દેહ છું.” ૫૧ પરિભ્રમણ એ દુઃખરૂપ છે, વળી રૂપાંતરણ, ઉત્પાદ-વ્યય તે પણ દુઃખરૂપ છે. કારણ કે જીવને દેહ સાથે ક્ષીરનીર સંબંધ છે, એટલે તે નિમિત્તે પરક્ષેત્રરૂપ ઉત્પાદ-વ્યય, સંયોગ-વિયોગ, સ્થાનાંતર થયા કરે છે. માટે પૌગલિક પદાર્થની કામના, વાસના, આસક્તિ ત્યજી નિષ્કામભાવ કેળવવો. અસંગતા ટકાવવી તો દુઃખ ટળે. સંયોગ છે ત્યાં વિયોગ નિશ્ચિત છે, ઉત્પાદ સાથે વ્યય નિશ્ચિત છે માટે આત્મનિરીક્ષણ કરવું કે આત્મા કેટલો નિર્લેપ રહે છે. નિર્લેપતા વગર જીવ નિઃસંગ બનતો નથી. ભોગભાવથી કર્મનું સર્જન થાય છે. પગલાશ્રિત ભાવોથી જીવનું સ્વરૂપ આવરાય છે. છતાં જીવના સ્વરૂપનો અભાવ થતો નથી. પુગલ દ્રવ્યને આવરણ થતું નથી. તેના પરમાણુ સ્કંધનો ભેદ – સંઘાત (છૂટા પડવું જોડાવું) થાય છે. સંયોગ-વિયોગ, થાય છે. જો પુદ્ગલને આવરણ થાય તો મૌલિકતામાં પરિવર્તન થાય. પણ પુદ્ગલના સ્પર્શાદિ ભાવો તો ઊભા રહે છે. જ્યારે આત્મા આવરણને કારણે અરૂપીમાંથી રૂપી બને છે. મનુષ્ય, તિર્યંચાદિપણું પામે છે. દેહ અને જીવનો સંબંધ ભિન્નભિન્ન છે, તે પારમાર્થિક નથી. આત્માને માટે સ્પર્શાદિ પરપર્યાય છે. દર્શનજ્ઞાન સ્વપર્યાય છે. પુદ્ગલના સંગ માત્રથી જીવ રખડતો નથી. કેવળી ભગવંતો દેહધારી હોય છે પણ મોહભાવ ન હોવાથી મુક્ત થઈ જાય છે. સંસારી જીવ પુદ્ગલના નિમિત્તે સ્વયં મોહરૂપે પરિણમી સંસારમાં રખડે છે. મલ: અનંતાનુબંધીના કષાયોના મલદોષને ટાળવા નિષ્કામ કર્મયોગ છે. વિક્ષેપ: મનની ચંચળતા, તે ટાળવા માટે ઉત્તમ તત્ત્વની ઉપાસના કરવાની છે. અજ્ઞાન: વિપરીત જ્ઞાનને ટાળવા અને સ્વરૂપ ધર્મને પામવા માટે જ્ઞાનયોગ છે. કર્મ યોગમાં લેવાની, વૈયાવચ્ચની પ્રધાનતા છે, ઉપાસનામાં પરમાત્વ તત્ત્વની પ્રધાનતા છે, જ્ઞાનમાર્ગમાં સ્વરૂપનું લક્ષ્ય મુખ્ય છે. - Page #69 -------------------------------------------------------------------------- ________________ પર સ્વરૂપસાધનાનાં સોપાન પુર્દૂગલાસ્તિકાય દ્રવ્ય મુખ્યત્વે આઠ વર્ગણામાં વહેંચાય છે. ૧. ઔદારિક શરી૨, ૨. વૈક્રિય શરી૨, ૩. આહારક શ૨ી૨, ૪, તેજસ શરીર, ૫. કાર્યણ શરીર, ૬. ભાષા વર્ગણા, ૭. શ્વાસોચ્છ્વાસ વર્ગણા, ૮. મનો વર્ગણા. કાર્પણ વર્ગણા કર્મની આઠ પ્રકૃતિમાં વહેંચાય છે. જીવના બે ભાવ છે : શુદ્ધ અને અશુદ્ધ. પુદ્ગલને શુદ્ધ કે અશુદ્ઘનો કોઈ ફરક પડતો નથી. જીવના વિભાવથી પુદ્ગલ દ્રવ્ય આત્મ પ્રદેશો સાથે સ્પર્શ, ૨સ, ગંધ, વર્ણ અને શબ્દરૂપે ચોંટે છે. તેમાં પુદ્ગલને કંઈ અહિત નથી. તેનાથી જીવનું અહિત છે, કારણ કે જીવનું વેદન સત્-ચિત્ત-આનંદ છે, તે પુદ્ગલના સંયોગે વેદી શકતો નથી. તે જીવનું બંધન છે. બંધરહિત થવું તે ધર્મનું પ્રયોજન છે. સત્-ચિત્-આનંદ સ્વરૂપ સ્વયં સ્વ-ભાવમાં રહેલ છે, પરંતુ જીવ તેને પુદ્ગલના બનેલા ભોગ્ય પદાર્થોમાં શોધે છે, આ પરભાવ વિપર્યાસ બુદ્ધિ છે, અજ્ઞાન છે, મૂઢતા છે. જેમ અરીસામાં આપણા શરીરનું પ્રતિબિંબ જોઈને આપણને આભાસ પેદા થાય છે. તેમ સ્વરૂપનું પ્રતિબિંબ પુગલમાં પાડીને દેહાત્મબુદ્ધિ થાય છે. ખરેખર તો આત્માના વર્તમાન ઉપયોગ વડે સચિત્-આનંદને જોવાનો છે. ૫૨ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે મોહરૂપ છે તેથી વિરામ પામવાનું છે. આપણા ભાવો પ્રમાણે પુદ્ગલ દ્રવ્યના બનેલા સ્કંધો દેહની સેવામાં હાજર રહે છે. ૫૨ દ્રવ્યના નિમિત્તથી મળેલા સુખદુઃખથી વિરક્ત થાય તો આત્મ સુખ પ્રાપ્ત થાય. દુઃખથી મુક્ત થવાનો ઇલાજ ૫૨ દ્રવ્ય નૈમિત્તિક સુખનો ત્યાગ કરવામાં છે. નૈમિત્તિક એટલે નિમિત્તથી થતું કાર્ય, પરિણામ. ૦ ૫૨ દ્રવ્ય નૈમિત્તિક સુખ જે દુઃખનું મૂળ છે. ૦ ૫૨ દ્રવ્યના સંબંધનો તદ્દન અભાવ તે આત્માનું સ્વાભાવિક સુખ છે. દુઃખમાં સત્યતા, સુંદરતા, નિત્યતા; પ્રસન્નતાની બુદ્ધિ થતી નથી કારણ કે જીવને દુઃખ ગમતું નથી. જ્યારે સત્ય સુખમાં સુંદરતા, નિત્યતા પ્રસન્નતાનો અનુભવ થાય છે. આત્માના પોતાના ગુણો છે જે મૌલિક Page #70 -------------------------------------------------------------------------- ________________ પરભાવોની ઉત્પત્તિનું કારણ હું દેહ છું.” પ૩ છે તે સુંદરતા આદિને આપણે પર દ્રવ્યમાં જોઈને તેમાં જ વિશ્વાસ ધરાવીએ છીએ, તેમાં ભૂલા પડી ભ્રમિત થઈએ છીએ તેથી પરિણામે . દુ:ખ પામીએ છીએ. ગ્રહણ ગુણ પુદ્ગલનો છે. અજ્ઞાનવશ જીવ પુદ્ગલના સંબંધોને ગ્રહણ કરે છે. તે વિભાવદશા છે. ત્યાગભાવ એ ગ્રહણ સાપેક્ષ છે. કર્મ અધ્યસ્થ છે, આત્મા અધિષ્ઠાન છે. કર્મ ઉદયમાં આવે છે તે વખતે કર્મબંધ સમયે જે ભાવ કર્યા હોય તેની પ્રકૃતિ અને રસના ભાવને જીવ વેદે છે. પ્રદેશ અને પ્રકૃતિ એ રસ અને સ્થિતિનો આધાર છે. સ્થિતિ એ સત્તા છે. પ્રકૃતિ અને રસ ઉદયમાં આવે સ્થિતિનું કાર્ય પૂરું થાય છે. એમ કર્મસત્તા સંસારી જીવને નિરંતર હોય છે. કર્મની એ શક્તિ નવા કર્મને બાંધે છે. કર્મની કોઈ સ્વતંત્ર શક્તિ નથી. અધ્યાત્મમાં આત્મશક્તિ પ્રધાન હોય છે. ત્યારે કર્મસત્તા ચાલતી નથી. માટે જીવે વર્તમાન દશામાં જાગ્રત રહેવાનું છે. કથંચિત મોક્ષના લક્ષ્ય વિના ધર્મ કરે તો શુભભાવ વડે અધોગતિથી કે તિર્યંચગતિથી બચે છે. દેવ-મનુષ્ય ગતિ પામી વળી ધર્મનો યોગ પ્રાપ્ત કરી શકે. દેહ મળે વાસના રહે, પણ દેહનું સુખ છોડી શકાય છે. પરંતુ દુઃખથી છૂટવું કઠણ છે. દેહના દુઃખથી છૂટવા દેહભાન ભૂલવું જોઈએ. અવિરતિ અને કષાયભાવો જેને વર્તે છે તે મિથ્યાભાવવાળો છે. કષાય એ વિષયનો રસ છે. જેટલા આરંભ, સમારંભ, ભોગ ઓછા એટલા કષાયભાવ - પરભાવ ઓછા થશે. શરીર એ પુદ્ગલ દ્રવ્ય છે. તેના દ્વૈતભાવો ભેદ) સારાનરસાપણે વર્તે છે. જે દેહનો ઉભય ધર્મ છે, જ્યારે આત્માનો ધર્મ માત્ર તે સમયે આનંદમાં રહેવું તે છે. સર્વ પદાર્થોના સંયોગોમાં દૃષ્ટિ સમ રહેવી જોઈએ. વિષમતા ટળવી જોઈએ. શાતા અશાતા ઉભય કર્મ વેદનીયના છે. જ્ઞાની તેનાથી પર આ આનંદમાં વર્તે છે. શરીર એ આત્મા નથી તે પારમાર્થિક સત્ય છે. અને શરીર એ આત્મા છે તે અપેક્ષાએ વ્યાવહારિક સત્ય છે વ્યાવહારિક સત્ય માનશો તો અહિંસા, દયા, કરુણા આદિ Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન વ્યવહારધર્મોનું પાલન થશે. શરીર એ આત્મા નથી, કેવળ એમ જ માનશો તો હિંસા, ક્રૂરતા, નિર્દયતા આવશે, અર્થાત્ દેહધારી આત્માયુક્ત સજીવ છે, તેમ માનવું. હું આત્મા છું. આનંદસ્વરૂપ છું. માટે મારાથી દુઃખી થવાય નહિ તેમ અન્ય જીવોને દુઃખી કરાય નહિ. આ છે જીવમાત્ર પ્રત્યેનું પ્રેમ સ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, પરભાવ ત્યજવા માટેની આ ચાવી છે. મતિજ્ઞાનનો ઉપયોગ આત્માના પ્રદેશોમાંથી ઉત્પન્ન થાય છે એથી સમજાય છે કે મતિજ્ઞાનના ધારક સમસ્ત દેહધારી જીવ હોય. કેવળજ્ઞાની દેહરહિત સિદ્ધ અને દેહસહિત અરિહંત ભગવંત છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જોડિયા બંધુ છે, પરંતુ એકેન્દ્રિય જીવને તે ઉભય જ્ઞાન વિકસિત ન હોય. છતાં શબ્દ – અવાજના તરંગો એકેન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિય દ્વારા અસર કરે છે. જોકે અવાજનો સ્પષ્ટ સંબંધ કર્મેન્દ્રિય સાથે છે. રોગ એ દેહજનિત છે. તે ઔષધની જેમ મંત્ર, ધ્યાન, સંગીત જેવા નિમિત્તોથી મટી શકે છે. વાસ્તવમાં એકાગ્ર થવા માટે પણ સંગીત કે ચિત્રકળા જેવાં સાધનો ઉપયોગી થાય છે. તેવા પ્રકારોમાં એકાગ્ર થવાય ત્યારે કર્ણેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિય દ્વારા મતિજ્ઞાનનો ઉપયોગ ચાલુ હોય છે. પાપનો બંધ જીવ પોતાની જ અજ્ઞાનદશાથી કરે છે. અનંતાનુબંધી, કષાયના ઉદયમાં પાપનો અને પુણ્યનો ઉદય અનંતાનુબંધી કષાયનો બંધ પડાવે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય ત્યારે પણ ઉભય બંધ મિથ્યાત્વ મોહનીયના થાય. મિથ્યાત્વ મોહનીય પાપને વિકસાવે અને પુણ્યને ગળી જાય. જે જે કર્મના બંધ થાય તે સત્તામાં જાય. અને કર્મવિપાક થતા તે સત્તામાં પડેલા કર્મો ઉદયમાં આવે. સાધકની સાધના સમ્યગુશ્રદ્ધા સહિત છે, તો સકામ નિર્જરા થાય જેથી પુનઃ તેવા કર્મબંધનું નિર્માણ ન થાય. માટે સાધકે શુદ્ધનું લક્ષ્ય કરવું. કેવળી ભગવંતનો ઉપયોગ શુદ્ધ છે. પરંતુ અઘાતી કર્મના યોગે આત્મ પ્રદેશો આવરિત છે. સિદ્ધ પરમાત્માનો ઉપયોગ શુદ્ધ અને આત્મપ્રદેશો પણ શુદ્ધ છે. અરિહંતને ઉપયોગ મુક્તિ છે, સિદ્ધ દશા થતાં પ્રદેશમુક્તિ થાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પરભાવોની ઉત્પત્તિનું કારણ બહું દેહ છું.” પપ દોષનું કાર્ય શું ? દોષિતને દોષ પીડા આપે, તેના સંબંધમાં આવનારને પણ દુઃખી કરે. ગુણનું કાર્ય શું ? ગુણીને ગુણ સુખ આપે અને તેના સંબંધમાં આવનારને પણ સુખી થાય. દોષની સામે ગુણો છે, તેથી અપેક્ષાએ તે પરાશ્રયી છે. જ્ઞાનાદિ ગુણો આત્માના છે જે સ્વાશ્રયી છે. જેથી આત્મા સહજાનંદ સ્વરૂપનો અનુભવ કરે છે. ' સંસારમાં સચિત પદાર્થોને, પુદ્ગલોને કેવી રીતે જોવા ? મારે તેમની સાથે કંઈ અભેદ સંબંધ નથી. હું તેમના વડે નથી, તેઓ મારા વડે નથી. તે સૌ અસાર છે. તો પુદ્ગલ નિમિત્તે થતા રાગાદિ અટકી શકે. અસાર એટલે હોય પણ મટી જાય. સારભૂત એટલે ત્રિકાળ અબાધિત હોય. અનાદિકાળથી જીવ દેહભાવે ઇન્દ્રિયોની મદદથી ઇન્દ્રિયોના ભોગ-સુખ માટે પરપદાર્થોને જાણતો આવ્યો છે. પરંતુ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવા માટે કંઈ શ્રમ કરતો નથી. ૦ સચ્ચિદાનંદમાં વિકારનું એક પાસુ દુખ, બીજું પાસુ સુખ, © પ્રેમમાં વિકારનું એક પાસુ રાગ, બીજું પાસ દ્વેષ. જ્ઞાનમાં વિકારનું એક પાસુ અજ્ઞાન બીજું પાસુ મોહ. આ સર્વ વિકારો સ્વસ્વરૂપને છુપાવવાનું કામ કરે છે. તેથી દેહ દ્વારા સુખ-દુઃખનું વદન થાય છે. વિકારીપણે પણ આનંદનું અવિનાશીપણું સંસારી જીવમાં ચાલુ છે. કારણ કે જીવને એક ક્ષણ પણ દુઃખ ગમતું નથી. દુઃખનો પ્રતિકાર કરીને આનંદને ઇચ્છે છે. આમ પરભાવના પૌગલિક પદાર્થોના લક્ષણોને જાણવા, કે જેમાં આત્માનું કેવળ અહિત જ રહ્યું છે. તેથી ત્યાગ કરવા યોગ્ય છે. તેનાથી વિરમવા યોગ્ય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ' ૩. સાધનાનું ક્ષેત્ર વિશાળ છે સાધનાથી સાધ્યની સિદ્ધિ છે. ગારવ, એષણા, સંજ્ઞાનો ત્યાગ. અહિંસા, દયા, પરોપકારાદિનું સ્થાન. સાધના એટલે દૃષ્ટિને દ્રષ્ટામાં સ્થાપવાનું પ્રયોજન, ધર્મક્રિયા સાધના દ્વારા અમૃતક્રિયા બને છે. જે ઈષ્ટ ફળની / શિવફળની પ્રાપ્તિ કરે છે. સ્વરૂપનું લક્ષ્ય થવા પ્રથમ અવલંબન યુક્ત સાધના છે. સાધ્યની સમીપ પહોંચતાં સાધન ગૌણ બને છે. સાધના સૂક્ષ્મ બને છે. અંતે નિરાવલંબન થઈ જીવ શિવત્વને પામે છે. આપણે મતિ અને શ્રુતજ્ઞાન ધરાવીએ છીએ. એ જ્ઞાનનો સમ્યગુ ઉપયોગ કરીને કર્તાભોક્તા ભાવથી મુક્ત થવું તે સાધના છે. જગતના જીવો મહદ્અંશે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગની ભયંકરતા વચ્ચે જીવે છે. વળી પુણ્ય અને પાપના બંધ ઉદય ચાલે છે. અધ્યાત્મ સાધકે મિથ્યાત્વ ત્યજી સમ્યગુ બનવાનું છે. અવિરતિમાંથી વિરતિમાં આવવાનું છે. કષાયની મંદતા કરવાની છે. વારંવાર આ અભ્યાસ કરી વીતરાગતા કેળવવાની છે. અને પોતાના સ્વરૂપને નિરાવરણ બનાવવાનું છે. નિરાવરણ થવાથી યોગાશ્રવ ત્રણ સમય પૂરતો રહે છે. જે નિર્વાણ થતા સમાપ્ત થાય છે. અર્થાત્ યોગ નિરોધ થઈ જીવ નિર્વાણ પામે છે. મિથ્યાત્વાદિભાવો ઉપાધિ છે. ઉપાધિ એટલે પોતાના અસ્તિત્વને ન જાણે અને પરના અસ્તિત્વને જાણવા જિંદગી ગાળે તે ઉપાધિ છે. જે પોતાના અસ્તિત્વનું ભાન રાખે અને પરના અસ્તિત્વનું ભાન ન રાખે તેને ઉપાધિ નથી, સમાધિ છે. - જ્ઞાનનો મહિમા શેયથી ન આંકો. જ્ઞાનનું માહાસ્ય આનંદના વેદનના સંબંધથી છે. આનંદના વેદન સમયે શેયાકારો ખતમ થઈ જાય છે. માટે આનંદ વેદન માટે નિર્વિકલ્પતાની પ્રાપ્તિ કરવાની છે. જ્ઞાન સ્વયં આનંદયુક્ત જ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે પ૭ ચૈતન્ય ચૈતન્ય વચ્ચે દૈતભાવ – જુદાઈ છે, ત્યાં ભય છે. એ અદ્વૈતનો જ્યાં અભાવ છે ત્યાં ભય નથી. દેહભાવ છે ત્યાં દ્વત છે. વૈતભાવ નથી ત્યાં સ્વરૂપના આનંદનું વેદન છે. છદ્રસ્થજ્ઞાન ક્રમથી જાણે છે, તેથી ભેદ વર્તે છે. સર્વજ્ઞ ભગવંત અક્રમથી જાણે છે. ચૈતન્યના અખંડ સ્વરૂપને જાણે છે. તેથી ભેદ સમાપ્ત થાય છે. જીવ પોતાના જ્ઞાનમાં – લક્ષ્યમાં સુખની ઇચ્છા કરીને કર્તા ભોક્તાભાવ કરીને જ્ઞાનમાં વિકૃતિ લાવે છે, તેથી પોતાનું આનંદસ્વરૂપ વેદનમાં આવતું નથી, જ્ઞાનમાં કર્તાભોક્તાભાવ છે તે જ જીવનો સંસાર છે, અજ્ઞાન છે. તેની છાયા દસમા ગુણસ્થાનકના અંત સુધી રહે છે. કતભોક્તાભાવ સમાપ્ત થતાં જીવ જ્ઞાની થાય છે. છે કભોક્તાભાવ એટલે શું? જગતના પદાર્થોમાં ક્રિયા પ્રક્રિયા કરવી. આરંભ સમારંભ કરવા. પૌગલિક પદાર્થોનું સર્જન વિસર્જન કરવું. તેના વિકલ્પો કરવા વગેરે કર્તાભોક્તાભાવ છે, તે કારણથી આત્મા પર્યાયથી અનિત્ય છે. બાહ્ય પંચાચારના પાલનથી આ કર્તાભોક્તાભાવ કાઢવાના છે. તે વિષમભાવો છે. આત્મા એટલે સામાયિક, આત્મા જ વિશ્વમાં સમસ્વરૂપ છે. પુદ્ગલ દ્રવ્ય વિષમતત્ત્વ છે. આત્માને પાંચે તત્ત્વો પ્રકાશ્ય તત્ત્વ છે. પ્રકાશય તત્ત્વ કરતાં પ્રકાશક (જાણનાર) તત્ત્વનું માહાત્મ વિશેષ છે. દરેક પદાર્થનો આધાર જ્ઞાનસ્વરૂપ આત્મા છે. પુદ્ગલ વિનાશી – નાશવંત છે, એટલે દુઃખરૂપ કહ્યા છે. પુણ્ય અને પાપ ઉભય વિનાશી છે. તેથી વિષમરૂપ છે. પુણ્યના ઉદયમાં પણ તરતમભાવોને કારણે વિષમતા છે, પુણ્યનો ઉદય પણ સાદિસાંત અને અનિત્ય છે, એવો ને એવો જ ટકતો નથી. માટે વિષમ છે. ગમે તેવા પાપકર્મના વિપાકોદય વખતે આત્મદ્રષ્ટિમાં ભેદ ન પડવો જોઈએ. સમત્વ ટકવું જોઈએ. સાધના અને સાધ્ય અભેદ રહે. પૂર્ણનું જેવું સ્વરૂપ છે તેવું સાધકે સાધના દ્વારા પ્રગટ કરવાનું છે. સાધનામાં Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૮ સ્વરૂપસાધનાનાં સોપાન' વીતરાગતા ટકવી જોઈએ. તો સાધ્ય સિદ્ધ થાય. - ધર્માસ્તિકાયાદિમાં જીવને કર્તાભોક્તાભાવ થતો નથી. કારણ કે દેહઇન્દ્રિયોને યોગ્ય તેમાં ભોગ્ય સાધન નથી. તે દ્રવ્યોનું પોતાનું સ્વ-પરિણમન છે. તે પ્રમાણે જડ-ચેતન પદાર્થોમાં તે ઉપકારી થાય છે. કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણજ્ઞાન છે. સકલદેશ છે. છબસ્થજ્ઞાન નયરૂપ છે. વિકલદેશ છે. (આંશિક) સર્વજ્ઞપણું પ્રમાણ છે. અસર્વજ્ઞપણું નય છે. અદ્વૈતમાં સર્વ દૈતભાવો સમાય છે. તેથી કેવળજ્ઞાન અદ્વૈત છે. “પ્રશ્નો મહું શિવાત્મ” એ પરમાત્માનું વિશેષણ છે. સંસારી જીવ કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી નય સ્વરૂપ છે. પ્રમાણમાં નિશ્ચય અને વ્યવહાર ઉભયનો સમાવેશ થાય છે. નિશ્ચયમાં વ્યવહારનો સમાવેશ થતો નથી, પણ નિશ્ચયનયનું કાર્ય થવા માટે વ્યવહારનો આશ્રય લેવો પડે છે. કંઈક કરવાનું રહે છે ત્યાં સુધી વ્યવહારનય છે. પછી વ્યવહારનય ખસી જાય છે. જેમ કે આત્માના શુદ્ધ સ્વભાવને જાણવો, તે પ્રત્યે દૃષ્ટિ થવા શ્રુતજ્ઞાનનો આધાર લેવો પડે છે. નિશ્ચયદષ્ટિથી આત્મા જ્ઞાન સ્વરૂપ છે. છતાં તેને નિરાવરણ થવા આરાધના આદિ વ્યવહારનું પ્રયોજન રહે છે. જ્યાં સુધી સ્વરૂપ પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી નિશ્ચય સાપેક્ષ વ્યવહાર તે વ્યવહાર સાચો રહેશે. વ્યવહાર સાપેક્ષ નિશ્ચય દષ્ટિ સત્ય રહેશે. વ્યવહાર અને નિશ્ચય ઉભયથી ધર્મની પ્રરૂપણા છે. નિશ્ચયની દૃષ્ટિને વ્યવહારમાં મૂકો અને વ્યવહાર પણ નિશ્ચયને અનુરૂપ હોય તો સાચો. જેમ કે દયા એ નિશ્ચય છે. તો દાન વ્યવહાર છે, વૈરાગ્ય નિશ્ચય છે તો ત્યાગ વ્યવહાર છે. એ દયા વગેરે સાક્ષીભાવે થાય છે. અતિમાં લેનાર અને દેનાર એવા વિભાવો નથી. ભલે તે દરૂપ હોય પરંતુ દેનારે લેનાર ચૈતન્ય પ્રત્યે સાક્ષીભાવ રાખવો. જેથી વિકલ્પ પેદા ન થાય, અને સ્વરૂપદૃષ્ટિ જાગ્રત રહે. દયા આદિ ગુણનું સેવન છે. તેમાં ફળ માંગવાનો દોષ ન આવે તેવી જાગૃતિ રાખવી. Page #76 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૫૯ સાધક લક્ષ્ય (નિશ્ચય) વગરનો ન હોય, તેમ સાધક સાધનાકાળમાં સાધન (વ્યવહાર) વગરનો ન હોય. બાહ્ય અવલંબન વ્યવહાર કહેવાય છે. પરંતુ લક્ષ્ય પરમાર્થનું છે. સાધના કાળમાં શાસ્ત્રો એ અવલંબન છે. આત્મધર્મને સિદ્ધ કરવા માટે શાસ્ત્રો છે. તેનો ઉપયોગ કેવળ ખંડનમંડન કે વાદવિવાદ માટે કરશો તો આત્મા તિરોહિત થશે. સુવિચારણા માટે, અધ્યાત્મની સમજ માટે વિનિમય કરો. સંપ્રદાયવાદ એ સીમિત વસ્તુ છે. અધ્યાત્મવાદ એ વ્યાપક તત્ત્વ છે. શાસ્ત્રોને નામે પોતાના અહમનું પોષણ ન કરવું કે પોતાનું પ્રચારકાર્ય ન કરવું. શાસ્ત્રો ઋતિજ્ઞાન કે બુદ્ધિની વૃદ્ધિ માટે નથી; સ્વરૂપની સિદ્ધિ માટે છે. દુઃખરહિત થવા માટે શાસ્ત્રોનું અધ્યયન છે. અધ્યાત્મમાં શાસ્ત્રજ્ઞાન પર ભાર નથી આપ્યો, પરંતુ તેમાં નિર્દોષ આનંદનું દિશાસૂચન છે. શાસ્ત્રજ્ઞાન મેળવીને જે ક્લેશ, ભય, ઉદ્વેગ કે શોકને દૂર કરી શકતો નથી તો તે આધ્યાત્મિક અજ્ઞાન છે. વિશ્વના પદાર્થોના અજ્ઞાનને, અજ્ઞાન ન કહો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવને મોહાદિ ભાવ કરાવીને મૂંઝવે નહિ તે જ્ઞાન છે. શાસ્ત્રના સૂત્રાર્થ તે જ્ઞાન નથી, તે તો બુદ્ધિ તત્ત્વ છે, તેથી તેમાં બુદ્ધિનો આનંદ છે, પણ સ્વરૂપનો આનંદ નથી. - બુદ્ધિ પ્રતિભાથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ ભલે થાય, પરંતુ જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય નહિ થાય. મોહનીયના અભાવમાં જે જ્ઞાન થશે તે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરશે. મોહાદિભાવ રહિત જ્ઞાન નિર્મળ છે. મોહાદિભાવો તે વિકાર છે. સ્વરૂપને બદલે વિરૂપમાં લઈ જાય. સાધન વગર સાધના થતી નથી, ભલે સાધનનું અવલંબન વ્યવહાર હોય. જેનું લક્ષ્ય આત્મૌપમ, છે. તે દશ્યરૂપે ઉપકરણથી સાધના કરતો હોય તો વ્યવહાર તે શુભ વ્યવહારધર્મ છે. અધિકરણ વડે સંસાર ભોગવતો હોય તો તે અશુભ વ્યવહાર છે. ધર્મસાધનામાં અન્યને દુઃખી ન કરવા તેની મહત્તા નથી, તે સાધના પરલક્ષી છે. પરંતુ ગમે તેવા સંયોગોમાં પોતાની જાતને દુઃખી થવા ન Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સ્વરૂપસાધનાનાં સોપાન દેવી તે મહા સાધના છે. અન્ય જીવોને સુખી કરવા કે દુઃખ ન આપવું તે નિમિત્તરૂપ છે. પરંતુ સ્વયં સમભાવમાં રહેવું તે બ્રહ્મભાવ ઉત્પન્ન થવામાં સહાયક છે. જ્યાં સુધી સંસારના પદાર્થોની ભોગાસક્તિ ન ઘટે ત્યાં સુધી સાધનામાં શ્રેષ્ઠ પુરુષાર્થ ઊપડતો નથી. ધર્મસાધના કરનારે આ ત્રણ ગારવ, ચાર એષણા. ચાર કષાય અને ચાર સંજ્ઞાઓની ઉપેક્ષા કરવાની છે. તેને દેશવટો દેવાનો છે ત્યારે સમ્યગ્ દૃષ્ટિની પાત્રતા થાય છે. એ દૂષણોને કાઢીને અવિકારી બનવાનું છે. ત્રણ ગારવ: ૧. રસગારવ, ૨. શાતાગારવ, ૩. રિદ્ધિગારવ. રસગારવ = પદાર્થોમાં ભોગવૃત્તિ તે રસગારવ. શાતાગારવ = શરીરની સુખશીલતાનું પોષણ. રિદ્ધિગારવ = ઉપરના બંનેના પોષણ માટે સંપત્તિ ભેગી કરવાની લાલસા. પ્રાપ્ત ભોગ્ય પદાર્થોની આસક્તિ, તે પુનઃ પુનઃ મેળવવાની લાલસામાં રસગારવતાની તાકાત છે. તે પદાર્થો ભોગવવામાં શરીરની શાતાનું વેદન જરૂરી બને છે. શાતાગારવમાં અશાતામાં પદાર્થો ભોગવવાની ઇચ્છા થતાં રૂકાવટ થાય છે. તેથી અશાતાને દૂર કરવાની વારંવાર વૃત્તિ ઊઠે છે. રસગારવમાં ઇચ્છા મુખ્ય છે. શાતાગારવમાં વેદન મુખ્ય છે. રસગારવ અને શાતાગારવના પોષણ માટે પરિગ્રહ કરવો પડે છે. તે પરિગ્રહમાં તે રિદ્ધિગારવ છે. આ ત્રણ ગારવ દૂષણ છે. ભોગી કે ત્યાગી સૌને ધર્મ સાધનામાં બાધક છે. ત્રણ એષણા : લોકેષણા, વિરેષણા, પુત્રેષણા (શિષ્યાદિ) લોકેષણાઃ લોકમાં પ્રશંસા પામવાની એષણા = લોલુપતા. વિતેષણા: ઘણું ધન-સામગ્રી ભેગી કરવાની એષણા = લોલુપતા. પુત્રેષણા: સંતાનપ્રાપ્તિ માટે નિરંતર લોલુપતા. આ ત્રણ એષણા લાલસા ત્યાગી ભોગી સૌને બાધક છે. ૧. લોકેષણા : ભોગી જેમ લોકપ્રશંસા – માન – સત્કાર ઇચ્છે છે તેમ જો જ્ઞાનરહિત ત્યાગ હોય તો ત્યાગી પણ લોકેષણામાં મૂંઝાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૬ ૧ ૨. વિરેષણા : ધનની આકાંક્ષા. ગૃહસ્થ-ભોગીને જીવનનિર્વાહ માટે ધનાદિની જરૂર છે પરંતુ ધન એ જ સાધ્ય બની જાય તો ધર્મસાધના થઈ ન શકે. ત્યાગી પણ જો બાહ્ય પ્રવૃત્તિઓનાં કાર્યો માટે ધનની વ્યવસ્થામાં વૃત્તિ જોડે તો ત્યાગ માર્ગમાં તે બાધક છે. તે વિન્વેષણા છે. ૩. પુત્રેષણા : ગૃહસ્થ જીવનમાં સંતાનપ્રાપ્તિ – પરિવાર એ જીવનમાં સહાયક કારણો છે. પરંતુ તેમાં આસક્ત થઈને જીવન વિતાવી દેવું તે માનવભવની વ્યર્થતા છે. ગૃહસ્થને પુત્રાદિમાં આસક્તિ ધર્મસાધનામાં રૂકાવટ છે. તેમ ત્યાગીને શિષ્યાદિ પરિવારની આસક્તિ વિકલ્પ પેદા કરે તો તે અધ્યાત્મમાર્ગમાં બાધક છે. અધ્યાત્મમાર્ગનું પ્રયોજન સાધકને સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ છે. જગતના દશ્ય પદાર્થ સાથે એક બનવાનું નથી. જીવ અનાદિકાળથી એષણા, સંજ્ઞાના કષાયના ભાવોમાં રહ્યો છે, એ સર્વ પુદ્ગલજનિત ભાવો છે. આવા ભાવોવાળા જીવો પરાધીન છે. સંજ્ઞાદિમાં મોહનીય કર્મની મુખ્યતા છે. એષણારહિત સાધુજનો શુદ્ધ ચારિત્ર પાળી શકે છે. તેમને પણ આ ત્રણે એષણાઓ બાધક છે. વાસ્તવમાં એષણાઓ કર્મજનિત છે. યશનામ કર્મ / સૌભાગ્ય નામકર્મનો ઉદય છે તેમાં રાચવાનું શું હોય? ચાર કષાયઃ ક્રોધ, માન, માયા, લોભ. આ ચાર કષાયો જગજાહેર છે. જીવન સાથે ઓતપ્રોત થઈ ગયા છે. જીવને તે શત્રુરૂપ જણાતા નથી. એ ચારે મિથ્યાત્વના પોષક છે. દરેક કષાય પોતાનો બચાવ કરીને દીર્ઘકાળ સુધી જીવને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. સંસારી જીવને એ ચારેનો બળવાન ઘેરાવો છે. આ ચારે કષાયોએ ભલભલા મુનિઓને પણ થાપ ખવડાવી છે. ક્રોધે તપસ્વીને લૂંટી લીધા છે. માને મુનિના જ્ઞાનને તિરોહિત કર્યું છે. માયાએ સાધુજનોનાં તપાદિમાં પગપેસારો કર્યો છે. લોભે તો ધ્યાનાદિક વડે લબ્ધિમાં મુનિઓને ચલિત કર્યા છે. કહો હવે સંસારી કે જે ભોગાદિમાં રચ્યોપચ્યો છે, તેનું શું થાય ? Page #79 -------------------------------------------------------------------------- ________________ વરૂપસાધનાનાં સોપાન “ભવ પટ્ટણ ચિહૂદિશી ચાર ગતિ. ચોરાશી લખ ચૌટ, ક્રોધ માન માયા લોભાદિક, ચોવટિયા અતિ ખોટા. મિથ્યા મહેતો કુમતિ પુરોહિત, મદન સેનાને જોરે, લાંચ લઈ લખ લોક વિમાસે, મોહ કંદર્પને જોરે.” સંસારમાં ભવરૂપી પાટણનગરમાં ચારે દિશામાં, ચાર ગતિમાં ચોરાશી લાખ બજારમાં યોનિ) જીવ ભમ્યો છે. સાથે ક્રોધાદિક મિત્રો રાખ્યા છે. હિસાબ મિથ્યાત્વને સોંપ્યો છે. સલાહકાર કુમતિ છે. અને કામનાઓનું મોટું સૈન્ય સાથે રાખ્યું છે. મોહરાજાને રીઝવવામાં આમ અનેક ભવભ્રમણ કર્યું છે. ચાર સંજ્ઞા : આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. સંસારી જીવમાત્ર આ સંજ્ઞાના ભરડામાં હોય છે. દરેક ગતિમાં જંતુથી માંડીને મનુષ્ય સુધી દરેક જીવોમાં આ સંજ્ઞાઓનો સંસ્કાર હોય છે. આહાર - આહારની સૂક્ષ્મતા એવી છે કે જીવ પુદ્ગલ – કાર્મણવર્ગણાના આહાર વગર બેત્રણ સમય પણ રહી શકતો નથી. તે સિવાય એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં શરીરો ધારણ કરીને જીવ અનેક પ્રકારે આહારનું સેવન કરે છે. ભય :- સંસારી જીવ અનેક પ્રકારનાં કર્મો વડે બંધાઈને અનેક પ્રકારની ભય જેવી સંજ્ઞાવડે નિરંતર આક્રાંત હોય છે. અને પોતાનું પુરુષત્ત્વ ગુમાવી નપુંસક જેવો થઈ જાય છે. અનાદિ નિગોદતે બંધીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો. સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક વાંક્યો.” મૈથુનઃ જેમ જેમ ઇન્દ્રિયોનો વિકાસ થાય છે તેમ તેમ જીવ તે તે પ્રકારની વાસનાનું સેવન કરે છે. તે આ સંજ્ઞાઓની પ્રધાનતા છે. પરિગ્રહ: જંતુ જેવાને પણ શરીર મળવું તેની મૂછ થવી તે પરિગ્રહ છે. જેમ જેમ શરીરનો વિકાસ થાય છે તેમ તેમ જીવ સાધનો માટે પરિગ્રહ વધારે છે. સવિશેષ મનુષ્યને પરિગ્રહનો પથારો ઘણો હોય છે. તેની મૂછમાં જીવન વિતાવે છે. અને લોભનો થોભ રહેતો નથી ત્યારે . Page #80 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૬૩ પરિગ્રહ - સામગ્રી વધારવામાં પાપપ્રવૃત્તિ પણ વધતી જાય છે. પંચેન્દ્રિય જીવો મન અને પાંચ ઇન્દ્રિયોની શક્તિ સહિત છે જેનો ઉપયોગ તે દૈહિક-ભૌતિક દુઃખમુક્તિ કરવા માટે અને સુખપ્રાપ્તિ માટે કરે છે. આપણને મળેલી ત્રણે કાળની દીર્ઘકાલિકી સંજ્ઞાનો મર્યાદિત ઉપયોગ કરીએ છીએ. ખરું જોતાં આ સંજ્ઞા-શક્તિનો સદ્દઉપયોગ અનાદિ અનંતકાળ સુધી કરવાનો છે તેને બદલે જન્મથી મરણ સુધી મનુષ્ય તેનો દુરુઉપયોગ કરે છે. આહાર છે પણ સંજ્ઞા નથી તો ત્યાં દેહધર્મ તો છે. સાથે સાધના છે. પરિગ્રહ છે અને સંજ્ઞા નથી તો તે સાધના છે. મૈથુન છે વિકાર નથી તો તે સાધના છે. જે સાધનાની અંદર આપણે દોષનાશરૂપ ગુણ પ્રાપ્તિ કરી હોય, તો તે ગુણની સહજતા નથી, પરંતુ તે દોષનાશ આધારિત ગુણ છે, તે ગુણ પરનૈમિત્તિક હોવાથી, સાદિસાંત હોય, આગળના વિકાસની શક્યતાવાળા હોય, તે શુભભાવમાં સ્વરૂપ બુદ્ધિ કરવાથી આપણે અટકીએ છીએ. તેમાં આપણે ઉચ્ચતા માની ગર્વ કરીએ છીએ. ગુણોમાં આવો મિથ્યાભાવ આવવાથી ગુણ દોષરૂપ બને છે. અન્ય જીવો પ્રત્યે સમાનભાવ રહેતો નથી. હલકાપણું લાગે છે. આવા વિકલ્પથી ગુણમાં આરોહણ કરવાને બદલે જીવ પડે છે કે અટકે છે. અન્યના દોષ પ્રત્યે દૃષ્ટિ ન કરવી અને પોતાના ગુણોની પ્રશંસા ન કરવી તે સહજ-સ્વાભાવિક ગુણપ્રાપ્તિનો ક્રમ છે. અન્યદોષદર્શનમાં નિષ્કામભાવ હોય, સાક્ષીભાવ હોય તો તે ક્ષમ્ય છે. જેમાં અન્યનું હિત છે. જેમ કે કોઈ મિત્રને અસત્ય બોલવાની આદત પડી હોય. તમને તેની અનુકંપા આવે છે કે આ જીવ નિરર્થક કર્મ બાંધે છે. તમે વિવેકસહ સત્યપ્રિય છો તો તમે તેમને પ્રેમથી - ધીરજથી સમજાવો છો. અને કદાચ તમારી વાત ન માને તોપણ તમે તેના પ્રત્યે અભાવ કે અણગમો કરતા નથી. તમારા પુત્રની જેમ વાત્સલ્યભાવે પુનઃ પ્રયત્ન કરો છો. પરંતુ જો તમે તેને સુધારવાના કર્તાભાવનો વિકલ્પ કરો, અને તમને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સ્વરૂપસાધનાનાં સોપાન તેના પ્રત્યે અભાવ થાય તો તે દોષરૂપ છે. વળી અન્યના દોષનું પુનઃ પુનઃ પુનરાવર્તન કરવાથી તે દોષ તમારામાં પ્રવેશ પામી જવાની સંભાવના છે. અર્થાત્ તમે સ્વયં નિંદા જેવા રસથી તુચ્છતા પામો છો. તત્ત્વદૃષ્ટિએ કે દ્રવ્યાનુયોગના જે જે વિકલ્પો છે તે આપણા રાગદ્વેષ આદિ કાઢવા માટે છે. તે વિકલ્પોને સાધન બનાવી સાધના કરવી જોઈએ. જેમ કે “એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. દરેકનું પરિણમન સ્વતંત્ર છે.” આ સિદ્ધાંત છે અર્થાત અનાદિકાળથી જીવ પુદ્ગલના સંયોગમાં રહ્યો. દેહભાવે રહ્યો, છતાં જીવ અજીવ કે દેહરૂપ બન્યો નથી. માટે દેહના નિમિત્તે થતી અવસ્થાઓમાં સુખદુ:ખના વદનના જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. છે દુઃખને ન દે તેવાં તત્ત્વો ક્યાં છે? એક સિદ્ધ પરમાત્મા જ છે. છતાં અપેક્ષાએ લઈએ તો જડ પદાર્થોદ્રવ્યોને વેદન નથી. સિદ્ધ પરમાત્મા ચેતનાયુક્ત છે પરંતુ અશરીરી અને શુદ્ધ ઉપયોગના ધારક હોવાથી દુઃખને વેદતા નથી. કેવળ આનંદસ્વરૂપ આત્મવેદન સહજપણે હોય છે. તેવું અંતર જડ અને ચેતન પદાર્થોમાં છે. સંસારી જીવ દુઃખને વેદે છે. સંસાર એટલે રાગગ્રહણ. સાધકને રાગ સામે વિરાગ અને ભોગ સામે ત્યાગ છે. અનાદિકાળથી સંસારી જીવ રાગગ્રહણ અને ભોગરૂપ અધર્મ કરતો આવ્યો છે. માટે સંસારથી છૂટવા ત્યાગ અને વૈરાગ જોઈએ. બાહ્ય ત્યાગ સાથે રાગ છોડવાનો છે. દેહમાં સુખબુદ્ધિ છોડવાની છે. જેણે યોગમાર્ગ સાધુપણું સ્વીકાર્યું છે તેમને માટે શરીર ઈન્દ્રિય, આયુષ્ય સાધન છે. ભોગ માટે નથી. માટે એવી રીતે જીવવું જોઈએ કે સાધન વપરાય, સચવાય અને સાધના ચાલુ રહે. આયુષ્યને ઉપઘાત ન લાગે, ઇન્દ્રિયોમાં લોલુપતા ન થાય. શરીર સક્ષમ રહે. ઈન્દ્રિયો બાહ્ય પદાર્થોનો બોધ કરાવે છે. સંયમ અને તપ આદરીને શરીર ક્ષીણ થતું રહે તેથી પણ અધિક આનંદ સાધુને ઉપસર્ગ-પરિષદમાં છે. આ મરણાંતર કષ્ટમાં પણ સમભાવે વેદીને દેહત્યાગ કરે છે. તેને ભેદજ્ઞાન પચ્યું છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે શરીરનો મોહ અને અશરીરીભાવ ટકે તે લક્ષ્ય મરણનો સ્વીકાર કરે છે તે મહાપાત્ર છે. જીવનની ઈચ્છા નહિ અને મરણનો ક્ષોભ નહિ. સંસારમાં રાગગ્રહણ વગેરે શીખવવું પડતું નથી. જ્યારે મોક્ષમાર્ગનું લક્ષ્ય શિખવાડવું પડે છે. ભેદજ્ઞાનપૂર્વક જીવનમાં ત્યાગ ક્રિયા થાય તો તે લક્ષ્યપૂર્વકનું છે. બાહ્ય અત્યંતર નિર્ગથ થવાનું છે. મોક્ષમાર્ગમાં ત્યાગ ક્રિયા, ત્યાગ ભાવ, ત્યાગ લક્ષ્ય આદરવાના છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન, તથા આત્મા અને દેહનું ભેદજ્ઞાન જરૂરી છે. સાધનામાં ત્યાગક્રિયા અને ત્યાગભાવ હોય પણ લક્ષ્ય ન હોય તો ૯૫ ટકા કામ બાકી રહે છે. સંસારમાં કે ધર્મક્ષેત્રે જીવને કર્તાપણું નડે છે. તત્ત્વદષ્ટિ – નિશ્ચયનયના સેવનથી કર્તાભાવ છૂટે છે. સંસારનું મૂળ કર્તાપણું છે. દેહમાં આત્મબુદ્ધિ છે. અધ્યાત્મની સાધના જ એ છે કે હું દેહ નથી. આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેનું સ્થાપન કરવાનું છે. આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવા તત્ત્વજ્ઞાનની જરૂર છે. જ્ઞાનાચારમાંથી કર્તાભોક્તાભાવ કાઢવાનો છે. દેહમાં ભોગવૃત્તિ કરીને આપણે પુદ્ગલદ્રવ્યની સામગ્રી એકઠી કરીએ છીએ, ભોગવીએ છીએ. ત્યારે દેહ દ્વારા સુખ ભોગવાય છે. જેને લોભકષાય છે. તેની ભોગવૃત્તિ સતત ચાલુ છે. આરંભ કર્યા પછી પરિગ્રહ ભેગો થાય છે. ત્યાગ એ આપણા અકર્તા સ્વરૂપનું બાહ્ય પ્રતીક છે. રાગ ગ્રહણમાં પ્રલોભન છે. ત્યાગમાં પ્રલોભન નથી પણ અહમ ભળે છે. કર્તા એટલે અપૂર્ણતા, ક્રિયા એ વિનાશીપણું. કર્મ એટલે અશુદ્ધિ – આવરણ. આત્માનું મૂળ સ્વરૂપ પૂર્ણ અક્રિય અને અવિનાશી છે. મૂળ સ્વરૂપના લક્ષ્યરહિત તથા પંચાચારના પાલનરહિત સકામ નિર્જરા સંભવ નથી. એકેન્દ્રિયથી માંડીને અસંશિ પંચેન્દ્રિય જીવો સકામ નિર્જરા કરી શકતા નથી. સંજ્ઞિ જીવ આચારનું પાલન કરી શકે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સ્વરૂપસાધનાનાં સોપાન દેવોને ફક્ત જ્ઞાનાચાર દર્શનાચાર અપેક્ષાએ હોય છે. વિરતિવંત મનુષ્ય પાંચે આચારનું પાલન કરે છે. અને જ્ઞાનાદિને નિરાવરણ કરી શકે છે. મતિ જ્ઞાનમાં કાળ વ્યવહારિક સત્ય છે. દેહાધ્યાસદોષે, પ્રતાપે, પ્રભાવે, કાળાધ્યાસ થાય છે, તે ભ્રામક છે. જે વસ્તુ વાસ્તવિક રીતે પર હોવા છતાં વ્યવહારમાં સાપેક્ષ સ્વરૂપ ગણીએ છીએ, છતાં પરમાર્થથી તે પર છે. અજ્ઞાન અને મોહથી ભલે તે પદાર્થોને સાચા ગણીએ છીએ તે સાપેક્ષ વ્યાવહારિક છે. તેમાં વિવેક કરવાનો છે. અને પરમાર્થથી સને ગ્રહણ કરી પર થવાનું છે. પોતાના જ્ઞાનથી જીવે પોતે પોતાનો મોહ કાઢવાનો છે તે માટે સંયમ અને તપની સમજણ જરૂરી છે. અસતુ પુરુષાર્થ વડે કર્મ બંધાય છે. કર્મના ઉદયમાં પુરુષાર્થ નથી. ત્યાં તો ભવિતવ્યતા છે. ધર્મ કરવામાં આદિથી અંત સુધી પુરુષાર્થ છે. તેથી ધર્મમાં પ્રમાદ ન ચાલે. સાવધાન અને જાગ્રત રહેવું પડે. ધર્મમાં બાહ્ય સાધન નિમિત્ત છે. તેનો ઉપયોગ કરવો. સ્વસ્વરૂપના સંવેદનમાં ધર્મ છે. છતાં ધર્મ પ્રયોજનમાં શુભભાવ થતા પુણ્ય થશે તેનાથી ધર્મની સામગ્રી મળશે. માટે ક્લેશ, કષાય, શોક ભયનું વેદન ન કરવું, પરંતુ આત્મશાંતિના વેદનનું લક્ષ્ય કરવું. પુણ્યના ઉદયકાળે વિવેકી બનવું. ક્રમે કરીને વૈરાગ્ય પામીને પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. જો અવિવેકી થયા તો તિર્યંચ અને નરક ગતિનું આમંત્રણ મળશે. સાધનામાં જેમ યોગક્રિયા - (આત્મભાવમાં જોડાવું) છે તેમ સ્વરૂપ ક્રિયા છે. ૯ સ્વરૂપક્રિયા: આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને અન્ય ગુણોને સાધ્ય કરવા તે સહજ જીવન-સ્વરૂપ ક્રિયા છે. જેમાં અન્ય પદાર્થની કે આલંબનની જરૂર પડતી નથી. દેહની પ્રતિકૂળતા-ઉપસર્ગ સહેજે સહન થાય છે. ઉપયોગથી સ્થિર રહી નિરાલંબન સ્થિતિ થઈ શકે છે. ૦ જે તત્ત્વ નિત્ય છે તેને સાધના – અને સાધ્ય બનાવાય. ૦ જે પદાર્થો, અનિત્ય છે તે સાધન બનાવાય સાધ્ય ન બનાવાય. આત્માએ પોતાના અભેદ સ્વરૂપને પોતાના જ ગુણપર્યાયથી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૭ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે પામવાનું છે. તીર્થંકર પરમાત્મા સદ્ગુરુનું સાન્નિધ્ય લઈ આપણે તેમના જેવા થઈ શકીએ. પણ અભેદ (ઐક્ય) ન થઈ શકીએ. તીર્થંકરાદિ સ્વસ્વરૂપ માટે પરક્ષેત્રે છે. તેથી આલંબન લઈ શકાય પણ તેમની સાથે અભેદ ન થઈ શકાય. અભેદ સ્વસ્વરૂપ સાથે થાય. ભગવાને જ્ઞાનમાં જેમ સ્વરૂપ બતાવ્યું. તેમ સાધકે ક્રિયામાં પણ સ્વરૂપની ક્રિયામાં કરવાની છે. જ્ઞાનાચારમાં જે ચિંતન કર્યું હોય તે ચિંતનમાં ખરચવાનું છે. મતિજ્ઞાન પ્રતિક્ષણે વિકલ્પ સેવી રહ્યું છે. તે વિકલ્પોને સ્વરૂપભાવમાં જોડવા તે ધર્મની સાધના છે. જ્ઞાન સ્વસત્તામાં હોવા છતાં સમ્યગુ મતિજ્ઞાન પ્રતિક્ષણે મતિજ્ઞાનાવરણીય કર્મનો ઉપયોગ લઈ કર્મ ખપાવે છે. સાધના માટે મંદિર મૂર્તિ શાસ્ત્રો આગમો ધર્મની સ્થાપના અને ધર્મનું અસ્તિત્વ ટકાવવાવાળાં સાધનો છે. સાધુ સાધ્વી શ્રાવિકા અને શ્રાવિકા એ સાધક છે. મોક્ષ એ સાધ્ય છે. દેવ અને ગુરુજનો ઉપદેશ દ્વારા સંસારીઓનું આત્મહિત કરે છે. સંસારીઓ દેવની ભક્તિ કરે છે અને ગુરુજનોની આવશ્યકતા પૂરી કરે છે. તેમની સેવા કરે છે. મનુષ્યની અપેક્ષાએ સમાનધર્મી કે સમકિતવંતની ભક્તિ કહી છે. ' પરંતુ અહિંસાભાવ તો સર્વ જીવ જાત માટે છે. “સવિ જીવ કરૂ શાસનરસી” તે સર્વ જીવોની જાત માટે છે. જડ માટે નથી અને જીવની અપેક્ષાએ તો નિગોદથી માંડીને સર્વ જીવો સાધર્મિક છે. સર્વ જીવો પ્રત્યે અહિંસાનું પૂર્ણપણે પાલન થાય તેવી ભાવના - વિવેક હોય તો તે સુખરૂપ છે. અહિંસા પાલક અને રક્ષિત જીવો ઉભય સુખ પામે છે. તે અહિંસાની સાધના છે. હિંસા માત્ર ઉભયને દુઃખરૂપ છે. - સાધનામાર્ગમાં જાગૃતિ ન રહે તો તપનું અજીરણ ક્રોધરૂપે પ્રગટ થાય છે. ગર્વ જ્ઞાનનું અજીરણ છે. માટે ધર્મનું મૂળ વિવેક કહ્યું છે. ધર્મતત્ત્વ સત્યને ગ્રહણ કરવા માટે છે. જૈન રાગદ્વેષને જીતવા પ્રયત્ન કરે છે. અન્યને જીતવા પ્રયત્ન જૈનને કરવાનો નથી. સાચો શ્રીમંત પોતાના ગરીબ આશ્રિતોને તવંગર બનાવવા પ્રયત્ન કરે છે, તેમ તીર્થંકરનું પરાર્થ Page #85 -------------------------------------------------------------------------- ________________ ६८ સ્વરૂપસાધનાનાં સોપાન વ્યસન અન્યને ભગવાન બનાવવા નિમિત્ત બને છે. ભગવાન બનનારે પ્રથમ દાસ થવું પડે છે. પણ ભગવાન દાસને દાસ ન રાખતા ભગવાન બનાવે છે. સાધક દશામાં વ્યવહાર આલંબન બાધક નથી. તેથી તે ત્યજી ન દેવા. સાધન સાથે કેવો વ્યવહાર કરવો તે તત્ત્વદષ્ટિ છે. જે આલંબન બાધક હોય તે ત્યજી દેવું. સાધનને સર્વસ્વ માની ત્યાં જ અટકી ન જવું. કારણ કે બાહ્યસાધન માનાદિ પેદા કરે છે. સાધન સાથે અભેદ થવાનું નથી. સાધન સાધ્ય નથી. સાધ્ય માટે સાધન પેદા કરવા પડે છે. મૂર્તિ શાસ્ત્ર વગેરે. સાધનમાં સાધ્યનો આરોપ કરી સાધના કરવાની છે. સિદ્ધનું જે સાધ્ય આપણે ગ્રહણ કર્યું છે, તે આપણા આત્મામાં છુપાયેલું છે. સાધ્ય સાથે અભેદ થતાં આપણું સિદ્ધત્વ પ્રગટ થાય છે. માટે એવું સાધ્ય ગ્રહણ કરો કે પોતામાં જ રહેલું હોય. પરમાત્માને સાધ્ય બનાવવાનો ભાવ એ જ છે કે પોતાનામાં રહેલું પરમાત્મપણું પ્રગટ થાય. પુગલ આદિ કર્મ નિત ઔયિકભાવ જે વર્તમાનમાં રહેલા છે. તે જો સાધ્ય બની જાય અને જીવ તેને જ પકડી લે તો જીવ પરમાત્માને બદલે પામર જ રહેશે. સર્વોત્કૃષ્ટ સાધ્ય પરમપદ છે. કારણ કે તે પ્રાપ્ત થયા પછી સાદિઅનંતકાળવાળું છે. વિશ્વમાં પરમાત્વતત્ત્વ સિવાય કોઈ અંતિમ સાધ્ય નથી, તે જીવની અપેક્ષાએ અનાદિઅનંત નથી. સાદિઅનંત છે. એક વાર સિદ્ધ થયા પછી જતું નથી. જ્યારે ઉચ્ચ એવા ચક્રવર્તીદિ પદો સાદિસાંત છે. એ પદની પ્રાપ્તિ અને સમાપ્તિ બને છે. પાછું કર્મસત્તાને આધીન થવું પડે છે. વળી નવું કર્મ નિર્માણ કરવું પડે છે. સ્વરૂપ સ્વયંભૂ છે તેને નિર્માણ કરવું પડતું નથી. આવરાયેલું પ્રગટ કરવું પડે છે. નિદ્રાવશ થવું તે કર્મજનિત દર્શનાવરણ છે. ખુલ્લી આંખે જાગૃતિપૂર્વક ઊંઘવું તે જ્ઞાનજાનિત છે. બંધ આંખે દેખાતું જગત એ સ્વપ્નાવસ્થા છે. સ્વપ્નદશા પછી જાગ્રત દશાથી આગળ વધો. ઉજાગર દશા એ અધ્યાત્મ સાધનાનું પરિણામ છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે જીવને ચંદ્ર - સૂર્ય ગ્રહણ શું નુકસાન કરે ! જીવ માટે સંસાર જ ગ્રહણ છે. સંસારી જીવને સેવા-પરોપકાર જેવા નિષ્કામ કર્મયોગથી ત્યાગનું નિર્માણ થાય છે. જો રાગવૃત્તિ ઉત્પન્ન ન થાય તો તે અત્યંતર વૈરાગ્ય છે. પ્રતિકૂળતામાં સહન કરવું. અપેક્ષાવૃત્તિનો ત્યાગ એ સહિષ્ણુતા છે. સાધનામાં આવા ગુણોની આવશ્યકતા છે. પુદ્ગલ દ્રવ્યમાં ભોગ અને સુખબુદ્ધની માન્યતાનો અભાવ તે વિરાગત્વ છે. મોહમુક્ત થયા વગર દુઃખમુક્ત થવાતું નથી. જ્યાં સુધી સ્વરૂપથી ભેદ છે ત્યાં સુધી સાધકે હેય-ઉપાદેયનો વિવેક કરી વિચારણા કરવાની છે. હેય-ઉપાદેય કદી સમાન નથી. પરંતુ હેય શું અને ઉપાદેય શું તે ગુરુગમથી જાણવું. સિદ્ધાવસ્થામાં હેય – ઉપાદેય, પુણ્ય-પાપ, જેવા ભેદનું વિસર્જન છે. નિશ્ચયધર્મથી હરેક દશામાં આત્મા બળવાન છે. વ્યવહારધર્મથી સંસારીને કર્મસત્તા બળવાન છે. માટે જીવને હેય – ઉપાદેયનો વિવેક આવે તો કરણી-અકરણીનો ભેદ સમજાય. અર્થાત્ બંધ વખતે વિવેક બને અને ઉદય સમયે સમ બને. જીવ એ રાગનું પાત્ર નથી. જીવમાત્ર પ્રેમનું પાત્ર છે. પુદ્ગલ દ્રવ્યોનો રાગ છોડવાનો છે. દેહદુઃખ અશાતાનું કારણ છે. મોહ દુઃખ ક્લેશ, ભય, શોક આદિનું કારણ છે. દેહથી ભિન્ન થવામાં જીવ સ્વતંત્ર છે. ભેદજ્ઞાન વડે તે શક્ય છે. ભેદજ્ઞાનીની ઉદયની સર્વ અવસ્થાઓ ભોગી હોવા છતાં અંદરથી યોગી જેવી છે. તીર્થંકરનામકર્મ / સમકિત મોહનીય કર્મસહિત છતાં નિશ્ચિત મોક્ષમાર્ગની અવસ્થા દર્શાવનારી છે. માટે ભક્ત માટે ભગવાનની બધી જ અવસ્થાઓ (નામ-રૂપ) બધું જ દિવ્ય છે, પૂજ્ય છે. તીર્થકરમાં જન્મથી ઉત્તમ ક્ષયોપશમ સમકિત હોય છે. અવધિજ્ઞાન મોક્ષલક્ષી છે. તેથી દરૂપ તેમની સર્વઅવસ્થાઓ ઉપકારી છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન સશરીરી ગુરુ-શિષ્યનો ભેદ સિદ્ધ થયા પછી હોતો નથી. સર્વે અભેદ સ્વરૂપે છે. જે કંઈ ઉપચાર કરીએ છીએ તે પૂર્વાવસ્થાનો છે, જેમ કે આપણા માટે મહાવીર ભગવાન, અને ગૌતમસ્વામી ગુરુ છે. વાસ્તવમાં બંને હાલ સિદ્ધ છે. આત્મભાવને કોઈ નામ – વેશ – લિંગ નથી. છતાં વ્યવહાર અપેક્ષાએ નામ - વેશ - લિંગ છે. તેમાંથી પણ આત્મભાવ પ્રગટ કરવાનો છે. સાધનમાં કોઈનો ભોગ નથી કોઈને દુઃખ નથી તેથી સાધન નિર્દોષ હોય છે. . નિશ્ચયધર્મના વિશેષ અધિકારી સાધુ ભગવંતો છે. કારણ કે તેઓને વ્યવહાર શુદ્ધિ અને સાધનશુદ્ધિના બળવાન નિમિત્તો મળેલા છે, તેથી તેમને નિશ્ચયધર્મનું પરિણામ સહજ સાધ્ય બને છે. જ્યારે ગૃહસ્થને નિશ્ચયને જાણવાનો, લક્ષ્ય કરવાનો અધિકાર છે. પરંતુ સાધનશુદ્ધિ બળવાન ન હોવાથી નિશ્ચયનું પરિણામ આવતું નથી, કઠણ છે. પ્રારબ્ધ પ્રમાણે જે યોગ મળ્યા છે તે સાધનોને નિમિત્ત બનાવી સાધના કરો. પરમાત્માના ત્રિકાળી સ્વરૂપમાં લીન થવું તે ઉચ્ચ સાધના છે. આત્મવિકાસ જ્ઞાન માર્ગે છે. માટે જ્ઞાનની ઉપાસના કરવી. અર્થ-કામનો પુરુષાર્થ કરી તેની જ ગુલામી કરી તેમાં એકમેક ન થવું. જ્ઞાન-બુદ્ધિનો વિકાસ સાધનામાં લઈ જાવ. ચિત્તરૂપી ઘોડાની લગામ વચન અને કાયા છે. વચન અને કાયાને સંયમી બનાવો, ચિત્તરૂપી ઘોડો વશ થશે. આલંબનથી કરેલી સાધના ટકે છે, ત્યારે તે નિરાલંબન બને છે. પછી આત્મા સ્વયં સિદ્ધ, બુદ્ધ અને શુદ્ધપણે પ્રગટ થાય છે. પછી આલંબન સ્વયે છૂટી જાય છે. એક વ્યક્તિ આખા જગતનું ભલું કરી શકતી નથી. પણ જે આત્મહિત ઇચ્છે છે તે સમર્થ અરિહંતની ઉપસ્થિતિમાં હિત સાધી શકે છે. વળી સર્વ જગતનું ભલું કરવાની ભાવના જગતના હિતમાં પરિણમે છે. અન્ય સુખી થાય તેવી ભાવના રાખવી, અને સુખના સાધન વહેંચતા રહેવું. તે લેનાર તેના પુણ્ય બળે સુખી થાય, કે ન પણ થાય. બીજા પ્રત્યે કર્તાપણાનું અભિમાન આવે, વળી સાધના કરતા સાધન Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે પ્રત્યે મમતા આવે અને સાધન જ સાધ્ય બની જાય તો સાધનામાં દોષ લાગે. સાધનને સાધન માનો. સાધ્ય તરફ આગળ વધીને સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. સાધન પરલક્ષી વિનિમયનું કારણ છે. સાધના વડે વિકસતા ગુણોને આત્મસાત્ કરવાના છે. અહિંસા, દયા. દાન, પ્રેમ નિષ્પરિગ્રહ, અનશન આદિ સાધકના ગુણોની અવસ્થા છે. દર્શનાવરણના ઉદયમાં નિદ્રાવસ્થામાં હું દેહ છું તે ભાવ સુષુપ્ત છે. જાગ્રત અવસ્થામાં જ્ઞાનદશામાં હું દેહ નથી' તે ભાવ અધ્યાત્મ સાધના માટે મુખ્ય છે. વિશ્વમાં જે સ્વરૂપો છે તેને ભાવથી ભાવવા તે ભાવના. ઉત્તમો ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત કરવાની આકાંક્ષા તે ભાવના. પરમાત્મા બનવાની ગતિ તે ધર્મ. સિદ્ધ પરમાત્માના જે વિશેષણો છે તેની ભાવના કરવાથી આપણું બળ વધે છે. સિદ્ધ પરમાત્મા ઉપયોગથી સિદ્ધ છે. આપણે અધ્યાત્મયોગની પાત્રતા બનાવવાની છે. તે યોગસાધના છે. તેથી આપણો ઉપયોગ ઔદયિક ભાવમાંથી ક્ષયોપશમભાવ પામી અંતે ક્ષાયિક ભાવમાં પરિણમશે. ઔદયિકભાવો વિજાતીય છે. ક્ષયોપશમભાવ સજાતીય છે. ક્ષાયિકભાવ સ્વાભાવિક છે. સાધનામાં સાધન દ્વારા બળ મળે છે. છતાં સાધન ન મળે તો સાધ્ય પ્રાપ્તિમાં નિરાશ ન થતાં પ્રસન્નતા કેળવવાની છે. તો સાધનપ્રાપ્તિ થશે. સાધનવિમુખ થવાય તેવો શોક સંતાપ ન કરવો. જ્ઞાનભાવ ક્રિયાભાવથી ઉચ્ચ છે, અર્થદેશીય છે. ભાવમાં સ્વાધીનતા છતાં જીવને પૂર્વે સંસ્કારો પડેલા છે. આપણી સામે દશ્ય જગત છે. તેમાં ગમે તેવા સંજોગો પેદા થાય છે, તે વખતે સમભાવે ટકી જવું તે સાધના છે. અત્યંતર વીતરાગતા લાવવા માટે સર્વવિરતિ બળવાન સાધન છે. પરમાર્થથી સર્વવિરતિ અંતરંગ પરિણતિ છે. વિરક્તિ કે અવિરક્તિના ભાવ મન કરે છે. આંતરિક સર્વવિરતિ જે સ્વસ્વરૂપ છે, દેહથી સર્વવિરતિ એ બાહ્ય સાધુપણું છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન જે પદાર્થ પર મોહ થાય તે (શેય પદાર્થો) પરથી દૃષ્ટિ હટાવી લો, જ્યાં મોહ થાય છે તેનું સ્વરૂપ જાણો. આમ પ્રયત્ન કરવાથી મોહ દૂર થશે. દૃષ્ટિ નિર્મળ બનશે. રાગના પદાર્થોને જોવાને બદલે રાગને જુઓ. દ્વેષ કરાવનાર પદાર્થોને જોવાને બદલે તમે દ્વેષને જુઓ, પદાર્થોમાં રાગદ્વેષ નથી. આપણામાં રાગદ્વેષ છે. તેના તરફ જ્ઞાનદષ્ટિથી જુઓ. જેથી દૃષ્ટિ નિર્મળ થતાં રાગદ્વેષ દૂર થશે. અને નિર્મોહતાનો અનુભવ થશે. એ સાધના છે. શય પદાર્થોનું ચિંતન-ધ્યાન કરવાને બદલે જ્ઞાનનું સ્વરૂપનું ધ્યાન કરો. જેથી કર્તાભોક્તાપણું જે પરપદાર્થોનું છે તે ટળી જશે. ધર્મ સાધનાથી નિમૉહ થવાનું છે, તેની ફળશ્રુતિ વીતરાગતા છે. તેનું પરિણામ કેવળજ્ઞાન છે. અપ્રમત્ત દશામાં વિશેષ વીતરાગતા આવે છે. સર્વવિરતિ વગર એવી અપ્રમત્તદશા ન આવે. અપ્રમત્તદશામાં નિર્ગથતા, નિર્મોહતા, જિતેન્દ્રિયતા આવે છે. અહિંસાદિ લૌકિક ક્ષેત્રે મર્યાદિત છે. અહિંસાદિ લોકોત્તર ક્ષેત્રમાં પરાકાષ્ઠાએ પહોંચે તે કેવળજ્ઞાનની ભૂમિકા છે. હિંસાદિ અઢારે પાપસ્થાનકો ભયંકર છે. તે સર્વેને દૂર કરવાનાં છે. અન્યને દોષ ન આપતા પોતાના દોષને નિવારવા દઢ પ્રયત્ન કરવો. પરમાત્મા વચનયોગ રહિત છે, માટે આપણે મૌનની સાધના કરવી. છતાં છદ્મસ્થ છીએ બોલવું પડે તો પરમાત્મ ભાવે બોલવું જેથી ભાષા સમિતિ સચવાય. લોકાગ્રે સિદ્ધ પરમાત્મા સ્થિર છે. તેથી સાધકને આસનજય આપ્યો છે. છતાં યોગનો વ્યવહાર એવો કરવો કે અન્ય જીવોને સુખ ઊપજે. કલ્યાણ થાય. સાધનના વિધિનિષેધમાં અટકવું નહિ પણ સાધ્યની સિદ્ધિ શીઘ્રતાએ થાય તેમ કરવું. ગૃહસ્થ દશામાં પરમાત્માની પૂજા શ્રેષ્ઠ ધન, ચંદન આદિ સાધન દ્વારા કરી સન્માન, સત્કાર વડે ઉત્તમભાવ કરવાના છે. સાધુજનોને કેવળ ભાવપૂજા કેવળજ્ઞાન થાય ત્યાં સુધી કરવાની છે. કોઈ પણ ઇંધનમાં અગ્નિ છુપાયેલો છે, તે પ્રગટેલા અગ્નિ દ્વારા Page #90 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૭૩ પ્રગટે છે. તેમ જીવનું શુદ્ધ સ્વરૂપ ઉપાસ્યની જ્યોતિથી પ્રગટ થાય છે. કારણરહિત કાર્યની સિદ્ધિ ન હોય. સાધન હોવા છતાં કાર્યની સિદ્ધિ ન કરવી તે મૂર્ખતા છે. જ્યાં બહું ભેદ હોય તેવા સાધન આદિમાં દુરાગ્રહ ન કરવો, અભેદ એક છે તેનું જ લક્ષ્ય કરવું. ભેદ તત્ત્વનો અંત નથી અભેદતત્ત્વ અનંત છે તેનો અંત નથી. જે કાર્યની ઈચ્છા હોય તેની પ્રાપ્તિ માટે કારણની ઈચ્છા રાખવી જોઈએ. સાધન વડે સાધકે ક્રિયા કરવી જોઈએ. છબસ્થ જીવે યોગમાં – ઉપયોગમાં અરૂપીતત્ત્વને ઉતારવાનું છે. જિનકલ્પ, અનશન સુધી ઉત્કૃષ્ટ યોગ અવસ્થા છે. તેથી ઉપયોગ સ્વરૂપમય ઘડાશે. જિતેન્દ્રિયતા, અપ્રમત્તતા, નિર્ગથતા, અણગારત્વ આદિ યોગધારાથી થવું જોઈએ ત્યારે આત્માનો ઉપયોગ સ્વરૂપમય - સિદ્ધ થશે. ઉપયોગયુક્ત ક્રિયાથી મોક્ષમાર્ગની સાધના બને છે. સ્વસત્તાનું ધ્યાન કરવાથી અને પરપદાર્થને પ્રાધાન્ય આપવાનું ત્યજવાથી અપરમાર્થિક દશા ખતમ થાય છે. સ્વરૂપદશા પ્રગટે છે. સાધક સાધનસંપન્ન નથી તો સાધક કેવી રીતે ? સિદ્ધિનું લક્ષ્ય ન હોય તો સાધક કેવી રીતે ? સાધકની પ્રવૃત્તિ અન્યને પણ હિતકારી હોવી જોઈએ. અન્યના ચિત્તને પ્રસન્ન કરનારી હોવી જોઈએ. જગતનું સ્વરૂપ સમજી જગતથી જુદા પડવાનું છે. પછી શરીરનું સ્વરૂપ સમજી શરીરથી જુદા પડવાનું છે. ઈન્દ્રિયદમન એ ત્યાગની પ્રાથમિક ભૂમિકા છે. આત્મા સાથે અભેદ થવું તે સ્વાભાવિક છે. દેહ સાથેનું મમત્વ એવું સ્વાભાવિક થયું છે કે તેમાં અભેદ થવાનું શીખવવું પડતું નથી. દરેક જીવને જીવ ગમે છે પણ દેહ જ જીવન છે એમ માનીને તેને જિવાડવા મથે છે. કોઈ દીવાલને પથરા મારે, તમે જોયા કરો તમને કંઈ ન થાય. તેમ દેહ જ્યારે જુદો લાગે ત્યારે દેહના તમે સાક્ષી બનશો, તેની ક્રિયાને Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સ્વરૂપસાધનાનાં સોપાન જોયા કરશો. વ્યવહાર એટલે મહાન કર્મયોગ, અનાદિ યોગ અને ધન આદિમાં કર્તાપણાના અભિમાન વગર, લેશ પણ આકાંક્ષા વગર તમે દુનિયાને આપો. તો જ નિશ્ચયની દૃષ્ટિના વિકલ્પોની ભૂમિકા ફળશે. નિશ્ચયષ્ટિ જ્ઞાન પ્રધાન છે. તેમાં અહમનો ભય છે. ભક્તિયોગમાં નમ્રતા, સમર્પણતા છે એટલે વિબ કે ભય નથી. જે વસ્તુ અવશ્ય કર્તવ્ય છે. તેને માટે કાળનો વિલંબ શો ? આત્મ સાપેક્ષ ધર્મ છે ત્યાં જનનું શું કામ? હ જનરંજન ધર્મનું મૂલ ન એક બદામ. હેય ઉપાદેયના વિવેક વગર સત્ સાધ્ય નથી. સત્ સ્વયં સાધ્ય છે. વિવેક સાધના છે. પૌદ્ગલિક પદાર્થોને દશ્ય બનાવીને (ઉપકરણ પ્રતિમા ગ્રંથ આદિ) સાધના કરવી તે વ્યવહાર સાધના છે. પોતાની દૃષ્ટિ - પરિણતિને લક્ષ્ય બનાવીને સાધના કરવી તે નિશ્ચય સાધના છે. જેનાથી દૃષ્ટિ અવિકારી બને છે, અને આવરણ હટે છે. આપણી દૃષ્ટિમાં વિકાર છે તેથી આવરણ ચાલુ છે. મતિ આદિ ચારે જ્ઞાન ક્ષયોપશમથી ચાલુ છે. જેમ નંબર હોય અને ચશમા આવે, ચમા ચઢાવીએ એટલે દેખાય. તેમ મતિ આદિ જ્ઞાનમાં ઉપયોગ મૂકવાથી જ્ઞાન થાય. શરીરને શબ માનીને સાધુજનો સાધના કરે છે તે સફળ થાય છે. દેહને ચેતનામય માનીને જીવવાથી શરીરનો મોહ વધે છે. શરીરને શબ માનવાથી રાગરહિત દેહાતીત દશા પામી શકાય છે. દેહભાવથી અતીત થઈને આત્માને અનુભવવાનો છે. અજ્ઞાન, મોહ, અંધકારને જે ખતમ કરે તે જ્ઞાની. જ્ઞાનીને જ્ઞાનનો ઉદય હોવાથી આનંદને અનુભવે છે. કર્મોનો ઉદય છતાં કર્મોને વેદતા નથી. જ્ઞાનનો ઉદય કરવો તે સાધના છે. એવા જ્ઞાની આપણને દૃષ્ટિ આપે છે, આપણને દૃષ્ટિ મળે છે, પણ આપણી દૃષ્ટિ બનતી નથી, કારણ કે ચારિત્રમાં અશુદ્ધિ છે. સમષ્ટિમાં રહીને, સત્સંગ, સાધના કરી, અસંગ બનીને સમાં વસવાનું છે. તે Page #92 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૭૫ સાધના છે. આત્મા શુદ્ધભાવમાં ભૂમિકા પ્રમાણે હોય છે. પરંતુ સદ્દભાવના કરવાથી રાગભાવ - દ્વેષભાવ - દોષભાવ ક્ષીણ થાય છે. દોષોનું વર્જન થાય છે. ગુણોનું સર્જન થાય છે. સાધનામાં સભાવ એ સ્વરૂપ નથી પરંતુ ઉપકારી છે. અનાદિકાળની વિભાવદશાને સ્વભાવ કહેવાય છે. કારણ કે જીવ તકૂપ થઈને કાર્ય કરે છે, વૃત્તિ કરે છે. વિભાવનો સ્વભાવ વિનાશી છે. કર્તાને વિભાવના સ્વભાવનું વેદન કરવું પડે છે, તે સ્વવેદન નથી. વિભાવ સંયોગ જાનત છે. તેનો ક્ષય થઈ શકે છે. જેમ ક્રોધને શમાવવા ક્ષમાભાવ છે. ક્ષમા નિશ્ચયથી શુદ્ધ સ્વભાવ નથી. ક્રોધના પ્રતિપક્ષી તરીકે તે ક્ષમાભાવ સાપેક્ષ છે. ક્રોધથી જેમ શુદ્ધાત્મા ભિન્ન છે. તેમ ક્ષમાભાવથી શુદ્ધાત્મા નિશ્ચયનયથી ભિન્ન છે. ક્રોધને ઉપશમાવવા, શાંત કરવા ક્ષમા સાધન છે. ક્ષમા સાધ્ય નથી. સાધ્ય તો આનંદસ્વરૂપ સ્વભાવ છે. ક્ષમા એ મતિજ્ઞાનનો વિકલ્પ છે. ક્ષમા સ્વરૂપ પ્રતિ ગમન કરાવનાર માત્ર સાધન છે. જેમ મમતા ટાળવા સમતા સાધન છે. સાપેક્ષ સમતાએ સ્વરૂપ નથી. રાગદ્વેષરહિત ચિત્તની સમસ્થિતિ એ સમતા સ્વરૂપ છે. ક્ષમા આદિ ક્ષયોપશમ ભાવના ગુણો છે. ઉપચરિત સ્વભાવે છે, પણ અનુપચરિત સ્વભાવે નથી. છતાં કોઈના અવગુણ દૂર કરવા ક્ષમાભાવની દઢતા સ્વરૂપ લક્ષ્યમાં ઉપકારક થાય છે. કારણ કે તેનું જીવન દોષરહિત ગુણયુક્ત હોય છે. પંચાચારના પાલનકર્તા સાધુજનો વર્તમાન જોગવાળા હોય છે. તેમને ભાવિકોળનો વિકલ્પ નહિ, બંધન નહિ, તેથી આર્તધ્યાન નહિ. તેથી તેઓ સુખી છે. તેમનો વચનયોગ અને કાયયોગ સમિતિગુપ્તિવાળો છે. મનોયોગ આત્મભાવમાં વૃદ્ધિ પામે છે. તે તેમનું અધ્યાત્મ રહસ્ય છે. જેમને વર્તમાનમાં જીવતા આવડે છે. તેમને ભૂતકાળ નડતો નથી, અને ભાવિકાળ ઊંચો હોય છે. માટે વર્તમાનમાં જે ઉપયોગ રાખે છે. તેનો ભાવિકાળ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સ્વરૂપસાધનાનાં સોપાન સુધરી જાય છે. શું કર્યું તે ભૂતકાળ છે. શું કરાશે તે ભાવિકાળ છે. શું કરવું તે વર્તમાનકાળ છે. વીતેલા ભૂતકાળનું (અનંતકાળનું વિસર્જન, અનંત ભવિષ્યકાળનો અંત લાવવા માટે વર્તમાનકાળ આપણા હાથમાં છે. ક્ષપકશ્રેણિ માંડીને કેવળજ્ઞાન ઉપાર્જન કરવાનું છે, તે અધ્યાત્મ સાધના છે. વર્તમાન સમયની દૃષ્ટિએ ઘણો ઓછો સમય છે, છતાં ભૂત-ભવિષ્યકાળનો અંત લાવવાનું તેમાં સામર્થ્ય છે. ભાવસ્વરૂપ આત્માને સમજવા માટે નામ સ્થાપના દ્રવ્ય છે. ક્રિયાત્મક આત્માને ભાવસ્વરૂપ કરવા માટે દાન શીલ તપ છે. શતાવેદનીયમાં દેહ દ્વારા ભોગ્ય સામગ્રીનું જેને વેદન નથી થતું. તે જ્ઞાનને વેદે છે. વેદન અજ્ઞાનવશ રાગ - મોહને કારણે છે. દેહાદિથી ભેદજ્ઞાન કરી જ્ઞાન ઉપયોગનું વેદન કરવું તે અધ્યાત્મ છે. સમકિત હોય કે ન હોય પણ બાહ્ય પંચાચારનું પાલન કરવું જોઈએ જેથી સમકિતને યોગ્ય ભૂમિકા બંધાય. પહેલે ગુણસ્થાનકે લૌકિક ભાવની મુખ્યતા રહે છે. ચોથાથી લોકોત્તર ભાવની મુખ્યતા હોય છે. મનોગુપ્તિ એટલે માત્ર શુભભાવ કરવા તેવો અર્થ નથી પણ મનને નિર્વિકલ્પ કરવાથી ગુપ્તિ છે. કર્મરહિત થવા આત્માની શક્તિ વાપરવી તેવો પ્રયોગ કરવો તે અધ્યાત્મ છે. અધ્યાત્મસાધનામાં દુશ્મન અને દુર્જન પ્રત્યે પ્રેમ કરવાનો છે. જો આવા ભાવો ન આવે તો અધ્યાત્મભાવ શું પામ્યા ? પાપના ઉદયે ધન આદિનો વિયોગ થતાં સમાધાન રહે તો, સમજવું કે સાચી સમજ હતી. દેહસહિત અન્ય પૌગલિક પદાર્થોથી જુદા પડવાનું થાય ત્યારે સર્વ પ્રકારો અને પ્રસંગોમાં સમાનભાવ રહે તો તે આત્મની જ્ઞાનદશાનું લક્ષણ છે. જીવને જો કંઈ બહારથી મેળવવાનું છે તો તે પરપદાર્થ આધારિત છે. જે અનુભવવાનું છે તે અંતરમાં છે. કેવળજ્ઞાન અનુભવવાનું છે. તે આત્મના દરેક પ્રદેશ અનુભવાય. શરીર દૂર નથી છતાં પર છે. તે Page #94 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે વિજાતીય છે તેનો અનુભવ ન હોય. દૂરની કે નજીકની વસ્તુ સંયોગમાં આવે તોપણ તે સજાતીય ન થાય. પર વસ્તુનો વિયોગ થયા વગર રહે નહિ. સંયોગ તેનો વિયોગ અવશ્ય છે. પૌગલિક પદાર્થો - કર્મરૂપે જીવ સાથે ક્ષીરનીરની જેમ રહ્યા છે. જીવ તેને સ્વમાનીને જીવે છે. અધ્યાત્મ યોગ વડે દેહભાવથી મુક્ત થવાનું છે. બાહ્ય સાધન સાથે અભેદ દશા થઈ ન શકે. સ્વરૂપ -સાધ્ય સાથે ત્રિકાળ અભેદ છીએ તેવા થઈ શકીએ છીએ. નામ સ્થાપના, દ્રવ્ય માત્ર સાધન નિક્ષેપા છે. ભાવ નિક્ષેપો સાધન -સાધ્ય બને છે. ક્ષયોપશમભાવ પણ સાધન છે. સ્વક્ષેત્રે ક્ષાયિકભાવ સાધ્યભાવ છે. અસંખ્ય પ્રદેશરૂપ સ્વદ્રવ્ય અસાધારણ કારણરૂપી આત્માથી અભેદ છે. કર્મયોગ - પુણ્યયોગ એ અપેક્ષા કારણ – સાધન છે. એ પુણ્ય એવું હોય કે ઉપાસના ઉદયમાં આવે. જીવે પૂર્વે પરપીડનથી જે કર્મો ઉપાર્જન કર્યા હોય તે નિષ્કામ કર્મયોગ વગર ખપતા નથી. તે વગર અધ્યાત્મ સાધના પણ યથાર્થે થતી નથી. - દીક્ષા – સર્વવિરતિની સાધનામાં સાધુએ અન્ય માટે ભોગ આપવાનો છે. ગૃહસ્થદશામાં તે અંશે છે. અને વિશેષપણે સાત્ત્વિકતા વડે પાત્રતા કેળવવાની છે. ત્યાગ વગર સંયમનું સેવન ન થાય. સહિષ્ણુતા વગર નિર્જરા નથી. દેહભાવથી રહિત કાયાવડે વિષય અને કષાય છોડાય તેટલો ત્યાગ છે, તે ધર્મ છે, ધર્મક્રિયા છે. ઘોર તપશ્ચર્યામાં પણ મન સમ-પ્રસન્ન રહે. પરિષહ-ઉપસર્ગમાં દેહ ઘેરાયેલો હોય તો પણ અડોલ રહે. તે ક્ષપક શ્રેણિ માંડવા માટેની ભૂમિકા • અંતિમ સાધના છે. પંચાચારના પાલનમાં સાધુજનોને અંતરાયકર્મ હોય છે. ગૃહસ્થને ધર્મની રુચિમાં અને વ્યવહારથી અર્થ-કામ-ભોગમાં અંતરાયકર્મ હોય. સાધુજનોને પરિષહ ઉપસર્ગ કર્મનિર્જરાનું કારણ બની કેવળજ્ઞાન સુધીનું નિમિત્ત બને. સાધના એ છે કે જે જે પરને ગ્રહણ કર્યું છે, તે ત્યાગવાનું છે. મૂળમાં તો દેહભાવ ત્યાગવાનો છે. દેહ મરે કે જીવે તેનો વિકલ્પ નથી, એવી ઉચ્ચ જાગ્રતદશામાં કેવળજ્ઞાનની પાત્રતા થાય. સર્વ દર્શનોનું મૂળ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સ્વરૂપસાધનાનાં સોપાન એક જ છે, સાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરો. ગુરુના દેહને આત્મતુલ્ય માની વૈયાવચ્ચ કરો. તો ઉત્તમ સેવા થઈ. પુદ્ગલની બનેલી મૂર્તિને પરમાત્મવત્ માનીને સાધના કરવી. ધર્મગ્રંથો પણ જડ પદાર્થ છતાં જ્ઞાનાચારના સેવનનું ઉત્તમ સાધન છે. આવી સાધના વડે સિદ્ધિ પ્રાપ્ત થાય. તત્ત્વદષ્ટિથી જીવ અને જડ બંને અલગ તત્ત્વો છે. પરંતુ સાધનાતત્ત્વમાં દેહરૂપ જડમાં ચૈતન્યનો આરોપ કરીને સાધના થાય છે. સાધના એ વૈકલ્પિત તત્ત્વ છે. પરમ શુદ્ધ સકલતા તો સિદ્ધ છે. જે સ્થાને જે વસ્તુનું સ્વરૂપ છે તે વિચારવું અને પાત્રતા કેળવવી. - સાધના કરવા માટે પરદ્રવ્યમાં તીવ્ર વૈરાગ્ય અને સ્વરૂપ પ્રતિ તીવ્ર લક્ષ્ય કરવાથી જ્ઞાન નિરાવરણ થશે. જ્ઞાનાચારના સેવનથી નિઃશંક થવાય પણ વૈરાગ્ય ન આવે, અને સ્વરૂપ લક્ષ્ય સતત ન ટકે તેથી આવરણ દૂર ન થાય. વીતરાગ ભગવંત પાસેથી કેવળજ્ઞાન પ્રરૂપિત દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન લેવાનું છે. પણ સાથે તીવ્ર વૈરાગ્ય ભાવ આવ્યા વિના મોહની જડ તૂટશે નહિ. રાગ દૂર નહિ થાય, નિર્મોહી કે નિષ્કષાયી નહિ થવાય. માત્ર જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તે સુખ નથી વીતરાગતા સુખ છે. આગમાદિ બહિરંગ સાધન છે. અંતરંગ સાધન જ્ઞાન ઉપયોગ પરિણતિ છે. માટે ખરો આધાર સ્વનો છે. બહિરંગ સાધન દ્વારા અંતરંગ સાધનરૂપ સ્વયં બનવું જોઈએ. તો સ્વાધીન થવાય, પૂર્ણતા પ્રાપ્ત થાય. મતિજ્ઞાનનો ઉપયોગ અંતરંગ સાધન છે. જૈનત્વ – જ્યાં જ્યાં સ્વરૂપના જ્ઞાન ધ્યાનની વાત આવે ત્યાં ભાવ જૈનત્વ હોય. મન, વચન, કાયના કરણ અને ઉપકરણ દ્વારા જે જે ક્રિયા કરીએ તે દ્રવ્ય-બાહ્ય જેનપણું છે. તેનાથી જે શુદ્ધિ આવે તે ભાવ જેનત્વ છે. - જ્ઞાન વડે જ્ઞાનનું ધ્યાન કરવું તે રાજયોગ સાધના છે, તે વડે નિર્વિકલ્પદશામાં ઉપયોગ સ્થિર થશે. આ પરમ સાધન ધર્મ છે. જ્ઞાનઉપયોગ પ્રવાહથી નિત્ય છે તેને સ્થિતિથી સ્થિર કરવો તે નિર્વિકલ્પ દશા છે. પદાર્થ જેવો છે. તેવો જણાય તે જ્ઞાન છે. પદાર્થને કર્તાભોક્તાભાવે Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૯ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે જોવા જવું તે અજ્ઞાન છે. ધર્મ પામવા માટે અધર્મને દૂર કરવાનો છે. તેમાં ધર્મક્રિયા એ સાધન છે. ધર્મ કરીએ છીએ તે ઉપચાર છે. તેને બદલે અધર્મ દૂર કરવો તે વધુ યોગ્ય છે. અધર્મ તે અહિંસાદિ વિભાવ ભાવો છે. નિર્વિકલ્પ ધર્મ સાધના એ શ્રેષ્ઠ સાધના છે. અન્ય સંબંધોમાં રાગાદિ વડે જીવવું અને ધર્મક્રિયા કરતાં રહેવું તે ધર્મ નથી. અનંતાનુબંધી આપણા કષાયો અન્યને નિમિત્ત ન બને અને અન્યના અનંતાનુબંધી કષાયો આપણને નિમિત્ત ન બને તે ધર્મની શરૂઆત છે. નિષ્કષાયી બનવું તે ધર્મની પૂર્ણતા છે. કર્તાપણાનું અભિમાન નહિ અને કર્મના ફળની ઈચ્છા નહિ તે નિષ્કામ ભાવ છે. ક્રિયાનું ફળ ક્રિયાની પરંપરા નથી, પણ સાધ્યની સિદ્ધિ છે. સાધનસેવનનું ફળ સાધનની પરાધીનતા નથી પણ પ્રસન્નતા છે, તે સાધના છે. દેહ અને ઇન્દ્રિયોમાં સુખબુદ્ધિ સખી તે સાધનોમાં ભોગ પ્રવૃત્તિ કરવી તે રાગભાવ છે. અને તેનો ત્યાગ તે વૈરાગ્યભાવ છે. તમારે જો પરમાર્થ કાર્ય સિદ્ધ કરવું છે તો તેનાથી વિરુદ્ધ કાર્યોનો ત્યાગ કરવો. પરમાર્થથી લક્ષ્યાંતર ન થવું. સચિત કે અચિત પદાર્થોનો બાહ્ય ત્યાગ કરો છો તેમ તે ત્યાગક્રિયામાં અન્ય જીવોને દુઃખ ન પડે તેમ જીવન જીવવું. મારા તપ ત્યાગ કરવામાં અન્ય જીવને ત્રાસ થાય ત્યાં રાગરહિતપણે ત્યાગ કરવો. - સ્વાધીનતાથી ત્યાગ કરવો. શાસ્ત્રો શબ્દ – અર્થનો સંકેત આપે. પણ તેનાં ગૂઢ અને માર્મિક રહસ્યો સંત-મહાપુરુષોના અંતરમાં હોય છે, મહાત્માઓના અંતરનાં રહસ્યોની સ્થૂલ મૂર્તિ છે તે શાસ્ત્રો છે. તેના પ્રત્યેક સૂત્રોના જંબુદ્વીપની રેતી પ્રમાણ રહસ્યો – અર્થો નીકળે. અનંત કેવળી ભગવંતો હોવા છતાં એક સમયે જે જુએ – જાણે તે એકરૂપ હોય. ભેદવાળું ન હોય. સાધક અપૂર્ણ છે, તે એક હોવા છતાં સમયાંતરે અનેક અધ્યવસાય પામે તેથી અનેકરૂપ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સ્વરૂપસાધનાનાં સોપાન ઉદીત-ઉદયકર્મની અવસ્થામાં જીવ બળવાન નથી. આત્મબળની અપેક્ષાએ જીવ બળવાન છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને આત્મબળની અસર નથી. તેમ તેને મોક્ષનું લક્ષ્ય પણ નથી, મોક્ષની સાધના નથી. મનુષ્ય પંચેન્દ્રિયપણામાં હોવાથી વિવેકસહ મોક્ષ આરાધે, તે માટે આત્મબળથી જીવે બળવાન થવાનું છે. આ દેહ હું નથી, તેમ નિષેધાત્મક વલણ જીવને પ્રથમ ભૂમિકાએ સહાયક છે, કારણ કે જીવ અનાદિકાળથી જે નથી તેમાં રહું છું તેમ માની ભરમાયો છે તેથી “આ હું નથી.” તેવું નિષેધાત્મક વલણ તેને લેવાનું સરળ છે. જીવનું સ્વસ્વરૂપ વિધેયાત્મક છે, “આ હું છું. પરંતુ તેનું વિસ્મરણ થયું છે. તેથી ન ઈતિથી દેહભાવો કાઢવાના છે. દેહાદિ સુખ તે આત્મિક સુખનું આવરણ છે. તેથી પરિણામે સુખ દુઃખરૂપે પરિણમે છે. આત્મિક સુખ દુઃખરૂપે પરિણમતું નથી. સુખ આવરણરૂપ લાગશે તો સુખની આસક્તિ છૂટી જશે. દુઃખ દુઃખરૂપે નહિ લાગે. સુખવિષયાદિ મલિનતામાંથી ઉત્પન્ન થવાનું છે. તેમાં સુખબુદ્ધિથી અભેદ થાય તો પરિણામે દુઃખ થવાનું છે. ભલે ધનધાન્યાદિ મળ્યા, તે સામગ્રી તું વાપરે, પણ તેનો લાભ અન્યને આપે, પ્રેમતત્ત્વ વિકાસ પામે, સંસારમાં પણ પ્રેમ-લાગણી છે ત્યાં સામગ્રી આપવા તૈયાર થઈએ છીએ. તે પ્રેમને વ્યાપક બનાવો, તે નિર્દોષ બનશે. રાગથી જેમ પોતાના દેહની ચિંતા છોડી પરિવારની ચિંતા કરીએ છીએ તેમ અન્યને માટે કરવું જોઈએ. ભોગની સામે ત્યાગનો વિવેક રાખવો જોઈએ. ઉચ્ચ તત્ત્વોને ક્રિયામાં લાવી મહાત્માઓએ ઉપકાર કર્યો છે. દેવ, ગુરુ, વડીલ સૌની સાથે સન્માનપૂર્વક વર્તવાનું છે. દેવગુરુનું સાચું સન્માન કરનાર અન્યનું અપમાન કેવી રીતે કરી શકે? દીનદુ:ખિયાનું દુઃખ કેવી રીતે જોઈ શકે? આ ભવનું ભાવિ ન બગડે અને અનંતભવનું ન બગડે એવું જીવન જીવવાનું છે. આ પ્રમાણે ન બને તો શું થશે? સંસારને સ્વર્ગ બનાવશો તો મોક્ષનાં દ્વાર ખૂલશે. સંસારને નરક બનાવશો તો સ્વર્ગનાં દ્વાર બંધ થશે. જ્ઞાનીને જગત જ્ઞાનરૂપ લાગવાથી Page #98 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૮૧ સુખરૂપ છે. અજ્ઞાનીને જગત અજ્ઞાનરૂપ હોવાથી સુખાભાસ કે દુઃખરૂપ છે. સંસારીને આદિથી અંત સુધી જેમ ધનની જરૂર છે, તેમ જીવને ધર્મની આદિથી અંત સુધી જરૂર લાગવી જોઈએ. તત્ત્વ-જિજ્ઞાસા-દષ્ટિ સાથે શ્રદ્ધા-ભાવના હોય તો સાધક સાધનાને પાત્ર રહે છે. સાધુ દ્રવ્યાનુયોગના જાણનાર હોય અથવા દ્રવ્યાનુયોગના જ્ઞાની ગુરુજનોની નિશ્રામાં હોય તો તેમનું સાધુપણું વિકાસ પામે. તત્ત્વજિજ્ઞાસા અભ્યાસથી વધુ દઢ બને છે. ગ્રહણ કરેલું ત્યાગવું તેના કરતાં આવી પડેલું ઇષ્ટ-ઉચિત ન હોય તો ગ્રહણ જ ન કરવું તે આત્મબળપ્રેરક છે. જડ પદાર્થોના ગુણો કેળવવાના નથી. તેનાથી અલિપ્ત થવાનું છે. આત્માના ગુણો કેળવવા પ્રયાસ કરવો જોઈએ. ધર્મસાધનામાં આપણે ગુણપ્રાપ્તિ કેટલી કરી અને સ્વરૂપવેદન કેટલું કર્યું તે જોવાનું છે. સાત્ત્વિકતા જળહળતી રહે તો જીવન સુંદર છે. હૃદયમાં પ્રેમ, વાત્સલ્ય, દયા આદિ વસેલાં જોઈએ. જો તેમ નથી તો હૃદય એ મોહનીયની ગુફા છે. બુદ્ધિ એ જ્ઞાનાવરણીયનું ક્ષેત્ર છે. મોહનીયને હણ્યા વગર કેવળજ્ઞાન થાય નહિ. બુદ્ધિમાં સત્ય અને શ્રદ્ધાને સ્થાન આપો. જ્ઞાનવરણીયનો ક્ષયોપશમ થશે. નિત્ય તત્ત્વ પર બુદ્ધિને લગાવશું તો નિત્યપણાનું ભાન ટકશે. આપણે બુદ્ધિને ઇન્દ્રિયસુખ પાછળ લગાવી છે. ઇન્દ્રિયોના વિષયોથી દુઃખી થવા છતાં તેમાં જ સુખ શોધીએ છીએ અને દુઃખી થઈએ છીએ. શરીર અને ઇન્દ્રિયોથી આત્મા પર છે. તેવો વિવેક કરી જે સાધન છે તેને મોક્ષના ભાવ સાથે જોડો તો મોક્ષ થાય. મોહ ઉપર જીત-(જુલમ) કરવી, શરીરે અશાતાને સહવી (દમન) તો મોક્ષમાર્ગ મળે. સાધના કાળમાં ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા ભાવ હોવો જોઈએ. પરંતુ છા દશામાં પૂર્ણતા જોઈ દૃષ્ટિરાગ કરવો યોગ્ય નથી. તેમ અન્ય ઉચ્ચ ક્ષયોપશમવાળા છદ્મસ્થ હોય તોપણ અવગણના ના કરવી. ૦ પર દ્રવ્ય જેવું હોય તેવું જોવું તે સમતોલ. ૦ પર દ્રવ્ય જેવા બનવું નહિ તે સાધના. