________________
૨૪૪
સ્વરૂપસાધનાનાં સોપાન કષાયરસ સેવાય છે. આરંભ સમારંભની સામગ્રી પરિગ્રહ બને છે, તેની મૂછ એ મોહજનિત છે, જે જીવને ભ્રાંત કરે છે. પરિગ્રહ છતાં મૂછને બદલે વિનયપૂર્વક તેનો ઉપયોગ કરી દાનાદિ કરે તો લોભાદિ કષાય ઓછા થાય. પુષ્યયોગ હશે તો સુખસમૃદ્ધિ મળવાના છે. તેની ઘેલછા એ પાપબંધનું કારણ છે.
કર્મબંધતત્ત્વ શું છે? તેના ચાર પ્રકાર ૧. પ્રકૃતિબંધ = આઠ પ્રકારનાં કર્મનો બંધ. ૨. સ્થિતિબંધ = જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, સમય.
૩. રસબંધ = સ્પષ્ટ (સ્પર્શેલા) બદ્ધ, નિધત્ત નિકાચિત કર્મોના ઉત્તરો ઉત્તર કષાયની તીવ્રતા છે.
૪. પ્રદેશબંધ = કાશ્મણવર્ગણાનો જથ્થો (સંખ્યાભેદ)
આઠે કર્મમાં વેદનીય કાર્મણવર્ગણા - પ્રદેશો દેહસંબંધ વધુ ખર્ચાય છે. વધુ દુઃખદાયક પ્રકૃતિ મોહનીય છે, કાળ પણ વધુ છે. મોહનીય કર્મના તીવ્ર મંદરસ પ્રમાણે અન્ય કર્મની પ્રકૃતિઓ બંધાય છે. આઠે કર્મની પ્રકૃતિ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્રાદિ અનુકૂળ પ્રતિકૂળ મળે.
જ્ઞાનાવરણીય કર્મથી = આત્માનું કેવળજ્ઞાન આવરાય છે. દર્શનાવરણીય કર્મથી = આત્માનું કેવળદર્શન આવરાય છે. મોહનીય કર્મથી = આત્માનું શુદ્ધ ચારિત્ર આવરાય છે. અંતરાય કર્મથી = આત્માની અનંત શક્તિ આવરાય છે. વેદનીય કર્મથી = આત્માનું અવ્યાબાધ સુખ આવરાય છે. નામકર્મથી = આત્માનું અરૂપીપણું આવરાય છે. ગોત્રકર્મથી = આત્માનો અગુરુલઘુ ગુણ આવરાય છે. આયુષ્ય કર્મથી = આત્માની અક્ષય સ્થિતિ આવરાય છે.
સુખબુદ્ધિએ જીવ ભોક્તા છે. કંઈ કરવાની ઇચ્છાથી જીવક છે. આ ભાવો સંસારના છે. તેનાથી વિરુદ્ધ અકર્તા અભોક્તાભાવ જે મોક્ષના ઉપાયરૂપે છે, મોક્ષપદ પ્રાપ્ત કરવું એ સ્વરૂપ છે.
કર્મનો બંધ થાય તે સત્તારૂપ બને, સમયે ઉદયમાં આવે. હવે જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org