________________
૬૭
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે પામવાનું છે. તીર્થંકર પરમાત્મા સદ્ગુરુનું સાન્નિધ્ય લઈ આપણે તેમના જેવા થઈ શકીએ. પણ અભેદ (ઐક્ય) ન થઈ શકીએ. તીર્થંકરાદિ સ્વસ્વરૂપ માટે પરક્ષેત્રે છે. તેથી આલંબન લઈ શકાય પણ તેમની સાથે અભેદ ન થઈ શકાય. અભેદ સ્વસ્વરૂપ સાથે થાય.
ભગવાને જ્ઞાનમાં જેમ સ્વરૂપ બતાવ્યું. તેમ સાધકે ક્રિયામાં પણ સ્વરૂપની ક્રિયામાં કરવાની છે. જ્ઞાનાચારમાં જે ચિંતન કર્યું હોય તે ચિંતનમાં ખરચવાનું છે. મતિજ્ઞાન પ્રતિક્ષણે વિકલ્પ સેવી રહ્યું છે. તે વિકલ્પોને સ્વરૂપભાવમાં જોડવા તે ધર્મની સાધના છે. જ્ઞાન સ્વસત્તામાં હોવા છતાં સમ્યગુ મતિજ્ઞાન પ્રતિક્ષણે મતિજ્ઞાનાવરણીય કર્મનો ઉપયોગ લઈ કર્મ ખપાવે છે.
સાધના માટે મંદિર મૂર્તિ શાસ્ત્રો આગમો ધર્મની સ્થાપના અને ધર્મનું અસ્તિત્વ ટકાવવાવાળાં સાધનો છે. સાધુ સાધ્વી શ્રાવિકા અને શ્રાવિકા એ સાધક છે. મોક્ષ એ સાધ્ય છે. દેવ અને ગુરુજનો ઉપદેશ દ્વારા સંસારીઓનું આત્મહિત કરે છે. સંસારીઓ દેવની ભક્તિ કરે છે અને ગુરુજનોની આવશ્યકતા પૂરી કરે છે. તેમની સેવા કરે છે.
મનુષ્યની અપેક્ષાએ સમાનધર્મી કે સમકિતવંતની ભક્તિ કહી છે. ' પરંતુ અહિંસાભાવ તો સર્વ જીવ જાત માટે છે. “સવિ જીવ કરૂ શાસનરસી” તે સર્વ જીવોની જાત માટે છે. જડ માટે નથી અને જીવની અપેક્ષાએ તો નિગોદથી માંડીને સર્વ જીવો સાધર્મિક છે. સર્વ જીવો પ્રત્યે અહિંસાનું પૂર્ણપણે પાલન થાય તેવી ભાવના - વિવેક હોય તો તે સુખરૂપ છે. અહિંસા પાલક અને રક્ષિત જીવો ઉભય સુખ પામે છે. તે અહિંસાની સાધના છે. હિંસા માત્ર ઉભયને દુઃખરૂપ છે. - સાધનામાર્ગમાં જાગૃતિ ન રહે તો તપનું અજીરણ ક્રોધરૂપે પ્રગટ થાય છે. ગર્વ જ્ઞાનનું અજીરણ છે. માટે ધર્મનું મૂળ વિવેક કહ્યું છે. ધર્મતત્ત્વ સત્યને ગ્રહણ કરવા માટે છે. જૈન રાગદ્વેષને જીતવા પ્રયત્ન કરે છે. અન્યને જીતવા પ્રયત્ન જૈનને કરવાનો નથી. સાચો શ્રીમંત પોતાના ગરીબ આશ્રિતોને તવંગર બનાવવા પ્રયત્ન કરે છે, તેમ તીર્થંકરનું પરાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org