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સ્વરૂપસાધનાનાં સોપાન ૦ કર્મનો બંધ અધર્મરૂપ છે, સંસાર છે. ૦ કર્મનો અબંધ - ધર્મરૂપ છે, તે મોક્ષ છે. અન્ય જીવો પ્રત્યે અનંતાનુબંધી કષાયનો રસ ઓછો થાય ત્યારે રાગાદિ, ક્રોધાદિની તીવ્રતા ઓછી થાય. ત્યારે પછી ધર્મની પાત્રતા થાય પર પદાર્થોના કર્તાભોક્તા ભાવથી જીવ હજૂરિયો – ગુલામ છે. જ્ઞાતા દ્રષ્ટાભાવથી જીવ જગતનો સ્વામી છે. ભેદજ્ઞાન હશે તો જીવને પુદ્ગલ પદાર્થોનો ભોગ છૂટી જશે. ૦ પુણ્ય અને ગુણને ગોપવવાથી તે વધ. ૦ પાપથી મુક્ત થવા પ્રાયશ્ચિત લેવું ઘટે. પરમાત્મા એ ગુણોના ભંડારનું અસ્તિત્વ છે. તે આપણા માટે આદર્શરૂપ છે. પરંતુ આપણે આજુબાજુ રહેલા, મધ્યે રહેલા, વળી પાસે રહેલા ભોગ્ય પદાર્થો વચ્ચે રહીને આત્માના ગુણોને ઉપજાવવાના છે. માટે આપણા કષાય રસ જેટલા સુકાય, તેટલા ગુણો વિકસે – ધર્મયુક્ત જીવનવડે જીવે પૂર્વે કરેલા દુર્ભાવો અને દુર્ગુણને દૂર કરવાના છે. તે કેવળ બાહ્ય ક્રિયાથી નથી જતા પરંતુ દુર્ગુણોને લક્ષ્યપૂર્વક કાઢવા પ્રયત્ન કરવો પડે છે. ભગવાનનું ભાવસ્વરૂપ અમૂર્ત છે. આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં વિકલ્પમાં રહીએ તો તે ભાવ કેવી રીતે પકડી શકીએ ? માટે ભગવાનના સ્વરૂપ પ્રત્યે અખંડ ભાવના રાખીએ તો ભગવાન થવાય. જીવનું સર્વસ્વ જ્ઞાન-દર્શન ઉપયોગ છે. તેનો ભોગ-ઉપભોગ વેદન તે ચારિત્ર તપ ઈત્યાદિ છે. ‘સ્વરૂપની વિશેષતાથી વિચારણા કરવાથી સ્વરૂપના ભાવો દઢ થાય છે; તે સ્વરૂપના અધ્યવસાયો છે. જે ક્ષયોપશમરૂપ છે. તેને વારંવાર ઘૂંટવાથી ક્ષાયિકભાવ પ્રગટે છે તે સાધના છે. સિદ્ધ સ્વરૂપને સાંભળે પણ તદ્રુપ પરિણમન ન કરે તો તે વ્યર્થ છે. સિદ્ધસ્વરૂપને વિચારતા તેવું જ જીવન બને તો તે યથાર્થ છે. તેની ગતિ અમરત્વ છે. ૦ મરણનું મરણ તે અમરત્વ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૮૩ આત્મગુણો જેટલા વિકસે તેટલું સ્વ-પરને સુખ થાય તે સત્ય, અને જેટલા દુર્ગુણો છે જે સ્વ-પરને દુઃખરૂપ છે તે અસત્ય. મોહની મૂઢતા બેધારી છે. સુખી થઈએ તોય અજ્ઞાનવશ મોહ વધે. અને દુઃખ પડે ત્યારે સુખ મેળવવાની ઇચ્છાએ મોહ રહ્યા કરે. મોહનીયના અંશવાળી સંજ્વલન કષાય પણ યથાખ્યાત-શુદ્ધ ચારિત્રને હણે છે. તો પછી અનંતાનુબંધી કષાયનું શું પરિણામ આવે? પૂરો આત્મા જ હણાઈ જાય. નવકારમંત્રની સાધનામાં ફક્ત એક જ અક્ષર પરિણામમાં ઘૂંટાઈ જાય તો સાગરોપમના કાળનું નરકનું દુઃખ દૂર થાય તેવું સામર્થ્ય છે. તે ફળ પણ વ્યાવહારિક છે. પરંતુ નવકારની સાધનાનું ફળ તો કેવળજ્ઞાન છે. એ નવકારનું રહસ્ય પ્રદેશેપ્રદેશ વ્યાપ્ત થઈ જવું જોઈએ. વિભાવથી સત્તામાં જે નરક તિર્યંચ ગતિનાં દુઃખો ભેગાં કર્યાં છે, તે સ્વરૂપના ભાનથી કે વિશુદ્ધ ચિત્તથી માત્ર અંતઃમુહૂર્તમાં ખપી જઈ આત્મા સ્વસ્વરૂપે પ્રગટ થાય છે. સાધના કાળે પંચપરમેષ્ઠિની શ્રદ્ધા સર્વસ્વ - પ્રાણરૂપ બનવી જોઈએ. એવો અર્પણતાવાળો ઉચ્ચ કોટિનો ભાવ, સત્કાર, સન્માન આદિ વડે દઢ બને છે. પંચપરમેષ્ઠિપદનું એક એક પદ સાધ્ય છે. સાધ્ય અત્યંત વિશ્વસનીય હોવું જોઈએ. તેમાં જીવનું કટીબંદ્ધ – દઢ થવું તે સાધના વિશ્વસનીય કહેવાય. આપણને મળેલી ભોગસામગ્રીમાં આપણને કેટલો વિશ્વાસ છે? છતાં તે અપૂર્ણ અને ક્ષણિક નીવડે છે. તેનાથી અધિક પૂર્ણ વિશ્વાસ સાધ્યમાં હોવો જોઈએ. સાધ્ય માટે જે જે સાધન લેવાં પડે તે દરેક અનુષ્ઠાનાદિમાં એ સ્વરૂપ પ્રાપ્તિ માટેનું સાધન છે, તેવો દઢસંકલ્પ થવો જોઈએ. એવા ભાવો હૈયામાં સેવવા જોઈએ. મોહના ભાવ જીવના છે, પણ તે પરનૈમિત્તિક છે. શુદ્ધ ભાવ સ્વનો ભાવ છે. આ દેહાદિ સર્વસ્વ છે, એવા મોહ ભાવ થાય. તેમાં વિશ્વાસ અને સુખબુદ્ધિ થાય. તે સર્વ મલિનભાવ છે. બંધનકર્તા સાધનામાં ત્યાગ અનિત્ય તત્ત્વનો છે. નિત્ય તત્ત્વની પ્રાપ્તિનું Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સ્વરૂપસાધનાનાં સોપાન પ્રણિધાન (દઢસંકલ્પ) સમ્યક્ત્વ લાવે છે. પંચમહાવ્રત ત્યાગ માટેનો મહાન ધર્મ છે. સંસારી જીવોને નિદ્રામાં પણ ભેદરૂપ - દુઃખરૂપ જગતનું વદન નથી તેથી નિદ્રા સુખરૂપ લાગે છે. તેવી રીતે જાગ્રતાવસ્થામાં ભેદરૂપ-દુઃખરૂપ અવસ્થાથી પર થઈએ તો આત્મશાંતિનું વેદના થાય. સંસારમાં પ્રાપ્ત થયેલા પદાર્થોથી જેમ ભોગ-ઉપભોગનો લાભ મળે છે. તેમ જ્ઞાનાચાર દર્શનાચારના મહાનધનથી ઉપર ઉપરના ગુણસ્થાનકોનો ભોગ-ઉપભોગ રહેલો છે. આવું તત્ત્વજ્ઞાન આપનાર સદ્દગુરુનો યોગ થવો, અને આપણે તત્ત્વજિજ્ઞાસુ થવું તે મહત્વપુર્ણયોગ છે. તેની સાધના સાધુભગવંતોની નિશ્રામાં કરવાની છે. સ્થાવર તીર્થનું મૂલ્ય જંગમતીર્થથી (સાધુજનો) છે. સ્થાવર તીર્થ ભેદરહિત છે તેમ જંગમતીર્થમાં સાધુજનોમાં ભેદરહિત થવું પક્ષાપક્ષીનો ભેદ ન રાખતાં વિનય, વંદન, વૈયાવચ્ચ નિર્દોષ ભાવે કરવા. તેમની નિશ્રામાં સાધના કરવી. ભગવાનના પ્રત્યક્ષ શાસનમાં થયેલા ભગવંતોનું સ્મરણથી બહુમાન-વિનય કરવાના છે, અને વર્તમાનમાં ઉપકારી સાધુ ભગવંત પાસે વંદન વિનયાદિ વડે ઉપાસના કરવાની છે. સાધનામાં આશયભેદ હોય, અજ્ઞાનતા હોય, અપૂર્ણતા હોય તો ઉપદેશકમાં પણ પ્રમાદ અપ્રામાણિકતા આવી જાય. સાચી દિશા બતાવે તે સાચો ઉપદેશક હોય. પરમાત્માની વાણીને જગતના જીવો સુધી પહોંચાડવાનું કાર્ય જરૂરી છે. માત્ર વાણીરૂપી દલાલી કરવી તે તો કેવળ સ્મૃતિ જ્ઞાનનો ક્ષયોપશમ છે. પણ જ્યારે પ્રભુની વાણીને આચારમાં ઉતારે ત્યારે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. તે સાધના છે. જિનકલ્પ એ કાયયોગ-દેહ મમત્વમોચનની અંતિમ સાધના છે. માત્ર સાધુપણું એ પૂરતું નથી. દેહાદિના મોહનો ત્યાગ એ વાસ્તવિક ચારિત્ર છે. નિરૂપાધિક જીવને માટે બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ છે. ભૌતિક પદાર્થોનો તાદાભ્ય સંબંધ એ ઉપાધિ છે. દેહભાવ વડે ભૌતિક સામગ્રીનો ભોગ તે ઉપાધિ છે. તેમાં તન્મયતા થવાથી સ્વરૂપ વિસ્મરણ થાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૮૫ કર્મયોગમાં સુકૃત કરી પુણ્યની વૃદ્ધિ કરવાની છે. ધર્મસાધનામાં આવરાયેલા આત્મસ્વરૂપને સકામ નિર્જરા વડે નિરાવરણ કરવાનું છે. આહારના પદાર્થો ભિન્ન ભિન્ન હોય. હરેક પોતાની રુચિ પ્રમાણે પૂરતો આહાર લે, તે દશ્ય ભેદરૂપ છે. પણ સૌએ ઉદરપૂર્તિ કરી તે અભેદ છે. તેમ જગતમાં અનેક પ્રકારનાં દશ્યો ભેદરૂપ છે, પણ કેવળજ્ઞાનીના જ્ઞાનમાં ભેદ નથી. આત્મસ્વરૂપ સ્વાધીન છે, તે જ્ઞાની ભગવંતોએ તપ સંયમ દ્વારા કાયયોગથી વ્યક્ત કરેલ છે. જેથી કાયયોગ સ્વાધીન બને, સાધનામાં બાહ્ય ભોગસામગ્રીની જરૂર નથી. જેથી રોગના ભોગ પણ થવાતું નથી. ભોગના ત્યાગથી સ્વાધીન થવાનું છે. કાયામાં રોગ અને ભોગ ઉભય છે માટે કાયભાવથી મુક્ત થવાનું છે. કાયા ભોગ નહિ પણ યોગનું સાધન બને તો તે આત્મસુખની પ્રસાદીરૂપ છે. પ્રતિક્ષણે જીવને સુખની ઇચ્છા રહે છે તે બતાવે છે કે વેદન એ સત્ય છે. કેવળ માન્યતા નથી. વળી ભૂતકાળ અને ભવિષ્યકાળ વેદનમાં આવતું નથી. આજે આપણી ઉંમર પચાસ વર્ષની હોય તો આપણે પચાસમા” વર્ષને ભોગવીએ છીએ. પૂર્વનાં વર્ષોની માત્ર સ્મૃતિ છે. આમ ભૂત-ભવિષ્યકાળને આપણે ભોગવી શકતા નથી માત્ર જાણી શકીએ છીએ, તેથી તે ભાવો ક્ષણિક છે. પણ જ્ઞાન ત્રણે કાળમાં છે. જ્ઞાનમાં ત્રણે કાળ જણાય છે. માટે કર્તાભોક્તાપણું અસત્ છે. ક્ષણિક છે. જ્ઞાતા દ્રષ્ટાભાવ નિત્ય છે. મહાન છે. સ્વભાવ પૂર્ણ હોઈ શકે, કોઈ પણ ક્રિયા પૂર્ણ ન હોય, ક્રિયા સૂક્ષ્મ બનતી જાય. પછી સ્વભાવરૂપ બને. કોઈનાથી કોઈને પૂર્ણ બનાવવું શક્ય નથી. તીર્થંકર પરમાત્મા જગતના તારણહાર કહેવાય છે. સર્વને તારી શકે તેવી શક્યતા છે, છતાં બધા જીવો તરી શકતા નથી. કારણ કે જીવોની તે પ્રકારની યોગ્યતા હોતી નથી, જે ભવિ જીવ તરવાનો કામી છે તેને પરમાત્મા તારી શકવામાં નિમિત્ત બને છે. જીવનું ઉત્પાદન કારણ તૈયાર થાય તેને દેવગુરુ ધર્મનું નિમિત્ત તારવા માટે સફળ બને છે. નિમિત્ત કારણ હોય પણ ઉપાદાન તૈયાર ન થાય તો તરી ન શકે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ८६ • સ્વરૂપસાધનાનાં સોપાન સાધનામાં અપેક્ષા કારણ (મનુષ્યપણું વગેરે) કરતાં નિમિત્ત કારણ દેવગુરુ) ઘણા બળવાન છે. અને નિમિત્ત કારણ કરતાં ઉપાદાન કારણ ઘણું બળવાન છે. મોહનીય કર્મના ઉપશમ આદિ થાય ત્યારે અંતરાત્મા એ ગુરુતત્ત્વ છે. સર્વ કર્મનો ક્ષય થયો છે તે પરમાત્મા દેવ તત્ત્વ છે. જેને મોહનીય કર્મનો ઉદય વર્તે છે તે બહિરાત્મા છે, તેણે અંતરાત્મા થવા માટે દેવગુરુનો આશ્રય જરૂરી છે. અસાધારણ કારણમાં સંસ્કૃતિવિકૃતિ બંને હોય. કેવળજ્ઞાન થતાં અસાધારણ કારણ અભેદ થાય છે. કાર્ય સિદ્ધ થયા પછી કાર્ય રહેતું નથી. ઉપાદાન – એટલે મૂળ દ્રવ્ય, તે અસાધારણ કારણનો આધાર. ઉપાદન અને અસાધારણ કારણને આધાર આધેય સંબંધ છે. એક સુધરે બીજું સુધરે છે. મોક્ષની ઈચ્છા એ ઉપાદાન કારણ છે. અને મોક્ષજનિતભાવ તે અસાધારણ કારણ છે. આમ આ કારણોમાં પૂર્વ પશ્ચાતપણું છે. મોક્ષની ઈચ્છા એ અવંચકયોગ - સાચો યોગ છે. તેથી અપેક્ષાકારણ અને નિમિત્તકારણ મળી આવે છે. દેવ ગુરુ સજાતીય છતાં પર છે, તેમનું આલંબન લઈ શકીએ છીએ, તેમની સાથે તદ્રુપ થઈ ન શકાય. દ્રુપતા પોતાના સ્વપ્રદેશ ગુણપર્યાય સાથે હોય. ચૌદ ગુણસ્થાનકોની વિચારણાથી અતીત એવી મોક્ષની ઇચ્છા, દૃઢ સંકલ્પ કરીએ તો સમ્યક્ત્વની સ્પર્શના થાય. તેથી નિર્વિકલ્પ જ્ઞાનની ભાવના કરવા આવા વિકલ્પોને ભજવા પડે. અને આનંદનું વેદન કરવું જોઈએ. શેય પદાર્થો સાથે જોડાયેલું જ્ઞાન નિર્વિકલ્પ નહિ થાય. જ્ઞાન, આનંદ-સ્વરૂપ સાથે જોડાય ત્યારે નિર્વિકલ્પ થાય. જ્ઞાનાનંદ એટલે અક્રિય અવસ્થા, અકર્તાભાવ છે. આત્માકારતા હોય ત્યારે શેયમાં ઉપયોગ નથી હોતો, પરંતુ આનંદ સાથે ઉપયોગ હોય છે. જેમ જીભ ઉપર સાકર રાખશું તો સાકરમાં શેયનો ઉપયોગ નહિ રહે પણ રસાસ્વાદનો ઉપયોગ થશે. જેમ પુદ્ગલ દ્રવ્ય શેય છે પણ તેના નિમિત્ત વડે શાતા અશાતા થાય છે ત્યારે શેયને ભૂલીને ઉપયોગ શાતા અશાતારૂપ બને છે. અન્યને સત્ય સમજાવવું તે આપણી ફરજ છે, પણ જો તેની સત્ય Page #104 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે સમજવાની ભૂમિકા ન હોય તો આપણે સમતામાં રહેવું. વિષમ થવું નહિ, તે કર્તવ્ય છે. જે કાર્યને ઇચ્છે તે કારણને ઇચ્છે તેને શુભમતિ કહેલ છે. કારણ વિના કાર્યની સાધના થાય નહિ. સાધન વિના, સાધના વિના, સાધક બન્યા વિના સાધુત્વ પ્રાપ્ત થાય નહિ. કેવળ તન અને મનની ચિંતા કરવાથી આત્મચિંતા થતી નથી. ભવનિર્વેદતા આવતી નથી. ભવાંતની ચિંતા ઉદ્દભવતી નથી. આસ્તિક એને કહેવાય જે આત્મહિતની ચિંતા કરે. તે સાચો ત્યાગી વૈરાગી બને. આત્મચિંતા કે ભવસ્વરૂપ ચિંતા કરનારને તન અને મનની ચિંતા ગૌણ થાય છે. આધિ, વ્યાધિ, ઉપાધિની અસર ન થાય. સ્વપ્નાવસ્થાનું દુઃખ જાગ્રતાવસ્થામાં ચાલ્યું જાય છે. તેમ બ્રહ્મદશામાં અજ્ઞાન, મોહ, માયાનું દુઃખ નાશ પામે છે. આપણા ઉપયોગ વડે આપણે આપણા મનને જોતા જઈશું તો ઇન્દ્રિયના આનંદને બદલે અતિન્દ્રિય આનંદ અનુભવાશે. પરપદાર્થોના વિચારો આત્માના આનંદને આવરે છે. દયા, દાન, ક્ષમા આદિ ગુણોના ક્ષયોપશમ ભાવ દોષોને ટાળવા , માટે કરવાના છે; તે ગુણોના ભોક્તા ન થવું નિરપેક્ષ ભાવે કાર્ય કરીને મુક્ત થવું. કર્તવ્યતા, કર્યા અને સ્વપ્રતિ દ્રષ્ટા બનવું. ભોક્તા બનવાથી ગુણો ચાલ્યા જશે. કંઈ કરવાપણું છે ત્યાં કતભાવ છે. દ્રષ્ટાભાવમાં નિષ્કામભાવ છે. ભોક્તાભાવમાં સકામભાવ છે. અહંમ કર્તાભાવ આપે છે. સકામભાવ આવે કત મટી ભોક્તા થવાય છે, તેથી દોષો સેવાય છે, માટે સાધકે ક્ષયોપશમ ભાવમાં લેશમાત્ર પ્રમાદ ન કરવો. ગુણોના શુભભાવના ભોક્તા ન બનતા ક્ષાવિકભાવને પ્રાપ્ત કરવાનો છે. સમ્યક્ત્વ મોહનીય પરિહરવાનું છે તેવી ભાવના દઢ કરવી. ગુણ પ્રાપ્ત કરવા પુણ્યના ઉદયમાં જાગ્રત રહેવું. ઉપયોગ દ્વારા આવતા શુભાશુભ સંસ્કારો આત્માના પ્રદેશોમાં જમા થાય છે, અને પાછા ઉપયોગ દ્વારા નીકળે છે. સાધનામાં આત્માને માત્ર જ્ઞાનસ્વરૂપ જ ન માનતા આનંદસ્વરૂપ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સ્વરૂપસાધનાનાં સોપાન માનવું. જો આનંદ પ્રગટ ના થતો હોય તો વિકલ્પો શમ્યા નથી તેમ માનવું. માટે શેય સાથે જ્ઞાનને લૂપ થવા ન દેવું. પૂર્ણ જ્ઞાન પ્રયોજનપૂર્વક ય સાથે સંબંધ નથી કરતું, પરંતુ જ્ઞેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્યારે છદ્મસ્થ જ્ઞાન શેય સાથે સંબંધ કરે છે. તેથી આનંદ તિરોહિત થાય છે. અને વિકલ્પો ઊઠે છે તે મિથ્યાદશા છે, અસદશા છે. તેમ માનશો તો રાગ સાથે બંધન થશે નહિ. છપસ્થ જ્ઞાનથી જે જાણીએ છીએ તે ખોટું છે; તે ક્રિયા ખોટી છે. તે ય સારરૂપ કેમ માનવા? તે શેયને અપેક્ષાએ અસત્ માનો તો રાગદ્વેષ થશે નહિ. શેયને જાણવાની જોવાની ક્રિયા બંધ કરવી તે સાધના છે. છતાં જો ક્રિયા ચાલુ રહેતી હોય તો તે જ્ઞાનક્રિયા અસત્ છે, તેમ સમજવું અને તેનો આગ્રહ ન કરવો. મારું સ્વરૂપ આનંદસ્વરૂપ છે તે પરપદાર્થની અપેક્ષા રાખતું નથી. જ્ઞાનકાર્ય સ્વક્ષેત્રે આનંદનું જ છે. શેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, તેથી મોહવશ આપણે જોવા જાણવાની ક્રિયા ચાલુ રાખી રાગાદિ કરીએ છીએ. સાચી જ્ઞાનક્રિયા સ્વક્ષેત્રે આનંદ વેદન છે. પર શેય પદાર્થોમાં કિંઈ પણ પરિવર્તન થાય તેથી જીવના સ્વરૂપમાં કંઈ ફરક પડતો નથી. જેમ કે અરિહંત કે સિદ્ધ પરમાત્માના કેવળજ્ઞાનમાં વિશ્વના સમસ્ત શેયપદાર્થો પ્રતિબિંબિત થવા છતાં કંઈ ફરક પડતો નથી. સાધનામાં ક્ષયોપશમ ભાવમાં આનંદ વેદાય તો તે શુભ નિશાની માનજો, લક્ષ્ય ના માનશો, તેનાથી આગળ વધીને ક્ષાયિકભાવમાં જવાનું છે. સ્વપ્નદારહિત નિદ્રામાં સુખ-આનંદ કેમ લાગે છે ? કારણ કે આવરણ જ્ઞાન હોવા છતાં પરપદાર્થને જાણવા જતાં નથી. ત્યાં અવળી જ્ઞાન ક્રિયા થતી નથી. હું આત્મા છું. જ્ઞાન મારું લક્ષણ છે, જ્ઞાનનું કાર્ય આનંદ છે. પરને જાણવું જોવું તે મિથ્યા છે, અસત્ છે, તેથી મારે વિરમવું જોઈએ. તે માટે નિર્વિકલ્પ સાધના કરવી જોઈએ. સાધના એટલે સ્વમાં સમાઈ જવું. સાધનામાં કોઈ મત પંથનો આગ્રહ નથી. આગ્રહનો અર્થ છે તમારું મંતવ્ય બીજા સ્વીકારે. જેમાં અહમ છે, પ્રથમ તમે સત્યનો સ્વીકાર કરી સને પામો, પછી એ સત્યની પ્રસાદી અન્યને આપો. તે સ્વીકારે કે ન સ્વીકારે Page #106 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૮૯ તમે આગ્રહ ન રાખો. સામી વ્યક્તિ તેની રૂચિ, સંયોગ, ભવિતવ્યતા પ્રમાણે સ્વીકાર કરશે. તેમાં તમારે આગ્રહ ન રાખવો. તેમાં તમે સ્વાધીન નથી. તમે તમારી સાધનામાં સ્વાધીન છો. પર વ્યક્તિ પર આગ્રહ રાખવો તે સ્વનું લક્ષ્ય ચૂકવા જેવું છે. વળી કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ છે, તેનો નિર્ણય તમે ના કરશો. તમે મિથ્યાત્વનો અર્થ કરજો. સમજાવવા પ્રયત્ન કરજો. પણ કોઈને માટે તેવી માન્યતા ન કરશો. સાધ્યની સજાતીયતા સાધ્ધમાં છે. સાધનમાં નથી. સાધન ક્યાં તો ઉપકરણ છે કે બાહ્ય ક્રિયામાં છે. માટે સાધનાની સજાતીયતા સાધ્યમાં જોવી. અધિકરણ (સાંસારિક સાધનો) પામેલ જીવ દ્રવ્ય ક્ષેત્ર કાળ આશ્રિત પરભાવ કરશે, તે વિપરીત સાધના છે. માટે અધિકરણનો ત્યાગ કરવો જોઈએ. મનાદિ કરણનો પણ ભોગ નહિ યોગ સાધવો જોઈએ. ઉપકરણ અને કરણ એ સાધનામાં ઉપયોગી છે. સામાયિક પ્રતિક્રમણના દરેક સૂત્રોમાં સાધના બતાવી છે. સૂત્રો કે શબ્દાર્થ સુધી અટકી ન જતાં તેનું આત્માર્થે લક્ષ્ય કરવું. લક્ષ્ય એટલે સાધ્ય સાથે ઐક્ય થવું. વળી અનુપ્રેક્ષા વડે ભાવવૃદ્ધિ કરવી. મતિજ્ઞાન દ્વારા કારણમાંથી કાર્ય જોવું, અને કાર્યમાં કારણ જોયું તો એકાંતનું મિથ્યાત્વ નહિ આવે. જો ત્યાગનું સાચું લક્ષ્ય હશે તો ત્યાગના ભાવમાં કે ત્યાગ ક્રિયામાં ભૂલ નહિ થાય. અને વસ્તુનો ત્યાગ કરતાં દુઃખ નહિ થાય. દેહ ત્યાગ કરવો પડે તોપણ લેશમાત્ર ક્ષોભ કે દુઃખ નહિ થાય. સાધકનું કાર્ય શાસન ચલાવવાનું નથી. શાસન-સ્વાધીનતા પામવાનું છે. સ્વરૂપમાં લય થઈ સ્વશાસન કરવાનું છે. શાસ્ત્રના સાધન દ્વારા આત્મામાંથી જ્ઞાન સ્રોત પ્રગટ કરવાનો છે. તીર્થંકર પરમાત્મા જ્ઞાની થતાં, કેવળજ્ઞાન પ્રગટ થયા પછી ધર્મતીર્થની સ્થાપના કરે છે. શાસ્ત્રરચના કરે છે. સ્વરૂપને પ્રાપ્ત કરનારને ત્રણે લોક નમે છે. અધર્મ શું છે, આપણા સ્વરૂપનું વિસ્મરણ કરી જે આવરણ કર્યું Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સ્વરૂપસાધનાનાં સોપાન છે તે દોષ છે. આ અધર્મ, દોષને દૂર કરવા તે સાધના છે. શાસ્ત્રાર્થ ગમે તેટલા કરે પણ જો સ્વરૂપ રમણતા ન થઈ તો સાધના નિષ્ફળ છે. દોષ કાઢવા પ્રથમ દયાદાન આદિ ગુણો છે. સત્તા સમૃદ્ધિ, રૂ૫, બળ વગેરે આઠ મદ (અહંકાર) છે. આઠ મદમાં કયાંય શ્રદ્ધાનો ઉલ્લેખ નથી. કારણ કે શ્રદ્ધાના મૂળમાં નમ્રતા – સમર્પણતા, નિરાભિમાનીપણું છે. દર્શનશાન ચારિત્ર તો સ્વયં આત્મામાં નિવાસરૂપ ગુણ છે. અધ્યાત્મયોગમાં વસ્તુ અને વ્યક્તિથી અસંગ થવાનું છે. ગુણપ્રાપ્તિ એ મહાન પુરુષાર્થ છે. દયા દાન આદિ ગુણો પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શન આદિ આત્મિક ગુણો અંતર્મુખતા વડે પ્રાપ્ત થાય છે. માટે જીવન જાગૃતિપૂર્વક જીવવું જોઈએ. પંચમહાવ્રતના પાલનથી જીવનમાં નિર્દોષતા આવે છે. અન્યના દોષ દર્શનથી દૂર રહેવાની જાગૃતિ હોય છે. સમ્યગ્ગદર્શન • જ્ઞાન - ચારિત્ર વડે સ્વરૂપ રમણતા એ પરમ નિર્દોષતા છે. ભાવચારિત્ર છે. દેહધારીને બહારના સંયોગોની ઉપાધિ આવવાની છે. દેહમાં રોગથી વ્યાધિ આવવાની છે. માનસિક ચિંતારૂપ આધિ રહેવાની છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત થવા માટે મનોયોગને વિવેક અને જ્ઞાન વડે કેળવવાનો છે. જેથી સમાધિભાવ ટકે. અસમાધિ એ દુઃખ છે. સત્ તત્ત્વ માટે કરાતી સઘળી સાધનાઓ ભેદરૂપ છતાં તેનું માહાસ્ય છે. કારણ કે તેનાથી આવરણભંગ થાય છે. ભગવાનનાં દર્શન સમયે આંખ અને મનનું ઐક્ય જોઈએ. દય મનમાં વસી જવું જોઈએ. મનમાં પરમાત્મતત્ત્વનું દર્શન ટકવું જોઈએ. મન તદાકાર થવું જોઈએ. શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સ્વરૂપ જ્ઞાન આ ચારનું સેવન કરનારને પોતાના આત્મપ્રદેશોએ રહેલાં કર્મો ઉદવર્તના અપવર્તના (વૃદ્ધિ હાનિ) આદિ મહાન પરિવર્તન થાય છે. અશુભનું અપવર્તન થાય. શુભભાવનું ઉદ્વર્તન થાય. દેવલોકમાં ઉચ્ચ સ્થાનના આયુષ્યના બંધ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૧ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે થાય. તેમાં જો શુદ્ધતા આવે તો મોક્ષ પ્રાપ્ત થાય તે વિશેષ ફળ છે. આ પ્રમાણે સત્સંગ સ્વાધ્યાય દરેક અનુષ્ઠાનનું માહાસ્ય સમજવું. પુનઃ પુનઃ પ્રયત્ન કરીને નિર્વિકલ્પ દશાને આરાધવી તે પરમાત્માની ભક્તિ છે. ઇચ્છા-વિચારરહિત થવું તે આત્મસ્વરૂપની સાધના છે. શ્રવણ, મનન, ચિંતન, કે ધારણાથી મનોબળ વધારવું. ધ્યાન સમાધિ દ્વારા મન નિર્વિકલ્પ બને છે. મનની ચંચળતા, નિર્બળતા, ભયભીતતા, આદિને ખતમ કરવાના છે. આમ મનને સબળ બનાવી અમન થવાનું છે. શુદ્ધ ઉપયોગવંત થવાનું છે. અહિંસા, ક્ષમા, દયા, દાન, પરોપકાર, સંયમ, તપ આદિ સાત્ત્વિકગુણોનું સેવન ભાવથી કરે તો મિથ્યાત્વ મોહનીય કર્મ પરિવર્તિત થઈ સમ્યકત્વ મોહનીયરૂપે પરિણમે. સાધુજનો સુખી કેમ છે ? તેઓ નિરારંભી, નિષ્પરિગ્રહી, જિતેન્દ્રિય હોવાથી તદ્ભનિત ઉપાધિ કે દુઃખ નથી. વળી ઉપસર્ગ અને પરિષદ સહન કરવા હંમેશાં તત્પર છે. તેથી જ્યારે તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તેઓ દુઃખિયા નહિ પણ સુખિયા હોય છે. જ્ઞાની કોણ? પોતાથી પર એવા વિશ્વના પદાર્થોને સુખનો આધાર ન માને પણ પોતાના સુખનો આધાર પોતાને જ માને, આત્મ સ્વરૂપને માને, સ્વનો અનુભવ પામે. અજ્ઞાની દુઃખી કેમ? શરીર આદિ સર્વ પૌગલિક પદાર્થોમાં મોહ રાખવો. સુખ કે ભોગબુદ્ધિ રાખવી. જોકે જીવ ત્યારે જડરૂપે થતો નથી પણ આવા અજ્ઞાન અને મોહવશ તે જીવ આત્માના સુખનું વેદન કરી શકતો નથી. એટલે તે દુઃખી છે. અજ્ઞાની કંઈ નથી જાણતો તેમ નથી પણ તે જે જાણે છે તે વિપરીત જાણે છે. પદાર્થના સ્વરૂપને જાણતો નથી. સ્વીકારતો નથી. • ક્ષયોપશમ જ્ઞાન ક્રમિક છે, પૂર્ણજ્ઞાન અક્રમિક છે. બે દ્રવ્યોના સંયોગ વગર વ્યવહાર ન હોય. પરમાર્થતત્ત્વમાં સંયોગ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સ્વરૂપસાધનાનાં સોપાન વિયોગ, રાગ-દ્વેષ, કર્તા-ભોક્તા જેવા વ્યવહાર નથી. આત્મા અને કેવળજ્ઞાન સાંયોગિક નથી. સ્વસ્વરૂપ છે. કેવળી ભગવંતને આત્માનું જ્ઞાન આનંદરૂપ છે. અનુભવાત્મક છે. તીર્થંકર પરમાત્માનું સમવસરણ તે પુણ્યાતિશયની ફળશ્રુતિ છે. એટલે તે વિસર્જન થાય છે. જ્યારે કેવળજ્ઞાન સ્વયંભૂ સ્વસત્તારૂપ, અરૂપી, અક્ષય હોવાથી વિસર્જન થતું નથી. તે સાદિઅનંત છે. જ્ઞાનાવરણીય કર્મનો પ્રભાવ આ કેવળજ્ઞાનને નષ્ટ કરી શકતું નથી પણ સંતાડી દે છે, આવરણ કરે છે, માટે સાધકે આત્મસ્વરૂપને પ્રાધાન્ય આપવાનું છે. શુદ્ધ સ્વભાવના બે ભેદ છે: ૧. પરિણામિકભાવ, ૨. ક્ષાયિકભાવ. આ બંને ભાવોમાં પર પદાર્થનો સબંધ નથી. કર્તાભોક્તાપણાનો ભાવ ન હોય. કર્તાભોક્તાપણાના ભાવનું સ્વભાવ પર આચ્છાદન હોવાથી સ્વભાવનું વદન થતું નથી. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્યના ઉપયોગરૂપ જે આપણા પરિણામિક ભાવ છે. તેને ઔદયિક, ઉપશમ, ક્ષયોપશમ ભાવ છુપાવી શકે છે. પણ નાશ કરી શકતા નથી. ક્ષાયિકભાવનું પરિણમન પારિણામિકભાવને પ્રગટ કરે છે. આવરણ ટાળી શુદ્ધ કરે છે. તે નિરાવરણ દશા છે. પારિણામિકભાવની વાસ્તવિકતા ક્ષાયિકભાવ છે. સાધકપણામાં જાણવા જવું તે સહજતા નથી. કર્તાભોક્તાભાવ ન થવો તે નિર્દોષતા છે, જે સાધકનો ગુણ છે. આ ગુણથી જીવનો કર્તાભોક્તાભાવ ન હોવાથી ઘાતકર્મોનો ક્ષય થાય છે. ક્રમે કરી અઘાતી કર્મોનો ક્ષય થઈ. અકર્તા અભોક્તાપણું પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં કર્તાભોક્તાભાવ રહે તો ઘાતકર્મનો નવો બંધ થાય છે. આત્મા પર અશુદ્ધિ ઘાતકમની છે. અને પ્રદેશો પર અશુદ્ધિ અઘાતી કર્મોની છે. તેના શુભાશુભ ઉપયોગની અશુદ્ધિ ઘાતકર્મોને આભારી છે. જેમ પ્રદેશ વગરનો આત્મા નથી તેમ જ્ઞાન વગરનો આત્મા નથી. ઉપયોગને નિરાવરણ કરવો તે સાધના છે. પરમાર્થને અનુરૂપ સાધનાથી જેટલો ઉત્કૃષ્ટ પુણ્યબંધ થાય, ઉત્કૃષ્ટ નિર્જરા થાય, ઉપયોગની શુદ્ધિ થાય, તેટલી માત્ર કરણ (મનાદિ) કે ઉપકરણની સાધનાથી થતી નથી. ૧૦: Page #110 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૯૩ કરણ ઉપકરણ અનુકૂળ સાધન છે, અનુરૂપ સાધન નથી. અજ્ઞાનમય ઉપયોગથી જ ઉપયોગની અશુદ્ધિ થઈ છે. ઉપયોગની અશુદ્ધિએ અધિકરણને જન્મ આપ્યો છે. અધિકરણની સામે ઉપકરણને સાધન તરીકે રાખવા જોઈએ. અને જ્ઞાનમય ઉપયોગ દ્વારા ઉપયોગની શુદ્ધિ કરવી જોઈએ. તે સાધના છે. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પર છે. તેને માત્ર સાધન બનાવો. આત્મા સ્વભાવરૂપ છે, તેને પણ સાધન બનાવો. અને સાધ્ય શુદ્ધસ્વરૂપ છે. તેનું નિશ્ચયથી લક્ષ્ય રાખો. આપણે આપણા ઉપયોગમાં મોહને જાણ્યો ત્યારથી સાધના શરૂ થઈ. તેને દૂર કરવાનો પુરુષાર્થ કરવો તે સાધનાનો વિકાસ છે. પરનું સ્વરૂપ જાણવાનું છોડી, પરમાત્માના ક્ષાયિક સ્વરૂપને અનેક અવસ્થાઓથી જાણી, સ્વતરફ વળવું તે સાધના સાધ્ય સુધી પહોંચાડશે. નિરારંભીપણું, નિષ્પરિગ્રહીપણું, જિતેન્દ્રિયતા એ સાધનાનાં અંગો છે. વળી શાસ્ત્રદર્શન વડે સ્વદોષદર્શન જાણીને ભૂલો સુધારવી. આત્મદર્શન માટે જેમ પરમાત્મદર્શન છે, તેમ દોષદર્શન માટે શાસ્ત્રદર્શન છે. તે દર્પણ સમાન છે. કેવળી ભગવંત સ્વયં જગતનો પવિત્ર અરીસો છે. કેવળી ભગવંતની છાયારૂપ શાસ્ત્રો છે. શાસ્ત્રદર્શનથી પોતાની ઊણપ કાઢવાની છે. મોક્ષમાર્ગની સાચી સાધના ક્યારે ? આપણને આપણી અપૂર્ણતા, ત્રુટિ, દોષો ખૂંચે અને તે કાઢવા પ્રયત્નશીલ થઈએ ત્યારે આપણી સાધના સાચી હોય છે. અઢાર પાપ સ્થાનકોથી રહિત ગુણવાન કોણ છે; તેમના ગુણોને અપનાવો, તેમાં નામ, વેશ લિંગનો આગ્રહ છોડવો. તમે જે કોઈ ક્રિયા, અનુષ્ઠાન કરો તે તમને મુક્તિ પ્રત્યે લઈ જતું હોવું જોઈએ. અનશન, તપ, જપ, ધ્યાન, સ્વાધીનપણે થવા જોઈએ. પંચાચાર કે પંચમહાવ્રત, પંચસમતિ કે ગુપ્તિ કેવળજ્ઞાનને પ્રગટાવનારી જોઈએ. અજ્ઞાન, દોષ, પ્રમાદ, ક્ષતિઓ ક્યાં સુધી રહેશે જ્યાં આપણને તે આંખના કણાની જેમ ખૂંચતા નથી ત્યાં સુધી રહેશે. Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન માટે સ્વદોષનું દર્શન જરૂરી છે. બારમા સુધી એકેએક ગુણસ્થાનકો મોહનીય કર્મની પ્રકૃતિનાં આશ્રિત નામો છે. દરેક ગુણસ્થાનકોએ મોહનીયના રસો બતાવ્યા છે. તે કાઢવા માટે જ ચારિત્રનું નિર્માણ છે. ક્ષપકશ્રેણિ ન મંડાય ત્યાં સુધી સત્તામાં કર્મો-દોષો રહેલા છે. જે સાધકને પાડી શકે છે. માટે અહંકાર ત્યજીને આગળ વધવું. વળી ઉપશમ શ્રેણિવાળો તો પડીને મિથ્યાત્વ સુધી પહોંચી જાય છે. નિર્દોષતા, સહજ સ્વભાવનું લક્ષ્ય કે રુચિ કર્યા વિના દોષો ખૂંચતા નથી. દોષ દેખાવો અને ખૂંચવો તેનું બળ દેવગુરુ અનુગ્રહે મળે છે, તેમની વીતરાગતા અને નિર્દોષતા આપણા દોષોનું ભાન કરાવે છે. પરમતત્ત્વને – પરમાત્માને લક્ષ્યમાં રાખીને દ્રવ્ય ક્ષેત્ર, કાળને સાધન બનાવીને સાધના કરશું તો સાધ્ય સિદ્ધિ થશે. જો જીવનમાં સાધના નથી તો જીવ પર દ્રવ્ય ક્ષેત્ર કાળને જ સાધ્ય માની એમાં જ રોકાઈ જશે. જો સાદિસાંત તેવાં તત્ત્વમાં રોકાઈ જાય તો સાધ્ય સિદ્ધ ન થાય. સાધન સાધ્યનો ઉભય મેળ જોઈએ. પરમાત્મસ્વરૂપ, શુદ્ધસ્વરૂપ સિવાય અન્ય સર્વે સાધન છે. પંચ પરમેષ્ઠિ સાધન તત્ત્વ છે. તેના અવલંબન વડે સાધ્ય તત્ત્વ સિદ્ધ કરવાનું છે. ગુરુતત્ત્વની ઉપાસનાથી આત્મા ગુરુ બને, દેવ તત્ત્વની ઉપાસનાથી આત્મા દેવત્વ પામે. સાધનનો ઉપયોગ કરી સાધનથી અભેદ થવું તે સાધના છે. દેહભાવ તોડવા દેહ ઉપર પ્રતિકૂળતા ઊભી કરવી. ગરમી, ઠંડી વગેરેથી. પરિષહ ઉપસર્ગ સમતાએ સહન કરવા. દિગંબર આમ્નાય કે ઈતરદર્શનના આવા પ્રકારો પ્રત્યે ઉદારતાપૂર્વક દૃષ્ટિ કરવી. પ્રતિકૂળતાઓ ઊભી કરવી. ઉપસર્ગ પરિષહ સહન કરવા સમાધિ રાખવી તે સંવર નિર્જરા તત્ત્વ છે. મોક્ષનું પરમ કારણ છે. સાધનભેદ, કાળભેદ, અધ્યવસાય સ્થાનોના ભેદ હોય. સમક્તિના પ્રકારો કેવળ જૈનદર્શનમાં છે તેવી સંકુચિતતાથી આગ્રહ ન રાખવો. પણ પંદર લિંગે સિદ્ધ છે, તો તે પ્રકારે સમકિત છે તેમ સમજવું. કેવળી ભગવંતની ઉપસ્થિતિમાં કે તીર્થકર દેવની નિશ્રામાં મોક્ષ થવાનો છે ત્યાં Page #112 -------------------------------------------------------------------------- ________________ - ૯૫ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે જે કંઈ ખોટું હશે તે નીકળી જશે, માટે સાધકે ખોટા દુરાગ્રહમાં પડવું નહિ. સાધનાકાળમાં આલંબનની આવશ્યકતા રહે છે. એ આલંબનમાં આરોગ્યની પણ જરૂર રહે છે. અનારોગ્યમાં ધર્મ કે ઉપભોગ થતા નથી, આર્તધ્યાન થાય છે. “આરૂષ્ણ બોહિલાર્ભમાં ચિત્તના આરોગ્યની - નિર્દોષતાની મુખ્યતા છે. ત્યાર પછી હવે મને દેહ જોઈતો નથી, જન્મ જોઈતો નથી, એવા ભાવ આવે મોહ ઘટે છે, ત્યાર પછી ધન પરિવાર આદિનો મોહ સહેજ છૂટશે. આખરે જ્યારે શરીર જ છૂટી જશે તો ભોગઉપભોગ, શાતા-અશાતા કોના ઉપર નભશે ! તે પણ નષ્ટ થશે. ૦ સંસારનો મહામંત્ર હું દેહ છું. ૦ મોક્ષનો મહામંત્ર હું આત્મા છું. બુદ્ધિ અને મન શરીર આશ્રિત છે. કોઈ પણ પદાર્થ જોઈને તેનો વિકલ્પ થાય, ભેદ થાય તે બુદ્ધિ. છતાં બુદ્ધિનો સદુઉપયોગ એ છે કે સતુ-અસનો નિર્ણય કર્યા પછી તે છૂટી જાય. સ્વરૂપમાં લય થવા માટે બુદ્ધિની જરૂર નથી. પદાર્થોમાં રાગ-દ્વેષથી બંધ થાય છે તે જાણવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો. પરંતુ વીતરાગભાવમાં રહેવા માટે બુદ્ધિની જરૂર નથી. પદાર્થોના હેય ઉપાદેયના વિવેક માટે સબુદ્ધિ જરૂરી છે. વર્તમાનમાં દેહનું મમત્વ છૂટે નિર્મળત્વ આવે. ત્યારે અનંત દેહોનું મમત્વ છૂટી ગયું સમજવું. નિર્મળત્વ જ્ઞાનને પ્રગટ કરે છે. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાય છે, ભોગ, યોગશક્તિના અને ઉપયોગના આનંદને ઢાંકે છે. ભોગ દેહનો વિકૃત આનંદ છે. સંયમ દ્વારા યોગશક્તિનો વિકાસ થાય છે. ભોગ યોગશક્તિને ક્ષીણ કરે છે. ભોગની સામગ્રી મનાદિ યોગ વિના ભોગવાતી નથી. સંયમ દ્વારા યોગશક્તિથી લબ્ધિઓ પ્રગટ થાય છે. યદ્યપિ ચમત્કારરૂપ હોય છે, તેથી જ્ઞાનીઓ લબ્ધિઓનું પ્રદર્શન કરતા નથી, તેને પદ્ગલિક માની ગુપ્ત રહે છે. બાહ્યયોગ = નિરારંભીપણું, નિષ્પરિગ્રહિતા, જિતેન્દ્રિયતા આદિ. અત્યંત ઉપયોગ = કેવળજ્ઞાન, નિર્વિકલ્પ ઉપયોગ પામવો તે શાસ્ત્રના એક એક સૂત્રને લક્ષ્ય બનાવવાથી, તાત્ત્વિકતા આવે છે Page #113 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનોનાં સોપાન જે મોહનો નાશ કરે છે. પ્રભુની દિવ્યવાણી અનંતભેદવાળી છે. તેવું એક સૂત્ર કેવળજ્ઞાન આપવાની તાકાત ધરાવે છે. ધર્મ ચર્મચક્ષુથી જોવાની ચીજ નથી. પ્રથમ સત્ શાસ્ત્રચક્ષુથી જુઓ. પછી અંતરચક્ષુથી જુઓ. “જિન પ્રતિમા જિન સારખી.” જિનાજ્ઞા જિન આરસી, એ શાસ્ત્રચક્ષુ છે. સ્વયં પરમાત્મા વિદ્યમાન હોય તેમ વિનય વિવેકથી અર્પણ ભાવ - બહુમાન થવું જોઈએ. ભગવાન ક્યાં જુએ છે, તેમ માનીએ તો તે અજ્ઞાન છે. તે ચર્મચક્ષુથી જોયા બરાબર છે. પરમાત્માના દર્શનમાં વિરહની વેદના થવી જોઈએ. મારામાં કેવળજ્ઞાન કેમ પ્રગટતું નથી, તેની તીવ્ર ઝંખના થવી જોઈએ. તે સાધના છે. અપવર્ગ – (મોક્ષ)ની અનંત શક્તિ અને અનંત સુખ પાસે સ્વર્ગના સુખ અનંતમા ભાગે નથી. તેની સરખામણી ન થાય. તે વિજાતીય સુખ છે. સ્વર્ગીય દેવ-દેવીઓની ઉપાસનામાં, એ દેવીઓની શક્તિ તે આત્મ સ્વરૂપ નથી. નવરાત્રિમાં શક્તિની ઉપાસના ભૌતિક છે. આયંબિલની ઓળીની ઉપાસના મોક્ષ માટે છે. નવપદનું સ્વરૂપ એ જીવ માત્રનું સ્વરૂપ છે. વળી તીર્થંકરના અધિષ્ઠાતા દેવદેવીઓ સમ્યગુ છે. તેમની અધ્યાત્મ સાધનામાં સહાય મળે તે નિમિત્ત માત્ર છે. તે સિવાયના અન્ય દેવદેવીઓ સમ્યગું નથી. તેનું અધ્યાત્મસાધનામાં સ્થાન નથી. વળી દેવદેવીઓને અધ્યાત્મયોગની પ્રાપ્તિ નથી. જોકે તેમની વૈક્રિય આદિ લબ્ધિ આપણી બુદ્ધિથી, મનથી પર છે. ચમત્કારરૂપ હોવા છતાં તીર્થંકર પરમાત્માના એક અંગુલ જેટલું રૂપ કે શક્તિ ધરાવતા નથી. પરમાત્મા આપણા આત્માનું પરમ પ્રતીકરૂપ છે. અને આપણે સત્તા અપેક્ષાએ એમનું રૂપ છીએ. માટે ત્રણે કાળ વિષે પરમાત્મતત્ત્વ ભાવરૂપે અને આવશ્યકરૂપે આપણી સાધનામાં ઉપકારક છે. મિથ્યાદૃષ્ટિ દેવદેવીઓનો તિરસ્કાર કરવાનો નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુસરી કોઈ ઉપસર્ગ કે ઉપદ્રવ્ય વખતે તેમને રીઝવવાની પણ સાધનાપદ્ધતિ હતી. અને છે, તે કેવળ એક ઔચિત્ય વ્યવહાર છે. અધ્યાત્મ સાધના નથી. એટલે પ્રતિક્રમણમાં કેટલાંક સૂત્રોથી, સાધુ ભગવંતોને તેમના Page #114 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે 9 માત્રુ આદિ પરઠવવાની ક્રિયામાં આવો વ્યવહાર કરવો પડે છે. આમૃભટ નામના સાધકને દૈવી કોપથી–ઉપદ્રવથી કોઈ દેવે બચાવ્યા હતા. હેમચંદ્રાચાર્યને સિંધવણ દેવીને અઠ્ઠમ તપ કરીને પ્રસન્ન કરવી પડી હતી. તે તે સમયે તે તે યક્ષો અને દેવીઓના મંદિરની રચના કરવી પડતી. પરંતુ તેમાં કોઈ સ્વરૂપસાધના નથી. માત્ર તે ઔચિત્ય ઉપચાર માત્ર છે. માટે સાચા સાધકે તેવી અંધશ્રદ્ધામાં જવું નહિ. પણ વિનયપૂર્વક સાધના કરવી. એક રોગ કાઢવા જેમ પ્રયત્ન કરીએ, તે નીરોગી થવા માટે, નહિ કે બીજો રોગ થવા માટે. તેમ દાનાદિ ક્રિયા સંસારથી મુક્ત થવા માટે છે. તેના બદલામાં અન્ય ભૌતિક સામગ્રી મળે તેમ ઇચ્છવું નહિ. પણ પુદ્ગલાતીત, દેહાતીત થવાનું લક્ષ્ય કરવું જોઈએ. તેથી નિષ્કામભાવે સુકૃત આદિ કરવા તે સાધનાનું બળ છે. ક્રિયાની પરંપરા ચાલુ રહે તે માટે સુકૃત્ય નથી. પણ અક્રિય એવા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. સંસારમાં ભોગ્ય પદાર્થો મેળવવાની ક્રિયા કરવાની, પદાર્થો મેળવીને ભોગ ભોગવવાની ક્રિયા કરવાની, આ ઉભય ક્રિયા દુઃખદ છે. આત્મામાં રહેલા શુદ્ધ ગુણો બહારથી મેળવવાના નથી, તે પ્રાપ્ત છે. માત્ર તેના અનુભવ માટે તેના ઉપરનાં આવરણોને દૂર કરવાનાં છે. જે વસ્તુ દૂર છે તેને મેળવવા માટે જે ક્રિયા કરીએ છીએ તે પરનું કર્તુત્વપણું છે. જ્યારે જ્ઞાનીને પરનું કે દૂરનું કંઈ મેળવવાનું નથી તે અકર્તાપણું છે. કર્તાપણું સંસાર ઉત્પાદક છે. અકર્તુત્વપણું સંસારછેદક છે. સંસારમાં દેહ અને મોહ જેમ નિમિત્ત છે, તેમ સંસારથી મુક્ત થવા માટે તીર્થંકર પરમાત્મા, તેમનો બોધ નિમિત્ત છે. તેથી ભક્તો કહે છે ભગવાન આપણને તારે છે, આવા કૃતજ્ઞભાવને આપણે માનવો જોઈએ. નહિ તો આપણી મનોવૃત્તિ હલકી બને. કૃતજ્ઞતાને બદલે કૃતઘ્નતા આવે. મોહનો – સંસારભાવનો નાશ કરવો તે નિર્ણય થયો, સિદ્ધાંત થયો. પણ તેને માટે અંતરમાં રુચિ થવી પરમાત્માને મારા માનવા તેમાં રજ માત્ર દોષસેવન નથી. સાધનામાર્ગમાં એ ઉત્કૃષ્ટ આલંબન છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સ્વરૂપસાધનાનાં સોપાન કોઈ પણ શુદ્ધ આલંબન વડે, ક્રિયા વડે સ્વરૂપ અનુસંધાન થવું જોઈએ. અનશન આખરી તપ પણ કેવળજ્ઞાનને પ્રગટાવવા માટે છે. અજ્ઞાન, દોષો, પ્રમાદ વગેરે ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી આપણે તેને પોષણ આપીએ છીએ. તે કાંટાની જેમ ખૂંચવા જોઈએ. ચોથાથી દરેક ગુણસ્થાનકે દોષો કાઢીને ચારિત્ર શુદ્ધિ બતાવી છે. નિર્દોષતા પામવાની છે. સ્વગુણ પ્રાપ્તિ માટે સાધના છે. . ક્ષપકશ્રેણિ પર આરૂઢ ન થઈએ ત્યાં સુધી સંજ્વલનનો અલ્ય કષાય દોષ પણ જીવને પાડી શકે છે. વળી ઉપશમ શ્રેણિ માંડનાર તો એવો પડે છે કે પહેલે ગુણસ્થાનકે આવી જાય છે, તેવા મોહનીયના ભાવો સત્તામાં પડેલા છે. માટે દોષ જોવો અને ખૂંચવો તેને માટે પરમાત્મા અરીસારૂપ છે. તેમની વીતરાગતા, સર્વગુણ સંપન્નતાનું લક્ષ્ય કરવાથી, પોતાના અલ્પ પણ દોષો ખૂંચશે, અપૂર્ણતા દેખાશે, ત્યારે સાધકાત્મા તે દોષોને કાઢવા કટિબદ્ધ થશે. ક્રમે કરીને દોષો જતાં જીવ નિરાવરણ થશે. પરમાત્માને નામે રૂચિને/લક્ષ્યને કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળનું સાધન બનાવીને ક્રિયા કરશું તો પરમાત્મપણું પ્રગટ થશે. મતિજ્ઞાનના આપણા બધા જ વિકલ્પોમાં સુખની ઇચ્છાઓ સમાયેલી છે. અન્યને સુખી કરો કે દુઃખી કરો પણ જીવને પોતાને તો સુખ જ ગમે છે. પર પદાર્થમાં જેને સુખબુદ્ધિ નથી તેઓ અકર્તા – અભોક્તા છે. સર્વવિરતિ લીધા પછી પણ પર પદાર્થની સુખબુદ્ધિ વીરમવી તે સાધુતા છે. પર પદાર્થમાં ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ તે અશુદ્ધ ઉપયોગ ક્રિયા છે. સુખ મેળવવા માટે કર્તાભોક્તાપણું દેહ સંગે સક્રિય બને છે. જેમ જ્ઞાનમાં જાણપણું છે તેમ વેદકતા છે. દેહભાવે વેદન એ બંધન છે. જડને વેદન નથી તેથી કર્તાભોક્તા નથી. જ્ઞાતા, દ્રષ્ટા, કભોક્તાના ભાવો ચેતનના છે. માટે સાધકે સ્વરૂપ લક્ષ્ય જ્ઞાતા દ્રષ્ટા રહેવું. આ ભાવો નિત્ય છે. સાધક અવસ્થામાં વિવેક કેળવવા માટે નિત્ય-અનિત્યતા સમજવાની છે. દ્રવ્યની અવસ્થા નિત્ય છે તે અનિત્યને પ્રકાશે છે. અનિત્ય દશ્ય જોનારો નિત્ય છે. પરંતુ નૈમિત્તિક પુગલ દ્રવ્યના સંગે જીવને અનિત્યતાનો આરોપ Page #116 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે આવે છે. સાધુજનોની સાધના એ છે કે તે વર્તમાન જોગમાં જ રહે. બીજી ક્ષણનો વિકલ્પ ન કરે. પરોપકાર અર્થે કંઈક વિચાર નિષ્કામભાવે કરે. કથંચિત જૈનત્વની પ્રાપ્તિ ગમે તે પંચેન્દ્રિય જીવ કરી શકે છે. તેને કદાચ સદેવ, ગુરુ, ધર્મનો યોગ હોય કે ન હોય પણ અંતરશુદ્ધિ અને શુદ્ધ પરિણતિ ઉપર ભાર મૂકવો. માત્ર બાહ્ય પાલના પર ભાર ન આપો. માત્ર વ્યવહારથી અભ્યાસ કરનારો ઈર્ષા, અહમ્, નિંદા, સ્પર્ધા જેવા દોષો કરી બેસશે. નિશ્ચય દૃષ્ટિના લક્ષ્યથી અભ્યાસ કરે, ઉદાર દૃષ્ટિ હોય તો તેવા દોષો નહિ કરે. સાધનામાં તુચ્છ દૃષ્ટિ નહિ કરે. નિશ્ચય અને વ્યવહારને જાળવશે. માટે નિશ્ચયનયનું અધ્યયન કરવું જોઈએ. તેમાં આત્મસ્વરૂપની વાતોમાં કોઈ ભેદ સંઘર્ષ નથી. બાહ્ય ત્યાગ તપ કરનારે પણ નિશ્ચયનયનું લક્ષ્ય કરવું જોઈએ. આત્માના શુદ્ધસ્વરૂપની ચિંતવના અને ભાવમાં રહેવું તે સાધુની ખરી સંપત્તિ – સાધના છે. બાહ્ય પંચાચારના ફાયદા સીમિત છે. તેમાં લાભ છે. પરંતુ અત્યંતર પંચાચારના પાલનનું ફળ અસીમ છે. સ્વરૂપમાં લયલીન થવાનું છે. નિશ્ચયનય જ્ઞાનપ્રધાન છે. નિર્મોહતા આવતી જશે. શબ્દો સાધન છે. તેનો વિવાદ ન કરો. મતિજ્ઞાનના ઉપયોગના વિકલ્પો પણ સાધન છે. માત્ર નિર્વિકલ્પતા સાધ્ય છે. શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન સૌથી પર થવાનું છે. તો જ અત્યંતર સાધના થશે. સ્વભાવ અને સ્વરૂપને અનુલક્ષીને સાધના થવી જોઈએ. શાસનના નામે સંઘર્ષ ન ફેલાવવો તેમાં સ્વ-પર અહિત છે. સાધનના ભોગે સાધ્ય ટકાવવાનું છે. દેહના ભોગે સમતા ટકાવવાની છે. નજીકમાં નજીકનું સાધન દેહ છે. તેનો જ્યારે ભોગ આપવાનો હોય ત્યારે સમતાભાવ જાળવવાનો હોય. ઉપસર્ગના સમયે જે દેહ, મનાદિ યોગોનું બલિદાન આપે છે પણ સમતા ગુમાવતા નથી, તેઓ સાધ્ય સિદ્ધ કરે છે. યોગ એ પુદ્ગલ દ્રવ્ય છે. તેના નિમિત્તે જે મિથ્યાત્વાદિ ભાવ થાય છે, તે અશુદ્ધ ભાવો છે. અશુભભાવોને કાઢવા શુભભાવરૂપ ધર્મઅનુષ્ઠાનો Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સ્વરૂપસાધનાનાં સોપાન દ્વારા જ્ઞાનીઓએ વ્યવહાર ધર્મ આપ્યો. નિશ્ચય ધર્મમાં મતિજ્ઞાનના ઉપયોગમાં સત્ ચિત્ આનંદ સ્વરૂપમાં રમણતા કરવાની છે. આત્માના શુદ્ધભાવમાં લીન થવાનું છે. આત્મા ભાવ કરવા સ્વતંત્ર છે. ભલે ભૂમિકા અનુસાર સાધન વડે સાધના કરો. પછી સાધન ગૌણ થાય અને સાધ્ય સિદ્ધ થાય, ભાવ સાદિઅનંતને પામે. સામાયિક જેવા અનુષ્ઠાનમાં ભાવ એવા ટકાવો કે સામાયિકની મર્યાદા પૂરી થાય છતાં જીવ સમતાભાવમાં ટકી રહે. દ્રવ્ય ક્ષેત્રાદિ સીમિત છે. શુદ્ધભાવ અસીમ છે. મૂર્તિદર્શનમાં સાધ્ય તત્ત્વ પરમાત્મતત્ત્વ છે, તેમ માનો તો સાધના થઈ શકે, તે પાષાણ ધાતુનો આકાર માત્ર નથી. મૂર્તિ દ્વારા સાધ્ય સિદ્ધ કરવાનું છે. તે પછી તમને સાધનની જરૂર નહિ રહે. સાધન સાધ્ય સાંયોગિક સંબંધ છે તે અલગ થઈ જાય છે. તન્મય સંબંધ આત્મા છે. તેથી સ્વરૂપ સાથે ઐક્ય થઈ સાધન છૂટી જાય છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ ભાવરૂપ છે. જે સિદ્ધદશા પામ્યા પછી ભાવાંતર પામતું નથી. આત્મા સિવાયના પદાર્થો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ સ્વરૂપ છે તે ભાવાંતર થાય છે. પર્યાયાંતર) - સાધુજનોએ નિસ્પૃહભાવે જનકલ્યાણ કે ઉપદેશ આપી નિર્લેપ બનવાનું છે. તેઓએ અંતરાત્મામાંથી પરમાત્મા થવાનું છે. માટે વિક્ષેપ પડે, વિકલ્પો ઊઠે તેવાં કાર્યો તેમણે વર્ય કરવા. સાધ્ય સાથેનો સંબંધ પ્રતિ સમયે શુદ્ધ ભાવ રૂપે રહેવો જોઈએ તો સાધ્યની પ્રાપ્તિ થાય. ધર્મ અનુષ્ઠાનોનો, ક્રિયાનો ઉપકાર અને ઉપકારિતા ઘણી છે. તે સર્વેનું સેવન કરી અત્યંતર સાધના સાધવાની છે. આત્માનું સુખ સ્વસંવેદ્ય, અસીમ, અક્ષય, અભેદ, જે પ્રતિ સમયે પ્રાપ્ત છે તે અનુભવવાનું છે. આત્મસુખનો અનુભવ કાર્ય-ક્રિયાથી ન થાય પણ અંતરંગ ભાવથી (વૃત્તિ) થાય. ક્રિયા એટલે મુખ સુધી આહાર રાખ્યો તેમ, સમજવું ત્યાર પછી અંતરંગભાવ-વૃત્તિ એટલે આહાર જીભથી ચાખ્યો, પછી ગળે ઉતાર્યો. તેમ સમજવું. આત્મભાવમાં જેમ ઊંડા ઊતરતા જાવ તેમ પરમાત્મભાવની Page #118 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૧૦૧ આજ્ઞા ઘટતી જાય. જેટલી ભૂમિકા ઉચ્ચ થાય તેટલી બાહ્ય આજ્ઞા ઘટતી જાય તેમનો આશય/આધાર સ્થાપિત થયો છે, તેથી સ્વયં ફુરણા થતી હોય છે. જ્ઞાની ભગવંતોએ હેય-ઉપાદેયનો જે ઉપદેશ આપેલ છે. તે જ આજ્ઞાવત્ ધારણ કરેલ છે. આત્માના અસીમ સુખ પ્રાપ્તિને નિરાવરણ કરવાનું છે. સાધનામાં સર્વ ક્રિયા કર્મમલ કાઢવા કરવાની છે. સ્વરૂપ લક્ષ્ય કરીને ભાવ રૂપ ક્રિયા વડે આવરણ દૂર કરવાનું છે. માત્ર કાયયોગની ક્રિયાથી આવરણ હઠતું નથી. કાયયોગની ક્રિયાથી બાહ્ય વિષય સુખભોગથી વિરમવાનું છે. વેદનમાં બ્રહ્માકારવૃત્તિ કેળવવાની છે. છબસ્થનો ઉપયોગ એ વૃત્તિ છે. અંતઃકરણમાં બ્રહ્મસ્વરૂપનું ચિંતન કરવું. સંસારનું મૂલ મોહનીય કર્મ છે, તેનું ફળ વેદનીય કર્મ છે. જેને દેહનું સુખ જોઈતું નથી, તેને દેહનું કંઈ દુઃખ પણ નથી. શાતા વેદનીય ભોગવતા જે સુખની પ્રતીતિ થાય છે, તે મોહનીય ભાવ છે. સુખનું વેદન આત્મામાં છે પણ પુદ્ગલના નિમિત્તથી થાય છે. એ મોહભાવ છે. જ્યારે નિમિત્ત અને ઉપાદન બંનેમાં સાધન આત્મા બને તે આત્માનું શાશ્વત સુખ છે. જીવને બંધન પોતાના મોહ – મૂઢતા – અજ્ઞાનને કારણે છે. તે દેહથી માંડીને બધા ભોગસુખની સામગ્રીમાં કરેલી નિત્યની સાચા સુખની બુદ્ધિથી થયેલ છે. તે બુદ્ધિમાંથી તે ભાવો કાઢીને નિમહી, અસંગ, વીતરાગ અને નિર્વિકાર દૃષ્ટિથી આચરણ કરવાનું છે. જેથી મોહરહિત થઈ બંધન રહિત થવાય. તેમ સતુદેવ-ગુરુ આદિ સાધન છે. સર્વ સાધનનો વ્યવહાર નિશ્ચયધર્મ માટે છે. સ્વરૂપરસનું વિસ્મરણ કરવાથી જીવ પર વસ્તુમાં લેપાય છે. તેમાં રસ રેડે છે તેથી આવરાય છે. ભોગેચ્છારહિત થવું તે નિષ્કામભાવ છે. દેશ્ય પદાર્થોમાં ક્ષણિકતા છે તેનું ભાન કરી પોતાના શાશ્વત સ્વરૂપ પ્રત્યે જવાનું છે. આવા ભાવ ન કરીએ તો મોક્ષનું લક્ષ્ય બનતું નથી. આત્માનો શુદ્ધભાવ સ્વયં સાધન છે. તીર્થંકર પરમાત્માનું બાહ્ય પ્રબળ, શ્રેષ્ઠ સાધન Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સ્વરૂપસાધનાનાં સોપાન પામ્યા છતાં, આત્માના શુદ્ધભાવ રૂપ સ્વયં સાધન નથી કર્યું તો મુક્તિ સંભવ નથી. જ્યાં રાગ છે ત્યાં દોષ છે. નિર્મળ-શુદ્ધ આત્મામાં દોષ નથી. દેહ છે તે વ્યવહાર છે, આત્મા છે તે નિશ્ચય છે. દેહ છે ત્યાં સુધી વ્યવહાર નિશ્ચય ઉભયની સાધના કરવાની છે. હિંસાદિ દોષોથી છૂટવા વ્યવહાર સાધના છે. આત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને મોહનીયના ભાવોને નષ્ટ કરવા શુદ્ધ ઉપયોગરૂપ નિશ્ચય સાધના છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી અહિંસાદિ સાપેક્ષ ગુણો સેવવાના છે. જેથી દોષો ઘટે, મોહ નિર્બળ બને, આ સ્વરૂપ ગુણો નથી. પરંતુ ભૂમિકા અનુસાર સેવનીય છે. ધર્મ સ્થાપનારા વીતરાગ સર્વજ્ઞ ભગવંત છે. માટે ધર્મનો મર્મ પામવા અરિહંત-સિદ્ધ ભગવંતના સ્વરૂપને લક્ષ્યમાં રાખીને ધર્મ કરશું તો મર્મ પકડાશે. જીવ જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી અજ્ઞાની-અપૂર્ણ છે. કારણ કે જેટલું જ્ઞાન છે તે અપેક્ષાએ આવરણ છે. જેમ જેમ મોહભાવ * ક્ષીણ થાય તેમ તેમ જ્ઞાન નિરાવરણ થાય. અનાદિકાળથી જીવે દેહધર્મો મોહભાવે સ્વીકાર્યા છે. ભેદજ્ઞાન વડે દેહથી પર થઈ નિર્મોહ થવાનું છે. સુખદુઃખ દેહ વેદતો નથી. અજ્ઞાનભાવે આત્મા વેદે છે. ભેદજ્ઞાન વડે જ્ઞાની સમજે કે સુખદુઃખનું વદન દેહના નિમિત્તે છે. આત્માને સુખદુઃખનું વેદન નથી. જ્ઞાની દેહાશ્રિત સુખદુઃખને વેદતા નથી પણ જ્ઞાનને વેદે છે. કર્મ એ ભ્રમ છે. અસત્ છે. માટે કર્માનિત અવસ્થાને જ્ઞાની વેદતા નથી. સૂર્યપ્રકાશ ફેંકે છે. એ પ્રકાશમાં સર્વ વસ્તુઓ જણાય છે, પણ સૂર્ય વસ્તુનું વેદન કરતો નથી. તેમ જ્ઞાની જ્ઞાનસ્વરૂપને વેદે છે. સાધના માર્ગમાં દૃષ્ટિરૂપ વિકલ્પો આત્મભાવમાં સ્થિર રહેવાનું સાધન છે. દૃષ્ટિરૂપ વિકલ્પો સમજાય તો અધ્યાત્મ વિકાસ થાય. શાસ્ત્રનાં સૂત્રો આદિ વિકલ્પો છે, તેને સાધન બનાવો, આત્માને સમતામાં – સ્થિરતામાં લાવો તે સાધના છે. આત્મા અને દેહનો સંયોગ અસત્ છે. કારણ કે તેનો વિયોગ છે. દૂધનો વ્યય થયો દૂધપાક બન્યો રૂપાંતર થવું તે પણ અસત્ છે. કેવળ Page #120 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૧૩ વિયોગ અને વ્યય અસતું નથી પણ ઉભય અસત્ છે. આ સમજ ન હોવાથી ઇષ્ટના વિયોગમાં રોવા બેસીએ છીએ. સંયોગ-વિયોગ બંનેમાં અસત્ જુએ તે જ્ઞાની છે. આત્મા અને દેહ સાંયોગિક પદાર્થ છે. સ્વાભાવિક પદાર્થ નથી. સ્વભાવરૂપ પદાર્થમાં સંયોગ-વિયોગ નથી તેથી રોવાનું નથી. સંયોગમાં કે ઉત્પાદમાં સત્-આત્મ બુદ્ધિ કરવી તે આસક્તિ છે. તે અજ્ઞાન છે, શ્રમ છે. આત્માના જ્ઞાનાદિ ગુણમાં ઉત્પાદ નથી. સંયોગ નથી તેથી ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય સત્ છે. પુદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાય સાપેક્ષ કર્યજનિત ભાવો હોય છે. તે ભોક્તાના ઉપયોગમાં આવે છે. વર્તમાન કાળમાં રહેલ દશ્યરૂપ સાધનાનો ઉપયોગ કરે તો સાધક ભોક્તા કહેવાય. ભૂત-ભાવિના પર્યાયનો સાધક ભોક્તા બની શકતો નથી. કારણ કે તે સેવ્ય બની શકતા નથી. ભગવાન પ્રત્યે પવિત્ર ભાવ કરવાથી સ્વરૂપ પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વનો સંબંધ પરમાત્મા સાથે નામ, સ્થાપના, દ્રવ્ય ભાવના માધ્યમથી થાય છે. વિશેષતા ભાવની છે. આત્માના જ્ઞાન-દર્શનાદિ નિત્ય છે, અભેદ છે. આત્માનો ક્ષાયિક ભાવ કર્મના ક્ષયથી પ્રગટ થયો છે. તેથી તે પણ અભેદ છે. આત્માનું સુખ સ્વક્ષેત્ર છે. તેમાં કોઈ પર દ્રવ્યની જરૂર નથી. ૦ પ્રથમ ભેદજ્ઞાન પછી અભેદજ્ઞાન છે. ૦ પ્રથમ ત્યાગ વિરાગ પછી જ્ઞાન ધ્યાન છે. ઇચ્છ/વિચારની પરંપરા એ મતિજ્ઞાનની ગતિ છે. ધ્યાન એટલે મતિજ્ઞાનની ગતિને સ્થગિત કરવી. મનનો વિરોધ કરવો. વિકલ્પોને નિર્વિકલ્પ કરવા. સ્થિર અને શુક્લ ઉપયોગથી ધ્યેયમાં રહેવું તે ધ્યાન જાણવું, પરમાં આનંદ લેવો તે બુદ્ધિનો આનંદ છે. જેવું ઇચ્છીએ તેવું થાય તે ઇન્દ્રિયોનો આનંદ છે. જ્ઞાનાનંદ સહજ જણાય અને આનંદ અનુભવાય તે સ્વરૂપ પ્રકાશ ધર્મનો આનંદ છે. મનથી ઈચ્છીએ તે પદાર્થને વિચાર-સ્મરણમાં જાળવી રાખવું તે ચિત્ત છે. આ ચિત્તને આપણે બુદ્ધિમાં દોડાવીએ છીએ. તેથી પ્રત્યેક સમયે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સ્વરૂપસાધનાનાં સોપાન આપણી અવસ્થામાં અહમ્ ચાલુ રહે છે. ઇચ્છાની પૂર્તિ થાય તેટલો સમય તૃપ્તિનો ભ્રમ થાય છે. પરંતુ તૃષ્ણાનો તાર તો અતૂટ રહે છે. વિષયભોગમાં આગળપાછળ તૃષ્ણા જોડાયેલી રહે છે. તે તૃષ્ણાનો તંતુ તૂટવો જોઈએ. મન એટલે વાસના અને તૃષ્ણાનું બંડલ. મનનો નાશ કરો વાસના-તૃષ્ણા તૂટશે. વળી વાસના - તૃષ્ણા નષ્ટ થવાથી મનનો નાશ થશે. (લય થશે) આ જ મનોગુપ્તિ છે. નિર્વિકલ્પ બનવું તે ધર્મ-સાધના છે. તે દશાનો સાધક કેવળીભગવંતને ઓળખી શકે છે. નિર્વિકલ્પ દશાનો બોધ-પરિણમન તે આત્મ-પરમાત્મદર્શન છે. આત્મસ્વરૂપ દર્શાવનારા ક્ષાયિકભાવોના વિશેષણો એ જ નિત્યભાવરૂપ છે. બાકીના ભાવનો અભાવ થતો હોવાથી સાદિસાંતિ ભાવો છે. તે અસત્ છે. સત્-સ્વરૂપને સમજવું તે સાધના છે, મોક્ષમાર્ગ છે. ૦ વિકલ્પ એ નિર્વિકલ્પદશાનું આવરણ છે – જ્ઞાનાવરણીય. ૦ વિકલ્પ એ નિર્વિકલ્પદશાની વિકૃતિ છે. – અપૂર્ણ ચેતના છે. ધર્મક્રિયા – સાધના કરનાર ભાગ્યવંતને નિર્વિકલ્પદશાને પામવાનું લક્ષ્ય હોવું જોઈએ. જે ભૂમિકાએ જેટલી નિર્વિકલ્પતાનો અનુભવ તે આત્મ સાક્ષાત્કાર છે. સહજ અક્રિયતામાં રહેવાથી અક્રિયતાની શક્તિ ક્રિયામાં આવે છે. પૂર્ણની શક્તિ અપૂર્ણને મળે છે. તેથી આત્મવિકાસ થાય છે. આગળની ભૂમિકામાં જવાય છે. જેમ નિદ્રા લેવામાં અક્રિય બનવાથી ક્રિયા કરવાની ફૂર્તિ આવે છે. એક વખત અમુક આહાર લીધા પછી થોડો સમય આહારની જરૂર પડતી નથી. સ્કૂર્તિ રહે છે. તેમ નિર્વિકલ્પ દશામાંથી જીવ જ્યારે વિકલ્પમાં આવે છે ત્યારે પણ જાગ્રત હોય છે. યદ્યપિ અક્રિય એ પૂર્ણ તત્ત્વ છે. સક્રિયતા એ અપૂર્ણ તત્ત્વ છે. માટે નિરારંભી, નિષ્પરિગ્રહી, જિતેન્દ્રિય રહેવું તે સાધનામાર્ગ છે, મોક્ષમાર્ગ છે. દયા, દાન, સેવા, અહિંસા, પરોપકારાદિ સુકૃત્યોના ઔષધનું Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે દુષ્કર્મરૂપ રોગ કાઢવા માટે સેવન કરવું. ત્યાર પછી અક્રિય અને અક્ષય પરમાત્મ સ્વરૂપ પામવાનું છે. રોગ કાઢવો તે નિષેધાત્મક ક્રિયા છે. નીરોગીતા એ વિધેયાત્મક સ્વરૂપ છે. પરમાત્મ સ્વરૂપ એ આત્માનું વિધેયાત્મક સ્વરૂપ છે. તેને પ્રાપ્ત કરવા ભૂમિકાનુસાર સંયમ, અહિંસા વગેરે નિષેધાત્મક ઔષધિરૂપ ક્રિયા છે. ' પર પદાર્થને મારા માનીને તેમાં અહમ, મમત્વ કરવું તે અજ્ઞાન, મોહજનિત દશા છે. દેહાતીત દશા તે આત્માની વાસ્તવિક દશા છે. દેહનો મોહ છોડવા માટે દેહધારીની હિંસા અને અઢારે પાપસ્થાનક વર્ષ છે. દુઃખી જીવોને દુઃખ ન પડે તેમ વિવેક રાખવો. ખાડાટેકરાવાળી ભૂમિ છે તે સાંસારિક પ્રવૃત્તિઓ, અર્થ-કામ વગેરેની પ્રવૃત્તિઓ ઉપર આત્મશ્રેયરૂપ નિસરણી મંડાતી નથી. તેથી સત્ દેવ-ગુરુ ધર્મ એ સાધનાની પ્રવૃત્તિ માટે સપાટ ભૂમિ છે. તેનું અવલંબન લઈ દરેક જીવ પોતાના ભાવની નિસરણી બનાવીને શ્રેણિએ ચઢી શકે છે. સદૈવાદિ નિમિત્ત કારણ છે. આલંબનરૂપ છે. તે અસાધારણ કારણ ન માનવું. ગુરુકૃપા જરૂરી છે, છતાં તે પરાવલંબન છે. આત્મકૃપા પોતાનું શુદ્ધ અંતઃકરણ છે. જે અસાધરણ કારણ છે. સાધનામાં અવલંબન છોડવા માટે છે. ગુણસ્થાનકો અત્યંતર આત્માનાં પરિણામો સાથે છે. બહારના નામ, લિંગ, વેશ સાથે નથી. સાધ્ય સાથે સંબંધ રાખવાથી મોહનીયનો, ક્ષયોપશમ થાય છે. માત્ર સાધનની સાથે સંબંધ રાખવાથી મોહનીયનો ક્ષયોપશમ થતો નથી. સાધનામાર્ગમાં જીવોને સતુ વિકલ્પો થવાના છે. તેના વડે મોહનીયના ભાવો સમાવાના છે. સાધન તરીકે સવિકલ્પો કરવાના છે. તેમાં ખોટો આગ્રહ ન રાખવો. એક એક જીવમાં અસંખ્ય અધ્યવસાનસ્થાનો છે. તેમાંથી સના વિકલ્પને અપનાવવો તે વિકાસ મહત્ત્વનો છે. ક્ષયોપશમ ભાવો પણ ભેદરૂપ છે, તેમાંથી જેટલો મોહભાવ નીકળે, તેમ તેમ ભેદ ટળે, અભેદ થવાય. ઇન્દ્રિયો ભૌતિક પદાર્થો જણાવે, દેખાડે પણ અતિન્દ્રિય અનુભવ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સ્વરૂપસાધનાનાં સોપાન કરાવી ન શકે. ઇન્દ્રિયોનો ખોરાક ભૌતિક પદાર્થ છે, એટલે તે પોતપોતાના વિષયનું જ્ઞાન કરાવી શકે. આત્માને માટે માત્ર સાધન છે. એ ઇન્દ્રિયોના જ્ઞાન-ભાનથી - વિષયથી આત્મા છૂટો પડે ત્યારે સ્વસંવેદ્ય સુખ અનુભવી શકે. એમાં સાધનાનું પ્રયોજન છે. ઇન્દ્રિયો અક્રિયારૂપ બનાવ્યા પછી આત્મિક સુખનો અનુભવ થાય. ધર્મનાં બાહ્ય સાધનો – શાસ્ત્રી ઇન્દ્રિયના વિષયથી મુક્ત થવાનું સાધન બની શકે છે. શરીર અને ઇન્દ્રિય આશ્રિત દેહમાં અહમ – પોતાપણાની બુદ્ધિ છે. જયારે દેહભાવ અને દેહભાન વિરામ પામે ત્યારે ઇન્દ્રિય આશ્રિત વિકલ્પો શમે છે. ત્યારે પરિણતિ આત્મામાં સ્થિત થાય છે. એ કાળે આત્માના આનંદનો અનુભવ થાય. બાહ્યાકાર વૃત્તિ રહેવાથી આવરણ વધે છે. માટે સાધકે સ્વરૂપમાં રહેવું. તેનાથી ઘાતકર્મોનો ક્ષય થાય છે. વ્યવહારથી મોહને હઠાવવા સજાતીય અને વિજાતીય પદાર્થો સાથે ઉચિત વ્યવહાર કરવો. નિશ્ચયથી બ્રહ્માકાર વૃત્તિથી પરમાત્મતત્ત્વ સાથે જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય વડે સ્થિર થવું. પરમાત્માની મૂર્તિ સાધનરૂપે બતાવેલ છે. પરમાત્માને મૂર્ત બનાવવાના નથી. મૂર્તિ દ્વારા અમૂર્ત પરમાત્માને ધ્યાવવાના છે. મૂર્તિ એ સંકેત છે. બાહ્ય સાધન દ્વારા સાધ્યને લક્ષ્યમાં રાખી સાધના કરવાની છે. અત્યંતર - અસાધારણ કારણ અંતઃશુદ્ધિ દ્વારા શુદ્ધભાવમાં આરોહણ કરવાનું છે. દેહમાં રહેવા છતાં ઉપયોગની એકાગ્રતાથી પરમાત્માના ધ્યાનમાં લીન થઈ દેહભાન વિસ્મૃત કરવાનું છે. અહમ્ – મમત્વના ક્ષેત્રે પુદ્ગલ સ્કંધોનો માત્ર વ્યવહારિક સંપર્ક છે, તે કઈ પારમાર્થિક બનવાનો નથી. મોક્ષમાર્ગમાં પરમાર્થમૂલક વ્યવહારના સંપર્કથી ગુણસ્થાનકમાં ટકીને આગળ વધતા કેવળજ્ઞાન સાધ્ય બને છે. સિદ્ધત્વ સાધ્ય બને છે. દેશ-કાળ પરિચ્છિન્ન (ભેદ) એ માયાનું સ્વરૂપ છે. બાહ્યાકાર વૃત્તિથી આવરણ વધે, માયા વધે. ઉપયોગમાંથી માયાને કાઢી નાંખો જ્ઞાન નિરાવરણ બને તે સાધના છે. જગત સાથેના સંબંધમાં પ્રેમ – ઉદારતા, સહિષ્ણુતા, મૈત્રાદિ Page #124 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૧O૭ ભાવના રાખવાની છે. પરમાત્મા સાથે જ્ઞાન-ધ્યાનથી અભેદ સંબંધ કરવાનો છે. - ત્યાગમાં સહિષ્ણુ બનવાનું છે. જ્ઞાનદર્શનમાં થયેલી શુદ્ધ દૃષ્ટિએ જીવન જીવવું તે વીયતરાયનો ક્ષયોપશમ છે. જ્ઞાનવીર્ય પ્રમાણે જ્ઞાતા દ્રષ્ય રહેવું. અકર્તા-અભોક્તા રહેવું. " મનના વિકલ્પોના ત્યાગથી અર્થાતુ અપમાનાદિ કે ઉપસર્ગ સમયે સહિષ્ણુ બનવું તે મનોજીત–મનનો ત્યાગ છે. તે મોક્ષનું કારણ બને છે. તનના ત્યાગમાં અશાતા વેદનીય ભોગવતા, અન્યની વૈયાવચ્ચ કે સેવા કરતાં દેહસુખનો ત્યાગ તે તનનો ત્યાગ છે. ધનત્યાગમાં નુકસાનીમાં પણ આર્ત ધ્યાન ન કરવું. શુભભાવ કરીને દાન કરવું તે ધનનો ત્યાગ છે. આ તન મન અને ધનની સાધના છે. આગળ વધીને સાધકે ચૌદ ગુણસ્થાનકના સ્વરૂપને સમજવાનું છે. આરાધના કરવાની છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદનો સમજીને ત્યાગ કરવાનો છે. વૈરાગ્યભાવ કેળવવો તે ધર્મ છે. વીતરાગતાથી કેવળજ્ઞાનનું આવરણ ટળી નિરાવરણ બને છે. મન એ મોટો સંસાર છે. સંસાર મનમાં રહે છે. શરીરના મમત્વમાં પણ મન જ રહેલું છે. માટે કાયયોગને બદલે મનોયોગ સુધારવો. ઉપયોગની શુદ્ધિપૂર્વક આત્મભાવ કરવો. આત્મા પરપણે નથી તેમ નિષેધાત્મક રીતે આત્માને સમજો. આત્મા સ્વસ્વરૂપ છે તે વિધેયાત્મક રીત છે. આત્મા અનુભવાત્મક સ્વસંવેદ્ય છે. જ્ઞાન ધ્યાન એ આત્મ સ્વરૂપ પામવાની વિધેયાત્મક અંતરંગ રીત છે. ત્યાગ વૈરાગ્ય એ નિષેધાત્મક રીત છે. ત્યાગ વૈરાગ્ય એ પર પર પદાર્થ પ્રત્યેનો અભાવ છે. ગ્રહણ ત્યાગ એ પર પદાર્થ પ્રત્યેની ક્રિયા છે. પરમાત્માનું ધ્યાન કરવાથી અસત્ અધ્યવસાયથી જે કર્મો ગ્રહણ કર્યા છે, તેની નિર્જરા કરવાની છે. પછી જે શેષ ઉપયોગ છે તે શુદ્ધત્તા વડે સ્વરૂપને અનુભવે છે. જ્યારે આત્મા પરને જાણવાનું છોડે છે ત્યારે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સ્વરૂપસાધનાનાં સોપાન સ્વને વેદે છે. વળી પર પદાર્થને કોઈ ઇરાદાથી કે સંકલ્પથી જાણવાનું હોય ત્યાં સુધી રાગદ્વેષના વિકલ્પો થાય છે. માટે પરમાત્મ તત્ત્વમાં લીન થવાનું છે જેથી વિકલ્પોનો સર્વથા નાશ થઈ નિર્વિકલ્પદશા આવે. ત્યાગ વિરાગના વિકલ્પો શુભ છે પરંતુ ધ્યાનદશામાં તે ત્યજવાના છે, સતુ સ્વરૂપમાં કે પરમાત્મ તત્વમાં લીન થવાનું છે. સંસાર અસાર છે એવો નિર્ણય થયા પછી સંસારભાવનો વિચ્છેદ, સંબંધનો અભાવ થાય તે સારરૂપ છે. પરમાત્મતત્ત્વ સારરૂપ હોવા છતાં હું અસારમાં જ રહ્યો ! મેં પરમાત્મતત્ત્વ સાથે દઢ સંબંધ ન બાંધ્યો. ગુણસ્થાનકો એ કોઈ બાહ્ય સાધન નથી. અંતરના ભાવો છે. તેમાં આત્માના શુદ્ધભાવની વૃદ્ધિ થતી જાય છે. ગુણાતીત થવા માટે તે આરોહણ છે. અનંતાનુબંધી કષાય માત્ર ક્રિયા, પૂજા આદિથી ખપતા નથી, પણ પરમાત્માના સત્ સ્વરૂપને જાણી, દાન, સંપત્તિનો સદ્ઉપયોગ કરી દોષોને ખપાવે તો કષાયો ટળે, વળી પરમાત્માના ધ્યાનથી મિથ્યાત્વ મોહનીય ટળે. તે પ્રમાણે નવકારમંત્ર પ્રત્યેક આત્માની સાધના અને સાધ્ય છે. જ્ઞાન-દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એ આત્માના ઉપયોગ-ગુણ-સ્વરૂપ છે. તેના લક્ષ્ય પંચાચારના પાલનપૂર્વક ધર્મ છે. એ પાંચે ગુણનો સમૂહ તે આત્મસ્વરૂપ છે. જીવ માત્રનો સ્વરૂપ ધર્મ તીર્થંકર પરમાત્માએ જૈનધર્મ નામે બતાવેલ છે. સંપ્રદાય તરીકે નહિ. પરમાત્માએ કોઈ ધર્મ - સંપ્રદાય સ્થાપ્યો નથી. જીવ માત્રનો સ્વરૂપ ધર્મ સ્થાપ્યો છે. જીવમાત્રમાં પૂર્ણજ્ઞાનનિધિ પડેલી છે તેને પ્રગટ કરવા સાધના બતાવી છે. જગતમાં જેમ પ્રકાશ છે તેમ વિશ્વમાત્રમાં સંશિપંચેન્દ્રિય જીવોમાં જે જે શુભ ભાવો પ્રગટ થાય છે, તે તીર્થકર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મનો પ્રકાશ છે. માટે સર્વત્ર સ્યાદ્વાદ શૈલીથી સમજવા પ્રયત્ન કરવો. વ્યવહાર ધર્મમાં ન્યાય – પ્રમાણિકતા કરતા દયાદાનની વિશેષતા છે. ન્યાય – પ્રમાણિકતા તે લોકધર્મ છે. પ્રમાણિકતામાં તમે અન્યને Page #126 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૧૦૯ છેતરતા નથી. ન્યાયી અન્યને થતો અન્યાય દૂર કરે છે. તેને દૂભવતો નથી. ન્યાય – પ્રમાણિકતા પોતાનું કંઈ છોડવાનું નથી. જ્યારે દયાદાનમાં તમારી માલિકીનું ધન છોડવાનું છે. પોતાના હક્કની વસ્તુનો ત્યાગ કરવાનો છે. - સાધકે અસાધકપણું શું છે તે સમજવું જરૂરી છે. વિકૃતિને જાણવી, સ્વદોષદર્શન કરવું તે અસાધકપણાને જાણ્યું કહેવાય. ગુણની વિકૃતિ એ દોષ છે. ગુણ દબાવીને દોષ પ્રભાવ જમાવે છે. દોષને દૂર કરવો તે સાધના ધર્મ છે. ગુણોમાં સ્થિત થવું તે સાધ્ય ધર્મ છે. સાધનાકાળમાં શરીરમાં જીવ હોય, અને સાધના પણ શરીરમાં રહીને કરવાની છે. પરંતુ શરીર (મમતા) જીવમાં ન હોવું જોઈએ ને ? એ સાંયોગિક સંબંધ છે. તેનો ગમે ત્યારે વિયોગ છે. માટે શરીરમાં સંક્ષિપણામાં જીવ હોય ત્યાં સુધી સમત્વ સાધી લેવું, તે સાધના છે. ધ્યેય પરમાત્મસ્વરૂપ છે. ધ્યેયનું ધ્યાન કરવાથી ધ્યાતા અભેદ બને છે. ભક્તિમાં ભાવનાનો રસ છે, પણ ઉપયોગમાં પરમાત્મ સ્વરૂપ છે. ધ્યાનમાં એકાગ્રતા છે. આમ ધ્યેય સિદ્ધ થાય છે. વ્યુત્થાનદશામાં વિકાસ) વિકલ્પો ઓછા કરવા અને ઊંચા રાખવા. તે વીતરાગદશા લાવવાનો અભ્યાસ છે. ધ્યાનદશામાં તો વિકલ્પો શાંત કરવાના છે. ત્યાં ઊંચા કે શુભ વિકલ્પો પણ બાધક છે. નિર્વિકલ્પદશામાં વિકલ્પો એ મળ છે. સ્વરૂપ ગુણો આત્માથી અભિન્ન છે. ક્રિયા ગુણો આત્માથી ભિન્ન છે. છતાં લક્ષ્યયુક્ત ક્રિયાથી મોહાદિ ભાવો નિર્બળ બને છે. નિર્વિકલ્પતા પ્રત્યે લઈ જઈ આત્મ સન્મુખ થવામાં સહાયક છે. આત્માને વર્ણ નથી, આશ્રમ નથી, ભેદરૂપ ધર્મ નથી આત્મ સર્વરૂપ છે, સર્વ વ્યાપક છે. લૌકિક વ્યવહારમાં ઉચિત વિવેક રાખી શરીરને ધર્મ માટે સાધન બનાવો. શરીરને શરીર માટે સાધન બનાવવું તે સંસાર છે. ભોગ અને સંગ્રહ શરીર માટે છે. આત્મા માટે શરીર સાધન બનાવો તો તમે ત્યાગી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સ્વરૂપસાધનાનાં સોપાન અપરિગ્રહી છો. દેહ છે ત્યાં સુધી લોક-વ્યવહારમાં વર્ણ, આશ્રમ ધર્મો છે. સાધનાકાળમાં તેનાથી પર થવાનું છે. સંયોગો ભવિતવ્યતાના આધારે છે, આપણા હાથમાં નથી. અશુભ વિકલ્પો, રાગાદિ ન કરવા તે આપણા હાથમાં છે. ઘાતકર્મો અને અઘાતી કર્મોના રહિત અસંગ સ્વરૂપ આત્માને ભજવો. ૦ મનનું નમન એટલે મનનું બોધરૂપ પરિણમન. ૦ તનનું નમન એટલે પંચાંગ પ્રણિપાત નમન. મનનું પરિણમન એટલે મનનું પરમાત્મભાવમાં પરિણમન, ઉપયોગનું પરમાત્મભાવે લૂપ થવું. તેમ કરવાથી સર્વથા અભેદ થશે, મતિજ્ઞાનનો ઉપયોગ તે મન છે. મનાદિ યોગમાં મૂળ વીર્યશક્તિ આત્માની છે. તે જ્ઞાનયુક્ત છે. ઉદ્યમ, ઉત્સાહ, ઉલ્લાસ એ વીર્યશક્તિ છે. પુદ્ગલની વીર્યશક્તિ જ્ઞાનરૂપ નથી તે માત્ર ક્રિયારૂપ શક્તિ છે. “ જ્ઞાનાદિ ગુણો આત્માના સ્વભાવરૂપ પદાર્થો છે. સ્વભાવમાં ઉત્પાદાદિ નથી. અવસ્થામાં ઉત્પાદાદિ છે. અનુકૂળ ઉત્પાદઃ ઇષ્ટના સંયોગમાં રાગ, રતિ, મોહ, વગેરે. પ્રતિકૂળ ઉત્પાદઃ અનિષ્ટના સંયોગમાં દ્વેષ, અરતિ, ભ્રમ, શોક, દુર્ગણો વગેરે. સંયોગ અને ઉત્પાદમાં જીવને ગમો અણગમાની ભેદબુદ્ધિ છે. તેથી પદાર્થો સાથે ભેદજ્ઞાન જોઈએ. મારો અસમાં સભાવ છે તે નિવારીને શુદ્ધાત્મા - પરમાત્મામાં સદ્દભાવ કરું. વિયોગ અને વ્યય (નાશ) ભોગસુખ માટે ઉપયોગી ન હોવાથી વિયોગમાં રહીએ છીએ. ઉત્પાદ અને સંયોગ દેહભાવ બને છે, કારણ કે તે ભોગમાં કામ આવે છે. આમ ઉત્પાદ અને સંયોગને અહંરૂપે, કે સુખ-ભોગ બુદ્ધિએ સત્ માનવા તે અજ્ઞાન છે. માટે ભેદજ્ઞાનની સાધના કરી ઉત્પાદ સંયોગાદિ દેહભાવનો / દેહાધ્યાસનો ત્યાગ કરવો. ધર્મમાં ગુણ કેળવવાના છે. કળા-બુદ્ધિ નહિ. