________________
૬૬
સ્વરૂપસાધનાનાં સોપાન દેવોને ફક્ત જ્ઞાનાચાર દર્શનાચાર અપેક્ષાએ હોય છે. વિરતિવંત મનુષ્ય પાંચે આચારનું પાલન કરે છે. અને જ્ઞાનાદિને નિરાવરણ કરી શકે છે.
મતિ જ્ઞાનમાં કાળ વ્યવહારિક સત્ય છે. દેહાધ્યાસદોષે, પ્રતાપે, પ્રભાવે, કાળાધ્યાસ થાય છે, તે ભ્રામક છે. જે વસ્તુ વાસ્તવિક રીતે પર હોવા છતાં વ્યવહારમાં સાપેક્ષ સ્વરૂપ ગણીએ છીએ, છતાં પરમાર્થથી તે પર છે. અજ્ઞાન અને મોહથી ભલે તે પદાર્થોને સાચા ગણીએ છીએ તે સાપેક્ષ વ્યાવહારિક છે. તેમાં વિવેક કરવાનો છે. અને પરમાર્થથી સને ગ્રહણ કરી પર થવાનું છે. પોતાના જ્ઞાનથી જીવે પોતે પોતાનો મોહ કાઢવાનો છે તે માટે સંયમ અને તપની સમજણ જરૂરી છે.
અસતુ પુરુષાર્થ વડે કર્મ બંધાય છે. કર્મના ઉદયમાં પુરુષાર્થ નથી. ત્યાં તો ભવિતવ્યતા છે. ધર્મ કરવામાં આદિથી અંત સુધી પુરુષાર્થ છે. તેથી ધર્મમાં પ્રમાદ ન ચાલે. સાવધાન અને જાગ્રત રહેવું પડે. ધર્મમાં બાહ્ય સાધન નિમિત્ત છે. તેનો ઉપયોગ કરવો. સ્વસ્વરૂપના સંવેદનમાં ધર્મ છે. છતાં ધર્મ પ્રયોજનમાં શુભભાવ થતા પુણ્ય થશે તેનાથી ધર્મની સામગ્રી મળશે. માટે ક્લેશ, કષાય, શોક ભયનું વેદન ન કરવું, પરંતુ આત્મશાંતિના વેદનનું લક્ષ્ય કરવું. પુણ્યના ઉદયકાળે વિવેકી બનવું. ક્રમે કરીને વૈરાગ્ય પામીને પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. જો અવિવેકી થયા તો તિર્યંચ અને નરક ગતિનું આમંત્રણ મળશે.
સાધનામાં જેમ યોગક્રિયા - (આત્મભાવમાં જોડાવું) છે તેમ સ્વરૂપ ક્રિયા છે.
૯ સ્વરૂપક્રિયા: આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને અન્ય ગુણોને સાધ્ય કરવા તે સહજ જીવન-સ્વરૂપ ક્રિયા છે. જેમાં અન્ય પદાર્થની કે આલંબનની જરૂર પડતી નથી. દેહની પ્રતિકૂળતા-ઉપસર્ગ સહેજે સહન થાય છે. ઉપયોગથી સ્થિર રહી નિરાલંબન સ્થિતિ થઈ શકે છે.
૦ જે તત્ત્વ નિત્ય છે તેને સાધના – અને સાધ્ય બનાવાય. ૦ જે પદાર્થો, અનિત્ય છે તે સાધન બનાવાય સાધ્ય ન બનાવાય. આત્માએ પોતાના અભેદ સ્વરૂપને પોતાના જ ગુણપર્યાયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org