________________
૧૯૨
સ્વરૂપસાધનાનાં સોપાન દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર = આત્મા એ શરીર છે, આત્મામાં દેહબુદ્ધિ.
ગુણમાં પર્યાયનો ઉપચાર = મતિજ્ઞાનમાં મોહાદિભાવ પર્યાયમાં ગુણનો ઉપચાર = શરીરમાં મતિજ્ઞાનયુક્ત મોહાદિભાવ.
ઉપચારમાં (સંબંધમાં) અન્ય દ્રવ્ય આવે તે અસદ્દભુત વ્યવહાર એક જ દ્રવ્યમાં સ્વગુણ પર્યાયનો ઉપચાર થાય તે સદ્દભુત વ્યવહાર, ઉપચાર વ્યવહાર કરવા માટે છે. ઉપચારમાં વ્યવહાર હોય. સ્વગુણપર્યાયનો ઉપચાર લક્ષ્ય કરવા માટે છે. અગર ગુણદોષનું ભાન કરવા માટે છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ઉપચાર ખતમ કરી શકાય છે. છૂટા પડી શકે છે. જ્યારે એક જ દ્રવ્યના સ્વગુણ પર્યાયો અપેક્ષાએ ભિન્નભિન્ન હોવા છતાં જુદા પાડી ન શકાય. કારણ તે પ્રદેશથી અભિન્ન છે, લક્ષણથી ભિન્ન છે. જેમ દ્રવ્યના આધારે પર્યાય છે તેથી અભિન્ન છે, પણ દ્રવ્ય નિત્ય છે, અને પર્યાય પલટાય છે. માટે લક્ષણથી ભિન્ન છે.
પદાર્થો મેળવવા પરિશ્રમ કરવો પડે. સાધકે સંયમ દ્વારા ઇન્દ્રિયોના વિષયનો સંયમ કરવાનો છે. અરૂપી દ્રવ્યના બધા જ ગુણ પર્યાયો અરૂપી હોય જેમ આત્માના કેવળજ્ઞાન વગેરે. રૂપી દ્રવ્યના સઘળા ગુણ પર્યાયો રૂપી હોય, જેમ પુદ્ગલના સ્પર્શાદિ પર્યાય ગુણ ભેદક છે, અર્થાત્ પર્યાયદશા ગુણને દર્શાવે છે. ગુણ એ દ્રવ્યભેદક છે, ગુણ-લક્ષણ વડે દ્રવ્ય ઓળખાય છે. પુદ્ગલ દ્રવ્યના જે ભેદભર્શક પર્યાયો છે તે દ્રવ્ય માટે ભેદરૂપ નથી, પરંતુ તે ભેટદર્શક પર્યાયો સંસારી જીવોને કર્તાભોક્તા ભાવનું નિમિત્ત બને છે તે અપેક્ષાએ ભેદરૂપ છે.
આત્મા જે ક્ષેત્રાદિના નિમિત્તથી પરમાત્મા બની શકતો હોય તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઊંચા છે. વિહરમાન તીર્થંકરના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ સર્વોત્કૃષ્ટ હોય છે. તે કાળે જીવો મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને સ્વયં પરમાત્મા બને છે. પરમ એટલે અવિનાશી. આવી કર્મભૂમિના મનુષ્યલોક કરતાં દેવલોકના દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ઊતરતા છે. કારણ કે તે વિનાશી છે.
વિશ્વમાં બે વિરોધી તત્ત્વ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org