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે જે પ્રકાશમાં મોહાદિભાવો દેખાય તે જ્ઞાનપ્રકાશ છે. મોહાદિભાવો હણાય તે ચારિત્ર છે. મોહાદિભાવોને જણાવે – જાણે તે શાસ્ત્રજ્ઞ છે. મોહાદિ ભાવો પોતામાં છે, તેને જાણે, કાઢે તે આત્મજ્ઞ કહેવાય. શુભભાવ, શુભબંધ, સકામ નિર્જરા આત્મજ્ઞાનની દશા પર વર્તે છે. શાસ્ત્રજ્ઞાનની દશા પર વર્તતી નથી. પુણ્યનો ઉદય દુઃખને, અશુભને દબાવે છે. પણ દુઃખનો નાશ કરી શકતો નથી. જ્ઞાન વડે દુઃખનો નાશ થાય છે. પુણ્ય અને સુખ જોડિયા મિત્રો છે. સર્વ પાપનો નાશ અને સુખની પ્રાપ્તિ શુદ્ધ જ્ઞાન વડે છે. પુણ્ય ઉદયે સર્વ પ્રાપ્તિ નથી. સાચા સુખની પ્રાપ્તિ સ્વભાવથી છે. શંખેશ્વર તીર્થ પ્રભાવ છે. પાર્શ્વનાથ – પરમાત્મા સ્વભાવ છે. આપણી દૃષ્ટિ પ્રભાવ ઉપર વિશેષ છે. સ્વભાવ પર જતી નથી. તે ભ્રમ છે, અહિત છે. સ્વભાવનો પ્રભાવ હોય. પ્રભાવનો સ્વભાવ ન હોય. બળવાન વસ્તુ સ્વભાવ છે. પ્રભાવ નથી. પ્રભાવના બળે સ્વભાવ આવે છે, છતાં તે સ્વતંત્ર નથી. પ્રભાવ અનંતના અંશરૂપ છે. સ્વભાવ અખંડિત છે. - સાધનામાં જીવે પોતાના જ્ઞાતાદ્રષ્ણા ભાવ કેળવવાના છે. સમ્યગુભાવ યુક્ત કરવાના છે. તેમાં નિમિત્તકારણ કે શેય પદાર્થોનો દોષ નથી. જગત તો નિયમથી ચાલે છે, તે તો ઠીક જ છે. સાધકે પોતાના ભાવોને ઠીક કરવાના છે. કર્તા-ભોક્તાભાવમાં જાગ્રત રહેવાનું છે, તે સાધના છે. સાદિ અનંત સમાધિસ્થ સ્થિતિ તેવું સિદ્ધભગવંતને શુદ્ધ નિશ્ચય ચારિત્ર છે. વ્યવહાર ચારિત્ર દેહધારીને હોય. સંસારી આત્માના પ્રદેશોનું સ્વરૂપ અરૂપી હોવા છતાં દેહરૂપી હોવાથી આત્મા ઉપચારથી રૂપી કહેવાય છે. આત્માનો ઉપયોગ અરૂપી હોવા છતાં કાળના સંબંધથી વિનાશી છે. માટે સાધના દ્વારા ઉપયોગને શુદ્ધ કરી અવિનાશી બનાવવાનો છે. વળી ઘાતી કર્મોનો નાશ કરી આત્માને પૂર્ણજ્ઞાનમાં સ્થાયી કરવાનો છે. અઘાતી કર્મોના નાશથી - નામાદિ પ્રકૃતિઓનો નાશ થવાથી અરૂપીપણું થાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સ્વરૂપસાધનાનાં સોપાન અશાતાને આપણે દુઃખરૂપ માનીએ છીએ. તેથી વિશેષ દુઃખરૂપ આપણને આપણું અજ્ઞાન લાગવું જોઈએ. જ્ઞાનકાર્યની પૂર્ણતાનું આપણને લક્ષ્ય, રુચિ, ચાહના જિજ્ઞાસા હોવી જોઈએ. અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની તાલાવેલીની પીડા હોવી જોઈએ. અંતઃકરણની ઉપયોગરૂપ ક્રિયા-ભાવ તે નિશ્ચય સાધના છે. ઉપકરણથી અને કરણની ક્રિયા વ્યવહાર સાધના છે, જે મર્યાદિત છે. મોક્ષની તીવ્ર જિજ્ઞાસા, તે પદ પ્રાપ્ત કરવાની પીડા, તેનો પુરુષાર્થ, તે દરેક સાધકને સાધન તરીકે નિત્ય નિરંતર વિદ્યમાન છે. એ સાધન વડે જ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપ્તિની ચિંતા જિજ્ઞાસાને ટકાવે છે. અને પુરુષાર્થ કરાવે છે. મોક્ષપ્રાપ્તિની પીડા તીવ્ર બને ત્યારે તેની પ્રાપ્તિને યોગ્ય ભાવ બને છે. દેહાધ્યાસ એ આપણી વૈકલ્પિક દશા છે. સાધકને માટે સ્વક્ષેત્ર સાધન છે. જિજ્ઞાસા અને ઉદ્યમ વડે દેહાધ્યાસ, પરક્ષેત્રાદિના અધ્યાસનો નાશ કરવાનો છે. જિજ્ઞાસા, ઉદ્યમ, રુચિ, એ સાધકની ભાવલબ્ધિ છે. મોક્ષમાર્ગની એ નિસરણી છે. જિજ્ઞાસા અને પુરુષાર્થથી કાળ અને ભવિતવ્યતા કપાય છે. મોક્ષની ચિંતા એ જિજ્ઞાસા છે, તે માટેનો પુરુષાર્થ એ સાધકનું સ્વસાધન છે. તે દરેક સમયે સાથે જ હોય છે. જિજ્ઞાસા અને પુરુષાર્થ એ સ્વતત્ત્વ છે. તેને દેશકાળનો ભેદ નથી. ઇન્દ્રિયજનિત જ્ઞાન અને ઇન્દ્રિયજનિત ભોગ એ ઝઘડાનું તત્ત્વ છે. જો તે ઉભયનો ભોગ નથી તો ઝઘડો નથી. સમ્યગૃજ્ઞાનીને ભોગેચ્છા નથી તો ઝઘડો નથી. આત્માની સાથે શરીર અને ઇન્દ્રિયોનો સંબંધ છે, તેથી ત્યાં ઝઘડાની સંભાવના છે. પરંતુ જે સાધક શરીર ઇન્દ્રિયોની સાથે જ ઝઘડે છે. તેના ઝઘડાનો અંત આવે છે, તે જિતે છે, જિન બને છે, કેવળી બને છે. જીવના અજ્ઞાન, મોહાદિ ભાવો જ કાળ છે. સમયને લૂંટે છે. માટે કાળ તત્ત્વ પર જ વિજ્ય મેળવવો. મોહ, અજ્ઞાન પર વિજય મેળવવા માટે મતિજ્ઞાનના ઉપયોગને સમ્યગૂ બનાવવો, કાળાતીત બનાવવો. Page #130 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૧૧૩ દયા, દાન, સેવા, પરોપકારવૃત્તિ સાધકની પ્રાથમિક ભૂમિકા છે. વિષયમાં અનાસક્ત, છતાં જન્મમરણમાં નિર્વેદભાવ છે. જન્મમરણમાં ક્ષોભવૃત્તિ નથી. તે શ્રેષ્ઠ સાધક છે. સાધકે કર્તાભોક્તાભાવને ન પકડવો પણ જ્ઞાતાદ્રષ્ટાપણે પોતે કેવો છે તે બરાબર સમજવું. કર્તાભોક્તાભાવથી સંસાર ચાલે છે. જો તમે ભોક્તા જ નથી તો પછી ભોગ્ય વસ્તુની કિંમત શું? વળી પૌગલિક વસ્તુ પર સત્તા આત્માની છે. આત્મસત્તા વડે તે પ્રવર્તમાન છે. પછી પીગલિક પદાર્થોની ગુલામી શું? જીવ પદાર્થોનું સુખ ચાહે છે તે અજ્ઞાન છે. આત્મા અને શરીરનો સંબંધ અસદ્દભુત વ્યવહાર છે, તેનાથી સંસાર ચાલે છે, અને એ સંબંધ ટકી રહે છે. પાંચ ઇન્દ્રિયોમાં સ્પર્શેન્દ્રિયને મૈથુન સંજ્ઞાથી અબ્રહ્મ કહી છે. બાકીની ચારે ઇન્દ્રિયોને અબ્રહ્મ કહી નથી. પરંતુ ચારે ઇન્દ્રિયોનું પરિણમન સ્પર્શેન્દ્રિયમાં મૈથુનસંજ્ઞાએ અબ્રહ્મરૂપે પરિણમે છે. જેમ જીભ પર પદાર્થનો સ્પર્શ થાય છે ત્યારે સ્વાદ પકડાય છે. માટે સાધકે આ પાંચ ઇન્દ્રિયોના વિષયોનું જે જ્ઞાનતત્ત્વમાં ભાન થાય છે, તેની ભીતરમાં આત્મ-પરમાત્મસ્વરૂપે પ્રતિક્ષણે વિલસી રહ્યો છે તે જાણવાનું છે. વિશ્વમાં આત્માના જ્ઞાન અને આનંદ અવિનાશી તત્ત્વો છે. સંસારી જીવને જ્ઞાન જ અજ્ઞાન રૂપે બનેલ છે. તેમ આત્માનો બ્રહ્માનંદ રસ મૈથુન સંજ્ઞા વડે અબ્રહ્માનંદ બનેલ છે. મૈથુન (કામવાસના) અબ્રહ્મ કહેવાય છે. એકેન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિયની સંજ્ઞાથી (અબ્રહ્મ) કહેલ છે. સંસારી જીવ બ્રહ્માનંદના રસને અબ્રહ્મ મૈથુનથી વિકારીપણે અનુભવે છે, તે જીવનું અજ્ઞાન છે. તે જીવને દુઃખરૂપ નીવડે છે. માટે સાધકે બ્રહ્માનંદના વેદન માટે પાંચ ઇન્દ્રિયોના વિષયસુખના રસને છોડવા જોઈએ. આત્મા શરીર અને ઇન્દ્રિયોને આધીન થઈને અબ્રહ્માનંદના રસને માણે છે, તેથી જીવને અન્ય પદાર્થો મેળવવા પરિશ્રમ કરવો પડે છે. અંતે દુઃખી થાય છે. બ્રહ્મતત્ત્વ, પરમાત્મતત્ત્વ, આત્મતત્ત્વ આનંદ સ્વરૂપ છે. માટે બાહ્ય કોઈ સંયોગોથી સાધકે સ્વ પરત્વે દુઃખી ન થવું, પરંતુ આનંદમાં વર્તવું. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સ્વરૂપસાધનાનાં સોપાન બાહ્ય રીતે આનંદમાં રહેવા અહિંસા, સેવા, દયા, દાન આદિ કાર્યો છે, યદ્યપિ અન્ય જીવોને સુખશાતા, આનંદ આપવાના કારણથી પુણ્યબંધ થાય છે, પણ તે વાયદાનું સુખ છે. તેના કરતાં વિશેષ તો વર્તમાન કાળમાં જીવે દુઃખી ન થતા આત્મભાવે આનંદમાં વર્તવું, તે સત્ય સ્વરૂપ છે. જેથી પાપનો વર્તમાન ઉદય ફોક થાય છે, અને ભાવિનો પણ ફોક થાય છે. વ્યવહારપણે ખૂબ જાણવું તે બુદ્ધિજન્ય છે. ધ્યાનસમાધિમાં બુદ્ધિ કે વિચારનું કોઈ કાર્ય નથી. જ્ઞાનનું કાર્ય આનંદની પ્રાપ્તિ છે. જ્ઞાન અને આનંદ તરૂપ છે, સ્વકીય છે, ભિન્ન છે. તે દરૂપ નથી, સ્મરણરૂપ નથી તેથી જીવને વિશ્વાસ થતો નથી. વર્તમાનમાં આવરણને લીધે એ જ્ઞાન અને આનંદનો ભેદ ઊભો થયો છે. બુદ્ધિમાં અહમ્ આવે તો શ્રદ્ધાનો આશરો લેવો. બુદ્ધિમાં અહમ્ કરીને શ્રદ્ધાને ખંડિત કરશો નહિ. શ્રદ્ધા અહમરહિત છે. શ્રદ્ધાની પુષ્ટિ કરવા માટે બુદ્ધિએ બોધનો – જ્ઞાનનો આશરો લેવો જોઈએ. સવિશેષ ભેદજ્ઞાન વડે અભેદ થવાનું છે. ભેદજ્ઞાન શું છે ? શરીરને પર માની – અનુભવી તેના મમત્વથી મુક્ત થવું. દેહાતીત થવું તે ભેદજ્ઞાન છે દેહ અને આત્માની ભિન્નતાનું ભાન તમે જે વસ્તુને મહત્ત્વ આપો છે, તે વસ્તુ તમારાથી વિશેષ હોય છે. તેવું તમને લાગે છે તેથી તમને તેના પ્રત્યે પ્રીતિ થાય છે. છતાં તે વસ્તુનું સ્વરૂપ શું છે તેના પર તમારા લાભાલાભ છે. જે વસ્તુ વિનાશી છે, તેને તમે મહત્ત્વ આપો છો ત્યારે તેના દાસ – ગુલામ બનો છો, અને વસ્તુ વિનાશ પામતા તમે દુઃખી થાઓ છો. વિનાશી વસ્તુના સંગે સંસારી જીવ પોતે જ વિનાશી બને છે, જન્માંતર કરે છે, જો તમે અવિનાશી એવા પરમાત્વતત્ત્વને મહત્ત્વ આપો છો, તમે તેના દાસ બનો છો, તો પણ તે અવિનાશીતત્ત્વ હોવાથી તમે તેના સંગે અવિનાશી બનો છો, જન્મમરણથી મુક્ત થાવ છો, માટે પરમતત્ત્વની ઉપાસના કરવી. Page #132 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૧૧૫ આત્માની મોટાઈ અંગ્રિમતા કંઈ શેઠાઈ શાહુકારી કે વૈભવમાં નથી. તે તે પ્રકારો સાંસારિક સુખરૂપે શરીરથી ભોગવાય છે, તે માત્ર મજૂરી છે, કારણ કે તે સર્વ પ્રકારો ક્ષણિક છે. ઇન્દ્રિયજનિત વસ્તુઓનો નાશ થયા પછી તે અભોગ્ય અને અયોગ્ય બને છે. સંસારી જીવ વિનાશી પદાર્થોને અવિનાશી બનાવવા મથે છે. વિનાશી વિકલ્પોની નીચે જ વિનાશી પદાર્થોને અવિનાશી બનાવવા મથે છે. જેમ વાદળા નીચે સૂર્ય છુપાયેલો છે, તેમ વિનાશી વિકલ્પોની નીચે અવિનાશી સુખ છુપાયેલું છે. માટે નિર્વિકલ્પતા થવા સાધના કરવી. જેથી અવિનાશી સુખ માણી શકાય. આત્મા વિનાશીના સંગે વિનાશી થાય છે. અવિનાશીના સંગે અવિનાશી થાય છે. પરંતુ પુદ્ગલ દ્રવ્ય તો વિનાશી કે અવિનાશીના સંગે વિનાશી જ રહે છે. દેહ સંસારીનો હો કે અરિહંતનો હો, વિનાશ પામે છે. - સાધના ક્ષેત્રે દયાદાન વિના જીવ જેમ ધર્મમાર્ગમાં આવતો નથી. બ્રહ્મભાવમાં આવતો નથી. તેમ પૂર્ણ બ્રહ્મભાવ પ્રગટ થયા પછી દયા, દાન આદિ ધર્મ પણ રહેતા નથી. બ્રહ્મભાવ એવા શુભભાવોથી પણ અતીત છે. પૂર્ણ બ્રહ્મભાવમાં આનંદ એ અનુભવ તત્ત્વ છે. ચેતનનું લક્ષણ જ્ઞાન અને જ્ઞાનનું ફળ આનંદ છે. સંયોગથી અતીત થઈને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. સંયોગ એ આત્મસ્વરૂપ નથી સ્વભાવ એ આત્મસ્વરૂપ છે. સમતિ એ સમ્યગુદૃષ્ટિ છે. લક્ષ્યનો પ્રારંભ છે. ચોથાથી સાતમા સુધી ક્ષયોપશમ સમક્તિ બને છે. ચારિત્ર મોહનીયના સ્થાનકો શુદ્ધિ અનુસાર બદલાય છે. અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, યદ્યપિ દર્શનસપ્તકનો ક્ષય થતાં ચોથાથી સમકિત ક્ષાયિક બને છે. માટે આપણી સાધનાનું લક્ષ્ય મૂળ સ્વભાવની સિદ્ધિનું છે. તેનો પ્રારંભ સમકિતથી થાય છે. અશુભ આશ્રવ દબાય શુભ આશ્રવ હોય. શુભાશુભ બંને આશ્રવ દબાય સંવર થાય. પૂર્વકૃત અશુભ ઉદયથી વર્તતા દુ:ખનો નાશ થાય. વર્તમાન દોષો જેના વડે અશુભદોષોનો બંધ પડે તે પણ નાશ પામે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સ્વરૂપસાધનાનાં સોપાન અને ઉત્તમ પુણ્ય બંધ થાય જે પુણ્ય મોક્ષમાર્ગના મનુષ્યાદિભવ જેવા સાધનો આપે અંતે “સત્ર પાવ પણાસણો થાય. ઘાતકર્મોનો નાશ થાય. પવિત્રતા પ્રગટે એ સાધનાની સિદ્ધિ છે. જેનાથી મોહનીય કર્મ નાશ પામે તે સાધના છે. તે સાધના ભક્તિ, સંયમ, જપ, તપ, જ્ઞાન, ધ્યાન વગેરે જે કંઈ હોય. તેના દ્વારા પરિણામે મોહનાશ થવો જોઈએ. ધર્મનું સાચું સ્વરૂપ શું? જીવનું પરના સંબંધથી અને સંયોગથી છૂટવું તે ધર્મનું સાચું સ્વરૂપ છે. બંધન સ્વનું ન હોય પરનું હોય. છેલ્લો પરમાર્થ શું? આત્મા સ્વગુણોનો કતભોક્તા રહે તે સાચો પરમાર્થ. આપણી પરને જાણવાની - જાણનક્રિયા હરક્ષણે ચાલુ છે, જેને ધ્યાન દ્વારા ખતમ કરવાની છે. ભોગેચ્છા બાધક છે તેને પ્રથમ નષ્ટ કરવાની છે. પરને જાણવાની ઈચ્છા નષ્ટ થશે તો ભોગેચ્છા રહેશે નહિ. જ્ઞાન જાગ્રત હશે તો ભોગેચ્છા અટકી જશે. જાણવાની અને ભોગવવાની ઇચ્છાથી જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મ બંધાય છે. સ્વરૂપ રમણતાને બદલે આવરણ આવે છે. આથી બંધનથી છૂટવા માટે જાણવાની અને ભોગવવાની ઇચ્છારહિત થવા સાધના કરવાની છે. (ય) પરપદાર્થોને જાણવા ભોગવવાની ઇચ્છાથી આત્મા ઉપર અંધકાર આવે છે. પર પદાર્થોને શા માટે જાણવા છે? દૈહિક સુખ માટે, ઇન્દ્રિયોના ભોગ માટે, આવી વૃત્તિ ક્યારે પણ પૂર્ણ થાય તેમ નથી. માટે પ્રથમ પરને જાણવાની ઇચ્છા છોડી દો, પછી ભોગેચ્છા છૂટી જશે. સાધનાનો મર્મ આ છે. મોહનીયકર્મ જ્ઞાનમાં વિકાર-વિપરીતતા લાવે છે. જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાન ઉપર આવરણ લાવે છે. ઉભય કર્મ આત્મસ્વરૂપને આવરે છે. જ્ઞાન વિકારી બને આવરણ આવે, જ્ઞાન ઉપર આવરણ હોય એટલે જ્ઞાન વિકારી બને. આમ વિષચક્ર ચાલે છે. સાધના દ્વારા મોહનીયના ભાવોને કાઢવાના છે. પર પદાર્થોને જાણવા જઈએ છીએ તે અસદ્દભુત વ્યવહાર . Page #134 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ક્ષેત્ર વિશાળ છે ૧૧૭ છે. તે પારમાર્થિક જ્ઞાનકાર્ય નથી. જ્ઞાન શેયને જાણવા જાય તે સમ્યગ્રક્રિયા નથી, મિથ્યા ક્રિયા છે. તે અસદ્દભુત વ્યવહાર છે. શેય અને જ્ઞાનનો સંબંધ ટળવાનો નથી પરંતુ મિથ્યા રીતે ન જાણતા સમ્યપણે જાણવું. દેહ આત્મા ભિન્ન છે તે જેમ સાધનાનો વિકલ્પ છે, તેમ મારા જ્ઞાન ઉપયોગને શેયમાં રમાડવો ને મિથ્યાભાવ છે. તેનું ભાન હોવું જરૂરી છે. હું આત્મા છું, પરમાત્મા છું. વર્તમાનમાં તે આપણા માટે શેય રૂપ હોવા છતાં જ્યારે સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ત્યારે શેયના વિકલ્પ જ્ઞાનરૂપ બની જાય છે, એ જ પરમાત્માપણું છે. ત્યાં શેયનું જ્ઞાન નથી રહેતું પરંતુ એ અનુભવ-વેદન બને છે. પુગલના દ્રવ્યો શેયરૂપ છતાં કોઈ કાળે તે જ્ઞાનરૂપ બનવાના નથી. જાણવા જવું તે જ્ઞાનનું સત્કાર્ય નથી. તેમાં યત્કિંચિતપણે રાગાદિ હોય છે. સ્વરૂપવેદન નથી હોતું. કેવળજ્ઞાની કેવળજ્ઞાનને જાણે નહિ પણ વદે, સમસ્ત વિશ્વના પદાર્થને જાણે પણ વેદે નહિ. દશ્ય હોય ત્યાં દ્રષ્ટાપણું હોય. નિદ્રા અજ્ઞાત-જડ જેવી અવસ્થામાં જીવ સ્પષ્ટપણે જાણતો નથી. પરંતુ ત્યારે જ્ઞાનનો અભાવ નથી. તુરીયાવસ્થાપૂર્ણ જાગ્રતાવસ્થા છે, તેમાં સર્વ જણાય છે. ત્યાં પૂર્ણ આનંદ અવસ્થા છે. ભલે નિદ્રામાં રાગાદિનું વેદન નથી, અશાતાની પીડા સ્પષ્ટ નથી તેથી ત્યાં સુખ લાગે છે પણ તે અજ્ઞાન અવસ્થાનું નિરર્થક સુખ છે. નિદ્રાઊડી જતાં એ ભ્રમ તૂટી જાય છે. મન બુદ્ધિ ચિત્ત અહંકારનો જ્યાં વ્યાપાર ચાલતો હોય ત્યાં અંતઃકરણ ક્રિયાકારી હોય. નિદ્રામાં મન, ચિત્ત, આદિનો વ્યાપાર નથી એટલે અંતઃકરણ સુષુપ્ત-મૂર્ણિત છે. તેથી તે નિષેધાત્મક સુખ છે. નિદ્રામાં જ્ઞાનને શેય સાથે સંબંધ નથી, મનના ઉપયોગનો વ્યાપાર નથી. નિદ્રામાં મન બુદ્ધિ ચિત્તના વ્યાપારનો અભાવ હોવાથી ત્યાં ક્લેશ સંતાપ હોતા નથી. જ્યારે પૂર્ણ જાગ્રતાવસ્થામાં મન, બુદ્ધિ, ચિત્તનો જ અભાવ છે. કર્મ બીજનો નાશ થવાથી પૂર્ણ આનંદ વર્તે છે. બીજભાવનો, બીજ આકૃતિ ઉભયનો નાશ થાય છે. આત્મા પૂર્ણાનંદને પામે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સ્વરૂપસાધનાનાં સોપાન જાગ્રત અવસ્થામાં મન, બુદ્ધિ, ચિત્તનો વ્યાપાર શરૂ થાય છે, તેથી દુઃખ, ક્લેશ જન્મે છે. માટે જાગ્રત અવસ્થામાં સાધના કરવાની છે, મન વગેરેથી અતીત અવસ્થા પ્રાપ્ત કરવાની છે. હું આત્મા છું. પરમાત્મસ્વરૂપ છું એ પણ વિકલ્પ છે. સાધના સિદ્ધ થયા પછી એ વિકલ્પ છૂટી જશે. હું આત્મા છું. એટલે જડ નથી નિત્ય છું. એટલે જન્મમરણ થવા છતાં આત્માનું અસ્તિત્વ ટકી રહે છે. આત્માનો અભાવ નથી થતો એટલે શાશ્વત છું. વૈરાગ્યભાવ એટલે દેહ-ઇન્દ્રિયોના સુખનો અસદુભાવ, તે પ્રત્યે ઉપેક્ષાભાવ છે. દુઃખનો નાશ કરવો તે વૈરાગ્ય નથી. દુઃખ ન ગમે તે વૈરાગી એમ માનીએ તો, દુઃખી હોય તે સર્વે વૈરાગી ગણાય. સુખના ભોગનો ત્યાગ થઈ શકે છે. દુઃખનો ત્યાગ થઈ શકતો નથી તે તો ભોગવવું પડે છે. દુઃખને સુખરૂપ બનાવવું તે વૈરાગ્ય છે. તે ભાવના છે. જીવ વેદન વગરનો નથી, તમે સુખને વેદો કે દુઃખને વેદો કે સ્વરૂપાનંદને વેદો. જીવ જેમ જ્ઞાનસ્વરૂપ છે તેમ વેદક તેનો ગુણ છે. સાધકે દેહને જેલ-બંધન માનવું. તેમાંથી છૂટવા ભેદજ્ઞાનની સાધના કરવી. જે વસ્તુ પર છે તેને સ્વ માનવું અને સ્વ છે તેને પર માનવું તે મોહમૂઢતા છે. જડમાં સત્ ચિત્ત આનંદ નથી. સત્યમ્, શિવમ્ સુંદરમ્ નથી. છતાં તેમ માનવું તે મૂઢતા છે. સ્વરૂપનું અભાન તે અજ્ઞાન છે. પરસ્વરૂપને સ્વરૂપ બનાવવા મથવું તે મોહ છે. માટે સાધકે વિવેકપૂર્વક દેહને સ્વસ્વરૂપે ન માનવો. પણ આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપે સ્વીકારવો, ત્યારે સાધના સિદ્ધ થાય છે. સૌ અલક મૂલ્યવાન મેળવવા માટે જોતા પાસે રહેલ સો અધિક જૂલ્યવાન જે હજુ છે તે તેને મારી દેવો જોઈએ અથ¢ અહજુનું વિસર્જન તે જ અહંસુનું સર્જન છે Page #136 -------------------------------------------------------------------------- ________________ ' યા) આ કામ ૪. અધ્યાત્મયોગ મનાદિ યોગ, પંચાચાર, ધ્યાન, મહાસત્તા, અવાંતરસત્તા. અધ્યાત્મ = એટલે આત્માની નજીક વસવું. સ્વરૂપલક્ષી પરિણમન તે યોગ છે. નિયષ્ટિ અનુરૂપ વ્યવહારધર્મ આચરવો તે અધ્યાત્મનું કાર્ય છે. અધ્યાત્મના વિકાસમાં મનાદિયોગોનો શુભાચાર, પંચાચાર, ધ્યાન ઇત્યાદિ અંતર્ગત છે. ચારે અનુયોગનું જ્ઞાન અધ્યાત્મને દઢ કરે છે. તેવો અધ્યાત્મયોગ મુક્તિમાર્ગનો ભોમિયો છે. અધ્યાત્મમાં આત્માના શુદ્ધ પર્યાયો – અવસ્થાને સ્વીકાર્યા વગર, સિદ્ધાવસ્થાના શુદ્ધ ભાવોને સ્વીકાર્યા વગર, શુદ્ધ નિશ્ચયના ભાવોને સ્વીકાર્યા વગર, અધ્યાત્મની અનુભૂતિ સંભવ નથી. આ દરેક ભાવો કરવાથી આત્મ પ્રદેશ પરના આવરણો હઠે છે. અધ્યાત્મ દ્વારા બોધ પામવો કે વિનાશી પદાર્થો અસત્ છે. આથી અન્ય પદાર્થોનો કર્તાભોક્તાભાવ ઘટે છે, તે અધ્યાત્મની શૈલી છે. અધ્યાત્મ – આત્મભાવમાં રહેવું તે અધ્યાત્મ છે. તે વડે રાગ નષ્ટ થઈને વીતરગતા આવે છે. પૂર્ણ વીતરાગતા પ્રગટવાથી જ્ઞાન નિરાવરણ બને છે, નિર્વિકારી બને છે. કોઈ પણ સાધક કે સાધુને દ્રવ્યાનુયોગનું જ્ઞાન નથી કે તેવા જ્ઞાની પ્રત્યે આદર નથી તે વાસ્તવિક સાધુ કે સાધક નથી. વિશ્વના સ્વરૂપમાં રહેલાં દ્રવ્યોનું જ્ઞાન તે દ્રવ્યાનુયોગ છે, જેના અભ્યાસથી અધ્યાત્મદૃષ્ટિ આવે છે. પરિણામે વૈરાગ્ય પેદા થાય છે. આજનું વિજ્ઞાન કેવળ એક જ દ્રવ્ય પુદ્ગલ)ની પાછળ દોડે છે અને તેની જ વિચારણા કે સંશોધન કરે છે. દ્રવ્યાનુયોગમાં મૂળમાં જીવાસ્તિકાયનો વિચાર કેવળ પ૬૩ સંસારીના ભેદ વડે કરવાનો નથી, પરંતુ સવિશેષ વિચાર પરમાત્મ સ્વરૂપનો કરવાનો છે. જેથી સર્વ જીવો પ્રત્યે આત્મીયભાવ આવે. જે જીવને સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રગટ કરે છે. ૫૬૩ ભેદ અહિંસાના પાલન ચરણ બને છત આવે તે કહેવું તે આ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સ્વરૂપસાધનાનાં સોપાન માટે જણાવ્યા છે. પરમાત્મા પ્રત્યે સમર્પણતા, રુચિ અને ભક્તિના ભાવો દ્વારા મતિજ્ઞાનને સમ્યક્ બનાવી ઘાતકર્મોનો નાશ કરવાનો છે. અહિંસા ધર્મની પૂર્ણતા પામવા માટે છે. જો પૂર્ણતા ન પામો તો હિંસા અને અહિંસા એ ચકરાવો ચાલ્યા કરશે. * અંતરંગ અવસ્થાનું નિરીક્ષણ કરવું તે અધ્યાત્મ છે. જ્ઞાનથી જ્ઞાનને જોવું. જેથી મોહરહિત શુદ્ધભાવ સમજાય છે. અને અંતે મોહ વિલય પામે છે. આથી અધ્યાત્મદષ્ટિ વિકાસ પામે છે. જીવ જેટલા અંશે વિકલ્પ કરવાનું છોડે તેટલે અંશે ક્લેશ, ઉદ્વેગ, રાગ, દ્વેષ આદિ વિલય પામે. બાહ્ય ક્રિયા દ્વારા જીવ દુઃખ ભૂલવા પ્રયત્ન કરે છે. પણ તે સાચો ઉપાય નથી. અધ્યાત્મમાર્ગમાં આત્માનું નિરીક્ષણ કરવાનું છે. મોહનીયની અસરને તપાસવાની છે. વિકલ્પોથી મુક્ત થવું તે અધ્યાત્મ છે. આત્માના અપગલિક ક્ષાવિકભાવોને જાણો, માણો, ભાવો, એ અંતરાત્માના ભાવો છે. પરંતુ જ્યાં સુધી જીવમાં મોહનીયભાવો પડ્યા છે તેને ફક્ત જાણો અને ક્ષય કરો તે અધ્યાત્મસાધના છે. હું યુગલ સ્વરૂપ નથી એવો નિષેધાત્મક ભાવ નથી કરવાનો પણ હું બ્રહ્મસ્વરૂપ છું એ વિધેયાત્મક ભાવ અધ્યાત્મ પ્રેરક છે. પરમાત્મ સ્વરૂપની વિચારણા અધ્યાત્મ ભાવે કરે તો મોહનીયનો ક્ષયોપશમ શરૂ થાય. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તો છે. સાથે સત્તત્ત્વની આત્મતત્ત્વની પ્રાપ્તિની તાલાવેલી થાય તે ધ્યેયને શીધ્ર પ્રાપ્ત કરાવે છે. પૂર્ણ ભાવે પૂર્ણ તત્ત્વ પ્રગટે છે. આત્મા ઉપર આવરણ હોવાથી સ્વરૂપમયતા થતી નથી. સ્વરૂપ લીનતા એ પરમાત્મતત્ત્વ છે. મોહના વિકાર હોવાથી જીવ દીન બને છે. સ્વરૂપથી દીનાનાથ છે. આત્મલીનતા અસીમ બને તો જીવનું જ્ઞાન આકાશની જેમ વ્યાપ્ત થઈ જાય. અધ્યાત્મ દૃષ્ટિએ જ્ઞાન હોય તો સુખ જ છે. અજ્ઞાન ત્યાં દુઃખ Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૨૧ છે. વિવેક વગર જ્ઞાન ન થાય. જીવને કષ્ટ સહન કરતાં દુઃખ વેદાય તો સમજવું કે જ્ઞાનની ગેરહાજરી છે. જ્ઞાન એ જળહળતો પ્રકાશ છે. બાહ્ય કષ્ટથી થતાં દુઃખને મનોયોગથી સુખમાં પલટાવવું એ અધ્યાત્મ છે. ભાવ-ઉપયોગ સ્વયં આત્મા છે. એટલે ભાવ કે ઉપયોગ કેવા કરવા તેની સ્વાધીનતા છે. ભાવની પૂર્તિ માટે ભૂમિકા પ્રમાણે ભલે ક્રિયા કરવાની હોય. તેમાં પરપદાર્થો નૈમિત્તિક છે. પરાધીનતા છે. અપૂર્ણ છે. સ્વ-ઉપકાર માટે સમર્થ સાધન નથી. તેથી અધ્યાત્મ યોગ વડે ભાવશુદ્ધિ કરવી. પરમાત્મભક્તિ મોક્ષ લક્ષી થતી ન હોય તો સમજવું કે ભાવશુદ્ધિ નથી. અંતરમાં હજી મોહનીયના ઘાતીભાવનો સંસ્કાર દઢ છે. જેથી ભક્તિમાં લીનતા આવતી નથી. તે ભાવો અહબુદ્ધિવાળા હોય છે. આત્માને અન્ય જીવો સાથે વિષમભાવે ભેદ વર્તે છે. તેમાં પૌદ્ગલિક ભાવ છે, સંબંધ છે. સિદ્ધક્ષેત્રે અનંત સિદ્ધાત્મા હોવા છતાં અંશ માત્ર ભેદ નથી. ત્યાં પુદ્ગલ નૈમિત્તિક અસર નથી માટે સાધકે અધ્યાત્મદષ્ટિ વડે પૌગલિક સંબંધોની વિષમતાને કાઢવાની છે. પ્રયોગ કરીને નિઃસંગી બનવાનું છે. ઇચ્છા તો ઇચ્છા જ છે પરંતુ મોક્ષની ઇચ્છા સહજ સુખદ હોવાથી ઉપાદેય છે. ૦ પૌગલિક ઇચ્છા પરિણામે દુખદ હોવાથી હેય છે. ૯ શ્રદ્ધા સાધકભાવ છે. અનુભવ સિદ્ધિ છે. ૦ શ્રદ્ધાનું કાર્ય અનુભવ કરાવવાનું છે. આત્માનું સામર્થ્ય સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવને સિદ્ધપદમાં સમાવી – પચાવીને બેઠું છે. તેના પૂર્ણ જ્ઞાનથી તે મહાન છે. આથી આત્મવિકાસ કે અધ્યાત્મ વિકાસ જ્ઞાનથી છે. મનાદિયોગ કેવળ સાધન છે. અધ્યાત્મ એટલે બહારથી અંદર જવું. સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિચારણાનું - જ્ઞાનનું તે ઉદ્ભવ સ્થાન છે. જીવે તે જ્ઞાન સ્વરૂપ લક્ષ્ય કરી પોતામાં સમાઈ જવું તે અધ્યાત્મ છે. જેમ જેમ જીવ, જગત, જગન્નાથ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સ્વરૂપસાધનાનાં સોપાન ત્રણેનું સ્વરૂપ સમજાશે તેમ તેમ અધ્યાત્મ યોગ પુષ્ટ થશે. મનાદિ યોગઃ દેહધારી આત્માને ત્રણ કરણ - સાધન - અર્થાત્ મન, વચન, કાયાના ત્રણ યોગ મળ્યા છે. જીવમાત્રને ત્રણમાંથી અલ્પાધિક યોગ હોય છે. મનુષ્યને ત્રણે યોગ મળ્યા છે. મનોયોગ = વિચારણા માટે છે. બુદ્ધિનો વ્યાપાર થઈ શકે છે. વચનયોગ = શ્રત, શ્રવણ અને ભાષાના વ્યાપાર માટે છે. કાયયોગ = દૈહિક પ્રવૃત્તિ / ક્રિયા માટે છે. મનુષ્યને કાયયોગ ભોગ અને યોગ બને માટે મળ્યો છે. ભોગી સાંસારિક પદાર્થોને ઇચ્છે છે. યોગ આત્માને ધ્યાવવા માટે છે. મનુષ્ય મનોયોગ – પરિણામ) દ્વારા ચોથા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનકે પહોંચી શકે છે. કાયયોગ દ્વારા સાધના કરી શકે છે. યોગ સાથે આત્માનો સાંયોગિક સંબંધ છે, તેથી આત્મા યોગરહિત બની શકે છે. ઉપયોગ આત્માનું લક્ષણ છે. દેવોનો કાયયોગ કેવળ ભોગ માટે થાય છે. દેવો મનોયોગથી ચોથા ગુણસ્થાનકથી આગળ વધી શકતા નથી. જેની સાથે જીવ જોડાયો છે તેમાં પ્રેમભાવ રાખવો તે કર્મયોગ છે. કંઈક જીવોને પીડા આપી છે તેનું કારણ કર્મયોગ છે. બાહ્ય ક્રિયામાં સુધારો સૂચવાય પણ ભૂમિકા વગર બાહ્યાચરણ ત્યજી દેવાનું નથી. ધર્મનું ફળ જો ગુણ ન બને તો કંઈ ક્ષતિ છે તેમ વિચારવું. દેહથી અાદિ સંબંધ ન કરવો તે અનશન. મનથી પુદગલનો સંબંધ ન કરવો તે માનસિક અનશન. દેહ છે કે નહિ તે ભાન પણ ન રહે, એવી સમાધિઅવસ્થા આવે ઘાતી કર્મોનો નાશ થાય. પછી કર્મ ક્રિયા દશ્ય રૂપે થતી રહે છે. નિદ્રામાં જેમ આંશિક દેહભાન ભૂલી જવાય છે. સમાધિમાં સજગતા છતાં દેહભાન ભૂલી જવાય છે. દેહ અને કષ્ટ બંનેનું વિસ્મરણ થાય છે. આ ભેદજ્ઞાન છે. અધ્યાત્મ છે. દેહ જ હું નથી તો કષ્ટ કોનું હોય? યોગ સ્વભાવથી સક્રિય છે. મનોયોગમાં મતિજ્ઞાનના ઉપયોગથી Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૨૩ ભાવમનની ક્રિયા થાય છે. શુદ્ધિ થતા અક્રિયતા આવશે. મનાદિ યોગ દ્વારા સંસારની યાત્રા કરતા અનેક દોષો ગ્રહણ કર્યા છે. હવે એ ત્રણે યોગ દ્વારા બાહ્યાભ્યતર ચારિત્રાદિ વડે દોષોનો ત્યાગ કરવાનો છે. યોગ કર્મબંધનું કારણ છે, તેમ કર્મનિર્જરાનું કારણ છે. ભાવ મન ચેતન છે, દ્રવ્યમન જડ છે. મન દ્વારા વિચારવું ત્યાં ચેતનશક્તિ છે. એટલે દ્રવ્યમન ઉપચરિત ચૈતન્ય છે. કારણ કે મતિજ્ઞાનનો ઉપયોગ છે. મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનનું સ્થાન છે. મનોવર્ગણા વગર મન બનતું નથી, તેથી મતિજ્ઞાન ઉપચરિત જડ છે. દેહ આત્મ પ્રદેશોયુક્ત હોવાથી ઉપચરિત ચૈતન્ય છે. યોગ વડે પ્રવૃત્તિ કરતા કોઈ જીવને દુઃખ ન થાય અન્ય જીવોને સુખ ઊપજે તેવો ભાવ રાખવો. એ જ યોગ વડે તત્ત્વચિંતન, જ્ઞાન, ધ્યાનની ક્રિયા થાય છે. તેથી તે મોક્ષનાં બાહ્ય સાધનો છે. સ્વરૂપ ચિંતન વગર નિરાવરણ થવાતું નથી. દેહભાવ ત્યજી આત્મવેદનમાં જવાનું છે. જેનાથી ક્ષાવિકભાવ પ્રગટે. મોહ વડે મનોયોગથી સંકલ્પ હિંસા થાય તે આપણાં વિભાવ રસ છે. તેનો કર્મ બંધ તીવ્ર હોય છે. મન વગર કામ યોગની ક્રિયામાં અલ્પ રસ હોવાથી. કર્મબંધ અલ્પ છે. દેહકષ્ટ સમતાથી સહન કરવાથી નિર્ભયતા આવે છે. ચારિત્રાચાર અને તપાચાર દેહથી ભેદજ્ઞાન કરવા માટે છે. ઉપયોગથી આત્મામાં લીન થવું તે તપ છે. મનાદિ ત્રણે યોગ વડે દ્રવ્ય ગુણ અને પર્યાયથી પરમાત્માને અર્પણ થવાથી તે ગુણો જીવમાં પ્રગટ થાય છે. અર્થાત્ આવરણ ટળવાનો તે ઉપાય છે. પંચાચાર અધ્યાત્મયોગના અંગ છે. તે વડે સ્વાધીન સુખની પ્રાપ્તિ થાય. તે મોક્ષપ્રાપ્તિનાં સાધનો છે. જ્ઞાનાચાર = હું જ્ઞાનસ્વરૂપ છું. સિદ્ધ-પૂર્ણ પરમાત્મસ્વરૂપ છું તેવા ભાવમાં લીન થવું. સ્વાધ્યાય માટે કાળાદિ વ્યવહારમાં જ્ઞાનાચાર પાળવા. દર્શનાચાર = શંકા-આકાંક્ષારહિત પરમાત્મામાં પૂર્ણ રીતે સમર્પણ થવું. અરિહંત સિદ્ધનું શરણ લેવું અને ગુરુઆજ્ઞામાં પ્રવર્તવું-સર્વાત્મામાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સ્વરૂપસાધનાનાં સોપાન સમદૃષ્ટિ કેળવવી. ચારિત્રાચાર = વ્યક્તિ અને પદાર્થોથી અસંગતા કરવી. અષ્ટપ્રવચન માતારૂપ સમિતિ ગુપ્તિના વ્યવહારથી ચારિત્રાચારનું પાલન કરવું. તપાચાર = દેહભાવ અને દેહ ત્યજી દેવાની સ્વેચ્છાએ તત્પરતા તે તપાચાર છે. ઇચ્છાઓથી અસંગ થવું. વીચાર = ઉપરના ચારે આચારમાં ઉત્કૃષ્ટપણે ટકવું તે. જ્ઞાન આચારાદિ બાહ્ય જણાય છે. તે વડે ઉત્પન્ન થતા ગુણો અત્યંતર છે. બાહ્ય પંચાચાર દશ્ય છે. અને અત્યંતરદશા તે સ્વરૂપાકાર છે. બાહ્ય જ્ઞાનાચારમાં દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન અને તેના રહસ્યનો બોધ પરમાત્મભાવમાં લય લાવે છે. તેથી જ્ઞાનાચાર વડે જ્ઞાનસ્વરૂપમાં અભેદ થવાય છે. પછી ઉપરના ગુણસ્થાનકો સાધ્ય બને છે. સાધ્યને મુખ્ય કરી જે સાધનને પકડે છે તેને અવરોધ આવતો નથી. સાધન છૂટી જાય છે. સાધ્ય સિદ્ધ બને છે. ઘાતકર્મ જેવી પ્રવૃતિઓ કે દુષ્ટ વૃત્તિઓ પંચાચાર વડે પરિવર્તન પામે છે. મન વચન કાયાની ક્રિયા પણ આચારવિચાર છે. જ્ઞાનાચારાદિમાં જે ભિન્નતા કે તરતમતા છે તે વર્યાચારને કારણે છે. ઔદયિક આદિ ભાવોમાં વિચારની તરતમતા હોય છે. ભેદ હોય છે. તમે શું જાણો છો, કેટલાં શાસ્ત્રો કે પૂર્વે જાણો છે તે ઉપર અધ્યાત્મ નથી. તમે શું થઈ શકો છો, ઈચ્છો છો, વર્તો છો, તે ઉપર અધ્યાત્મનો વિકાસ છે. વરૂપબોધ એ જ્ઞાનાચાર છે. જીવમાત્ર પ્રત્યે સમાન પ્રેમ, ભાવભરી દૃષ્ટિ એ દર્શનાચાર છે, વળી ગુરુ પ્રત્યે અર્પણભાવ છે. જ્ઞાનાચારનું રહસ્ય સર્વ જીવોને બ્રહ્મસ્વરૂપે જોવાનું છે. ચારિત્રાચારનું રહસ્ય દેહનું મમત્વ છેદવાનું છે. પાંચે આચાર અન્યોન્ય પૂરક છે. દેહભાવ રહી જાય તો જીવ દેહના મમત્વથી પાછો પડે છે, યોગ વડે દેહથી ભિન્નતા કેળવવાની છે. અધ્યાત્મમાં હિંસાદિ અવ્રત ત્યાગ અને ક્રોધાદિ કષાયનું શમન અત્યંતાવશ્યક છે. આત્માને સ્વલક્ષી બનવાનું છે. સ્વદોષદર્શન કરી તેનું Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ અધ્યાત્મયોગ વર્જન કરવું. મનથી શુભ પ્રવૃત્તિ સહજ થાય અને અશુભ પ્રવૃત્તિ વગર બળાત્કાળે જાય તો તે ઊંચો મનોયોગ છે. મન સૂક્ષ્મ હોવા છતાં કાયા આશ્રિત સ્થૂલતા પ્રાપ્ત કરે છે. એટલે કાયા જ્યારે નિર્બળ બને છે. ત્યારે મન નિર્બળ બને છે. માટે મનથી વચનયોગ આશ્રિત અને કાયયોગ આશ્રિત શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તન કરવું જોઈએ. કાયા સ્વયં સંચાલિત નથી. મન સંચાલક છે. છતાં દેહભાવના લક્ષ્ય મન પૂલ બને છે. એ મન ને આત્માને આશ્રિત કરો તો આત્માની અનંત શક્તિઓમાંથી વિશિષ્ટ શક્તિઓ જાગ્રત – કાર્યાન્વિત થશે. મનમાત્ર શરીર માટે શરીરને લક્ષ્ય કામ કરી રહ્યું છે. તે સંસાર છે. તેથી મન શરીરના યોગે સુખદુઃખ ભોગવે છે તેમાં આત્મા સંડોવાય છે. માટે શરીર નિરપેક્ષ આત્મ સાપેક્ષ સુખ મને અનુભવવું જોઈએ. આત્મ લક્ષ્ય મનોયોગ તે ધર્મ / મોક્ષમાર્ગની સાધના છે. અધ્યાત્મ છે. મનને ગૌણ કરીને માત્ર કાયિક ક્રિયાથી અધ્યાત્મ પ્રાપ્ત થતું નથી. સાધુજનોએ સમિતિધર્મમાં મન-વચન-કાયાના જે સક્રિય યોગો છે, તેમાં શુભ અશુભ ક્રિયાનો, વિવેક કરી સાવદ્ય ક્રિયા ત્યજી નિરવદ્ય ક્રિયા કરવાની છે. પોતાનું આત્મભાવે ભલું કરવું તે પરમ પરમાર્થ તત્ત્વ છે, અન્યનું ભાવ અનુકંપા અને દ્રવ્ય અનુકંપાયુક્ત નિષ્કામભાવે-આત્મભાવે કે દેહભાવે ભલું કરવું તે વ્યવહાર પરમાર્થ છે. શરીર અને આત્માનું જે અસત્ મિશ્રણ છે તેનો ભેદ કરવો. જુદું કરવું તે ધર્મ છે. જેની પાસે મન, વચન, કાયાનું વિવેકપૂર્વકનું બળ છે, તે ધર્મ આદરી શકે છે. નિરાશ, નિરૂદ્યમી, અવિવેકી ધર્મ આદરી શકતો નથી. ઇન્દ્રિય અને બુદ્ધિને પરમાત્માને સમર્પણ કરો, અતિન્દ્રિય જ્ઞાનનો બોધ મેળવો. તો બુદ્ધિગમ્ય કે ઇન્દ્રિય ગમ્ય નહિ પરંતુ કેવલીગમ્ય થવાય. જેમાં જગતના અનંતકાળની અનંત ઘટનાઓ પ્રતિબિંબિત થશે છતાં કોઈ વિકલ્પ નહિ ? હોય. સમસ્ત વિશ્વનું એકીકરણ એ જ આપણું અભેદ સ્વરૂપ છે. દિવ્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સ્વરૂપસાધનાનાં સોપાન જ્ઞાન વડે દ્રવ્ય ક્ષેત્રાદિ ભેદનો અંત આવે છે. સંસારમાં ચેતનાના વિકાસનો અંત નથી. છે તો અંતરૂપે મોક્ષ છે જે સાદિઅનંત બને છે. ઉદાસીનતા - મધ્યસ્થતા - ચિત્તની સ્વસ્થતા એ સજાતીય જીવ પ્રત્યે કર્તવ્યના ભાવ વિના, દયા-પરોપકારાદિ વૃત્તિ વિના, અનુકંપાના ભાવ વિના બને નહિ. એ કાય નિષ્કામભાવે થાય તે ઉદાસીનતા છે, પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે વૈરાગ્ય, નિર્મળત્વ, અપરિગ્રહભાવ એ ઉદાસીનતા છે. પરપદાર્થો પ્રત્યે મૂળમાંથી મોહભાવ નીકળી જવો તે ઉદાસીનતા છે. આ ઉદાસીનતા અધ્યાત્મની જનની છે. અધ્યાત્મ માટે સમ્યગુ કૃતના વિકલ્પો સહાયક છે. જે વિકલ્પો આત્મામાં પરમાત્મભાવ ઉત્પન્ન કરે છે. તે શ્રતના વિકલ્પો આત્માનું નિધાન છે. હીરા, મોતી, માણેક નહિ, માટે ચક્રવર્તી કે ઈન્દ્ર મહાન નથી. શુદ્ધાત્મા મહાન છે. તીર્થકર ગણધર, કેવળી ભગવંતો મહાન છે. સિદ્ધ પરમાત્મા સર્વોચ્ચ મહાન છે. તેઓનું નિરાવરણ જ્ઞાન મહાન છે. અનંત લોકાલોક આકાશ એ જ્ઞાનમાં સમાય છે. જીવે પોતાના અણવિકસિત ગુણોને વિકાસવવા જોઈએ. તે માટે પંચાચાર સ્વરૂપ-ગુણ છે. અન્ય જીવની જે આચારમાં વિશેષતા હોય તે આચારને ગ્રહણ કરવો. આથી આપણામાં તે આચારની દઢતા આવે, પણ તેનો અપલાપ ન કરવો. અનુમોદના કરવી તો આપણા ખૂટતા ગુણોની પૂર્તિ થશે. ધર્મ કે મોક્ષમાર્ગમાં દેહભાવ શત્રુરૂપ છે. માટે દેહાધ્યાસ છોડવાનું જ્ઞાનીજનો જણાવે છે. કારણ કે અનાદિકાળથી જીવ એ ભાવે જ રખડ્યો છે. માટે વર્તમાનમાં ઉપયોગને મોક્ષમાર્ગમાં જોડવા સાધના કરવી. જો પરદ્રવ્ય સાથે પ્રીતિ કરવી હશે તો ભૂતકાળ અને ભાવિકાળમાં ઉપયોગને જોડવો પડશે. વર્તમાનની ઉત્તમ પળ ચાલી જશે; જે સ્વકાળ છે, તેમાં જીવવું તે સાધુ કે સાધકપણું છે. તે અધ્યાત્મ છે. અધ્યાત્મનું પરિણામ યોગક્રિયા, આસનજય, સમ્યગ્રજ્ઞાનાદિ, ધ્યાન વગેરે છે. જેમાં આહારાદિ સંજ્ઞાઓ ઘટતી જાય, શરીરસૌષ્ઠવ વધતું જાય, દેહનું મમત્વ - છૂટતું જાય અંતર્મુખતા વધતી જાય. Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૨૭ ૯ બાહ્યદૃષ્ટિને અંતર્દષ્ટિ બનાવવી તે અધ્યાત્મ. ૦ સ્થૂલદષ્ટિને સૂક્ષ્મ બનાવવી તે અધ્યાત્મ. ૦ વ્યવહારદષ્ટિને પારમાર્થિક બનાવવી તે અધ્યાત્મ. ૯ સંસારી જીવો અને સિદ્ધ જીવો વચ્ચેનું મધ્યબિંદુ સાધુ છે. જડ અને ચૈતન્યનાં સ્વરૂપનો બોધ તે ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાનની પૂર્ણતા અભેદજ્ઞાનથી થાય છે. આત્મસ્વરૂપની ઐક્યતા તે અભેદ છે. આ અભેદમાં પણ અપેક્ષાએ મિથ્યા જ્ઞાન અને સમ્યગું જ્ઞાન હોય છે. દેહ તે હું છું આવું અભેદજ્ઞાન મિથ્યાજ્ઞાન છે. આત્માના અભેદનું અજ્ઞાન છે વિસ્મરણ છે. જેમાં હું અને મારાનું ઐક્ય છે તે અભેદ છે. દેહના અભેદજ્ઞાનથી સ્વરૂપનું વિસ્મરણ છે. અનાદિકાળથી દેહમાં અહમ મમત્વનો જે ભાવ છે. તેનાથી આત્માનું અભેદ સ્વરૂપ આવરાયું છે. આથી જ્ઞાન દેહભાવનું તાદામ્ય તોડવા પ્રથમ ભેદજ્ઞાન કરાવે છે. જેથી ખોટું અભેદજ્ઞાન દૂર થાય. પર પદાર્થ સાથેનો બદ્ધ સંબંધ અને અહમ મમત્વ કાઢી, આત્મા અભેદ સ્વરૂપે કેવો છે તેનું જ્ઞાન કરાવે તે અભેદજ્ઞાન છે. આત્માના સૈકાળિક સ્વરૂપનું માહાસ્ય આવશ્યક છે. તે સિવાય આત્મસ્વરૂપનું વદન થવું સંભવિત નથી. શરીરમાં રોગને દૂર કરવા ઔષધની રુચિ કરવી પડે છે. રોગ દૂર થયા પછી ઔષધસેવન જરૂરી નથી. તેમ સૈકાળિક આત્મસ્વરૂપને પામવા તપ સંયમની જરૂર છે. આત્મસ્વરૂપ પ્રગટ થતાં તપાદિના સેવનનો વિકલ્પ નથી. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મોહનીય કર્મ હણવા માટે ચારિત્રના બળની જરૂર છે. કાળ, ભવિતવ્યતા, પુરૂષાર્થ, ક્રિયા, સ્વભાવ આ પાંચ સમવાય કારણ છે એ આત્માનું સ્વરૂપ નથી, પણ સાધન છે. પુરુષાર્થ કરવા છતાં પરિણામ ન આવે તો હતાશ ન થવું, પણ સ્વરૂપમાં સ્થિર રહેવા પ્રયત્ન કરવો. સાધનથી પરાધીન કે સાધનરહિત થવાનું નથી પણ સાધનથી સમર્થ થવાનું છે. સાધનથી બંધન કરવાનું નથી. તેની ભૂમિકા પ્રમાણે ખૂબ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સ્વરૂપસાધનાનાં સોપાન ઉપયોગ કરવાનો છે. ધર્મસાધનામાં થાક ઉગ ન હોવા જોઈએ. દરેક પરિસ્થિતિમાં પ્રસન્નતા ટકાવવી જોઈએ. આત્મસ્વરૂપ અસંગી છે. તેને કોઈના ટેકાની જરૂર નથી, આવો સ્વરૂપ નિર્ણય હોવો જોઈએ. તેનું નિરંતર સ્મરણ રહેવું જોઈએ. તે અધ્યાત્મયોગ છે. આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે સ્વસ્થતા છે. તન-મનની શાંતિ -સ્વસ્થતા તે વ્યવહાર છે. ક્રિયા કરીને થયેલી ભાવની શુદ્ધિ, ક્રિયાના અંતરાયમાં પણ સાધકને સ્વસ્થ રાખે. • સમિતિ એટલે નિર્દોષભાવે પ્રવૃત્તિ. ૦ ગુપ્તિ એટલે પ્રવૃત્તિથી મુક્તિ. મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિને ગુપ્ત કરીએ તો મોહભાવ ઘટે. અનેકત્વમાંથી આત્મા એકત્વનું “સોહનું વેદન કરે. વિકલ્પોને સુધારવા તે અધ્યાત્મનું સોપાન છે, અને વિકલ્પોનો નાશ કરી નિર્વિકલ્પ થવું તે ધર્મનું શિખર છે. વિકલ્પોનું ઉપયોગથી ભેદજ્ઞાન કરવાનું છે. તે માટે દેહદમન, ઇન્દ્રિયોનું શમન જરૂરી છે જેથી મોહનો નાશ થઈ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન થઈ શકે. અધ્યાત્મવાદીમાં નિર્બળતા, નિરાશા પ્રમાદીપણું ન હોવું જોઈએ. સ્વજાતિ જીવ પ્રત્યે પ્રેમ કરુણાથી જીવવું. જડ પ્રત્યે વિરક્તિથી જીવવું. સ્વદ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યે દૃષ્ટિ તે ધર્મ અધ્યાત્મ. પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રત્યે દૃષ્ટિ તે સંસાર. ઔદયિક ભાવોને જોતા શીખવું તો ક્ષયોપશભાવની વિચારણા થશે. ત્યાર પછી ક્ષાયિકભાવ પ્રગટશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ સાધન છે. ભાવ તે સાધ્ય છે. સાધન અને ક્રિયાના ભેદમાં અધ્યાત્મવાળાએ ઝઘડામાં પડવું નહિ. ભૂમિકા પ્રમાણે સેવન કરવું. અધ્યાત્મમાં જીવ સાથે તોડવાની વાત નથી, જોડવાની વાત છે. જડ સાથે જોડવાની વાત નથી તોડવાની છે. અન્યને મોક્ષમાર્ગે જોડવાનો • છે. તેમાં નામ લિંગનો આગ્રહ ન રાખો પણ અધ્યાત્મની ભાવના રાખો. સૌને સમાન માની વર્તવું તેવો પ્રેમ - ઉદારતા અધ્યાત્મ પહેલાંની ભૂમિકા છે. વિવેકપૂર્વક કર્તવ્ય બજાવવું તે અધ્યાત્મ છે. અધ્યાત્મ યોગમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૨૯ જીવને અશાતાના ઉદયનું દુઃખ નથી પણ એક તૃણ જેટલા મોહભાવના દોષનું દુઃખ મહાન લાગે છે. કારણ કે : - ૦ ક્રોધ કરનાર કોઈ પ્રત્યે પ્રેમ મેળવી શકતો નથી. ૦માન કરનાર કોઈનો ગુણ ગ્રહણ કરી શકતો નથી. • માયા કરનાર કોઈનો વિશ્વાસ કરી શકતો નથી. ૦ લોભ કરનાર કોઈની ઉત્કૃષ્ટતા સહી શકતો નથી. જ્ઞાનાચારનું સેવન કરી હું બ્રહ્મસ્વરૂપ છું તેવો નિર્ણય કરવો. દર્શનાચારમાં સર્વ જીવોમાં સિદ્ધસ્વરૂપની દૃષ્ટિ છે. જ્ઞાનાચાર દર્શનાચારથી નિર્ણિત થયેલ બ્રહ્મસ્વરૂપની તપાચારમાં દેહથી ભિન્ન થવાની ક્રિયા કરવાની છે. જ્ઞાનાચાર અનુપ્રેક્ષા પ્રધાન છે. તેમાં હઠ ન હોય. દર્શનાચારમાં શ્રદ્ધાટેકની પ્રધાનતા છે. દર્શનાચારમાં મોક્ષનું લક્ષ્ય હોય છે. જ્ઞાનાચારમાં તેનું પરીક્ષણ હોય છે. જે શ્રદ્ધાને ટકાવે છે. જેથી મોહનીય કર્મ ક્ષણ થાય છે. શ્રવણ, મનન, નિદિધ્યાસન જ્ઞાનાચાર આદિ દરેક આચારમાં ઘટાવવા અને આરાધવા. ચેતન અને પરમાણુને શુદ્ધ માનવા તે દર્શનાચારની ઉત્તમતા છે. પુદ્ગલ દ્રવ્યનું એક પરમાણુ દ્રવ્ય છે. જ્યારે આત્માના અસંખ્ય પ્રદેશોનો સમૂહ દ્રવ્ય છે. પરમાણુ અનંત દ્રવ્યો રૂપે છે. આત્મા પણ દ્રવ્યરૂપે છે, ધર્મા, અધર્મી આકાશાસ્તિકાય એક એક છે. આકાશ અનંત દ્રવ્યોને એક જ સમયે અવગાહન આપે છે. આત્મા એક જ સમયે સમગ્ર વિશ્વને જાણે છે. એક સર્વ ક્ષેત્રે વ્યાપક છે. આત્મા જ્ઞાનથી સર્વ વ્યાપક છે. પંચાચારનું માહાસ્ય કર્મની નિર્જરા માટે છે. જ્ઞાનાચારના પાલનથી શ્રુત કેવળી થવું દ્વાદશાંગી પ્રમાણ જ્ઞાન મેળવવું . જ્ઞાનાચારના સેવનથી સમાધિ પ્રાપ્ત થાય છે. દર્શનાચારના પાલનથી સાતે ક્ષેત્રો લોકમાં ઉત્તમ છે તેવો ભાવ કરી તેનું લક્ષ્ય હૃદયમાં લાવી સભાવ કેળવવો. અન્ય જીવોના દુઃખ દારિદ્ર ઘટે તેવો પ્રયોગ કરવો. ચારિત્રાચારના પાલનથી સામાયિકથી માંડી જિનકલ્પની-વનમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સ્વરૂપસાધનાનાં સોપાન એકાંત અત્યંત નિષ્પરિગ્રહી થઈ દિગંબર) સાધના કરવી. તપાચારના પાલનથી ઉપવાસાદિ સહિત નવકાર મંત્રનું શરણ લઈ યોગ્ય સમયે અનશન કરવું. જ્ઞાનાચારના પાલનની મુખ્યતામાં વિનય, વૈયાવચ્ચ છે. શાસ્ત્ર ગોખવાથી જે ક્ષયોપશમ ન થાય તે વિનય - વૈયાવચ્ચથી થાય. અપ્રમત્તપણે જિજ્ઞાસુ બની નિરાભિમાની થઈ જ્ઞાનની આરાધના કરવી. શ્રવણ, મનન, નિદિધ્યાસન, અનુપ્રેક્ષા, શ્રદ્ધાયુક્ત જ્ઞાનાચારનું સેવન કરવાનું છે. એકાગ્રતા થતાં સ્વરૂપ અભેદતા આવે, સ્પર્શના થાય. નિદિધ્યાસન એ આત્માના સ્વરૂપનું અનુભવન છે. પર દ્રવ્યના અનુભવથી નિઃશંક બનવાનું છે. જ્ઞાનમાં અને સ્વરૂપમાં સ્વસંવેદ્ય અનુભવ કરીને નિઃશંક બનવાનું છે. તેમાં પરમાત્માનું સ્મરણ પ્રારંભમાં સહાયક છે. પરમાત્માની મૂર્તિ સાધના અપેક્ષાએ ચૈતન્યતત્ત્વ છે. તે ભલે વ્યવસ્થાએ જડતત્ત્વ હોય, પરંતુ સાધનાની અપેક્ષાએ તેમાં અકર્તાભાવ લેવાનો છે. પણ વ્યવસ્થાની દૃષ્ટિએ એ જડતત્ત્વ છે તેમ લેવાનું નથી. તેમ કરવાથી અનાદર ભાવનું સેવન થાય છે. મોક્ષમાર્ગે, નિશ્ચયમાર્ગે, અત્યંતરમાર્ગે, અધ્યાત્મમાર્ગે મેળવેલા અને કેળવેલા ગુણોનું અભિમાન અપૂર્ણદશામાં થઈ જશે તો કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય. તો પછી લૌકિક માર્ગે સેવેલા અહંકારથી પતન થાય તેમાં શું નવાઈ? ધર્મ કરવાથી ધર્મ થાય તો તે સ્વભાવસિદ્ધ ન થાય. અધર્મ કાઢવાથી ધર્મ પમાય છે. અધર્મ એ અંતરંગ શત્રુ (અરિ) છે. સંપૂર્ણ અધર્મને નાશ કરવાથી અરિહંતપદ પ્રાપ્ત થાય છે. સર્વથા અધર્મ નીકળવાથી અરિહંતપદની પ્રાપ્તિ થાય છે. અંતે સિદ્ધપદની પ્રાપ્તિ થવાથી કૃતકૃત્ય થવાય છે. ત્યારે સ્વભાવધર્મ પ્રગટે છે. અધર્મને દૂર કરવા ઉપચારથી ધર્મ સાધનરૂપે કહ્યો છે. અન્યથા સૈકાળિક શુદ્ધ સ્વભાવ જ ધર્મ છે અધર્મ = અરિ તેનો હેત - લય કરો. સ્વભાવમાં નિમિત્ત સંબંધનો લય કરવો તે ધર્મ છે. આત્મા સાથે જ્ઞાન-અજ્ઞાનનો, પ્રકૃતિ – વિકૃતિનો Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૩૧ નિમિત્ત સંબંધ છે. જ્ઞાનાવરણીય કર્મનો સાંયોગિક સંબંધ છે. વિકૃતિએ પ્રકૃતિનો આધાર લીધો છે. વિકૃતિનો પ્રકૃતિમાં (સ્વભાવમાં) લય થવાથી પ્રકૃતિ નિરાવરણ બને છે. વિનાશી તત્ત્વો અવિનાશી તત્ત્વોનો આધાર છે. શાસ્ત્ર એટલે આપણે જે જીવન જીવીએ છીએ તેની અક્ષરમૂર્તિ. આપણે જે જીવન જીવીએ છીએ તેનું યથાયોગ્ય ભાન નથી તે આપણું જ અજ્ઞાન છે. આપણને તત્ત્વના સત્ અસપણાનું ભાન નથી. તે અજ્ઞાન છે. જ્ઞાન આત્મામાં છે. શાસ્ત્રમાં જીવનની આકૃતિઓ કંડારી છે. અનાદિ અનંત અવસ્થાઓ પદાર્થ માત્રની શાસ્ત્રમાં બતાવી છે. તેનો અભ્યાસ કરી અજ્ઞાન દૂર કરવાનું છે. દર્શનવાદ – શાસ્ત્રો બહિરંગ સાધન છે. જેના વડે બોધ પામી ક્ષયોપશમભાવ કેવળી ક્ષાયિકભાવ પામવાનો છે. વળી આપણામાં રહેલા રાગ-વૈરાગ્યને જાણીને આત્મદર્શન કરવાનું છે. દર્શનવાદ એ વાદ નથી પણ વચનયોગ છે. સ્યાદ્વાદ દર્શનને સાધન બનાવી અંતરંગ સાધના કરવાની છે. જેથી મોહનીય નાશ પામીને નિરાવરણ થવાય. - પાંચે અસ્તિકામાં જે પ્રદેશોમાં ઉપયોગ નથી તે જડ છે. અને જ્યાં ઉપયોગ છે ત્યાં ચેતન-જીવતત્ત્વ છે. તેને ઉપયોગ સર્વસ્વ છે. જેને મન વચન કાયાના ત્રણે યોગ હોય તેને જ્ઞાન દર્શન ઉપયોગ હોય. યોગ એ ઉપયોગનું કરણ-સાધન છે. ઉપયોગથી પૂર્ણ શુદ્ધિ તે કેવળજ્ઞાન છે. ઉપયોગમાં ખાલી પ્રદેશોની સ્પર્શનાથી સિદ્ધત્વ થતું નથી. એમ તો સિદ્ધશિલા ઉપર સૂક્ષ્મ જીવો છે પણ તેમને સિદ્ધત્વ નથી. યોગ પુદ્ગલ સ્વરૂપ છે. ઉપયોગ ચૈતન્યસ્વરૂપ છે. સિદ્ધ પરમાત્માને શુદ્ધ ઉપયોગ છે. યોગ નથી. યોગના ઉપયોગથી ઉપયોગની શુદ્ધિ કરવાની છે. અન્ય બાહ્ય સાધનની મર્યાદા છે તે અનિત્ય છે. જે શ્રેષ્ઠ છે તેનો ઉપયોગ આત્મહિતાર્થે કરવો જોઈએ. તે સાલંબન યોગ છે. જે કોઈ કર્મ ઉદયમાં આવે તેને જે મોક્ષનું સાધન બનાવે છે. તે નિરાલંબન યોગ બને છે. ગમે તે સંયોગોમાં ક્લેશ કષાય કે ઉદ્વેગના વિકલ્પો ઊઠતા નથી. સદા આનંદમાં રહે છે તે અધ્યાત્મયોગી છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સ્વરૂપસાધનાનાં સોપાન અધ્યાત્મ એટલે આત્માની શક્તિનું અમરગાન ગાતા રહેવું. હૃદયમાં ધર્મનો અનુરાગ થયા વગર, મન સંયમી બન્યા વગર, લોકોત્તર માર્ગે જવાતું નથી. જેમ તીર્થસ્થાન મહાત્મા પુરુષોના ક્ષયોપશમભાવોથી શુભભાવોથી તીર્થધામ બને છે, આપણે તીર્થમાં બિરાજમાન પરમાત્માની મૂર્તિમાં ભક્તિભાવ કરી અધ્યાત્મનો વિકાસ કરવાનો છે. તીર્થભૂમિ એટલે તીર્થકર, ગણધરો, મહાત્માઓ વગેરે નિર્વાણ પામ્યા હોય તે ક્ષેત્ર. ત્યાં નિર્વાણ પામેલા ભગવંતોએ માંડેલી શુક્લ શ્રેણિના કારણે મનોવર્ગણાના પુગલોની સ્પર્શના થઈ હોય. તે પુગલો શ્રેષ્ઠ હોય છે, તેથી સાધકને તીર્થભૂમિમાં ઉત્તમ ભાવોની સ્પર્શના થાય છે. માટે અધ્યાત્મ માર્ગના સાધકે તીર્થ ભૂમિમાં એકાંતમાં રહીને સાધના કરવી. ક્ષયોપશમ ભાવ સાપેક્ષ સ્વ-પર ઉભય છે. સ્વ = પોતાનું વિશેષ શુદ્ધીકરણ થવું તે. પર = હજી કર્મનું આવરણ છે તેથી પર. સ્વદ્રવ્યને નિત્ય ત્રિકાળી માનીને નિત્ય-શુદ્ધ બનવા સાધના કરી અનુભવ દ્વારા સ્વ દ્રવ્ય-ગુણ પર્યાયથી અભેદ થવાનું છે. પરદ્રવ્યનું અનિત્યપણું માનીને તેમાંથી રાગાદિભાવોને ઉઠાવી લેવા. મોહાદિભાવોને નષ્ટ કરીને સ્વરૂપ સાથે અભેદ થવું તે સાધના છે. પુદ્ગલ દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદભેદ તત્ત્વ છે. એકક્ષેત્રે છે તેથી અભેદ છે, અને લક્ષણથી ભિન્ન-ભેદ છે. સ્વરૂપ અભેદ જ્ઞાનદર્શન ઉપયોગમય છે. સાધના ક્ષેત્રે અવસાધનઃ દેવગુરુનું આલંબન. અજીવ સાધન: મંદિર મૂર્તિ ઉપકરણ શાસ્ત્ર વગેરે. અંતરંગ સાધન: મોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવ છે. મન વચન કાયાના ત્રણે યોગ સાથે મનુષ્યને ધનનો યોગ હોય છે. એટલે તન, મન, ધનથી ધર્મ કરવો એમ કહેવાય છે. મનાદિયોગથી ધર્મ કરે પણ ધનની લાલસા ન ઘટે તો દાનધર્મ ફળી શકતો નથી. દાન વડે પરિગ્રહના પાપનું પ્રક્ષાલન થાય છે. હૃદય વિશાળ અને કોમળ Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૩૩ બને છે. જે પરમતત્વના ભાવને ધારણ કરી શકે છે. એ પાત્રતા પછી દાનાદિ કાર્યો સફળ બને છે. મનાદિ ત્રણે યોગ સાધન છે. મિથ્યાત્વાદિ સાધન નથી. યોગથી બંધન છે, અને તે નિરવદ્ય હોય તો મુક્તિ માટે સાધન છે. યોગને વિષમભાવમાં જોડવાથી બળ ક્ષીણ થાય છે. ધન વાપરે નહિ અને ગણ્યા કરે તે લોભિયો કહેવાય. ધન ન વાપરે તે કંજૂસ કહેવાય, બંને મોહની પકડમાં છે. અને પાપનું ઉપાર્જન કરવાવાળા છે. શ્રીમંતો દાનધર્મ સેવીને ધર્મશાસન ચલાવે છે. નિર્ધન શીલ, તપ, સંયમ સેવીને ધર્મશાસન ચલાવે છે. સાત ક્ષેત્રનું મૂલ્યાંકન કરીને ધનનું યોગ્ય વિતરણ જોઈએ. ચાર ધર્મના અનુક્રમમાં પ્રથમ દાનધર્મ છે. દાન કરવાથી આગળનો ધર્મ આકાર લે છે. અનુકંપાદાન એ ગૃહસ્થનું કર્તવ્ય છે. કેવળ સુપાત્રદાનનું જ વિધાન નથી. હૃદયમાં સાત ક્ષેત્રને ધારવાથી સમકિત જળવાય છે. વીચારઃ ઉપરોક્ત ચારે આચારમાં પુરુષાર્થને સતત વિકસાવવો. આ પાંચે આચારમાં ચારિત્રાચાર અને તપાચારની મર્યાદા છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, વીર્યાચાર અમર્યાદિત છે. ચારિત્ર અને તપમાં દેહાધ્યાસનો ત્યાગ કરવા દેહને કષ્ટ સહન કરવાનું છે. દર્શનમાં શ્રદ્ધા અને વાત્સલ્યનો વિકાસ છે. વીર્યાચાર ચારેનાં કાર્યોમાં સહાયક છે. સમિતિ ગુપ્તિનો આચાર ઉચ્ચ છે, પણ તે પર જીવ આશ્રિત છે. તે બાહ્ય ધર્મ છે. સ્વ-આશ્રિત ધર્મ શુદ્ધ સ્વરૂપ - સિદ્ધ સ્વરૂપનું ધ્યાન અત્યંતરધર્મ છે. સર્વ વિરતિએ ઉચ્ચ સાધના છે. દેશવિરતિ આંશિક સાધના છે. સાધુધર્મ શીઘગામી . તેમણે અન્ય વિકથા કરવાની ન હોય. દેશવિરતિ આંશિક હોવાથી તેમાં દાન પરોપકારાદિ કાર્યોનું પાલન છે. આત્મામાં પ્રશાંતભાવ આવે તે અધ્યાત્મવિકાસ છે. બાહ્ય પંચાચારથી પ્રમોદભાવ વિકસે, અત્યંતર પંચાચારના પાલનથી પ્રમત્તદશા વિકસે. જ્ઞાનાચાર વડે જીવનું નિશ્ચિત સ્વરૂપ નક્કી કરવું. વિધેયાત્મક સિદ્ધસ્વરૂપ, નિષેધાત્મક ચારગતિનું પરિભ્રમણ છે. અક્ષરથી દ્વાદશાંગી સુધીનું શ્રુતજ્ઞાન તે જ્ઞાનાચાર છે. દર્શનાચાર વડે સ્વસ્વરૂપમાં નિઃશંક Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સ્વરૂપસાધનાનાં સોપાન થવું ચારિત્રાચાર - સામાયિકથી જિનકલ્પ સુધીની આરાધના છે. તપાચાર એ નવકારશીથી માંડીને અનશન સુધીનું ઇચ્છા નિરોધરૂપ તપ છે. વિર્યાચાર વડે ચારે આચારમાં પૂરી શક્તિથી આચાર કરવો. * આત્માની ષડ સંપત્તિઃ સમ-દમ-ઉન્નતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. - ' અધ્યાત્મમાર્ગમાં આત્માનો સ્વયં અનુભવ કરવાનો છે. અધ્યાત્મનો વિષય સ્વસ્વાધીન છે. ભૌતિક પદાર્થોનો ભોગ અન્ય સાધનો માંગે છે. આથી ભૌતિક પદાર્થોના ભોગ ઉપભોગમાં અંત સુધી પરાધીનતા છે. માટે આપણું ધ્યેય સ્વપણે અને પૂર્ણપણે રહેવાનું છે. પરપદાર્થોમાં પણ જીવ સ્વામિત્વ અને નિત્યતા ઇચ્છે છે. કારણ કે તે આત્માનો મૂળ અભિગમ છે. વળી અધ્યાત્મમાં તો સ્વાધીનપણે અવિનાશીપણે આત્મત્વની પ્રાપ્તિ ઇચ્છવામાં આવે છે. સ્વાધીનતા અને પૂર્ણતા જ આનંદસુખરૂપ છે. આત્મા રસરૂપ છે. આત્માની સ્વયં રસિકતા છે. આથી પર વસ્તુમાં પણ રસ મળે, પડે ત્યારે સુખ લાગે છે. જઠરમાં જો સુધાની આગ લાગી હોય તો લૂખું ભોજન પણ મીઠું લાગે છે. કારણ કે સાચી સુધા જીભમાં અમી લાવે છે. આત્મા સ્વયે રસરૂપ છે પરંતુ અજ્ઞાનવશ તે રસ પરમાં ઠાલવે છે. એટલે સ્વ-રસનું વિસ્મરણ થાય છે. અને પર પદાર્થોના નિમિત્તે રસ માનીએ છીએ તે દર્શનમોહ છે. રસનું મૂળ વેદન આત્મામાં છે, માટે આત્મારાધના કરી તેના મૂળ રસને માણો, જેમાં રસ પછી નિરસતા નથી. ભોગના સુખમાં પણ આત્મા પ્રધાન છે. પરપદાર્થ તો બાહ્ય સાધન છે. પર વસ્તુ સાંયોગિક છે, કાલ્પનિક છે, તેમાં તમે રસ રેડો છો, અને સુખ અનુભવો છો, તો પછી જે આત્મા સ્વયં રસરૂપ છે, અકાલ્પનિક છે, અસાંયોગિક છે, સ્વયંભૂ છે તેમાં કેવો અવિનાશી આનંદ હોય ! આત્માની શુદ્ધ પર્યાયોનો બોધ થયા વગર, સિદ્ધ ભાવને અનુરૂપ ઉપયોગ વગર, શુદ્ધ નિશ્ચયના સ્વીકાર વગર અધ્યાત્મનો બોધ ન થાય. મોક્ષ ન થાય. અધ્યાત્મ દષ્ટિએ આત્માને શુદ્ધપણે સમજવો જોઈએ. Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૩૫ નિશ્ચયષ્ટિ આત્માની સ્વસત્તાને ગ્રહણ કરે છે. આત્માને નિરપેક્ષ અને અનૈમિત્તિક રીતે સમજવો જોઈએ. જેથી સ્વલક્ષ્ય અને સ્વબળ પ્રાપ્ત થાય. નિશ્ચયથી અસાધારણકારણ અને ઉપાદાનકારણ એ સ્વબળ છે. અપેક્ષાકારણ અને નૈમિત્તિકકારણ પરલક્ષી છે. તે કારણોથી મોક્ષ ન થાય. તેમાં નરકાદિ ગતિથી બચાવે છે. અસાધારણકારણ અને ઉપાદાનકારણ મોક્ષનો હેતુ બને. પુદ્ગલ દ્રવ્ય સાથે આપણી સ્વરૂપ એકતા હોઈ જ ન શકે. પુદ્ગલ દ્રવ્ય જડ છે, વિનાશી છે. આત્મા ચૈતન્ય છે, અવિનાશી છે. જ્ઞાન-આનંદ સ્વરૂપ છે. પરમાત્મા પૂર્ણજ્ઞાની છે. તે જગતના સ્વરૂપને જેવું છે તેવું જાણે છે. અથવા તે જેવું જાણે છે તેવું જગત છે તેથી પરમાત્માને - ઈશ્વરને ઉપચારથી કર્તા કહેવાય છે. “ભગવાને ધાર્યું હશે તે થશે, જેવી ઈશ્વરેચ્છા વગેરે મોહનીય કર્મના વિકલ્પને હણવા માટેનો સંકલ્પ છે. વાસ્તવમાં ભગવાને જોયું તે સાચું તેમ ભગવાને કહ્યું તે કરવું એ અધ્યાત્મ છે. મનોયોગ દ્વારા સ્વરૂપનું સ્મરણ કરી પુરુષાર્થ કરવાનો છે, જેથી નિર્મોહતા આવે. મોહનો નાશ થાય. જ્ઞાનનો પ્રકાશ થાય. જ્ઞાનના પ્રકાશમાં જે વસ્તુ જેવી છે તેવી જણાય. મારા આત્મ પ્રદેશ ઉપર હજી અઘાતી કર્મોનો પ્રભાવ છે ત્યાં સુધી હું અધ્યાત્મભાવને કેવી રીતે પામું આત્માને પરમાત્મ સ્વરૂપે પ્રગટ થવા ઘાતીડુંગરા નડે છે. પ્રતિ સમય જ્ઞાનાવરણીય કર્મોનો ઉદય અને ક્ષયોપશમના ભાવનો આપણે પ્રતિસાદ મેળવીએ છીએ, તેથી આપણું છદ્મસ્થનું જ્ઞાન જ્ઞાનાવરણીય સંબંધવાળું છે. સત્તામાં સ્વતંત્ર હોવા છતાં ઘાતકર્મથી ઘાત પામીને પરાધીન બન્યું છે. કર્મના ઉદયકાળે પ્રકૃતિ, રસ, સ્થિતિના રસને પ્રદેશો ચૂસીને ટકી રહ્યા છે. મતિજ્ઞાનના ઉપયોગમાં ક્રોધાદિ કષાય અને હાસ્યાદિ નવનોકષાય જેમ જેમ ઘટશે તેમ તેમ નિર્મોહતા આવશે. ભલે અંશે અંશે નિર્મોહતા આવે પણ તેનો નાશ જરૂર થશે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સ્વરૂપસાધનાનાં સોપાન વૈરાગ્ય અત્યંતર છે, ત્યાગ બાહ્ય છે. જ્ઞાનાચાર એ બાહ્ય છે. ધ્યાન અત્યંતર છે. બાહ્ય શમ = ઇન્દ્રિયોનું દમન, અત્યંતર શમ કષાયોનું શમન. પંચ મહાવ્રત = ચારિત્ર. (સર્વવિરતિ) પંચ મહાવ્રતનું પાલન એ શુભ ભાવ છે. તે વડે સાધુ પરપીડા ઊપજાવતા નથી. અને દેહાધ્યાસ ટાળે છે. એકાંતમાં અરિહંત સિદ્ધનું ધ્યાન કરે છે. તેથી ઉત્કૃષ્ટ શુદ્ધિ વડે કેવળજ્ઞાન પામે છે. નિશ્ચયથી આવી શુદ્ધ જ્ઞાનદશા ચારિત્રરૂપ છે. આવી સાધનામાં તીર્થ – પવિત્રક્ષેત્રના વાતવરણથી મન પણ પલ્લવિત થાય છે. સાધનના સુખમાં જેમ સંસારમાં અટકવાનું નથી તેમ સાધનામાં પણ બાહ્ય સાધનમાં અટકવાનું નથી. પરમાત્માના સમવસરણમાં પુણ્યોદયનું ઉત્કૃષ્ટ વાતાવરણ હોય છે. તેવું દેવલોકમાં નથી તેથી દેવો દેવલોકના સુખ ત્યજીને ત્યાં આવે છે. પુગલ સત્તાના જડત્વની મહાસત્તા કે તેના સ્પર્શાદિની અવાંતર સત્તાનો કદી પણ તેમાં અભાવ થવાનો નથી. જીવમાં તેના થયેલા સંયોગની અવાંતર સત્તાનો નાશ થઈ શકે છે. પુદ્ગલના પદાર્થોમાં જીવને રસ ઉત્પન્ન થાય છે તે સંસાર છે. સ્પશદિ પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણે પુગલ દ્રવ્યનો રસ ચૂસીએ છીએ. તેના દ્વારા કષાયને પોષીએ છીએ. તેમાં સુખદુઃખની બુદ્ધિ કરીએ છીએ. આપણી અવાંતર સત્તામાં પુગલ નિમિત્ત માત્ર છે. આપણે પુદ્ગલની કોઈ સત્તાને ફેરવવાની નથી. આપણી વિભાવ જનીત અવાંતર સત્તાને ખતમ કરવાની છે. અને સર્વ શક્તિમાન થવાનું છે. પૂર્ણપણે પ્રગટ થવાનું છે. પૂર્ણતા કોઈ અન્ય પદાર્થ વડે ન થાય. પૂર્ણતા પોતે જ પોતાના વડે જ પ્રગટ થાય. પૂર્ણમાં અપૂર્ણ ટકે નહિ. કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે બીજા અપૂર્ણ જ્ઞાનની તેમાં છાંટ ન હોય. મહાસત્તા : આત્માની મહાસત્તા જ્ઞાન સ્વરૂપ, અનાદિ અનંત છે. સહભાવી ગુણરૂપ છે. તે આત્માની સાથે એકરૂપ હોય. સંસારી અવસ્થા Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૩૭ અવાંતરસત્તા છે. કોઈ પણ દ્રવ્યના ગુણ પર્યાય સ્વગત સમજવા જોઈએ. પરગત કે પર નૈમિત્તિક ભાવે નહિ. કારણ કે દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. તેનો આધાર આત્માની મહાસત્તા છે. અવાંતર સત્તા વિનાશી છે. છતાં સંસારીપણામાં એ મહાસત્તા ઉપર અવાંતરસત્તાનું સામ્રાજ્ય ચાલે છે. તેને આપણે દૂર કરીને મહાસત્તાને પ્રગટ કરવાની છે. અધ્યાત્મ દ્રષ્ટા અને દશ્યનું પ્રાપંચિક દશ્ય એટલે દૃષ્ટિ તેવી સૃષ્ટિ. કાળાંતરે દૃષ્ટિ બદલાય તે અધ્યાત્મ નથી. નિશ્ચયથી દૃષ્ટિ તાત્ત્વિક બને તે અધ્યાત્મ છે. ભોગ્ય પદાર્થને ઈષ્ટ બુદ્ધિ કે મોહ દૃષ્ટિથી જોવું તે પ્રપંચ છે. પદાર્થોને સુધારવાના નથી. દૃષ્ટિમાંથી મોહના વિકારને કાઢવાનો છે. સંયોગ કે પ્રસંગ બદલાય તેમ દૃષ્ટિ બદલાય તે પણ પ્રપંચ છે. પદાર્થ તો ત્રિકાળ નથી તેમાં નિરંતર પરિવર્તન થવાનું છે. માટે અધ્યાત્મ દષ્ટિ કેળવવાની છે. તીર્થંકર પરમાત્માનું સમવસરણ અને અષ્ટ પ્રાતિહાર્ય તે પુણ્યાતિશયો છે. તેમનું જીવન અત્યંત પવિત્ર છે. તેથી આંખ માટે સર્વોચ્ચ દ૨ય છેઅને કાન માટે શ્રેષ્ઠ શ્રવણ છે. તે ઉચ્ચત્તમ મોહક હોવા છતાં બાધક નથી. તારકરૂપ છે. કારણ કે સમોવસરણમાં અધ્યાત્મ વાણીનો પ્રવાહ વહેતો હોવાથી તે મોહક છતાં કર્મબંધ થતો નથી. ત્યાં ઇન્દ્રિયો દશ્ય અને શ્રાવ્યમાં રોકાયેલી છતાં લોલુપતા નથી. ત્યાં ભલે પુદ્ગલોની રચના હોય તોપણ ત્યાં પવિત્રતા છે. જીવોની યોગ્યતા પ્રમાણે બાહ્ય નિમિત્ત અને બાહ્ય સાધનથી અત્યંતર એવો ધર્મ જીવને અપાય છે. ત્યાર પછી જીવ આગળની ભૂમિકા એ અત્યંતર જીવનની પરાકાષ્ઠાને પામીને કેવળજ્ઞાન પામે છે. જગતમાં જે જે જીવો દુ:ખ-દરિદ્રતાથી પીડાતા હોય તેને યોગ્ય સહાય કરે છે. તેથી અધ્યાત્મ ભાવના પુષ્ટ બને છે. તીર્થંકર પરમાત્મા પણ સંસાર ત્યાગ કરતા પહેલાં વાર્ષિકદાન આપે છે. લોકોત્તર ક્ષેત્રે જે રાગાદિભાવ થાય છે તે પ્રેમભાવ કે શુભભાવમાં પલટાય છે. પુદ્ગલની સામગ્રી આપણને વાસ્તવમાં દ્વેષરૂપ નથી. તેમાં રહેલી ભોગબુદ્ધિનો દ્વેષ, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સ્વરૂપસાધનાનાં સોપાન અરુચિ કરો. જીવ પર દ્વેષ ન કરો. તેના પરિણામ બહુ ભયંકર ભૂંડા છે. રાગને કારણે અન્યનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરશે. દ્વેષ હશે તો અન્યનું દુઃખ જોઈ રાજી થશે. આવું વળતર ઇચ્છવું તે દેહભાવ છે, અધ્યાત્મને બાધક છે. અધ્યાત્મ સાધનામાં સિદ્ધત્વનું આલંબન ઉત્કૃષ્ટ કહ્યું છે. તેમાં લયલીન થયા પછી તે અંત સુધી સુખરૂપ રહેવાનું છે. કદી દુઃખરૂપ કે અરુચિરૂપ બનવાનું નથી. પુદ્ગલનું પર પદાર્થનું અવલંબન પુષ્ટ કે ઉત્કૃષ્ટ થતું નથી. કારણે પુગલનું પરિવર્તન ઈનિષ્ટ ભાવ ઉત્પન્ન કરે છે. - સાધક આગળ આગળની ભૂમિકાએ સાધન કે સાધનની ક્રિયા બદલતો રહે છે. જેમ ગૃહસ્થના અમુક ધર્મો સાધુ થતાં બદલાય છે પરંતુ સાધ્ય તો એક જ રહે છે. ભૂમિકા કે સંસ્કાર પ્રમાણે સાધન સમ્યગુ હોવું જોઈએ. દરેક સાધન વડે થતી સાધના મોક્ષપ્રેરક હોવી જોઈએ. અધ્યાત્મમાં જેમ ભાવની સૂક્ષ્મતા વિશેષ તેમ બાહ્ય ક્રિયાનો કાળ ઓછો થવાનો, જેમ કે સમ્યગુદર્શનનાં કરણોનો સમય અંતર્મુહૂર્ત છે. ગુણ શ્રેણિનો સમય અંતર્મુહૂર્ત છે. અયોગી અવસ્થામાં શૈલેશીકરણમાં ફક્ત પાંચ સ્વર (અ, આ, ઈ, ઉ, ઋ)ના ઉચ્ચાર જેટલો સમય છે. મુક્તિનો કાળ ફક્ત એક સમય છે. યોગની ક્રિયાથી દેહધર્મ સ્વભાવ પ્રમાણે ચાલે છે. અથવા મનના ભોગની ઇચ્છા પ્રમાણે ચાલે છે. એ યોગ ક્રિયા પહેલાથી તેરમા ગુણસ્થાનક સુધી છે. ચૌદમા ગુણસ્થાનકે યોગની ક્રિયાનો અભાવ થાય છે. સાતમાંથી દસમા ગુણસ્થાનક સુધી ઉપયોગમાં શુદ્ધિની પ્રબળતા હોય છે. અપૂર્ણતા ખૂંચવી તે ભવિપણું છે. તેમાંથી વૈરાગ્ય આવે. કાયયોગની ક્રિયાથી જગતનું કલ્યાણ સીમિત છે. વાણી દ્વારા તેમાં વિસ્તાર થાય છે. મન દ્વારા બાહ્ય ક્રિયાની અલ્પતા પરંતુ જનકલ્યાણના ભાવોની શ્રેષ્ઠતા હોય છે. સર્વ જીવો સુખી થાવ, તેવા ભાવથી સાધુજનો છકાય જીવની રક્ષા પાળે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૩૯ આત્મસ્વરૂપનું જ્ઞાન અને ભાન કરાવે તે અધ્યાત્મ. આત્મબળથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. દ્રવ્યદૃષ્ટિ એ દિવ્યદૃષ્ટિ છે. જ્યાં વિકલ્પો ઊઠે છે ત્યાં દૃષ્ટિ કરવી, પરંતુ નિમિત્ત પર કે દ્રવ્ય પર ન કરવી, જેમ કે ક્રોધ કરનાર પર દૃષ્ટિ કરીએ તો ક્રોધ થાય. પરંતુ આત્મા પર દૃષ્ટિ કરીએ કે વિચાર કરીએ તો ક્રોધ શાંત થાય. ઉપયોગનો નાશ ન થાય પણ ઉપયોગમાં ભળેલા ક્રોધનો નાશ થાય. અન્ય વ્યક્તિ કે નિમિત્તથી પ્રશંસા મળે કે પ્રસન્નતા મળે તો તે પરભાવ/વિભાવ છે. આપણો આનંદ આપણાથી અભિન્ન છે. તો આનંદ માટે અન્ય નિમિત્તની જરૂર ક્યાં રહે? તે સ્વરૂપનું અભાન છે. લોકાશ્રિત આનંદ લોકેષણા છે. સ્વ-આશ્રિત આનંદ અધ્યાત્મની ભૂમિ છે. જેને અંતરાત્મપણું છે તેની દૃષ્ટિમાં પરમાત્મ સ્વરૂપનું લક્ષ્ય છે. મતિજ્ઞાનનો શુદ્ધ ઉપયોગ મહાન છે. જેના દ્વારા ક્ષપક શ્રેણિમાં પ્રવેશ થઈ કેવળજ્ઞાન થાય છે માટે અંતરાત્મપર્ણ વિકસાવી દ્રવ્યદૃષ્ટિનું લક્ષ્ય કરવું. આત્મપ્રશંસાનો જે લોકેષણાનો ભાવ છે, તેમાં કર્તુત્વપણું છે, તે સૂક્ષ્મ દેહભાવ છે. તે વિભાવ શક્તિવાળો છે. પરાશ્રિત આનંદ તે સદોષ આનંદ છે. તેમાં અધ્યાત્મ વિકાસ રૂંધાય છે. સાધકનું કર્તવ્ય ૦ શરીર શ્રમી = અન્યની સેવામાં તત્પર. ૦ ઇન્દ્રિયો = અંતર્મુખી - સદ્દઉપયોગ). ૦ મન = સંયમી - અહિંસાનું પાલન ૦ બુદ્ધિ = વિવેકનંતી - હિતાહિતનો નિર્ણય. ૦ હૃદય = અનુરાગી - ભગવાનની ભક્તિમય. ૦ જીવન = અહંકાર શૂન્ય. દોષ વ્યાપક છે, તેમ ગુણ પણ વ્યાપક છે. તેમાં જીવને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બાધક નથી. તે માટે અધ્યાત્મનું શિક્ષણ જરૂરી છે. ગુણ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સ્વ રૂપસાધનાનાં સોપાન પ્રાપ્તિ પછી તે ગુણો પ્રમાદથી પાછા દોષરૂપ ન બને તે માટે અધ્યાત્મસાધના જરૂરી છે. સંસારી જીવ પ્રમાદી અને હેય-ઉપાદેયમાં અવિવેકી હશે તે અધ્યાત્મ પામતો નથી. વિર્યાચારના ક્ષયોપશમથી અને અપમત્તભાવે અધ્યાત્મયોગ વિકાસ પામે છે. વીતરાગ સ્વરૂપનો અર્થ છે રાગરહિત. સાધકે પોતાની સાધના માટે નિર્વિકલ્પ ઉપયોગ સ્વપરત્વે કરવો જોઈએ. ખરેખર જીવે ક્ષેત્ર અને કાળ પર વિજય મેળવવાનો છે. કારણ કે આકાશ અસીમ છે. કાળ અનાદિ અનંત છે. માટે જીવ જ્યારે સિદ્ધદશાને પામે છે ત્યારે ક્ષેત્રાતીત અને કાળાતીત થાય છે. સાધુ કાળધર્મ પામ્યા તેમ કહેવાય છે. દેહ પુદ્ગલનો બનેલો છે. જે નાશવંત છે. અને કાળ થવાથી દેહનો વિલય થાય છે. દેહનો ધર્મ કાળ પ્રમાણે નાશ થવાનો છે. આત્મા નાશ પામતો નથી. આમ દેહ અને આત્માનો ભેદ સમજવો જોઈએ. દેવતાઈ સુખ પણ દુઃખરૂપ લાગે તે વૈરાગ્ય છે. જેને સંસારનો ત્યાગ કર્યો છે તે સંયમી છે. તેમને માટે વિશ્વ ઋણી છે. તેમના રક્ષક પરમાત્મા છે. નવકાર મંત્રમાં દેવતત્ત્વ સાથે એટલે ગુરુતત્ત્વ મૂક્યું છે. પરમાત્વ તત્ત્વને આધારે ગુરુ તત્ત્વ છે અને ગુરુતત્ત્વના આધારે સંસારીઓ છે. કોઈ પણ વસ્તુના મર્મ સુધી પહોંચવું તેનું નામ નિશ્ચય છે. વ્યવહારના મર્મ સુધી પહોંચો તો વ્યવહાર પણ નિશ્ચયરૂપ બને છે. નિશ્ચયને મર્મરહિત જાણો તો વ્યવહાર નિશ્ચયરૂપ ક્યાંથી બને? ધર્મનો મર્મ પણ સમજવો જોઈએ. તો ધર્મનું શરણ લેનાર કર્મબંધ ન કરે. સંસારનો રસ અટક્યો એટલે કર્મ અટક્યા તે ધર્મનો મર્મ છે. દ્રવ્યનું લક્ષ્ય લક્ષણથી કરી શકાય. જ્યાં સુધી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને નિશ્ચયથી નહિ સમજીએ ત્યાં સુધી અધ્યાત્મ વિકાસ નહિ થાય. આપણે અનાદિ કાળથી પર દ્રવ્ય ક્ષેત્રાદિને સમજવાનો પ્રયાસ કર્યો છે. એથી સ્વરૂપ અનુસંધાન થતું નથી. Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૪૧ પર પદાર્થમાં સુખબુદ્ધિ ન રહે તો આરંભાદિ ન થાય તે આરંભ સમારંભનો ત્યાગ છે. પર પદાર્થનો સંગ્રહ ન કરીએ તે પરિગ્રહ ત્યાગ છે. જેથી નિરારંભી, નિષ્પરિગ્રહી થવાશે. સંયમ તપની પુષ્ટિ થશે. બાહ્ય ત્યાગથી કષાયની મંદતા થશે. સ્વરૂપ રમણતા થવાથી અપ્રત્યાખ્યાની આદિ કષાયોનો નાશ થશે. અપ્રતિક્રમણનો – પાપનો નાશ થશે. સમસ્ત વિશ્વનું મૂળ-ધરી આત્મા - પરમાત્વ તત્ત્વ છે. આત્મા - ચૈતન્ય આધાર/અધિષ્ઠાન છે. કેવળજ્ઞાન - કેવળદર્શન સમકાળે વિદ્યમાન છે, તે આધેય છે. ક્ષપકશ્રેણિ પછી થતું કેવળજ્ઞાન એ વિષમકાળ છે. ક્રમિક છે. કારણકાર્યરૂપ છે, બીજે સમયે અક્રમિક છે. નિમિત્ત - કારણ - સાધન પરત્વે કૃતજ્ઞતા જરૂર રાખવી પરંતુ તે અંતિમ સાધ્ય નથી. તેથી તેમાં અટકો નહિ, સંઘર્ષ ન કરો. દ્રવ્યાનુયોગમાં પરમાત્મા જેવું જાણે છે તેવું જગત હોય છે, ભક્તિયોગમાં - પરમાત્મા જેવું કહે છે તેવું જગતમાં થાય છે. આમ જ્ઞાનીની અને ભક્તની ભાષામાં અલગતા જણાય છે. વાસ્તવમાં જગતમાં જે થાય છે, થવાનું છે, થયું છે તે પરમાત્મા જાણે છે. તેમાં અકર્તુત્વ છે. જે થયું નથી છતાં જાણે છે તે તેમનું સર્વશપણું છે. જ્યાં જ્ઞાની હોય ત્યાં જ્ઞાનનો અંધકાર ન હોય. સંઘર્ષ, ક્લેશ ન હોય. સ્યાદ્વાદ એ સમાધાનની ચાવી છે. અસમાધાન સાથે સમાધાન સાધી સમસ્વરૂપ થવાનું છે. વિષમ પરિસ્થિતિમાં જો આપણે સમ-સ્વરૂપે જીવીશું તો સમત્વને પામશું. જગત પણ વિષમરૂપ નહિ લાગે, સમરૂપ લાગશે. સમ-વિષમ એ આપણો આપણા માટેનો પ્રશ્ન છે. મૈત્રીભાવ એ સમાનતાનો ભાવ છે. જીવમાત્રમાં સિદ્ધસ્વરૂપની સત્તા જોવાની કળા છે. જે કંઈ ભેદ - વિચિત્રતા છે તે કર્મની પ્રકૃતિથી છે. મૈત્રી ભાવનાના મૂળ રોપાશે તો પછીની પ્રમોદભાવના, કરુણાભાવના, માધ્યશ્મભાવના વિકાસ પામશે. જગત બ્રહ્મરૂપ લાગશે. ધ્યાન: કોઈ પણ પદાર્થને જાણવા માટે એકાગ્ર થવું તે ધ્યાન છે. વાસ્તવમાં ઉપયોગ એ ધ્યાન છે. દેહાશ્રિત કે પર પદાર્થોના ધ્યાનને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સ્વરૂપસાધનાનાં સોપાન આર્ત કે રૌદ્રધ્યાન કહેવાય છે. આત્મલક્ષી ધ્યાનને ધર્મધ્યાન કહેવાય, તેમાં વધુ શુદ્ધિ થવાથી શુકલ ધ્યાન થાય છે. ઇચ્છા વિચાર અને વિચારનો નિગ્રહ થાય, ત્યારે ધર્મધ્યાનમાં પ્રવેશ થાય. ઈચ્છારહિત, વિચાર કે વિકલ્પરહિત ઉપયોગની એકાગ્રતા તે ધ્યાન છે. મનાદિ યોગનું સ્વૈર્ય તે ધ્યાન છે. શુક્લધ્યાનના પ્રથમના બે ભેદથી મનોયોગની શૈર્યતા આવે છે. ત્રીજા ચોથામાં વચન અને કાયયોગથી ધૈર્યતા આવે છે. છેવટે યોગનિરોધ થઈ જીવ મુક્ત થાય છે. મોહનીયના વિકલ્પો સ્વભાવ સામે વિભાવ છે. શુદ્ધ સામે અશુદ્ધ છે. માટે શુદ્ધ સ્વરૂપની વિચારણા કરી, સ્વરૂપનું ધ્યાન કરી નિરાવરણ થવાનું છે. બાધક તત્ત્વોને ત્યજીને આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. ધ્યાનમાં કાયયોગની સ્થિરતા કરી. મનોયોગને સ્થિર કરવાનો છે. અન્ય જીવોને પીડા ન થાય તેવા સ્થાનમાં પદ્માસન જેવા આસનને સિદ્ધ કરવાનું છે. ચિંતન એ સવિકલ્પ ધ્યાન છે. ઉપયોગનું શુદ્ધાત્મામાં લય થવું તે નિર્વિકલ્પ ધ્યાન છે. સવિકલ્પમાં તીર્થકરાદિની વિશેષતા છે. નિર્વિકલ્પમાં માત્ર શુદ્ધ સ્વરૂપનું વેદન છે. હું શુદ્ધ સ્વરૂપ છું તે નિર્ણય છે. જેઓ શુદ્ધાત્મા તરીકે પ્રગટ થયા છે, તેવા તીર્થંકરાદિ પ્રત્યે અર્પણતા સહિત શુદ્ધ સ્વરૂપનો નિર્ણય શ્રદ્ધાયુક્ત છે. માત્ર જ્ઞાનયોગ વડે ધ્યાનમાં અહમ જેવાં ભયસ્થાનો છે. મોહભાવ કે સંસારભાવ જે બાધક છે, તે ભક્તિયોગ વડે કાઢવાના છે. પરમાત્મા પ્રત્યેના શુભ ભાવ વડે આત્મસ્વરૂપના વિકલ્પો ઊઠે તે અપેક્ષાએ નિર્વિકલ્પ છે, કેમકે તેમાં મોહભાવ - કે સંસારભાવ નથી. © નિર્ણય = પરમાત્મા જેવું જ મારું સ્વરૂપ છે. ૦ સ્વરૂપ લક્ષ્ય = તીવ્ર જિજ્ઞાસા, તમન્ના, લગની. ૦ મોક્ષ = સર્વથા સર્વ કર્મથી મુક્તિ. આપણામાં રહેલા આપણા ભાવોને, જ્ઞાનદર્શનને સમજવાના છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૪૩ તે ધ્યાન દ્વારા થઈ શકે છે. શેય નહિ પણ જ્ઞાનને સમજવાનું છે. મતિજ્ઞાનની તાકાત છે કે સિદ્ધસ્વરૂપનો વિકલ્પ કરી શકાય. અને તે પ્રમાણે પરથી છૂટી મુક્ત થવાય. પરથી છૂટી સ્વમાં જાય તો સ્વાનુભૂતિ થાય. આ વિકલ્પને તૈલધારાવતુ ઘૂંટતા રહેશો તો ધ્યાન / એકાગ્રતા થશે. સજાતીય વિકલ્પ ન કરવા પણ એક જ “શુદ્ધ ચિતૂપોહં.” આ તૈલધારાવતુ વિકલ્પની ધારા એ ધારણા છે. વિજાતીય વિકલ્પ એ આર્તધ્યાન છે. સ્વ સન્મુખ તૈલધારાવત્ વિકલ્પમાં વધતો રસ નિર્વિકલ્પતા લાવશે. આત્માને પોતાના સર્વ પ્રદેશે ધ્યાન કરવાની જરૂર છે, તેમ આત્માને સર્વ આત્મા-પ્રદેશથી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવાની વિશેષ જરૂર છે. અવધિ - મન:પર્યવજ્ઞાન આત્માના સર્વ પ્રદેશ હોઈ શકે છે. પણ તેનો જ્ઞાન ઉપયોગ અમુક પ્રદેશથી થાય છે. જ્યારે કેવળ જ્ઞાન આત્માના સર્વ પ્રદેશોથી હોય છે. નિશ્ચયથી આપણું મન એક અવસ્થા છે. જ્ઞાન ઉપયોગ જો આત્મપ્રદેશે સ્થિર થાય તો આત્મપ્રદેશે રહેલી અનંત જ્ઞાન-દર્શન શક્તિનું વેદન થાય. ચૈતન્ય સ્વરૂપને સમજીને સ્વક્ષેત્રે ધ્યાન કરવાનું છે. વાસ્તવમાં ધર્મક્રિયાનો નફો ધ્યાન છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા પ્રત્યે કેવા ભાવ રહ્યા? ઉપયોગની કેવી શુદ્ધિ થઈ? ઘાતકર્મનો કેટલો નાશ થયો. મોહનીય કર્મ કેટલું ખપ્યું? એવું અંતરસંશોધન થવું જોઈએ. દ્રવ્યાનુયોગ સૂક્ષ્મ છે. તેના અભ્યાસથી જીવ ધ્યાની બની શકે છે. કારણ કે તેમાં બતાવેલા મોક્ષમાર્ગનાં રહસ્યનો અભ્યાસ થાય છે. જે જીવને ધ્યાનમાર્ગમાં સ્થિર કરે છે. નિર્વિકલ્પ એવી નિરાલંબન યોગની ક્રિયાથી જીવ પક શ્રેણિ માંડી શકે છે. કાઉસગ્ગ જેવા અવલંબનથી જીવે દેહના સાધનનો ઉપયોગ કરી, ઉપયોગ દ્વારા યોગને સ્થિર બનાવવો. ધ્યેયરૂપ પદાર્થમાં ધ્યાનમાં લીન થવું. સિદ્ધ પરમાત્મા આત્મપ્રદેશથી અને ઉપયોગથી સ્થિર છે. પરોપકાર જેવા બાહ્યભાવથી પરપીડનના દોષથી બચાય છે. તે અપેક્ષાએ ચિત્ત સ્થિરતાનું કારણ બને છે. પણ જો જીવ ઉપયોગ વડે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સ્વરૂપસાધનાનાં સોપાન પરમાત્વ તત્ત્વ સાથે સંબંધ ન કરે તો સાધન અધૂરું રહે છે, જેથી પૂર્ણતાની પ્રાપ્તિ નથી થતી. દેવગુરુની આજ્ઞા માની તેમને સમર્પિત થઈ વિવેક-વિનયથી જીવન જીવે તેને ધ્યાનયોગ ફળે છે. પરમાત્મસ્વરૂપને શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે ધ્યાવે તેને ધ્યાનયોગ થાય છે. ધ્યાનનું સામર્થ્ય એવું હોય છે કે જેને દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવનું બંધન નથી. જાતિ, વેશ, લિંગનો સંબંધ નથી, કારણ કે ધ્યાન એ આત્માની અવસ્થા છે. સઘળા દેશમાં, સર્વ કાળમાં, અને બધી જ અવસ્થાઓમાં અતીત અનાગતકાળમાં મહાત્માઓએ શુક્લધ્યાન વડે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આથી ધ્યાન માટે દેશ કાળનું બંધન નથી. એમ કહ્યું છે કે સઘળી ક્રિયાઓની સિદ્ધિમાં અંતરમાં–શુભ ધ્યાનનો પ્રવાહ વહેતો હોવો જોઈએ. જેમ કૂવાના પાણીની પ્રાપ્તિ ધરતીમાં વહેતા પાણીના ઝરણાને લીધે છે. એ ઝરણાં કે સરવાણીઓ વગર કૂવો સુકાઈ જાય. તેમ શુભ ધ્યાન ન હોય તો ક્રિયા શુષ્ક બની જાય. શાશ્વત સુખનું કારણ શુક્લધ્યાન છે. વિચારશક્તિ વડે પરમાત્મ તત્ત્વને ગ્રહી શકાય છે. અને ધ્યાન વડે પરમાત્મ સ્વરૂપ થવાય છે. ઉપયોગ એ ધ્યાનતત્ત્વ છે, પછી આર્ત, રૌદ્ર, ધર્મ કે શુક્લધ્યાનરૂપે હો. ધ્યાન એટલે કોઈ પ્રકારની એકાગ્રતા છે. ધ્યાન ધ્યાતાની અવસ્થા છે. ધ્યાનને ધ્યાતા અને ધ્યેય સાથે સંબંધ છે. ધ્યાતા આત્મા છે. ધ્યાનની સિદ્ધિ તે ફળ છે, ધ્યેય છે. ધ્યાનનો વિષય આપણાથી પર તે સજાતીય કે વિજાતીય હોય. પર દ્રવ્ય ધ્યેય છે, તેમ જ ધ્યાનનો વિષય છે, તો તે અશુદ્ધ છે. આત્મા સ્વયં ઉપયોગવંત છે. એટલે આત્મા જ ધ્યાતા છે. પરંતુ ધ્યેય જુદું છે અને ધ્યાનનો વિષય જુદો છે, દેહ આશ્રિત છે એટલે ઉપયોગ શુદ્ધ નથી. પરપદાર્થ જે ધ્યેયરૂપ થયું છે તેનો ભેદ કરીને આપણે સ્વરૂપ પ્રાપ્તિ કરવાની છે. શાસ્ત્રજ્ઞાન દ્વારા આત્માને પરિપક્વ કરવાનો છે. સંસારમાં ધ્યેયરૂપ Page #162 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૪૫ સંકલ્પનો પદાર્થ પણ પરાશ્રય છે, અને જે સાધન દ્વારા જઈએ છીએ તે પણ પર છે. આથી ધ્યાતા સંસારફળને કે સંયોગને પામે છે. જે વિનાશી છે. ધ્યાતા, ધ્યાન, ધ્યેય સ્વાશ્રયી અને સજાતીય હોય તો તે ઐક્યતાને પામે છે તે ધ્યાનનું સત્ય પરિણામ છે. વૈક્રિય - ઘંટાકર્ણ જેવા દેવો પાસે આપણો સંકલ્પ ઇષ્ટ છે. તેમાં વ્યવહારરૂપે કર્તાભોક્તાભાવ છે. તેથી પારમાર્થિક નથી, ધ્યાનનું ફળ મળે પણ તે વિનાશી હોય. પરમાત્મતત્ત્વ ધ્યેય છે, ધ્યાનરૂપ અરિહંતસિદ્ધ છે, ધ્યાતામાં સ્વગુણ પર્યાય છે. પરમાત્મતત્ત્વ પર છતાં સજાતીય – સ્વરૂપઐક્યતા છે, તેથી પારમાર્થિક છે. છતાં જો તીર્થકર ભગવંતનું સ્વરૂપ ધ્યેયરૂપ હોય, અને ઈષ્ટ સંકલ્પ અન્ય હોય, તો ધ્યાતા, ધ્યાન, ધ્યેયનું ઐક્ય થાય નહિ. આ ત્રણે પ્રકારમાં એકમાં પણ જો પર પદાર્થની ઇચ્છા હોય તોપણ ત્રણેની ઐક્યતા થતી નથી. ધ્યેય અને ધ્યાન પરમાત્મસ્વરૂપનું હોય તો ધ્યાતા ધ્યાન વડે અભેદરૂપ બની શકે છે. ધ્યાનમાં આત્માને શુદ્ધ, નિરંજન, નિર્વિકલ્પ ભાવમાં આવવાનું છે. તીર્થકર ભગવાનના કલ્યાણક તેમ જ ધર્મકથાનુયોગના પ્રસંગોનું શ્રવણ કરતા પરમભાવમાં આવવાથી નિર્વિકલ્પ થવાય છે. ધ્યાન એટલે એકાગ્ર થવું, જો એકાગ્ર ન થવાય તો સમજવું કે હજી આપણો ઉપયોગ શરીર, ઇન્દ્રિયો અને પદાર્થોમાં રમે છે. આત્મા એ શરીરથી, ઇન્દ્રિયોથી, પ્રાણથી, બુદ્ધિથી વિકલ્પોથી પર છે, તેવો પ્રયત્ન કરવાથી આત્મા – પરમાત્મામાં લીન થવાય. સાધન, મન, બુદ્ધિ વગેરેનો ઉપયોગ કરવાનો છે. કાયોત્સર્ગનો હેતુ દેહભાવ ભૂલી પરમાત્મામાં લીન થવાનું છે. તીર્થંકર પરમાત્માના શુદ્ધ જ્ઞાનના એક એક અક્ષરે આત્મભાવ પામવાનો છે. તેમાં પરમાત્વભાવ સુધી પહોંચવાનું છે. ઇન્દ્રિયોના વિષયભોગ વખતે કેવી એકાગ્રતા આવી જાય છે કે તે સમયે અન્ય પદાર્થો, દુનિયાની કોઈ ખલેલ પહોંચતી નથી. એ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સ્વરૂપસાધનાનાં સોપાન એકાગ્રતા આત્મામાં આવશે. ત્યાં ધ્યાનમાં લીન થવાશે. જે પદાર્થની ઝંખના હોય તે પ્રત્યે આપણે લીન થઈ શકીએ. ધર્મનું પ્રયોજન શું છે? પ્રથમ ધર્મ જીવને અશુભમાંથી શુભમાં લાવશે. શુભાશુભ ભાવો દ્વૈત-ભેદવાળા છે, તેમાં પૂર્ણ શુદ્ધિ ન હોય. નિશ્ચયથી બંને અશુદ્ધ છે. જીવને નિર્વિકલ્પતા જ અદ્વૈત લાવશે, અભેદ કરશે. શુભભાવથી જીવને સાંસારિક વિકલ્પ દેહભાવ, અહમભાવ, કર્તાભોક્તાભાવ ન થાય. કષાય મંદ થાય. શરીર અને આત્માનો જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી સંસારી જીવોને પુદ્ગલ સંબંધ રહે છે. પૂર્ણ • અહિંસાદિનું પાલન ન થાય. પણ જો શુદ્ધ સાધ્યના લક્ષ્યયુક્ત હોય, પ્રમાદ ન લેવાય તો ધર્મસાધના ફળવતી થાય. કાયાથી પૂર્ણ અહિંસા ન સેવાય તોપણ કેવળજ્ઞાનની પ્રાપ્તિનો શુદ્ધ ધર્મ વડે પુરુષાર્થ થઈ શકે છે. જ્યાં બે પદાર્થોનો સંબંધ ચાલતો હોય, અને કારણ કાર્યની પરંપરા ચાલુ હોય ત્યાં સ્વૈત - ભેદ) હોય, જગતમાં અદ્વૈત - (અભેદ) પદાર્થો ધમ-અધમ - આકાશાસ્તિકાય અને સિદ્ધ પરમાત્મા છે. સંસારી જીવો અને પુદ્ગલ સ્કંધો દ્વૈત છે. તે બંનેનો સંયોગ એ જ મૈત-ભેદ છે. પુદ્ગલ સ્કંધોનું પરિવર્તન તે દ્વૈત છે. સ્થિરત્વ તે અદ્વૈતભાવ છે. ધર્મક્ષેત્રમાં દ્વૈતભાવ - સ્વરૂપથી જે ભેદ થયો છે, તેથી ઘાંચીના બળદની જેમ જીવન વીતે છે, એટલે શાંતિને બદલે અશાંતિ પેદા થાય છે. જો આત્મા દેહાધ્યાસથી મુક્ત હોય તો શુભ વિકલ્પો પણ મતિજ્ઞાનમાં ન રહે. વિકલ્પોને વોસિરાવીને – અપાણે વોસિરામિ કરીને આત્માના નિર્વિકલ્પ સ્વરૂપમાં સ્થિર થવાનું છે. તેનો પુરુષાર્થ ઉત્થાનદશામાં કરવાનો છે. ત્યારે આત્માને સાચી શાંતિ પ્રાપ્ત થાય. આવી રીતે સાધના થાય તો ધર્મ શાંતિદાયક બને. આત્મા સ્વસંવેદ્ય છે. લક્ષ્ય સ્વસંવેદ્ય પર કરો ધ્યાનસમાધિમાં લીન બનો, આત્મ અનુભવ કરો. કાયાને એવી રીતે વોસિરાવવી કે દેહભાન ન રહે (કાયગુપ્તિ) મનમાં પણ વિકલ્પ ન ઊઠે. મનોગુપ્તિ) પ્રથમ અશુભ વિચારણા બંધ કરવી. હું શુદ્ધ આત્મા છું તે શુભ વિકલ્પ છે. તે ભાવને Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭. અધ્યાત્મયોગ પણ વોસિરાવવો તે સૂક્ષ્મ મનોગુપ્તિ છે. વચનથી મૌન અંતરમાં પણ શબ્દો ન ઊઠે (વચનગુપ્તિ) આમ બધા વિકલ્પોને ગોપવી પૂર્ણ સાથે સંબંધ રાખી આત્મઅનુભવ કરવાનો છે. આ ત્રણે ગુપ્તિમાં દેહ, કર્તા, ભોક્તાભાવનો વિલય કરી, આત્માની શાંતિ, સમતાનો અનુભવ થાય, પછી સ્વસંવેદ્યપણું અનુભવમાં આવે. દેહભાવ ભૂલવો તે ભેદવિજ્ઞાન છે, દેહભાન ભૂલવું તે ચારિત્ર ઉપયોગ છે. ઉત્થાનદશામાં આંતરિક ક્ષમતા વડે ભેદજ્ઞાન વડે આત્મ અનુભવ કરવાનો છે. ધ્યાનદશામાં મનથી મનને ઉપયોગથી ઉપયોગને જોશો એટલે મન શાંત થતાં નિર્વિકલ્પદશા થશે. વાસ્તવિક નિર્વિકલ્પદશા સર્વ વિરતિ મુનિદશામાં હોય છે. ૦ તીર્થયાત્રા કરીને તે સહજાવસ્થામાં ન આવે તો વ્યર્થ. ૦ પ્રતિમા પૂજન કરીને તું સહજાવસ્થામાં ન આવે તો વ્યર્થ. ૦ ધ્યાનધારણા કરીને તું સહજાવસ્થામાં ન આવે તો વ્યર્થ. બહારના સાધનનું તારે ભલે અવલંબન લેવું પડે તો લેજે પણ પરાવલંબી બનવા માટે નહિ. તારે સ્વયં પરમાત્મા બનવાનું છે તે લક્ષ્ય રાખીને સાધના કરજે. દ્રવ્ય, ગુણ, પર્યાયથી આપણી સ્વાધીનતાનું લક્ષ્ય કરો, તે સાધવા માટે સાધના કરો. ધર્મક્ષેત્રે સાધુજનો કે ગૃહસ્થ મૈત્રી, અહિંસા ભાવના, કે જીવદયા જેવાં કાર્યોને નામે પણ સંઘર્ષ કરી, અશાંતિ કરે છે, તેમને નિશ્ચયનું જ્ઞાન નથી. સાચો આધ્યાત્મિક સાધક પરિવર્તનીય ક્રિયા વગેરેમાં સંઘર્ષ કરે નહિ. મૈત્રી આદિ ભાવનાઓ શુદ્ધ દૃષ્ટિ થવા માટે છે. કાળાંતરે ક્રિયા-ધર્મ કરવામાં દૈહિક – માનસિક કે સંયોગાધીન શિથિલતા, પરવશતા, પરાધીનતા આવે, પરંતુ આત્મા સ્વયં – ઉપયોગ ભાવરૂપે છે તેમાં પરવશતા, પરિવર્તન ન આવે. અન્ય ભાવમાં લાગણી આવે, નિષ્કામ દૃષ્ટિમાં લાગણી ન આવે. તેમાં માત્ર સાક્ષીભાવ હોય. દૃષ્ટિ સ્વરૂપમય છે. દયા, ક્ષમા પરોપકાર આદિ ક્ષયોપશમ ભાવ છે. નિરપેક્ષ દૃષ્ટિ થવી તે પદાર્થ સાથે અસંગતા છે. કોઈ તન્મય સંબંધ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સ્વરૂપસાધનાનાં સોપાન નથી. ક્ષયોપશમના ભાવે યોગનો સદ્ઉપયોગ કરી ક્રિયા કરવી. જીવો પ્રત્યે લાગણી થવી તે ભાવ બતાવવાની ક્રિયા છે. નિષ્કામ ભાવે વર્તવું તે નિરપેક્ષ દૃષ્ટિ છે. ક્રિયા = પાંચ સમિતિયુક્તિ કરવી. અક્રિય બનવું તે ગુપ્તિ છે. આત્મા અક્રિય, અરૂપી, દેહાતીત છે, તે સિદ્ધાંત અને લક્ષ્ય છે. પરંતુ જ્યાં સુધી દેહ છે, દેહનો વ્યાપાર છે. દેહનો ધર્મ છે, અને જગત સાથે સંબંધ છે. માટે ભેદજ્ઞાનના વિવેક માટે પંચાચારનું બાહ્યાભ્યતર પાલન છે. મોહનો નાશ થાય અને અન્ય જીવને પીડા ન થાય, પોતાનો ઉપયોગ જળવાય તે માટે સમિતિ - ગુપ્તિ યુક્ત ઉચિત વિવેકધર્મ છે. જગત સાથે સંબંધનો અભાવ કરવો તે મનોગુપ્તિનું લક્ષ્ય છે. મન અમન બને તે મનોગુપ્તિની પરાકાષ્ઠા છે, ઘાતકર્મોનો ક્ષય કરી જ્ઞાનને નિરાવરણ કરવાનું છે. મનો ગુપ્તિ એટલે મનને ક્રમિક ભાવોમાંથી વિરમાવી અક્રમિક - નિર્વિકલ્પ બનાવવું. મનને ક્રમિક ભાવો વડે ગતિ આપીએ છીએ. સ્વયં મનને જગત કહેવું, સમજવું, તેને સાચો આકાર બ્રહ્માકાર આપવો. તનને અને દશ્ય પદાર્થને જગત (સતુ) કહેવું નહિ અને સમજવું નહિ, આપણી દૃષ્ટિ એ સૃષ્ટિ છે, આપણી દૃષ્ટિની લાગણી અને ભાવનાઓ પ્રમાણે સૃષ્ટિ સમજાય છે. જે વાસ્તવિક જગત નથી. શરીર સાથે આત્મપ્રદેશોનો ક્ષીરનીર સંબંધ છે. મનથી મનનો - મોહનો નાશ કરો, એટલે નવા દેહ ધારણ કરવાનું કારણ નહિ રહે. આ જગત શું છે? જગત નામરૂપાત્મક છે. આંખથી જોઈને અને કાનથી સાંભળીને આપણે આપણું જગત ઊભું કરીએ છીએ. આપણા ઉપયોગમાં નામરૂપાત્મક જગત ઓતપ્રોત થઈ ગયું છે. તે ભ્રમ કાઢી નાંખો. દેહ, ઇન્દ્રિયોના વિષયોનું સુખ આપણા મનમાં જામી ગયું છે. તે સુખબુદ્ધિ અને સુખવૃત્તિ આપણે કાઢી નાંખવાની છે. તે અધ્યાત્મ માર્ગ છે. પર પદાર્થને સત્ માનવા અને પોતે સત્ જ છે તેનું ભાન નહિ? આ વિશ્વમાં તું આત્મા જ એક સત્ છે. પુગલ પદાર્થોમાં રહેલા Page #166 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૪૯ કર્તાભોક્તા ભાવ અસત્ છે. જે તને દેખાતું નથી તે તો સર્વમાં અને સર્વમય છે. તે અદ્દભુત છે. જૈનત્વ શું છે ? પૌગલિક પદાર્થો પરથી ભોગદષ્ટિ ઉઠાવી લેવી, પંચાચાર વડે પૌગલિક પદાર્થો પ્રત્યે વિજય મેળવવો તે જૈનત્વ છે. તે પદાર્થો સાથે મોહાદિ ભાવો છે, તેનો પરાજ્ય કરે તે જેન છે. અધ્યાત્મમાર્ગમાં ઇચ્છવાનું છે સાચું સુખ અને છોડવાનું છે. પૌદ્ગલિક સુખ દુઃખ ટાળવા માટે દુઃખને આમંત્રણ આપવાનું છે. ભૌતિક સુખ છોડવું એટલે દુઃખ છોડવા બરાબર છે. કદાચ સંસારના સુખ ભોગવતા પણ કંઈક આરાધના કરે તો નારક – તિર્યંચની ગતિના દુઃખથી બચે છે. જીવનું લક્ષણ ધર્મ છે. તે લક્ષણની વિકૃતિ એ અધર્મ છે. પંચાચારનું પાલન તે ધર્મ છે. તેમાં અતિચાર – દોષ તે અધર્મ છે. જેમ વાત, પિત્ત અને કફના દોષથી સાત ધાતુમાં વિકૃતિ થાય છે તેમ મન-વચનકાયાના યોગ અશુભમાં પ્રવર્તે છે ત્યારે પંચાચારના પાંચ ઉપયોગમાં સ્વરૂપ મટી વિકૃતિ પેદા થાય છે. ત્રણે યોગ કરણનો આધાર લઈ જીવ મિથ્યાત્વ આદિ ભાવ કરીને આવરણ કરે છે. આ ત્રણે યોગને શુભભાવમાં પ્રવર્તાવે, પંચાચારનું બાહ્યાભ્યતર પાલન કરે તો આત્માના જ્ઞાનાદિ નિરાવરણ બને. તે સાધના છે. તે અધ્યાત્મયોગ છે. જો પ્રકાશ ન મળે, શંકા ન ટળે, સમાધાન ન થાય તર્કવિતર્કોનો અંત ન આવે તો તે જ્ઞાનનો શો અર્થ છે? અનાદિ કાળથી જીવ ધર્મ–અધર્મ વચ્ચે ઝોલા ખાતો આવ્યો છે. સ્વભાવથી વિરુદ્ધ વર્તન તે અધર્મ છે, એ ધર્મને આધારે અધર્મ રહેલ છે. અધર્મનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. ધર્મને ધર્મનું જ સ્વતંત્ર અસ્તિત્વ છે. ધર્મની વિકૃતિ એ અધર્મ છે. વિકૃતિ ટાળી શકાય છે. પ્રકૃતિ (સ્વભાવ) ટાળી શકાતી નથી. પ્રકૃતિ આધાર અને વિકૃતિ આધેય છે. ધર્મને દબાવીને અધર્મ રહે છે. જેમ કપડાની સફેદાઈને દબાવીને મેલ રહે છે ને ? આત્માનાં જ્ઞાનાદિ ગુણ, કે લક્ષણોની વિકૃતિ – અઆવરણ છે, સંસાર છે. પરમતત્ત્વનો આદર્શ સામે રાખી આપણા દોષો જોવાના અને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સ્વરૂપસાધનાનાં સોપાન કાઢવાના છે. પરમતત્ત્વને અનુભવવાનું છે. “અરીસાની સામે હું અરીસા જેવો સ્વચ્છ ન બન્યો તેમ પરમાત્માની સામે જોઈ હું પરમાત્મા ન બન્યો.” ધર્મ કોઈ ક્રિયા નથી, કે ક્રિયા એ ધર્મ નથી. ધર્મ આત્મામાં છે. જગતમાં એવી રીતે જીવો કે કોઈને તમારાથી પીડા ન થાય. વળી તમે જગત તરફ એવી દૃષ્ટિ રાખો કે તમે પણ દુઃખી ન થાવ. અર્થાત્ વિવેક દૃષ્ટિથી જીવો દૃષ્ટિ આત્માની પોતાની છે. માટે સમ્યગૃષ્ટિનું મહત્ત્વ છે. દરેક જીવ પોતે જ પોતાની દૃષ્ટિ સુધારી શકે છે. સદ્દગુરુ આદિ માર્ગદર્શક બની શકે છે. જ્ઞાતા દ્રષ્ટાભાવે વિશ્વ પ્રત્યે દૃષ્ટિ કરવાથી જીવ સ્વયં દુઃખી થતો નથી. કર્તા ભોક્તાભાવ કષાયભાવ છે જે દુઃખનું કારણ છે. તે દસમા ગુણસ્થાનક સુધી રહે છે. જેમ જેમ કર્તાભોક્તા ભાવ ઘટે, તેમ તેમ કષાયભાવ ઘટે, ઉપશમ પામે. સર્વત્ર સમ્યગૃષ્ટિ વિકસાવો. ૦ સૃષ્ટિ એવી દૃષ્ટિ એ સંસાર છે મોહ છે. છે દૃષ્ટિ એવી સૃષ્ટિ એ નિર્મોહ છે. અધ્યાત્મ સાધનામાં મનોયોગ ઉત્તમ સાધન છે. કારણ કે મતિજ્ઞાનનું મૂળ કેવળજ્ઞાન છે. બહારના શેય કે દશ્ય પદાર્થો નથી. માટે આ મનને અંતર્મુખ બનાવવાનું છે. જેથી મન શાંત અને સ્થિર થાય.બહિર્મુખી મન અશાંત અને અસ્થિર હોય છે. તેથી તે વિનાશી પદાર્થોને પ્રાપ્ત કરે છે. ભાવમન, ઉપયોગ એ મતિજ્ઞાનના અંગો છે. મન એટલે આપણા આત્મામાં રહેલા પૂર્ણતા અને અનંતનો વિકારી આવિર્ભાવ છે. વિકારી અવસ્થામાં મન દ્રવ્યાંતર, ક્ષેત્રમંતર, ધ્યાનાંતર, કાળાંતર, ભાવાંતર થયા કરે છે. મન અંતર્મુખ થાય તો તે ઉત્તમ સાધન છે, માટે તેને આત્મવ/પરમાત્મવત્ માનો પણ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ ન માનો. અનાદિકાળથી મને પરદ્રવ્યમાં કાળ ગાળ્યો છે. તે જ મન ત્યાંથી હઠીને આત્મહત્ત્વનું અનુસંધાન કરે તો સ્વસ્વરૂપને પામે. પ્રકાશને ગતિ છે, અંધકારને ગતિ નથી. મનની શીઘ્રગતિથી તેને જ્યોતિની - પ્રકાશની ઉપમા મળી છે. અજ્ઞાનને ભલે અંધકાર કહો, મનને અંધકાર ન કહેશો. મન તો દૂર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ અધ્યાત્મયોગ દૂર સુધી વગર પાંખે, વગર આંખે ક્ષણ માત્રમાં જઈ શકે છે, જોઈ શકે છે. માટે જ્યોતિર્મય છે. પ્રકાશમય છે. જોકે જ્યોતિર્મય છતાં તે શુભાશુભભાવ કરી શકે છે. જો ઉત્કૃષ્ટ અશુભભાવ કરે તો તે મન જીવને નરકનિગોદમાં ધકેલી દે છે. અને ઉત્કૃષ્ટ શુભભાવ કરે તો દેવમનુષ્ય ગતિ પામી શકે છે. એ જ મન-ભાવ-ઉપયોગ શુદ્ધ બને તો જીવ સંસારથી મુક્ત થઈ શકે છે. આત્માના આનંદનો અનુભવ કરવો તેનું નામ અધ્યાત્મ છે. અનાદિ કાળથી આત્મા પાસે જ્ઞાન-દર્શન લક્ષણરૂપે છે. પરંતુ સ્વરૂપનું અનુભવન અધ્યાત્મ યોગથી થાય છે. જ્ઞાનનો ક્ષયોપશમ પ્રાયે અભ્યાસથી થાય. પરંતુ આત્માનો આનંદ તો એકાંતે મોહનાશથી થાય. અશાંતિ મોહના સંયોગથી થાય છે. હાસ્ય મોહનીયકર્મની પ્રકૃતિ છે, તેમાં રતિનું વેદન છે તે ભ્રામક છે. રાગ દ્વેષ મૂળ દોષ છે, તેના આધારે ભય શોક વગેરે આવ્યા કરે છે. આપણું મન અનાદિકાળથી આવા સ્થૂલ કષાયોમાં અને વિષયોમાં રમાડીએ છીએ. એ મનને સૂક્ષ્મ - (આત્મ વૈચારિક) બનાવીને લય કરવાનો છે. મન એટલે વિચારવું. કેવળજ્ઞાન વિચારતત્ત્વ નથી, વિચારતત્ત્વ અપૂર્ણ અવસ્થા છે. માટે મનનો લય કરવાનો છે. મનનું કાર્ય સંકલ્પ વિકલ્પ કરવું - ઇચ્છા કરવી તે છે. તે ઇચ્છા બુદ્ધિપૂર્વક વિચારણાપૂર્વક કેમ પાર પાડવી તે નિરંતર વિચારાય છે. પરમાત્માના સંગે અને રંગે આ અસત્ વિચારધારાને સુધારવાની છે. વિનાશી તત્ત્વ સંબંધે મન જે કંઈ વિચાર કરે તે મનને સુધરેલું ન કહેવાય. તે વિચારણા ભૌતિક જગતમાં ગમે તેવી આશ્ચર્યજનક હોય તોપણ અવિનાશી એવા પરમાત્મતત્ત્વનો આંશિક વિચાર, સભાવ છે. દશ્ય – અવલંબન રહિત દૃષ્ટિ શુદ્ધ બને તે નિરાલંબન અધ્યાત્મયોગ છે. ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં પરમાત્માના અને આત્માના પ્રદેશોનું દર્શન થાય ત્યારે નિરાલંબન દૃષ્ટિ બને. સિદ્ધ પરમાત્માએ આત્માના પ્રદેશોનું સ્થિરત્વ અને આત્માના પર્યાયોનું અવિનાશીપણું પ્રાપ્ત Page #169 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન કર્યું છે, તેવું સાધકે તેમના દર્શન પૂજનમાંથી ગ્રહણ કરવાનું છે. અરિહંતની પ્રતિમામાં સિદ્ધત્વના સ્થિરતનું પ્રતીક જોવા મળે છે. જે નિત્ય-અનિત્ય, વિનાશી-અવિનાશી, સતુ-અસત્નો યથાર્થ વિવેક કરે તે જ્ઞાની છે. અધ્યાત્મમાર્ગમાં અવિનાશી પરમાત્મતત્ત્વનું શોધન કરવાનું છે, તે કામ માટે બુદ્ધિને શ્રદ્ધાયુક્ત બનાવી એકાગ્ર થવાનું છે. ભૌતિક પદાર્થનું લક્ષ્ય તે અજ્ઞાન છે. યદ્યપિ મન અને બુદ્ધિ જુદા પડતા નથી. ઉભય અંતરંગ સાધન છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ ચાર ભેદ અંતઃકરણના છે. એ જ્ઞાન ઉપયોગના ભેદ છે. અંતઃકરણ એ આત્માનું કરણ સાધન છે. જેને મનોયોગ કહેવામાં આવે છે. ત્યાર પછી કાયયોગ તે સાધનાનું બાહ્ય સાધન છે. મન સૂક્ષ્મ કરણ છે. કાયા સ્કૂલ છે. જોકે મન સૂક્ષ્મ હોવા છતાં તેના વિચારનું કેન્દ્ર સ્થૂલ છે. તેને પરિવર્તિત કરી સૂક્ષ્મ કરવાનું છે. જો મન સૂક્ષ્મ બને તો પૂર્ણ અને અવિનાશી એવા પરમાત્મતત્ત્વમાં જોડાય ત્યારે અમન બને. મનનો લય થાય. મનની ઈચ્છાઓ રાગની નીપજ છે. રાગ છે ત્યાં સુધી મનની ઉપસ્થિતિ રહેવાની રાગ અને અજ્ઞાન ભોગ્ય છે. રાગ છે ત્યાં સુધી ગમતી વસ્તુ પર રાગ છે. વિનાશી પદાર્થોનો રાગ તે અજ્ઞાન છે. અજ્ઞાનનું ફળ દુઃખ છે. અવિનાશી વસ્તુ પરનો રાગ-પ્રેમ અંતે સુખનું નિમિત્ત બને છે. પરંતુ તે તત્ત્વ અજ્ઞાત હોવાથી જીવને સ્વરૂપનું ભાન થતું નથી પરમાત્મા બનવું એટલે દુઃખની વચ્ચે રહેવા છતાં દુઃખનો અનુભવ ન થાય. અને સુખનો ત્યાગ કરતા વિકલ્પ ન ઊઠે. આ છે અધ્યાત્મમાર્ગ, જેનો રેલો મોક્ષ પ્રત્યે જાય છે. . દેહસુખનો સ્વૈચ્છિક ત્યાગ કર્યા વગર અને દુઃખથી સહજ જ પર થયા વિના પરમાત્મ તત્ત્વની પ્રાપ્તિ શક્ય નથી. સંજ્ઞિ - મનવાળા મનુષ્ય પાસે અંતઃકરણનું સાધન છે પણ તે દુઃખમાં હીન હોવાથી દુઃખથી પર થઈ શકતા નથી. દેવો પણ સંજ્ઞિ પંચેન્દ્રિય છે છતાં તે સુખની વચ્ચે સુખમાં જ લીન હોવાથી સુખથી પર થઈ શકતા નથી. સંશિ તિર્યંચ Page #170 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ૧૫૩ પંચેન્દ્રિય પાસે વિકસિત અંતઃકરણ ન હોવાથી વિવેકહીન દશામાં તે પણ સુખદુઃખના પ્રાકૃતિક સંસ્કારથી મુક્ત થઈ શકતા નથી. માત્ર મનુષ્ય વિવેકપૂર્વક મુક્તિમાર્ગને શીઘ્રતાએ પ્રાપ્ત કરી શકે છે. વિનાશીતત્ત્વ દુઃખદાયક છે, જીવને રોવડાવે છે. માટે અધ્યાત્મયોગ દ્વારા જીવે અવિનાશી તત્ત્વનું લક્ષ્યપૂર્વક આરાધન કરવું જોઈએ, જેથી દુઃખરહિત થવાય. આત્માના આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય. અનુત્તર વિમાનનું સુખ ઉત્કૃષ્ટ છે. દીર્ઘકાળનું છે તો પણ વિનાશી હોવાથી જ્ઞાની તેને આત્મસુખ પાસે બિન્દુ સમાન જાણીને સ્પૃહા કરતા નથી. રાગીઓ રાગમાં જોડાય છે, વિયોગથી રંડાય છે, અને પછી રૂવે છે. રોવડાવે નહિ તેનું નામ રાગ નહિ. વિનાશી તત્ત્વનો વિયોગ થાય તે સ્વાભાવિક છે, પરંતુ રાગીને અજ્ઞાન રોવડાવે છે. માત્ર દેહસુખનો ત્યાગ કરવાથી આત્મા પરમાત્મસ્વરૂપ પામતો નથી. પરંતુ સંસારમાં સુખ નથી. અને દુઃખ પડતા દુઃખને દુઃખરૂપ જે માનતો નથી તે આત્મા પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિને યોગ્ય બને છે. દેહ અને ઈન્દ્રિયો અભેદ (એકરૂપ) છે. જે જ્ઞાન અને ભોગના ઉભય સાધનરૂપ છે. જોકે જ્ઞાન અને આનંદ આત્માનું લક્ષણ છે. લક્ષણ સ્વાધીન હોય પરાધીન ન હોય. જ્ઞાન અને અજ્ઞાનના પ્રશ્ન કરતા જીવને સુખદુઃખનો પ્રશ્ર પ્રધાન છે. પુદ્ગલ દ્રવ્યને સુખદુઃખનો પ્રશ્ન છે નહિ. સુખદુઃખ જ્ઞાનચેતના સાથે સંબંધિત છે. પરંતુ તે સાંયોગિક સંબંધોથી અધ્યાત્મયોગ દ્વારા છૂટી શકાય છે. દુ:ખ જોઈતું હોય તો મનને જગાડો સુખ જોઈતું હોય તો મનને સુધારો એને સુરવાજો ઉપાય છે સ્વાધ્યાય તે બે પ્રકારે જલારા શાસ્ત્રાદયયન દ્વારા Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૫. સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે સમ્યગ્દર્શન : મિથ્યાત્વનું વર્જન, સ્વભાવનું સર્જન. સમકિત એ મુક્તિનું ગર્ભગૃહ છે. જ્યારે પણ કોઈ જીવ મુક્ત થશે ત્યારે તેના મૂળમાં સમિતનું બીજ વવાઈ ગયું હશે. જીવને વિષમતાથી, પ૨પરિચયથી મુક્ત કરાવનાર પ્રથમ સાધન સમકિત છે. જે જીવને સમત્વમાં લાવે છે. ઘણા દોષોનું વિસર્જન અને શુદ્ધિનું સર્જન કરનાર સમિત છે. આથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે મોક્ષાર્થી પ્રભુનો અનુગ્રહ માંગે છે તે મળી ગયું કે મુક્તિ પ્રત્યેનું પ્રયાણ સરળ બની ગયું સમજો. સમ્યગ્દર્શન એ જગત પરત્વે ધ્રુવના તારા જેવું છે. દર્શન એક, પ્રમાણ એક, પણ દર્શનની શક્તિ અનંત ભેદે હોય. સ્વતત્ત્વ અને ગુણ સજાતીય છે, તેને આશ્રિત જે સાધના થાય તે મોક્ષ સાધક હોય. પ્રમાણ તત્ત્વ એકસાથે કહેવાતું નથી તેથી નય દ્વારા ક્રમથી કહેવાય છે. ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું ગુણસ્થાનક પ્રાયે ક્ષયોપશમ સમકિત વડે હોય છે, તેથી સમ્યક્ત્વ મોહનીયના દળિયા આત્મ-પ્રદેશે વર્તતા હોય છે. એ જીવમાં સમ્યક્ત્વ વર્તે છે. પ્રથમ ગુણસ્થાનકે પણ ચેતન પરમાત્માની સજાતીય શુદ્ધિ અંશરૂપે છે. તેથી ચેતન મટીને જડ બનતો નથી. પણ ચેતન પરમાત્મા બની શકે છે. આથી જડ પદાર્થો એ ચેતનના વિજાતીય અંશ છે, ચેતન સજાતીય અંશ છે. ચોથાથી બારમા ગુણસ્થાનક સુધી સજાતીય શુદ્ધિ આંશિક છે, તેરમા અને ચૌદમા ગુણસ્થાન કે સજાતીય પૂર્ણ શુદ્ધિ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય એ પાંચે આત્માના સજાતીય અંશો છે. આ પાંચે ગુણો અન્યોન્ય પૂરક છે. દેહ માટે જે નવ પ્રકારના પરિગ્રહ ઇચ્છીએ છીએ તે વિજાતીય છે. તેનું સ્વરૂપઐક્ય ન થાય. સંયોગીપણું મળે, ફ્ળરૂપે પ૨પદાર્થની મૂર્છા થાય. આત્મચિંતા કરે સમ્યગ્દષ્ટિ અને તનની અને મનની ચિંતા કરે તે મિથ્યાષ્ટિ, આત્મચિંતા થાય તેને મનની અને તનની ચિંતા ટળી Page #172 -------------------------------------------------------------------------- ________________ સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે ૧૫૫ જાય, કે ગૌણ બની જાય. અસંજ્ઞિપણામાં તો આત્મચિંતાનો અવકાશ નથી. ત્યાં માત્ર તન-મનની જ ચિંતા સંસ્કારવશ રહે છે જો જીવ આત્મચિંતા ના કરે તો સંજ્ઞિ છતાં અસંજ્ઞિ જેવો છે. સંસારી જીવ મનની ચિંતા મનના સુખ માટે કરે છે, તનની ચિંતા તનના સુખ માટે કરે છે. દર્દ અને દરિદ્રતા ટાળવા ચિંતા કરીએ છીએ. પરંતુ આપણે કંઈ તન અને મન નથી. આત્મા છીએ, તેનું સ્મરણ નથી. પણ મરણ અને ભવભ્રમણ ટાળવા માટે આત્મચિંતા કરવાની છે, તેના પરિણામે સમ્યગુપણાની ભૂમિકા થાય. રોગી-ભોગી બને દેહને પરાધીન. એક ખાટલે પડ્યો રહે, બીજો ફર્યા કરે. યોગી રોગી બને કથંચિત પરાધીન થાય. તેથી ‘આરૂગ્ગ બોડિલાભં' કહ્યું છે. યોગમાં ટકવા આરોગ્ય છે તે આત્મ ચિંતારૂપ છે, જેના વડે બોધિલાભ થાય છે. રોગીને નીરોગી થવા માટે આરોગ્ય છે. દેહ છે તો મરણ છે, પણ જીવતા જાગતા) કરો. અને જાગતા ઊંઘો, વિરમો) એ સાધના છે. અર્થાત્ જ્ઞાતા - દ્રષ્ટા બનો. તો પૌગલિક દ્રવ્યોનું નિમિત્ત અસર કરતું નથી. ' ઉપશમ સમ્યકત્વમાં વિપાકોદય કે પ્રદેશોદય ન હોય. સામાન્યતઃ જીવ વિપાકોદયને વેદે છે, પણ પ્રદેશોદયને વેદે નહિ. તેથી સમજાય છે કે જીવનું પરમ લક્ષણ વેદન છે. જીવનો પારિણામિકભાવ સ્વ-લક્ષણરૂપ છે, એટલે નિત્ય છે. ક્ષાયિકભાવ પરમશુદ્ધભાવ છે, જે નિત્ય છે. ઔદયિકભાવ અશુદ્ધ છે, ઉપશમ અપેક્ષાએ શુદ્ધ છે, ક્ષયોપશમ શુદ્ધાશુદ્ધ છે. તે અનિત્ય છે. કર્મની હાજરીમાં ઔદયિકભાવ હોય જે અશુદ્ધ છે. - સાધુ સાતમા ગુણસ્થાનકે હોય. તોપણ કાળધર્મ પામી દેવલોકમાં કે વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય તોપણ તે ચોથે ગુણસ્થાનકે હોય. દ્રવ્ય અને ભાવથી ત્યાગી છઠે ગુણસ્થાનકે હોય. સાતમે ગુણસ્થાનકે અપ્રમત હોય. દેશવિરતિ પાંચમે ગુણસ્થાનકે હોય. ગુણસ્થાનકનો વિકાસ વિરતિ છે. તેઓને દેવો પણ નમે છે. સમકિતમાં શુભભાવથી શ્રેષ્ઠ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સ્વરૂપસાધનાનાં સોપાન પુણ્યબંધ થાય. તેથી દેવલોકમાં ઉત્પન્ન થાય. માટે શુભાશુભ ભાવોથી મુક્ત થઈ શુદ્ધભાવ ધારણ કરવાનો છે. વ્યવહારથી દયા, દાન, શીલ, તપ જેવા ગુણોથી અનંતાનુબંધી ચારે કષાય મંદ પડે છે, ક્ષીણ થાય છે. નિશ્ચય દૃષ્ટિથી અનંતાનુબંધી ચારે કષાયનો નાશ સ્વાનુભૂતિ વડે થાય છે, શુદ્ધિ વડે થાય છે. શુદ્ધિ વડે ચોથાથી ઉપરના ગુણસ્થાનકે જઈ આઠમેથી શ્રેણિ મંડાય છે. ૦ શયને જુએ અને ચોટે તે બહિરાત્મા. ૦ શેયને જાણીને જ્ઞાનમાં સમાય તે અંતરાત્મા. જ્ઞાનને જાણી સ્વમાં સમાય તે પરમાત્મા. સુખદુ:ખ સાપેક્ષ છે. સ્વરૂપ આનંદ નિરપેક્ષ છે. બાહ્ય સુખ આત્મિક સુખની વિકૃતિ છે. એ સુખનો આનંદ માનવો તે અપરાધ છે. તેનું પરિણામ દુઃખની સજા છે દુઃખ સુખરૂપ કરમદ્દ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” વાસુપૂજ્યજિનસ્તવન. આનંદઘનજીની આ જ્ઞાનમય અનુભવની વાણી છે. જગત મિથ્યા કેમ કહ્યું? અશુદ્ધ ચેતનમાં અને પુદ્ગલ દ્રવ્યમાં રહેલા સાદિસાંત ભાવો વિનાશી છે, અસત્ છે, તેથી મિથ્યા છે. દ્વૈત (ભેદરૂપ) તત્ત્વમાં સંસ્કૃતિ-વિકૃતિ, હાન-વૃદ્ધિ, સંયોગ-વિયોગ, ઉત્પાદ-વ્યય આદિ હોય, અત-અભેદ તત્ત્વમાં આવા પ્રકારો ન હોય. સ્યાદ્વાદ એટલે જે વ્યક્તિ જે અપેક્ષાએ જે વસ્તુ કહે છે, તે અપેક્ષાએ સાચી હોય. તેમ જાણવું અને તેનો વિચારવિનિમય, સંશોધન કરવું. તે અપેક્ષા સમજ્યા વગર ખંડન કરવું, તે એકાંતવાદી છે. સાપેક્ષ સત્ય સ્વીકાર એ વીતરાગ માર્ગને અભિપ્રેત છે. એક જ પદાર્થમાં કેવા ગુણદોષ છે તેનું દર્શન કરવું, તેમાં ગુણ સ્વીકારવો અને દોષ ત્યજી દેવો. તે વાત સાપેક્ષ સત્ય છે તેમ સ્વીકારવું. Page #174 -------------------------------------------------------------------------- ________________ સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે ૧૫૭ અધ્યાત્મસાધનાનું પરિણામ નિર્મોહતા, વીતરાગતા છે. સાધનામાં પ્રાપ્ત ગુણોમાં જાગૃતિ જરૂરી છે. જ્ઞાન સર્વદેશીય છે. દષ્ટિ એકદેશીય છે. દષ્ટિ દૃશ્ય સાથે સંબંધ કરવા જાય છે. જ્ઞાન વસ્તુને વિશેષપણે જાણે છે. દર્શન સામાન્યપણે જાણે છે. જ્ઞાન સર્વદેશીય છે; વિશેષ છે. જ્યારે બાહ્ય જોવા જાણવાનું બંધ થાય છે. ત્યારે જ્ઞાન, દર્શન બને છે. વાસ્તવિક દર્શન ડેવળદર્શન છે. પૂર્ણ છે, તેમાં પદાર્થો પ્રતિબિંબિત થાય છે. સમ્યગુદર્શન એટલે દશ્યમાં થતા સમ્યગુભાવ, વૈરાગ્યપૂર્વકનું સમ્યગ્ગદર્શન તે કેવળદર્શનનું બીજ છે. દર્શનનો દૃશ્ય સાથે સંબંધ થાય છે. આત્મા માટે જુઓ તે સમ્યગ્દર્શન અને આત્મા વડે જોવું તે કેવળદર્શન છે. જ્ઞાનદર્શન અભેદ છે. દશ્યને દૃશ્ય તરીકે જોશો તો દેહભાવ થશે, દયને આત્મા માટે જોશો તો મોહભાવ દૂર થઈ જ્ઞાન ઉપયોગ થશે. જ્ઞાનનું વિશેષણ મતિ છે, જ્ઞાન મતિવાળું છે તો આત્મા સાવરણ છે. જ્ઞાન આત્માનું અને મતિ આત્માની. જેવું જ્ઞાન તેવો આત્મા. કેવળજ્ઞાન છે તો આત્મા શુદ્ધપૂર્ણપણે પ્રગટ છે. આવરણ કરનાર આપણી વિપરીત જ્ઞાન-દર્શન શક્તિ છે, અને આવરણ ટાળનાર, મોહનીય કર્મનો નાશ કરનાર પણ જ્ઞાન-દર્શન-શક્તિ છે. અરિહંત અને સિદ્ધના શુદ્ધ સ્વરૂપથી ધર્મસાધનાનાં તત્ત્વોને જાણશો તો સાપેક્ષ સત્ય પ્રાપ્ત થશે. જે નિરપેક્ષ સત્યને આપશે. સ્વભાવમાં રહીને વિભાવને દૂર કરી શકાય એ ધર્મ છે. વિભાવમાં રહીને સ્વભાવમાં ન અપાય. વિભાવ ન ટળે તે અધર્મ. આપણી ઘાતકર્મની અશુદ્ધિ ટકે છે કારણ કે વિભાવ - પરભાવ - મોહભાવ વર્તે છે. આત્મા ઉપર આવરણ પૌગલિક પરપદાર્થોનું છે. તેમ થવાનું કારણ આપણી અવિવેકી દૃષ્ટિ છે. પૌગલિક પદાર્થો તો નિમિત્ત માત્ર છે. માટે આપણી દૃષ્ટિને સુધારવી તે ધર્મ છે. ચોથા ગુણસ્થાનકથી દૃષ્ટિ સમ્યગુ બને છે કારણ કે દૃષ્ટિને શુદ્ધ થવાના ભાવો ઊપજે છે. મતિજ્ઞાન છે ત્યાં અંતઃકરણ છે. જે દર્શન દૃષ્ટિને સુધારે તે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સ્વરૂપસાધનાનાં સોપાન સમ્યગદર્શન, જે દર્શન દષ્ટિને ન સુધારે તે દર્શનમોહનીય. પદાર્થ શુભાશુભ નથી. આપણું જોવું જાણવું શુભાશુભ છે. પદાર્થને તમે કેવા ભાવથી જુઓ છો? ઈષ્ટાનિઝ બુદ્ધિથી જોશો તે મોહભાવ છે. ઇન્દ્રિયોથી જોયેલું સાપેક્ષ સત્ય માનજો. તે પારમાર્થિક સત્ય નથી. કારણ ઇન્દ્રિયો કે મન પદાર્થના સર્વ ગુણધર્મોને જાણી ન શકે. દશ્યથી છૂટવું એનું નામ દર્શનયુક્ત બનવું. દશ્યમાં ભેદ ભિન્નતા) રાખવાથી દયથી છુટાય છે. દશ્યમાન પદાર્થો હું નથી. એવું દર્શન તે વિવેક છે. દશ્ય દર્શનને યથાર્થ સમજાવે તે સમ્યગદર્શન. દશ્યથી દર્શનને મુક્ત કરે તે સમ્યગુદર્શન, સમકિત છે. ઔદયિક ભાવવાળો અનંતાનુબંધી રસથી કર્મને વેદે છે. ઉપશમ ક્ષયોપશમ ભાવવાળો મંદકષાયી છે. આગળની ભૂમિકાએ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની રસને વેદ. સર્વવિરતિ સંજ્વલન કષાયવાળા છે. ક્ષાયિકભાવવાળો કષાય રસને ન વેદે, બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય કર્મ હોવાથી છદ્મસ્થ વીતરાગ કહેવાય છે. ક્ષાયિક ગુણની પ્રાપ્તિ ક્ષયોપશમ ગુણ વગર થતી નથી. ક્ષાયિક સ્વરૂપમાં હાનિવૃદ્ધિ ન હોય ક્ષયોપશમમાં હાનિવૃદ્ધિ હોય. તેથી ક્ષાયિકભાવનું ધ્યેય સાધકને માટે ઉત્તમ કષાયની સૂક્ષ્મતા પણ અજબની છે. મુનિપણે રહેલા જ્ઞાનીને દસમા ગુણસ્થાનકના અંત સુધી સૂક્ષ્મ લોભકષાય હોય છે. માટે ધર્માત્માએ લોભકષાયને પ્રથમ કાઢવાનો છે. તેથી ધર્મમાર્ગમાં પ્રવેશ કરવા દાનધર્મ પ્રથમ મૂક્યો છે. ઇચ્છા એ લોભ છે. લોભનો પદાર્થ-સાધન પરિગ્રહ છે. અત્રદાન, વસ્ત્રદાન. વિદ્યાદાન આદિ દ્વારા દાનધર્મ બતાવ્યો. અધ્યાત્મભાવ માટે જ્ઞાનદાન, આત્મદાન વગેરેનું માહાસ્ય સ્વીકારવું. જીવમાત્રને અભયદાન પ્રદાન કરીને ભવોભવ માટે આપણા તરફથી નિર્ભય કરવા. દાન એટલે અગ્રહણ, ગ્રહણનો ત્યાગ. જે ગ્રહણ કરવા યોગ્ય નથી તેવા દ્રવ્યો અને ભાવોનો ત્યાગ એ પરમાર્થથી દાનભાવ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે છે. તે સાધનાનો ઉત્તમ પ્રકાર છે. સાધના દ્વારા સમકિત પ્રાપ્ત કરવાનું છે. વીતરાગ ભાવને સેવીને મુક્ત થવાનું છે. જીવે અંતર નિરીક્ષણ વડે પોતામાં રહેલા રાગભાવને કાઢીને વીતરાગતાનું સેવન કરવાનું છે. જેમ વીતરાગભાવ વૃદ્ધિ પામશે તેમ તેમ જ્ઞાન નિરાવરણ થશે. અંતરંગ શત્રુઓ – ઘાતકર્મની પ્રકૃતિઓનો આત્યંતિક નાશ થાય ત્યારે કેવળજ્ઞાન પ્રકાશી ઊઠે છે. જ્ઞાનપ્રકાશ એ અભુત વસ્તુ છે. શાસ્ત્રજ્ઞાન – શ્રુતજ્ઞાન વડે આત્માના જ્ઞાનસ્વરૂપને જાણી અવિકારી થવાનું છે. વીતરાગભાવ વગર જ્ઞાન અવિકારી બનતું નથી. સાધના અવિકારી થવા માટે છે. શ્રુતજ્ઞાનને કેવળજ્ઞાન વડે પૂર્ણરૂપે દષ્ટ-અનુભુત કરવાનું છે. તેમના વચનમાં શ્રદ્ધા રાખીને સાધના કરવાની છે. શ્રુતજ્ઞાનમાં શ્રદ્ધા એ દ્રવ્ય સમકિતનો એક પ્રકાર છે. શ્રુતજ્ઞાન વડે વીતરાગતા પામવી, અવિકારી બનવું તે ભાવસમકિત છે. જેનાથી મિથ્યાત્વ મોહનીયના દળિયા સમ્યક મોહનીયમાં પરિવર્તન પામે તે ભાવસમકિત છે. સમકિતનું ક્ષેત્ર જૈનદર્શન પૂરતું સીમિત રાખી આપણે અન્યને મિથ્યાદષ્ટિ કહીએ છીએ. તેથી આપણી ઉદારતા અને આત્મીયતા ચૂકી જઈએ છીએ. અન્ય લિંગે સિદ્ધ કહ્યા છે. તો અન્ય લિંગે સમકિત હોય તે સમજવું જોઈએ. ચિત્તને ચંચળ શા માટે કહ્યું છે? પર પદાર્થોમાં સચ્ચિદાનંદ બુદ્ધિ કરીને જીવ તે પદાર્થોને ટકાવવા પ્રયત્ન કરે છે, પરંતુ તે પદાર્થો સ્વયં અનિત્ય હોવાથી ટકતા નથી. તેથી ચિત્ત ચંચળ બને છે. ચંચળ ચિત્તમાં ભય દ્વેષ અને ખેદ પેદા થાય છે. માટે ચિત્તને શુદ્ધ વિષયમાં એકાગ્ર કરવાનું કહ્યું છે. પર દ્રવ્યનો કર્તાભાવ ત્યજવાથી ચિત્ત સ્થિર થશે. ચિત્તની ચંચળતા, આકુળતા, શોક, ક્લેશ, ઉદ્વેગ વગેરે મોહજનિત દુઃખ પેદા કરે છે. તેમાં દર્શનમોહનીય મોક્ષમાર્ગમાં આગળ વધવા ન દે. અને ચારિત્રમોહનીય વીતરાગતાને વિકસવા ન દે. દર્શનમોહનીયના ક્ષયોપશમથી સ્વરૂપના લક્ષ્ય પ્રત્યે રુચિ થાય. ચારિત્રમોહનીયના Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સ્વરૂપસાધનાનાં સોપાન ક્ષયોપશમથી વીતરાગતાનો ભાવ થાય. વીતરાગતાના લક્ષ્ય ચારિત્ર મોહનીયનો ક્ષય કરી કેવળજ્ઞાનને નિરાવરણ કરવાનું છે. બુદ્ધિને પુગલમાં રમાડવાની નથી, પરંતુ સ્વદ્રવ્યમાં સ્થિર કરવી. સત્સંગ દ્વારા બુદ્ધિને સ્વચ્છ કરવી. સ્વરૂપમય આત્માને કોઈ પદાર્થની જરૂર નથી. દેહને બધું જોઈએ. દેહ જોકે જડ છે. પરંતુ બુદ્ધિ દેહ માટે માંગ ઊભી કરે છે. આત્મા અને દેહ ભિન્ન છે તે બૌદ્ધિક સત્ય હોવા છતાં કુબુદ્ધિ જીવને દેહભાવમાં દોરે છે. દેહને નહિ પણ જ્ઞાનને લક્ષ્યમાં રાખે છે તે જ્ઞાન વડે આનંદનો અનુભવ કરે છે. - ચંચળ ભાવોને ઉપશમાવવા એ “શમ” છે. શમ પછી તે સ્થિતિનું ટકવું તે “સમ” છે. સમત્વ છે. શમભાવ વડે આત્માની કષાયવૃત્તિઓ શમે છે, દબાય છે. દમન વડે ઇન્દ્રિયો પર સંયમ આવે છે. ત્યારે અંતર્મુખતા થાય છે. ઇન્દ્રિયોનું અંતર્મુખ થવું તે પ્રત્યાહાર છે. જેમાં તપ અને સંયમ આવે છે. તે વડે સ્વરૂપભાવમાં જવાનું છે. દેહ અને આત્મા એકક્ષેત્રાવગાહી હોવા છતાં લક્ષણથી ભિન્ન છે તેવું નિરંતર લક્ષ રહેવું તે ભેદજ્ઞાન છે. જીવમાં પર પદાર્થનો કર્તા ભોક્તાભાવ એ જ જીવની અનિત્ય અવસ્થા છે. આત્મા પ્રદેશથી, લક્ષણથી નિત્ય છે. સંસારી જીવ કર્તાભોક્તાભાવને કારણે ઉપચારથી અનિત્ય કહેવાય છે. પર્યાય દૃષ્ટિએ અનિત્ય અવસ્થા છે. એ પયયદૃષ્ટિ ટાળીને આત્માના અવિનાશી પદને પામવાનું છે. જ્ઞાની ભગવંતોએ આત્માને શુદ્ધ સ્વરૂપે જાણ્યો અને પ્રકાશ્યો. વર્તમાન અવસ્થામાં અશુદ્ધ સ્વરૂપે કેવો દુઃખી છે તે અશુદ્ધ અવસ્થાથી જણાવે છે. આત્મા જ્ઞાનઉપયોગવાળો છે. તેમાં શુદ્ધ અને અશુદ્ધ બંને અવસ્થાઓ જણાય છે. જે સમયે જે અવસ્થા હોય છે, તે જ્ઞાનમાં જણાય છે. માટે અનિત્ય પર્યાય વળીને શુદ્ધાવસ્થાનું વેદન કરવાનું છે. આત્મા મરતો નથી પણ દેહ વિયોગે હું મરી જઈશ તેમ અજ્ઞાનવશ જીવ માને છે. વળી દેહભાવથી સુખદુઃખ ભોગવે છે. છદ્મસ્થનું વેદન Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧ સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે બે પ્રકારે છે. જ્ઞાનીનું વેદન કેવળ સુખનું છે. ૦ ૧. મનોયોગથી મોહાદિભાવોની રાગાદિ લાગણીનું વેદન. ૦ ૨. શરીર - (દેહ) ઇન્દ્રિયો દ્વારા શાતા અશાતાનું વેદન. અશાતાનો સંબંધ અજ્ઞાનતાને કારણે વેદાય છે. એકેન્દ્રિય અસંજ્ઞિ અને પંચેન્દ્રિય નારકોનું દુઃખવેદન વધુ હોય છે. અભવિ જીવ સ્વરૂપ પ્રાપ્તિ કરી શકવાનો નથી તે તેનું મહાદુઃખ છે. વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણવી તે સમ્યગૃજ્ઞાન છે. સમ્યગુજ્ઞાન પામીને તમારે શું જોઈએ છે? તેનું લક્ષ્ય કરો તે સમ્યગ્ગદર્શન છે. તે પામવા માટે જે ઉપાય કરો તે સમ્યગું ચારિત્ર છે. જેવા છીએ તેવા સ્વરૂપ થવું તે સાધના છે. સમ્યગુદષ્ટિવંત વૈરાગ્યદષ્ટિ યુક્ત હોય છે, તેને કારણે તે વિરતિધર્મમાં આવે છે. અવિરતિ ધર્મમાં કથંચિત ભોગદશા ભલે હો છતાં તે પ્રત્યે વૈરાગ્યદૃષ્ટિ વર્તતી હોય છે. એટલે તે દેશવિરતિ પ્રત્યે જાય છે. છઠ્ઠા ગુણસ્થાનકની વિશિષ્ટતા શું છે? વિરતિ તો છે, તે બાહ્ય હોય તો તે ભલે વ્યવહારથી છઠું હોય પણ સમકિત હોય તો જ તેનું મૂલ્ય છે. સમકિત ન હોય અને વ્યવહારથી છછું હોય તોપણ નિશ્ચયથી તે પહેલે ગુણ સ્થાનકે મનાય. સમકિતને આત્માના શુદ્ધસ્વરૂપ સાથે જોડવાનું છે. મિથ્યાત્વ, અવિરતિ, દેશવિરતિ સમ્યકત્વ, આ સર્વે કષાયની તરતમતા સાથે જોડાયેલા છે. જેટલી કષાયમુક્તિ તેટલી મુક્તિ. કષાયની તરતમતાથી ગુણસ્થાનક એકથી દસ છે. કષાયને સહાયક નવ નોકષાય છે. નોકષાય પર સંયમ મેળવવાનો છે. જેટલા કપાયભાવો છે તે સર્વે દેહાશ્રિત છે. નોકષાયમાં હાસ્ય-રતિ સાથે હોય. અરતિ, ભય, શોક દુર્ગછા સાથે હોય. સ્ત્રી, પુરુષ નપુંસક વેદ ત્રણે નોકષાયના છે. જ્યાં સુધી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે ત્યાં સુધી કર્મબંધ થાય છે. . સમ્યકત્વ પામ્યા પછી પણ ભવ-કાળનો પ્રશ્ન વિચારીને પૂર્ણતા પ્રાપ્ત Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ સ્વરૂપસાધનાનાં સોપાન ન થાય ત્યાં સુધી અહંકાર ત્યજી દેવાનો છે. આ જન્મનો મિથ્યાષ્ટિ જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી મોક્ષપ્રાપ્ત કરી શકે છે. (દઢપ્રહારી, અર્જુનમાળી) વળી સમકિતવંતને ભવ બાકી હોય છે. પરંતુ તે અવશ્ય મોક્ષ પામે છે પૂર્ણ વીતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી છવાસ્થને અજ્ઞાનરૂપી અંધકાર છે. આઠમા ગુણસ્થાનકે યોગ્ય કાળે ક્ષપકશ્રેણિ મંડાઈ શકે છે. ક્ષાયિક સમ્યકત્વ, પૂર્ણ વીતરાગતા, ક્ષપક શ્રેણિ અને કેવળજ્ઞાન આ કાળે અન્ય ક્ષેત્રે પામી શકીએ છીએ. પૂર્ણ વીતરાગતા માટે સબળ પુરુષાર્થની જરૂર છે. પરંતુ સયોગી કે અયોગી ગુણસ્થાનકે પુરુષાર્થની જરૂર નથી. સમ્યગૃવંત ભવ્યાત્મા ભવભીરુ હોય છે. મારે હજી કેટલા ભવ બાકી છે ? તેવો ધર્મજનિત વિચાર તેને વૈરાગ્ય પ્રત્યે પ્રેરે છે. તેથી અગ્રહણને ગ્રહણ કરતો નથી. આત્મસ્વરૂપમાં લીન થાય છે. અભવિ જીવ અહિંસાદિ પાલન કરે પરંતુ શુદ્ધસ્વરૂપ પ્રત્યે વીર્ય સ્ફરતું નથી. સામાન્યપણે જીવો સાદિસાંત કર્મ અને તેના પરિણામમાં રોકાયેલા રહે છે. પરંતુ અનાદિઅનંત જે અસ્તિત્વ છે તેવા શુદ્ધસ્વરૂપ પ્રત્યે પણ વલણ કરતા નથી. પરમાત્માના સ્વરૂપને ભજે છે. તેમના સ્વરૂપનું ધ્યાન કરે તો તે ભજના ધર્મનો સાર છે. ચક્રવર્તી અને ઇન્દ્રના પુણ્ય કરતા પણ અનંત પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તેને અરિહંત સિદ્ધના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન થાય છે. તેવું પુણ્ય પ્રાપ્ત કરવા એકાવતારી ઈન્દ્ર પણ પંચકલ્યાણકનો મહોત્સવ કરી સમકિતની રક્ષા કરે છે. પરમાત્માની મૂર્તિને નિહાળી પછી અંતરને પરમાત્મમય બનાવો. સમ્યગૃદૃષ્ટિ આત્મા જો ભાવશુદ્ધિ કરે તો ક્ષયોપશમિકમાંથી ક્ષાયિક થઈ શકે. પછી તો સિદ્ધત્વનું અંતર કપાતું જાય છે. જો સમ્યગુદૃષ્ટિવંત અવિરતપણે હોય તો તે જ્ઞાનાચારાદિની શુદ્ધિનું સેવન કરતો જાય છે. ભૂમિકા પ્રમાણે દાનપરોપકારાદિ ગુરુભક્તિ ઈત્યાદિ કરતો હોય છે. સર્વ જીવોને બ્રહ્મસ્વરૂપે જોવા તે સમ્યગુદૃષ્ટિવંતનો ઉચ્ચ ભાવ છે. પુગલ પદાર્થો કેવળજ્ઞાની પરમાત્માના શેય પદાર્થો છે. તેમાં ભોગબુદ્ધિ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે કરવી તે અધર્મ છે. તેને પણ નિરપેક્ષભાવે જોવા તે ધર્મ છે. જેથી તે પદાર્થોમાં ઈષ્ટાનિઝ બુદ્ધિ થતી નથી. સંસારી જીવે આત્મબુદ્ધિએ સંસારી જીવોમાં કે પદાર્થોમાં દ્વેષ કરવા કરતાં અપેક્ષાએ રાગ કરવો, રક્ષા કરવી તે આંશિક અહિંસા છે. સમ્યકત્વ - વિરતિ - નિષ્કષાયભાવ મોક્ષનાં પગથિયાં છે. વિરતિનો સ્વીકાર કરવો એટલે આરંભ – સમારંભ છોડી દેવા. અને ઇન્દ્રિયોનું દમન કરવું. કોઈ પણ પુગલ પદાર્થનો રુચિપૂર્વકનો ભાવ એ લોભકષાય છે. સમકિતને ભોગનો ઉદય હોય પણ દુર્જનતાનો સંસ્કાર ન હોય. અવિરતિ સમ્યગ્દષ્ટિને સમ્યગ્ પદાર્થનું લક્ષ્ય હોવાથી રાગ મટી વિરાગ આવે, વિરતિ આવે. જેનાથી મોહનીય હણાય તે વિરતિ વૈરાગ્યના ભાવો છે. જેટલો દેહભાવનો વિસ્તાર તેટલો મોહનો વિસ્તાર. એ પહેલા ગુણસ્થાનકનું ચિહ્ન છે. જેમ જેમ આત્મા અને દેહ વચ્ચે ભેદજ્ઞાન થાય તેમ તેમ આગળના ગુણસ્થાનક આવે. વિર્યાતરાયના ક્ષયોપશમ ઉપર આવરણ છે એટલે સત્ પુરુષાર્થ થતો નથી. દેહભાવથી કષાય અને અવ્રત છે. તે માટે વિરતિપણાનું માહાભ્ય છે. સાધુને વૈયાવચ્ચ – ભક્તિ વગેરેથી દેહને શાતા મળશે. પણ આત્મસુખ તો અંતર પરિણતિના વૈરાગ્યથી મળશે. જે સ્વપુરુષાર્થ વડે સંભવ છે. તપ સંયમાદિ વડે ભેદજ્ઞાન પામીને આત્મિક સુખ ન પામીએ તો આપણે કંગાળ છીએ. જે આત્મસુખ વેદે છે તે ચૈતન્ય મહારાજા છે. બાહ્ય પ્રતિકૂળતામાં સમાધિ વડે આત્મસુખ ભોગવવાનું છે. બાહ્ય અને અત્યંતરથી આત્મસુખનું વેદન પ્રાપ્ત થાય ત્યારે બાહ્યસુખનાં સાધન ચાલ્યાં જાય તોપણ દુઃખથી મુક્ત થવાય છે. આત્મામાં રહેલા જ્ઞાન અને સુખ તત્ત્વરૂપે રહેલા છે. તેને જાણવાની અલ્પ શક્તિ જીવમાં રહેલી છે. ભૌતિક સુખની ઇચ્છા નિષ્ફળતામાં પરિણમે છે. સ્વસ્વરૂપમાં પુદ્ગલના ધર્મો જેવી બાધકતા નથી. જેવા કે – Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સ્વરૂપસાધનાનાં સોપાન અગુરુલઘુ = પુદ્ગલની જેમ અભ્યાધિક હાનિ વૃદ્ધિ નથી. અક્ષયસ્થિતિ = પુગલની જેમ ક્ષણભંગુરતા અહીં નથી. અવ્યાબાધપણું = પુદ્ગલની જેમ વિષમતા - બાધા નથી. અરૂપી = પુગલની જેમ રૂપાંતરપણું અહીં નથી. નિત્યપણું = પુગલની જેમ પરિવર્તનપણું અહીં નથી. સંસારીજીવો ક્ષણભર પણ દેહભાવ ભૂલતા નથી તેમ ક્ષાયિક સમકિત એક ક્ષણભર પણ પરમાત્મભાવનું લક્ષ્ય ભૂલતા નથી. ક્ષયોપશમ સમકિતિ જાગૃતિ વડે આ ભાવ જાળવવા પ્રયત્ન કરે છે. સમકિતદષ્ટિવંત આત્મા ધનાદિનો ઉપયોગ સાતક્ષેત્રમાં ઉત્તમ ભાવ વડે કરે છે, ગૌણપણે ઉપભોગ હોય, સત્તાનો ઉપયોગ પણ પરોપકારાર્થે કરતા હોય, એ તેમનો બોધ વડે થયેલો જ્ઞાનાચાર અને દર્શનાચાર છે. અનાસક્તભાવ તે આંશિક ચારિત્રાચાર છે. ઇચ્છાઓનું શમવું તે તપાચાર છે. પાપથી પાછા પડવાનો વીર્યાચાર છે. ચારિત્ર અભ્યાસની વસ્તુ છે, તે બે ઘડીમાં મળી જતું નથી. દીર્ઘકાળ આરાધના કરવી પડે છે. ચોથા ગુણસ્થાનકથી શરૂ થઈ બારમા સુધી શુદ્ધિ માંગે છે. સમકિત બે ઘડીમાં પ્રાપ્ત થાય છે. પર્યાયદષ્ટિ ત્યજી દ્રવ્યદૃષ્ટિ કરવાની છે. મિથ્યાભાવ - મિથ્યાદૃષ્ટિ ત્યજવાની છે. ૦ દ્રવ્યદૃષ્ટિ દિવ્યદૃષ્ટિ છે. ૦ શ્રદ્ધા દર્શનગુણનો ભાવ છે. ૦ મનન અને નિદિધ્યાસન એ જ્ઞાનનો વિસ્તાર છે. ૦ પ્રયોગ અને સાધના એ ચારિત્રગુણનો વિસ્તાર છે. હિંસાનુબંધી, મૃષાનુબંધી, ચૌર્યાનુબંધી, પરિગ્રહાનુબંધી એ રૌદ્રધ્યાનના ભેદો છે, તે દેશવિરતિ સુધી ગૃહસ્થને હોય છે. તે ન થાય માટે પંચમહાવ્રત વિરતિવંતને ધારણ કરવાનું છે. જીવ અન્યોન્ય જીવોને આઠ કર્મોના ઉદયવાળા જોઈને અભિપ્રાય બાંધે છે. પણ સ્વ કે પરમાં રહેલું કેવળજ્ઞાન જોતો નથી. અદ્વૈતદષ્ટિ, અભેદદષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ અને દિવ્યદૃષ્ટિવાળો જીવોને અનેક ભેદ અવસ્થામાં પણ બ્રહ્મ સ્વરૂપે જુએ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે એક વાર સમકિતની સ્પર્શના થાય પછી તેનું સામર્થ્ય છે કે તે અર્ધપુગલ પરાવર્તન કાળની અંદર પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી દે, તું દેહપિંજરમાં પુરાયો છું, તેમાં જીવે પોતાનામાં રાગદ્વેષના ભાવ પૂર્યા છે, તું તેને છૂટા મૂકી દે તો તું મુક્ત છું. સ્વરૂપનું ભાન એ સમકિતનું બીજ છે. રાગદ્વેષ એ મળ છે ઉપશમ એ જળ છે. ઉપશમ - ક્ષયોપશમ સમકિતમાં દેહભાવ મૂળમાંથી નષ્ટ થતો નથી. પણ મંતવ્ય અને અભિપ્રાયમાં દેહભાવ નથી. પરંતુ સર્વથા ગયો ન હોવાથી કેવળજ્ઞાનમાં બાધક છે. દેહબુદ્ધિ અનુભવમાં - સંવેદનમાંથી નીકળી જાય તો ગમે તેવા પરિષહો / કષ્ટોમાં પણ દુઃખનું સંવેદન આવતું નથી. પરંતુ ઉપયોગ આત્મભાવમાં હોવાથી સ્વરૂપના સુખનું સંવેદન છતાં ગુણ શ્રેણિ દ્વારા કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આત્માનું જે સ્વક્ષેત્ર છે, જ્યાં આત્મપ્રદેશો છે ત્યાં ઉપયોગ સ્કુરાયમાન છે, મોહભાવ પણ ત્યાં જ રહ્યા છે તે આવા સમર્થ ઉપયોગ દ્વારા હણાય છે. અને કૈવલ્ય પ્રગટ થાય છે, જે સર્વ જીવો માટે આલંબનરૂપ બને છે. શમ સંવેગ નિર્વેદ અનુકંપા આસ્તિક્ય આ પાંચ સમકિતનાં લક્ષણ છે. અનુકંપા - આસ્તિક્ય નિમિત્તરૂપ છે. ઉપશમ, સંવેગ, નિર્વેદ એ કાર્યરૂપ આત્માના પરિણામ છે. સમકિત એટલે સ્વ-પરનું ભેદજ્ઞાન, સદેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા પણ ભેદજ્ઞાન માટે છે. નિષ્કષાયભાવ વડે કર્મની નિર્જરા યથાર્થ થાય છે. મિથ્યાત્વનો નાશ એ સાચી સમજણ, શુદ્ધ-બુદ્ધિ છે. અનંતાનુબંધી કષાય મિથ્યાત્વ સાથે સંબંધ ધરાવે છે. અપ્રત્યાખાની, દેશવિરતિ સાથે સંબંધ ધરાવે છે. સર્વ વિરતિ થતાં પ્રત્યાખાની જાય છે. છતાં તે અવસ્થામાં સંજ્વલન કષાય હોય છે. સંપૂર્ણ કષાય જાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. કષાયભાવની મંદતા થયા વગર દાનાદિ, પ્રભુપૂજાદિ, યથાર્થ ફળતા નથી. શુભભાવ વડે થયા હોય તો પુણ્યબંધ થાય પણ પરિભ્રમણ ટળે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬. સ્વરૂપસાધનાનાં સોપાન નહિ પુણ્યથી થોડી રાહત રહે, મનુષ્ય-દેવ ગતિ મળે. પણ સમકિતરહિત હોવાથી સાચી નિર્જરા ન થાય. વળી લોભકષાયનો ત્યાગ કર્યા વગર ક્રોધાદિ જાય નહિ, લોભ કષાય ઓછો કરવા માટે પરિગ્રહ અલ્પ કરવો, અનુક્રમે સર્વથા ત્યજી દેવો, તે માટે ચાર ધર્મોમાં દાન, ધર્મની મુખ્યતા કહી છે. દર્શનમોહનો ઉપશમ કે ક્ષયોપશમાદિ થયા પછી કષાયો ઘટીને વીતરાગતા ન આવે તો ઉપશમ શ્રેણિ માંડનાર પણ ફેંકાઈ જાય. સંજ્વલન કષાયવાળા ચરિત્રમાં પણ તીવ્રતા આવતા અનંતાનુબંધી જેવી તીવ્રતા થતા જીવ પડે છે. વળી અનંતાનુબંધીના કષાયવાળો જીવ કષાયની અત્યંત્ય મંદતા કરે મિથ્યાત્વ મંદ થતાં ઉપરના ગુણસ્થાનકે ચઢે છે. સાધનામાં સાધનના ઝઘડા મંદ કરવા, ત્યજી દેવા, સાધન સંઘર્ષ માટે નથી. સમ્યકત્વની સિદ્ધિ માટે છે. કષાયની ઉપશાંતતા થાય, જ્ઞાની કહેવાય. અન્યને ભ્રાંત કહેવાય. ઉપયોગમાં જેટલો અનંતાનુબંધી કષાય વધુ તેટલો ઉપયોગ ભ્રાંત અને વિનાશી છે. અપ્રત્યાખ્યાનીમાં તે મંદ થાય છે. પ્રત્યાખ્યાની કષાય સંજ્વલન કષાયના અંશવાળો છે. દશમા ગુણસ્થાનકે કષાયયુક્ત ઉપયોગની વિનાશીતા ખતમ થાય છે. તેરમા ગુણસ્થાનકે ઉપયોગ અવિનાશી બને છે. વ્યવહાર સમકિત = સદેવ, સગુરુ, સધર્મની તથા તત્ત્વની યથાર્થ શ્રદ્ધા. નિશ્ચય સમતિ = સદેવ - સતગુરુ, સતધર્મ દ્વારા રાગદ્વેષ, અજ્ઞાન, મોહના ભાવો દૂર થાય. પર પદાર્થો મારા નથી એમ પોતાનો સ્વરૂપને લક્ષ્યપૂર્વક સાધે. તેવું ભેદજ્ઞાન જરૂરી છે. સદૈવાદિની આરાધનાનું ફળ આ છે. મારો આત્મા સમ્યગૃજ્ઞાન-દર્શનાદિ ગુણોથી અભેદ છે. જ્યાં સ્વરૂપ રમણતા છે. • સ્વગુણ પર્યાયનો સંયોગ ન હોય, સ્વભાવ હોય. છે પર પદાર્થનો સંયોગ અને વિયોગ હોય. • સાવરણ દશા તે બંધન. Page #184 -------------------------------------------------------------------------- ________________ સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે ૧૬ ૭ છે નિરાવરણ દા. એ મુક્તિ. અજ્ઞાની દુઃખમાં પોતાની જ મૂછથી પોતાને આવરણ કરે છે. જ્યારે જ્ઞાની દુઃખને એક પર અવસ્થા માની વેદન કરતા નથી તેથી નિરાવરણ બને છે. સાધકે સુખદુઃખ, રાગ-દ્વેષ અને અજ્ઞાનના અજ્ઞાનથી મુક્ત થવાનું છે. અજ્ઞાન ટાળી પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. પૂર્ણજ્ઞાન સમ્યગૂ છે, સમ્યગુજ્ઞાન પૂર્ણ નથી. માટે ચારિત્રશુદ્ધિ વડે સમ્યગૂજ્ઞાનથી આગળ જઈ પૂર્ણ થવાનું છે. સમ્યગૂજ્ઞાનની જાગૃતિમાં પ્રયાસ છે. પૂર્ણજ્ઞાન પરમ ઉજાગર દશા છે. આત્માનું કેવળજ્ઞાન પૂર્ણ આનંદ અને સર્વરૂપ છે. સમ્યગુજ્ઞાન અઘાતી કર્મના ઉદય ઉપર પ્રભુત્વ મેળવે છે. અઘાતી કર્મની અસર લેતા નથી. અઘાતી કર્મના ઉદયમાં સુખની ઇચ્છા કરવી તે હીનત્વ છે, અજ્ઞાન છે, સમ્યગૃજ્ઞાની પરમાં સુખ માને નહિ, તેમાં સુખબુદ્ધિ કરે નહિ. સાધકે અજ્ઞાનથી પર થવાનું છે. વળી ક્ષયોપશમ -જ્ઞાનદશામાં જે આત્માનું સુખ વેદીએ છીએ તેનાથી પણ પર થવાનું છે, કારણ કે તે પૂર્ણદશા નથી. ક્ષયોપશમભાવે મોક્ષપ્રાપ્તિનો પ્રયત્ન તે સાચી નિશાની છે. છતાં ક્ષયોપશમભાવ અનિત્ય હોવાથી ટળી જવાનો છે. તેથી તેનાથી અતીત બનવાનું છે. ત્યાં અટકવાનું નથી. ક્ષાવિકભાવ આત્માનો નિત્ય છે. પૂર્ણ છે. તે ભાવ પ્રાપ્ત કરવાનો છે. સમીતિ આત્મા પોતાના સંકલ્પમાં, શ્રદ્ધામાં દઢ છે. પરમાત્મતત્ત્વની શ્રદ્ધામાં દઢ છે. તેને અન્ય દર્શનીઓ ડગાવી શકતા નથી. અવિરતિ સમ્યગૃષ્ટિને જ્ઞાનાચાર અને દર્શનાચાર હોય છે. ચારિત્રાચાર નથી, તેઓ પંચમહાવ્રત ધારી નથી. એ દશામાં મોક્ષપ્રાપ્તિ સંભવ નથી તેની તેમને પીડા છે. તેથી દેશવિરતિ – સર્વ વિરતિના ભાવ રાખી સાધુ ભગવંતની વૈયાવચ્ચ કરી પુણ્ય ઉપાર્જન કરે છે. જે તેને સંસ્કારરૂપ બની અન્ય જન્મમાં સામગ્રી મેળવી આપે છે. આ જગત જીવ અને અજીવમાં વહેંચાયેલું છે. તેમ સંજ્ઞિ-અસંજ્ઞિમાં વહેંચાયેલું છે. આ વિશ્વમાં સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોનું જગત એક છે. તેમાં દેવ, મનુષ્યો, સંશિ તિર્યંચ પંચેન્દ્રિયો જીવો બેસે છે. તેઓ સાધર્મિક છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સ્વરૂપસાધનાનાં સોપાન વળી કોઈ પણ જીવને ચૈતન્યની અપેક્ષાએ પ્રેમ આદર આપવામાં મિથ્યાત્વ ન હોય. તે જીવો ભલે મિથ્યાત્વી હોય. જેનેતર હોય. અન્ય જીવો પ્રત્યે ઉચિત વ્યવહાર ન રાખવો, તે અનંતાનુબંધી કષાય છે. આત્માના પ્રેમ, ઉદારતા, આદરને વ્યક્ત કરવા માટે ઉજમણા છે. ગુણને આધારે મિથ્યાત્વ મોહનીયના દળિયા સમકિત મોહનીયના દલિયારૂપ બને છે, માટે દોષને ત્યજીને ગુણગ્રાહક બનવું. ગુણવિકાસ તે પરમાત્માની પ્રસાદી છે. આખરે ગુણ ગુણીનો અભેદ ટળી જશે. ધર્મમાં પ્રબળ પુરુષાર્થ એ ધર્મ યૌવન છે, તેનો અર્થો મોક્ષ થઈ જાય છે. તિર્યંચ, નરકગતિ તો રોકાઈ જાય છે. જીવ દેવ / મનુષ્યની ગતિ મેળવી અતિ અલ્પ ભવમાં ગતિ નિવારીને પૂર્ણ મોક્ષ પામે છે. ધર્મનો આ મહિમા છે. - અંતઃકરણમાં પ્રવેશ કર્યા વિના, અંતઃકરણની શુદ્ધિ થયા વિના મોક્ષ સંભવ જ નથી. કરણ ઉપકરણના અવલંબનો દ્વારા અંતઃકરણમાં પ્રવેશ કરવો. સંજ્ઞિજીવ જ માત્ર અંતકરણની શુદ્ધિ વડે સમ્યત્વની પ્રાપ્તિ કરે છે. પરોપકારવૃત્તિ, માનવતા, અને સજ્જનતાથી ગુણો વિકાસ પામે છે. આપણા દોષો જોતા રહેવા, અન્ય જીવો સાથે વર્તનમાં દોષોનું સેવન ઈષ વગેરે ના કરવા, તે સમ્યકત્વ પામવાની ભૂમિકા છે. સનું લક્ષ્ય અને અનુસંધાન ક્યાંય ન ચૂકવું. શરીરની શાતા અશાતા વેદનાર જીવમાં ગુણ હશે તો સાનુબંધ કરશે અગર અકામ | સકામ નિર્જરા કરશે. અશુભભાવ કાઢવો અને શુભભાવ પ્રાપ્ત કરવો તે ધર્મ રુચિની પ્રાથમિક શરૂઆત છે. પાપબંધથી અટકવું અને પુણ્ય ઉપાર્જન કરવું તે તેનાથી આગળની ભૂમિકા છે. શુભભાવમાં શુદ્ધ લક્ષ્ય દઢ કરી, ત્યાં અટકવું નહિ પણ આગળ વધી શુભભાવની નિર્મળતા વડે સ્વરૂપભાવને પામવું. વિશ્વમાં રહેલા દશ્ય માત્ર પ્રત્યે દર્શન પ્રામાણિક નિર્મળ બને ત્યારે વૈરાગ્યનું બીજ રોપાય છે. તે સમ્યગદર્શન છે. દશ્યો ભેદરૂપ પદાર્થો છે. દર્શન પ્રમાણરૂપ જોઈએ. પ્રમાણજ્ઞાન અનેક આકારવાળું છતાં એકરૂપ Page #186 -------------------------------------------------------------------------- ________________ સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે ૧૬૯ છે. જ્ઞાનરૂપ છે. દૃશ્ય અનેક ભેદથી અનંત છે. દર્શનની શક્તિ અનંત છે. પણ તેનું દર્શન એક છે. જેમ અરીસો એક છે તેમાં અનેક પ્રતિબિંબ પડવા છતાં અરીસો અનેકરૂપ થતો નથી, એકરૂપ રહે છે. મૂળ સ્વરૂપે રહે છે. મંદ મિથ્યાત્વ એ સમ્યકત્વ પહેલાંની અવસ્થા છે, જે યથાપવૃત્તકરણથી શરૂ થાય છે. આયુ સિવાય સર્વ કર્મોની એક કોડાકોડી હીન સાગરોપમની સ્થિતિ રહે છે. અહિંસાદિનું પાલન સમ્યકત્વ પામવાની ભૂમિકાનાં સાધનો છે. સમ્યકત્વ પામ્યા પછી જીવ પડવાઈ થાય તો ત્રીજેથી બીજે થઈ મિથ્યાત્વમાં આવી જાય. અથવા પાછો ત્રીજે મિશ્રગુણસ્થાનેથી બીજે ન જતાં પાછો ચોથે જઈ શકે છે. સમ્યકુભાવો પહેલેથી તેરમા સુધી હોઈ શકે છે. જેમણે સમ્યક્ત્વ પામતા પહેલા અપૂર્વકરણ આદિ ભાવો સમ્યગૂ પ્રકારના છે. તેમને મિથ્યાત્વ હોય પણ ભાવ મિથ્યાત્વ નથી. પરોપકારાદિ વડે મૈત્રી આદિભાવ વડે સમ્યગુભાવો ટકે છે, તે સમકિતનું કારણ બને છે. અથવા સમકિતને ટકાવી રાખે છે. અને નિર્મળ કરે છે. માનવતા, સજ્જનતા પણ સમ્યગુભાવો છે. અન્યની સાથે જીવન જીવવું છે તો પરમાર્થ પરોપકારમય) ધર્મ કરવો. એકાંતમાં જીવવું છે તો સ્વ-અર્થે ધર્મ કરવો. અથવા ઊભય ધર્મ કરવો. લૌકિક ક્ષેત્રે વ્યવહાર શુદ્ધિ એ સમ્યગુભાવ છે. ધર્મક્ષેત્રે પંચાચારનું પાલન તે વિશેષ સમ્યગુભાવો છે. સમ્યગુભાવો વડે સમ્યગુગુણો આવે છે તે મોક્ષમાર્ગનો પાયો બને છે. શ્વાસની ક્રિયા જેમ સહજ હોવાથી એમાં જે થાક લો નથી લાગતો અને એનો અહં જ પેદા નથી થતો તેમ જે કર્મ સહજ થઈ જાય છે એમાં થાક ય નથી લાગતો અને એનો | અહં પેદા થતો નથી Page #187 -------------------------------------------------------------------------- ________________ ૬. જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ગુણપર્યાયવ ્ દ્રવ્યમ્ વિશ્વ૨ચનામાં સર્વજ્ઞ ૫રમાત્માએ મુખ્યપણે છ દ્રવ્યોનું નિરૂપણ કર્યું છે. છ દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે. એક જ આકાશક્ષેત્રમાં રહેલાં આ છ દ્રવ્યો સ્વભાવથી જાત્યાંતર કરતા નથી. અદ્દભુત રીતે પોતાનું સ્વરૂપ ટકાવી અન્યોન્ય નિમિત્ત બને છે. જીવ અને પુદ્ગલના સંયોગ-વિયોગમાં જે વિકૃતિ જણાય છે તે કર્મના આવરણને કા૨ણે છે. છએ દ્રવ્યો ગુણ પર્યાયથી યુક્ત છે. દ્રવ્ય : પ્રદેશ પિંડત્વ (મૂળાધાર) ગુણ : દ્રવ્યના સહભાવી, પ્રદેશ સાથે ઓતપ્રોત પર્યાય : ગુણની વ્યક્ત થતી અવસ્થા આધેય. સત્: વિદ્યમાનતા, હોવાપણું. દ્રવ્ય અને પર્યાય ભિન્નાભિન્ન છે, દ્રવ્ય નિત્ય છે. પર્યાય અનિત્ય છે. પ્રદેશથી પર્યાય અભિન્ન છે. લક્ષણથી પર્યાય ભિન્ન છે. ધ્રૌવ્ય દ્રવ્યના આધાર પર ઉત્પાદ-વ્યય છે. દ્રવ્ય અદ્વૈત (એકરૂપ) અને પર્યાય દ્વૈત (અનેક) હોય ત્યાં ઉત્પાદવ્યય યુક્ત દ્રવ્ય સત્ છે. જ્યાં દ્રવ્ય અદ્વૈત અને પર્યાય અદ્વૈત છે ત્યાં ત્યાં ઉત્પાદ વ્યય નથી. ધર્માસ્તિકાય · અધર્માસ્તિકાય, આકાશાસ્તિ અને સિદ્ધ પરમાત્મા અદ્વૈત છે. પુદ્ગલ દ્રવ્ય દ્વૈત છે, તે સજાતીય અને વિજાતીય દ્રવ્યના બદ્ધ સંબંધમાં આવે છે. અને પોતાના વર્ણાદિ ગુણોમાં રૂપ રૂપાંતરતા પામે છે. તેથી પુદ્ગલ દ્રવ્ય દ્વૈત છે, તેમાં ઉપચિરત પર્યાય નથી. સ્વગત પર્યાય છે. તેને માટે જીવ દ્રવ્ય ઉપતિ કહેવાય. તેમાં પદ્રવ્ય નૈમિત્તિક હોય છે, અને તે ઉપચિરત હોવાથી ટાળી શકાય છે. બદ્ધ અવસ્થા અને મુક્ત અવસ્થાનું પાત્ર જીવ દ્રવ્ય છે. તે બદ્ધ આવરણ અને અવસ્થા જીવના ગુણ-પર્યાય ઉપર થાય છે. પરંતુ તેનો ઉપચારથી દ્રવ્ય ઉપર આરોપ થાય છે કે આત્મા બંધાય છે, આત્મા Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ૧૭૧ મુક્ત થાય છે. સંસારી જીવ બદ્ધ છે તેને મુક્ત થવાનું છે. સંસારી અવસ્થા અનાદિસાંત છે. અભવ્યને અનાદિઅનંત છે. પુદ્ગલ દ્રવ્ય પણ બદ્ધ અને મુક્ત અવસ્થાને પામે છે, તેના સંઘાત ભેદ થાય છે. તે સાદિસાત નથી. પુદ્ગલ દ્રવ્યનું પલટાઈને પણ બંધાવું અને મુક્ત થવું તે અનાદિઅનંત છે. આત્માનો વીતરાગ પર્યાય - શુદ્ધ ઉપયોગનો નિર્વિકલ્પ પર્યાય અવિનાશી છે. પુદ્ગલ દ્રવ્યની સર્વ પર્યાયો વિનાશી છે. જે પર્યાય વિનાશી તે અનિત્ય હોય. જે પર્યાય અવિનાશી તે નિત્ય હોય. જડ દ્રવ્યોમાં પોતાની શક્તિરૂપે ક્રિયાશીલતા હોય, સ્વગુણરૂપ કાર્યથી અન્ય દ્રવ્યોમાં તે કાર્ય કરે છે. આ કાર્યશીલતાને જડ દ્રવ્યમાં ઉપચરિત ચૈતન્ય તરીકે ઘટાવી શકાય. જેમકે સજીવની ક્રિયાશીલતા. છતાં જડદ્રવ્યો સતત સરળ, સહજપણે અને સ્વપ્રત્યે ક્રિયાશીલતા તરીકે જાત્યાંતર ન થાય તેમ પોતાના જડત્વને ટકાવી રાખે છે. સહજ એટલે અકૃત્રિમ - અન્યની સહાય વગર. સરળ એટલે બીજા ભેદરૂપ પદાર્થો હોવા છતાં પોતામાં ભેદ ન હોય. સત્ એટલે નિરંતર - આંતરાવગર. વિદ્યમાન. અરૂપી દ્રવ્યો છેદાતા નથી, ભેદાતા નથી, બળતા નથી, વ્યાઘાત પામતા નથી. અરૂપી દ્રવ્યોને શસ્ત્ર છેદી શકતાં નથી. અગ્નિ બાળી શકતો નથી. પાણી ભીંજવી શકતું નથી. પવન ઉડાડી શકતો નથી. તાપ સૂકવી શકતો નથી. છેદનાદિ આવા સર્વ પ્રકારો રૂપી, પુદ્ગલ દ્રવ્યને લાગુ પડે છે. સંસારી જીવમાં અને પુદ્ગલ દ્રવ્યના સંયોગથી સંકોચ વિસ્તાર છે. ગુણ - રસમાં હાનિવૃદ્ધિ છે. પ્રદેશનું પરિભ્રમણ છે. આ પ્રકારો સાંયોગિક છે. પુદ્ગલ દ્રવ્યોના સ્વભાવ - લક્ષણ અરૂપી દ્રવ્યોને લાગુ પડતા નથી. આત્માનું મૂળસ્વરૂપ અરૂપી છે, જે ઉપયોગથી નિત્ય છે. અને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર સ્વરૂપસાધનાનાં સોપાન પ્રદેશથી સ્થિર છે. શુદ્ધ ઉપયોગમાં પૂર્ણત્વ છે. અને આનંદ છે. તે ઉપયોગ સ્વયં દુઃખમુક્ત છે. ચક્રવર્તીની પર્યાય હો કે સર્વાર્થસિદ્ધના વિમાનના દેવોની પર્યાય હો તેમના આયુષ્ય વિનાશી છે. ગમે તેટલા સુખ સમૃદ્ધિ હો પણ વિનાશી છે. સિદ્ધ પરમાત્માની પર્યાય અવિનાશી હોવાથી તેમનું સુખ પણ અવિનાશી છે. શ્રુતકેવળીના સમકિતમાં હાનિ વૃદ્ધિ થયા કરે. કારણ કે હજી તે અવિનાશીપણાને પામ્યા નથી ભવ્ય જીવનો સંસાર કાળાંતરે અનાદિસાંત છે. જેમાં તેત્રીસ સાગરોપમ જેવાં આયુષ્યો ક્યાંય સમાઈ જાય છે. અનંતકાળની અપેક્ષાએ એ બિંદુ જેવા છે. એટલે અનાદિસાંત પણ આત્માની અવિનાશી પર્યાય આગળ અતિ ગૌણ છે. આત્માના પ્રદેશો પોતે જ જ્ઞાનસ્વરૂપનો આધાર છે. તે અનાદિઅનંત મહાસત્તારૂપ છે. સહભાવી જ્ઞાનાદિ ગુણો પણ અનાદિઅનંત હોવાથી મહાસત્તારૂપ છે. તેનો આધાર પણ ચૈતન્યસ્વરૂપ આત્મા છે. સંસારી અવસ્થા અવાંતર (અંતરગત સત્તારૂપ છે. તેનો આધાર તો ચેતનાના પ્રદેશો મહાસત્તા જ છે. અવાંતર સત્તા જોકે વિનાશી છે. આત્માના આધારરૂપ જે મહાસત્તા છે તેના ઉપર અને આત્માના સહભાવી ગુણો પણ જે મહાસત્તારૂપ છે તે ઉભય મહાસત્તા ઉપર અવાંતર સત્તાનો પ્રભાવ છે. સંસારીપણામાં સાધક થઈને આપણે અવાંતર સત્તાનો નાશ - કર્મસત્તાનો નાશ કરવાનો છે. પુદ્ગલદ્રવ્યમાં પણ મહાસત્તા છે. પુદ્ગલ દ્રવ્યમાં મહાસત્તા જડત્વરૂપે છે. એ જડનો પ્રભાવ જીવ પર પડે છે. જીવવીર્યની ફુરણા જ એ જડને ગ્રહણ કરે છે. આવો વિચારવિનમય કરવાથી જડથી અલિપ્ત થવાનો ભાવ થશે, અને વૈરાગ્ય ઉત્પન્ન થશે. આત્માની મહાસત્તારૂપ પૂર્ણ ચૈતન્યને સ્વીકારવાથી તેનું લક્ષ્ય અને રુચિ દઢ થશે. ત્યારે મહાસત્તા પરની અવાંતર સત્તાથી મુક્તિ મળશે અને સ્વરૂપ નિરાવરણ થશે. Page #190 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ૧૭૩ પુદ્ગલરૂપી આપણા દેહમાં આપણે આત્મબુદ્ધિ કરીને ભોગ અને સુખબુદ્ધિ કરી છે. તેથી આત્માની મહાસત્તા ઉપર પુદ્ગલ દ્રવ્યની મહાસત્તાનો પ્રભાવ સ્થાપિત થયો છે. તે જ આત્મા પર આવરણ છે. પુદ્ગલ દ્રવ્યના જડત્વની મહાસત્તાને ઉથાપવાની છે. જેથી ચેતનાની મહાસત્તા પ્રગટ થાય. આપણે પરમાત્મા - ભગવાનને સર્વ શક્તિમાન કહીએ છીએ કારણ કે તેઓએ પોતાના સ્વબળે, વીર્યશક્તિને ફોરવીને સર્વઘાતી કર્મોનો ક્ષય કર્યો. આવરણને ખતમ કર્યું. તેઓ સર્વ અવાંતર સત્તાઓને ખતમ કરી સર્વ શક્તિમાન થયા. મતિજ્ઞાનમાં જેટલા મોહનીય ભાવો છે તે અવાંતર સત્તારૂપે છે. મહાસત્તા વૈરાગભાવને અભિપ્રેત છે. આપણે ઈન્દ્ર, ચક્રવર્તી કે સમ્રાટ બનીએ તે એકાંત સમ્યગુ નથી પરંતુ કેવળી બનવું તે એકાંત સમ્યગુ. છે. સંસારી જીવ ધર્માસ્તિકાયના નિમિત્તથી ગતિશીલ છે, અધર્માસ્તિકાયના નિમિત્તથી અયોગી ગુણસ્થાનકે જીવ સ્થિતિસ્થાપક છે. સંસારી જીવના આત્મપ્રદેશો સતતપણે કંપનયુક્ત છે. - વિશ્વમાં એકથી અધિક સજાતીય કે વિજાતીય દ્રવ્યો ન હોય તો ધમને કંઈ વિચારવાનું ન હોત. નાસ્તિકધર્મ પણ ન હોત. સને આધારે અસનું અસ્તિત્વ છે. તેમ આસ્તિષ્પને આધારે નાસ્તિપણું છે. પુગલદ્રવ્યમાં જે ગતિ અને સ્થિતિ ધર્મ છે. તેને કારણે જીવનું ત્રસ અને સ્થાવરપણું પણ જણાય છે. સંસારી જીવ નામકર્મવાળા હોવાથી અનાદિસાંત કે સાદિઅનંત સ્થિતિવાળા નથી પણ સાદિસાંત સ્થિતિવાળા છે. ગતિસ્થિતિ ધર્મો પુદ્ગલ દ્રવ્યના સંયોગે છે. આત્માના શુદ્ધ સ્વભાવમાં સ્થિતિ ગતિ નથી. પુદ્ગલ દ્રવ્ય ગતિ કરીને સ્થિતિ અને સ્થિતિ થયા પછી ગતિને પામે છે. પુદ્ગલ દ્રવ્ય સાદિઅનંત સ્થિતિ પામતા નથી. સંસારી જીવના નામ કર્મ પ્રમાણે તેને ગુણ ધર્મો હોય છે. તે પ્રમાણે વેદનીય કર્મના સુખદુઃખ પરિણમે છે. પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ જ પરિભ્રમણ છે. તેના પેટા ભેદો અઘાતીક છે. તે મોહનીય કર્મના વેદનનાં સાધન Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સ્વરૂપસાધનાનાં સોપાન છે. પુદ્દગલ દ્રવ્યમાં રૂપ રૂપાંતરપણું છે. રૂપ બદલાય, નામ બદલાય. નામકર્મની ૧૦૩ પ્રકૃતિ છે તેમાં રૂપાંતર અને નામાંતર થયા કરે છે. મોહનીય કર્મના ૨૮ ભેદોનું જીવ વિવિધરૂપે વેદન કરે છે. પુદ્ગલ દ્રવ્યોમાં વિવિધ આકૃતિ અને વર્ગો છે તેથી નામકર્મની પ્રકૃતિને ચિતારાનું નામ આપ્યું છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી વિનય-વિવેકરૂપ વ્યવહાર છે. ઊંચનીચ ગોત્ર છે. સિદ્ધાવસ્થામાં આવા ભેદ નથી. પૂર્ણપણે શુદ્ધ ઉપયોગ થાય ત્યારે તે અવિનાશી બને. છદ્મસ્થનો ઉપયોગ અંશે અરૂપી છે. તેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વાંશે અરૂપી બનાવવાનો છે. વિકારી ઉપયોગ વિનાશી અને અવિકારી ઉપયોગ અવિનાશી છે. આત્મા પરમાર્થથી ભાવાત્મક છે. ♦ પુગલ સ્વભાવથી ક્રિયાત્મક છે. ♦ કાળનો સૂક્ષ્મ અંશ તે સમય છે. ♦ ક્ષેત્રનો સૂક્ષ્મ અંશ પ્રદેશ છે. ♦ પુદ્ગલનો સૂક્ષ્મ અંશ પરમાણુ છે. દરેક દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ અન્યોન્ય ભેળવણી થવા દેતો નથી. જાત્યાંતર થતા નથી. અગુરુલઘુ ગુણની કેટલીક વિશેષતા છે. પરંતુ અગુરુલઘુ જે નામકર્મની પ્રકૃતિ છે. તેનો અર્થ શરીરમાં વજનથી ભારે હલકા અર્થમાં છે. આકૃતિના અર્થમાં નથી. તથા બીજી રીતે – સર્વ જીવો ચૈતન્ય અપેક્ષાએ સમાન છતાં ઇન્દ્રિયોના અને જન્મના ભેદથી, જાતિ, સત્તા, વૈભવના, શિક્ષણના ભેદથી લોકવ્યવહારમાં ઊંચનીચનો અવસ્થાને કારણે વ્યવહાર થાય છે. સિદ્ધ પરમાત્મા સર્વથા કર્મરહિત છે. સંકોચ વિસ્તારહિત છે. તેથી અગુરુલઘુ ગુણવાળા છે. પંદરભેદ સિદ્ધના બતાવ્યા તે પૂર્વાવસ્થા છે. ઊંચનીચ અવસ્થા ત્યાં બાધક નથી. તે અગુરુલઘુ ગુણ છે. મોક્ષમાં પૂજ્યપૂજક, ગુરુ-શિષ્ય જેવો આચાર નથી તે અગુરુલઘુ અર્થમાં છે. અગુરુલઘુગુણ અને નામપ્રકૃતિના ગુરુલઘુગુણમાં અંતર છે. આમ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ જૈનદર્શનનો દ્રવ્યાનુયોગનું આંશિક કથન શરીર પુદ્ગલ સ્કંધોનું બને છે. સ્કંધોનો ભેદ સંઘાત થાય છે. ભરાય છે. વીખરાય છે.) તે સિવાયના ચાર અસ્તિકાય દ્રવ્યોનો સ્કંધ બનતો નથી અને વીખરાતો નથી તે એક અખંડસ્કંધ છે. જીવને પુગલસ્કંધના પદાર્થો ગમે છે. પુગલ સ્કંધોની આઠ વર્ગણા છે. પાંચ શરીર, મન, શ્વાસોચ્છવાસ અને ભાષા. આ સર્વે કાર્મણ વર્ગણારૂપ છે. પુદ્ગલાસ્તિકાય અનેક ભેદવાળું છે. એક જાતિ છતાં અનેક ભાતવાળું છે. જીવ અને પુદ્ગલનું યુગલ તે સંસાર છે. પુદ્ગલદ્રવ્ય સ્કંધરૂપ છે, અને જીવ જ્ઞાનદર્શન શક્તિવાળું છે. પરંતુ દેહભાવથી એ શક્તિ વડે ઈષ્ટ સ્કંધો - પદાર્થો મેળવે છે. એની કર્મ પરંપરાથી સંસારયાત્રા ચાલુ રહે છે. કર્તાભોક્તાભાવ તેનું મુખ્ય કારણ છે. જીવના મૂળ સ્વરૂપમાં તેનું કંઈ પણ સ્થાન ન હોવા છતાં ઈષ્ટાનિઝ બુદ્ધિ વડે મમત્વ ભાવથી જીવ તેનો કર્તાભોક્તા બને છે. પુદ્ગલનો કોઈ સ્વતંત્ર સ્કંધ નથી. આત્મના અસંખ્ય પ્રદેશોનો જે પિંડ છે તે સ્વતંત્ર છે. તેમાં અન્ય આત્માના પ્રદેશોની ભેળસેળ થતી નથી. પુગલના સંયોગે સંકોચ વિસ્તાર પામે છે. છતાં સંલગ્ન રહે છે તેમાં ભેદ થતો નથી. પુદ્ગલ સ્કંધોમાં ભેળસેળ થાય છે. ભેદ સંઘાત થાય છે. (વીખરાવું ભળવું) આત્માના એક પ્રદેશમાં કે અસંખ્ય પ્રદેશોમાં તથા સર્વ આત્માના સર્વ પ્રદેશોમાં મૌલિક સ્વરૂપે સમાનતા છે. ભેદ નથી. પુદ્ગલ દ્રવ્ય સમાન નથી. રૂપ, રસાદિ પરિવર્તન પામ્યા કરે છે. જેથી આત્મા નિત્ય અને અખંડ કહ્યો છે. પુદ્ગલને ક્ષણિક અને ખંડિત કહ્યું છે. દ્રવ્યત્વ = દ્રવ્ય કોને કહેવાય? “ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્” ગુણ કોને કહેવાય ? પદાર્થની કાર્યશક્તિને ગુણ કહેવાય. કાર્યશક્તિથી દ્રવ્યની જાતિ જણાય તે ગુણ. જે ગુણ સક્રિયપણે કાર્યશક્તિમાં વર્તતો હોય તે પર્યાય કહેવાય. પર્યાય એટલે અવસ્થા - દશા - સ્થિતિ. ગુણ, સહભાવી હોવાથી નિત્ય છે. પર્યાય નિત્યાનિત્ય છે. ગુણ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સ્વરૂપસાધનાનાં સોપાન પોતાના પૂરા દ્રવ્યમાં રહે તેવો અભેદ સંબંધ છે. ગુણનો આધાર આત્માના પ્રદેશપિંડત્વનો છે. તે અનાદિઅનંત છે. સાદિસાંત કે સંયોગ વિયોગરૂપ નથી. ગુણપર્યાયનું સ્વભાવ કાર્ય ન હોય તેથી તે દ્રવ્ય ન કહેવાય. શક્તિરૂપે ગુણ પોતાનો છે. ઉપયોગ કાર્ય અન્યમાં થાય છે. જેમ ગતિ સ્થિતિ સહાયક તત્ત્વો પોતાના ગુણરૂપે રહીને અન્યમાં કાર્ય નિમિત્ત) કરે છે. દ્રવ્ય ગુણપર્યાય યુક્ત હોય. દ્રવ્ય મૂળ સ્વરૂપ હોવાથી મહાસત્તા છે. ગુણપર્યાય અવાંતર સત્તા છે. છબસ્થ જીવો દ્રવ્યને મહાસત્તાના નિયમથી નહિ પણ અવાંતર સત્તા - વિશેષપણાથી જાણે છે. પાંચ અસ્તિકાય એ વિશ્વની રચના - સ્વરૂપ છે. તેના સર્વ પર્યાયો કેવળીગમ્ય છે. આત્મા સ્વરૂપથી લોકાલોક પ્રકાશક છે. લોકસ્વભાવ જગતની વ્યવસ્થામાં અનાદિઅનંત છે. ચૌદ રાજલોકના જીવોના સંસારી ભાવ, અને પુદ્ગલ દ્રવ્યનો બદ્ધ સંબંધ તે કર્મરાજાની રમત છે. તે આત્માની મહાસત્તાથી ભિન્ન છે. માટે જીવે સાક્ષીભાવે રહેવાનું છે. દ્રવ્યની મહાસત્તામાં પ્રદેશ પિંડત્વ આધાર તત્ત્વ છે ગુણ-પર્યાયની અવાંતર સત્તા એ આધાર આધેય ભાવ છે. યદ્યપિ આત્માના સહજ ગુણો જ્ઞાનાદિ મહાસત્તારૂપ છે. ગુણોના બે ભેદ પડે છે. ૧. અપૂર્ણ ગુણો, ૨. પૂર્ણ ગુણો. સિદ્ધત્વ પૂર્ણ ગુણ છે, જેમાં દ્રવ્ય, ગુણપર્યાય અભેદ થાય છે. કારણ કે તેમાં કોઈ રૂપાંતર કે ક્ષેત્રમંતર નથી. ત્રણે સ્વભાવથી શુદ્ધ થયા છે. સંસારીના બધા ગુણો અપૂર્ણ છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સર્વ સંસારી જીવોનો પુગલની પર્યાયો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેથી ક્ષેત્રમંતર, પરિવર્તન વગેરે થાય છે. સિદ્ધ પરમાત્માને પુગલ દ્રવ્ય સાથે કોઈ સંબંધ નથી. શરીરધારી કેવળી ભગવંતોને પુગલ સાથે નૈમિત્તિક સંબંધ હોય, પરંતુ તેનું કર્તુત્વ ન હોય. આઠ કર્મોના ઉદયવાળી જગતની અવસ્થાઓ તે જીવની નિજી પર્યાય Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન નથી પર પર્યાયો છે. કારણ કે પુદ્ગલ દ્રવ્ય પર છે. તેથી તેનો સંબંધ પર છે. જ્ઞાન-અજ્ઞાન, સુખ-દુઃખ, મોહ-નિર્મોહ, વગેરે કંઢો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનું મિશ્રણ છે. તે ગુણ નથી. ગુણપર્યાય બંને આત્માના આધારે હોવા છતાં ગુણ સહભાવી છે. પર્યાય ક્રમવર્તી છે. જીવની અશુદ્ધ અવસ્થામાં મોહનીયના ભાવો ગુણ-પર્યાય બંને રૂપ છે. દ્રવ્યાનુયોગ વડે આત્માને સમજે તો પરભાવથી મુક્ત થવાય. પુદ્ગલ આદિ અસ્તિકાયોની સહજ ક્રિયા સમજાય તો આત્માની જ્ઞાનદશા સમજાય. પર પદાર્થોને જાણવાની પંચાત ત્યજી દો. પોતાના પૂર્ણજ્ઞાનને પ્રગટ કરો તેમાં સમગ્ર વિશ્વ જણાશે. જાણવા જોવા માટે દોડવું નહિ પડે. દોડીને બંધાવું નહિ પડે. દ્રવ્ય કેવું છે? ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્ તે સત્ છે. અર્થાત દ્રવ્યનું અસ્તિત્વ ત્રિકાળ છે. દરેક દ્રવ્યને પ્રદેશ પિંડત્વ અને જાતિત્વના ગુણો અસ્વિરૂપે પ્રાપ્ત થયેલા છે. તે અર્થ ક્રિયાકારી સત્ વસ્તુ છે. જે દ્રવ્યનો જે ગુણ હોય તે રૂપ સહજ ક્રિયા થાય તે અર્થ ક્રિયાકારી–વસ્તુ છે. સાધકે પોતાના જ્ઞાનગુણને વસ્તુત્વ ધર્મમાં ટકાવવાનો છે. જેથી સ્વધર્મ પ્રગટ થાય અર્થાત જ્ઞાનને પરમાં જોડવાનું નથી. સંસારી જીવ સિવાય દરેક દ્રવ્યમાં વસ્તુત્વધર્મ સહજપણે ટકે છે. મોહભાવરહિત નિર્વિકલ્પ જ્ઞાનક્રિયા વસ્તુત્વરૂપે કહેવાય. મતિ, ચુત, અવધિ, મન:પર્યાય આ ચારે જ્ઞાન, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી પરિચ્છિત્ર - ખંડરૂપ છે. જેના વડે અપરિચ્છિન્ન - અખંડ એવું કેવળજ્ઞાન કેવી રીતે પકડાય? તેથી તે જ્ઞાન અગમ્ય, અકલ, અદ્વિતીય, અભેદ કહેવાય છે. મતિ - શ્રુતજ્ઞાનમાં સમયાંતર ઉપયોગ છે. કમથી શ્રવણ મનન. થાય છે. તે પરિછિન્નતા છે. અવધિ અને મન:પર્યવ પણ સમયાંતરે જાણે છે. આકાશ, ધર્મા, અધર્માસ્તિકાય નિત્ય અખંડ છે. જીવ કે પુદ્ગલ જ્યાં જાય ત્યાં તે પોતાના વર્તુત્વે ગુણ પ્રમાણે અવગાહના, ગતિ અને Page #195 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન • સ્થિતિમાં અન્યોન્ય નિમિત્ત થાય. ચૌદરાજ-લોકમાં ક્યાંય ભેદ નહિ. ભીડ નહિ. રૂકાવટ નહિ. પરમાણુથી માંડીને મોટા સ્કંધો વિમાન જેવાં સાધનો, માનવો, દેવો, સૌ માટે એક જ નિયમ તેવી અદ્ભુત રચના છે. પુદ્દગલ દ્રવ્ય ચોદરાજલોક વ્યાપ્ત છે. છતાં તેની પર્યાયોમાં વિચિત્રતા છે. ભેદ છે. ખંડ છે. સ્વર્ગાદિ ભિન્ન છે. તેથી ભોક્તાને સ્પર્શ-વર્ણાદિ ભિન્ન ભિન્નરૂપે છે. એકરૂપ લાગતું નથી. ધર્મનું રહસ્ય એ છે કે પર પદાર્થોથી વિમુખ થઈ આત્મ સન્મુખ થવું. સ્વરૂપ સ્વસંવેદ્ય છે. તેનું વેદન કરો. આત્માના અસંખ્ય પ્રદેશો અભેદ (ઐક્યતા) અને અભેદ્ય છે. તે અનાદિ અનંતકાળ તેમજ રહેવાના છે. તેમાં કોઈ કાળે ભેદ પડવાનો નથી. પુદ્ગલ દ્રવ્ય ભેદરૂપ છે. ભેગાં થાય અને છૂટાં પડે. જીવ માત્રના આત્મ પ્રદેશોની સંખ્યા - સમ એટલે અસંખ્યાત પ્રદેશી છે. ચૈતન્ય જાતિએ સમ છે. ગુણપ્રાપ્તિમાં સમ છે. સંસારી જીવને પુદૂગલ સંગે-સંકોચ વિસ્તાર થાય. કીડી જેટલા શરીરમાં એ અસંખ્યાત પ્રદેશો સંકોચ પામે, હાથીના શરીરમાં એ જ જીવના પ્રદેશો વિસ્તાર પામે. વધઘટ થાય નહિ. પુદ્દગલ દ્રવ્યના પોતાના સંકોચ વિસ્તારમાં સમ સંખ્યા રહેતી નથી. પુદ્દગલ સ્કંધોના પ્રદેશોની સંખ્યા વિષમ હોય છે. ૧૭૮ જીવ સાથે જે મોહનો - દેહનો વળગાડ છે તેનો સાધકને બોજો લાગવો જોઈએ. મોહનીયની પીડાનું વેદન થવું જોઈએ. તો ભવ નિર્વેદપણું આવે. માત્ર મોક્ષની અભિલાષા ટકે. માટે તત્ત્વોનો શાસ્ત્રાભ્યાસ કરી અંતર્મુખ થવાનું છે. શાસ્ત્રમાં જોવાનું નથી. શાસ્ત્રને વળગી રહેવાનું નથી. બોધને વળગવાનું છે. બોધને જીવનમાં ઘટાવવાનો છે. નિરાવરણ જ્ઞાનરૂપ પરમાત્માને દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે અભેદ-શુદ્ધરૂપ છે. સાવરણ આત્માને દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદાભેદ છે. દ્રવ્ય-ગુણ સત્તામાં શુદ્ધ હોવાથી અભેદ છે. પર્યાયમાં મિલનતા હોવાથી ભેદ છે. મિલનતા યજીને નિત્ય અવસ્થાનું - ત્રિકાળીનું લક્ષ્ય કરવાનું છે. ગુણની વ્યાખ્યા : દ્રવ્યના આધારે ગુણ છે ગુણને જેમ આધારની Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ૧૭૯ જરૂર છે તેમ ગુણને અર્થ ક્રિયા હોય. દ્રવ્યનો અસાધારણ ગુણ જાતિભેદ કરે. જેમ કે આત્માનો ચેતના ગુણ પુદ્ગલનો જડત્વ ગુણ છે. દ્રવ્યના પૂરા પ્રદેશમાં વ્યાપીને રહે, દ્રવ્ય ગુણ વગરનું ન હોય. અને ગુણ અક્રિયા વગરનો ન હોય. દ્રવ્યને જ્યારે મૂળ સ્વરૂપે જુઓ ત્યારે તે સામાન્ય નિર્વિકલ્પ) હોય. ગુણ વિશેષ હોય. જ્યારે ગુણ સામાન્ય હોય ત્યારે પર્યાય વિશેષ બને. ગુણની અર્થ ક્રિયા એ પર્યાય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનો મૂળ ગુણ જ્ઞાન છે, જાણવાની ક્રિયા એ પર્યાય વિશેષ. જેમ વૃક્ષનું મૂળ સામાન્ય, પણ થડ પાંદડાં વિશેષ, કારણ કે તે તેની અર્થ ક્રિયા છે. વૃક્ષ પાંદડાં વગેરેથી શેય બને છે. જ્ઞાનનો ગુણ જાણવું, જાણવાની ક્રિયા તે પર્યાય. પર્યાયનાં લક્ષણો: એકતમ્ ચ બહુતમ્ ચ સંખ્યા સંઠાનમેવમુ ચ, સંજોગમું વિજોગમ્ ચ પજ્જયણામ તુ લખાણા.... એક થવું, બહુ થવું. સંખ્યા, સંસ્થાન, પ્રદેશી, સંયોગ, વિયોગ થવો વગેરે પર્યાયનાં લક્ષણો છે. દરેક સમયે બદલાતી અવસ્થા છે માટે પર્યાય દૃષ્ટિને છોડવી અને ત્રિકાળી ધ્રુવને લક્ષ્ય બનાવવું. એકત્વ અને પૃથકત્વ એ પર્યાયનું લક્ષણ છે. એકત્વ એટલે દ્રવ્યનું જાત્યાંતર ન થવું. અનેકત્વમ એટલે પદાર્થને અનેક પાસાથી જોવો. જેમ કેરી એક પદાર્થ છે તે અન્યરૂપે નથી. પરંતુ તેમાં રંગ રૂપ જાતિ વગેરે ઘણા પ્રકાર છે. દરેક પદાર્થનું કાર્ય અલગ અલગ હોય છે. એક જ દ્રવ્યમાં સજાતીય ઘણા ગુણો હોય. જો પર્યાય મલિન તો તેના આધારરૂપ પ્રદેશ પર મલિનતા હોય. વિહરમાન કેવળી ભગવંતને અઘાતીકનો ઉદય હોવાથી પ્રદેશ મુક્તિ ન હોવાથી તેટલી અશુદ્ધિ કહેવાય. ઉપયોગની પૂર્ણ શુદ્ધિ છે. આત્મા પોતાના જ્ઞાન, દર્શન, આનંદ સુખને એક જ સમયે વેદે છે. ક્રમ પડતો નથી. જેમ આહારના એક પદાર્થનો જીભને સ્પર્શ થતાં તેમાં રહેલા રસો એક સાથે જણાય છે. (ક્રમિક હોવા છતાં). આત્માની પર્યાયો સમુચ્ચય - અવિનાશી બને ત્યારે તે આત્માના Page #197 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન પ્રદેશે પ્રદેશે સ્થિરતા પામે. ત્યાર પછી ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. તેરમે ઇર્યાપથ આશ્રવ જેવી સકંપ અવસ્થા છે. છતાં બંધ નથી. મન બુદ્ધિ ચિત્ત સૌ આત્મા વડે પ્રકાશિત છે. અને કાર્ય કરે છે. તે સર્વેને આત્મામાં લય કરો તો મન, બુદ્ધિ, ચિત્તનો નાશ થઈ કેવળ જ્ઞાન ઉપયોગ કાર્યાન્વિત બનશે. મન, બુદ્ધિ, ચિત્તનું મૂલધાર આત્મા છે. આત્મા સર્વસ્વ છે, મન કંઈક છે. અજ્ઞાન વડે મન સર્વોપરી જણાય છે. દેહમાં દીર્ઘકાળથી રહેવા છતાં આત્મા જડ રૂપે બન્યો નથી, તેથી આત્માનો ચૈતન્ય ગુણ પૂર્ણપણે વિકાસ પામી શકે છે. જીવ સંસારથી સર્વથા મુક્ત થઈ શકે છે. પૂર્ણ આનંદને પ્રાપ્ત કરે છે. ૧૮૦ કંઈ જ ન જાણે તે છદ્મસ્થ એમ નથી. ભલે સર્વ ન જાણે. પણ ચેતન હોવાથી કંઈક જાણે છે. હું મનુષ્ય છું તે પર્યાય (અવસ્થા) છે. જાણનાર તત્ત્વ આત્મદ્રવ્ય છે. મનુષ્યપણું એ સંસારી જીવની કર્મજનિત વર્તમાન પર્યાય છે. વળી ભવાંતર થતા આત્માને દેહનો નવો પર્યાય થાય છે. દેવ પર્યાય મળતા હું દેવ છું તેવી પર્યાયબુદ્ધિ થાય છે. સિદ્ધ પરમાત્મા ત્રણે કાળ ત્રણે પ્રકારે શુદ્ધ રહેવાના છે. તેમની પર્યાય બદલાવાની નથી તેથી તેઓના દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદ છે. તેમનું રૂપ નથી બદલાતું તેથી નામ બદલાતું નથી. વળી તેને અપાતા સર્વ વિશેષણો પણ અભેદ રહે છે. નિરંજન = શુદ્ધ. નિરાકાર એકાકાર પૌદ્ગલિક આકાર રહિત. સ્વરૂપ એકતા. તદાકાર = સ્વરૂપ સાથે તદ્રુપ. અચલ = અત્યંત સ્થિર. અનંત સિદ્ધોનું સુખ, શુદ્ધતા, સ્થિરતા વગેરે સર્વ સમાન છે. સંસારી જીવના વિશેષણોના અર્થ એક નહિ આવે. મનુષ્યના લક્ષણ દેવમાં નહિ હોય. પૌદ્ગલિક પદાર્થના નામ બદલાય આકાર બદલાય, ટેબલ-ખુરશી, બંગડી, વીંટી વગેરે. જે જે અનંત આત્માઓ નિરાવરણ થયા છે અગર = = Page #198 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ૧૮૧ થશે ત્યારે દરેકની સ્વરૂપ ઐક્યતા અભેદ હોય અને રહે. મૂળ સ્વરૂપે અરૂપી દ્રવ્યોના પર્યાયની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યના સજાતીય અનંત દ્રવ્યો છતાં તેમાં પર્યાયોની એકરૂપતા હોતી નથી. આત્મદ્રવ્યનું અરૂપીપણું સર્વથા ટળી જતું નથી. સંસારી જીવને દેહ સંયોગે રૂપીપણું અને સ્વરૂપે અરૂપીપણું ઉભય અવસ્થાઓ છે. સિદ્ધ થતાં રૂપીપણું ટળે છે. જ્યારે પુદ્ગલ આત્માથી છૂટું પડે તોપણ તેનું રૂપીપણું ટળતું નથી, પણ રૂપાંતર થાય છે. અજ્ઞાન કદી અજ્ઞાનને જાણવા ન દે. માયા કદી માયાને જાણવા ન દે, વળી ઈરાદાપૂર્વક જ્યાં અસત્ય બોલવું તે માયામૃષાવાદ – દંભ છે. આ સર્વે પરભાવ છે. જો સ્વાર્થ કે માયા ન હોય તો સત્ય વાણી બોલાય. સ્વરૂપમાં આવવા માટે સંયમ નિયમમાં રહેવાનું છે. સિદ્ધ પરમાત્મા વાસ્તવિક સ્વરૂપમાં છે. સંસારી જીવ અવાસ્તવિક જીવનમાં છે એટલે કર્મના ઉદય પ્રમાણે ફળ ભોગવે છે. જેથી સ્વરૂપ પણ નિયમરૂપ બનતું નથી. માટે આવરણને દૂર કરી સ્વરૂપમાં રહેવાનું છે. લોકાલોકના દેશભાગે લોકાકાશ-આકાશાસ્તિકાય છે. તે આકાશાસ્તિકાયના દેશ (અલ્પ) ભાગે ધર્મો અધર્માસ્તિકાય દ્રવ્યો છે. ધર્મા-અધર્માસ્તિકાયના દેશ ભાગે રહેલા સંસારી જીવો અને પુદ્ગલો ગતિપૂર્વક સ્થિતિ અને સ્થિતિપૂર્વક ગતિ કરે છે. સમગ્ર જીવોના અનંતમા ભાગે સિદ્ધ ભગવંતો આકાશક્ષેત્રમાં ગતિપૂર્વક સ્થિર સાદિઅનંતભાગે કહેલ છે. આકાશ-ધર્મા-અધર્માસ્તિકાયના પ્રદેશોમાં વિસ્તાર નથી. પોતે પોતાના જ પ્રદેશમાં છે. તે દરેક પ્રદેશની પ્રદાન શક્તિ પૂર્ણ છે. વધઘટ માત્રાવાળી નથી. સિદ્ધ પરમાત્માના આત્મ પ્રદેશો જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ છે. પુદ્ગલદ્રવ્યના દરેક પર્યાયો ભેદવાના છે. તેથી તે પર્યાયો સાદિસાંત છે. અરૂપી દ્રવ્યોના પ્રત્યેક પ્રદેશે ગુણો પૂર્ણ છે. અભેદરૂપ છે. તેથી તેમાં સાદિસાંત પર્યાયો નથી. અનાદિ અનંત છે. જીવને આવરણ પુદ્ગલદ્રવ્યનું છે. વિકૃતિ એ ચૈતન્યની અશુદ્ધ પર્યાય છે, તેથી રાગદ્વેષનો આધાર જીવ દ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્ય નિમિત્ત સંબંધ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સ્વરૂપસાધનાનાં સોપાન છે. પ્રકૃતિ, સ્થિતિ સ્થિતિ રસનો આધાર કાર્મણવર્ગણા છે. પુદ્ગલદ્રવ્ય = દ્રવ્ય, ગુણ અને પર્યાવથી ખંડિત છે. શુદ્ધાત્મદ્રવ્ય = દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અખંડિત છે અને અભેદ છે. દ્રવ્યનું સત્પણું = અનાદિઅનંતકાળ ત્રિકાળ રહેવું તે સત્. અખંડ દ્રવ્ય એટલે અસંખ્ય પ્રદેશ પિંડત્વ. આત્માનો એક પ્રદેશ એ દ્રવ્યાંશ પર્યાય છે. કેવળજ્ઞાન એ ગુણાંશ પર્યાય છે. આત્મ દ્રવ્ય સ્કંધ અને પ્રદેશયુક્ત છે. પણ દેશભેદ નથી કારણકે આત્માનું જ્ઞાનકાર્ય જ્ઞાન પ્રત્યે છે (ય પ્રત્યે હોવા છતાં) અને સર્વ ગુણોનું વેદનરૂપ કાર્ય એક સમયે અભેદ છે, સમકાલીન છે, અક્રમ છે, અખંડ છે. આત્મા, ધમ-અધર્મા-આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ ત્રણ ભેદ છે. પુગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ ચાર ભેદ છે. પુદ્ગલનો પ્રદેશ છૂટો પડી પરમાણુ બને છે. પરમાણુનું ભેગું થવું તે સ્કંધ છે. ૦ આત્મામાં જ્ઞાનરસશક્તિ સિદ્ધ છે. ૦ આકાશમાં અવગાહન પ્રદાનરસ શક્તિ સિદ્ધ છે. ૦ ધર્મામાં ગતિ પ્રદાનરસશક્તિ સિદ્ધ છે. ૦ અધમમાં સ્થિતિ પ્રદાનરસ શક્તિ સિદ્ધ છે. ૦ કાળમાં પરિવર્તનશીલ શક્તિ છે. આ દરેકની સિદ્ધતા સહજ છે. કદી ખૂટે નહિ. અન્ય પદાર્થો પરત્વે તે પદાર્થોની સહજ શક્તિની સિદ્ધતા ત્રિકાળ કાર્યરૂપ રહે છે. એક સમય માટે પણ તિરોહિત નથી તે તેની અવિનાશીતા છે. જીવદ્રવ્યની અપેક્ષાએ ચેતનની સંખ્યા અનંતની પણ ભેદ અસંખ્યાતા ચોર્યાશી લાખ યોનિ પ્રમાણ. આત્માના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતા છે. જીવમાત્રને ભેદદષ્ટિથી જોવા તે વ્યવહાર છે, બાહ્ય દૃષ્ટિ છે. સ્વરૂપ અભેદ છે. ભેદ દૃષ્ટિને સાધન બનાવી અભેદ થવાનું છે ! હું સિદ્ધ સ્વરૂપ છું | એ શ્રેષ્ઠ અધ્યવસાયથી ભેદદષ્ટિ ટળી જાય છે. પુદ્ગલ દ્રવ્યો પણ ઉપાદેય બની શકે છે, જેમ કે મૂર્તિ, શાસ્ત્રો Page #200 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ૧૮૩ વગેરે. જીવનો પુદ્ગલ સાથેનો કર્તાભોક્તા ભાવ બંધનરૂપ છે. તેને દૂર કરવા પુદ્ગલનો દ્વેષ બતાવ્યો છે. તે પણ ઉપચાર છે. પાંચે અસ્તિકાયના દ્રવ્ય-ગુણ-પર્યાયની વિચારણા આત્માના ગુણને કેળવવા માટે છે. ગુણોનું સાવરણ થવું તે ખંડિતદશા છે; કારણ કે કેવળજ્ઞાનાદિ ગુણોનું સંવેદન નથી થતું. જ્યાં એકાગ્રતા – સ્થિરતા આવે ત્યારે આનંદ અનુભવી શકાય. ભોગ્ય પદાર્થો ભેગા થાય અને આનંદ આવે તે નિરૂપાધિક આનંદ નથી. આનંદ ભોગ્ય છે અને આનંદ સાથે ભોક્તાનો અભેદ સંબંધ તે સાચો આનંદ છે. ઘણા પ્રકારોનું અભેદ થવું તેમાં જે ભૌતિક આનંદ આવે તે કૃત્રિમ આનંદ છે. જેમ કે રસેન્દ્રિયના ભોગમાં, શ્રમ, સાધન, ક્રિયા, કાળ વગેરે પ્રકારો હોય ત્યારે સુખ મળે છે. અન્ય ક્ષેત્રે એવું જ છે. સ્વરૂપ ભોગાવસ્થામાં સાધન, શ્રમ વગેરે અલગ ભેદ હોતા નથી. કેવળજ્ઞાન થતાં એક સમયમાં આત્માના સર્વ પ્રદેશે સર્વ ગુણોનો આનંદ સાદિઅનંત અવસ્થાનો છે. સ્વરૂપ ઉપયોગમાં સ્થિરતા કરવાથી સ્વાધીન સુખ સ્વક્ષેત્રે પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં સ્વરૂપ પ્રાપ્ત છે. તેની ઇચ્છા કરવાની નથી. ઇચ્છા પર વસ્તુની કરવી પડે છે. પુદ્ગલના બનેલા સાધનોમાં આત્માનું સ્વરૂપ નથી. તેને સાધન બનાવી તીવ્ર વૈરાગ્ય - મોક્ષની ઇચ્છા રૂપ અસાધારણ કારણ (ચિત્ત શુદ્ધિ) નિર્માણ કરવાથી સ્વરૂપ વેદના થાય છે. સંસારમાં ક્રિયા પુદ્ગલની પણ સત્તા આત્માની છે. આવરણ છે ત્યાં સુધી પુગલની સક્રિયતા રહેવાની. પુદ્ગલદ્રવ્યમાં ઈષ્ટભાવ તે મોહનું પરિણામ છે. હિંસા મૃષા, ચોરી, મૈથુન, પરિગ્રહમૂછ તે મોહનાં સાધનો છે. જો મોહ કરવો છે તો સર્વત્ર કરો જે પ્રેમ સ્વરૂપે પ્રગટ થશે, જેથી બંધનકર્તા નહિ થાય. મોહજનિત મૂઢતા જશે. ચારિત્ર મોહનીય પણ જશે અને જીવ ક્ષાયિકભાવ પામશે. સ્વરૂપ ઉપર પૂર્ણ વિશ્વાસ આવે મોહ ટકી ન શકે અને સ્વરૂપ અનુભવ થયા વગર ન રહે. પ્રજ્ઞા અને વિવેકનો પ્રકાશ જ એવો છે કે મોહ સ્વયં દૂર થઈ જાય છે. દ્રવ્ય સામાન્ય, ગુણ વિશેષ, ગુણ સામાન્ય, પર્યાય વિશેષ, કોઈ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સ્વરૂપસાધનાનાં સોપાન પણ ગુણ દ્રવ્યનો અંશ છે. પર્યાય એટલે દ્રવ્યાંશ. અંશ સ્વતંત્ર નથી. એ દ્રવ્યોનો અંશ છે. અંશને સ્વતંત્ર ગણીએ તો તે દ્રવ્ય ગણાય. પ્રદેશપિંડ આધારરૂપ દ્રવ્ય ન હોય તો ગુણ ન હોય. ગુણ ન હોય તો દ્રવ્ય ન હોય. તેમાં રૂપાંતર ન થાય તે દ્રવ્યનું અખંડપણું છે. તે અખંડપણું કેવળીગમ્ય છે. સંસારી છદ્મસ્થ જીવ કોઈ પણ પદાર્થને જોશે. સાંભળશે, બોલશે ભેદથી જ. ભેદો અને વિકલ્પો કેવળ હીન તત્ત્વ નથી. તે માત્ર અપૂર્ણતા સૂચવે છે. એક જ સમયે થતું જ્ઞાન જે અભેદ છે, તેમાં જ્ઞાતાદ્રષ્ટાપણું મુખ્ય છે. કેવળજ્ઞાન ત્રણે કાળમાં ઉત્પન્ન થાય છે. ક્ષેત્રભેદ ભલે હો, જો વર્તમાન કે ભવિષ્યમાં કેવળજ્ઞાન ન થાય તો તે ભૂતકાળમાં ન હતું તેમ માનવું પડે. ત્રણે કાળમાં તેનું પ્રાગટ્ય છે તેથી તે અનાદિ અનંત છે. અંતરળમાં વિરહકાળ હોય. પણ સત્તાથી ભેદ ન હોય. છબસ્થ જીવદ્રવ્ય ભાવયુક્ત હોવા છતાં ભાવ ફરતા હોવાથી દ્રવ્ય -ભાવ ભેદરૂપ છે. કેવળી ભગવંતને દ્રવ્ય-ભાવ અભેદ છે. તે યથાસ્થિત સાદિઅનંત છે. પુગલદ્રવ્ય એક તેની પર્યાય અનંત તેથી પર્યાય ગહન અને મહાન છે. પર્યાય સ્વયં દ્રવ્યથી એક છે પણ પર્યાયથી પર્યાયો અનંતરૂપે છે. તે સર્વે જાણનાર ચૈતન્ય-આત્મા મહાન છે. માટે આત્મા સર્વ સત્યનું સત્ય. સારનું સાર. સનું સત્ છે. સ્વરૂપ વિશેષ એ એનું સ્વરૂપ છે, તે દેહરૂપ નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સાપેક્ષતા - દ્રવ્ય = દ્રવ્યમાત્ર સ્વમાં રહીને પરિણમન કરે. ક્ષેત્ર = આત્મ પ્રદેશો જે ક્ષેત્રે અવગાહન કરે તે, (દેપ્રમાણ, આકાશપ્રદેશ, આસનક્ષેત્ર. વ્યવહાર અપેક્ષાએ.) કાળ = મતિજ્ઞાન આદિના ઉપયોગનો સ્વકાળ તે નિશ્ચયકાળ. વાર, તિથિ, વર્ષ વગેરે વ્યવહાર કાળ. Page #202 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ૧૮૫ ભાવ = નિશ્ચયથી આત્માના ના દર્શનાદિ ગમત લાં આવરણો, વચ્ચે પણ યથાવત્ રહે. જૈનદર્શનમાં દ્રવ્યાદિનું પૂર્ણ સ્વરૂપ બતાવ્યું છે. આત્મામાં રહેલા પૂર્ણ ગુણોનું સ્વરૂપ, રમ્યગુભાવો, અહિંસાની સૂક્ષ્મતા, દાન, નિષ્કામ સેવા, વૈયાવચ્ચ જેવા નિમિત્તા 3 ગુણરૂ૫ શ્રેષ્ઠતા બતાવી છે. અહિંસામાં પકાય ની રક્ષા, ભાવમાં જિનકલ્પદશા, અનશનની સ્વૈચ્છિકતા, ધ્યાનમાં નિર્વિકલ્પદશા, કાયોત્સર્ગ વડે આત્માની દેહથી ભિન્નતા, શુદ્ધ અરૂપી આત્માનું સંવેદન, મૌન વડે વિશ્વ સાથે વ્યવહારિક સંબંધનું વિસર્જન, આત્માની અભેદ અવસ્થાને પામવાનું, વગેરે જૈન દર્શનની વિશિષ્ટતા અને પરાકાષ્ઠા છે. સિદ્ધ પરમાત્મા યોગાતીત, નિરાકાર, ગૂિંણ છે. સયોગી અવસ્થામાં દેહ છતાં દેહાતીત દશા, સાધનાતીત અવસ્થા, અમરત્વ, ક્ષાયિકભાવો. જેનદર્શનનાં સર્વોચ્ચ રહસ્યો છે. દ્રવ્યનું સ્વરૂપ ગુણથી નક્કી થાય છે. ગુણ સહભાવી અને અનાદિઅનંત સ્થિતિવાળા છે. પર્યાય સાંદિરાંત હોય. દરેક જીવની અપેક્ષાએ અનાદિઅનંત છે. દ્રવ્ય માટે ગુણ લક્ષણ કહેવાય. છતાં અન્ય દ્રવ્ય પરત્વે કાર્યરૂપ થાય ત્યારે શક્તિ કહેવાય. ગુણ ભેદ કરી વિશેષતા બતાવે તે પર્યાય કહેવાય. પર્યાય ગુણભેદક છે. ગુણ દ્રવ્ય ભેદક (જણાવે) છે. આકાશનો ગુણ અવગાહના પણ અન્ય પદાર્થોને જગા આપે. એ અપેક્ષાએ શક્તિ પર્યાય કહેવાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યની અસરમાં હોય ત્યારે તે અશુદ્ધ કહેવાય. સંસારી જીવની અશુદ્ધતા પર પદાર્થના રાગાદિભાવથી છે. મતિજ્ઞાનના ઉપયોગમાં જે સુખની ઇચ્છા થાય છે, તે પુગલ, દેહ, ઇન્દ્રિય આશ્રિત છે. જીવનો દૃષ્ટિપાત-ઉપયોગ અનાદિકાળથી જડ પર છે. નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, તેનો બોધ પામી હે જીવ! વિચારજે કે કર્મ સત્તાનો ગમે તેવો પ્રભાવ હોય તો તે તારા સ્વરૂપને – ગુણને ભલે દબાવે પણ તારા સ્વરૂપનો નાશ કરી શકે તેમ નથી. માટે તું Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નિરાવરણ થવાનો પુરુષાર્થ કર. પાંચે અસ્તિકાય દ્રવ્યો સ્વયંભૂ છે. તે કોઈનાથી બનતા નથી અને બગડતા નથી. તે દ્રવ્યોના પ્રદેશના આધારે ઉત્પાદ વ્યય થાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમ કહેવું તે ઉપચાર છે. વાસ્તવમાં જ્ઞાન નિરાવરણ બને છે તે કેવળજ્ઞાન છે. સ્વભાવગત વસ્તુ કે સજાતીય વસ્તુ સ્વયં આવરણરૂપ ન થઈ શકે એટલે જ્ઞાન આત્માને આવરી શકતું નથી. ઘાતીકર્મો આત્માના ગુણોને આવરે છે. આત્માના પ્રદેશોની સત્તાને આવરણ થતું નથી. આત્માને નિરાવરણ થવા સ્વબળની જરૂર છે. કાળ શું વસ્તુ છે ? કાળ એટલે વર્તના-પરિવર્તન. કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી. છતાં પ્રતિ સમયે પદાર્થોમાં થતા ઉત્પાદ વ્યયમાં કાળ ઉપરિત દ્રવ્ય મનાયું છે. વ્યવહાર અપેક્ષાએ કાળ સમયથી માંડીને યુગો પર્યંત અનાદિઅનંત મનાયો છે. ભગવાનની મૂર્તિમાં આપણે જે ભગવદ્ભાવ કરીએ છીએ તે મૂર્તિને પણ સાદિસાંત કાળ લાગુ પડે છે. આપણા આત્મામાં જ પરમાત્મભાવ છે તે કાળ અપેક્ષાએ અનાદિઅનંત છે. અનાદિ અનંતકાળની અપેક્ષાએ પ્રત્યેક સમય કાળનું મધ્યબિંદુ છે. જેમ આકાશાસ્તિકાયનો પ્રત્યેક પ્રદેશ મધ્યબિંદુ છે કારણ કે તે અસીમ દ્રવ્ય છે. જીવ અને પુદ્ગલનું પરિવર્તનપણું તે કાળ છે. ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાયનું વિનાશીપણું તે કાળ છે. એટલે કાળને સ્વતંત્ર દ્રવ્ય માન્યું નથી. કાળ એટલે વર્તના, દરેક પદાર્થોમાં પોતાનામાં જ વર્તે છે, તે વર્તનાને કાળ કહેવાય છે. જેનું સ્મરણ છે. અનુભવ નથી. ભૂતકાળ જે વિનષ્ટ છે ભવિષ્યકાળ અનુત્પન્ન છે. જેની કલ્પના છે. અનુભવ નથી. વર્તમાનકાળ – પ્રતિપળે પ્રત્યક્ષ છે. વાસ્તવિક છે. અનુભવ ગમ્ય છે. – આ ત્રણે કાળ તે તે સમયવાળા છે. તે અપેક્ષાએ અનાદિઅનંત નથી. કાળ ક્યા છે ? આપણા જીવનમાં કાળ ઉપચિત છતાં આપણે કેવા બંધાઈ ગયા --- સ્વરૂપસાધનાનાં સોપાન Page #204 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ૧૮૭ છીએ ? શુભયોગમાં સુખની અવસ્થામાં કાળ ક્યાં જાય છે તેનો ખ્યાલ આવતો નથી. દુઃખના સમયમાં કાળ લાંબો જણાય છે. દુઃખના વેદનમાં કાળની ભયંકરતા લાગે છે. આમ સુખદુઃખના ક્રમમાં કાળ ક્રમિક બને છે. આત્માના સ્વસંવેદનમાં કાળ નથી કારણ કે ત્યાં ક્રમિકતા નથી. પરંતુ જ્યાં અધ્યવસાય થાય છે ત્યાં કાળની ક્રમિકતા છે. પુદ્ગલદ્રવ્યના પર્યાયાંતરપણામાં અને ગત્યાંતરપણામાં કાળ લાગુ પડે છે. સંસારી જીવોની લાગણીના વેદનમાં કાળ લાગુ પડે છે. સર્વજ્ઞપણામાં કાળ જેવી કોઈ વસ્તુની મર્યાદા નથી. કારણ કે પરપદાર્થના નિમિત્તે કોઈ વેદન નથી. અનંતભૂતકાળ નષ્ટ થયેલ છે. ભોગવી શકાતો નથી. અને અનંત ભવિષ્યકાળ ભોગવી શકાતો નથી માટે અસત્ છે. વળી ભૂતકાળ વર્તમાન બનીને ભવિષ્ય બને છે. માટે તે પણ અસત્ છે. ત્રણે કાળને દર્શાવતો કાળ જડ છે. વર્તમાન કાળ ઉપચારથી ચૈતન્ય છે. કારણ કે જીવ સાથે સંબંધ ધરાવે છે. આઠ કર્મના ઉદયરૂપ વર્તમાન અવસ્થા કે જેને આત્મા હું માને છે. આ અવસ્થા વ્યવહારથી સ્વકાળ છે. નિશ્ચયથી કર્માનિત અવસ્થા પર કાળ • સમય છે. પર નૈમિત્તિક કારણ છે. વ્યવહારમાં ક્રમિક સર્વ અવસ્થાઓ કાળ છે. નિશ્ચયથી કર્મજનન અવસ્થા તે સ્વકાળ નથી. સંસારની અવસ્થામાં કાળ અને ભાવ ભેદરૂપ જુદા રહેવાના. સિદ્ધ અવસ્થામાં ક્ષેત્રાદિ અભેદ થાય છે. ત્યાં સ્થળકાળનો ભેદ નથી. ઔદયિક, ક્ષયોપશમ, ઉપશમભાવ કાળને આધિન છે. કાળ સવિશેષ પુદ્ગલના પર્યાયો જણાવે છે. અને જીવની ક્ષાયિક અવસ્થા નિષ્કર્મા (કર્મરહિત) છે, પરિણામિક ભાવસ્વરૂપ છે. ઉપશમ, ક્ષયોપશમ, ઔદયિક ભાવો સકર્મા છે. સમ્યગુભાવ ચોથાથી ચૌદમા ગુણસ્થાનક સુધી વિકાસ પામીને અસાધારણ કારણ બને છે. પૂર્ણ સ્વરૂપે પ્રગટ થતા અસાધારણ કારણ સ્વયં ઉપાદન કારણ બને છે. અપેક્ષાકારણ અને નિમિત્તકારણ બાહ્ય છે. અપેક્ષાકારણ એ મોક્ષમાર્ગમાં મનુષ્ય જન્મ, ક્ષેત્રાદિ છે. નિમિત્તકારણમાં દેવગુરુ શાસ્ત્રનું અવલંબન છે. અસાધારણ કારણ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વરૂ૫સાધનાનાં સોપાન સમ્યગુભાવો અને અંતરંગ શુદ્ધિ છે. ઉપાદાનકારણ સ્વસંવેદ્યરૂપ અને અસાધારણ કારણનો આધાર છે. અસાધારણકારણમાં શુદ્ધિ અશુદ્ધિ બંનેનો સંભવ છે. સાદિઅનંત ભાગો જીવના કેવળજ્ઞાન - સિદ્ધત્વ સિવાય કોઈને લાગુ પડતો નથી. ક્ષાવિકભાવ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. ઉપશમ, ક્ષયોપશમ, ઔદયિક અશુદ્ધ સ્વરૂપ છે. પુદ્ગલની દરેક અવસ્થાઓ પોતાનું સ્વરૂપ છે, વિભાવ નથી કારણ કે પુદ્ગલને વેદન નથી. પુદ્ગલનો એક અવિભાજ્ય પરમાણુ સ્વતંત્ર હોય ત્યારે સ્વભાવ કહેવાય પણ પરમાણુઓ ભળીને સ્કંધ બને ત્યારે તે વિભાવ થયો કહેવાય. સંસારમાં જીવો પરસ્પર ઉપકારી અને અપકારી બંને પ્રકારે છે. તેમ પુદ્ગલ નૈમિત્તિકપણે અપકારી અને ઉપકારી બંને પ્રકારે છે. ગુલાબ અને કાંટાની જેમ. સુખ અને દુઃખના સંયોગની જેમ, નિમિત્ત સંબંધ છે. વળી જેમ માલિક નબળો હોય અને સેવક બળવાન હોય તોપણ સેવક સહન કરે, દુઃખ પામે. માલિક સુખ પામે. પર દ્રવ્ય માટે જે દ્રવ્ય નિમિત્તરૂપ બને એટલે તે દ્રવ્યના ગુણને શક્તિ કહેવાય. શક્તિનો સદ્ઉપયોગ બીજા દ્રવ્યો પ્રત્યે કરો તો શક્તિ વધે, ખૂટે નહિ. બીજાં દ્રવ્યો પરત્વે શક્તિનો સદ્દઉપયોગ ન કરો તો શક્તિ ઘટે, ઉપરાંત વિપરીત ફળ આપે. કાળક્રમે ફલ પરિપક્વ થાય છે. કાળને કોઈ થંભાવી શકતું નથી દરેક દ્રવ્યની જેમ તે સ્વતંત્ર છે. પળેપળ શુંખલાની જેમ જોડાયેલી છે. માનવના જન્મ-મરણ સાથે કાળ જોડાયેલો છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યને બદ્ધ સંબંધે પરિણામી દ્રવ્ય તરીકે લીધા છે. બદ્ધ સંબંધ એટલે એક ક્ષેત્રે અવગાહના થવી. આત્માના પ્રદેશો અને કર્મવર્ગણાની એક ક્ષેત્રે અવગાહના થઈ તે બદ્ધ સંબંધ પરિણમન છે. આત્મપ્રદેશો અને જ્ઞાનચેતના તે એક ક્ષેત્રી અવગાહના છે, તે તૂપ પરિણમન છે. આત્માના પ્રદેશો અને આકાશાસ્તિકાય એક ક્ષેત્રે સ્પર્શ સંબંધ અવગાહના છે. આ તદ્રુપ અને સ્પર્શ પરિણમન નિર્દોષ છે. બદ્ધ Page #206 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન પરિણમન અશુદ્ધ પરિણમન છે. એક ક્ષેત્રિય હોવા છતાં પાંચે અસ્તિકાય જાત્યાંતર થતાં નથી. ૧૮૯ સ્પર્શ પરિણામી પાંચે દ્રવ્યો છે. તદ્રુપ પરિણામી પાંચે દ્રવ્યો પોતાના ગુણ પર્યાયપણે સ્વતંત્ર છે. બદ્ધ પરિણામી દ્રવ્યો સંસારી જીવ અને પુદ્ગલદ્રવ્ય છે. તથા બદ્ધ અપરિણામી ધર્મ, અધર્મ, આકાશ અને સિદ્ધ પરમાત્મા છે. અન્યોન્ય તદ્રુપ અપરિણામી પાંચે દ્રવ્યો જાત્યાંતર નથી થતા. સ્પર્શ અપરિણામી દ્રવ્યો એકે નથી. આત્મા અને પુદ્દગલના બદ્ધ સંબંધમાં પુદ્દગલને આવરણ થતું નથી. આત્માને આવ૨ણ થાય છે. પુદ્ગલદ્રવ્ય ગ્રહણ ગુણવાળો છે. જીવ પુદ્ગલદ્રવ્યને સ્વીકારવા તૈયાર હોય તો તે નિમિત્તરૂપ બનવા સદાય તત્પર હોય છે. દરેક દ્રવ્યો પોતાને જે શક્તિ મળી છે તે પ્રમાણે નિયમથી સ્વ-દ્રવ્યમાં પરિણમે છે. અન્યરૂપે પરિણમતું નથી. ફક્ત પોતાના ગુણધર્મની વ્યક્તિ અન્યને નિમિત્તરૂપ બને છે. સિદ્ધાવસ્થા પણ નિયમથી વર્તે છે. સંસારી જીવ જ પોતાના નિયમમાંથી બહાર નીકળી અન્ય દ્રવ્યમાં સ્વબુદ્ધિ કરે છે. તેનું જ નામ મિથ્યાત્વ, અવિરતિ કષાય છે. પુદ્ગલદ્રવ્યની બિનજરૂરી કોઈ ક્રિયા કરવાની નથી. માટે તપના ભેદમાં અંગોપાંગ સંકેલવાનું કહ્યું છે. સાધુ-ભગવંતોને એટલે નિરારંભી કહ્યા છે. તેમણે પરમાં અક્રિય રહી સાધના કરવાની છે. જીવદ્રવ્ય - જાતિથી એક છે, સંખ્યાથી અનંત છે. ♦ પુદ્ગલદ્રવ્ય જાતિ અને સંખ્યાથી અનંત છે. ♦ ધર્મા—અધર્મ - આકાશાસ્તિકાય સંખ્યાથી એક એક છે. આત્માના પ્રદેશો મૂળમાં અરૂપી છે. દેહના સંયોગે રૂપીપણાનો આરોપ છે. તેથી પ્રદેશોમાં કંપન છે. દેહનું રૂપીપણું અને અસ્થિ૨૫ણું આત્માને વળગ્યું છે. તેથી ઉપયોગમાં પણ ચંચળતા હોય છે. અઘાતી કર્મોને ઉદયે રૂપીપણું છે. પ્રદેશો અવિનાશી છે. દેહાધીન ઉપયોગ વિનાશી છે. વાસ્તવમાં વીતરાગતા સર્વરૂપે છે. રાગ અંશે છે. પણ મોહનીય Page #207 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન કર્મનો પ્રભાવ ઘણો છે, તેની સાથે અંતરાયકર્મ કામ કરે છે. છતાં આત્મા સર્વ કર્મોનો નાશ કરવા સમર્થ છે. તેનું પ્રથમ સોપાન સમકિત છે. દ્રવ્ય (સામાન્ય) ગુણ અને અસાધારણ ગુણ (અસામાન્ય) માત્રમાં સાધારણ હોય છે. ૧૯૦ સાધારણ ગુણ = એટલે જે દ્રવ્યમાં એકગુણ હોય તે બીજા દ્રવ્યમાં પણ હોય. જેમકે આત્મા અને આકાશનું અરૂપીપણું. અસાધારણ (વિશેષ) ગુણ એક દ્રવ્યમાં જે ગુણ હોય તે બીજા ગુણ. જીવમાં ચૈનત્ય, પુદ્ગલમાં જડત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુ. દ્રવ્યમાં ન હોય તે વિશેષ સામાન્ય ગુણ દશ છે પ્રમેયત્વ, પ્રદેશત્વ, મૂર્ત, અમૂર્ત, ચેતન, અચેતન. = વિશેષ ગુણ પુદ્દગલના, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (રૂપી-જડ). આ વિશ્વ સાથે મારા આત્માથી મારે કોઈ પણ પ૨ પદાર્થ સાથે સંબંધ નથી. અરીસો નિર્મળ હોય. જળ સ્થિર હોય, જ્યોતિ સ્થિર હોય, પ્રકાશ સ્થિર થાય, ત્યારે તેમાં પદાર્થો પ્રતિભાસે છે. વળી આકાશમાં સર્વ પદાર્થો રહેવા છતાં આકાશ નિર્લેપ રહે છે. તેને કોઈ પદાર્થ સાથે સંબંધ નથી. તેમ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો પ્રતિભાસતા હોવા છતાં, સર્વ પદાર્થો સાથે સંબંધનો અભાવ છે. સ્વાત્માના વૈદન સિવાય કોઈ સંબંધ નથી. આત્મા જ્ઞાન-ગુણવાળો હોવાથી વિશ્વના પદાર્થો પ્રતિબિંબિત થાય છે. પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ રસ; વર્ણ, ગંધ આદિગુણથી તથા સ્કંધ દેશ પ્રદેશથી વિશ્વના પદાર્થોથી દેશ (અલ્પ) ભેદે છે. આત્મદ્રવ્ય ક્ષેત્રથી (અલ્પ) દેશ ભેદે છે. છતાં આત્મા જ્ઞાન-દર્શન ગુણ દ્વારા સર્વ ભેદે છે. આત્મા જ્ઞાનસત્તાથી વિશ્વ વ્યાપક છે. ગુણ દ્રવ્ય સાથે અનાદિઅનંત છે, તે સહભાવી, દરેક પ્રદેશે વ્યાપ્ત છે. દરેક દ્રવ્યમાં ગુણપર્યાયથી ભેદ પડે છે. ગુણદ્રવ્યની જાતિ નક્કી કરી આપી દ્રવ્યની દ્રવ્યતા જાળવી રાખે છે. બીજી બાજુ ગુણ પોતાની કાર્યરૂપ શક્તિ બતાવી પર્યાય સાથે સંબંધ જાળવી રાખે છે. આમ દ્રવ્ય અને પર્યાયનું મધ્યબિંદુ – માધ્યમ ગુણ છે. = - આત્માના દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય. (અરૂપી, ચેતન) Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન જ્ઞાન જીવનો ગુણ છે. અને શક્તિરૂપે વ્યક્ત થતાં પર્યાય છે. અભ્યાધિક જાણવાની ક્રિયા થાય છે તે પર્યાયના ભેદ છે. કેવળજ્ઞાન પણ જ્ઞાનગુણની પર્યાય છે. પૂર્ણ જાણપણું છે તેથી નિત્ય પર્યાય કહેવાય. ગુણ અને પર્યાય દ્રવ્યના આધારે રહે છે. ગુણમાં જે ભેદ પડે છે તે પર્યાય કહેવાય. ગુણની ક્રિયા એ પર્યાય છે. ગુણ નિરાવરણ - નિત્ય છે તો ગુણ ક્રિયા પણ નિત્ય છે. ગુણ કાર્ય અપૂર્ણ હોય તો ક્રિયા અપૂર્ણ છે. સાવરણતા જીવાસ્તિકાયને લાગુ પડે છે બીજા અસ્તિકાયને નહિ. - નિશ્ચયથી આત્મ સ્થિરસ્વરૂપ છે. યદ્યપિ તે સ્થિરતા પ્રાપ્ત થાય પછી પરિભ્રમણ ટળે છે. સમગ્ર વિશ્વ એ પૂર્ણજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. તું પ્રતિબિંબ નથી. બિલ્બમાં પ્રતિબિંબ છે પણ પ્રતિબિંબ તે બિમ્બ નથી. દ્રવ્યાનુયોગ સૂક્ષ્મ અને ગંભીર છે, તેનું ચિંતન ધર્મધ્યાનરૂપ છે. ધર્મધ્યાન શુક્લધ્યાનનું બીજ છે. શુક્લધ્યાનની ફળશ્રુતિ કેવળજ્ઞાન અને અનુક્રમે મુક્તિ છે. કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી, વર્તના તેની ક્રિયા છે, તેથી તે ઉપચરિત દ્રવ્ય છે. તે અસ્તિકાય નથી. સંસારી જીવોને જેમ દેહનું ભાન છે, દેહાધ્યાસ છે, તેમ કાળનું પણ બંધન છે. દેહાધ્યાસ દ્રવ્યથી અધ્યાસ છે. દિશાક્ષેત્ર એ ક્ષેત્રથી અધ્યાસ છે, સમય એ કાળ અધ્યાસ છે. આ ત્રણે અધ્યાસ એ સંસારી જીવના મોહભાવો છે. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં સ્વબુદ્ધિ કરવાથી જીવનો આનંદ વિકારી, અને જ્ઞાન મિથ્યા છે. જીવનું પ્રેમતત્ત્વ મોહરૂપ બને છે. અધ્યાસ એટલે ભ્રમ. જે વસ્તુ જે સ્વરૂપે છે તેમ ન માનવી તે અધ્યાસ, ભ્રમ, ભ્રાંતિ અસત્ તત્ત્વ છે. ભ્રમ વગેરે કઈ સ્વતંત્ર વસ્તુ નથી તેથી ટળી શકે છે. વિશ્વના દર્ય પદાર્થોનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી. તે પદાર્થો નિરંતર પરિવર્તનશીલ છે. જીવના જ્ઞાન-દર્શન પ્રમાણે શેય પદાર્થનું સ્વરૂપ છે. ધર્મ દૃષ્ટિને શુદ્ધ-સિદ્ધ કરવા મથે છે. અધર્મ સંસારના પદાર્થોની સિદ્ધિ કરવા મથે છે. પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર = શરીર એ આત્મા છે એમ માનવું. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સ્વરૂપસાધનાનાં સોપાન દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર = આત્મા એ શરીર છે, આત્મામાં દેહબુદ્ધિ. ગુણમાં પર્યાયનો ઉપચાર = મતિજ્ઞાનમાં મોહાદિભાવ પર્યાયમાં ગુણનો ઉપચાર = શરીરમાં મતિજ્ઞાનયુક્ત મોહાદિભાવ. ઉપચારમાં (સંબંધમાં) અન્ય દ્રવ્ય આવે તે અસદ્દભુત વ્યવહાર એક જ દ્રવ્યમાં સ્વગુણ પર્યાયનો ઉપચાર થાય તે સદ્દભુત વ્યવહાર, ઉપચાર વ્યવહાર કરવા માટે છે. ઉપચારમાં વ્યવહાર હોય. સ્વગુણપર્યાયનો ઉપચાર લક્ષ્ય કરવા માટે છે. અગર ગુણદોષનું ભાન કરવા માટે છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ઉપચાર ખતમ કરી શકાય છે. છૂટા પડી શકે છે. જ્યારે એક જ દ્રવ્યના સ્વગુણ પર્યાયો અપેક્ષાએ ભિન્નભિન્ન હોવા છતાં જુદા પાડી ન શકાય. કારણ તે પ્રદેશથી અભિન્ન છે, લક્ષણથી ભિન્ન છે. જેમ દ્રવ્યના આધારે પર્યાય છે તેથી અભિન્ન છે, પણ દ્રવ્ય નિત્ય છે, અને પર્યાય પલટાય છે. માટે લક્ષણથી ભિન્ન છે. પદાર્થો મેળવવા પરિશ્રમ કરવો પડે. સાધકે સંયમ દ્વારા ઇન્દ્રિયોના વિષયનો સંયમ કરવાનો છે. અરૂપી દ્રવ્યના બધા જ ગુણ પર્યાયો અરૂપી હોય જેમ આત્માના કેવળજ્ઞાન વગેરે. રૂપી દ્રવ્યના સઘળા ગુણ પર્યાયો રૂપી હોય, જેમ પુદ્ગલના સ્પર્શાદિ પર્યાય ગુણ ભેદક છે, અર્થાત્ પર્યાયદશા ગુણને દર્શાવે છે. ગુણ એ દ્રવ્યભેદક છે, ગુણ-લક્ષણ વડે દ્રવ્ય ઓળખાય છે. પુદ્ગલ દ્રવ્યના જે ભેદભર્શક પર્યાયો છે તે દ્રવ્ય માટે ભેદરૂપ નથી, પરંતુ તે ભેટદર્શક પર્યાયો સંસારી જીવોને કર્તાભોક્તા ભાવનું નિમિત્ત બને છે તે અપેક્ષાએ ભેદરૂપ છે. આત્મા જે ક્ષેત્રાદિના નિમિત્તથી પરમાત્મા બની શકતો હોય તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઊંચા છે. વિહરમાન તીર્થંકરના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ સર્વોત્કૃષ્ટ હોય છે. તે કાળે જીવો મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને સ્વયં પરમાત્મા બને છે. પરમ એટલે અવિનાશી. આવી કર્મભૂમિના મનુષ્યલોક કરતાં દેવલોકના દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ઊતરતા છે. કારણ કે તે વિનાશી છે. વિશ્વમાં બે વિરોધી તત્ત્વ હોય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ૧૯૩ રૂપી-અરૂપી, જડ-ચેતન સત્-અસતુ, અવિનાશી-વિનાશી વગેરે. સ્વને જાણે તે ચેતન, જે સ્વને જાણે તે વિરોધી તત્ત્વ એવા પરને જાણે, કારણ કે ચેતન જ્ઞાનસ્વરૂપ છે. અજ્ઞાન એટલે સ્વને ન જાણે પરને જાણે. સ્વને જાણવા પ્રયત્ન ન કરે એવું અજ્ઞાનનું કાર્ય છે. અજ્ઞાન સ્વયંભૂ નથી. યદ્યપિ અજ્ઞાનને આધાર તો આત્માનો છે. - અવિનાશી તત્ત્વનો (દ્રવ્યનો) આધાર લઈ વિનાશી તત્ત્વનો ઉત્પાદ વ્યય આધેયરૂપ રહે છે. વિજાતીય તત્ત્વ વગર અવિનાશી તત્ત્વ રહી શકે છે. સ્વભાવની અપેક્ષાએ ઉત્પાદ વ્યયનો અભાવ થાય, પણ ઉત્પાદક એવા આત્મદ્રવ્યનો નાશ ન થાય. છબસ્થને પણ જ્ઞાનમાં અવિનાશીપણાની ઝલક આવે છે. ગઈ કાલે હું હતો (બાળવય વગેરે). આજે હું છું. અને કાલે હું આવા કામ કરવાનો છું, એટલે કાલે પણ હું હોઈશ. આમ ત્રણે કાળમાં આત્મદ્રવ્યનું અસ્તિત્વ છે. ત્રણે કાળને આત્મા જાણે છે. છતાં કાળથી આત્મદ્રવ્ય ભિન્ન છે, આત્મા કાળનો જ્ઞાતા છે. કર્તાભોક્તાભાવો વચ્ચે જીવ ત્રણે કાળે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. વિનાશી તત્ત્વનું કાર્ય અવિનાશી તત્ત્વોને છુપાવી રાખે છે. વિનાશીપણું જાણે સર્વસ્વરૂપ છે તેમ આત્મામાં ભ્રમ પેદા થાય છે. આ ભૂલ સુધરે આત્મદ્રવ્ય સ્વભાવરૂપે નિરાવરણ બને છે. માટે દૃષ્ટિ વૈકાલિક ધ્રુવ અવિનાશી દ્રવ્ય પર સ્થિર કરવાની છે. વિનાશી દ્રવ્યો પરથી દૃષ્ટિને વિમુખ કરવાની છે. ત્યારે દ્રવ્ય, ગુણ, પર્યાય અભેદપણે પ્રગટ થાય છે. તે મુક્તાવસ્થા છે. જાનો ઉપદેશ છે ' જે કંઈ કરું એમાં જગતને ભૂલો જાતને જ ભૂલો આ | દરેક પ્રવૃત્તિ પાછળ ચાલ્યા જસાત્માનું સ્મનિરતર રહેતું હોય દરેક પ્રવૃત્તિમાં સંકળાયેલું રહે તો અધ્યાત્મ અને Page #211 -------------------------------------------------------------------------- ________________ 37 : રોજ : એ કિ છે જેનદર્શનમાં સતની વ્યાખ્યા ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત. સત્ સત્ = જૈનદર્શનના પ્રણેતા સર્વજ્ઞનું સર્વાગી કથન છે કે જગતમાં પદાર્થ માત્ર ટકીને બદલાય છે. ટકવું, વિદ્યમાનતા, તે સત્ છે. પુદ્ગલનો સૂક્ષ્મ અંશ પરમાણુનો કે ચેતનમય જીવનો ક્યારે પણ નાશ થતો નથી. પરમાણુ ભેગા મળે વિખરાય તે પૌગલિક પદાર્થપણે વ્યય છે. તે પ્રમાણે જીવ વિવિધ શરીરો ધારણ કરે તે અવસ્થાનો વ્યય અને ઉત્પાદ છે. મૂળ પદાર્થો ક્યારે પણ નાશ પામતા નથી તે સત્ સ્વરૂપ છે. ધ્રૌવ્ય – નિત્યતા) સ્વયં સત્ છે. તેમાં ઉત્પાદ વ્યય હો કે ન હો તોપણ ધોવ્ય સ્વયં સત્ છે. છતાં ઉત્પાદ - વ્યય ધ્રૌવ્ય સાથે હોય જ ત્યારે પદાર્થને સત્પણે કહેવાય છે. સત્ પદાર્થની નિત્ય વિદ્યમાનતા દર્શાવે છે. ઉત્પાદ-વ્યય અન્યોન્યમાં અભાવ છે. કારણ કે વર્તમાનકાલીન છે. તેને ભૂતકાળ કે ભવિષ્યકાળ નથી હોતો. પદાર્થોની અવસ્થા – પર્યાય જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે સમયે વ્યય શરૂ થાય છે તેથી પર્યાય વર્તમાનકાલીન હોય છે. કેવળજ્ઞાનવરણીય કર્મનો ઉત્પાદ વ્યય ચાલુ છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી. કેવળજ્ઞાન થાય ત્યારે કેવળજ્ઞાનાવરણીય કર્મનો વ્યય થાય છે. ઉત્પાદ વ્યય સાપેક્ષ છે. જે વસ્તુનો ઉત્પાદ થાય છે તેનો વ્યય થાય છે. તેથી કેવળજ્ઞાનનો ઉત્પાદ વ્યય નથી. પરંતુ સત્તામાં, આવરણમાં રહેલું કેવળજ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનની અવસ્થા શેય સાપેક્ષ પલટાતી રહે છે તેને અપેક્ષાએ ઉત્પાદ વ્યય કહેવાય છે. અર્થાત્ જ્ઞાન નિરાવરણ થયું તે કેવળજ્ઞાન છે. ઉત્પાદ-વ્યય, સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન એ પુદ્ગલ દ્રવ્યની અવસ્થાઓ છે, સાવરણ-નિરાવરણ આત્માને લાગુ પડે છે. ઉત્પાદ-વ્યય સંયોગ-વિયોગના, સર્જન-વિસર્જનના મૂળમાં છે, તે વિનાશી તત્ત્વો છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં સતુની વ્યાખ્યા ૧૯૫ પદાર્થો ભલે જેમ ને તેમ રહેલા દેખાય છતાં તેમાં દરેક સમયે ઉત્પાદન વ્યય થયા કરે છે. સંયોગ-વિયોગ કે સર્જન-વિસર્જનથી પદાર્થમાં કંઈને કંઈ પરિવર્તન આવે છે. સિદ્ધાત્માઓમાં સંયોગાદિ અવસ્થાઓ ન હોવાથી ત્યાં કોઈ પરિવર્તન થતું નથી. એ અવસ્થાઓ સંસારી જીવને લાગુ પડે છે. પુદ્ગલ દ્રવ્યને આવરણ હોતું નથી. પદાર્થના મૌલિક સ્વભાવને પરિવર્તન કરે તેને આવરણ કહેવાય. જ્ઞાનવરણીય પ્રકૃતિ જીવના જ્ઞાનસ્વરૂપ સ્વભાવને આવરણ કરે છે. સિદ્ધ પરમાત્માની જેમ શુદ્ધાત્માને સંયોગાદિ ભાવો નથી. વળી અરૂપી દ્રવ્યો ધમસ્તિકાય, અધર્માસ્તિકાય. આકાશાસ્તિકાયમાં ઉત્પાદન વ્યય, સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન લાગુ નહિ પડે. પરંતુ અન્ય દ્રવ્યમાં તેમનું નિમિત્ત હોવાથી સાપેક્ષપણે પદાર્થમાં ઉત્પાદત્રય કહેવાય છે. અરૂપી દ્રવ્યો પ્રદેશથી સ્થિર છે. અને પર્યાયથી અવિનાશી છે. કારણ કે પર્યાયનું લક્ષણ પલટાવું તે છે. રાગાદિ વિકૃતિ ન હોય તે પર્યાય શુદ્ધ છે. - પુગલદ્રવ્યના બંધા પર્યાયો - અવસ્થાઓ સ્વભાવ રૂપ છે. અર્થાત પુદ્ગલના વર્ણાદિ પોતાના સ્વભાવને છોડતા નથી. જેમકે મીઠું ખારાપણાને કે લીમડો કડવાપણાને છોડતો નથી. અથવા સ્પર્શ સ્પર્શરૂપે અનુભવમાં આવે રસરૂપે ન આવે. પુગલદ્રવ્યના ઉત્પાદ-વ્યયના સંસ્કારો સંસારી જીવોના દેહ ભાવના કર્તાભોક્તા ભાવને આધારે છે. સંસારી જીવોમાં જે કર્તાભોક્તા ભાવ છે, તેને સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન, ઉત્પાદ-વ્યય લાગુ પડે છે. કેવળજ્ઞાની પરમાત્મા અકર્તા-અભોક્તા છે તેઓને એક સમયે સર્વ પર્યાયોનું જ્ઞાન છે તેથી તેમાં જ્ઞાનને ઉત્પાદ-વ્યયાદિ લાગુ પડતા નથી. સાધનાકાળમાં ઉત્પાદ-વ્યયાદિ હોય છે. કેવળજ્ઞાનમાં ઉપયોગ શુદ્ધ અવિનાશી હોવાથી તે જ્ઞાનમાં ઉત્પાદ આદિ અવસ્થાઓ નથી. શેય પદાર્થોની અવસ્થાઓનું પરિવર્તન જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. પરંતુ ઉપયોગની શુદ્ધતાનું સાતત્ય હોવાથી જ્ઞાનમાં સંયોગાદિ લાગુ પડતા નથી. મારા જ્ઞાનસ્વરૂપની પર્યાય કેવળજ્ઞાન છે તેના પ્રત્યે દૃષ્ટિ કરવાથી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સ્વરૂપસાધનાનાં સોપાન જ્ઞાનનું આવરણ ઘટે છે. જ્ઞાનના ક્ષયોપશમ વડે થતાં મમત્વાદિ મંદ થાય છે. સંયોગ-વિયોગાદિ કે સર્જન-વિસર્જન, જન્મ-મરણાદિમાં આકુળ ન થતાં તે તે અવસ્થાઓના પરિવર્તનને જાણવા કે સ્વીકારવાથી જ્ઞાતા - દ્રષ્ટાભાવ ટકશે. સંયોગાદિનો કર્તા-ભોક્તા ભાવ દૂર થશે. અગુરુલઘુ આદિ પર્યાય જે ષટ્ટણ હાનિવૃદ્ધિરૂપ છે. તે પાંચે અસ્તિકામાં છે. અને તે રીતે પાંચે દ્રવ્યો ઉત્પાદ-વ્યયરૂપ છે. પરંતુ તેમાં જીવને કર્તાભોક્તાભાવ થતો નથી. પરંતુ સૂક્ષ્મ અને સ્થૂલ પુદ્ગલના પર્યાયોમાં સંસારી જીવોને કર્તાભોક્તાભાવ થાય છે, રાગદ્વેષ થાય છે. તેને દૂર કરવા વૈરાગ્ય કેળવવાનો છે. કર્મબંધ અને નિર્જરા ઉત્પાદવ્યયરૂપ છે. સંસારી જીવને તે લાગુ પડે છે તેથી સંસારી જીવોમાં કંઈને કંઈ પરિવર્તન થયા કરે છે. સિદ્ધ પરમાત્મા નિરાવરણ છે, તથા અરૂપી દ્રવ્યોમાં પણ પુગલની જેમ કંઈ પરિવર્તન થતું નથી. તેથી પુગલની જેમ ઉત્પાદ વ્યય નથી, છે તે પણ દ્રવ્ય સાપેક્ષ છે. પુદ્ગલ કે પર દ્રવ્યના સંયોગ-વિયોગમાં જીવને જે આત્મબુદ્ધિ છે તે આત્મસ્વરૂપના આનંદને વેચવા દેતી નથી. ત્યાં પૌગલિક ભાવ બાધક થાય છે. અજ્ઞાન અને મોહથી પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ કરીને પુણ્ય-પાપરૂપ સદોષ સંબંધ કરવાથી કર્મબંધ થાય છે. તેથી કાયિક અને માનસિક સુખદુઃખ થયા કરે છે. પુગલદ્રવ્યો સજાતિથી અને વિજાતિથી સંસારી જીવને નૈમિત્તિક સંબંધવાળા છે. પુદ્ગલદ્રવ્ય મૂળ પરમાણુ પણે અવિનાશી છે, પરંતુ સંઘાત ભેદને કારણે વિનાશી છે. ઉત્પાદ વ્યય દ્રવ્યના પ્રદેશ પિંડના આધારે થાય છે. પરંતુ દ્રવ્યના સહભાવી ગુણમાં ઉત્પાદ વ્યય નથી. તેનું વ્યક્ત થવું તે દ્રવ્યની પર્યાય છે. તેમાં ઉત્પાદ વ્યય હોય છે. . કર્તાભોક્તાભાવની અપેક્ષાએ પર્યાયનો આધાર દ્રવ્ય છે. તેમાં અનુભવ, ભોગ, સુખ, દુઃખ આદિ પર્યાય | અવસ્થાઓ છે. જડ એવા પુદ્ગલદ્રવ્યમાં જે ઉત્પાદ વ્યય થાય છે. તે પુગલ જાણતું નથી. ધર્મ-અધર્મ જેવા અરૂપી દ્રવ્યોના ઉત્પાદ વ્યય પણ તે દ્રવ્યો જાણતા Page #214 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં સતુની વ્યાખ્યા ૧૯૭ નથી તે પ્રકાશ્ય નથી, પર પ્રકાશ્ય છે. અરૂપી ચૈતન્ય દ્રવ્ય સ્વ-પર પ્રકાશક હોવાથી સ્વ-પરને જાણે છે. ઉત્પાદત્રય જ્ઞેય પદાર્થોમાં ભલે થાય. સંસારી જીવના કર્તાભોક્તાભાવમાં ઉત્પાદ વ્યય સિદ્ધ ભલે કરો, કારણ કે તે બદલાતી અવસ્થાઓ છે. પરંતુ આત્માના સિદ્ધપણામાં ઉત્પાદવ્યય ઘટી નહિ શકે. સાવરણ દશા નિરાવરણપણે પ્રગટ થઈ છે. દ્રવ્ય માત્રમાં ઉત્પાદત્રય છે તે ન્યાય કાળસાપેક્ષ છે, પ્રથમ સમયનો જ્ઞાન ઉપયોગ બીજે સમયે નથી હોતો તેથી તેમ કહ્યું છે. ઉત્પાદયની ક્ષણિકતામાં જેને વૈરાગ્યવૃત્તિ થાય છે તે ધ્રૌવ્યતત્ત્વઆત્મતત્ત્વના અવિનાશીપણાને પામશે. તેનું લક્ષ્ય ત્રિકાળી શુદ્ધ સ્વભાવ પ્રત્યે છે. ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય ત્રણે દ્રવ્યમાં પ્રતિ સમયે ચાલુ છે. ઉત્પાદ કાળે વ્યય અને વ્યયકાળ ઉત્પાદ સમકાલીન હોય અને ઉભયમાં દ્રવ્યની ધ્રૌવતા ત્યારે જ હોય છે. રૂપી પદાર્થોનું ઉત્પાદ વ્યય એકદેશીપણું છે, તે અપૂર્ણરૂપ અરૂપી પદાર્થોમાં ઉત્પાદત્રય અગુરુલઘુ ગુણમાં લાગુ પડે છે. તેનું નાનામાં નાનું ક્ષેત્ર એક પ્રદેશ છે. જેને છબસ્થ કે મન પર્યવ જ્ઞાની પણ જોઈ શકતા નથી, કેવળીગમ્ય તે પદાર્થ છે. છપ્રસ્થ પ્રદેશોના સમૂહન્કંધને જોઈ શકે છે. પુદ્ગલના વર્ણ અને આકારને જોઈ શકે છે. એવા પદાર્થોમાં ઈષ્ટનિષ્ટપણું કરવું તે દર્શનમોહ છે, દૃષ્ટિનો વિકાર છે. એક કાર્ય થવામાં કેટલીયે પર્યાયોની પરંપરા પ્રતિક્ષણે ચાલે છે. પદાર્થોમાં નિરંતર પરિવર્તન થયા કરે છે. તેને સમય - કાળ કહે છે. આથી વ્યવહાર ચલાવવા કાળ દ્રવ્ય ઉપચરિત છે. પ્રતિ સમય ઉત્પાદ વ્યય એ પર્યાયની સૂક્ષ્મતા છે. ત્યાં કાલ મનાયો છે. જો પદાર્થોમાં પ્રતિ સમય ઉત્પાદવ્યય નથી તો કાળ નથી. આત્માના પ્રદેશો અસંખ્ય છે. તેમાં હાનિવૃદ્ધિ ન થાય તેથી અખંડિત છે. વિભાગ પડતા નથી તે સંલગ્નપણે અખંડિત છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન અપેક્ષાએ પર્યાયની નિત્યતા એટલે ઉત્પાદવ્યય રહિત અવસ્થા પર્યાયમાં અનિત્યતા એટલે ઉત્પાદવ્યય સહિત અવસ્થા. સિદ્ધ પરમાત્મા અક્રિય છે. પુદ્દગલમાત્ર સક્રિય છે. સક્રિયતા ક્યાં હોય ? જ્યાં ઉત્પાદવ્યય, સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન, ક્ષેત્રાંતરપણું, પર્યાયદંત૨૫ણું હોય ત્યાં સક્રિયતા હોય. નિત્ય એટલે પલટાતી પર્યાય પણ સમાન હોય. પર્યાયના બે પ્રકાર છે. ૧. ક્રમભાવી, ૨. અક્રમભાવી. સંસારી જીવ અને પુગલમાં ક્રમભાવી પર્યાય છે, જે વિનાશી છે. અરૂપી પદાર્થોમાં ધર્મ, અધર્મ, આકાશ અને સિદ્ધ પરમાત્મામાં અક્રમભાવી પર્યાય છે જે અવિનાશી હોય છે. અક્રમ એટલે તરતમતા રહિત સમાન. ૧૯૮ આકાશદ્રવ્ય સ્વગુણથી સ્થિર છે. તેમાં અધર્માસ્તિકાયની સહાય નથી. જો આકાશને અધર્માસ્તિકાય સહાય કરતું હોય તો અલોકાકાશ કેવી રીતે સ્થિર રહે ? કારણ કે અધર્માસ્તિકાય લોકાકાશમાં છે નહિ. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય એ આકાશાસ્તિકાયમાં અવગાહના લઈને રહે છે. જીવ અને પુદ્ગલ પણ અવગાહના લઈને રહે છે. અને ગતિ તથા સ્થિતિ ધર્મ-અધર્માસ્તિકાયની સહાયથી કરે છે. અરૂપી દ્રવ્યો એટલે સદાય દેખાય નહિ તેવું નથી. અરૂપી દ્રવ્યોના ગુણધર્મો રૂપી દ્રવ્યોથી જુદા છે. કેવળજ્ઞાન અરૂપી દ્રવ્યોને જાણી શકે છે. ઇન્દ્રિય અગોચર હોવાથી તે અરૂપી છે. ♦ વ્યય સાપેક્ષ ઉત્પાદ છે. ૭ ઉત્પાદ સાપેક્ષ વ્યય છે. ♦ બંનેમાં હાજર ધ્રુવતત્ત્વ છે. અનિત્યતા હોય ત્યાં ઉત્પાદ વ્યય હોય. નિત્યતામાં અપેક્ષાએ ઉત્પાદ વ્યય હોય, વાસ્તવમાં નથી. ઉત્પાદ-વ્યય, સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન, ગ્રહણ-ત્યાગ, સાવરણ-નિરાવરણ, સંકોચ-વિસ્તાર આ બધા પુદ્ગલના નૈમિત્તિક સક્રિય ગુણો છે. અન્ય અરૂપી દ્રવ્યમાં નથી. ઉત્પાદ અને વ્યય થતો હોય ત્યાં સંયોગ-વિયોગ થાય એક દ્રવ્ય-પરમાણુ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય તે સંયોગ-વિયોગ છે. પુદ્ગલાસ્તિકના સ્કંધો - પરમાણુઓ Page #216 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં સની વ્યાખ્યા ૧૯૯ ચોદરાજ લોકમાં ગમનાગમન કરે છે, તેથી તે ક્ષેત્રમંતર થતાં સંયોગવિયોગ થાય છે. જીવ પુગલ સંગે દશે દિશામાં જાય છે. આ બંનેનું પરિભ્રમણ થાય છે. પરંતુ જીવ સિદ્ધ થતા ગમન કરીને એક સમયમાં નિત્ય સ્થિર થઈ જાય છે. પુગલદ્રવ્ય ગુરુલઘુ છે તે એનો સ્પર્શ ગુણ છે. આત્માનો ગુણ અગુરુલઘુ છે. ક્ષેત્રમંતર થાય એટલે સંયોગ-વિયોગ થાય તે સજાતીય અને વિજાતીય દ્રવ્યનો હોય છે. રૂપાંતર થાય એટલે ઉત્પાદ વ્યય થાય. એક જ દ્રવ્યમાં સ્વપરિણમનરૂપ રૂપાંતર થાય છે. દ્રવ્ય ટકે છે. અવસ્થાઓ બદલાય છે, તે ઉત્પાદવ્યાં છે. પર્યાય પ્રમાણે પદાર્થનું નામ પડે છે. ચોરાશી લાખ યોનિમાં કર્મના ઉદયરૂપ જીવની અવસ્થાઓ બદલાય છે તે અશુદ્ધ પર્યાયો છે. પછી પુણ્યયોગે માનવાદિ અવસ્થાઓ હોય તો પણ તે અશુદ્ધ પર્યાયો છે. પદાર્થોનો ભોગ એ સક્રિય અને ક્રમિક પર્યાયો છે. જેમાં જન્મમરણ અવસ્થાઓ દુઃખરૂપ છે. ક્રમિક તત્ત્વમાં જન્મમરણ સંયોગ વિયોગ હોય. પુદ્ગલમાં ભોગબુદ્ધિ કરવાને બદલે તેના જ્ઞાતાદ્રષ્ટ બનવું. જેથી દૃષ્ટિ સૂક્ષ્મ બને, જાગૃતિ ટકે અને કર્મબંધ ન થાય. ઉત્પાદ પદાર્થમાં છુપાયેલો હોય છે તે ઉત્પાદ થતાં જણાય છે. વળી વ્યય, થઈને છુપાઈ જાય છે. તે વ્યયમાં જ્ઞાનાકાર થયેલા જોયો નષ્ટ થતા નથી. પરંતુ છુપાઈ રહે છે. જ્ઞાનાકાર વ્યય થયા પછી ઉપયોગ બદલાય છે, પણ શેયપદાર્થની હાજરી હોય છે. ભોગ માટે કામ આવે તેથી અપેક્ષાએ તે નષ્ટ પર્યાય છે. જ્ઞાન માટે સર્વ સમ કાળ છે. ભોગ માટે વિષમકાળ છે. શુદ્ધ જ્ઞાનપર્યાયનો ઉત્પાદવ્યય નથી પણ સાવરણ નિરાવરણ છે. સર્વથા નિરાવરણ જ્ઞાનમાં સર્વ પદાર્થો એક જ સમયમાં જણાય છે. સાવરણજ્ઞાનમાં ક્રમથી જણાય છે. ઉત્પાદ વ્યયપૂર્વક પણ જ્ઞાનપર્યાયો કદી નષ્ટ થતાં નથી. પરંતુ દેહભોગની અપેક્ષાએ પર્યાયો ભૂતકાળરૂપ થયેલા હોવાથી તે નષ્ટ થતાં દેખાય છે. પણ તેનું સ્મરણ રહે છે, તે જ્ઞાનની નિત્યતા છે. કોઈ વાર વિચારેલું જ્ઞાન પુનઃ વિચારી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સ્વરૂપસાધનાનાં સોપાન શકાય છે, તેવું એ સ્વાધીન નિત્ય તત્ત્વ છે. એક વાર ખાધેલો પદાર્થ પુનઃ ખાઈ શકાતો નથી, તે પર છે. પરાધીન છે ક્રમથી પ્રાપ્ત કરેલું જ્ઞાન અક્રમથી વિચારી શકાય છે. પર્યાયની અવસ્થા સાદિસાંત છે. જે પર્યાયનો ઉત્પાદ હોય, તે કોઈ દ્રવ્યના મૂળ પ્રદેશો ઉપરનું ઉત્પાદન છે. તેનો અંત પણ હોય. • ઉદય એ કર્મનો ઉત્પાદ છે. ૦ નિ એ કર્મનો વ્યય છે. વિશ્વમાં ઉત્પાદવ્યય જેવી વ્યવસ્થા ન હોય તો જેમ કોઈ શહેરની મહદ્અંશે વ્યવસ્થા ઇલેક્ટ્રિસિટીથી ચાલતી હોય, અને તેનો પ્રવાહ બંધ થઈ જાય તો શહેરની વ્યવસ્થા પણ ઠબ થઈ જાય. પ્રવાહનું ચાલવું તે ઉત્પાદવ્યય છે તેમ વિશ્વની વ્યવસ્થા ઉત્પાદાદિ વગર ઠબ થઈ જાય. જો પદાર્થમાં ઉત્પાદ વ્યયરૂપે પરિવર્તન ન હોય તો સંસારી સિદ્ધ કેવી રીતે થાય, પાપી પુણ્યશાળી કેવી રીતે બને ? વ્યવહારમાં દૂધમાંથી દહીં કેવી રીતે બને? ઘઉંનો લોટ કેવી રીતે બને ? એક અવસ્થાનો વ્યય - પરિવર્તન થતાં બીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. તે વિશ્વની રચના છે. સંસારમાં કોઈ પણ પદાર્થ નિત્ય જ હોય તો સંસારી જીવના કર્તાભોક્તાભાવ નિત્ય બની જશે. જીવ ક્યારે પણ મુક્તિ ન પામે. અનિત્ય એટલે મળે અને ટળે, પરંતુ જીવને કોઈ પદાર્થ મળે એટલે તેને નિત્ય માની તાદાભ્ય કરીએ છીએ કે જાણે તે ટળવાનો નથી. અનિત્ય તત્ત્વમાં ઉત્પાદ વ્યય હોય. તેમાં પહેલા પછી એવું નથી તેથી પર્યાયની અપેક્ષાએ એ અનિત્યતા છે. અનિત્ય એટલે અપ્રાપ્ત પદાર્થ નહિ, પરંતુ બદલાતી અવસ્થા, આવી સમજ આવે પદાર્થને નિત્ય માનીને સ્વીકારીશું નહિ. અને તેના ટળી જવાથી વિકલ્પ નહિ ઊઠે. રાગાદિભાવ નીકળી જશે. - જ્ઞાની પદાર્થના મૂળ સ્વરૂપને ટકીને બદલાતું જુએ છે. ઉત્પાદન વ્યયમાં હર્ષ કે શોક થતો નથી. અજ્ઞાની વસ્તુના મૂળ સ્વરૂપને જાણતો ન હોવાથી ઉત્પાદ-વ્યયમાં ઈનિષ્ટ માની સુખી કે દુઃખી થાય છે. માટે સુખબુદ્ધિનો ત્યાગ કરી પદાર્થનું સ્વરૂપ જોવું. સંસારમાં સુખનો ઉત્પાદ Page #218 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં સત્ની વ્યાખ્યા ૨૦૧ છે. તેથી તેનો વ્યય હોય. તે પ્રમાણે દુઃખનો ઉત્પાદ છે તો વ્યય હોય. એટલે જ્ઞાની બંને અવસ્થામાં સમતોલ રહે છે. સુખ ટળવાનું છે તેથી રાગ નહિ, દુઃખ ટળવાનું છે માટે દ્વેષ નહિ. ઇષ્ટ-સુખના સંયોગોમાં સંયમ -વૈરાગ્યની પુષ્ટિ કરવી અને અનિષ્ટ-દુઃખના સંયોગમાં ધૈર્ય રાખવું. માટે સુખમાં સુખનો રાગ નહિ થાય, અને તેના ટળી જવાથી દુઃખ નહિ થાય. દુઃખની હાજરીમાં દુઃખને ભૂલે તે જ્ઞાની. દુઃખનું ઓસડ દહાડા એમ માને તે અજ્ઞાની. જ્ઞાની દહાડાની પ્રતિક્ષા દુઃખ ભૂલવા માટે કરતા નથી. આમ ઉત્પાદ-વ્યયની વ્યવસ્થા જ્ઞાની સ્વીકારે છે. તપમાં તપ ક્યારે પૂરું થાય તેમ ન વિચારાય. તપમાં આનંદ હોય કષ્ટ ન હોય. શેયમાં સ્વપર્યાયના પરિવર્તનથી ભેદ પડે છે. રાગાદિ ભાવથી ઉપયોગમાં રસભેદ પડે છે તે વિનાશીપણું છે. આપણા જ્ઞાનદર્શન ઉપયોગ શુભાશુભ ભાવથી આકારરૂપ બને છે. તેથી કર્મબંધ થાય છે. તે પ્રમાણે ભવિષ્ય રચાય છે. સમય આવે કર્મનો વિપાક થઈ, કર્મ ભોગવવા પડે છે. પુદ્ગલમાં જેમ ઉત્પાદવ્યય છે તેમ જીવની દૃષ્ટિમાં ઉત્પાદ-વ્યય છે. વિકળ-વિનાશી દૃષ્ટિમાં ઉત્પાદ – ઉલ્કાપાત થાય છે તે આપણે જોતાં નથી અને પુદ્ગલના ઉત્પાદ, ઉલ્કાપાત જોઈએ છીએ. આપણે તેમાં કંઈ ફેરફાર કરી શકવાના નથી. માટે દૃષ્ટિની ઉત્પાદ અને ઉલ્કાપાત સમાજવા શુદ્ધ અવિનાશી દૃષ્ટિને પ્રાપ્ત કરવાની છે. શેય તત્ત્વો ફરતાં રહે છે, પરિવર્તિત થતાં રહે છે. જ્ઞાતા જ્યાં છે ત્યાં જ છે. જ્ઞાતા દ્રવ્ય છે, તેને જાણવો તે દ્રવ્યદૃષ્ટિ છે. જેથી દ્રષ્ટાદૃષ્ટિ એક થતાં અવિનાશીપણું પ્રાપ્ત થાય છે. ઉત્પાદ અને ઉલ્કાપાત શમી જાય છે. પાંચે અરૂપી દ્રવ્યો પ્રદેશપિંડત્વથી અવિનાશી છે. તેમના સહભાવી ગુણોથી પણ અવિનાશી છે. કારણ કે ગુણોનું જાત્યાંતર થતું નથી. પર્યાયોનું જાત્યાંતર સંભવિત હોવાથી વિનાશી કે અવિનાશી હોય. જેમકે સિદ્ધ જીવની પર્યાયો અવિનાશી છે. કારણકે સાતત્યથી સમાન છે. સંસારી જીવની પર્યાયો વિનાશી છે. પુદ્ગલદ્રવ્યના પર્યાયો વિનાશી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સ્વરૂપસાધનાનાં સોપાન છે. જેમકે સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વમાં જેના ૫૨માણુ વધુ હોય તેમાં રૂપાંતર થઈ જાય છે. જે દ્રવ્યો (રૂપી) અસ્થિર છે તેના પર્યાયો વિનાશી છે. જે અરૂપી દ્રવ્યો સ્થિર છે તેના પર્યાયો અવિનાશી છે. જે દ્રવ્યનું લક્ષણ પરમાર્થથી એક હોય તે દ્રવ્ય અભેદ હોય, ધર્મ, અધર્મ, આકાશ, જ્ઞાનલક્ષણથી જીવ. જે દ્રવ્યનું લક્ષણ એકથી અધિક હોય તે દ્રવ્ય ભેદરૂપ હોય, અને તે રૂપી હોય, પુદ્ગલદ્રવ્યનાં લક્ષણ અનેક છે. તે રૂપી છે. વર્ણાદિ વગેરે તેનો ભેદ છે. પુદ્ગલદ્રવ્યના ઉત્પાદ-વ્યયરૂપ જે પર્યાયો છે તે ભોગ્ય છે. એ સંસારી જીવને સુખદુઃખ આપવામાં નિમિત્તરૂપ છે, પરંતુ પુદ્દગલદ્રવ્યમાં તે સ્વતંત્ર સત્તારૂપ નથી. તેથી સંસારી જીવને સુખદુઃખાદિનું નિમિત્ત બને છે. જો સ્વતંત્ર સત્તા હોત તો તેમ બની શકત નહિ, કોઈ જીવના વૈભાવિક પરિણામ વગર પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે જીવના સંયોગમાં આવી ન શકે. પુદ્ગલ કે પુદ્ગલભાવના સંયોગથી વિયોગ (મુક્ત થવું) થવો તે લક્ષ્ય કરવું. શરીરાદિનું સર્જન નહિ પણ વિસર્જન કરવું તે સાચો પુરુષાર્થ છે. પદાર્થો ભોગ્ય બને છે. એક પરમાણુ સૂક્ષ્મ હોવાથી તે ભોગ્ય બનતું નથી. તેમાં રાગાદિ થવા સંભવ નથી. ધર્મ-અધર્મા, આકાશાસ્તિકાય અરૂપી હોવાથી સૂક્ષ્મ છે તે ભોગ્ય બનતા નથી. તેમાં રાગાદિ થતા નથી. જેને માટે રાગ થાય છે તે દેહની ભસ્મ થવાની છે. માટે તેમાં તન્મય થયેલા ઉપયોગનો મોક્ષ કરવાનો છે. વિકલ્પને શમાવી નિર્વિકલ્પ થવાનું છે. દરેક દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, અને પદાર્થો અપૂરતા અને પરિવર્તનશીલ હોય છે. પરંતુ દરેક દ્રવ્ય, ક્ષેત્ર, કાળમાં આત્મા તો સ્વયં એ જ પ્રાપ્ત હોય છે. બહારના દ્રવ્યાદિ જે વર્તમાનમાં જીવને માટે સર્વસ્વ બન્યા છે. તેમાં આપણે અ-સર્વસ્વ બનવાનું છે. દરેક પરિસ્થિતિમાં તમે આત્માને સમસ્થિતિમાં રાખો તે જ્ઞાતાભાવ છે. ઉપયોગને પરમાત્મ સ્વરૂપમાં રાખવાનો છે. આકાશદ્રવ્ય પોતાના પ્રદેશોથી - ક્ષેત્રથી વિશ્વવ્યાપી છે. આકાશદ્રવ્ય Page #220 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં સત્ની વ્યાખ્યા ૨૦૩ સર્વ દ્રવ્યોને સમકાળે અવગાહના આપે છે. લોકાકાશના સર્વ પ્રદેશો અવગાહક છે. લોક અલોક આકાશ સર્વત્ર વ્યાપક છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય લોકાકાશમાં વ્યાપક છે. તેથી દેશવ્યાપક છે. પુદ્ગલદ્રવ્ય પણ સર્વ કાળે સર્વ ક્ષેત્રે નથી. સંસારી જીવ-સિદ્ધ જીવ સર્વક્ષેત્રે નથી. આત્મા જ્ઞાનસત્તાએ સર્વ વ્યાપક છે. જે દ્રવ્ય, ક્ષેત્રથી સીમિત છે અને કાળથી અંતવાળા છે, તે સર્વવ્યાપક ન હોય. અરૂપી દ્રવ્યોનો જીવ સાથે ભલે નિમિત્ત સંબંધ, ઉપકાર હોય, પણ તે પદાર્થોને આપણે ઇન્દ્રિયજનિત જ્ઞાન વડે જોઈ શકતા નથી. એ પદાર્થોનું જ્ઞાન શ્રુતજ્ઞાનથી ગમ્ય રહેવાનું છે, પણ પ્રત્યક્ષ નથી. ઇન્દ્રિયજનિત જ્ઞાન જડ નૈમિત્તિક છે. જડ પદાર્થો નિમિત્ત છે. એ પદાર્થોના નિમિત્તથી ઊઠતા રાગાદિ નૈમિત્તિક છે. રાગાદિ ભાવ જેનામાં થાય છે, તે ઉત્પાદન છે. જ્ઞાન અરૂપી છતાં જડ નૈમિત્તિક હોવાથી રૂપી પદાર્થોને જોઈ શકે છે. પરંતુ અપૂર્ણ જ્ઞાન અરૂપી પદાર્થને જોઈ શકતું નથી. કેવળજ્ઞાનમાં જાણી શકાય છે, કારણ આ જ્ઞાન જડ નૈમિત્તિક નથી. જે જ્ઞાન ઉપયોગમાં શંકા, સવાલ અપૂર્ણતા છે તે જ્ઞાન પ્રત્યક્ષ નથી. છે દ્રવ્યમાં કાર્ય કારણભાવ. કારણ કાર્યનો સંબંધ અન્યોન્ય અવિનાભાવી સંબંધ છે. જ્યાં કાર્ય દેખાય ત્યાં કારણ છે. જીવ પુદ્ગલની ગતિ-સ્થિતિમાં ધર્મા-અધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્તરૂપ છે તેમ માનવું પડશે. સર્વે પદાર્થો આકાશ-પ્રદેશોમાં અવગાહન લઈ ગતિ સ્થિતિ કરે છે. આવા આકાશને વિશ્વાધાર કહે છે. પુગલજનિત રૂપી પદાર્થો જેમ આપણાથી પર છે તેમ અરૂપી પદાર્થો આપણાથી પર છે. આપણે તેને પ્રત્યક્ષ જોઈ શક્તા નથી. અરે ! આપણો આત્મા પણ આવરણને કારણે આપણે અનુભવી શકતા નથી તે પર નથી છતાં આપણે માટે પર જેવો છે. અર્થાત્ સ્વ હોવા છતાં પર છે. પર એવો દેહ પુગલજાનત હોવા છતાં આત્મા સાથે બદ્ધ સંબંધ છે, તેની સાથે આત્માને અહમ મમત્વ ભાવ છે, તે આપણે વેદી શકીએ છીએ. તેથી અપેક્ષાએ તેને સ્વ-વેદન કહી શકાય. અને કેવળજ્ઞાન જે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સ્વરૂપસાધનાનાં સોપાન સ્વ હોવા છતાં અજ્ઞાનવશ વેદી શકતા આ અપેક્ષાઓ વ્યવહારરૂપ છે. પાંચે અસ્તિકાય દ્રવ્યો એકબીજા સાથે સંકળાયેલા છે, ભલે દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન હોવા છતાં દરેકનું લક્ષ્ય - પરિણમન સ્વમાં છે, અને કાર્ય પર દ્રવ્ય પરત્વે છે. જેમકે ધર્માસ્તિકાય ગતિરૂપ સ્વમાં પરિણમન કરે છે પણ ગતિનું નિમિત્ત પર દ્રવ્યનું બને છે. આત્માનો શેયજ્ઞાન સંબંધ છે. જ્ઞાન આત્માનું સ્વકાર્ય છે. પરંતુ તેમાં નિમિત્ત શેય પર પદાર્થો છે. સ્વ-પર ઉભય પ્રકાશક છે. નિશ્ચયદૃષ્ટિએ દ્રવ્ય ક્ષેત્ર સ્વક્ષેત્રે અભેદ છે તેમ વ્યવહારમાં ક્ષેત્રકાળ અભેદ છે. હું દેહ છું એ સંસ્કાર પડેલા છે. તેમાં વ્યવહારથી હું દ્રવ્ય છું. ક્ષેત્રથી વ્યવહારમાં વર્તમાન જગતના સંસ્કાર પડેલા છે. જેમકે હું મુંબઈનો છું. અમદાવાદનો છું. નિશ્ચયથી આત્મા સ્વપ્રદેશે રહેલો છું. વિશ્વમાં દ્રવ્યક્ષેત્ર જુદા પડતાં નથી. તેમ વ્યવહારમાં ક્ષેત્રકાલ જુદા પડતા નથી. દ્રવ્ય = મૂળ આધારને દ્રવ્ય કહેવાય. પ્રદેશપિંડત્વ મહાસત્તા છે. ગુણપર્યાય એ અવાંતર સત્તા છે. દ્રવ્યના ગુણપર્યાય શેય છે. પુદ્ગલ દ્રવ્યમાં એક પરમાણુમાં એક ગંધ, એક વર્ણ - બે સ્પર્શ હોય. આ ચારે ભેદરૂપ પરમાણુ છે. તેનું સંસ્થાન ગોળાકાર છે. આ સર્વે કેવળીગમ્ય જાણવું. શાસ્ત્રથી શ્રદ્ધા ગમ્ય રાખવું. શેય એટલે જ્ઞાનમાં જણાય જ, જ્ઞાન એટલે જ્ઞાનને જાણે. આ જ્ઞાન શેયનો અભેદ સંબંધ છે. દ્રવ્યઆધાર અને ગુણપર્યાય આધેય એ પણ અભેદ સંબંધ છે. એક ક્ષેત્રે રહેલાં દ્રવ્યો ક્ષેત્રથી અભેદ છે. સમકાલીન વિદ્યમાન દ્રવ્યો કાળથી અભેદ છે. પુગલદ્રવ્યમાં પરમાણુ અબદ્ધ અવસ્થાનું નામ છે. પરમાણુઓનું ભળવું તે સ્કંધ કહેવાય જે બદ્ધ અવસ્થામાં આવે છે. પરમાણુ બદ્ધ સંબંધમાં આવ્યા પછી તે પરમાણુ પ્રદેશ કહેવાય છે. પ્રદેશોનો સમૂહ તે સ્કંધ છે, ધમ-અધર્માસ્તિકાય એક એક મોટો સ્કંધ છે. દરેક દ્રવ્યનું મૂળ પ્રદેશ છે. દરેક દ્રવ્ય સ્કંધરૂપે છે. અરૂપી દ્રવ્યોના પ્રદેશોનો ભેદ સંઘાત નથી. પ્રદેશ પિંડરૂપે છે. રૂપી દ્રવ્યના પરમાણુ ભેગા થાય અને Page #222 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં સત્ની વ્યાખ્યા છૂટા પડે છે. ધર્મ-અધર્મ આકાશ દ્રવ્યના સ્કંધ દેશ-પ્રદેશ ત્રણ ભેદ છે. તેમનો એક એક પ્રદેશ અનંત સ્થિરતાવાળો છે. તેનું ક્ષેત્રાંતર થતું નથી. અનાદિ અનંત પ્રદેશ સ્થિરતા છે. જ્યારે પુદ્દગલદ્રવ્ય સ્કંધ દેશ, પ્રદેશ, પરમાણુ ચાર ભેદ છે. પરમાણુ ક્ષેત્રાંતર કરતા હોવાથી અસ્થિર દ્રવ્યો છે. જીવના પ્રદેશો જન્માંતરે ક્ષેત્રાંતર કરે છે. સિદ્ધ પરમાત્માની પ્રદેશ સ્થિરતા સાદિઅનંત છે. ઉપયોગની પરમ શુદ્ધિ અને પરમ સ્થિરતા થવાથી પ્રદેશસ્થિરતા પ્રાપ્ત થાય છે. માટે ઉપયોગને નિત્ય કરવો તે સાધ્ય છે અને સ્થિર કરવો તે સાધના છે. ઉપયોગ સ્થિર થતાં નિત્ય બને છે. (અચળ) આત્માના પ્રદેશો અનાદિ, અનંત, નિત્ય છે, પરંતુ છદ્મસ્થની ઉપયોગશક્તિ ચંચળ હોવાથી અનિત્ય છે. માટે ઉપયોગને શુદ્ધ બનાવશું તો નિત્યતા અને સ્થિરતા આવશે. મતિજ્ઞાન ક્રમિક છે કેવળજ્ઞાન અક્રમિક છે, તેથી તેનો ઉપયોગ નિત્ય છે. ૨૦૫ આત્મદ્રવ્ય અરૂપી છે એટલે પ્રદેશનું સ્થિરત્વ હોવું જોઈએ. પરંતુ પુદ્ગલના સંયોગે વ્યાવહારિક અસ્થિરતા અને અનિત્યતા આવે છે. અસ્થિરતા અને અનિત્યતા પુદ્ગલના ગુણધર્મો છે, જીવના નથી. જીવની પોતાની જ અજ્ઞાનતાથી થયેલી ભૂલથી જીવ પુદ્ગલનો પિરચયી રહ્યો છે, તેથી સંગ તેવો રંગના ન્યાયે અસ્થિરત્વ અને અનિત્યતા મનાઈ છે. જે દુઃખરૂપ છે, તેની સજા જીવને પરિભ્રમણ દ્વારા ભોગવવી પડે છે. પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ ક્ષેત્રાંતર, રૂપાંતર, પરિવર્તન, પરિભ્રમણ છે. તેથી અસ્થિર અને અનિત્ય પણ છે. જે પ્રદેશથી અસ્થિર અને અનિત્ય છે તે પુદ્ગલ છે. આ લક્ષણ આત્મદ્રવ્યના ગુણધર્મોથી વિરુદ્ધના છે. જડ દ્રવ્યોને સ્વસત્તા છે, પણ પરસત્તા નથી. આત્માની સ્વસત્તા આનંદરૂપ છે. જ્ઞાન સત્તા સ્વ-૫૨ ઉભય પ્રકાશક છે. જીવમાત્રને પ્રદેશ નિત્યત્વ અનાદિ-અનંત છે. ઉપયોગની નિત્યતા અને સ્થિરત્વ સિદ્ધ પરમાત્માને છે. તેનું લક્ષ્ય કરી સાધના કરવાની છે. દ્રવ્યોના મૂળ આધારરૂપે પ્રદેશ પિંડત્વ છે. દરેક દ્રવ્યોમાં પ્રદેશોનો Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સ્વરૂપસાધનાનાં સોપાન સમૂહ છે. ગુણપર્યાયો આધેય છે. ગુણ પર્યાય યુક્ત દ્રવ્ય છે. આત્મા અનાદિકાળથી સત્ સ્વયંભૂ છે. પ્રદેશોથી નિત્ય છે, પણ પુદ્ગલના નિમિત્તથી પ્રદેશોનું સ્થિરત્વ અને ઉપયોગની નિત્યતા નથી. માટે સંસારી જીવે સાધના દ્વારા પ્રદેશોના સ્થિરત્વ માટે મન, વચન, કાયાના યોગને સ્થિર કરવાના છે, જેને માટે કાયોત્સર્ગ જેવી પદ્ધતિ આપી છે. અને જ્ઞાન ઉપયોગને નિર્વિકલ્પ કરી નિત્યતા મેળવવાની છે. ધમ-અધર્મ – આકાશ અને પુદ્ગલ દ્રવ્યનું જ સ્વરૂપ વર્તે છે તે સ્વપરિણમનરૂપ સત્ છે. પરંતુ સંસારી જીવનું પર નિમિત્તે વર્તતું અસ્થિર, અનિત્ય સ્વરૂપ અસત્ છે. સાધના દ્વારા જીવે સ્વભાવમાં રહી સત્ સાધવાનું છે. જ્ઞાન ઉપયોગ જે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે તે અનિત્ય છે. તે સંસારીપણું છે. નિત્યતા એ જીવનું સ્વરૂપ છે. પ્રદેશ સ્થિરત્વ એ આત્માનો સ્વભાવ છે, સ્વભાવમાં જવું તે ધર્મ છે. હું સિદ્ધ સ્વરૂપ છું એ વિકલ્પ ઉપકારી છે. ઉત્તમ ભાવના થાય છે. સકામ નિર્જરાનું કારણ બને છે. વિકલ્પમાત્ર વિનાશી છતાં, આવા વિકલ્પો જીવને પ્રેરણાદાયી છે. આત્મદ્રવ્ય અવિનાશી છે, સહભાવી ગુણ સહિત છે. જેમાંથી પર્યાયનો ઉત્પાદ થઈ વ્યય થાય છે. સંસારી જીવની દૃષ્ટિનો ચેતન પર્યાય બીજી ક્ષણે વ્યય પામતો હોવાથી તે પર્યાય જીવને જાણી શકતી નથી. વર્તમાનના ઉપયોગમાં ભૂતકાલીન પર્યાયને જાણીએ છીએ તે આપણાથી પર છે, તે જડ કે ચેતન પદાર્થો ભલે હો. આપણે આપણને પરમાત્મ સ્વરૂપ જાણીએ છીએ તે પણ અનુભવતા નથી તે આવરણ ભેદ છે. આવરણને કારણે જીવ પરમાત્મસ્વરૂપે હોવા છતાં ભિન્નતા ઊભી થઈ. એ આવરણ એ મિથ્યાત્વ છે. ભ્રમ અને કલ્પના છે. છે સમગ્ર વિશ્વ દૃષ્ટિ અને દયમાં સમાય છે જીવ - અજીવ, રૂપ-અરૂપી, દૃષ્ટિ-દય આમ અનેક પ્રકારે વિચારણા કરી અધ્યાત્મ સાધના પુષ્ટ બનાવવી, દૃષ્ટિ દ્રષ્ટામાંથી નીકળે છે. પછી તે દશ્યને કે દ્રષ્ટાને જાણે પરંતુ તે બહાર નીકળેલી દષ્ટિ દશ્યમાં ક્યારે Page #224 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં સત્ની વ્યાખ્યા પણ શમાતી નથી. દૃષ્ટિ દ્રષ્ટામાં શમાય, તે જ દૃષ્ટિ લય થતાં અવિનાશી બને છે. દૃષ્ટિ દ્રષ્ટામાં સમાવા છતાં વિષયો તો દૃશ્ય રહેવાના, અને દૃષ્ટિ તેમાં ફરતી રહે તો તે ક્રમિક જ્ઞાન છે. દૃષ્ટિને દૃષ્ટિના મૂળ આધારે રાખવી તે જ્ઞાન છે. દ્રષ્ટાને દૃશ્ય બનાવીશું તો દૃશ્ય ખસી જશે. આખરે દૃષ્ટિ જ દ્રષ્ટા ઐક્ય પામશે. દૃષ્ટિમાંથી રાગ જતા દૃષ્ટિ સ્વયં વીતરાગ સ્વરૂપ થાય છે. ચેતન દ્રવ્ય ક્યારે પણ જડ થાય નહિ અજ્ઞાનીને જડ જેવો કહેવામાં આવે છે, તે ઉપમા છે. ‘હું સિદ્ધસ્વરૂપ છું’ પોતાની પર્યાયનો ઉપચાર છે. હું મનુષ્ય છું. પર ઉપચાર છે, કારણ કે તેમાં પુદ્ગલનો બનેલો દેહ છે તે પર છે. હું આત્મા છું તે આવરણયુક્ત છે. આવરણ જતાં આત્મા પરમાત્મા કહેવાય છે. જડ એ અંધકાર તત્ત્વ છે. ચેતના એ પ્રકાશ તત્ત્વ છે. જ્યાં સ્વપ્રકાશ છે ત્યાં આનંદ છે, જ્ઞાન પ્રકાશરૂપ થાય છે એ જ્ઞાનાગ્નિ છે તે ઘાતીકર્મોને બાળીને ભસ્મ કરે છે. ઘાતીકર્મો અઘાતી કર્મોને બળ આપે છે. કેવળી ભગવંતને ઘાતીકર્મો નથી તેથી અઘાતી કર્મોને બળ મળતું નથી તેથી તે બળેલી સીંદરી જેવા વ્યર્થ છે. આયુષ્ય પૂર્ણ થતાં તે અઘાતી કર્મો નાશ થઈ જીવ સર્વથા સર્વ કર્મરહિત થઈ સ્વસ્વરૂપે પ્રગટ થાય છે. આવતી કાલ પહેલી આવશે કે આવતો જન્મ પહેલા આવશે એની કોઈ આગાહી કરી શકાય એમ નથી પને જાાવું એ અધ્યાત્મ નથી સ્વને વેદવું એ અઘ્યાત્મ છે. અધ્યાત્મશાસ્ત્ર જ દુ:ખથી મુક્તિ અપાવે છે આત્માનો સાનપ્રકાશ સૂર્ય જેવો જાજવલ્યમાન છે. આત્માનું વેદન ચંદ્ર જેવું શીતલ છે ૨૦૦૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ : '. A lif , '' '' '' , , , , ૮. કેવળજ્ઞાન - નિરાવરાણજ્ઞાન અક્રમિક, સહજ, પૂર્ણ, જ્ઞાનાનંદસ્વરૂપ, દેહાતીતદશા. કેવળજ્ઞાન: પૂર્ણજ્ઞાન, જેમાં કંઈ ઉમેરવાનું નહિ. જેમાં કંઈ ઘટાડો થવાનો નહિ. જે ઉપયોગને દૃશ્ય જાણવા માટે જવાનું નહિ. એ શુદ્ધ ઉપયોગમાં દશ્ય પ્રતિબિંબિત થાય. છતાં ઉપયોગ તો નિરાકાર અને નિર્વિકાર રહે. ત્રણે કાળને ત્રણે લોકના દ્રવ્યાદિને યુગપદ્ જાણે. મતિજ્ઞાનના ઉપયોગમાંથી વિકાર, મોહ, અજ્ઞાનના ભાવોનું આત્યંતિકપણે નષ્ટ થવું તે નિરાવરણજ્ઞાન છે. કેવળજ્ઞાન એ આત્માનો ગુણ-અવસ્થા છે. પણ કેવળજ્ઞાન દ્રવ્ય નથી. આત્મ દ્રવ્ય છે, લોકાલોક પ્રકાશક એ જ્ઞાનમાં વિશ્વવ્યાપક પાંચે અસ્તિકાયની બદલાતી પર્યાયો પ્રતિબિંબિત થાય છે. અલોકાકાશમાં કોઈ પરિવર્તન જણાતું નથી. છતાં કેવળજ્ઞાનના વેદનમાં શું ફરક પડે ? કેવળજ્ઞાનમાં સ્વરૂપના આનંદવેદનમાં કોઈ ફરક પડતો નથી. કારણ કે તે વીતરાગજ્ઞાન છે. કેવળજ્ઞાન સમસ્થિતિરૂપ છે. વીતરાગજ્ઞાન નિર્વિકલ્પ છે. તેથી તેમાં અખંડિતતા અને અક્રમિકતા છે. રાગાદિભાવોવાળું જ્ઞાન વિકલ્પાત્મક છે. ક્રમિક છે. ખંડિત છે. દસમા ગુણસ્થાનકને અંતે વીતરાગતા આવવાથી ક્ષપક શ્રેણિએ બારમું ગુણ સ્થાનક પ્રાપ્ત થાય છે. તેથી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય બને અંતરાયકર્મ સહજે નાશ પામે છે. એથી સાધકનો અંતરંગ પુરુષાર્થ માત્ર દસમા સુધી રહે છે. બારમા ગુણસ્થાનકને અંતે જ્ઞાન નિરાવરણ બને છે તે જ સમયે તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. માટે સહજ વિતરાગતા પ્રાપ્ત કરવી તે સર્વ સાધનાનું લક્ષ્ય હોવું જોઈએ. કેવળજ્ઞાન આત્માનો નિજગુણ છે. છતાં આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપે ચિંતનમાં લેવો જોઈએ. આત્મજ્ઞાનના ત્રણ વિશેષણો છે. ૧. નિર્વિકલ્પ = અક્રમિક અને અખંડ છે. ૨. સર્વજ્ઞતા = જગતનું સ્વરૂપ યુગપદું જણાય છે. WWW.jainelibrary.org Page #226 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન નિરાવરણજ્ઞાન ૩. વીતરાગતા સર્વ વસ્તુ જણાવા છતાં નિર્લેપતા. જ્ઞાનનો સંબંધ જેટલો પરક્ષેત્રે જ્ઞેય સાથે સિદ્ધ થાય છે તેનાથી અધિક આપણે જ્ઞાનનો સંબંધ સ્વક્ષેત્ર આનંદ સાથે સિદ્ધ ક૨વો જોઈએ. આનંદ એ જ્ઞાનનું સ્વપ્રતિનું કાર્ય છે. ફળ છે. કેવળજ્ઞાન નિરાવરણ હોવાથી અનાદિઅનંત છે. કાળાતીત છે. છદ્મસ્થના મતિ આદિ ચારે જ્ઞાન ક્ષણિક છે. સાદિસાંત છે. છદ્મસ્થનો ઉપયોગ જ્ઞાનાવરણીય કર્મ સાપેક્ષ છે. કર્મપ્રકૃતિનો બંધ અને ઉદયકાળ એક સમયનો અને સત્તાકાલ અંતર્મુહૂર્તથી માંડીને સિત્તેર કોડાકોડી સુધીનો છે. છદ્મસ્થનો ઉપયોગ ક્ષણિક છે તે પુદ્ગલ નૈમિત્તિક છે. આત્માના પ્રદેશો સ્થાનાંતર થાય છે. તે પુદ્ગલ નિમિત્તે છે. આવું નૈમિત્તિકપણું સિદ્ધ પરમાત્મા અશરીરી હોવાથી ઘટતું નથી. તેથી તેઓનો ઉપયોગ અવિનાશી અને આત્મપ્રદેશો પરમ સ્થિર છે. ૨૦૯ = ચારે ઘાતીકર્મોના સંબંધે જીવનો જ્ઞાન ઉપયોગ વિનાશી કહેવાય છે. ઘાતીકર્મોનો સર્વથા નાશ થતાં મતિજ્ઞાનનો ઉપયોગ કેવળજ્ઞાનરૂપ બનીને અવિનાશી બને છે. મન:પર્યવજ્ઞાન જેવો દિવ્યજ્ઞાનનો ઉપયોગ પણ પ્રથમ ક્ષણે સ્વ અને બીજી ક્ષણે ૫૨ બને છે; તો પછી પરદ્રવ્યોમાં સ્વબુદ્ધિ કરવી એમાં કયું શાણપણ છે ? અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન હોવા છતાં તેના ઉપયોગકાળે કેવળજ્ઞાન ન થાય. મતિ-શ્રુતજ્ઞાનના ઉપયોગ કાળે ક્ષપકશ્રેણિ માંડી શકાય છે. માટે આ ઉભયજ્ઞાનમાં વિશેષ જાગ્રતપણે શુદ્ધીકરણ કરવાનું છે. ક્ષપકશ્રેણિથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્ષપકશ્રેણિ સાદિસાંત છે. તેનો પ્રારંભ થાય છે. કાર્ય સિદ્ધ થતાં તે શમી જાય છે. આત્મસ્વરૂપે આત્મપ્રદેશો સ્થિર છે, અને ઉપયોગ અવિનાશી છે. મનાદિ યોગના સંયોગે આત્મપ્રદેશોમાં કંપન થાય છે, તેથી ઉપયોગ અવિનાશી કહેવાય છે. Jah Education International આત્મપ્રદેશોની સ્થિરતા માટે કાયોત્સર્ગ કહ્યો છે. એ સાધનાકાળમાં વ્યવહારથી પણ જેટલું સ્થિ૨૫ણું આવશે તેટલો ઉપયોગ સ્થિર બનશે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સ્વરૂપસાધનાનાં સોપાન સાથે વિકલ્પરહિત બનતો જશે. જે ઉપયોગમાં લેશ પણ પરપણું નથી, પરની (કર્મપ્રકૃતિના ઉદયની અસર ન હોય તેને “સ્વ” કહેવાય. પુગલ દ્રવ્યથી સર્વથા રહિતપણું તે પરમ સિદ્ધાવસ્થા છે. અરિહંત પરમાત્માનો ઉપયોગ કષાયરહિત હોવાથી શુદ્ધ છે. છતાં આત્મપ્રદેશો અઘાતીકર્મોના કારણે દેહસંબંધવાળા છે. તેટલી કર્મોની મલિનતા છે. આત્માના પ્રદેશો દ્રવ્યરૂપ છે. અને આત્માનો જ્ઞાનદર્શન ઉપયોગ એ ભાવરૂપ છે અર્થાત્ તે ગુણ-પર્યાય છે. આનંદ આત્માનો શુદ્ધ પર્યાય છે. સુખદુઃખ ઉભયનું વદન તે આત્માનો અશુદ્ધ પર્યાય છે. વીતરાગતા આત્માનો શુદ્ધ પર્યાય છે. આત્માના જ્ઞાનદર્શન ઉપયોગમાં પર પદાર્થો - પુદ્ગલદ્રવ્યોના સ્કંધ કે પરમાણુ સાથે લેશ માત્ર પ્રયોજનયુક્ત સંબંધ નથી, તેથી વીતરાગતા શુદ્ધ પર્યાય છે. આમ ઉપચરિત સત્યમાં પરમાર્થ શું છે તેનું આપણને અજ્ઞાન હોય છે. એટલે આપણે તેના ભાવોને સમજી શકતા નથી. કેવળજ્ઞાનીને સર્વજ્ઞ કહેલ છે. અનંત નથી કહ્યા. અનંત અનંત ભેદે છે. જ્યારે સર્વજ્ઞતા એકભેદે છે. સર્વ સર્વજ્ઞોનું કેવળજ્ઞાન સમાન છે. કેવળજ્ઞાનમાં ભૂત-ભવિષ્ય નથી છતાં કેવળજ્ઞાનમાં અનંત ભૂતકાળઅનંત ભવિષ્યકાળ જણાય છે તેમ આપણે ઉપચારથી કહીએ છીએ. કેવળજ્ઞાનીને કશું જાણવા જવું પડતું નથી. પરંતુ કેવળજ્ઞાનમાં સમસ્ત વિશ્વ જણાય છે. આત્માના પ્રદેશો આકાશાસ્તિકાયમાં રહેલા છે. પણ કેવળજ્ઞાન તો આત્મપ્રદેશોમાં રહેલ છે. આકાશ સ્વયંભૂ છે. કોઈના આધારે નથી. બીજાં દ્રવ્યો આકાશના આધારે રહ્યાં છે. આમ આકાશાસ્તિકાય (લોકઅલોકરૂપે) વ્યાપકતાથી મહાન છે. આત્માનું કેવળજ્ઞાન શક્તિકાર્યથી મહાન છે. સર્વેને પોતામાં પ્રતિબિંબિત કરાવે છે. કેવળજ્ઞાન એટલે સંસારભાવ, મોહભાવ, અજ્ઞાનનું સર્વથા મૃત્યુ, અભાવ. જ્ઞાનથી શેયને – પદાર્થોને જાણો છો, ભણો છો તેને બદલે જ્ઞાનથી જ્ઞાનને જાણો ભણો. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ કેવળજ્ઞાન - નિરાવરણશાન જે જ્ઞાનનું વિશેષણ સત્ છે તેના આનંદનું વિશેષણ પણ સત્ છે. સચિદાનંદ સ્વરૂપમાં જેમ કેવળજ્ઞાન સત્ છે તેમ આનંદ પણ સત્ છે. જ્ઞાન એ આત્માનો પરમભાવ છે. અને આનંદ આત્માનો પરમ પરમભાવ છે. સાવરણ દશામાં પણ જ્ઞાનને કારણે આત્મા જડથી જુદો જણાય છે. પરંતુ સાવરણ દશામાં તે સુખદુઃખનો અનુભવ કરે છે. કેવળ આનંદમય રહેતો નથી. નિરાવરણ જ્ઞાનમાં પૂર્ણ આનંદરૂપ હોવાથી આનંદ એ પરમ પરમભાવ છે. કેવળજ્ઞાન આત્મ પ્રદેશે નિરાવરણ છે. આત્માના પ્રદેશોમાં બદ્ધ સંબંધે ચારે અઘાતી કર્મો વર્તે છે. જે પ્રદેશોને બંધન કરે છે, પરંતુ તે કેવળજ્ઞાનને બંધન કરતા નથી. માટે દેહના સાધન વડે સંયમ સાધીને, મનને એકાગ્ર કરીને આત્માના પ્રદેશો પર સ્વરૂપદૃષ્ટિ કરવાથી આત્માના નિરાવરણ - કેવળજ્ઞાન સાથે ઉપયોગ જોડાય છે. ત્યારે આત્મનિધિપૂર્ણજ્ઞાન - આનંદ પ્રાપ્ત થાય છે. આત્માને શુદ્ધ સ્વરૂપને દ્રવ્યાનુયોગ દ્વારા જાણીને તેનું ચિંતન કરી. સંયમયુક્ત થઈ, આત્મપ્રદેશોમાં એકાગ્રતા કરવાની છે. જે દ્વારા સ્વરૂપને નિરાવરણ કરી શકાય. આ અંતરની સૂક્ષ્મક્રિયા છે. આત્મા અગુરુલઘુ એટલે સ્વસ્વરૂપે ટકે છે. પુદ્ગલદ્રવ્ય ગુરુલઘુ ભારે હલકું બદ્ધ સંબંધે દેહ એ આત્માને બોજારૂપ છે. એ બંધનથી છૂટવા મોક્ષ માર્ગ છે. જીવ જેમ સંસારી અને સિદ્ધ છે તેમ જડ દ્રવ્યો પણ સચિત અને અચિત છે, સ્થૂલ છે, સૂક્ષ્મ છે. સચિત્તપણે આત્માના પ્રદેશો દેહ સાથે ક્ષીર-નીરની જેમ જોડાયેલા છે. તે જીવ અને પુદ્ગલનું બદ્ધ પરિણમન છે, તે સચિત્ત છે. પુદ્ગલ સ્કંધોનું છૂટા રહેવું અચિત પરિણમન છે. મનાદિ યોગ છે પુગલદ્રવ્યના, અને મળે સંસારી જીવને. સંસારી જીવને દેહમાં જીવવા માટે એ સાધન છે. તે દ્વારા તે શુભાશુભ પ્રવર્તન કરે છે. મિથ્યાત્વ આદિ જીવના અશુદ્ધ ભાવો છે. સમ્યકત્વ આદિ જીવના શુદ્ધ ભાવો છે. વિકારથી જીવ રાગવંત બને છે. રાગથી આસક્તિ ઊપજે છે. મિથ્યાત્વ આદિ કષાયભાવ એ જીવનો ઉપયોગ છે. યોગ એ સ્વભાવ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સ્વરૂપસાધનાનાં સોપાન નથી, પરપદાર્થ છે. જીવે ભૂલ કરીને અજ્ઞાનવશ આનંદસ્વરૂપનો સ્વભાવ પોતાના દેહમાં સ્થાપ્યો છે. અને જ્ઞતમાં તેનો ફેલાવો થઈ રહ્યો છે. અસંયમ અને અનિયમથી આત્મા સંસારી બન્યો છે. તેથી આવરણ આત્માને થાય છે. પુગલને થતું નથી. મતિજ્ઞાન એ માત્ર અજ્ઞાનતા કે અસર્વજ્ઞતા પર ઊભેલું નથી. પરંતુ મતિજ્ઞાનમાં રાગાદિભાવોના દોષો છે તે ઉપર ઊભેલું છે. જો મતિજ્ઞાન રાગાદિ રહિત અધિકારી બને, તો વીતરાગી જ્ઞાન બને, તે જ્ઞાન સર્વજ્ઞતાનું દ્યોતક બને. એટલે સર્વજ્ઞતા પ્રાપ્ત કરવા વીતરાગતા પ્રાપ્ત કરવાની છે. શ્રુતકેવળી હજી પૂર્ણ વીતરાગી નથી તેથી તે સર્વજ્ઞકેવળી નથી. શ્રત એટલે સાંભળેલું, બોધરૂપ બનેલું જ્ઞાન અપૂર્ણ છે. તેથી તેઓ જગતનું સ્વરૂપ સર્વજ્ઞના જેવું જ શ્રદ્ધે છે, જણાવે છે. પરંતુ પૂર્ણ વિતરાગતા ન હોવાથી તેઓ શ્રુતકેવળી કહેવાય છે. અવધિજ્ઞાન અને મનપર્યવજ્ઞાન બંને અતિન્દ્રિય- દિવ્યજ્ઞાન છે, છતાં તે અપૂર્ણ છે, સાવરણ છે. તે બંનેના જ્ઞાનમાં ઉપયોગ વર્તતો હોય ત્યારે ક્ષપકશ્રેણિ ન મંડાય. કારણ કે તે ઉપયોગ અન્ય પદાર્થને જાણવા કે જોવામાં રોકાયેલો છે. મતિજ્ઞાનયુક્ત શુદ્ધ ઉપયોગ (અબુદ્ધિપૂર્વક શુભાશુભનો ઉદય છે) વર્તતો હોય ત્યારે ક્ષપકશ્રેણિ માંડે. મતિ શ્રુતજ્ઞાન વાદવિવાદ માટે નથી. જ્ઞાન જીવને નિઃશંક અને નિઃસંગ થવા માટે છે. સમાધિ અને શાંતિ માટે છે. મતિજ્ઞાનને આત્યંતિક શુદ્ધિ વડે નિરાવરણ કરવાનું છે. છઘના મતિ જ્ઞાનાદિ ભેદ આવરણને કારણે છે. કેવળજ્ઞાનનો ગુણ પરપદાર્થને અરીસારૂપે પ્રતિબિંબિત કરે છે, તે પરપદાર્થ પરત્વે શક્તિરૂપ છે. સ્વદ્રવ્ય પરત્વે તે આનંદરૂપ છે, જે વેદનરૂપે છે. જ્ઞાન અને આનંદ ઉભય આત્મામાં અભિન્ન છે. બાહ્ય શેય પદાર્થોમાં આનંદ ન શોધતા, આત્માએ પ્રશાંત થઈ, સ્વરૂપ આનંદને પ્રાપ્ત કરવાનો છે. પ્રશાંતાત્માએ સુખદુઃખના વેદનથી મુક્ત થઈ, સમાધિ દશા યુક્ત Page #230 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન નિરાવરણજ્ઞાન આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવાની છે. સુખદુઃખના વેદનને ન વેદતા સ્વરૂપમાં સ્થિત થવાનું છે. જેથી ઘાતીકર્મોનો ક્ષય થઈ જ્ઞાન નિરાવરણ બની કેવળજ્ઞાન પ્રગટ થાય. દેહમાં રહીને દેહાતીત દશામાં જવાનું છે. દેહનું અસ્તિત્વ સ્વીકારવું પણ દેહભાવના કર્તાભોક્તા ન થવું. તો વીતરાગતા પ્રત્યે ગમન થાય. કેવળજ્ઞાન એટલે સર્વ અજ્ઞાનતાનો અભાવ છે. નિર્વિકાર જ્ઞાન એટલે શું ? જગતમાં રહેલા પદાર્થોના અસ્તિત્વને જાણે, પરંતુ તે પદાર્થો પ્રત્યેના રાગાદિ સંબંધોનો સ્વીકાર ન કરે. કર્તાભોક્તાભાવ ન કરે, તે નિર્વિકાર જ્ઞાન છે. સિદ્ધ પરમાત્મા કેવળ જ્ઞાતા દ્રષ્ટાપણે છે. પૂર્ણ છે. પૂર્ણ પોતામાં કે બહારમાં કંઈ કરે નહિ, સહજ અવસ્થા છે. સિદ્ધ પરમાત્મા લોકાકાશના અગ્રભાગે છે. તેમના આત્માના પ્રદેશો આકાશાસ્તિકાયમાં છે, પણ કેવળજ્ઞાન તો સિદ્ધ પરમાત્માના આત્મામાં છે. - જ્ઞાન એ ગુણ છે. કેવળજ્ઞાન તે પર્યાય-અવસ્થા છે. સિદ્ધ પરમાત્માના દ્રવ્ય, ગુણ, પર્યાય એકરૂપ છે. સંસારીના દ્રવ્ય-ગુણમાં ભેદ નથી, પર્યાયમાં ભેદ છે. દ્રવ્યગુણ શુદ્ધ છે. પર્યાય અશુદ્ધ છે. પુÇગલદ્રવ્યોના નામ ફરે એટલે રૂપ ફરે, ગુણધર્મ ફરે. જેમ કે પથ્થર, સોનું ઇત્યાદિ પૃથ્વીકાય છે પણ રૂપ ફરે નામ ફરે છે. અરૂપી દ્રવ્યો ત્રણે કાળ તેના સ્વભાવમાં સમપણે હોય છે. જેમકે જીવ ચેતનારૂપે, ધર્મઅધર્મ ગતિ સ્થિતિરૂપે અરૂપી દ્રવ્યોના નામરૂપમાં પરિવર્તન થતું નથી. જીવમાત્ર જ્ઞાન સહિત હોય તેમાં અવસ્થાભેદ છે. મતિજ્ઞાનાવરણીય કર્મ હોય તેને મતિજ્ઞાન હોય જ. શ્રુતજ્ઞાનાવરણીય કર્મ હોય તેને શ્રુતજ્ઞાન હોય જ. અવધિજ્ઞાનાવરણીય કર્મ હોય તેને અવધિજ્ઞાન સત્તામાં હોય જ. મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ હોય તેને મન:પર્યવજ્ઞાન સત્તામાં હોય. કેવળજ્ઞાનાવરણીય કર્મ હોય તેને કેવળજ્ઞાન સત્તામાં હોય. સંપૂર્ણ કેવળજ્ઞાનાવરણીય કર્મ ક્ષય થયે કેવળજ્ઞાન થાય, કારણ કે કેવળજ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. ક્ષયોપશમ હોતો નથી તે સર્વઘાતી ૨૧૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સ્વરૂપસાધનાનાં સોપાન મન પ્રકૃતિ છે. તેથી તે કર્મનો સર્વથા ક્ષય થયે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થાય. મતિજ્ઞાનાવરણીય. વિકલ્પાત્મક છે એટલે વિકારાત્મક છે. વિકલ્પ આવરણ છે. મતિજ્ઞાન દ્વારા અસીમ-કેવળજ્ઞાનાદિની ગમે તેટલી કલ્પના કરો તે સીમિત જ રહેશે. કારણ કે મતિજ્ઞાન સીમિત છે. જેમ ઇન્દ્રિયજનિત ભોગ ખોટા છે, તેમ ઇન્દ્રિયજનિત જ્ઞાન પણ ખોટું છે. અધૂરું છે. મતિજ્ઞાનનો ઉપયોગ ક્ષણિક વિકલ્પ છે. મતિજ્ઞાન એટલે કરણ અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરવું. દર્શનાવરણીયકર્મ અને દર્શનનો સંબંધ પાંચે ઇન્દ્રિયો સાથે છે. ચક્ષુ-અચક્ષુદર્શન વગેરે. તે સામાન્ય બોધરૂપ ઉપયોગ છે. મતિજ્ઞાનનો ઉપયોગ ક્ષણિક છે, ક્રમવર્તી છે. મતિજ્ઞાનમાં મોહ ભળે એટલે વિકારી બને. અને તે આવરણરૂપ હોઈ બંધન છે. મતિજ્ઞાન અપૂર્ણ છે. તેમ સમજીને વીતરાગતા-પૂર્ણતા પ્રત્યે જવાનું છે. રાગ છે ત્યાં અપેક્ષા, આગ્રહ પરાધીનતા હોય. વીતરાગતામાં કોઈ વિરોધી તત્ત્વ નથી, તેથી અપેક્ષા કે આગ્રહ નથી. જીવે આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજવું જોઈએ. નિશ્ચયનય દ્વારા આત્માના અસ્તિત્વ આદિ સ્વરૂપને સમજવા જેવા છે. યદ્યપિ વ્યવહારનયને રાખ્યા વગર નિશ્ચયનયની સાધના થાય નહિ. નિરપેક્ષ નિશ્ચયનય સમજવો જોઈએ. પરંતુ જ્ઞાનાચાર આદિમાં વ્યવહાર સાપેક્ષ નિશ્ચય છે સંસારી જીવ માટે સાધનાનો આવો ક્રમ છે. - મતિજ્ઞાન એ જ્ઞાનનો ઉપયોગ છે પણ શુદ્ધ સ્વરૂપ નથી. મન, વચન કાયાના યોગ એ ઉપયોગનું સાધન છે. પણ આત્મા યોગસ્વરૂપ નથી. તેરમે ગુણસ્થાનકે યોગ છતાં ઉપયોગ શુદ્ધ સ્વરૂપે છે. ૫૨૫દાર્થોનું કર્તાપણું જીવને સંસારમાં ડુબાડે છે.. જીવ સ્વરૂપથી અકર્તા છે. શુદ્ધ નિશ્ચયનયે અન્યને ધર્મ પમાડી શકતો નથી. સુખી કે દુઃખી કરી શકતો નથી. એવા બોધથી, વ્યવહારનયે અન્યને ધર્મ પમાડે કે સુખદુ:ખ આપે તેવા કર્તુત્વપણાનું અભિમાન થતું નથી. કારણ કે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પરંતુ કર્તાકર્મ સંબંધ નથી. પૂર્ણ' પોતાનામાં કંઈ પણ ન કરે અને બહાર પણ કંઈ ન કરે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ કેવળજ્ઞાન – નિરાવરણશાન પૂર્ણ તત્ત્વ અકર્તારૂપ છે તેથી પૂર્ણ કહેવાય. દયા, દાન, પરોપકારાદિ વ્યવહારધર્મોનું સેવન કરવા છતાં સંસારી જીવો સ્વરૂપથી અકર્તા છે. તેવું લક્ષ્ય રાખીને કર્તુત્વપણું ત્યજવાનું છે. ત્યાગ એ વ્યવહાર છે. સમજણ, દૃષ્ટિ, જ્ઞાન તે નિશ્ચય છે. જીવસ્વરૂપે દેહ એ પરદ્રવ્ય છે. વળી અન્ય દ્રવ્યોની સહાય વગર દેહ ટકતો નથી. સાંયોગિક પદાર્થ છે તેથી તે વિનાશી છે. દેવોને દેહની સ્વાધીનતા હોવા છતાં (નાનુંમોટું કરવા વગેરે) તે દેહ પણ વિનાશી છે. દેહનો સ્વભાવ જ અંતવાળો છે. સાધનાકાળમાં નિર્વિકલ્પતાની સાધના થાય ત્યારે કલ્પાતીત (ઉપરના) દેવલોકનો આયુષ્યબંધ થાય છે. કેવળજ્ઞાનીને દૂર-નજીકનો ભેદ નથી તેથી તે ક્ષેત્રતીત છે. ભૂતભવિષ્યનો ભેદ નથી તેથી કાળાતીત છે. સ્વ-પર દ્રવ્યોનો ભેદ નથી તેથી દ્રવ્યાતીત છે. ભાવમાં નિર્વિલ્પ છે તેથી ભાવાતીત છે. કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે. તેમ તેમના અઘાતીક પ્રતિબિંબિત થાય છે. પણ ઉપયોગ શેયાકાર થતો નથી. પોતે જ્ઞાયક સ્વરૂપે જ રહે છે. મતિજ્ઞાન કર્તાભોક્તા ભાવવાળું છે. માત્ર કેવળજ્ઞાન જ્ઞાતાદ્રા. ભાવવાળું છે. મતિજ્ઞાન ચોથા ગુણસ્થાનકથી સમ્યગુપણે થતાં, કર્તાભોક્તા ભાવ ઘટે છે. સર્વથા કર્તાભોક્તા ભાવ વગરનું બારમે ગુણસ્થાનકે બને છે. ત્યાર પછી જ્ઞાન નિરાવરણ બને છે. જે કેવળજ્ઞાન કહેવાય છે. તેના લક્ષ્ય સાધકને આરંભ પરિગ્રહની મૂછ ઘટતી જાય છે. સાધુજનો નિરારંભી કે નિષ્પરિગ્રહી રહી કતભોક્તા ભાવથી મુક્ત થતા જાય છે. સંસારીદશામાં મનુષ્યનો આત્મા પરમાત્માની કાચી ધાતુ છે. આત્મા પરમાત્મા બની શકે છે. જડ પદાર્થો પરમાત્મા બની શકતા નથી. અહમ આદિ ભાવો પરમાત્મતત્ત્વ ઉપરના આવરણ છે. જ્ઞાનધ્યાનાદિ યોગ દ્વારા અહમરહિત થવાનું છે. પ્રથમ ગુણસ્થાનકેથી દેશમાં ગુણસ્થાનક સુધી મોહનીયના જે વિકારીભાવો છે. તેને કાઢવાના છે. તેનાથી જ્ઞાન પર Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સ્વરૂપસાધનાનાં સોપાન આવરણ થાય છે. તે ભાવો સર્વથા નષ્ટ થતાં જ્ઞાન નિરાવરણ બને છે. છદ્મસ્થનું જ્ઞાન સાવરણ હોવાથી પ્રત્યક્ષ પ્રમાણ નથી, પરંતુ પરોક્ષ પ્રમાણ – આગમપ્રમાણ – અનુમાન પ્રમાણ યુક્તિપ્રમાણ હોય છે. કેવળજ્ઞાન પ્રત્યક્ષપ્રમાણ હોય છે. એટલે મતિ - શ્રત - અવધિ તથા મન:પર્યવજ્ઞાની ચારે છઘસ્થ જ્ઞાન હોવાથી અભ્યાધિક પણ અનિયમમાં છે. નિયમથી અપ્રમત્તપણે રહેવાના ઉદ્યમી છે. કેવળી ભગવંત થતા સિદ્ધ પરમાત્મા નિયમથી પૂર્ણ અપ્રમત્તપણે હોય છે. સંસારમાં છવસ્થ તો અનિયમથી જીવે છે. સ્વરૂપદષ્ટિએ કાનૂનભંગ કરીને જીવે છે. સ્વ-પરના ભેદથી જીવે છે. પૂર્ણજ્ઞાની સ્વરૂપમાં અભેદપણે જીવે છે. કેવળજ્ઞાની સર્વ પદાર્થોને અક્રમથી યુગપ) જાણે છે. છદ્મસ્થ ક્રમિક જાણે છે, પરંતુ વચનયોગ ક્રમિક જ હોય. કેવળી ભગવંત કે છઘસ્થ વાણીને ક્રમમાં ઉચ્ચારી શકે. જાણવાનું ક્રમ અને અક્રમ બંને રીતે. વચનયોગ ક્રમિક છે. તે શ્રુતજ્ઞાનને કે ભાષાવર્ગણાને આધારિત છે. ધ્યાન અને સમાધિમાં શ્રુતજ્ઞાન-દ્વાદશાંગી આદિનો વિકલ્પ પણ કરવાનો નથી. ધ્યાન કે સમાધિ સ્વસ્વરૂપને લક્ષ્યમાં લેવા માટે છે. આથી સાધકે ધ્યાન પોતાના વીતરાગ સ્વરૂપનું કે ત્રિકાળી શુદ્ધસ્વભાવનું કરવાનું છે. કેવળજ્ઞાન, વીતરાગજ્ઞાન, સર્વજ્ઞજ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન આનંદ સ્વરૂપ પર્યાયવાચી શબ્દો છે. તે આત્માથી અભેદ છે તે અભેદતા સાધ્ય કરવાની છે. મતિજ્ઞાનમાં ભળેલા મોહના વિકારો અને અજ્ઞાનના રાગદિના વિકલ્પો કાઢવા ધ્યાન કરવાનું છે. વીતરાગતા આવવાથી મોહ ઘટશે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થશે ધ્યાન દ્વારા દેહાધ્યાસ છૂટે વીતરાગતા આવે. પરવસ્તુમાં નિજાનંદ છે નહિ. તેમાં જીવ આરોપ કરી આનંદ મેળવવા પ્રયત્ન કરે છે, તે મિથ્યાત્વ છે. જે મળે અને ટળે તે મિથ્યા હોય, ભ્રમ હોય. અનિત્ય પદાર્થોમાં નિત્યભાવ કરવા છતાં તે ટકતા નથી. આપણે Page #234 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન – નિરાવરણજ્ઞાન ૨૧૭ તેને ટકાવવા મથીને દુઃખી થઈએ છીએ. આથી સંસારને સ્વપ્નની ઉપમા આપી છે. સુખ ઈચ્છવા છતા ટળી જાય છે. દુઃખ ન ઇચ્છવા છતાં આવે છે. આ ભ્રમ વૈરાગ્યથી તૂટે છે. નિર્વિકલ્પદશા એ જીવનું શુદ્ધ સ્વરૂપ છે. અપેક્ષાએ જ્ઞાન વિકલ્પ અને સંકલ્પસહિત છે. પરંતુ જ્યાં સુખ-દુઃખને રાગાદિ ભાવને સંબંધ નથી ત્યાં જ્ઞાન ઉપયોગ નિર્વિકલ્પ છે. જ્ઞાનમાં મોહનીય કર્મ ભળે ત્યાં વિકલ્પ છે. કેવળજ્ઞાન ઉપયોગ છે પણ વિકલ્પ નથી. યોગ છે તેથી ઇર્યાપથ આશ્રવ છે પણ બંધ નથી. પારમાર્થિક ધર્મની શરૂઆત મનોયોગથી થાય છે. કાયયોગ વિના મનોયોગ સંયમમાં આવતો નથી. તેથી ધર્મનો પ્રારંભ બાહ્ય ક્રિયાથી થાય છે. પરંતુ જે પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરતા નથી, પ્રતિ સમય પોતે કેવળજ્ઞાન સ્વરૂપ છે તેવી શ્રદ્ધા કરતા નથી તેનું અનંતબળ કાર્યકારી થતું નથી. તેને સાધક કેમ કહેવાય? શ્રુતજ્ઞાન શબ્દથી અને અર્થથી સમજાય છે. પરમાત્માની મૂર્તિ કરતા પણ જિનવાણી સૂક્ષ્મ અક્ષરદેહ છે. તેનું ભાવસ્વરૂપ કેવળજ્ઞાન છે. મૂર્તિ આંખનો વિષય છે. (સ્થૂલ) શબ્દ - વચન - શ્રવણનો વિષય છે. (સૂક્ષ્મ) ભાવના એ મનનો વિષય છે. સાધુ ભગવંતો સંયમની શુદ્ધતા માટે જીવનપર્યત દ્ધશાંગી પ્રમાણ જ્ઞાનારાધના કરી પરમપદની સાધના કરે છે. તે દ્વારા પરમાત્માની ભાવ પૂજા કરે છે. ૯ સ્મરણવિસ્મરણથી પરે દશા પૂર્ણ છે. નિદ્રાવસ્થામાં કેવળજ્ઞાન થતું નથી તેથી તે દર્શનાવરણની પ્રકૃતિ ઘાતકર્મની કહી છે. નિદ્રા એ પ્રમાદ છે ત્યારે કષાયો મંદ હોય છે, પરંતુ કેવળજ્ઞાનને બાધક હોવાથી તે ઘાતકર્મમાં મનાઈ છે. કર્યજનિત દશામાં કર્મોને ખપાવી. સત્તામાં રહેલા સ્વરૂપને પ્રગટ કરવાનું છે. કેવળજ્ઞાનને વાવવાનું કે લાવવાનું નથી સત્તામાં પડ્યું છે, તેને નિરાવરણ કરવાનું છે. ભવિ = એટલે ભવન | પરિણમન કરનારો. જે ચોથેથી ચૌદમા Page #235 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસાધનાનાં સોપાન ગુણસ્થાનકના ભાવ-પરિણમન કરીને કેવળજ્ઞાન પામે છે. જ્યારે અભવિભવન/પરિણમન કરતો નથી. ગમે તેવા તપ સંયમ આદિ કરીને પણ પહેલે ગુણસ્થાનકે જ રહે છે. જેમ પેટીવાજાની પીન ઠરડાઈને ત્યાં જ ફર્યા કરે તેમ, અભવ્ય એ ગુણસ્થાનમાં જ રહીને ઊંચા-નીચા ભાવમાં ભમ્યા કરે છે. ૨૧૮ જીવના જ્ઞાન-દર્શનના અધ્યવસાય અનંતા છે. અવિધ અને મન:પર્યવજ્ઞાન દિવ્ય અને અતિન્દ્રિય હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મના સંબંધવાળું છે. એટલે સમ નથી અપેક્ષાએ વિષમ છે, માટે કેવળી બનવાનો એક જ ઉચ્ચ ભાવ કરી કોઈ પણ ઉચ્ચ તત્ત્વને આરાધી દર્શનાદિની એકતા-સમાપત્તિ વડે કેવળજ્ઞાન પામી શકાય છે. વ્યવહાર ધર્મમાં ક્રિયાના અનેક ભેદો છે. છતાં જીવે એકભાવનું લક્ષ્ય કરવાનું છે, તે પરમાત્મ સ્વરૂપનું. સાધક સાધન વગરનો ન હોય. સાધનનો ઉપયોગ સાધ્યને સિદ્ધ કરી લે છે. મનાદિ યોગ પણ સાધન છે. ઉપદેશ એ ઉપકારી તત્ત્વ છે, એટલે ઉપદેશકને ગુરુપદ આપ્યું છે. દાનાદિ વડે પરોપકાર થઈ શકે છે, પણ ઉપદેશથી બોધ પામી જીવ સંસાર-સાગર તરી જાય છે. ચૌદપૂર્વનું જ્ઞાન પણ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. મોહનીયનો ક્ષય થાય ત્યારે ક્ષાયિકભાવે જ્ઞાન પૂર્ણપણે પ્રગટે છે. મતિ આદિ ચારે જ્ઞાન ક્રમિક ઉપયોગવાળા છે તેથી અનાદિ અનંત એવા કેવળજ્ઞાનને ક્યાંથી ગ્રહણ કરી શકે ? કેવળજ્ઞાનીને દ્રવ્યમન હોય છે તે પર્યાપ્તિ નામ કર્મ છે. સંસારી જીવને દ્રવ્ય અને ભાવમન હોય છે. ત્યાં મતિજ્ઞાનાવરણીય કર્મનો અભેદ સંબંધ છે. તેથી મન એ સંસારના સંચાલનનું મથક છે. કેવળી ભગવંત અનાદિ અનંત પદાર્થોને, તેના સર્વગુણો તથા સર્વ પર્યાયોને યુગપદ્ જાણે તે છદ્મસ્થની સમજ માટે વ્યાખ્યા છે. કેવળીને જ્ઞાનમય જીવન જ ભોગરૂપ છે. અભેદપણે વર્તે છે. ૫૨ વસ્તુના ભોક્તાભાવથી કાળના પણ ભેદ પડે છે. જીવનું જ્ઞાનસ્વરૂપ કેવળજ્ઞાન Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ કેવળજ્ઞાન - નિરાવરણજ્ઞાન છે. જીવનું સુખસ્વરૂપ એ અનંત સુખસ્વરૂપને એક સમયે એક સાથે ભોગવી મૂકે છે. સંસારી જીવ સુખ કે દુ:ખને ક્રમિક ભો”વે છે. તેથી ક્ષણિક છે. જગતમાં પદાર્થોનો સંબંધ નિમિત્ત નૈમિત્તિક છે. તેમાં પાંચ સમવાયકારણની અપેક્ષા છે. કારણ વગર કાર્યની નિષ્પત્તિ થતી નથી. પાંચ કારણોની ગૌણતા મુખ્યતા હોય છે. ૦ ૧. કર્મ = ક્રિયારૂપ છે. સુકૃત - દુષ્કૃત્ય એ કર્મ છે. ૦ ૨. સ્વભાવ = વસ્તુનું લક્ષણ ધર્મ - સમભાવ - વિષમભાવ. ૦ ૩. નિયતિ = ભવિતવ્યતા. ૦૪. કાળ = પરિવર્તનનો સમય. ૯ ૫. ઉદ્યમ = પુરુષાર્થ 'કર્મને = કારણ ગણીને સુકૃત કે સક્રિયા કરવી. સ્વભાવ = કારણથી સમભાવમાં રહેવું. નિયતિ = પરિસ્થિતિનો સ્વીકાર કરી જ્ઞાતા રહેવું. કાળ = સમય પોતાનું કાર્ય કરે છે માટે ધીરજ રાખવી. ઉદ્યમ = પ્રમાદ છોડી અપ્રમત્ત થવું. આ કારણોના આ ભાવને લક્ષ્યમાં લઈ સાધના કરવી જેથી પાપક્રિયામાં રસ ન પડે અને કર્મબંધ અટકે. કેવળજ્ઞાની ભગવંતને પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ ન હોય. તે ફક્ત નામકર્મરૂપે હોય. અઘાતી કર્મની અસર પ્રધાનપણે પ્રદેશ પર હોય. કેવળજ્ઞાનીને ચાર અઘાતી કર્મની ઔદયિક અવસ્થા ચાલુ રહે છે. પણ પુદ્ગલભાવ હોતો નથી. મતિજ્ઞાનના ઉપયોગમાં દરેક ભેદમાં પરમાત્માનો આકાર પાડવાની શક્તિ છે. મતિજ્ઞાનના સંકલ્પમાં મોક્ષ પામવાનો ભાવ થઈ શકે છે. અવધિ કે મન:પર્યવજ્ઞાનથી મોક્ષ મળતો નથી. મતિજ્ઞાનનો ઉપયોગ નિરંતર ચાલુ છે, પણ તે પુદ્ગલભાવમાં હોવાથી સંસાર ચાલુ રહે છે. હવે જો મતિજ્ઞાનનો ઉપયોગ સ્વસ્વરૂપ સાથે અભેદભાવે થાય તો શુદ્ધ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સ્વરૂપસાધનાનાં સોપાન ઉપયોગ દ્વારા જીવ સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે. અંતરંગ શત્રુઓને જીતીને અરિહંત થઈ શકે. અરિહંત = અરિ, દુમન, અર્થાત્ વિરોધી. વિરોધી શું? જીવ સામે અજીવ જે પૌદ્ગલિક પદાર્થો છે તે વિરોધી તત્ત્વ છે. તેની સાથેના સંબંધભાવને દૂર કરવાનો છે. પુદ્ગલનો અભાવ થવાનો નથી. પણ તેની સાથે જે મોહના ભાવ છે તે વિરોધી છે - અરિ છે, તેનો અંત કરવાનો છે. પુદ્ગલ સાથેના કર્તાભોક્તાભાવ, અહમ-મમત્વ, રાગ-દ્વેષને કારણે જીવનો પુદ્ગલ સાથે સંબંધ ટકે છે. તે અશુદ્ધભાવ છે. મિથ્યાત્વ મોહનીયના દલીકો છે. અનાદિકાળથી જીવને પુદ્ગલનો લક્ષ અને પક્ષ છે. જે મિથ્યાભાવ છે. તેમાં ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ તે કર્તાભાવભોક્તાભાવ છે. પુદ્ગલ લક્ષી ભાવ એટલે મિથ્યાભાવ છે. જીવ જો પરમાત્મ પદનું લક્ષ્ય કરે તો મિથ્યાભાવના દળિયા પરિણમન પામી સમકિત મોહનીયમાં પરિણમે. સમયકત્વમોહનીયનો બંધ નથી થતો ઉદય હોય છે. - શુદ્ધસ્વભાવની ઝૂરણા રહે તો મોક્ષમાર્ગની ભાવના ટકે. પંચમહાવ્રત આદિ સાપેક્ષ સાધના છે. લઘુકર્મી થવા માટે જરૂરી છે. ઉચ્ચતમ શુદ્ધ સ્વરૂપની ઝંખના રહેવી જોઈએ. પંચ મહાવ્રતના ભાવ પણ ક્ષયોપશમવાળા છે. તેમાં તીવ્ર વૈરાગ્ય અને પરમાત્વ તત્ત્વ વિષે યથાયોગ્ય શ્રદ્ધા હોય તો પરમતત્ત્વ રસરૂપ બને. પુદ્ગલ પરમાણુના સ્કંધ રૂપથી કે ક્ષેત્રથી સાદિઅનંત સ્થિતિ પામી શકતું નથી. કારણ કે પુગલનું પરિવર્તન નિરંતર ચાલુ છે. જ્યારે જીવ શુદ્ધ થઈ સાદિઅનંત સ્થિતિ પામે છે. કેવળજ્ઞાન અપ્રતિપાતી (નિત્ય) ગુણ છે. અત્યંત પ્રશાંતાત્મા છે. સમ્યગુમતિજ્ઞાનથી વચલી સર્વ અવસ્થાઓમાં મોહનીયનો ક્ષયોપશમ હોવાથી પુણ્યનો ઔદયિકભાવ સાદિસાંત અવસ્થા વાળી શાંતિનો હોય છે. ત્યાં પ્રશાંતાત્માવસ્થા નથી. દૂધમાં મેળવણ પડવાથી દૂધ જ દહીંરૂપે પરિણમે છે. તેમ મતિજ્ઞાનમાં શુદ્ધ ઉપયોગનું ઉદ્દભવ થવાથી મતિજ્ઞાન કેવળજ્ઞાનરૂપે Page #238 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન નિરાવરણજ્ઞાન પરિણમે છે. માત્ર દેહના દુ:ખ ભોગવીને કે ઉપભોગ કરીને કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. આત્મિક સુખના વેદનથી કેવળજ્ઞાન સુધી પહોંચાય છે. મનોયોગના અસંખ્ય અધ્યવસાયો છે. જે અસાધારણ કારણ છે. તેને મોક્ષ પ્રત્યે દોરવાના છે. અવિધ અને મન:પર્યવજ્ઞાનની લબ્ધિઓ ફક્ત આત્મિક વિકાસની નિશાની છે. પણ તે મોક્ષમાર્ગના સાધન નથી. મન:પર્યવજ્ઞાનની શુદ્ધિ એવી છે કે તે મુનિ કેવળજ્ઞાનને પામે છે. આત્માનું નિષ્કષાયી થવું તે મોક્ષનું અસાધારણ કારણ છે. લબ્ધિ બાધક છે. લબ્ધિના ઉપયોગ સમયે મહામુનિ પણ ક્ષપકશ્રેણિ માંડી શકતા નથી. મતિજ્ઞાનના ઉપયોગની શુદ્ધિ દ્વારા શુક્લધ્યાન વડે ક્ષપકશ્રેણિ મંડાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે સંજ્વલન કષાયને કારણે પ્રમત્ત દશા છે, તેથી કેવળજ્ઞાન અટકે છે. ૨૨૧ જ્ઞાનની અનેક અવસ્થાઓ છે, પર્યાયો છે તે કર્તાભોક્તાભાવે વિનષ્ટ છે. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન તો ઊભું જ રહે છે. ક્રોધાદિ થયા પછી, એ અવસ્થા બદલાય તોપણ જ્ઞાન જાણે છે કે ક્રોધ થયો હતો. જે મતિજ્ઞાનના ઉપયોગ વડે સમભાવને આકાર આપે છે, તે કષાય મુક્ત થઈ વીતરાગ બને છે. જેથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ઇચ્છા મતિજ્ઞાનનું લક્ષણ છે. તેથી મોહનીયના ભાવે દેહના કર્તા ભોક્તાની ઇચ્છા થાય છે. તે સહજજ્ઞાનને અટકાવે છે. ક્યારે મોક્ષ મળશે તે ઝંખનાનો વિષય છે. કેમ મોક્ષ મળશે તે પુરુષાર્થ/બોધનો વિષય છે. છદ્મસ્થનું મતિજ્ઞાન વર્તમાનકાળના કર્તાભોક્તા ભાવે છે બીજા સમયે તેના સ્મરણરૂપે જ્ઞાતાદ્રષ્ય થઈએ છીએ. લક્ષણથી તો જીવ જ્ઞાતાદ્રષ્ટા છે. કેવળી ભગવંત ૫૨ દ્રવ્યક્ષેત્રે જ્ઞાતાદ્રષ્ટા છે. પણ સ્વક્ષેત્રે વૈદક છે. પરક્ષેત્રે કર્તાભોક્તાભાવ નીકળે તો જ સ્વરૂપ પ્રાપ્તિ થાય. સ્વક્ષેત્રે સ્વગુણોની સ્વાનુભૂતિમાં આત્મા સ્વસંવેદ્ય છે. પરદ્રવ્યના અનુભવમાં જ્ઞાતાદ્રષ્ટા છે. સંસારી જીવોનું પદ્રવ્યોનું ભોક્તાપણું ઉપચિરત છે, સંયોગજનિત છે. તેથી ટાળી શકાય છે. સ્વગુણોનું વેદન ટાળી શકાતું Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સ્વરૂપસાધનાનાં સોપાન નથી. કારણ કે તે સ્વાભાવિક છે. મતિયુત જ્ઞાન ભાવપ્રધાન છે. અવધિ - મન:પર્યવ દૃશ્ય પ્રધાન છે. શુભાશુભભાવો મતિજ્ઞાનમાં થાય છે, શ્રુતજ્ઞાનથી મતિજ્ઞાન ખૂલે છે. તેની શુદ્ધિ વડે અવધિ/મન:પર્યવની ભૂમિકા બંધાય છે. આખરે કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. મતિજ્ઞાન અપૂર્ણ છે. તેમાં વસ્તુના સ્વરૂપને જાણવાના ભાવો જ્ઞાનસ્વરૂપ છે. જે રાગાદિ લાગણી ભાવો છે તે મોહનીયના છે. કેવળી ભગવંત પોતાના શુદ્ધ જ્ઞાનથી ઉપદેશ દ્વારા સંકેત આપે છે કે મતિજ્ઞાનમાંથી મોહનીય ભાવો કાઢી નાંખો, સ્વરૂપ જ્ઞાન પ્રગટ થશે. જ્ઞાનના અપેક્ષાએ બે ભેદ છે, ઇન્દ્રિયજનિત જ્ઞાન અને અતિન્દ્રિયજ્ઞાન. અતિન્દ્રિયજ્ઞાન શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાન વડે જણાય છે. તે માટે ધર્મશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. ભૌતિક વિજ્ઞાન માત્ર ઇન્દ્રિય કે બૌદ્ધિક જ્ઞાન છે. વિશ્વમાં નવા પદાર્થ ઉત્પન્ન થતા નથી. વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધનથી પ્રકાશમાં આવે છે. ઈન્દ્રિયથી જે પદાર્થ ગ્રહણ ન થાય તે અતિન્દ્રિયજ્ઞાન છે. શેય-જ્ઞાતા-જ્ઞાન ત્રણે કેવળજ્ઞાનમાં અભેદ થઈ જાય છે. દર્શનાદિ ગુણોનું ઐક્ય થાય છે. કેવળજ્ઞાનીને કેવળજ્ઞાન શેય નથી પરંતુ વિશ્વના તમામ પદાર્થો શેય છે. કેવળી ભગવંતને અન્ય કેવળી શેયરૂપ છે. છપ્રસ્થને પરમાત્મસ્વરૂપ અને વિશ્વના સર્વ પદાર્થો શેયરૂપ છે. જ્ઞાનીને. કેવળજ્ઞાન એક છતાં તેની શક્તિ અનંત છે. સિદ્ધ પરમાત્મા આત્માના એકેએક પ્રદેશથી એકસરખી જ્ઞાનશક્તિથી વિશ્વના તમામ પદાર્થોને, ત્રણે કાળની અવસ્થાને યુગપદ્ જાણી શકે છે. તે માટે જ્ઞાનને ક્ષેત્રમંતર કરવું પડતું નથી કે પદાર્થોને આત્મા પાસે આવવું પડતું નથી. તેથી સિદ્ધ પરમાત્માને દ્રવ્યાદિ ભેદ નથી. જ્યારે આકાશાસ્તિકાયમાં જે દેશમાં પદાર્થ જાય ત્યાં તેને જગા મળે, બીજા આકાશ પ્રદેશે તેને સંબંધ ન હોય. તેથી તેને દેશકાળ લાગુ પડે છે. કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલી સિદ્ધ અવસ્થા પારમાર્થિક સત્ય Page #240 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન – નિરાવરણજ્ઞાન ૨૨૩ છે. તે અવસ્થાને પ્રગટ કરવા જે જે સાધનો છે કે અધ્યવસાયો છે તે વ્યાવહારિક સત્ય છે. પરમાત્માના દ્રવ્ય નિક્ષેપોમાં ઉત્તમ ભાવ આવે તે અધિકાર શ્રેષ્ઠ છે. અનંત જન્મો ધારણ કર્યા પણ એક પણ દેહ આત્માર્થે યોજ્યો નથી. જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને દેહ છોડે તે અજન્મા થાય. હવે દેહ ન જોઈએ, તેવી ઝૂરણા થાય, મમત્વ છૂટે. કષાયથી મમત્વ ટકે છે. કષાયનો સર્વથા નાશ થાય મોક્ષ થાય. મતિયુત અવધિ અને મન:પર્યવજ્ઞાનને ઓદયિક તથા ક્ષયોપથમિક ભાવ હોય છે. ક્ષાયિકભાવ નથી. કેવળજ્ઞાનમાં ઔદયિક અને ક્ષાવિકભાવ હોય છે. ક્ષયોપશમભાવ નથી. કર્મની અભ્યાધિકતા તે ક્ષયોપશમ નહિ પણ જેટલું નિરાવરણપણું તેટલો ક્ષયોપશમ ભાવ કહેવાય. પ્રથમના ચાર જ્ઞાનને માટે સમજવું. (અહીં ભાવની વાત છે સમકિતની નહિ) શ્રયોપશમભાવ ઉત્કૃષ્ટપણે સધાય તો ક્ષાયિકભાવ આવે. ક્ષયોપશમ ભાવથી નીચે ઊતરે તો સંસારવૃદ્ધિ પામે. મતિજ્ઞાનઃ વિચારવું, મતિજ્ઞાનના બધા ભેદો વિચારની પર્યાયો છે. ધ્યાન પણ વિચાર-ચિંતનનો ભેદ છે. ધ્યેયરૂપ પદાર્થ સાથે ધ્યાનનો સંબંધ છે. આહારાદિ સંજ્ઞાઓ મતિજ્ઞાનની અવસ્થાઓ છે. અનંત શક્તિરૂપ સિદ્ધત્વના ભાવબળે અપૂર્ણ, આંશિકભેદરૂપ, અશુદ્ધ, મતિજ્ઞાન, સીમિતમાંથી અસીમ અભેદ બને છે. તે કેવળજ્ઞાન છે. શ્રુતજ્ઞાન : કોઈ પણ પદાર્થના અસ્તિત્વનું નામ હોય છે, તેનો ઉચ્ચાર તે શબ્દ છે. શબ્દ એ પુદ્ગલનો ગુણ છે. જ્ઞાનનો શબ્દ સાથે સાંયોગિક સંબંધ છે. શ્રુતજ્ઞાન શાબ્દિક જ્ઞાન છે. બોલતું જ્ઞાન છે. તે સિવાયના મતિ, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ ચારે શબ્દથી મુક્ત છે. એ ચારે જ્ઞાનને સમજાવવા શ્રુતજ્ઞાન જરૂરી છે. શ્રુતજ્ઞાનમાં સાંભળવું, બોલવું, વાચવું, લખવું એ પર્યાયો છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન - વિષયભોગ એ સંસારીઓનો સંયોગ સંબંધ છે. જે પરાધીન છે. કેવળજ્ઞાન સ્વાધીન છે. શ્રુતજ્ઞાન એટલે મતિ, અવધિ, મન:પર્યવજ્ઞાનની બોલતી મૂર્તિ સમાન. શ્રુતજ્ઞાન મોક્ષમાર્ગનું સાધન છે. તેમાં આત્માના Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સ્વરૂપસાધનાનાં સોપાન ગુણો પ્રગટે છે. પુગલ દ્રવ્યના ગુણો સ્પર્શ, વર્ણ, ગંધ, વર્ણ અને શબ્દ છે. શબ્દ એ અવાજ તરીકે પુદ્ગલનો ગુણ છે. પુદ્ગલ સ્કંધોના અથડાવાથી અવાજ થાય છે. અવાજ એ શબ્દ નથી, શબ્દ એ અવાજ છે. અવાજ શબ્દનો બોધ કરતો નથી. શબ્દ એ મતિજ્ઞાનનો દ્રવ્ય પર્યાય છે. કંઈ વસ્તુ નીચે પડે અવાજ થશે પણ તેમાં શબ્દ ઉત્પન્ન નહિ થાય. જેમ કે ક. ખ. ગ. પગ, મગ વગેરે પરંતુ જ્યારે માણસ કે પશુપક્ષી બોલે છે ત્યારે શબ્દ ભાષા વર્ગણાનો ઉપયોગ બને છે. શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનની અક્ષર મૂર્તિ છે. પાંચે અસ્તિકાયના અસ્તિત્વને ખ્યાતિ શ્રુતજ્ઞાન આપે છે, કારણ કે શબ્દ-ભાષા દ્વારા તેનો ખ્યાલ આવે છે. મતિ આદિ પાંચે જ્ઞાનથી પાંચે અસ્તિકાયનો ખ્યાલ આવે છે. જેની પાસે શ્રુતજ્ઞાન વિશેષ છે તેની વિચારશક્તિ બળવાન હોય છે. શ્રુતજ્ઞાનનો શ્રેષ્ઠ અધિકારી મનુષ્ય છે. દેવોને તીર્થકરના સમવસરણમાં દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનમાંથી શાશ્વત તત્ત્વનો બોધ મળે છે. શબ્દ એ પુદ્ગલનો ઉપચરિત ગુણ છે. સ્વાભાવિક નથી. કારણ કે સ્કંધોના ઘર્ષણથી પેદા થાય છે. તે ગમન કરે છે. ચૌદરાજ લોકમાં ફરે છે. અરૂપી પદાર્થો ધર્મ, અધર્મ, આકાશ ક્ષેત્રથી સ્થિર છે. તેમનું પરિભ્રમણ નથી તેથી ઘર્ષણ નથી, તેથી તેઓમાંથી શબ્દ ઉત્પન્ન થતો નથી. જીવ-ભાષાવર્ગણાને ગ્રહણ કરી પરિણમાવી શબ્દને વ્યક્ત કરે છે, પણ તે જીવનો ગુણ નથી. ચેતન ચેતનનું ઘર્ષણ પણ નથી તેથી તેમાંથી શબ્દ ઉત્પન્ન થતો નથી. જે પદાર્થો નામ છે તે રૂપી છે. સ્વદિવાળા છે, જે અરૂપી છે તે અનામી છે. અર્થાત રૂપરૂપાંતરરહિત છે. શેયજ્ઞાન એટલે જગત. શેયના દક્ષિપણાથી જ્ઞાન સાકાર થાય છે. એક જ જ્ઞાનાકાર તેમનું નામ કેવળજ્ઞાન. અન્ય ચાર જ્ઞાનમાં શેયના અનેક આકાર ઊપસે છે. જ્ઞાન શેય સાથે સંબંધ ધરાવે છે. જ્ઞાનમાં જ્ઞાનાકાર અને શેયાકાર બંને Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ કેવળજ્ઞાન – નિરાકરણશાન છે. છઘસ્થ જીવને જોય-જ્ઞાનનો સંબંધ મોહવશ કર્તાભોક્તાભાવે થાય છે. સમકાલીન વિદ્યમાન પાંચે અસ્તિકાયો – જે સ્વગુણ પર્યાય યુક્ત અક્રમથી વચનગોચર નથી. પરંતુ ક્રમથી અંશે વચનગોચર છે. સમકાલીન અક્રમથી અવચનગોચર કેવળી ગમ્ય છે. જ્ઞાની-સંયોગ-વિયોગાદિ કારણોથી આપણી જ્ઞાનની અક્રમિકતાનું ભાન કરાવે છે. જેથી જન્મમરણનું દુઃખ ન મળે. મોક્ષ માત્ર પુણ્યબળથી પ્રાપ્ત થતો નથી. જ્ઞાનબળથી પ્રાપ્ત થાય છે. જેનું અસ્તિત્વ હોય તે શેય હોય, તે શેય કેવળજ્ઞાનમાં ભાસે. જેનું અસ્તિત્વ ન હોય તે શેય - પદાર્થો ન હોય તે કેવળજ્ઞાનમાં ન ભાસે. મતિજ્ઞાન અને કેવળજ્ઞાનમાં પ્રકાશિત પદાર્થોમાં ઘણું અંતર છે. જે મતિજ્ઞાન વીતરાગતા યુક્ત છે તે ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી છે. વીતરાગતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો નાશ કરે છે. વીતરાગતાનું એ કાર્ય છે. બારમે ગુણસ્થાનકે સહજ વીતરાગતા પ્રગટ થાય છે. એટલે છદ્મસ્થ સ્થિતિ તરત જ ખતમ થાય છે. વીતરાગતા અને જ્ઞાન અભેદ બને છે, તેરમે ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. શુદ્ધ મતિજ્ઞાનનો આધાર લઈને વીતરાગતા ઉત્પન્ન થાય છે. ત્યારે બારમે પરમશાંતિનો આનંદ વેદાય છે. પરંતુ કેવળજ્ઞાનમાં અનંત આનંદ સુખ હોય છે. બારમે ગુણ સ્થાનકે ત્રણ ઘાતકર્મ નાશ કરવાની સક્રિયતા હોય છે. પછી અક્રિયતાનું સુખ જ છે. તેરમે ગુણસ્થાનકે વીતરાગતા અને જ્ઞાન અક્રિય - સહજ બને છે. કર્મબંધની ક્રિયા રાગના નિમિત્તથી થાય છે. માટે સાધકે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે ક્રિયા કરવાની છે. તે નિર્વિકલ્પતામાં રહેવાથી બને છે. મતિજ્ઞાનમાં જેમ રાગ-વિરાગ છે, તેમ વિકલ્પ-નિર્વિકલ્પ છે. સંસારી જીવને રાગના વિકલ્પમાં જાગૃતિ નથી હોતી, સહજ જ રાગ ઉત્પન્ન થાય છે. તેથી અઢાર પાપસ્થાનક સહજ થઈ ગયા છે. તેના સેવનમાં આત્માનું વિસ્મરણ થાય છે. વિરાગ - નિર્વિકલ્પતામાં જાગૃતિ રાખવાની છે. જેથી તે પાપસ્થાનકોનો નાશ થાય. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સ્વરૂપસાધનાનાં સોપાન જ્ઞાનાવરણીય કર્મમાં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા છે. પરંતુ જ્ઞાનમાં બંધ આદિ નથી. જ્ઞાન તો જીવને ત્રિકાળ વર્તે છે. જ્ઞાનમાં વિકારો દૂર થાય તે પુરુષાર્થ છે. વીતરાગતા આવે, વિકારો હઠે. વીતરાગતા લાવવા માટે ધર્મ પુરુષાર્થ છે. જેમાંથી મોક્ષ પ્રગટે છે. અપૂર્ણજ્ઞાન અને વિપરીત જ્ઞાનમાં અહમ્ કર્યો છે તે ટાળવાનો છે, જેથી જ્ઞાન નિર્મળ બને. ભલે જીવ સંસારી હોય પણ જ્ઞાન વગરનો નથી. સુખ વગરનો છે. કારણ જ્ઞાન નિર્મળ નથી, નિર્બળ છે. કેવળજ્ઞાનમાં સાધ્ય, સાધન, સાધક અભેદ બને છે. જીવ નિશ્ચયથી માત્ર જ્ઞાનસ્વરૂપ નથી આનંદ સ્વરૂપ છે. અધ્યાત્મના દરેક સૂત્રથી આત્માને પ્રાપ્ત કરી શકાય છે. જે વાક્ય સૂત્રનો અર્થ કરી તમે સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી ભવનો અંત કરો તે સૂત્ર સિદ્ધાંત બરોબર છે. ક્ષપકશ્રેણિ સુધી શુક્લ ધ્યાન શુદ્ધના લક્ષ્ય શુદ્ધભાવ કહેવાય, નિશ્ચયથી તો નિરાવરણ જ્ઞાન શુદ્ધ છે. કેવળજ્ઞાનમાં ઉપયોગ શુદ્ધ છે. અઘાતકર્મના ઉદયથી યોગ હોવાથી શાતા આદિ શુભ કહેવાય. સિદ્ધ થયા પછી પ્રદેશશુદ્ધિ કહેવાય. કેવળી ભગવંતનો યોગ નિરારંભી, નિષ્પરિગ્રહી કહેવાય. અન્ય જીવોને ઉપકારી કહેવાય. પૂર્ણજ્ઞાનીને જગતની રચના બરાબર લાગે છે. તેમાં કંઈ ઠીક કરવાનું નથી. પૂર્ણ સ્થિર થવાથી જગત સ્થિર લાગે છે. તે સિવાય જીવોને જગત બગડેલું લાગે છે. એટલે તેને સુધારવાની મથામણ કરે છે. અધ્યાત્મભાવે વિચારતા સર્વ જીવો સ્વભાવથી સમાન-અભેદ છે, દેહભાવે જોતા અનેક વિચિત્રતા અને ભેદ છે. પુદ્ગલના પરમાણુઓ પણ સર્વજ્ઞના જ્ઞાનની ઉપચરિત આકૃતિ છે. તેમના જ્ઞાનમાં તે પ્રતિબિંબિત થાય છે, તેમાં ભોગ બુદ્ધિ કેમ કરાય? જગત શેય મૂર્તિ છે. સિદ્ધ જીવ જ્ઞાનમૂર્તિ છે. અનાદિકાળથી જીવ અવળો ચાલ્યો છે. કેવળી ભગવંતે જે સમજાવ્યું તેને ધારણ કરી સાધ્ય કરવાનું છે. જીવનું વાસ્તવિક સ્વરૂપ અભેદ છે. જ્યાં યોગક્રિયા ઉપયોગરૂપ ક્રિયા ના હોય. એટલે કેવળીભગવંતોને યોગ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ કેવળજ્ઞાન - નિરાવરણ જ્ઞાન છે પણ બંધ નથી. કેવળજ્ઞાન માત્ર પ્રત્યક્ષજ્ઞાન છે, મતિ, શ્રુત અવધિ મન:પર્યવ જ્ઞાન અનુમાનજ્ઞાન છે. આંખથી માત્ર પુદ્ગલાસ્તિકાય પદાર્થોના સ્કંધો જોઈ શકાય છે. તેને ગ્રહીને મન-બુદ્ધિથી શ્રુતજ્ઞાન વડે અરૂપી તત્ત્વને ગ્રહણ કરી શકાય છે. જેમ કે આપણે અરૂપી એવા આકાશાસ્તિકાયને જોઈ શકતા નથી પરંતુ પુદ્ગલને જગા આપનાર તત્ત્વ આકાશાસ્તિકાય છે તેમ અનુમાન કરી શકીએ છીએ. પણ અલોકાકાશને તેવી રીતે જાણી શકાતું નથી. પુગલને જાણો જુઓ પણ પકડો નહિ પકડો પુદ્ગલના જાણનારને, તે આત્મા છે. આત્માને વેદનમાં લેવા મનને ખૂબ સૂક્ષ્મ બનાવો, તે દર્પણ જેવું બનશે. તેમાં સર્વ પદાર્થો જેવા હશે તેવા જણાશે. મનને સૂક્ષ્મ બનાવવા તત્ત્વવિચારણા જરૂરી છે. - નિશ્ચયનયથી દરેક પદાર્થોનું સ્વરૂપ યથાર્થપણે સ્પષ્ટ થાય છે. કેવળ વ્યવહારનયથી સમજીને બેસી રહીએ તો સ્વરૂપ પ્રાપ્તિને અટકાયત થાય. નિશ્ચયદૃષ્ટિ અને વ્યવહારદૃષ્ટિની જેમ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય સમજવા જોઈએ. વર્તમાનમાં આપણી અવસ્થાઓ પર્યાયાર્થિક છે, જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. તે પણ પર્યાયાર્થિકનય છે. પરમાત્મા પર્યાયાર્થિકનયથી દેશના આપે છે. પણ લક્ષ્યાર્થ દ્રવ્યાયાર્થિકનયનો છે. શક્તિરૂપે હોય તે પ્રગટે છે, જે પ્રગટે છે તે વ્યવહાર છે. પર્યાયાર્થિકના માત્ર વ્યવહાર છે. આત્માની સિદ્ધાવસ્થા નિશ્ચયસ્વરૂપ છે. સિદ્ધતા સમસ્વરૂપ છે. અન્ય અવસ્થાઓ વિષમ છે. આત્માનું મૂળ સ્વરૂપ એ નિત્યત્વ છે. તેવું નિત્યત્વ પુદ્ગલ પદાર્થમાં નથીતેથી તે અનિત્ય છે. આત્માનું મૂળ સ્વરૂપ નિરાવરણ છે. સર્વ કર્મરહિત થવાથી કેવળજ્ઞાન પામી શકે છે. પુદ્ગલની અનિયતાનું ભાન. થાય તો તેની રુચિ નીકળી જાય. આત્માની નિત્યતા વિશ્વસનીય બને ત્યારે તેની રુચિ વધે. ' Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સ્વરૂપસાધનાનાં સોપાન ૦ જે રીતે કેવળજ્ઞાન થઈ શકે છે તે સાધકતત્ત્વ. ૦ જે રીતે કેવળજ્ઞાન ન થઈ શકે તે બાધકતત્ત્વ. ૯ કેવળજ્ઞાનને યોગ્યભાવ ન થઈ શકે તે બાધકતત્ત્વ. સાધક જ્ઞાતાદ્રા ભાવમાં સ્થિર થાય તો કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બાધક નથી. અધ્યવસાય સ્થાનકોનો સાર એ છે કે દરેક અવસ્થામાં જ્ઞાતાદ્રષ્ય રહે વર્તમાન જ્ઞાન બીજે સમયે શેય બને છે, તેના પણ જ્ઞાતા રહેવું. તેમજ દેહના ભોક્તાભાવ નહિ પણ જ્ઞાતાદ્રષ્ટા રહેવું. નિશ્ચયથી આપણે વર્તમાન સમયના ભોક્તા છીએ. આત્મા ઉપયોગસ્વરૂપ છે. શરીર સ્વરૂપ નથી. ઉપયોગનું નિરંતર સાતત્ય હોય છે. વર્તમાન ઉપયોગ બીજે સમયે ભૂતકાળ બને છે, માટે ભોક્તા થવાથી કંઈ અર્થ નથી. જ્ઞાતાદ્રષ્યપણું જ યોગ્ય છે. તેમાં પણ દેહ તો પર છે, તેના ભોક્તા કેમ થવાય? માટે સ્વયં જ્ઞાનના જ્ઞાતા જ રહેવું. જીવ જ્ઞેયનો જ્ઞાતા છે, તેમ જ્ઞાનનો જ્ઞાતા છે. નિશ્ચયથી મોહનીયભાવ રહિત વીતરાગ હોય તે જ્ઞાની છે. $ % જ્ઞાનમ્ શેયમું પરિણાતા. % % જ્ઞાનમ્ શોધમ્ પરિશાતા. આનો જાપ કરો, ધૂન લગાવો. અને આત્માને જાગ્રત રાખો. જીવનું લક્ષણ જ્ઞાન છે. તે ક્રમઅભાવ, કાળઅભાવ થઈ નિત્યકાર્યરૂપ બને કે જે કેવળજ્ઞાન છે. ત્રિકાળ ઐક્ય તે સમભાવ. જે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ સાપેક્ષ છે, તે અનિત્ય છે, ભૂતભાવિ નિરપેક્ષ કાળ નિત્ય છે. જે સિદ્ધદશામાં હોય છે. કેવળજ્ઞાન સ્વયં પરપદાર્થોને પ્રકાશમય અર્થમાં નિમિત્તરૂપ છે. પરંતુ કેવળજ્ઞાનમાં કોઈ પદાર્થ નિમિત્તરૂપ નથી. જેમ ગુરુ-શિષ્ય અન્યોન્ય નિમિત્તરૂપ હોવા છતાં ગુરુની સત્તા શિષ્ય ઉપર છે. શેય જ્ઞાનની અન્યોન્યા નિમિત્તતા છે. છતાં જ્ઞાનની સત્તા શેય પર છે. શેયની જ્ઞાન પર નથી. જ્ઞાન પરપ્રકાશક પણ છે. એટલે પર પદાર્થો સાથે શેય-જ્ઞાયક સંબંધ છે. આત્માનો આનંદ પર પ્રકાશક નથી. આત્માના આનંદનો પરપદાર્થ સાથે લેશ માત્ર સંબંધ નથી. આત્માનો આનંદ જ્ઞાનની જેમ અવ્યાબાધ છે. છઘ0ના જ્ઞાનમાં અને ઇન્દ્રિયજનિત સુખમાં પરપદાર્થની બાધા Page #246 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન નિરાવરણાન પહોંચે છે. બાધારહિત થવા સમ્યજ્ઞાનની જાગૃતિ જરૂરી છે. કેવળજ્ઞાનમાં ઉજાગર દશા હોવાથી બાધા પહોંચે નહિ. આત્મામાં જો કેવળજ્ઞાન બનતું હોય તો તે આત્માની આત્યંતિક નિર્દોષતાથી / આનંદથી બને છે. આત્માના ઉપાદાન કારણમાં જ્ઞાન માનો છે તેમ આનંદને માનવો જોઈએ. આત્માનો આનંદ પ્રાપ્ત થવા માટે વિવેકસહ આત્મજ્ઞાન સમ્યજ્ઞાન છે. આનંદ કારણ છે, અને જ્ઞાન નિરાવરણ થાય ત્યારે તે કાર્યરૂપ છે. પૂર્ણ જ્ઞાન આનંદ એ અંતિમ કાર્ય છે. વાસ્તવમાં જ્ઞાન આનંદ છે. જ્ઞાન નિરાવરણ બને તેનું નામ આનંદ. કેવળજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મથી ઢંકાયેલું છે. જ્ઞાનાવરણનું કારણ મોહનીય છે. માટે પ્રથમ મોહનીય કર્મ હઠાવવાનું છે. મોહભાવ જવાથી જ્ઞાનાવરણીય અને મોહનીય બંને નાશ પામે છે. કોઈ પણ વિષયના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કામી, મોહી, કીડી-જંતુ કરી શકે છે. જ્ઞાનના ક્ષયોપશમથી મતિજ્ઞાનનો ક્ષયોપશમ થાય છે. પણ કેવળ જ્ઞાનાવરણીય કર્મ જતું નથી. મોહનીયકર્મના સર્વથા નાશથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મનોયોગના વિચાર, લાગણી, સંયમ, અસંયમ સુખદુઃખના, રાગના ભાવ વગેરે જેટલા ભાંગા છે તે દરેકને સાધનાના પ્રયોગમાં સમાવેલા છે. ૦ વિચાર-બુદ્ધિ છે તો જ્ઞાનયોગની સાધના કરો. ૦ લાગણી છે તો ભક્તિયોગની સાધના કરો. - .. ૦ મનમાં સુખદ દુઃખદ ભાવ ઉઠે છે તો કર્મયોગની સાધના કરો. ૦ અસંયમ ટાળવા સમતિ ગુપ્તિની સાધના કરો. ૦ રાગ છે તો વૈરાગ્યની સાધના કરો. - આમ ભલે સાધનો ઉપાયો અનેક હોય પણ સાધ્ય એક જ હોય. માટે સાધનનો આગ્રહ ન રાખવો. તે અવલંબન માટે છે. આખરે નિરાવરણ જ્ઞાન પામવા માટે સાધ્યની જ મુખ્યતા છે. ભૂત ભવિષ્ય નિરપેક્ષ જે વર્તમાનમાં (સ્વકાળમાં) જીવે તે જ્ઞાતાદ્રષ્ટા છે. પરદ્રવ્ય ક્ષેત્ર કાળમાં વર્તમાનનો ઉપયોગ આવી જાય તો જ્ઞાતાદ્રષ્ટાપણું ન ટકે. જ્ઞાતાદ્રષ્ટા એટલે ૫૨ દ્રવ્ય સંબંધી અકર્તા-અભોક્તા. પરદ્રવ્યને - ૨૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સ્વરૂપસાધનાનાં સોપાન જાણો પણ તેની સાથે કોઈ પ્રયોજન નહિ. જ્ઞાન-જ્ઞેયનો સંબંધ ખરો પણ તેમાં સુખનો કોઈ સંબંધ નહિ. શેય વડે જ્ઞાન નહિ, શેય તો નિમિત્તમાત્ર છે. શાન જ્ઞાન વડે જ છે. જ્ઞાન લક્ષણ છે. તેનું લક્ષ્ય - અનુભવજ્ઞાન છે. મતિજ્ઞાન છદ્મસ્થનું અપૂર્ણ હોવા છતાં, પૂર્ણ બની શકે છે. મતિજ્ઞાન એટલે ભેદયુક્તજ્ઞાન, અપૂર્ણજ્ઞાન, વૈકલ્પિક જ્ઞાન, સાવરણજ્ઞાન, તેથી શ્રુત કરતાં મતિજ્ઞાનનું માહાત્મ્ય છે. પાંચે જ્ઞાન જ્ઞેય પદાર્થો સાથે સંબંધ રાખે છે. મતિજ્ઞાન જ્ઞેય પદાર્થોને જાણે છે, પણ શ્રુતજ્ઞાન તે પદાર્થોને ભાષા દ્વારા વ્યક્ત કરે છે. પાંચે જ્ઞાન સજાતીય છે. મતિજ્ઞાનનો ઉપયોગ શુક્લ ધ્યાન સુધી લઈ જાય છે, પણ અવિધ કે મનઃપર્યવજ્ઞાન શુક્લ ધ્યાનનું સાધન નથી બનતા. શ્રુતજ્ઞાન વડે મતિજ્ઞાન કેળવાય છે, માટે તેનું માહાત્મ્ય છે. અપેક્ષાએ અવાજ વગરનું જગત હોય પણ, દૃશ્ય વગરનું જગત ન હોઈ શકે. મતિ શ્રુત, અવધિ અને મનઃપર્યવજ્ઞાન જાણવાની ઇચ્છા અને જાણવાની સક્રિયતાવાળા છે. ક્રિયાએ જ્ઞાનનું સ્વરૂપ નથી, ક્રિયા કૃત્રિમ છે. અક્રિયતા જ્ઞાનનું સ્વરૂપ છે. જાણે પણ કરે નહિ, તેવું જ્ઞાતાદ્રષ્ટાપણું જીવનું સ્વરૂપ છે. મતિજ્ઞાનના ઉપયોગ વડે શેય પદાર્થમાં આપણો ઉપયોગ તદાકાર બની જાય છે. ઉપયોગની ધારા તો સનાતન સ્ફુરિત છે, પરંતુ તેમાં શેયાકારો પરિવર્તન પામે છે તેથી તે ઉપયોગ ચંચળ વિનાશી છે. જીવને શાનનું શુદ્ધ સ્વરૂપ સમજમાં આવે તેમ પ્રયત્નશીલ રહેવું જોઈએ, તો જ્ઞાનાનંદની અનુભૂતિ થાય. પણ શેયાનંદમાં અટકી જઈએ છીએ તે અનાદિનો સંસ્કાર છે. જ્ઞાનાનંદ પુણ્યપાપ નિરપેક્ષ છે, શેયાનંદ પુણ્યપાપ સાપેક્ષ છે. મિથ્યાત્વાદિ કર્મબંધના રસભાવો છે. અલ્યાધિક રસ પડે કર્મનો કાળ નક્કી થાય છે, જ્યારે કેવળી ભગવંત નિષ્કષાય હોવાથી શાતાનો બંધ રસભાવ એક જ સમયે ઉદયમાં આવીને ભોગવાઈ જઈ નિર્જરી જાય છે. - Page #248 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન – નિરાવરણજ્ઞાન ૨૩૧ - - મોહનીય કર્મનો ક્ષયોપશમ થવાથી જે આનંદ આવે છે તે ગુણ નૈમિત્તિક છે. કષાયની મંદતાનો છે. દોષના જવાથી જે આનંદ આવે છે તે અતિન્દ્રિય આનંદનો અંશ માત્ર છે. ૦ પૂર્ણતાએ હું સર્વ છું અપૂર્ણતાએ હું કંઈ નથી. કેવળી ભગવંતનું વિશેષણ સર્વજ્ઞ છે. અનંતજ્ઞાન નથી એ તો લબ્ધિ છે. અનંત કરતાં સર્વ વધી જાય છે. અનંત કઈ બની શકે નહિ. અનંતના અનંત ભેદો છે, તેથી તે સર્વ નથી. અનંત સર્વમાં સમાય છે. સર્વમાં કિંઈ ભેદ નથી. પરમાર્થથી કેવળજ્ઞાન સ્વરૂપ તું છું, જે ટળી શકતું નથી. વ્યવહારથી મતિ આદિ જ્ઞાનપણે તું છું. તે જ્ઞાનો ટળવાવાળા છે. ક્ષાવિકભાવ પરમાર્થથી આત્માનો ગુણ નથી કર્મની નિર્જરા સાપેક્ષ ગુણ છે. કર્મનો ક્ષય થાય છે. સ્વરૂપનો ક્ષય થતો નથી. તેથી કેવળજ્ઞાન અક્ષય છે. જ્ઞાનનું નિરાવરણ થવું તે અક્ષયપણું છે. મોક્ષ પણ બંધ સાપેક્ષ છે. કર્મનું સર્વથા ક્ષય થવું તે મોક્ષ છે. બંધરહિતપણું તે મોક્ષ છે. કેવળજ્ઞાન થવા માટે દ્રવ્ય ક્ષેત્ર કાળનું બંધન નથી. અપેક્ષાએ સાધુજનોને થાય અને ગૃહસ્થ સાધકને પણ થાય. કેવળજ્ઞાનનું સાધન ભાવશુદ્ધિ છે. જેને માટે બળવાન સંયમ જરૂરી છે. જેના વડે પરિણામ વિશુદ્ધ થાય છે. વળી સમ્ય પ્રકારના જ્ઞાનધન વડે જ્ઞાનનો ક્ષયોપશમ કરી જ્ઞાનાચારનું સેવન કરી આત્મબળ વડે મોહનીયના ભાવોને ક્ષીણ કરવાના છે. પરિણતિને આત્મસાત કરવાથી કેવળજ્ઞાન પ્રગટે છે. કર્મના ક્ષયોપશમભાવથી થતું જ્ઞાન હોજના પાણી જેવું છે. પુનઃ પુનઃ ભરવું પડે. કેવળજ્ઞાન પાતાળકૂવાના પાણી જેવું છે. એક વાર માટી દૂર કરી કૂવાનું પાણી નીકળ્યું કે પછી અંદર પાણીનાં ઝરણાં ફૂટ્યા જ કરે, જ્ઞાન નિરાવરણ થયું, તે કેવળજ્ઞાન છે. સદાય એક જ ધારાએ રહે છે. જીવને કર્મના ઉદયમાં ઘાતકર્મો પર દૃષ્ટિ છે. દેહ આદિમાં શાતા વર્તે છે, તેના તરફ દૃષ્ટિ છે. પણ ઘાતકર્મના ઉદયથી મોહનીય કેવા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સ્વરૂપસાધનાનાં સોપાન વર્તે છે, તે જોતા નથી. મન અને આત્માને ઘાતકર્મોમાંથી છોડાવવાનાં છે. કેવળજ્ઞાન એ કોઈ કર્મનો ઉદય નથી પરંતુ તેને બાધક એવાં ઘાતી કર્મોનો સર્વથા નાશ છે. આત્મા કેવળજ્ઞાનથી ત્રિકાળ અભેદ જ છે. બાકીનાં ચાર જ્ઞાન સાથે આત્મા અભેદ નથી, કારણ કે એ ચાર જ્ઞાન ક્રમિક છે. તરતમતાવાળા હોવાથી ભેદરૂપ છે. સાદિસાંત અવસ્થાવાળા છે. સમયાંતરે ઉપયોગવાળા છે. કેવળજ્ઞાન અદ્વિતીય, અભેદ, અક્રમિક, નિત્ય, સમકાલીન છે. મન અને બુદ્ધિ જ્ઞાન પ્રધાન છે તે અસત્ છે. માટે સત્ અને અસનું સ્વરૂપ બરાબર સમજવું. પુદ્ગલદ્રવ્ય ભેદ-દ્વૈત છે. પોતાના સ્વરૂપમાં રહીને પરિવર્તન-ક્રમિકતા પામે છે. વળી પૂરણ-ગલન, સંયોગ-વિયોગથી ભેદ પામે છે. જોકે પોતાના સ્વભાવથી જાત્યાંતર થતું નથી તેથી પુદ્ગલરૂપે સ્વયં અદ્વૈત-અભેદ છે. આત્મા મૂળ સ્વભાવ અને શુદ્ધતાના સ્વરૂપે અદ્વૈત-અભેદ છે. પુદ્ગલ દ્રવ્ય જેમ જેમ પર્યાયાંતર થાય તેમ તેમ ભૂત-ભવિષ્યવત્ પર્યાયનું કામ ન આપી શકે, પરંતુ વર્તમાનવત્ પર્યાયનું કામ આપી શકે. - સિદ્ધ પરમાત્મામાં જેવી અપૂર્વતા છે, તેવી કોઈ પણ અન્યમાં નથી. અરિહંત પરમાત્માને માત્ર વીતરાગતા, નિર્વિકલ્પતા, કેવલ્યથી વિચારવા નહિ. સાથે આઠ પ્રાતિહાર્ય અને સમવસરણથી પણ માહાસ્ય લેવું. જેથી જીવનો ઐશ્વર્ય આદિનો અહંકાર શમે. આત્માનું જ્ઞાનસ્વરૂપ જે અસતુ પર્યાયોથી બંધાયેલ છે, તેનાથી મુક્ત થવા સત્ સ્વરૂપનું જ્ઞાન પામીને તે જ્ઞાનને ક્રિયાત્મક બનાવીને જ્ઞાનની સતુ પર્યાયોમાં - કેવળજ્ઞાન લેવાનું છે. મારું જ્ઞાનસ્વરૂપ સહજ ક્રિયારૂપ પોતાના ગુણ કાર્યમાં અન્યની સહાય નહિ, ટેકો નહિ, તે અનૈમિત્તિક, સ્વાધીન સહજ ક્રિયા, વસ્તુત્વરૂપે દ્રવ્યની કહેવાય. સાધકે આવી જ્ઞાનધ્યાન સહજ ક્રિયામાં રહેવું. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને છોડીને સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં રહેવું. તે માટે કાયોત્સર્ગ જેવા સાધનો આપ્યા છે. ઉપયોગનો પુરુષાર્થ શુદ્ધ ઉપયોગ વડે કરવો એ કેવળજ્ઞાનની સાધના છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ કેવળજ્ઞાન – નિરાવરણ જ્ઞાન મોહનીય કર્મનો નાશ થવાથી કતપણું, કર્મ, ક્રિયા, પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સંબંધ વિરમે છે. તે ક્ષાવિકભાવ છે. માત્ર કાયયોગ આશ્રિત સંબંધ રહે છે. પણ ત્યાં વૃત્તિ-ભાવ ન હોય, વિકલ્પભાવ ન હોય. માટે ક્ષાયિકભાવ અભેદ છે. શ્રુતજ્ઞાન શબ્દ, ભાષા, શાસ્ત્ર, મતિજ્ઞાનપૂર્વક થાય. અવધિજ્ઞાનમાં રૂપી પદાર્થો અતિન્દ્રિય જ્ઞાનમાં જણાય છે. મન:પર્યવજ્ઞાનમાં સંશિ જીવોના પરિણામો - વિચારો જણાય છે. આમ ચારે જ્ઞાનમાં ઉપયોગ મૂકવાથી તે તે પદાર્થોનું જ્ઞાન થાય છે. આ જ્યારે કેવળજ્ઞાનના ઉપયોગમાં સમગ્ર વિશ્વ પ્રતિબિંબિત થાય છે. એટલે અનૈમિત્તિક છે. પૂર્ણ છે. કાશ્મણ અને તેજસ શરીર, એ ઔદારિક અને વૈક્રિય શરીરને અસર કરે છે, સંયોગપણે આત્મ પ્રદેશને અસર કરી શકે છે. પણ નિશ્ચયથી આત્મપ્રદેશમાં રહેલા કેવળજ્ઞાનને અસર કરી શકતું નથી. જ્ઞાન સાધન અને સાધ્યરૂપ ઉભય છે. પોતાના જ્ઞાનના પર્યાયો અસાધારણ કારણ છે. તે આત્મામાં લય પામે છે. જ્યારે કર્મ છૂટા પડી જાય છે, યોગ પણ છૂટા પડે છે. ઉપયોગ જે વિકલ્પરૂપ હતો તે નિર્વિકલ્પ થાય છે. મિથ્યામતિજ્ઞાનને કારણે કેવળજ્ઞાન સાવરણ છે. મતિજ્ઞાનની પરમ શુદ્ધતા થતા જ્ઞાન નિરાવરણ બને છે. શુદ્ધ મતિજ્ઞાન તે કેવળજ્ઞાનનો અંશ છે. અભેદ એવા કેવળજ્ઞાનનો શુદ્ધ મતિજ્ઞાન એ અંશ છે. સજાતીય ઉપચરિત અંશ છે. જગત વિજાતીય અંશ છે. જગત શેયરૂપ છે. મતિજ્ઞાન જ્ઞાનાંશ છે, જગત શેયાંશ છે. પરદ્રવ્ય સજાતીય (ચેતન) કે વિજાતીય હોય બંને શેય કહેવાય. પરદ્રવ્ય હંમેશાં શેયાંશ કહેવાય. શેય પદાર્થ અને જ્ઞાન જુદા છે. તેથી જ્ઞાન જ્ઞાનને વેદે. કેવળજ્ઞાની જ્ઞાનને જાણે નહિ પણ અનુભવે. જો જાણે તો સનો અભાવ થાય. ઉપદેશ એ વચનયોગ છે. કેવળજ્ઞાન નથી. જે અક્રિય પદાર્થ છે તેમાં અનંત શક્તિ છે. (ચેતન) Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સ્વરૂપસાધનાનાં સોપાન જે સક્રિય પદાર્થ છે તેમાં આંશિક શક્તિ છે. (જડ) ધર્મ પુરુષાર્થ પ્રધાન છે. કર્મમાં ભાગ્ય પ્રધાન છે. ધર્મને કાળ નથી, કર્મને કાળ છે. પ્રતિસમયે ધર્મ થઈ શકે છે. કાળસ્થિતિ પરિપાક થતાં પ્રતિ સમયે કર્મ ઉદયમાં આવે છે. ક્રિયા કે તેના સાધનો ધર્મ નથી. સાધન છે. પોતાના ઉપયોગમાં હેય-ઉપાદેયરૂપ જાગૃતિ તે ધર્મ પુરુષાર્થ છે. આત્મા પૂર્ણ શુદ્ધ ભાવ કરે તો કેવળજ્ઞાન પામે. કેવળજ્ઞાન શુદ્ધ ભાવથી થાય. સંયોગ પ્રમાણે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આવવાના હોય તે આવે. સંયોગથી યોગ પ્રમાણે બને તેને ભવિતવ્ય કહેવાય. - સાવરણજ્ઞાન અને નિરાવરણ જ્ઞાન બંને આત્માની અવસ્થાઓ છે. નિરાવરણ જ્ઞાન આત્માનું શુદ્ધ સ્વરૂપ હોવાથી તે સ્વ છે. સાવરણ જ્ઞાન અશુદ્ધ હોવાથી સ્વ નથી. જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા નાશ તે નિરાવરણ જ્ઞાન છે. આત્માનો જ્ઞાન સાથે અભેદ સંબંધ છે. પણ વિશ્વના કોઈ પણ પદાર્થનો જ્ઞાન સાથે અભેદ સંબંધ નથી. જ્ઞાન એટલે જાણવું, સહજ જણાવું તે શુદ્ધ ઉપયોગ છે. પદાર્થ સીમિત છે. જ્ઞાન સત્તા વિશ્વ વ્યાપક છે. | સ્વરૂપથી આત્મા મોહરહિત નિર્વિકલ્પ છે. વિકલ્પોમાંથી સર્વથા મોહનું જવું તે નિર્વિકલ્પતા છે. ઉપયોગને નિર્વિકલ્પતામાં રાખવો તે શ્રેષ્ઠ સાધના છે. તેની પાત્રતા માટે સમતા, સ્થિરતા, ઉપશાંતતા, વીતરાગતા, ઉદાસીનતા, સાક્ષીભાવ કેળવવાના છે. સત્યદર્શન અદ્વૈત (અભેદ) છે, જગત અદ્વૈત સ્વરૂપ છે. જગતને દ્વૈત (ભેદથી) સ્વરૂપે જોવું તે ભ્રમ દર્શન છે. એક પદાર્થને અવરૂપે જુએ તે ભ્રમજ્ઞાન છે. તેમાં ઉપયોગ ફર્યા કરે તે ભ્રમજ્ઞાન છે. કેવળજ્ઞાનમાં જગત જેવું છે તેવું એક રૂપે ભાસે છે. બીજે સમયે તેમાં ભેદ પડતો નથી, તે જ્ઞાન ફરતું નથી. આત્માનું સ્વરૂપ સર્વરૂપ છે, જેથી સર્વ જણાય તે પૂર્ણ જ્ઞાન છે. કિંઈક જણાય તે અપૂર્ણ અને અજ્ઞાન છે. આત્મા સિવાયના અન્ય પદાર્થો સર્વરૂપ નથી. કંઈક રૂપ છે તેથી ભેદરૂપ છે. કંઈક છે ત્યાં શક્તિ નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન – નિરાવરણ જ્ઞાન ૨૩૫ જ્યાં કઈ ભેદ) નથી ત્યાં અનંતશક્તિ છે. શૂન્ય એટલે ઉપયોગરહિતતા નહિ, પરંતુ અન્ય પદાર્થ સાથે તાદાભ્ય સંબંધનો અભાવ. આકાશ ક્ષેત્રથી સર્વવ્યાપક છે, છતાં લોકાકાશમાં અન્ય દ્રવ્યોને અવગાહના આપે છે. અલોકાકાશમાં નહિ, તેથી તે દેશ ક્રિયા છે. આત્મા કેવળજ્ઞાનથી સર્વ વ્યાપક છે. શુદ્ધાત્માની જ્ઞાનક્રિયા દેશક્રિયા નથી, સર્વરૂપક્રિયા છે. અજ્ઞાનપણે આત્માની દેશક્રિયા છે. તેમાં કંઈક જાણવું, કિંઈક કરવું તેવા વિકલ્પો છે. જે રાગદ્વેષાત્મક છે. વિકલ્પો રૂપી દોષોને ટાળવા નિર્વિકલ્પ ધ્યાન જ્ઞાનની સાધના કરવાની છે. અપૂર્ણતા ટાળી પૂર્ણ બનવાનું છે. આકાશ ધર્મ, અધર્મ દ્રવ્યો અખંડ અરૂપી નિત્ય હોવા છતાં ક્રિયાથી દેશ ભેદ છે જ્યારે પુગલ દ્રવ્ય તો સ્વયં દેશ ભેદ છે. તેના સ્કંધ, દેશ, પ્રદેશ પરમાણુ જેવા ભેદ છે. જીવ સત્ય સ્વરૂપે પોતાને અનુભવે. પરપદાર્થો જીવના જ્ઞાનસ્વભાવમાં પ્રતિભાસે. તેમાં વિકલ્પ નથી તે વીતરાગભાવ છે. રાગથી જાણવાની ક્રિયા થાય છે. વીતરાગભાવમાં પદાર્થો જણાય છે. કેવળજ્ઞાનમાં જાણવાની ક્રિયા ન હોવાથી તે અક્રિય તત્ત્વ છે. કેવળજ્ઞાન સત્તા અપેક્ષાએ અનાદિઅનંત છે. નિરાવરણ થતાં સાદિ અનંત છે. તેથી અનુભવ નિરંતર રહે છે. જ્યારે મતિ આદિ અન્ય જ્ઞાન અનુભવ પછી સ્મરણરૂપે બની જાય છે. કેવળજ્ઞાનીને અનુભવ હોય સ્મરણ ના હોય. છદ્મસ્થજ્ઞાનનો અનુભવ સાદિસાંત છે, તે ચાલી જાય છે. પછી સ્મૃતિનો રસ રહે છે. જ્યાં ભેદ હોય ત્યાં ઔદયિકભાવ અગર ક્ષયોપશમભાવ હોય, જ્યાં અભેદભાવ હોય ત્યાં ક્ષાયિકભાવ અને પરિણામિક ભાવ હોય. જ્યાં ઉપશમભાવ હોય ત્યાં ઔદયિકભાવનો ઉપશમભાવ સત્તામાં હોય. ઉપશમભાવમાં મોહ સર્વથા દબાય છે. ક્ષયોપશમભાવમાં મોહ દબાય છે અને ઉદયમાં આવી ક્ષય થાય છે. સાધકે ક્ષાયિકભાવને પ્રાપ્ત કરવાના ધ્યેયથી સાધના કરવી. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સ્વરૂપસાધનાનાં સોપાન જ્ઞાનાવરણીય કર્મનો નાશ થવાથી મતિ આદિ છબસ્થ ચાર જ્ઞાનનો ઉપયોગ ચાલ્યો જાય છે. માત્ર કેવળજ્ઞાનનો ઉપયોગ વર્તે છે. ચારે છદ્મસ્થજ્ઞાન આવરણ સાપેક્ષ છે, તેથી આવરણ નાશ થતાં તે જ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ રહે નહિ. વળી કેવળજ્ઞાન પ્રગટ થતાં અન્ય જ્ઞાનની આવશ્યકતા નથી, કારણ કે કેવળજ્ઞાન પૂર્ણજ્ઞાન છે. કેવળજ્ઞાન ક્ષાયિકભાવ છે, તે અપ્રગટ હોય ત્યારે સત્તામાં રહે છે. કેવળજ્ઞાનાવરણીય કર્મનો બંધ અને નિર્જરા થાય. જ્યારે મતિજ્ઞાન - આદિમાં ક્ષયોપશમભાવ હોય. તેથી તેમાં કર્મના બંધ-નિર્જરા વખતે પરિવર્તન હોય. જ્ઞાન-દર્શનનું લક્ષણ જીવને અન્ય અરૂપી-રૂપી પદાર્થોથી જુદો પાડવાનું છે. યદ્યપિ જ્ઞાન-દર્શન લક્ષણનું લક્ષ્ય આત્માને આનંદ વેદન થાય તે છે. કેવળજ્ઞાનમાં જે વીતરાગતા અને નિર્વિકલ્પતા છે તે જ આનંદનું વેદન છે. અરૂપીનું લક્ષણ પ્રદેશ સ્થિરતા છે, ધર્મ, અધર્મ, આકાશ અને શુદ્ધ આત્મા અરૂપી છે, જેનું લક્ષણ પ્રદેશ સ્થિરતા છે. પર્યાય અવિનાશી એટલે પર્યાયાંતર થવા છતાં વિકાર નથી. સંસારી જીવે પોતાના આત્મ પ્રદેશોની સ્થિરતા અને પર્યાયને અવિનાશી કરવા કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. પહેલે ગુણસ્થાનકે જીવ ગમે તેવા દોષોવાળો હોય તો પણ તેનું સત્તામાં રહેલું કેવળજ્ઞાન નષ્ટ થતું નથી. વળી તે અજીવ નથી થતો તેથી પહેલે ગુણસ્થાનકે રહે છે. છપ્રસ્થનો વર્તમાન જ્ઞાન-દર્શન ઉપયોગ બીજા સમયે નાશ પામે છે, એટલે આપણે બીજા સમયના ઉપયોગથી જાણીએ છીએ. આવો ક્રમિક ઉપયોગ એ કાળ સાપેક્ષ છે. તે જડ અને અરૂપી છે. વર્તમાન જ્ઞાન-દર્શન ઉપયોગ સાવરણ હોવાથી રૂપી છે. જ્ઞાનાવરણીય કર્મના આવરણ સહિત છે તેથી રૂપી છે. સંસારી જીવનું અરૂપીપણું અને આનંદસ્વરૂપ સર્વથા આવરાયેલું છે. જ્યારે જીવનું ચૈતન્યપણે અંશે પણ ખુલ્લું છે, તેથી જ્ઞાન-દર્શન ક્ષયોપશમરૂપ છે. અપૂર્ણતા શું છે? જે પદાર્થો જાણ્યા તેનાથી ન જાણેલા પદાર્થોનું અસ્તિત્વ હોય, તેથી અપૂર્ણ. વળી Page #254 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન – નિરાવરણજ્ઞાન ૨૩૭ જે પદાર્થને જાણે છે તે પણ અપૂર્ણ જાણે છે. શેય પદાર્થો લક્ષણભાવરૂપ છે. અભાવરૂપ પદાર્થનું જ્ઞાન ન હોય. વીતરાગતાથી જેમ રાગ ટકી શકતો નથી તેમ જ્ઞાનની અપૂર્ણતા પણ ટકી શકતી નથી. મોહનીય કર્મના નાશથી વીતરાગતા આવતી નથી. વાસ્તવમાં વીતરાગતાથી મોહનીય કર્મનો નાશ થાય છે. તે જ વીતરાગતા શેષ ત્રણ ઘાતી કર્મોનો નાશ કરે છે. ચગાદિ નાશ થાય તે અરિહંત કહેવાય અરિહંત એ બીજ છે, સર્વજ્ઞ સહિત વીતરાગતા એ તેનું ફળ છે. મતિજ્ઞાનનો ઉપયોગ દસમા ગુણસ્થાનકને અંતે અવિકારી બને છે. કારણ કે અહીં આવરણ ટકતું નથી. જ્ઞાન નિરવરણ તેરમે ગુણસ્થાનકે બને છે, ત્યારે મતિજ્ઞાન અને મતિજ્ઞાનાવરણીય કર્મ ઉભવનો સંપૂર્ણ નાશ થાય છે. શ્રુતકેવળીનું જ્ઞાન સમ્યગુ છે પણ નિરાવરણ નથી. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન દર્શનાવરણીય કર્મ છતાં તે વ્યવહાર દૃષ્ટિથી જ્ઞાનદર્શનનું સાધન છે, કેવળજ્ઞાન થતાં જ્ઞાનાવરણીય સાથે દર્શનાવરણીયનો ક્ષય થાય છે. તેઓને અઘાતી કર્મના ઉદયરૂપ પંચેન્દ્રિય જાતિનું મનુષ્યપણું છે. જગતમાં સુખદુઃખ અને હિંસાદિ જે તોફાન છે, સર્વ મોહાદિભાવના છે. સંશિપંચેન્દ્રિયપણાનો જેમ સાધનામાં લાભ છે, તેમ મોહાદિભાવોનું તોફાન કાર્ય પણ છે. મનુષ્યપણું પામીને મોહનો સર્વથા નાશ થઈ શકે છે. યોગ વડે જે મોહાદિભાવો કરાય છે, તેમ તે યોગ મોહાદિભાવોનો નાશ કરવામાં સહાયક છે. તે માટે પ્રથમ વીતરાગ બનો એટલે કેવળજ્ઞાન પ્રગટ થશે. જ્ઞાનપૂર્ણ નિરાવરણ બનશે. એવી વીતરાગતા લાવવી એ જ આત્મ પુરૂષાર્થ છે, ધર્મ પુરૂષાર્થ છે. - છઠું ગુણસ્થાનક યોગકરણ-ઉપકરણ આશ્રિત છે તેથી પ્રમત્ત ગુણસ્થાનક કહ્યું છે. સાતથી ચૌદ ગુણસ્થાનક ઉપકરણ કે કરણથી અતીત જ્ઞાન સ્વચ્છ અરીસા જેવું છે, અરીસામાં પ્રતિબિંબ પડે પણ અરીસો બિમ્બ ન થાય તેમ જ્ઞાન યનો સંબંધ છે. જ્ઞાનમાં શેય જણાય પણ જ્ઞાન શેયરૂપ ન બને જ્ઞાન જ્ઞાનરૂપ રહે તેવો નિર્દોષ સંબંધ છે. જે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સ્વરૂપસાધનાનાં સોપાન જ્ઞાનનો વિષય બને તે જ્ઞેય કહેવાય. વિશ્વમાં જે પદાર્થોનું અસ્તિત્વ છે તે જ્ઞેય છે. છાસ્થ માટે કેવળજ્ઞાન જ્ઞેયરૂપ છે. જ્યારે પ૨પદાર્થો જે શેયરૂપ હતા તે શેય જ રહે છે, જ્ઞાનરૂપે બનતા નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થતા શેય, જ્ઞાનસ્વરૂપ બને છે. હું જડ નથી પણ ચૈતન્ય છું. હું પરમાત્મ સ્વરૂપે છું તેમ મોક્ષના ઉપાયમાં શ્રદ્ધા કરવાની છે. જ્ઞાન ઉપર જેમ જ્ઞાનાવરણીયકર્મનું આવરણ છે, તેમ મોહનીયકર્મનું પ્રબળ આવરણ છે. છદ્મસ્થના જ્ઞાનનો આધાર આત્મ દ્રવ્ય છે. છતાં જે જ્ઞાનની પર્યાયોમાં ઉત્પાદ વ્યય છે તે જ્ઞાન અપૂર્ણ છે. વિષયનું અલ્પજ્ઞાન તે માત્ર અજ્ઞાન નથી. મોહાદિભાવનું જ્ઞાનમાં ભળવું તે અજ્ઞાન છે. કેવળજ્ઞાન પૂર્ણ પ્રકાશક છે. અપૂર્ણજ્ઞાન એટલે જેટલું પ્રકાશી શકે તેના કરતાં અનંતગણું બાકી છે. સૂર્યનો પ્રકાશ શ્રેષ્ઠ ગણાય તોપણ તે ચૌદરાલોકના અસંખ્યાતના ભાગે પ્રકાશે છે. પરમાતત્ત્વ જે સદાયે વિદ્યમાન છે તેના અવલંબને સાધના કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી સ્વરૂપ સાથે અભેદ થવું. દેવની જેમ ગુરુ અને શાસ્ત્રનું અવલંબન લેવાનું છે. છતાં તે આત્માથી પર છે. જીવે સ્વયં પરમાત્મ બનવાનું છે. કૃતકૃત્ય થવાનું છે. નિરાવરણ થઈ મુક્ત થવાનું છે. વિચાર પણ પરિગ્રહ છે. નસંગ્રહ સ્થૂલ છે. વિચારસંગ્રહ સૂક્ષ્મ છે. ત્યાગમાં જે છૂટે છે તે નિર્મૂલ્ય છે. જેની ઉપલબ્ધિ થાય છે તે અમૂલ્ય છે ત્યાગથી બંધન છૂટે છે ને મુક્તિ મળે છે તુચ્છને છોડવાનું છે ને સર્વસ્વને મેળવવાનું છે. www.jainellibrary.org Page #256 -------------------------------------------------------------------------- ________________ * ૯. મોક્ષને બાધક તત્વ શું છે ? આ તે સમજી લઈએ વિભાવદશાને કારણે જીવ કર્મનો કર્તા થઈ ભોક્તા બને છે જીવ અનાદિથી છે. કર્મ અનાદિથી છે. છતાં આત્મસત્તા બળવાન હોવાથી કર્મ નાશ પામે છે ત્યારે આત્મા પરથી કર્મ સત્તા છોડી દે છે. કર્મસત્તા હોય ત્યાં સુધી જીવ અનેક પ્રકારનાં કર્મોથી આવૃત્ત થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગથી કર્મનો પ્રવાહ આવે છે. તે આશ્રવ છે. વાસ્તવમાં આશ્રવ અને બંધ એક સમયે છે. તેની ભિન્નતા કારણ અને કાર્યથી છે. આશ્રવ કારણ બને છે. બંધ કાર્ય છે. આશ્રય બે પ્રકારે છે. શુભાશ્રવ, અશુભાશ્રવ, પુણ્ય અને પાપ) સાધકે પાપનો સંવર કરવાનો છે. પુણ્ય આશ્રવ છતાં તેનો સંવર કરવાનો નથી. પુણ્યનો સદ્દઉપયોગ કરવાનો છે. ગૃહસ્થ પરિગ્રહવાળો છે. જો દાનાદિ કાર્યો કરે તો ભોગનું પાપ મંદ પડે. પૂર્વનું પુણ્ય આ જન્મમાં સુખસમૃદ્ધિ આપે છે. અને આ જન્મનું સુકૃત્ય નવું નિર્માણ કરે છે. ધર્મ પાપના ઉદયને નિર્જરવા અને નવું ન બંધાય તેને માટે છે. ધર્મ પુણ્યને રોકવા માટે નથી. પણ તેને સાધન માની મોક્ષમાર્ગે નિર્વિબે ચાલ્યા જવાનું છે. પુણ્યને ક્ષણિક - અનિત્ય સમજીને ભોગ ન કરતાં યોગ માર્ગ લેવાનો છે. સંસારમાં પુણ્યના ઉદયથી સુખ-આનંદ આવે તે રતિ-મોહનીય કર્મ છે. ધર્મભાવથી ત્યાગાદિમાં ભલે કષ્ટ હોય પણ પ્રસન્નતા રહે તે આત્મજાનત છે. પુણ્યના ભોક્તા થવાથી સાધક અને સાધનાની પૂર્ણાહુતિ થાય છે. પુણ્ય બાંધવાનું લક્ષ્ય આશ્રવ છે તે હેય છે. શુભભાવથી પુણ્યાશ્રવ થશે. પરંતુ આત્મ સ્વક્ષેત્ર કાળ ભાવે રહે તો તે બંધન કરતા નથી. જો તે પુણ્યના યોગમાં પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કર્તાભોક્તા થયો તો પરિણામે દુ:ખ પામશે. આત્માને રાગાદિભાવોથી મુક્ત કરવાનો છે. દેહ કે મનના દુઃખનું વેદન પાપના ઉદય સિવાય આવતું નથી. પુણ્યનો ઉદય અસ્તરૂપ હોય છે. ક્લેશ સંતાપ આદિ માનસિક દુ:ખ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સ્વરૂપસાધનાનાં સોપાન કમની નિર્જરા થાય અને આવરણ ચાલુ રહે તે સાચી નિર્જરા નથી. નિર્જરા અંશે પણ સર્વથા કર્મને હઠાવે તે સાચી છે. તેમાં પણ ઘાતકર્મની નિર્જરા સર્વથા થતા જીવ પૂર્ણજ્ઞાન પામે છે. કોઈ પણ કર્મની સ્થિતિ પૂરી થતાં જે કર્મ સત્તામાં છે, તે ઉદયમાં આવે છે. તેમાં પ્રકૃતિ અને રસ વેદતા કર્મ નિર્જરા પામે છે તે કર્મના પરમાણુ પુનઃ કામર્ણવર્ગણા બને છે. છધસ્થ અવસ્થામાં ઉપયોગને ઘાતી - અઘાતી બંને કમોંનું બંધન છે. કેવળજ્ઞાન થયા પછી ઉપયોગમાં ઘાતકર્મનું બંધન નથી. તેથી અઘાતીક પણ ઈર્યાપથ ક્રિયારૂપ બની જાય છે. અસંશ-મન વગરના) - એકેન્દ્રયથી ચઉરિન્દ્રિય, અવિકસિત અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને આત્મતત્ત્વની સૂઝ નથી. વળી જ્ઞાનનો વિકાસ . નથી. તેમ મનુષ્ય હોવા છતાં જેને આત્મતત્ત્વ પામવાની રુચિ નથી તે કેવળ કર્માધીન જીવન જીવે છે. યદ્યપ્રિ સંજ્ઞી મનુષ્યો અને દેવોને આત્મતત્ત્વ પામવાની સવિશેષ સમજની પાત્રતા થઈ શકે છે. કારણ કે બુદ્ધિ-જ્ઞાનશક્તિ વિકસેલી છે. અને ઉપદેશનાં સાધનો પ્રાપ્ત થઈ શકે છે. શુભ કર્મ હો કે અશુભ હો બંનેની નિર્જરા કરી નિશ્ચયદૃષ્ટિ વડે મુક્ત થવાનું છે. ગમે તેવા દેહ મળે તેના વડે અહમનું આવરણ છે. ત્રિકાળી દ્રવ્ય જીવ છે, તેના પર અહમનો આકાર છે તે દૂર કરવાનો છે. સત્-શુદ્ધતા ગ્રહણ કરવાની છે. કર્મના ઉદયથી મોહ અને અજ્ઞાનવશ જે અહમના આકાર થયા છે તેને સમાં પલટવાના છે. અઘાતી કર્મની એક પ્રકૃતિ ગોત્ર છે. તેના ઊંચ-નીચ એવા બે ભેદ છે. આ ભેદ લોકવ્યવહાર સાપેક્ષ છે. તીર્થંકરનો જન્મ રાજકુળમાં થાય છે. જ્યાં રિદ્ધિસિદ્ધિ, સમૃદ્ધિનો પુણ્યયોગ હોય તેથી તે ઉચ્ચ ગોત્ર છે. બ્રાહ્મણકુળ વિદ્યાજીવી અને ત્યાગની ભૂમિકાવાળું છે. એટલે ભિક્ષાનો વ્યવહાર હોવાથી અપેક્ષાએ નીચકુળ મનાયું છે. યદ્યપિ વિદ્યાવ્યાસંગને કારણે બ્રાહ્મણકુળ ઉચ્ચ છે. ભગવાન મહાવીરના બધા જ ગણધરો બ્રાહ્મણ હતા, મેધાવી હતા. ઉચ્ચ સંસ્કારવાળા હતાં. ચોથા ગુણસ્થાનકથી Page #258 -------------------------------------------------------------------------- ________________ મોક્ષને બાધક તત્ત્વ શું છે? તે સમજી લઈએ ૨૪૧ જીવ ગમે તે કુળનો હોય, પણ તે ઉચ્ચતા પામે છે. કારણ કે તેમણે સંસારભાવ છોડ્યો છે. જેમ હલકા કુળમાં જન્મેલ પાત્ર જો ઉચ્ચ કુળમાં લગ્ન કરે તો તે ઉચ્ચ ગોત્રવાળું મનાય છે. આમ ગોત્રમાં પરિવર્તન થયા કરે છે, આખરે તે કર્મપ્રકૃતિ છે. વૈભવ - સત્તા - સમૃદ્ધિ એ અઘાતી કર્મોનો પુણ્યોદય છે. ઘાતકર્મનો ક્ષય અહિંસા - પ્રેમ - વાત્સલ્ય જેવા ગુણો દ્વારા થાય છે. અઘાતકર્મમાં પાંચ શરીરની નામ કર્મ પ્રકૃતિ છે. તેજસ કામણશરીરથી સંસાર ચાલતો નથી, તે અન્ય શરીરોના સંચાલક છે. તેજસ કાર્પણ શરીર નિગોદના શરીર કરતાં પણ સૂક્ષ્મ છે. તેથી નિગોદના જીવના શરીરને તેજસ કામણ શરીર લાગુ પડે છે. જીવ પોતે ભાવ-પરિણામ કરી ગ્રહણ કરેલા કામણવર્ગણાના પ્રદેશ સ્કંધો છે તેમાં સ્થિતિ, પ્રકૃતિ અને રસ દાખલ કરે છે, તેમાં જીવના ભાવો નૈમિત્તિક છે. અને નિમિત્ત કારણ કાર્મણવર્ગણાના સ્કંધો છે. જેને કર્મ કહીએ છીએ. જ્યારે તે બાંધેલ કર્મ ઉદયમાં આવે છે, ત્યારે કર્મ નિમિત્ત બને છે. જીવ પોતે પ્રકૃતિ અને રસનો ભોક્તા બને છે. આયુષ્યકર્મ એટલે જીવને તેટલો સમય શરીરમાં રહેવાનો કાળ, પુગલનો જે બદ્ધ સંબંધ છે, તેથી જીવને આયુષ્ય પ્રમાણે શરીરમાં રહેવું પડે છે. પુદ્ગલ સ્કંધો જે બદ્ધ સંબંધમાં આવે છે પછી તે ક્રમે ક્રમે ભોગવાતા અસંખ્યાત કાળ પછી અપેક્ષાએ છૂટા પડે છે. જોકે તેનું જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કાળ પ્રમાણ હોય છે. જે સમય પાકે જુદું પડે છે. આ બદ્ધભાવ જીવના સહજ સ્વરૂપમાં નથી.' મનોયોગનો વ્યાપાર, ઉપયોગની વિકળતા તે સર્વે ઘાતકર્મનો પ્રકાર છે. દશ્ય જગતનો લોકવ્યવહારનો પ્રકાર તે અઘાતીકર્મનો પ્રકાર છે. જેમાં કાય અને વચનયોગની મુખ્યતા છે. જ્ઞાનને આવરણ કરે, અથવા જ્ઞાનનું વદન થવા ન દે તે ઘાતકર્મની પ્રકૃતિ છે. તે મોહનીયના ભાવની વિશેષતા છે. સ્વરૂપના ગુણનો ઘાત એ જ મુખ્ય પાપ તત્ત્વ છે. અઘાતીમાં અશુભને બદલે શુભ પ્રકૃતિનો ઉદય તે પુણ્યતત્ત્વ છે. ઘાતકર્મમાં પાપ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સ્વરૂપસાધનાનાં સોપાન પ્રકૃતિઓનો ક્ષયોપશમ કરી, અનુક્રમે શુદ્ધ થઈ ક્ષાવિકભાવ આવે તે પરમશુદ્ધિ છે. દશ્ય જગતમાં અઘાતીભાવ છે તે સ્વયં આત્મગુણનો ઘાત નથી કરતા. ઘાતકર્મના ભાવ દ્વારા તે દૃશ્ય જગત - શેય પદાર્થો નિમિત્ત બને છે. જો જીવ મોહનીયના ઘાતીભાવ ત્યજી દે તો દૃશ્ય જગત, બાહ્ય વ્યવહાર, અઘાતીનાભાવ તમને કંઈ કરી શકતા નથી. આત્મા ઉપયોગ પ્રધાન છે. તેથી ચારે ઘાતકમમાં ઉપયોગ ભમે તો પાપ પ્રકૃતિ રહે છે. સત્તામાંથી ઘાતકર્મોનો નાશ થાય ત્યારે શુદ્ધ ઉપયોગપણે ચૈતન્ય શક્તિ બને છે. ઘાતકમને કેવળ પાપરૂપ સમજવી તે જીવન જ પાપમય છે. મોહનીય કર્મની સત્તા એકથી દસ ગુણસ્થાનક સુધી રહે છે. જ્ઞાનશાસ્ત્ર ભણવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય, પણ ક્ષય ન થાય. મોહનીયના ક્ષયથી જ્ઞાનાવરણીયનો સર્વથા ક્ષય થાય. જ્ઞાન પ્રકાશ આપે પણ સ્વરૂપ જ્ઞાનથી મોહનીયનો નાશ થાય છે. માટે શાસ્ત્ર જ્ઞાનથી કાર્ય થયું છે તેમ ન માનવું. શુદ્ધજ્ઞાન વડે સ્વરૂપના ભોક્તા થવાય. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય = તે તે વિષયનું જ્ઞાન ન હોય. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ - તે તે વિષયનું અભ્યાધિક જ્ઞાન હોય. મોહનીય કર્મનો ઉદય એ પાપતત્ત્વ દર્શન મોહનીયના ઉદયમાં મિથ્યાત્વનું વેદન હોય છે. દર્શન મોહનીયનો ક્ષયોપશમ હોય તો સમ્યક્ત્વ મોહનીયનું વેદન હોય. દર્શનાવરણીયના ક્ષયોપશમ દ્વારા પાંચે ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન મળે છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ એ સંસ્કાર પવિત્રતાનો છે. જ્ઞાનાવરણીય કર્મમાં દ્વાદશાંગી શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ થાય તો તે મહાન પુણ્યોદય છે. અર્થ-કામનો ક્ષયોપશમ પાપ રૂપ છે. ઘાતી-અઘાતી કર્મોના ઉદય વખતે દેહભાવ - સંસારભાવ, મોહભાવ રહે છે કે આત્મભાવ તેનો વિવેક કરવાનો છે. કર્મથી ભિન્ન એવો આત્મભાવ-સાક્ષીભાવ છે. ક્ષણિક અવસ્થાઓ મારી નથી. હું એનાથી ભિન્ન છું. ક્ષણિક અવસ્થાઓ ક્ષણિક હોવાથી સ્વપ્નવત્ કહી છે. કર્મનો ઉદય હોય પણ તેને પર માની તેના સાક્ષી થવું. તો ધર્મની શરૂઆત થાય. જીવને કર્મની સત્તા વેદવાની નથી પણ કર્મનો વિપાક Page #260 -------------------------------------------------------------------------- ________________ મોક્ષને બાધક તત્ત્વ શું છે? તે સમજી લઈએ ૨૪૩ ઉદય વેદવાનો છે. જ્ઞાનદશામાં જીવ કર્મના ઉદયને - વિભાવદશાને પોતાની માનતો ન હોવાથી વેદતો નથી. જીવના ઉપયોગમાં વિભાવદશા ભળે તો વિભાવદશા વેદાય છે. જ્ઞાની પ્રજ્ઞા વડે કર્મના ઉદયને અને ઉપયોગને છૂટા પાડી કર્મના ઉદયને વેદતા નથી. માત્ર જ્ઞાનદશાને વેદે છે. જ્ઞાનાવરણીય કર્મની હાજરી હોય તોપણ શ્રત કેવળી થઈ શકાય છે. પણ મોહનીયની હાજરીમાં જીવ સર્વજ્ઞ થઈ શકતો નથી. દિવ્યજ્ઞાનવાળા મુનિજનો મનથી પૂરું વિચારી શકતા હોય, વાણીથી પૂરું બોલી શકતા હોય તે પૂર્ણ દ્વાદશાંગીનું શ્રુતજ્ઞાન છે. આત્માનું મૂળ સ્વરૂપ મોહનીય કર્મથી આવરાયેલું છે. શાતાના યોગમાં દેહમાં સુખબુદ્ધિ ન થવી તે નિર્મોહ થવાનો અભ્યાસ છે. આઠ કર્મના ઉદયરૂપ સ્વરૂપ કેવું છે, અને દબાયેલું સ્વરૂપ કેવું છે, તે કર્મગ્રંથો વડે જાણવું. જન્મ-મરણ, ઉત્પાદ-વ્યય જે ક્રમ ચાલુ છે. એવી અવસ્થાથી મુક્ત થવું. અંતરાય કર્મ = ઇચ્છા થાય તે મળે નહિ તે અંતરાય. પ્રાપ્ત કરવાની ઇચ્છાથી પ્રયત્ન થાય પણ તેમાં વિઘ્ન આવે તે અંતરાય. સાંસારિક ભાવથી ઈચ્છા દેહાદિ માટે થાય છે. હવે દેહ તો વિનાશી છે તો પછી તેની ઈચ્છા શા માટે કરવી? આથી ઈચ્છા નિરોધ તપ બતાવ્યું છે. વિશ્વમાં કેટલાક પૌગલિક પદાર્થો ઉપકારી છે. જેમ કે ધાર્મિક ઉપકરણ વગેરે, મંગલકારી છે. ભેદજ્ઞાનની અપેક્ષાએ જડ-ચેતન દ્રવ્યની વહેંચણી વિરુદ્ધ ગુણ-ધર્મની અપેક્ષાએ કરવી તે જુદી વાત છે, પરંતુ જેમ શાસ્ત્રાદિ પદાર્થોની સામગ્રી પદ્ગલિક છે છતાં ઉપયોગી છે. પરંતુ અધિકરણરૂપ પૌદ્ગલિક પદાર્થોમાં આત્મબુદ્ધિ કરી સ્વસ્વરૂપને ભૂલવું તે અપરાધ છે. પૌગલિક પદાર્થોનો ઉપયોગ કથંચિત સ્વરૂપ પ્રાપ્તિ માટે પરંપરાએ બનાવવો તે કળા છે. પુદ્ગલ દ્રવ્ય સર્વસ્વ છે એમ માનવું તે મોહનું સ્થાન છે. તે કર્મબંધનું કારણ છે. જીવના કર્મબંધમાં રસરૂપ થનાર કષાયભાવ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયમાં, આરંભ-સમારંભમાં, પરિગ્રહના સેવન ગ્રહણ કે રક્ષણમાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સ્વરૂપસાધનાનાં સોપાન કષાયરસ સેવાય છે. આરંભ સમારંભની સામગ્રી પરિગ્રહ બને છે, તેની મૂછ એ મોહજનિત છે, જે જીવને ભ્રાંત કરે છે. પરિગ્રહ છતાં મૂછને બદલે વિનયપૂર્વક તેનો ઉપયોગ કરી દાનાદિ કરે તો લોભાદિ કષાય ઓછા થાય. પુષ્યયોગ હશે તો સુખસમૃદ્ધિ મળવાના છે. તેની ઘેલછા એ પાપબંધનું કારણ છે. કર્મબંધતત્ત્વ શું છે? તેના ચાર પ્રકાર ૧. પ્રકૃતિબંધ = આઠ પ્રકારનાં કર્મનો બંધ. ૨. સ્થિતિબંધ = જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, સમય. ૩. રસબંધ = સ્પષ્ટ (સ્પર્શેલા) બદ્ધ, નિધત્ત નિકાચિત કર્મોના ઉત્તરો ઉત્તર કષાયની તીવ્રતા છે. ૪. પ્રદેશબંધ = કાશ્મણવર્ગણાનો જથ્થો (સંખ્યાભેદ) આઠે કર્મમાં વેદનીય કાર્મણવર્ગણા - પ્રદેશો દેહસંબંધ વધુ ખર્ચાય છે. વધુ દુઃખદાયક પ્રકૃતિ મોહનીય છે, કાળ પણ વધુ છે. મોહનીય કર્મના તીવ્ર મંદરસ પ્રમાણે અન્ય કર્મની પ્રકૃતિઓ બંધાય છે. આઠે કર્મની પ્રકૃતિ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્રાદિ અનુકૂળ પ્રતિકૂળ મળે. જ્ઞાનાવરણીય કર્મથી = આત્માનું કેવળજ્ઞાન આવરાય છે. દર્શનાવરણીય કર્મથી = આત્માનું કેવળદર્શન આવરાય છે. મોહનીય કર્મથી = આત્માનું શુદ્ધ ચારિત્ર આવરાય છે. અંતરાય કર્મથી = આત્માની અનંત શક્તિ આવરાય છે. વેદનીય કર્મથી = આત્માનું અવ્યાબાધ સુખ આવરાય છે. નામકર્મથી = આત્માનું અરૂપીપણું આવરાય છે. ગોત્રકર્મથી = આત્માનો અગુરુલઘુ ગુણ આવરાય છે. આયુષ્ય કર્મથી = આત્માની અક્ષય સ્થિતિ આવરાય છે. સુખબુદ્ધિએ જીવ ભોક્તા છે. કંઈ કરવાની ઇચ્છાથી જીવક છે. આ ભાવો સંસારના છે. તેનાથી વિરુદ્ધ અકર્તા અભોક્તાભાવ જે મોક્ષના ઉપાયરૂપે છે, મોક્ષપદ પ્રાપ્ત કરવું એ સ્વરૂપ છે. કર્મનો બંધ થાય તે સત્તારૂપ બને, સમયે ઉદયમાં આવે. હવે જો Page #262 -------------------------------------------------------------------------- ________________ મોક્ષને બાધક તત્ત્વ શું છે ? તે સમજી લઈએ ૨૪૫ ઉદયકાળે બંધ ન થાય તો બંધ ઉદયનું વિષચક્ર તૂટે. ક્રમે ક્રમે નિર્જરા થઈ સર્વથા કર્મનો ક્ષય થાય, ત્યારે જીવ સંસારથી મુક્ત થાય. પરમાર્થથી મોક્ષ એક સમયનો છે. બીજા સમયે સ્વરૂપરમણતા છે. બીજા સમયે મોક્ષ નથી. જો એમ હોય તો દરેક વખતે આગળના સમયે બંધ લાગુ પડે. પણ તેમ નથી. એટલે સમયસારમાં મોક્ષતત્ત્વને નાટકમાં લીધું. બંધ નથી તો મોક્ષ નથી. બંધ સાપેક્ષ મોક્ષ છે. એટલે સમયસારમાં નવ તત્ત્વો એ જીવની પલટાતી અવસ્થાઓ કહી. જીવ નવતત્ત્વોથી અતીત થઈને સિદ્ધ પરમાત્મા થાય છે. મોક્ષતત્ત્વ બંધ સાપેક્ષ હોવાથી સિદ્ધ અવસ્થામાં લાગુ ન પડે. સંસારમાં તન્મય થઈને રહીએ છીએ, પરંતુ તેમાં પરરૂપ થતા નથી. પણ જો મોક્ષમાર્ગમાં તન્મય થઈ જઈએ તો દેહાતીત, પર-અતીત થવાય છે. માસક્ષમણ જેવા આરાધનમાં દેહ નથી જોઈતો એવો ભાવ પ્રધાન રહે તો દેહભાવ જરૂર નબળો બને. અંતે દેહભાવ સર્વથા નષ્ટ થાય તે તપોબળનું રહસ્ય છે. દેહ નથી જોઈતો, સંસારભોગ કે સંસારભાવ નથી જોઈતો તેવો નિર્ણય થતો નથી. મોક્ષમાર્ગમાં મનાદિ ત્રણે યોગ સાધન છે, સાધ્ય નથી. સાધ્યની પ્રાપ્તિ પછી સાધન છૂટી જાય છે. સાધન-સાધ્યનું ઐક્ય પરાશ્રિત નથી. કેવળજ્ઞાન, મોક્ષ એ નિરપેક્ષ સાધ્ય છે. તે પ્રાપ્ત થતા પૂર્વેની અવસ્થાઓ સાપેક્ષ સાધન-સાધ્ય છે. જેમ કે સમ્યગ્દર્શન તે ભૂમિકાએ સાપેક્ષ સાધન છે. માટે સાધન - સાધ્યની તરતમતાના ભેદમાં રોકાવું નહિ પણ સાધ્યને જ મુખ્ય કરવું. તો સાધનો સરખાં ફળ આપશે. આ કાળમાં આ ક્ષેત્રે આ ભવમાં મોક્ષ મળો કે ન મળો, તે ભવિતવ્યતા ઉપર છે, પણ આ કાળે આ ભવમાં ધર્મપુરુષાર્થ કરવા માટે હરેક પળ સ્વાધીન છે. પંચાચારના પાલન વડે, નિરારંભી થઈ, અપરિગ્રહી બની, જિતેન્દ્રિયતા સાધી શુદ્ધ ચિત્ત વડે આત્મવેદન કરો : હું દેહસ્વરૂપ નથી. મારે દેહ ન જોઈએ. હું પરમાત્મસ્વરૂપ છું, અને મારે તે જ પદ પામવું છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સ્વરૂપસાધનાનાં સોપાન દુઃખના ભયથી કે સુખની લાલચથી ધર્મ કરવો તે સામાન્ય વ્યવહાર છે, અજ્ઞાનજાનિત છે. સ્વભાવ ધર્મ મોક્ષ માર્ગ છે. મનને સમાધાનમાં રાખે તે સમાધિ પામે. તેને માટે આત્મસુખ સત્ય છે. સાંસારિક સુખ અસત્ય છે. દુઃખમય છે. તેનો નિશ્ચયાત્મક નિર્ણય તે મોક્ષમાર્ગ છે. વ્યવહાર ધર્મનું ફળ દેવલોક તે દેહની સંપત્તિ છે. સંયમનું ફળ મોક્ષ છે તે આત્મિક સંપત્તિ છે. કવણ નર કુંજર ત્યજી કરહ લેવે ? (હાથી ત્યજી ઊંટ લે) આપણો પરમાત્મા સાથે હાર્દિક સંબંધ છે ? તે પદ પામવાની ઝંખના - વેદન • તાલાવેલી છે ? વિહરમાન તીર્થકર ભગવંતનો આ ક્ષેત્રે વિયોગ છે તે સાલે છે? તેનું વેદન આવે તો સમજવું કે અંતરમાં પરમાત્મ સ્વરૂપની તીવ્ર ઝંખના છે. ગૌતમ સ્વામીના જીવનમાં દ્વાદશાંગીના સારરૂપે પરમાત્મા મહાવીર પ્રત્યે અર્પણતા, અને પોતાને કેવળજ્ઞાન પામવાની ઝંખના હતી. જેમ દર્દીને નીરોગી થવાની તીવ્ર ઝંખના હોય તેમ આપણને રાગી મટી વિરાગી થવાની ઝંખના જાગે ત્યારે વિરાગી થવાય. તે માટેનું સાધન પરમાત્માની પ્રતિમાના દર્શન પૂજન અને વિહરમાન તીર્થંકર પ્રત્યે અત્યંત આદર, તે પદ પામવાનું વદન જે સાહજિક હોય. તે પદ પામવાની હાર્દિક વેદના જ મોક્ષમાર્ગમાં શીઘ્રતાએ પ્રયાણ કરાવે. જે શરીરને પરમાત્માએ જડ કહ્યું છે, તે શરીરને સાધનાનું સાધન કહી તેના આહારાદિ ધર્મો આવશ્યક ગણ્યા છે, તે તેમની કરુણા અને વાત્સલ્ય છે, એ પરમાત્માનું સ્વરૂપ શું છે? જગતમાં તેમનું સ્થાન શું છે? જગત પર તેમનો ઉપકાર શું છે? આવા ભાવો/વિકલ્પો કરીએ તો તેઓ સાથે હાર્દિક સંબંધ થાય. એ સર્વે મોક્ષ પામવાની પદ્ધતિ છે. શારીરિક વેદનાની તાકાત ધ્યાન કરતા વધી જાય ત્યારે ચિત્ત વિચલિત થાય છે, વિક્ષેપ થાય છે. મહામુનિઓને વેદનાનો વિક્ષેપ નથી થતો, પણ તે સમયે દેહભાવ ત્યજી દેહાતીત દશા વડે તે મહાત્માઓ નિર્વાણ પામ્યા છે. ધર્મ અને મોક્ષ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળનું સાધન અપનાવ્યા પછી Page #264 -------------------------------------------------------------------------- ________________ મોક્ષને બાધક તત્ત્વ શું છે ? તે સમજી લઈએ ૨૪૭ જે ભાવ આવે તેના કરતાં પણ નિશ્ચયનયથી શુદ્ધ ભાવ જ મોક્ષનું કારણ છે. કારણ શુદ્ધ ભાવ સ્વયં આત્મા છે. માટે ધર્મ અને મોક્ષને સ્વીકારી તેવા ભાવ કરવા, ધર્મ તત્ત્વને પૂરા રસ ઉલ્લાસ અને ભાવથી આરાધવું જોઈએ. તે માટે સાધન ભલે પૂજા, સામાયિક આદિ હોય. ભાવશુદ્ધિ થતાં કેવળજ્ઞાન થાય. અર્થ અને કામ અન્ય સાધન દ્વારા મળે છે તેથી તેમાં અપૂર્ણતા હોય. ધર્મ અને મોક્ષ સ્વાશ્રયી છે તેથી તે પૂર્ણ સુધી લઈ જાય. મોક્ષના પુરુષાર્થમાં ઉત્કૃષ્ટ પ્રકારના મનોયોગની શુદ્ધિ જરૂરી છે. માટે ઉત્કૃષ્ટભાવ કરો, તેમાં સ્થિર થાવ. આગળ વધો. ધર્મ અને મોક્ષ સાથે આત્મા અનાદિથી અભિન્ન છે. ઇન્દ્રિયોના વિષયની માંગ અને પદાર્થો દેહાશ્રિત છે. તેમાં જીવ ભોક્તાભાવ કરી બંધાય છે. તેજસ અને કાર્પણ શરીર છે. જે આત્માના વિભાવની નિશાની છે. તેમાં સ્કૂલ દેહો અને સામગ્રી મળ્યા કરે છે. ધર્મ એટલે આત્માનો જ્ઞાન-દર્શન આદિ ઉપયોગમય સ્વભાવ. કેવળજ્ઞાન કેવળદર્શન સ્વરૂપધર્મ છે. ધર્મ જ પ્રધાન સાધન છે. સ્વભાવ જ અસાધરણ કારણ છે. શુભ અધ્યવસાય-પરિણતિ ધર્મના સહજ સાધન છે. તે શુદ્ધ ભાવે અસીમ છે, તેને સમજો અને આરાધન કરો. કોઈ પણ કર્મની પ્રકૃતિનો ઉદય તે બાહ્ય સંસારી જીવન છે. અને આંતરિક મોહનીય - કષાય તે અત્યંતર સંસાર છે. એ સર્વ પાપકર્મની પ્રકૃતિ છે. મુખ્યત્વે ઘાતકર્મ સર્વ પ્રકારે પાપરૂપ છે. અઘાતકર્મ શુભાશુભ છે. પાપ દુઃખદાયક છે. પુણ્યબંધ બે રીતે છે. લૌકિક પુણ્ય અકામ નિર્જરાવાળું છે. પહેલે ગુણસ્થાને અકામ નિર્જરા હોય છે. અને પાપના બંધવાળું છે. લોકોતર પુણ્ય સકામ નિર્જરાવાળું છે. તે સુકૃત દ્વારા વિકસતું જાય છે. અને લોકોત્તર માર્ગે લઈ જાય છે. વાસ્તવમાં આંશિક સકામ નિર્જરા ચોથા ગુણસ્થાનકથી પ્રારંભ થાય છે. તાત્ત્વિકપણે છઠ્ઠાથી વિરતિપણામાં હોય છે. જ્યાં કર્મનો છેદ થતો રહે છે. નામ ગોત્ર વેદનીય અને આયુષ્ય અઘાતકમનું કાર્ય પૂલ હોવાથી જોઈ શકાય છે. ઘાતકર્મો મનના ભાવો હોવાથી સૂક્ષ્મ છે. તે ઇન્દ્રિયજનિત Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સ્વરૂપસાધનાનાં સોપાન જ્ઞાનથી જોઈ શકાતા નથી. જ્યાં સુધી મન અને બુદ્ધિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઘાતી કર્મોનો નાશ થતો નથી. જ્યાં સુધી કેવળજ્ઞાન અને સિદ્ધત્વ સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી બુદ્ધિ સૂક્ષ્મ થતી નથી. માટે બુદ્ધિનો ઉપયોગ અને પુરુષાર્થ ઘાતી કર્મને કાપવા માટે કરવો. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય ઘાતકર્મો વિષમ સ્વરૂપ છે. તેનો નાશ થવાથી કેવળી પરમાત્માનો ઉપયોગ સમસ્વરૂપ બને છે. ભલે અઘાતી કર્મોનો ઉદય વર્તતો હોય. જે જીવો સમકિત પામ્યા નથી તે, તીર્થકરનો સમાગમ (દર્શનપૂજન) કરતા નથી તે જીવો મનુષ્ય હોવા છતાં તેમની દશા પશુ જેવી દયનીય છે. કેવળજ્ઞાન થયા પછી ઘાતી કે અઘાતી કોઈ કર્મ ખપાવવાનો પુરુષાર્થ કરવાનો નથી. જે જે પરમાણુ સાથે હજી ઋણાનુબંધ છે, તે પણ વીતરાગભાવમાં રહીને ચૂકવાઈ જાય છે. કર્મ પણ યોગ બને છે ત્યારે તે જીવ અન્યને પીડા આપી શકતો નથી. સંસારી જીવો સાથેનો સંબંધ સજ્જનતાભર્યો રાખવો. પૂર્વ પુણ્યના યોગે દેવગુરુ તત્ત્વનો યોગ થયો છે. ઉપર પ્રમાણે કર્મયોગ ન ટકાવે તો આ પુણ્યયોગ પણ નષ્ટ થઈ જાય. કર્મયોગીનું કરેલું દાન તેને દાનેશ્વરી બનાવે છે. અશુભકર્મ દાનનો ભાવ થવા ન દે ત્યારે અંતરાય કર્મનું ઉપાર્જન થાય છે. દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરીને જ્ઞાનદાન વડે કર્મયોગ સેવાય છે. આથી કર્મ માત્ર કોઈ અત્યંત સુકવસ્તુ નથી. પણ જીવમાં જો ધર્મભાવના નથી તો કર્મ પરિભ્રમણનું કારણ છે. દેવ-પરમાત્મા જેવા સ્વરૂપને અનેક પર્યાયો વડે જાણવા મળે છે તે મહા પુણ્યયોગ છે. મન, વચન, કાયા છે, તેમાં મનોયોગ આત્માની તદ્દન નજીક છે, તેમાં વિવેક રાખવાનો છે. વચનયોગ અને કાયયોગ મનોયોગ કરતાં દૂરના છે. તે પરિમિત શક્તિવાળા છે. જીવ જો વિવેક ન રાખે તો આ યોગ અસંક્ષિપણાને પામે, એટલે ફક્ત કાઢ્યોગ (એકેન્દ્રિયપણું) પામે. ધર્મમાર્ગનું કુપથ્ય દુર્જનતા છે. ધર્મમાં સજ્જનતા અને પરોપકાર Page #266 -------------------------------------------------------------------------- ________________ મોક્ષને બાધક તત્ત્વ શું છે? તે સમજી લઈએ ૨૪૯ જેવા ગુણ જરૂરી છે. જેના વડે ઘાતકર્મો સુધરતા જાય છે. પરોપકારાદિ કરવાવાળાં કર્મયોગી ભોગી હોઈ શકે પણ તે આરાધનાયોગને પાત્ર બની શકે છે. તે માટે પણ પુણ્યયોગની જરૂર પડે છે. ઉપાસનામાં દેહાધ્યાસ ઘટે છે. પાપ પ્રવૃત્તિ ઘટે છે. ઉપાસના જ્ઞાનયોગ પ્રત્યે જઈને જ્ઞાનાવરણ કર્મને નષ્ટ કરે છે. ગમે તેવા કર્મ ઉદયને સાધન બનાવી જ્ઞાની મોક્ષની સાધના કરે છે. ઘાતકર્મનો બંધ એ સાધન બની શકતું નથી. પરંતુ ઉદયને જ્ઞાનપૂર્વક સાધન બનાવી શકાય છે. સર્વ કર્મનો ક્ષય થયા પછી જ સ્વરૂપ અવસ્થા પ્રગટે છે. તે પ્રગટ ન થાય ત્યાં સુધી ક્ષયોપશમભાવે સાધના કરી ક્ષાયિકભાવ પ્રગટાવવાનો છે. કાર્મણવર્ગણા એ કર્મની કાચી ધાતુ છે. તેમાં પ્રકૃતિ, રસ અને સ્થિતિ દાખલ થાય છે. ત્યાં જીવના ભાવ નૈમિત્તિક છે. આત્મ પ્રદેશો કાર્મવર્ગણા સાથે ક્ષીરનીરની જેમ એકમેક થાય છે. સાધક જીવને કર્યોદય બોજારૂપ લાગે છે. ઔદયિક, ક્ષયોપશમ અને ઉપશમભાવ કર્મભનિત હોવાથી સાદિસાંત ભાવવાળા છે, તે ટળી શકે છે. ક્ષાવિકભાવ અપેક્ષાએ કર્મની પ્રકૃતિના ક્ષયથી પ્રગટ થાય છે છતાં તે કર્મજાનત મનાતું નથી. કારણ કે સાદિ છે પણ અનંત છે. શુદ્ધ ભાવને ટકાવવાવાળું છે. કર્મ ક્રિયા સ્વરૂપ છે, ભક્તિ ભાવસ્વરૂપ છે. જ્ઞાન વિચારસ્વરૂપ છે. કર્મયોગમાં કાયાની પ્રધાનતા છે. ભક્તિમાં મનની પ્રધાનતા છે. જ્ઞાનમાં વિચાર-બુદ્ધિની પ્રધાનતા છે. - દુર્જનતા કે પાપવૃત્તિથી કરેલાં કર્મો ભયંકર પરિણામ લાવે છે. તે ભક્તિ જેવા સાધનથી પણ ખપતા નથી. ભોગવવાં જ પડે છે. કેવળ ભોગવૃત્તિથી બાંધેલાં કર્મો ભક્તિથી ખપે. પણ કુટિલતાથી બાંધેલા કર્મો પરોપકારાદિથી હળવાં બને. બોધરૂપ તપથી ક્ષય થાય. કર્મયોગીને મનની અસ્થિરતા છતાં તે પુણ્યનો અધિકારી બને છે. પાપ બાંધતો નથી. મોક્ષના બાધક તત્ત્વને તે જાણે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨પ૦ સ્વરૂપસાધનાનાં સોપાન એકેન્દ્રિય જીવ અજ્ઞાનથી કર્મના ઉદયને પરાધીનપણે વેદે છે. અને ઉપસર્ગ દ્વારા અપાવે છે. સાધકે ધર્મના ભાવથી કર્મનો ક્ષય થાય તેવી રીતે ઉપસર્ગો સહન કરવાં જોઈએ. મોક્ષભાવે ધર્મક્રિયા ન થાય તો પુણ્ય બંધાય પણ મુક્તિ ન થાય. જેવું લક્ષ્ય તેવું પરિણામ હોય છે. ક્રિયા સાધન છે. ક્રિયા હશે તેવા તમે બનવાના નથી. તમારું લક્ષ્ય શું છે તેના પર ક્રિયાનું પરિણામ છે. મોક્ષનું લક્ષ્ય હોય તેને ત્યાગ, વૈરાગ્ય હોય. ભક્તિ, તપ, સંયમ હોય. ધર્મ અને મોક્ષનો જ્યાં પુરુષાર્થ છે ત્યાં આર્યતા છે. આર્ય દેશ છે. જ્યાં કેવળ અર્થ અને કામનો પુરુષાર્થ છે તે અનાર્યતા છે તે દેશ અનાર્ય છે. કર્મના ઉદયથી જીવને ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે. મતિજ્ઞાનનો ઉપયોગ પરમાત્મ સ્વરૂપમાં જોડાશે ત્યારે તેમાં પરિવર્તન આવશે. તે જીવને ગુણસ્થાનકનું આરોહણ કરી ક્ષપકશ્રેણિ સુધી લઈ જશે. જ્યાં પૂર્ણ જ્ઞાનસ્વરૂપ પ્રગટ થઈ સર્વ કર્મોનો ક્ષય કરી જીવ અક્ષયપદને પ્રાપ્ત કરશે. મતિજ્ઞાનનો ઉદ્દભવ આત્મ પ્રદેશથી છે, પરંતુ આવરણયુક્ત હોવાથી તેનો બીજી જ ક્ષણે વ્યય થતો હોવાથી વિનાશી છે. જ્યારે કેવળજ્ઞાન પણ આત્મપ્રદેશોમાંથી ઉદ્દભવે છે, પરંતુ ઘાતકર્મના આવરણરહિત હોવાથી નિત્ય છે. આત્મા સાથે કર્મનો બદ્ધ, સ્પર્શ અને તદ્રુપ સંબંધ છે. શરીર અને આત્મા બદ્ધ સંબંધથી છે, અન્ય પદાર્થો સ્પર્શ સંબંધથી છે. શરીર, મન, કર્મ અને આત્મા આ સર્વે બદ્ધ સંબંધથી છે. જે સાંયોગિક છે. છૂટા પડે છે. આત્મા અને જ્ઞાન તદ્રુપ સંબંધથી છે. જે છૂટા પડતા નથી. નવા કર્મો આવતાં અટકે એટલે સત્તામાં રહેલાં કર્મો ખપવા માંડે. આમ કર્મની સત્તા પ્રદેશોદયથી અને વિપાકોદયથી ખતમ થવા માંડે છે. કર્મના ગ્રંથો સમજવાની જરૂર છે. આપણા અધ્યવસાય તે સ્થાનકોના ભેદ સમજવા માટે છે. કેવા અધ્યવસાયો વર્તે છે. અને કેવા Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ મોક્ષને બાધક તત્ત્વ શું છે? તે સમજી લઈએ હોવા જોઈએ તે કર્મગ્રંથો દ્વારા સમજાય છે. સંસારક્ષેત્રે સંસારભાવે કર્મો ઉપાદાન છે, બાહ્ય જડ ચેતન પદાર્થો નિમિત્ત છે. કર્તાપણું જીવનું પોતાનું છે. કર્તાપણું છૂટે સંસારભાવ છૂટે, કમ છૂટે. બંધન તૂટે. ક્રિયા કરવી તે કર્મ છે, ભાવ દ્વારા કર્મ બંધાય છે. કર્તાના સંબંધ વિના કે ક્રિયા વિના કર્મ ન બંધાય. નિશ્ચયથી આત્મા અક્રિય છે. તે પરનું કે પરમાં કંઈ કરતો નથી. પુદ્ગલના સંબંધ વિના ક્રિયા થાય નહિ. પુદ્ગલ દ્રવ્યમાં સક્રિયતા છે, પણ કર્તાપણું નથી, કર્તાપણું, ઇરાદાપૂર્વક સંકલ્પ જ્ઞાનત્વમાં છે. અક્રિયતા આત્માનો સ્વભાવ છે. ક્રિયા પરના સંયોગે થાય તે આત્માનો વિભાવ છે. ક્રિયા શુભાશુભ બે પ્રકારે છે. આત્મા અક્રિયપણે જે ક્રિયા કરે તે ક્રિયા સમ્યગ્ર બને છે. તે સમ્ય ક્રિયા પરિણામે અક્રિયતા પામે છે. સંસારી જીવ સીધો જ અક્રિયપણાને પામતો નથી પણ સુકૃત કર્મ કરી, નિરારંભી બને છે. પછી અક્રિયપણું પામે છે. અજ્ઞાનપૂર્વક કર્તા બનીને કરેલી ક્રિયા કર્મ બંધ કરે છે. રાગ, દ્વેષપૂર્વક ક્રિયા કરીએ તે સંસારનો માર્ગ છે. જ્ઞાન ઉપયોગ પ્રદાન ક્રિયા તે મોક્ષમાર્ગ છે. કર્તાપણાનું અભિમાન કાઢીને ક્રિયા કરો તો તે સહજ ક્રિયા છે. કર્તાપણામાં ભોક્તાભાવ હોય, તે કર્મબંધનું કારણ બને છે. ચોથાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી કર્તાભોક્તાભાવ તે સમ્યગૂ પ્રકારનો હોય છે. અહિંસા, પરોપકાર, દાન, દયા જેવા કર્તાભાવ પહેલે ગુણસ્થાનકે સાત્ત્વિકરૂપે હોય છે. સંસારી જીવને કંઈ જોઈએ છે. તેથી ક્રિયા કરે છે. તેના પરિણામે જીવને કર્મ હોય છે. તેની આઠ કર્મરૂપે સંતતિ-પરંપરા ચાલે છે. તેના ફળરૂપે જીવ સુખદુઃખ ભોગવે છે. વળી જેટલા જેટલા મોહભાવો છે, વિષમ ભાવો છે, તે સર્વમાં સ્કૂલરૂપે ક્રોધ પ્રકૃતિ - અશાંતભાવ તે ક્રોધ છે. તે મોક્ષને બાધક છે. આત્મભાવો સૂક્ષ્મ અને શાંત-પ્રશાંત છે. સત્તાધીશ કે બળવાન સાથે આપણે લાચારીથી સહન કરી લઈએ છીએ. તે આપણને ગમતું નથી. તો પછી આપણે પણ નિર્બળ માનવો Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સ્વરૂપસાધનાનાં સોપાન પ્રત્યે ક્રોધ કરવાનું છોડી દેવું જોઈએ. સત્તા ચલાવવાનું છોડી દો. તેમ કરવાથી આપણે જ કર્મ બાંધીએ છીએ. માટે ક્રોધનું સેવન ન કરતાં આત્મભાવમાં પ્રશાંત-સ્વસ્થભાવનું સેવન કરવું. જેથી કર્મની નિર્જરા થાય. અન્યની ક્રોધ પ્રકૃતિ લાચારીથી સહન કરીએ તો તેનાથી આત્મલાભ નથી. પણ આત્મભાવે ક્ષમાપના ભાવપૂર્વક કરવી જોઈએ, તો કર્મની પરંપરા તૂટે. ક્રોધના ઉદયમાં જીવ બેભાન અવસ્થા જેવો હોય છે. તેને સ્વરૂપનું કે બંધનનું ભાન નથી. કોની સામે ક્રોધ થાય છે તેનું ભાન નથી. આમ એ કષાયથી ઘેરાયેલો બેભાન જેવો હોય છે. આ સર્વ પ્રકૃતિના ઉદયની વિચિત્રતા છે. તે મોક્ષમાર્ગને બાધક છે. દોષ એટલે ગુણો ઉપર કર્મપ્રકૃતિનું આચ્છાદન થવું. સંસારમાં ડૂબેલાને ભગવાનના ગુણો એ આચ્છાદનનું ભાન કરાવે છે. માટે કૃતજ્ઞતાગુણના વિકાસ અર્થે ભગવાનને આપણે આપણા નેતા માનવા. તો તરવાની યોગ્યતા પામ્યા કહેવાય. દરેક જીવ પોતે જ પોતાના અધ્યવસાય વડે કર્મબંધ કરે છે, અને તેનો ઉદય થાય ત્યારે ભોગવે છે. કર્મનો ગમે તેવો બંધ થાય તો પણ તેની સ્થિતિ મર્યાદિત છે. આત્માનું સ્વરૂપ અનાદિ અનંત છે. તેની કર્મ જેવી અનિત્ય સ્થિતિ કે સત્તા નથી. આત્માને નિરાવરણ કરો તો આત્મસત્તા પ્રગટ થાય. માનવભવમાં જ્યાં જ્યાં ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ છે ત્યાં ઉચ્ચ ગોત્ર સમજવું. લૌકિક ક્ષેત્રે સત્તા, વૈભવ, સમૃદ્ધિ, કળા, સંપત્તિ આદિથી ઉચ્ચ ગોત્ર મનાય છે. વાસ્તવમાં ઉત્તમ સંસ્કારથી ઉચ્ચતા ગણાય, જ્ઞાન ભણ્યા છતાં પાત્રતા ન આવે તો દીવો હાથમાં છતાં અંધારું, આંખ છતાં તે બંધ રહે તો તેનું ફળ શું? આત્મપ્રદેશો સાથે જોડાયેલા પુદ્ગલ કંધો અન્ય પુગલ સ્કંધો સાથે ભળે અને ગળે, પરંતુ જીવે પૂર્વ બાંધેલ સત્તાગત કર્મમાં કોઈ કાર્મણવર્ગણા સ્વતઃ ભળે કે ગળે નહિ પણ તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અને રસ ભેળવી જે કર્મબંધ થાય, તે ઉદયમાં આવે ભોગવાય અને જાય. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ મોક્ષને બાધક તત્ત્વ શું છે? તે સમજી લઈએ તેવું વિષચક્ર મોક્ષને બાધક છે. જે જીવનું જ્ઞાનદર્શન મોહ સહિત છે, તે વિનાશી છે, તે જીવનો સંસાર છે, તે જીવ સંસારી છે. જે જીવના જ્ઞાનદર્શન સમ્યગુ છે તે અવિનાશી છે, તે જીવનો મોક્ષ છે. જીવનો વિકૃતભાવ એ સંસાર છે. કેવળી ભગવંતને પુદ્ગલ દ્રવ્યમાં જે ભાવ દેખાય છે, તે સંસારી જીવના કર્તાભોક્તા ભાવના છે. સંસારી જીવના જ્ઞાન-દર્શનભાવ ક્ષણિક અનિત્ય હોવાથી પુદ્ગલ દ્રવ્યના પર્યાયોને અનિત્યભાવે જાણે છે. જેનું જ્ઞાન વિનાશી છે. તે પદાર્થોને ક્રમિક અને વિનાશીપણે જાણે છે. જેનું જ્ઞાન અવિનાશી છે, તે ક્યારે પણ પદાર્થનો કેવળ નાશ નથી જોતા, પરિવર્તનશીલ જગતના સ્વભાવને જાણે છે. સંસારના જડ પદાર્થોમાં સંસારે નથી અને મોક્ષ પણ નથી. સંસાર અને મોક્ષ ભાવ તત્ત્વ છે, એક વિભાવ છે બીજો સ્વભાવ છે. અકર્તા અભોક્તાભાવ એ મોક્ષ છે. આત્માનો બ્રહ્માનંદ અવિનાશી છે, અબ્રહ્માનંદ વિનાશી છે. ૦ આત્માનું કેવળજ્ઞાન અવિનાશી છે, મતિજ્ઞાન વિનાશી છે. ૦ આત્માના જ્ઞાન/આનંદ સત્ હોવાથી અવિનાશી છે. ૦ પરપદાર્થના સંગે આત્માના જ્ઞાન / આનંદ અસતુ બને છે. તેથી વિનાશી છે. આત્માનો પ્રત્યેક પ્રદેશ બ્રહ્માનંદ અને બ્રહ્મજ્ઞાનથી ભરપૂર છે. જે અક્ષય અને અવિનાશી છે. પરંતુ અનાદિકાળનો અબ્રહ્માનંદનો જથ્થો એટલો ભય છે કે જેનો નાશ નવમા ગુણસ્થાનકની શુદ્ધિના બળે થાય છે. ત્યાર પછી જીવનું વેદકર્મ, મૈથુન પ્રકૃતિ) (અબ્રહ્મ) મૂળમાંથી નષ્ટ થાય છે. ત્યાર પછી જીવ સત્યપણે વીતરાગ દશામાં આવે છે. છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં અવિનાશી એવા બ્રહ્માનંદની પ્રાપ્તિ કરે છે. અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. જે સાદિ અનંતકાળ રહે છે. આવી બળવાન શક્તિ છતાં ઇન્દ્રિયોના સંગે જીવના જ્ઞાન અને આનંદ વિનાશપણે વર્તે છે. તે આત્માના આનંદ અને સ્વાભાવિક સુખને વિકૃતિરૂપ સજા છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સ્વરૂપસાધનાનાં સોપાન મતિજ્ઞાનનો ઉપયોગ સમ્યગુ બને તો તે કેવળજ્ઞાનના અનંતમા ભાગે વિલસી રહે છે. અક્ષય અને અનંત બ્રહ્માનંદનો રસ અનંતમાં ભાગે અબ્રહ્માનંદરસ-મૈથુન વિકૃતપણે-સંજ્ઞાએ વિલસી રહ્યો છે, જે વિનાશી છે. જેમ ભરપૂર ભરેલા પાણીના તળાવમાંથી પાઈપલાઈન દ્વારા પાણી વહે છે, તે પાઇપમાં એક કાણું પડે ત્યારે ત્યાંથી પાણીની સરવાણી ઉછળે છે. તેમ બ્રહ્માનંદ જે પૂર્ણ અક્ષય અને અનંત છે, તે ઈન્દ્રિયોરૂપી ફૂટેલી પાઈપ દ્વારા, સ્પર્શેન્દ્રિય દ્વારા મૈથુન રસરૂપે, અબ્રહ્માનંદનો રસ ઉછળી રહેલ છે. તો પણ આત્માનું પરમાત્મ સ્વરૂપ વિદ્યમાન છે તેનું પ્રતિક્ષણે અનુમાન થઈ શકે છે. મોક્ષનું અવિનાશીપણું એટલે જન્મ મરણ રહિત અવસ્થા છે. એ પર્યાય-અવસ્થા છતાં નિત્ય છે. પુગલમાં તન્મયતા થવાથી આત્મા અવિનાશી છતાં વિનાશીપણું પામે છે. આપણું જ્ઞાનસ્વરૂપ નિત્ય હોવા છતાં પર પદાર્થોના પરિચયે જ્ઞાનપર્યાયો વિનાશીપણું પામે છે. આત્મા શરીર વગર રહી શકે પણ શરીર આત્મા વગર હોઈ ન શકે. એટલે આત્માની સત્તા શરીર પર છે. દેહભાવની ભૂલે આત્માને દેહાત્મબુદ્ધિ થઈ છે. સત્ તત્ત્વને અન્યના ટેકાની જરૂર નથી. પણ તેની જરૂર અબ્ધને હોય છે. આખરે જીવે સંસારની અંતિમ યાત્રા ખતમ કરી સ્વભાવરૂપ ધર્મને પામી મુક્તિ સાધ્ય કરવા જીવનને સાર્થક કરવું. તેમાં બાધક થતાં વિરૂપ તત્ત્વોનો ત્યાગ કરવો. જેને અધ્યાત્મ પામવું હશે તેને જીને બનાવવું પડશે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી પડશે જીવનજે અંતર્મુખ બનાવવું ૫ડશે હૃદયને યાત્માનું અનુરાગી બનાવવું પડશે. મજજે શાંત પ્રશાંત સંયમી બનાવવું પડશે બુદ્ધિને વિવેકવંતી બનાવવી પડશે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અંતે શું પ્રાપ્તવ્ય છે? મોક્ષ સર્વથા કર્મથી મુક્તિ, સ્વરૂપ પ્રાપ્તિ તે મોક્ષ હવ સંસારની યાત્રાની સમાપ્તિ અને સિદ્ધત્વની પ્રાપ્તિ, અનંત અનંત સમાધિ. સુખમાં સ્થિતિ, કર્મના ક્ષયથી મોક્ષ. - મોક્ષ એ સ્વરૂપ છે. છતા બંધથી મુક્તિ, એ અપેક્ષાએ જીવની શુદ્ધ અવસ્થા છે. કેવળ જ્ઞાનાનંદમય અવસ્થા છે. સુખને માટે વલખાં મારતો જીવ સંસારના સુખને વળગીને દુ:ખમય સંસારથી મુક્ત થઈ જંગલમાં મંગળનું અવતરણ કરી સર્વથા મુક્ત થાય છે. જન્મોજન્મ મોક્ષ પામવાની ઇચ્છાનું સેવન કર્યા પછી મોક્ષની ભાવના પરિપક્વ થાય છે. તેને પામવા દેહનો અધ્યાસ ઘટાડવો પડે છે. જેને સંસારના સુખદુઃખરૂપે' લાગે છે તે આ ભાવનામાં ટકી શકે છે. સંસાર સુખરૂપ લાગે છે, તે જીવો સંસારના પરિભ્રમણમાં દુ:ખ જ પામે છે. પૂર્વભવમાં વાવેલી શીઘ્ર મોક્ષ પામવાની ઇચ્છા જાગ્રત હોવાથી ચક્રવર્તી છ ખંડના અતિ સુખને પણ ત્યજી દે છે. સંયમમાર્ગે પ્રયાણ કરે છે. અને પરમાત્મ તત્ત્વ સાથે સંપર્ક કરે છે. આમ જીવ માત્ર પૂર્ણ ૫૨માત્મા થવાને અધિકારી છે. પરંતુ એ સર્વોચ્ચ ભાવના કોઈ વિરલા જીવને થાય છે. છદ્મસ્થજીવ અજ્ઞાન વશ ભૌતિક સામગ્રીમાં લોભાઈ જાય છે, જે ક્ષણિક છે. માટે જીવે અક્ષય સુખ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો જોઈએ. એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવ દુ:ખી છે. ૦ પૂર્ણ મેળવવા પૂર્ણ ચૂકવવું તે ન્યાય છે. હે ચેતન ! તું સંસારી હો કે સિદ્ધ હો, તારો શેય અને જ્ઞાનનો સંબંધ છૂટવાનો નથી. સંસારીનું જ્ઞાન જ્ઞેયમાં ડૂબે છે તેથી તે પણ સંસારમાં ડૂબે છે. જ્ઞાનીનું જ્ઞાન જ્ઞાનરૂપે રહે છે તેથી જ્ઞાની સંસારમાં બંધાતા નથી. માટે તત્ત્વદૃષ્ટિ કેળવવી. જેથી આપણે મોક્ષ તરફ આગળ વધીએ. જીવનની અપેક્ષાએ કાળ ઓછો છે માટે સત્ પુરુષાર્થ કરવો. અરિહંતપદ - કેવળીપદ - પ્રાપ્ત થતાં કષાયોથી ઉપયોગની મુક્તિ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સ્વરૂપસાધનાનાં સોપાન છે. સિદ્ધ પદ પ્રાપ્ત થતાં સર્વ કમથી પ્રદેશોની મુક્તિ છે. મોક્ષની જેને ચાહના છે તે જીવે પોતાની જાતને પ્રશ્ન પૂછવો કે તને પરમાત્મા ગમે છે, કે ચક્રવર્તી ઇત્યાદિ પદ ગમે છે? દેવો અઘાતકર્મોમાં તો દેવતાઈ સુખો ભોગવે છે છતાં ઘાતકર્મના ઉદયે - મોહનીયની પ્રકૃતિની પક્કડવાળા છે તેથી દુઃખી છે. જે સાધન કે અનુષ્ઠાનથી સંસારભાવ-દોષો શમે તે મોક્ષનો માર્ગ છે, સમકિત દૃષ્ટિવંતને સૃષ્ટ-બદ્ધકર્મનો ઉદય છે. તે તપાદિથી નષ્ટ થાય છે. નિધત્ત અને નિકાચિત કર્મ પાપવૃત્તિથી મિથ્યાત્વ દશામાં બંધાય છે. તે સરળતાથી ખપતા નથી. છતાં સમકિતવંત ગમે તે પ્રકૃતિને પણ સાધન બનાવી મોક્ષમાર્ગની સાધના કરે છે. ધાર્મિક ક્રિયાઓ જ્યાં સુધી પરમાત્માલક્ષી ન હોય ત્યાં સુધી કાયયોગથી જણાતી તે લોકોત્તર ક્રિયા હોવા છતાં મનોયોગ લૌકિકભાવમાં હોય છે. તે સ્વલક્ષી નથી. તીવ્રજ્ઞાનદશા જ્ઞાન-દર્શનના શુદ્ધ ઉપયોગમાં હોય છે. સમિતિ ગુપ્તિ શુદ્ધ ઉપયોગથી પળાય તો ઉપયોગથી ઉપયોગ લય પામે, તો શીઘ્રતાએ મોક્ષ પ્રાપ્ત થાય. મોક્ષ ત્રિકાળ તત્ત્વ છે. સ્વ-પર ભેદરહિત અવસ્થા છે. અંતર એ છે કે સ્વગત દ્રવ્ય-ગુણ પર્યાયને એક સમયે વેદે, પર દ્રવ્ય - ગુણ - પર્યાયને એક સમયે જાણે. પર પદાર્થો જ્ઞાનમાં જણાય છે. પણ વેદન તો જ્ઞાનમાં જ્ઞાનગુણનું હોય. પુદ્ગલનો સ્વભાવ ગ્રહણ ગુણવાળો છે. તેથી જીવ પુદ્ગલને ગ્રહણ કરે છે, પુદ્ગલનો જીવ સાથે સંયોગ સંબંધ કરે છે. ધર્મ અને મોક્ષ અભેદ છે. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. સ્વધર્મ સ્વકાળે હોય તે સ્વ-સમય છે. નિશ્ચયધર્મ સ્વયં મોક્ષસ્વરૂપ છે. વ્યવહારધર્મ પુણ્યબંધરૂપ ફળવાળો છે. નિશ્ચયધર્મનું ફળ સમતા, સુખ, શાંતિ, સંવેદન સમકાલીન છે. પુણ્યનું ફળ ભવિષ્યકાળે છે. આત્મા માત્ર સ્વરૂપમાં લીન બને સમતા-પ્રશાંતતા અનુભવાય, ત્યારે સમજવું કે નિશ્ચયધર્મનું પરિણામ છે. તે મોક્ષની પ્રતીતિ છે. આ અનુભવ વખતે દર્શન-જ્ઞાન ચારિત્ર Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ અંતે શું પ્રાપ્તવ્ય છે? મોક્ષ અભેદરૂપે અનુભવાય. ત્રણેનું ઐક્ય છે. વ્યવહારદૃષ્ટિમાં ત્રણે ભેદ છે. ક્ષપકશ્રેણિ ચોથા ગુણસ્થાનકથી ક્ષાવિકભાવે મંડાય છે. તેમાં વિશેષતા યોગ કરતાં ઉપયોગની અંતરક્રિયા હોય છે. ઉપયોગ સ્વય બંધ અને મોક્ષનું કારણ છે. કેવળજ્ઞાન થયા પછી દરૂપ અઘાતી કર્મનું ઉદયરૂપ બંધન દેખાય છે. પણ તે આત્માના ઉપયોગને બંધનરૂપ નથી. તેથી જ્ઞાન દર્શન ઉપર તેનું આવરણ નથી. શુભ ભાવ એ વિકલ્પ છે. વિરતિ એટલે વિરક્ત ભાવનો ઉપયોગ. બાહ્ય દશામાં સંયમ એ મોક્ષમાર્ગનું ચિહ્ન છે. નિશ્ચયથી તીવ્રજ્ઞાનદશા એ નિર્વિકલ્પ ઉપયોગ છે. જે જ્ઞાનમાં મોહના કોઈ ભાવ ભળતા નથી. સાતમે ગુણસ્થાનકે નિર્વિકલ્પ દશા અનુભવનારને તે સમયે કર્મબંધ અબુદ્ધિપૂર્વકનો હોય પણ કર્મનું વેદન ન હોય. તે ક્ષપકશ્રેણિ માંડીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્યવહારધર્મની સાધનાથી મોક્ષ થતો નથી. નિશ્ચયતત્ત્વની સાધનાથી મોક્ષ થાય છે. આ પંચમકાળમાં સમિતિ-ગુપ્તિરૂપ નિરૂપાધિક જીવન થઈ શકે છે. જે નિર્વિકલ્પદશા માટે અનુકૂળ છે. તે દશા આવ્યા વગર મોક્ષ નથી. સર્વવિરતિ લીધા પછી પણ અંતરંગ પરિણતિ પર દૃષ્ટિ થતી નથી તો તે નિરૂપાધિક જીવન નથી, તે દશાથી નિર્વિકલ્પ જીવન પામવાનું છે. અત્યંતર જ્ઞાન-દર્શન-ચારિત્રને એકરૂપ વેદવા માટે નિરૂપાધિક બાહ્યાડંબર રહિત થવાની આવશ્યકતા છે. જનઉત્કર્ષને આગળ કરીને બાહ્ય ક્રિયાઓની અતિશયોક્તિ નિરૂપાધિક જીવનને બાધક છે. તેમાં સાધુજનોને કે શ્રાવકોને અધ્યાત્મક્ષેત્રે કંઈ લાભ થતો નથી. આત્માના જ્ઞાનાદિ ગુણની ક્રિયા સામે બાહ્ય ક્રિયાઓનો આગ્રહ ત્યજી આત્માના સ્વભાવરૂપ ગુણમાં પરિણમન કરવાનું છે. તે જ મોક્ષમાર્ગ છે. આત્માના અક્રિય અને અરૂપી સ્વરૂપમાં પરિણમવાનું છે. પુદ્ગલ દ્રવ્ય સ્વભાવે અર્જા છે, કારણ કે જ્ઞાનરહિત છે. એટલે ધ્યેય, ઈરાદો, પ્રયોજનરહિત છે. છતાં સ્વભાવે સક્રિય છે. સંસારી જીવ મૂળગુણથી અક્રિય હોવા છતાં કર્તા ભોક્તા ભાવથી સક્રિય બને છે. જો અકત બનીને જ્ઞાનાદિ ક્રિયારૂપ સક્રિય બને તો બંધનરહિત Jairt Education International Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સ્વરૂપસાધનાનાં સોપાન થાય. અકર્તા એટલે જીવને કંઈ જ ઇચ્છા થતી નથી. જે થાય છે તે સહેજે થાય છે. પછી તે તપ, વ્રત, સંયમાદિ જે હોય તે પણ તેમાં હું કરું છું તેવો દેહભાવ નથી. ઉપવાસ બાહ્યતા છે. અંતરંગમાં નિરહીય ભાવ છે તે સ્વરૂપનું અનુસંધાન છે. ક્ષુધા લાગે એટલે બાહ્ય સંજ્ઞામાં ઉપયોગ ન જોડાય અને નિરહીયભાવે રહેવું તો સ્વરૂપનું અનુસંધાન થાય. આહારસંજ્ઞા જેની પ્રબળ છે તેને વગર સુધાએ પણ ખાવાનું મન થાય. ઉપવાસ વખતે આહાર ન કરો એટલે વ્રત ન તૂટે પરંતુ આહાર સંજ્ઞા થાય ત્યારે આહારનો વિકલ્પ ઊઠે તો સ્વરૂપ અનુસંધાન તૂટે. ઉપવાસ એટલે ઉપ = આત્મા, વાસ = સમીપ, આત્માની સમીપ રહેવું. કેવળ આહાર ન કરવો તે તો બાહ્યા છે. ઉપવાસની જેમ દરેક વ્રતને સ્વરૂપભાવમાં પરિવર્તન કરવાનું છે. સામાયિકની બાહ્યક્રિયા સાથે સ્વરૂપમાં શમાવાનો પ્રયત્ન કરવો. દરેક વ્રતાદિના અત્યંતરભાવ એક જ લક્ષ્ય હોય, માત્ર મોક્ષ પ્રત્યેનું જ ગમન. બાહ્ય રીતે કરેલ કોઈ પણ ધર્મ ક્રિયાને અત્યંતર સ્વરૂપમાં વ્યાપક બનાવવાની છે. વ્રત - સંયમ એટલે નિરૂપાધિક જીવન છે. યોગ (કરણ) અને ઉપકરણ બાહ્ય સાધન છે. તેના નિમિત્તથી અંતઃકરણ શુદ્ધ કરીને મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવાનો છે. પોતાના આત્માને ઉપયોગની શુદ્ધિ વડે વિભાવથી બચાવવો તે અત્યંતર ક્રિયા છે. કરણ અને ઉપકરણ સંસારના સોપાધિક જીવનથી છોડાવીને નિરૂપાધિક જીવનમાં લઈ જનારા સાધન છે. નિરૂપાલિકપણું પામીને ભાવમન દ્વારા પરમાત્મસ્વરૂપનું લક્ષ્ય કરી, ઉપયોગથી ઉપયોગને આત્મામાં લય પમાડવાનો છે. ત્યારે નિર્વિકલ્પ થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. મોક્ષ થાય છે. આત્માનું અરૂપીપણું પ્રાપ્ત કરવા રૂપી એવા પુદ્ગલનો સંગ ત્યજી દેવો. રૂપી પદાર્થોથી મનને પાછું વાળવાથી અરૂપીભાવ પકડાય છે. મતિજ્ઞાનના ઉપયોગને નિર્વિકલ્પ કરવાનો છે, ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપનું સંવેદન થાય. નિરૂપાધિકપણામાં ભૂમિકાના ભેદથી પાંચ અને છઠ્ઠા ગુણસ્થાનકે Page #276 -------------------------------------------------------------------------- ________________ અંતે શું પ્રાપ્તવ્ય છે? મોક્ષ દેશિવરિત અને સર્વવિરતિનો ભેદ છે. સાતમે ગુણસ્થાનકે નિર્વિકલ્પતામાં ભેદ નથી. આંશિકપણે ચાર, પાંચ અને છ ગુણસ્થાનકે તે દશામાં ભેદ નથી. તેથી ચોથા ગુણસ્થાનકેથી શ્રેણિ માંડી શકાય છે. યદ્યપિ સોપાધિક જીવને નિર્વિકલ્પ માટે બળવાન સાધન નથી. નિરૂપાધિક જીવને સર્વવિરતિ આત્યંતર શુદ્ધિયુક્ત નિર્વિકલ્પતા માટે બળવાન સાધન છે. નિર્વિકલ્પ દશામાં સદ્વિકલ્પોનો અંશ સહજ રહે છે. પરંતુ અસદ્વિકલ્પો ટકતા નથી. ચિંતન, ધ્યાન, સંયમ, તપની અંતરંગ શક્તિ નિર્વિકલ્પ દશામાં જવા ઉપયોગી છે. ૨૫૯ અજ્ઞાનીને પોતાની જ સાથે વિરોધાભાસ હોય છે એટલે અન્ય સાથે પણ વિરોધ થાય છે. જ્ઞાનીને પોતાની સાથે વિરોધ સંઘર્ષ નથી, એટલે અન્ય સાથે પણ વિરોધ થતો નથી. ધર્મની બાહ્ય ક્રિયામાં ભેદ છે. ઉપવાસ, સામાયિક વગેરે પરંતુ નિર્વિકલ્પ ઉપયોગ ઉભયથી પ્રાપ્ત થનાર અભેદ છે, એકરૂપ છે. જેમ જેમ શુદ્ધિની વૃદ્ધિ થાય તેમ તેમ અભેદતા આવે. ભેદ ટળતા જાય. આમ સ્વરૂપ ભેદ ટાળી અભેદમાં જવાનું છે. અભેદનો ભેદ એ સંસાર છે. અભેદ થવું તે મોક્ષ છે. ક્ષયોપશમ સમિત ક્ષાયિકની અપેક્ષાએ વ્યવહા૨ છે. શુદ્ધ ભાવ તે શુદ્ધ નિશ્ચય માટેનો વ્યવહાર છે, નિશ્ચય માટે નિશ્ચય નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરવાની છે. અધ્યાત્મમાર્ગે જીવ પોતે સ્વરૂપનો અનુભવ ન કરે તો કોઈ કાળે મોક્ષ ન થાય. આત્માને આત્માના સુખનું વેદન તે ધર્મનો સાર. આત્મા સાપેક્ષ ધર્મ છે. ત્યાં જનનું શું કામ ? જનમનરંજન ધર્મનું મૂલ ન એક બદામ. ક્રમિક નિર્જરા (અંશે) તે મોક્ષ પ્રત્યેનું ગમન છે. સંપૂર્ણ નિર્જરા એ મોક્ષ છે. બાહ્ય સાધનો એ અંતરમાં જવાનું બારણું છે. સિદ્ધમય સ્વ-જીવમાં અને સર્વ-જીવ જાતિમાં ઓતપ્રોત થઈ જઈએ તો સિદ્ધ થવાય. કારણ કે સિદ્ધ ભાવ વ્યાપક થાય છે. તત્ત્વમૂર્તિ તું Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સ્વરૂપસાધનાનાં સોપાન સ્વયં છું. આવરણ છે તે તું નથી. રાગદ્વેષ મળ ગાળવા, ઉપશમ જળ મીલો, આત્મપરિણતિ પામવા, પરપરિણિતિ પીલો.” શુભ બંધ કે પુણ્યના ઉદયરૂપ જે ધર્મનું ફળ, સામગ્રી ઇચ્છે તે અપેક્ષાએ ધર્મી છે. નિશ્ચયથી ધર્મી ધર્મના ફલરૂપે આત્મસ્વરૂપનું વેદન વર્તમાન કાળે વેદે છે. તેને ભય શોક રતિ અરતિ ક્લેશ આદિનું વેદન નથી. તે જ સમયે નિશ્ચયથી તે ધર્મી છે. ઉપસર્ગાદિના દુઃખને પણ તે વેદતો નથી. તે કેવળ જ્ઞાનદશામાં આત્મ સંવેદનમાં હોય છે, જે અનુક્રમે મોક્ષ પામે છે. મોક્ષ બંધ સાપેક્ષ છે. કારણ કે સર્વ કર્મથી સર્વથા મુક્તિ તે મોક્ષ છે. યદ્યપિ મોક્ષ કોઈ પદાર્થ નથી, કે દશ્ય નથી. પરંતુ જીવ દ્રવ્યની મુક્ત અવસ્થા છે. મૂળ સ્વરૂપ છે. જે પદાર્થ બંધનમાં હતો તે બંધનરહિત થયો તે મોક્ષ. મોક્ષની અવસ્થા ઇન્દ્રિયાતીત છે, તે પદાર્થની સ્કૂલ વિધેયાત્મક સિદ્ધિ દર્શાવી ન શકાય, તેથી નિષેધાત્મક સિદ્ધિ બતાવી કે જ્યાં કર્મની સર્વથા વિકૃતિ-પ્રકૃતિનું નષ્ટ થવું તે મોક્ષ. જડ અને જીવના બદ્ધ સંબંધમાં તે તે દ્રવ્યોની મૌલિકતા ન રહે અને ત્રીજી જ વસ્તુ ઉત્પન્ન થાય તેને બંધન કહે છે. પુદ્ગલ અને જીવના બદ્ધ સંબંધથી સંસારના સુખદુઃખ ઉત્પન્ન થાય છે. તેનાથી મુક્તિ તે મોક્ષ છે. આત્મા અલૌકિક છે, અનૈમિત્તિક છે, સ્વયંભૂ છે. સ્વસત્તાએ પૂર્ણ છે. પૂર્ણતાનું સુખ સમજવાથી લક્ષ્ય શુદ્ધિ થાય છે. પૂર્ણતાનું સ્વરૂપ સમજવું એ મોક્ષમાર્ગની સાધના છે. સ્વલિંગે (સર્વ વિરતિ) મન:પર્યવ જ્ઞાન થાય છે. બાહ્ય ચારિત્રાચાર છઠ્ઠ ગુણસ્થાનકે હોય. અભવિ અત્યંતર ચારિત્રાચારથી દીક્ષિત હોય તોપણ પહેલે ગુણસ્થાનકે હોય. તે નવ રૈવેયકના સ્વર્ગ સુધી જઈ શકે. અન્ય દર્શનીઓ બાર દેવલોકથી આગળ જઈ શકતા નથી. કારણ કે તેમના ચારિત્રાચાર આદિ એવા છે કે તેઓ તેનાથી આગળના ગુણસ્થાનકને યોગ્ય અધ્યવસાયને સ્પર્શી શકતા નથી. Page #278 -------------------------------------------------------------------------- ________________ અંતે શું પ્રાપ્તવ્ય છે ? મોક્ષ ૨૬૧ જૈનદર્શનીમાં આચાર-વૈરાગ્યની વિશેષતાથી ઉચ્ચ અધ્યવસાયોને જીવ સ્પર્શી શકે છે. સંસારીને સ્વરૂપ સજાતીય ઉ૫૨ કર્મનો ઉદય હોવાથી વિષમતા છે. સિદ્ધાત્માને અન્ય સજાતીય ચૈતન્ય ૫૨ હોવા છતાં સર્વ જીવરાશિ પ્રત્યે સ્વભાવથી ઐક્યતા છે. કારણ કે સિદ્ધ પરમાત્માનું જે સ્વરૂપ છે, તે જ સર્વ જીવરાશિનું છે. પૌદ્ગલિક પદાર્થો વિજાતીય છે. માટે જીવે નિર્ણય કરવો જોઈએ કે દેહાકારે ‘હું' ખોટો છું, મારું સ્વરૂપ સિદ્ધના જેવું છે. સાધનાની સિદ્ધિ દેહભાન ભૂલવાથી થાય છે. મોક્ષનો દૃઢ સંકલ્પ હોય તો દેહભાવ અને દેહભાન ઉભય ભૂલી જવાય છે. અને ક્ષપકશ્રેણિના મંડાણ થઈ મોક્ષ થાય છે. મોક્ષ માટે વૈરાગ્ય મુખ્ય સાધન છે, શુદ્ધ સાધનનો આગ્રહ જોઈએ પણ સાધનના ભેદોનો આગ્રહ ન જોઈએ. અન્ય સાધકો પ્રત્યે દુર્ભાવ ન જોઈએ. સાધન વિના સાધના સિદ્ધ થતી નથી. મોક્ષ માર્ગમાં શુદ્ધ ભાવ અસાધારણકારણ છે. આત્મા સ્વયં ઉપાદાનકારણ છે. સુદેવ, સુગુરુ, સુધર્મ નિમિત્તકારણ છે. મનુષ્યત્વ ભવ્યત્વ દ્રવ્યક્ષેત્ર કાળભાવ અપેક્ષાકારણ છે. સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી મોક્ષ છે. દ્રવ્યથી સંશી પંચેન્દ્રિય, મનુષ્યપણું, ભવ્યત્વ, સાધુપણું. સુદેવાદિ પ્રાપ્તિ સ્થાનો છે. - ક્ષેત્રથી પંદ૨ કર્મભૂમિ, આર્યક્ષેત્ર, આર્યકુળ (જૈન કુળ). કાળથી આઠ વર્ષની ઉપરની ઉંમર, તીર્થનો સ્થાપનાકાળ. ભાવથી પૂર્ણ શુદ્ધ એવા જ્ઞાતા દ્રષ્ટાભાવ, પૂર્ણ વીતરાગતા. નિર્વિકલ્પ ઉપયોગ વગેરે મોક્ષમાર્ગને અભિપ્રેત છે. ૫૨ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તે પર છે. જગતના પદાર્થો મારા નથી. તેવું દૃઢ પ્રણિધાન (સંકલ્પ) બને તો ૫૨ દ્રવ્યાદિનો ભાવ નષ્ટ થાય. ૫૨માત્મતત્ત્વ સાથે અભેદ થવાનું છે. સત્ના સાધન વગરના તમામ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સ્વરૂપસાધનાનાં સોપાન સાધનો બંધન છે. સના સાધકની સાધનથી સિદ્ધિ સાધ્ય થશે. પર સાધન અસાધન થશે. નિશ્ચયથી તો સાધકદશાને પણ શાંત કરી કેવળ મોક્ષસ્વરૂપ બનવાનું છે. સાધન અને સાધકતાથી અભેદ થઈ સાધ્ય સિદ્ધ કરવાનું છે. સાધકદશામાં કર્તાભોક્તા અંશે દબાયેલો છે. અસાધકનો કર્તાભોક્તાભાવ ફાલેલો - વિસ્તાર પામેલો છે. સિદ્ધદશામાં પરનું કર્તાભોક્તાપણું આત્યંતિકપણે નષ્ટ થયેલું છે. સ્વસ્વરૂપનું કર્તાભોક્તાપણું સ્વાભાવિક છે, તે અવસ્થા સાધનાતીત છે. જ્ઞાનદશામાં રહેવાથી મોહનીય કર્મ ક્ષય થતું જશે. તેનું અસ્તિત્વ શિથિલ થઈ ક્ષય થશે. મોહનીયકર્મની અસર ન હોવી તે મોક્ષ છે. દેહમાં રહીને આત્માની જ્ઞાનદશાનો આનંદ લેવાનો છે. મોહદશાએ ક્વચિત દેહનો આનંદ આવશે તો પરિણામે દુ:ખ વેદાશે. સાધકદશામાં ઉપકરણના નિમિત્તથી, અંતઃકરણમાં પ્રવેશીને મોહની અસર ખતમ કરવાની છે. સાથે સાથે અજ્ઞાન પણ ખતમ થતું જશે. જ્ઞાન દશામાં રહી હું દેહ નથી તેવી પ્રતીતિ કરવાની છે. પરિષહ ઉપસર્ગમાં પણ આત્માના આનંદમાં રહેવાનું છે. કરણ અને ઉપકરણની જે ક્રિયા છે. તે બહિરયોગ છે. અંતરક્રિયાની - શુદ્ધિ એ અત્યંતરયોગ છે. જે નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણના ક્રમ પછી જીવ જ્યારે અંતરકરણ પામે છે ત્યારે નિશ્ચયથી સમકિત પામે છે. માટે સાધનાનો આશય અંતરકરણમાં રાખવાનો છે. કરણ ઉપકરણમાં કે બાહ્ય તપમાં નહિ. અત્યંતર તપ અંતઃકરણમાં હોય છે. આશય અને લક્ષ્ય બંનેમાં મોક્ષ હોય, અંતઃકરણમાં સમ્યગુભાવ વર્તે. પરંતુ આશય અને લક્ષ્ય મોક્ષનું ન હોય તો ગુણસ્થાનક પ્રથમ વર્તે. આત્માને માનવાથી નિવેડો નથી, આત્માને જાણવાથી, અનુભવવાથી નિવેડો છે. આત્મા જણાશે, પૂર્ણજ્ઞાન પ્રગટ થશે પછી વિશ્વના સર્વ પદાર્થો આપોઆપ જણાશે. માત્ર મિથ્યાજ્ઞાન વડે પરપદાર્થોને જાણવા જઈશું. Page #280 -------------------------------------------------------------------------- ________________ અંતે શું પ્રાપ્તવ્ય છે ? મોક્ષ ૨૬૩ તો કંઈ અંત કે લાભ નથી. માહાસ્ય કર્તાભોક્તાભાવનું નથી. પણ જ્ઞાતા દ્રષ્ટાપણાનું છે. અનાદિકાળથી જીવને પરદ્રવ્યાશ્રિતભાવ હોય છે, જે મોક્ષમાર્ગમાં બાધક છે. જ્ઞાની તે ભાવ કઢાવવા પર દ્રવ્યમાં કેવળ દોષદર્શનથી નિર્વેદ અને વૈરાગ્ય ભાવ કરાવે છે. જેમ કે દેહ તો સપ્તધાતુનું, પૂતળું છે, સ્ત્રીનો દેહ માંસ હાડકાનો માળો છે પર પદાર્થો જડ છે. માત્ર આવી વિચારણા કરે અને વૈરાગ્યનો ભાવ કે સમ્યગુદૃષ્ટિ ન હોય તો રસમંદ પડે પણ મૂળમાં જે રસ પડ્યો છે તે નષ્ટ ન થાય. તે નષ્ટ કરવામાં પોતાના ભાવમાં જે વિકાર છે, તે જ દોષ છે, તેને દૂર કરવા દઢ થવું જોઈએ તો વૈરાગ્ય આવે, મોહનો નાશ થાય. મોક્ષ પ્રગટ થાય. આત્મા જ જગતનો અરીસો છે. તે ત્રણે લોકના સર્વ પદાર્થોનો પ્રકાશક વિશ્વમૂર્તિરૂપ છે. સમસ્ત વિશ્વમાં આત્મા મંગળરૂપ છે. સ્વરૂપ સભાનતા, સ્વરૂપ વિચારણા, સ્વરૂપ સ્થિરતા કરવી તે મોક્ષ પુરુષાર્થ છે. તેમાં કેવળજ્ઞાન પ્રગટ થાય. માત્ર ધર્મપુરુષાર્થથી મોક્ષ પ્રગટ ન થાય. તેનાથી આત્મશુદ્ધિ થાય. આશય, લક્ષ્ય અને વર્તમાન ઉપયોગમાં એકરસતા ઉપયોગ ક્રિયા છે. હીરાની વીંટીમાં હીરો અને સોનાની વીંટીનો જેમ તફાવત છે. તેમ અત્યંતર હીરારૂપ ઉપયોગ અને સોનારૂપ કાયયોગનો તફાવત છે. યોગને ઉપયોગ ન કહેવાય. ઉપયોગ યોગ ન કહેવાય. ધર્મમાં ઉપયોગ ભાવ પ્રધાન રહે છે. નિષ્કષાય ભાવ એ સમભાવ - પ્રશાંતભાવ છે. ચોથાથી ઉપરના ગુણસ્થાનકો માત્ર યોગ ક્રિયાથી નથી આવતા, પરંતુ આત્માના સ્વભાવથી - ઉપયોગ ક્રિયાથી આવે છે. યોગક્રિયા સહકારી કારણ છે. મોહનીયના ક્ષયોપશમભાવ સાદિસાંત, અસત્ હોવા છતાં સતુનું લક્ષ્ય અનાદિઅનંત સત્ હોવાથી સાદિસાંત કર્મોની નિર્જરા કરવામાં કારણ છે. ઘાતકર્મોનો ક્ષય થાય છે. તેથી બદ્ધ સંબંધનો અભાવ થાય છે. નિર્વિકલ્પ દશામાં કર્મ વિરામ પામે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ વગરના થાય છે, અનુક્રમે જીવ મોક્ષ પામે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૪ સ્વરૂપસાધનાનાં સોપાન સંસારમાં જીવના દેહ, મન, ઇન્દ્રિયો પૂરા જગત સાથે ઓતપ્રોત થયા છે. આથી અનાદિકાળથી જીવ સંસારરૂપ બની ગયો છે. મોક્ષમાર્ગમાં મનને દેહાદિ સર્વથી ભેદી જુદું પાડીને આત્મ સન્મુખ કરવાનું છે. માત્ર ધર્મક્રિયાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આશ્રિત ભાવ મનમાં ઉત્પન્ન થશે. છતાં લક્ષ્ય તો સ્વરૂપ આશ્રિત કરવાનું છે. તેનું જ માહાસ્ય લેવાનું છે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી આશ્રવ છે. માટે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી મહાવ્રતાદિ શુદ્ધપણે પાળવાના છે. પરંતુ ઉપયોગથી મનોયોગની અંતરક્રિયા મોક્ષ લક્ષ્ય કરવાની છે. તેમાં મેરુપર્વતની જેમ અચલ રહીને મોક્ષમાર્ગ પકડવાનો છે. તેના બદલે રાઈના દાણા જેટલી પણ અંતરક્રિયામાં આપણે ટકતા નથી. પછી મોક્ષ કેમ થાય? મોક્ષ એટલે આઠ કમનો સર્વથા નાશ. શરીરાદિનો સર્વથા ત્યાગ. સંસાર એટલે આઠ કમનું અને દેહાદિનું નિરંતર પ્રહણ. ૦ મોક્ષ એટલે દુઃખનો અંત, પરમ - અનંત સુખનું ધામ. સર્વ જીવની ચેતનામાં જ્ઞાન ગુણ છતાં તરતમતા છે. સ્થાવર જીવો ત્રાસ પડે તોપણ ખસી શકતા નથી. ભલે મોટું વૃક્ષ હોય પણ તે સ્થાવર નામકર્મવાળું છે તેથી ખસી શકતું નથી. કીડી નાની સરખી હોવા છતાં ત્ર નામ કર્મથી ખસી શકે છે. બે ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિય સુધી ત્રપણું છે. તેથી તે જીવો કાયબળનો આધાર લઈ સુખદુઃખના પ્રયોજનથી ખસી શકે છે. સંગ્નિ જીવોને મનોબળ મળે છે. તેથી તેઓ મનોબળ વડે દેહરહિત થઈ શકે છે. મુક્તિની આરાધના મનોબળ વડે કરી શકે છે. અસંશિ જીવો મન વગરના છે. તેઓ મોક્ષની આરાધના કરી શકતા નથી. મનુષ્ય સિવાયની ત્રણ ગતિમાં સંગ્નિ જીવો સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. તેથી ઉપચારથી આંશિકપણે મોક્ષ પામવાના અધિકારી ગણ્યા છે. સંવર નિર્જરા શ્રેષ્ઠ તત્ત્વ-આત્મિક શક્તિ હોવા છતાં તે બંધ અને આશ્રવ સાપેક્ષ છે. તેથી સિદ્ધ પરમાત્માને તે લાગુ પડતા નથી. જીવ અને મોક્ષ અભેદદશા છે. તેથી વચ્ચેના સાત તત્ત્વ નીકળી જાય ત્યારે જીવ મોક્ષસ્વરૂપને પામે છે. જીવ એ દ્રવ્ય છે અને મોક્ષ તે જીવનો Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૫ અંતે શું પ્રાપ્તવ્ય છે? મોક્ષ નિત્ય પર્યાય છે. શાસ્ત્રનાં સૂત્રો આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે છે. શાસ્ત્રનાં સૂત્રો પૂર્ણ ન હોય પરસ્પર અનુસંધાન હોય. માટે સાપેક્ષતાએ સૂત્રો સમજી આત્મ સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય તેમ અર્થઘટન કરવું, ધર્મશાસ્ત્રો, સત્ શાસ્ત્રો મોક્ષમાર્ગના નિર્દેશક છે. તેનો મર્મ કાઢીને મોક્ષ પ્રાપ્ત કરવા દઢતા કરવી. સૂત્રાર્થ મોક્ષનું સાધન છે. તે પૂર્ણ ન હોય, તેથી બીજો ટેકો જરૂરી બને છે. શબ્દ કાચી ધાતુ છે. સૂત્રો વડે મોક્ષભાવ જાગે તે મહત્ત્વનું છે. મોક્ષ કોઈના વડે પ્રગટ થતો નથી. પોતાના ઉપાદાન વડે પ્રગટ થાય છે. જેમ અન્ય વ્યક્તિ ભોજન તૈયાર કરે. પણ તે ભોજન ખાય તેને ઉદરપૂર્તિ થાય. તેમ શાસ્ત્રો-સૂત્રો મોક્ષનો માર્ગ બતાવે પણ દરેક જીવે પોતે જ પુરુષાર્થ કરવો. દ્રવ્ય વ્યવહારમાર્ગ એ મોક્ષનું સ્વરૂપ નથી. ભાવમાર્ગ મોક્ષનું સ્વરૂપ છે. વસ્તુઓ કે વ્યક્તિ સાથે, દેહધર્મ સેવવામાં રાગદ્વેષરહિત આત્મભાવે જીવવું તે નિર્વિકલ્પતાનો અભ્યાસ છે. નિર્વિકલ્પ ધ્યાન એટલે આત્માને પરમાત્મસ્વરૂપે નિરાવરણ કરવો. કાયોત્સર્ગનું એ મહત્ત્વ છે. આમ તો જડ પદાર્થો અચેતન વિકલ્પરહિત છે. સિદ્ધ પરમાત્મા ચેતન નિર્વિકલ્પ છે. બંનેમાં ઘણું અંતર છે. જડને સાધના કે સાધ્ય નથી ચેતનને નિરાવરણ બનવા સાધના અને સાધ્ય છે. જ્યાં વિકલ્પ વિવાદ કે કોઈ સક્રિયતા નથી, તે મોક્ષ માર્ગ છે. નિર્વિકલ્પતા નિરીહિતા, વીતરાગતા, હોય ત્યાં મોક્ષ છે. તે જ આનંદ છે. દેહથી ભેદજ્ઞાન કરવું તે ધર્મ છે. દેહાધ્યાસ ત્યજી જ્ઞાનાભ્યાસ કરવો. જ્ઞાનપૂર્વક દેહ છૂટે તે નિર્વાણ છે. ૦ જ્ઞાનાભ્યાસથી મોહનીકર્મનો ક્ષય કરવો. ૦ અધ્યયન એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ. ૦ મોક્ષમાર્ગ એટલે ભેદમાંથી અભેદમાં રહેવું. ૦ સંસારમાર્ગ એટલે ભેદમાં રહેવું. ૦ ધર્મમાર્ગ એટલે ભેદમાંથી અભેદ પ્રત્યે જવું. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬, સ્વરૂપસાધનાનાં સોપાન મોક્ષમાર્ગમાં માત્ર નૈમિત્તિક સાધનાથી સર્વઘાતી કર્મોનો નાશ ન થાય. જેમકે સદેવગુરુ નિમિત્ત અને તેના વડે ઊપજતા ભાવ તે નૈમિત્તિક સાધના છે. પરંતુ જ્યારે ભાવમાંથી વિકાર ટળે શુદ્ધિ થાય સ્વરૂપ લક્ષ્ય દૃઢ બને ત્યારે ઘાતકર્મો ગમે, નાશ પામે. મનાદિયોગ, કરણ અને ઉપકરણ દ્વારા જે સાધના થાય છે તે અધિકરણથી બચવા માટે છે. અંતઃકરણમાં ઉપાદાનની કે અસાધારણ કારણની શુદ્ધિ કરવારૂપ, નિર્વિકારી થવા રૂપ સાધના કરવી તે મોક્ષમાર્ગને અનુરૂપ છે. દ્રવ્યાશ્રિત સાધના નિષેધાત્મક છે. ભાવાશ્રિત સાધના વિધેયાત્મક છે. સિદ્ધભગવંતે પોતાના ભાવસંસારનો નાશ કર્યો છે, પણ વિશ્વરૂપ દ્રશ્યમાન દ્રવ્ય સંસાર તો સ્વયે ચાલુ છે. જ્ઞાનમાંથી વિકારનો નાશ થાય પરંતુ શેય પદાર્થોનો નાશ ન થાય, તેવી અપેક્ષાથી સમજવું. મોક્ષમાર્ગ પૂરો અભ્યતર શુદ્ધિ ઉપર ઊભો છે. તેમાં ઉપાદાનકારણ એ દ્રવ્ય છે. મોક્ષને યોગ્ય થવા તે અસાધારણકારણ છે. ઉપાદાનકારણ અને અસાધારણકારણ ઉભય સ્વ-તત્ત્વ છે. ભવભ્રમણમાં સંસારભાવમોહભાવ અસાધારણ કારણ છે. સંસારી જીવ પોતે ઉપાદાનકારણ છે. માટે અસાધારણ અને ઉપાદાનકારણ મોક્ષસાધક હશે તો સંસારના નિમિત્તો કાર્ય નહિ કરે, અસર નહિ કરે. મતિજ્ઞાનના કોઈ પણ વિકલ્પ કે ક્ષપકશ્રેણિ જેવાં ધર્મસ્થાનો મોક્ષમાર્ગને સહાયક હોય તોપણ તે કેવળજ્ઞાન થતાં છૂટી જાય છે. જેમ ઉપલા માળે પગ મૂકતાં નિસરણીનાં નીચેના પગથિયાં છૂટી જાય છે. ક્ષયોપશમભાવનું ભોક્તાપણું પણ ક્ષણિક છે. ક્ષાયિક ભાવનું ભોક્તાપણું નિત્ય છે, સજાતીય છે, માટે ક્ષયોપશમ ભાવના સ્થાનોમાં દ્રષ્ટા રહેવું. અને આનંદ ભોગવવો. કેવળજ્ઞાની પોતાના ગુણના દ્રષ્ટા નથી કારણ કે ત્યાં દશ્ય - દ્રષ્ટા ઉભયનો ભેદ નથી. પરમાત્મ તત્ત્વ સાથેનો યોગ જીવને પરમાત્મસ્વરૂપ થવામાં સહાયક છે. આપણે પરમાત્મા બનીએ પછી એ યોગ શમી જાય છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ અંતે શું પ્રાપ્તવ્ય છે ? મોક્ષ ૨૬૭ મોક્ષપુરુષાર્થ સક્રિય હોવા છતાં અક્રિયભાવને આપનારો છે. એ પુરુષાર્થ કષ્ટ આપનારો હોય તો પણ સંસારભાવને કાપનારો હોવાથી હિતકારક છે. વ્યવહાર અપેક્ષાએ સક્રિય તત્ત્વ વિનાશી, ભયભીત, નિર્માલ્ય, અશક્ત અને અનિત્ય છે. છતાં મોક્ષમાર્ગમાં આગળ વધારનાર વ્યવહાર શુભ છે. કારણકાર્યની પરંપરા અનિત્ય તત્ત્વમાં હોય નિત્ય, તત્ત્વમાં તેની અપેક્ષા નથી. સંસારમાં આપણું મન અનેક કાર્યો અને અનેક વિકલ્પોમાં જોડાયેલું રહે છે, એટલે સંસારની પરંપરા ચાલુ રહે છે. મોક્ષમાર્ગમાં કાર્ય એક અને એક જ સંકલ્પમાં મન જોડાયેલું હોવાથી સંસારની પરંપરા તૂટે છે. મોક્ષ એ પરમતત્ત્વ છે, તે સાદિઅનંત ભાવરૂપ છે. સંસારનાં સર્વ કાર્યોમાં સાદિક્ષાંત ભાવો છે. મોક્ષમાર્ગનું સાધન સમ્યક્ત્વ છે. સાધક માત્ર પ્રથમ ગુણસ્થાનકે ચરમ યથાપ્રવૃત્તકરણ કરે છે તે માટે સંક્સિજીવોમાં દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. આ કરણમાં શુભભાવ હોય છે. દેહ – જીવનો વિવેક હોય છે. તે જીવને એક કોડાકોડીથી અધિક સાગરોપમવાળાં કર્મો ન હોય. આથી આ કરણ મોક્ષ માર્ગનું પ્રથમ પગથિયું કહી શકાય. અપુનબંધકનો જીવ પણ એક કોડાકોડીથી અધિક સાગરોપમના કર્મનો બંધ ન કરે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અર્ધ પુદ્ગલ પરાવર્તનથી અધિક કાળ સંસાર ન હોય, તેને મોક્ષ પ્રાપ્તિ થાય. સાધકે પ્રથમ ક્ષાયિકભાવરૂપ સ્વભાવનું લક્ષ્ય રાખી મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવા ઉપર દૃષ્ટિ રાખવી, તેના પ્રભાવનો સદુઉપયોગ થાય તો સ્વભાવમાંથી પ્રભાવ અને ઉચ્ચ પ્રસાદી મળે છે. સાધકનું સત્તામાં રહેલું કેવળજ્ઞાન અને શ્રી તીર્થંકર પરમાત્માનું કેવળજ્ઞાન એકરૂપ છે. તેની એકતાના બોધ માટે તીર્થંકર પરમાત્માની વાણીની પ્રસાદી પ્રાપ્ત કરવાની છે. તે વડે તેમના સ્વભાવને જાણવાનો છે. જે જીવો સમવસરણની રિદ્ધિ વગેરે જોઈ અંજાઈ જાય છે. તે આગળ વધી શકતા નથી. તેમની વાણીરૂપી પ્રસાદીમાંથી સ્વભાવને પ્રાપ્ત કરી આપણે મુક્ત થવાનું છે, Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સ્વરૂપસાધનાનાં સોપાન આજે પ્રતિમાની સ્થાપના કરી ઉચ્ચ ભાવ લાવવાના છે. સમવસરણ આદિ પ્રભાવના આકર્ષણથી શુભભાવ થાય છે. જેનાથી સંસારનાં-સ્વર્ગનાં સુખ મળે છે. જ્યારે વાણીના પ્રભાવથી સ્વભાવ પ્રગટે મોક્ષનું સુખ મળે છે. સંસારનાં કાર્યો અસત્ હોવાથી અસતુ છે, મોક્ષમાર્ગમાં એક જ કાર્ય શુદ્ધિનું છે તે સત્ છે. તેમાં ક્ષપકશ્રેણિ પરાકાષ્ઠાની સાધના છે. જેમાં વીતરાગતાની પૂર્ણપ્રાપ્તિ સુધી ક્ષપકશ્રેણિ હોય. ત્યાર પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને અંતે જીવ મુક્ત થાય છે, તે મુક્તિ સાદિ અનંતકાળ છે. મોક્ષ પ્રગટ થવાનો કાળ એક સમયનો છે. ત્યાર પછી સાદિઅનંતકાળ તે અનન્ય અવસ્થા છે. જ્યાં સિદ્ધપણું છે. તપમાં લેશમાત્ર પણ સ્પૃહા નહિ તે તપ છે. દેહ ભયંકર વ્યાધિથી ઘેરાય છતાં તે વ્યાધિ ટળે તેવી લેશમાત્ર ઇચ્છા ન પ્રવર્તે તે મહાન તપ છે. શાતા હો કે અશાતા હો ક્ષપકશ્રેણિ મંડાય છે. આમ શાતા અશાતાથી અતીત થવું તે દેહાતીત દશા છે. મોક્ષના લક્ષ્યથી મોક્ષ મળે. વ્યવહાર ધર્મની સાથે નિશ્ચયનું હોવું જોઈએ. ત્યારે મોક્ષનું લક્ષ્ય સાચું ગણાય. જ્ઞાનાચારના સેવનમાં મોક્ષની મુખ્યતા છે. એ જ્ઞાનનું મનન, નિદિધ્યાસન કરી કર્મને ક્ષીણ કરવાથી અત્યંતર મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય છે. શ્રુતજ્ઞાન દ્વારા મોક્ષમાર્ગના વિકલ્પો કરવાથી મોહનીય કર્મ નબળું પડે છે. અંતે મોહનીય આદિ સર્વ કર્મનો સર્વથા ક્ષય થવાથી મોક્ષ પ્રગટ થઈ જાય છે. તિ– અતિ અાયો ૩ સ્વભાવ નથી અત્યારે એ સત્તા ની રતિ- અરતિ આદિ ભાવો સત્તા છે એ જ વિભાવ છે વિવેકથી ભેદ– જ્ઞાનથી આપશે રાતિ– અરતિ–લેક–ભય–દુવંશ દ ભાવોને દૂર કરવા છે અલબત્ત કાળના જળથી પક્ષ આ ભાવો ફ્રીજીર્ણ થાય છે દુ:ખનું ઓસડ દહાડા એમ દિવક્ષો વીતતા રતિ– અતિ અાદિ ભાવો દૂર થઈ જાય છે પરંતુ દિલ્મોની રાહ જોયા વિના જ્યારે | આ ભાલો કેદ થાય ત્યારે જ સ્વબળ અને સ્વસત્તાથી તેને દૂર કરવાના છે આ જ છે સાજો અધ્યાત્મ, આ છે અત્યંતર અંતરક્રિયા જે કરતાં આત્માના અમરત્વનું અનુસંધાન થાય છે અને અમરત્વ પ્રાપ્ત થાય છે Page #286 -------------------------------------------------------------------------- ________________ અમરત્વ પ્રાપ્તિની પ્રક્રિયા મુક્તિ વર્તમાન કાળે જ છે. અહીં અને આ ક્ષણે જ મુક્તિ છે. મુક્તિ ક્યાંય દૂર નથી. મુક્તિ કાંઈ કોઈ એક સ્થાને પડેલી વસ્તુ નથી કે ત્યાં જઈને તે લઈ આવવાની છે. તેમ તે બજારમાં વેચાતી મળતી ચીજ પણ નથી કે બજારમાં જઈ તેને ખરીદી લાવી શકાય. મુક્તિ આપણી પોતાની અંદર અર્થાત્ આપણા પોતાના આત્મામાં જ છે. | મુક્તિ એટલે અમરત્વ ! મુક્તિનો સંબંધ આત્મા સાથે છે. આત્મા બંધાયો છે અને આત્માને જ મુક્ત કરવાનો છે. આત્મા અમર છે. અમરત્વ એ આત્માનો સ્વભાવ છે. મરણ તો દેહનું થાય છે. દેહ જન્મે છે અને દેહ મરે છે. આત્મા નથી તો જન્મતો કે નથી તો મરતો. આપણા આત્માએ અનંતા દેહ ધારણ કર્યા અને મૂક્યા-છોડ્યાં. એ બધા ય દેહ આજે આત્મા સાથે નથી અને તે દેહની સ્મૃતિ પણ નથી. પરંતુ એ દેહને ધારણ કરનાર આત્મા તો આજના દેહ સાથે આજે ય છે જ આત્માનું અસ્તિત્વ હાજર જ છે. આત્માનું આ અસ્તિત્વ જે જન્મોજન્મ-ભવોભવ અકબંધ રહે છે . તે જ આત્માનું અમરત્વ છે. આ અમરત્વ પર અનાદિ કાળથી જે મૃત્યરૂપી તાળું મરાયેલું છે એને ખોલવાનું છે. આ સંદર્ભમાં જ તો વેદાંતીઓએ આત્માને ફૂટસ્થ કહ્યો છે. બીજાંઓને મરતાં જોઈને આપણે માની લીધું છે કે આપણે પણ મરી જવાના છીએ ! મરણને આપણે આપણો સ્વભાવ માની લીધો છે. મરવાનો સ્વભાવ તો આત્માને વળગેલા દેહનો છે. દેહ કાંઈ આપણો નથી. જે આપણું નથી, જે પોતાનું નથી તેનો સ્વભાવ આપણો કેવી રીતે બની શકે? આત્મા જ કેવળ આપણો છે. આત્મા ક્યારેય વિખૂટો પડતો નથી. જન્મમાં ય નહિ, મરણમાં ય નહિ, જન્મ-મરણના વચગાળાના સમયમાં પણ નહિ અને અમરત્વમાં પણ નહિ. આત્મા સદૈવ ઉપસ્થિત હોય છે. એવાં એ સદા, સર્વદા, સર્વત્ર, સાથે-સંલગ્ન રહેનાર, આત્માનો સ્વભાવ એ જ યથાર્થ આપણો સાચો સ્વભાવ છે. છતાંય અજ્ઞાનતાના કારણે, અનાદિકાળના સંસ્કારના કારણે, કે જોઈતી હિંમતના અભાવે, આપણે પ્રતિપળ મૃત્યુનું જ અનુસંધાન કરીને Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સ્વરૂપસાધનાનાં સોપાન જીવીએ છીએ. અમરત્વ સાથે અનુસંધાન કરીને જીવવાનું આપણે ભૂલી જ ગયા છીએ.... જો મુક્તિની ચાહના છે, મુક્ત બનવું છે તો આત્માના અમરત્વના સ્વભાવ સાથે જીવવું પડશે. મૃત્યુનો સંબંધ છોડવો પડશે. આ મૃત્યુ શું છે ? મૃત્યુ બીજું કાંઈ નથી પણ રતિ, અરતિ, ભય, હાસ્ય, શોક, દુગંછા, સ્ત્રી-પુરુષ-નપુંસક વેદાદિ નોકષાય ભાવો છે. રતિઅરતિ-ભય-શોક-દુગંછાદિ જ મૃત્યુ છે. કેમકે આ બધાં ભાવોની પાછળ અર્થાત્ નોકષાયના ભાવોની પાછળ પાછળ જ ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયની ફોજ ચાલી આવે છે. વસ્તુઓ, વ્યક્તિઓ, સંયોગો, પ્રસંગો અને પરિસ્થિતિની કોઈ તાકાત નથી કે તે આપણને એટલે કે જીવને દુઃખ પહોંચાડી શકે કે મૃત્યુ આપી શકે. આ બધાં તો જીવને આવી મળેલાં છે. આવી મળેલાં એ બધાંને જીવે પોતાના માની ગળે વળગાડ્યાં છે. વાસ્તવમાં તેનાથી જીવ કહેતાં આત્મા તો પર છે. એ મળ્યાં ભલે ! આપણે ભળ્યાં શાને ? નિર્લેપભાવે આપણે વ્યક્તિઓને મળતાં નથી. અબંધભાવે- નિસ્પૃહ રહી સંયોગો-પ્રસંગોને પરિસ્થિતિને જોતાં નથી કે મૂલવતા નથી. અને તેમ કરી અમરત્વનું વેદન કરતાં નથી. માટે જ પારકા આપણને પડે છે. આત્માના અમરત્વને અનુભવતા નથી અને મૃત્યરૂપી અરતિ-ભય-શોક-દુગંછા આદિને વેદિએ છીએ. પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. આત્મદર્શન કરીએ, આંતરદર્શન કરીએ, અંતર્મુખ થઈએ અને ભીતર થતી ક્રિયા, પ્રતિક્રિયાઓને જોઈએ, જાણીએ તો જણાશે કે રાગ જેમ અંદર છે, તેમ વીતરાગતા પણ અંદર છે. અજ્ઞાન અંદર છે, તેમ જ્ઞાન પણ અંદર છે. જ્ઞાન-અજ્ઞાન, રાગ-વીતરાગતા, બહાર નથી. બંને ભીતરમાં જ છે. બહાર તો છે વસ્તુ-વ્યક્તિ, સંયોગો-પ્રસંગો ને પરિસ્થિતિ. એ પાંચેયમાં જો વીતરાગતા કેળવાય, નિર્લેપતા સધાય તો દુઃખમુક્ત થવાય અને અનંત સુખની પ્રાપ્તિ કરી શકાય. સુખ-દુઃખના સંબંધમાં આપણે સ્વીકારી લીધું છે કે સુખ-દુઃખ એ જ આપણે છીએ. પરંતુ આપણે સ્વયં શાતા-અશાતા વેદનીય નથી. શાતાઅશાતામાં મતલબ કે સુખ-દુઃખમાં આપણે સ્વતંત્ર નથી. તે બંને કર્મના ઉદયને આધીન છે. પૂર્વ કૃત બાંધેલો શાતા-અશાતાના કર્મ એ તો Page #288 -------------------------------------------------------------------------- ________________ અંતે શું પ્રાપ્તવ્ય છે ? મોક્ષ ૨૭૧ ભાથામાંથી છૂટેલાં તીર જેવાં છે. તે પાછા ભાથામાં આવતા નથી. જ્યારે રતિ, અતિ આદિ ભાવો કરવામાં તો આપણે સ્વતંત્ર છીએ. આપણે રતિઅરિત કરીએ છીએ., એટલે તે થાય છે. રોગ કાંઈ આપણે પોતે ઊભાં કરતાં નથી. રોગ તો આવે છે. રોગનું આવવું પૂર્વકૃત કર્મના ઉદયને આધીન છે. તિ-અતિ ભાવો તો આપણે પોતે કરીએ છીએ. આ ભાવો પરતંત્ર રહીને વેદીએ તો આપણું ભાવિ પરતંત્ર નિર્માણ થાય છે. અને એ ભાવોને - વેદતા ધર્મ પુરુષાર્થ આદરીએ તો આપણે આત્માનું અમરત્વ વેદીએ છીએ અને કાળક્રમે મુક્તિને પામીએ છીએ. સત્તા શુદ્ધ અરૂપી તેહરી, નહિ જગ કો વ્યાપાર; કા કહીએ કછુ કહ્યો ન જાય, તું પ્રભુ અલખ અપાર.' દેહમાંથી જીવનું ચાલ્યા જવું એ મૃત્યુ,’ તે વ્યવહારની મૃત્યુ વિષેની વ્યાખ્યા છે. આધ્યાત્મમાં મૃત્યુની વ્યાખ્યા આથી ભિન્ન છે. જરા વારમાં માસો અને જરા વારમાં તોલો. ખીણ માસો ખીણ તોલો થઈએ છીએ તેને આધ્યાત્મમાં મૃત્યુ કહે છે. ક્ષણમાં રાજી ને ક્ષણમાં નારાજી, સવારે આશા ને સાંજે નિરાશા. આશા-નિરાશાના આ જે ઝોલા છે; મનની આ જે ચંચળતા - વિહ્વળતા છે – ભાવોની જે અનિત્યતા છે તેને જ આધ્યાત્મ ક્ષેત્રે મૃત્યુ ગણવામાં આવે છે. - જીવ નિત્યતાથી અમર છે. જીવે સ્થિરતા અને નિત્યતા જાળવવી જોઈએ. વસ્તુઓ અને વ્યક્તિ ગમે તેવી હોય, સંજોગો અને પરિસ્થિતિ પણ ગમે તેવાં હોય, એ બધાં ગમતાં હોય, કે અણગમતાં હોય, પરંતુ એ પાંચેની વચ્ચે, કશા જ સંકલ્પ વિકલ્પ કર્યા વિના રહેવું જોઈએ. જેવાં છે તેવાં રહેવું આ જેવાં છે તેવાં રહેવું' એ જ ધર્મ છે, એ પાંચેયની સાથે સ્થિરભાવે રહી શકીએ તો જીવનમાં નિશ્ચયથી ધર્મ આવ્યો છે એમ કહેવાય. જીવનના તમામ વ્યવહારમાં વસ્તુઓ, સંજોગો, પ્રસંગો, પરિસ્થિતિ અને અન્ય જીવોને વચમાં નથી લાવવાના, તેનાથી જ ઘેરાઈ જવાનું નથી. આ પાંચ ઉપરાંત છઠ્ઠા આપણે સ્વયં પણ છીએ જેને ય યાદ રાખવાનો છે. અને તેને જ ઉપયોગમાં લાવવાનો છે. સાધુ ભગવંત જ્ઞાતાભાવે જીવે છે, સ્વરૂપદ્રષ્ટા બનીને જીવે છે. પાંચેય Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સ્વરૂપસાધનાનાં સોપાન વસ્તુઓ સાથે રહીને તે છઠ્ઠા પોતાને ખુદને જ જુવે છે. આથી જ સાધુ ભગવંત માટે આપણે કહીએ છીએ કે તે કાળધર્મ પામ્યા. કાળધર્મ એટલે દેહનો ક્ષીણ થવાનો – નાશ પામવાનો સ્વભાવ છે. આયુષ્ય પૂરું થવાથી દેહ નાશ પામ્યો, જે સાધુ ભગવંત એ દેહમાં હતા તે તો દેહના ભાવોના જ્ઞાતા-દ્રષ્ટા હતા. કાળ પૂરો થયો, આયુષ્ય પૂરું થયું એટલે દેહ મૂકીને ગયા અને ધર્મ પામી ગયા. વસ્તુ સ્વભાવ ધર્મ પ્રમાણે તે સિદ્ધત્વને પામ્યા. આપણે પણ બાહ્ય બધાં દશ્યો વચ્ચે, પાંચેય વસ્તુઓ વચ્ચે રહીને સ્વરૂપદ્રષ્ટા બનવાનું છે. આપણી આસપાસ કે આપણી ભીતર જે કાંઈ થાય છે તેને માત્ર જોવાનું છે, જાણવાનું છે. જોઈ અને જાણીને આ પ્રિય છે, આ અપ્રિય છે, એવી કશી જ તુલના કરવાની નથી. સ્વપ્ન જોઈએ છીએ પણ જાગતાં જ એ સ્વપ્ન ખતમ થઈ જાય છે. એ સ્વપ્નને સત્ય નથી માનતા. સંસારનાં સુખ અને દુઃખ બંનેય સ્વપ્ન છે. આત્મા હજી ઊંઘમાં છે. એથી સંસારનાં સુખ અને સુખ લાગે છે. અને દુઃખ એને દુઃખી કરે છે. આત્મ જાગરણ થાય, આત્મસ્વરૂપનું જ્ઞાન થાય તો સ્વપ્ન સમા સંસારનાં બધાં જ સુખ-દુઃખ આપોઆપ દૂર થઈ જાય. તમામ દુઃખોની જડ હોય તો તે છે સુખની આશા, સુખની લાલસા. આજે આપણે સુખ-દુઃખને પદાર્થમાં-વસ્તુઓ ને વ્યક્તિમાં આરોપિત કર્યા છે. આ સુખની આશાને લાલસાના કારણે જ દુઃખને ભય જન્મે છે. કશાયમાં અને કોઈમાં ય જો સુખ સ્થાપિત ન કરીએ તો જીવનમાં ન કોઈ દુઃખ છે, ન કોઈ ભય છે. દેહ છે અને તેમાં આત્મા છે તો દેહ અને આત્માને ભિન્ન જાણીને પાંચેયથી પર રહેવાનું છે. શુદ્ધ આત્મભાવથી આ પાંચેય સાથે રહીને જીવીએ તો નિર્મોહતા આવશે. અને અરતિ આદિ ખતમ થશે. રતિ-અરતિભય-શોક-દુગંછા આદિ જે થાય છે તેથી જ કેવળજ્ઞાન થતું નથી. એ ભાવો જો ખત્મ થાય તો કેવળજ્ઞાન પ્રગટે. જેઓ કેવળજ્ઞાન પામ્યા છે, જેઓ કેવળજ્ઞાની બન્યા છે, તેઓ મુક્તિસુખ તે કાળે જ અનુભવે છે. સહુ કોઈ આ પાંચ વસ્તુ-વ્યક્તિ-સંયોગો-પ્રસંગો ને પરિસ્થિતિની વચ્ચે તેનાથી નિર્લેપ રહી, આત્મભાવમાં દઢ રહી મુક્તિને પામો એવી અભ્યર્થના ! ઇતિ શીવમ્ Page #290 -------------------------------------------------------------------------- ________________ કર્મના ઉદયથી જીવને સંજોગો, પ્રસંગો, પરિસ્થિતિ, અન્ય જીવો સાથેનો સંબંધ અને વર્તમાન તો સ્વયં પોતે મળે છે. સિદ્ધ પરમાત્માને બાદ કરતાં જે જીવો દેહધારી છે યાવત અરિહંત, કેવળજ્ઞાની પરમાત્માઓને પણ, જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી, આ પાંચ સાથે કે પાંચની વચ્ચે જીવવાનું છે. જીવ પ્રતિપળા સંયોગો, પ્રસંગો, પરિસ્થિતિ અને બીજા જીવોની સાથે અને વચ્ચે જીવે છે, તેની સાથે તદાલ્યા કેળવે છે, તદરૂપ ને તદાકાર બની જાય છે તે જ જીવની પાયાની ભૂલ છે. : દેહના દુઃખ અને મનના દુઃખ ને વેદીએ અર્થાત એ દુઃખો હોવા છતાં ય એ દુઃખો સાથે કશો જ સંબંધ ન બાંધીએ, તો ક્ષપકશ્રેણિના સોપાન ચડીને કેવળજ્ઞાન લઈ શકાય પરંતુ અજ્ઞાન અને મોહ દશાથી, દુઃખોથી દુ:ખી. થઈએ અને એ દુઃખોને છાતીએ લગાડીને જીવીએ તો કાળના કાળ વીતે તો પણ ભવોનો અંત થવાનો નથી. માટે સાધનાનું સ્વરૂપ સમજીને તેના સોપાન પર આરૂઢ થઈએ. E S ST R -