________________
૧૬૮
સ્વરૂપસાધનાનાં સોપાન વળી કોઈ પણ જીવને ચૈતન્યની અપેક્ષાએ પ્રેમ આદર આપવામાં મિથ્યાત્વ ન હોય. તે જીવો ભલે મિથ્યાત્વી હોય. જેનેતર હોય. અન્ય જીવો પ્રત્યે ઉચિત વ્યવહાર ન રાખવો, તે અનંતાનુબંધી કષાય છે. આત્માના પ્રેમ, ઉદારતા, આદરને વ્યક્ત કરવા માટે ઉજમણા છે.
ગુણને આધારે મિથ્યાત્વ મોહનીયના દળિયા સમકિત મોહનીયના દલિયારૂપ બને છે, માટે દોષને ત્યજીને ગુણગ્રાહક બનવું. ગુણવિકાસ તે પરમાત્માની પ્રસાદી છે. આખરે ગુણ ગુણીનો અભેદ ટળી જશે. ધર્મમાં પ્રબળ પુરુષાર્થ એ ધર્મ યૌવન છે, તેનો અર્થો મોક્ષ થઈ જાય છે. તિર્યંચ, નરકગતિ તો રોકાઈ જાય છે. જીવ દેવ / મનુષ્યની ગતિ મેળવી અતિ અલ્પ ભવમાં ગતિ નિવારીને પૂર્ણ મોક્ષ પામે છે. ધર્મનો આ મહિમા છે. - અંતઃકરણમાં પ્રવેશ કર્યા વિના, અંતઃકરણની શુદ્ધિ થયા વિના મોક્ષ સંભવ જ નથી. કરણ ઉપકરણના અવલંબનો દ્વારા અંતઃકરણમાં પ્રવેશ કરવો. સંજ્ઞિજીવ જ માત્ર અંતકરણની શુદ્ધિ વડે સમ્યત્વની પ્રાપ્તિ કરે છે.
પરોપકારવૃત્તિ, માનવતા, અને સજ્જનતાથી ગુણો વિકાસ પામે છે. આપણા દોષો જોતા રહેવા, અન્ય જીવો સાથે વર્તનમાં દોષોનું સેવન ઈષ વગેરે ના કરવા, તે સમ્યકત્વ પામવાની ભૂમિકા છે. સનું લક્ષ્ય અને અનુસંધાન ક્યાંય ન ચૂકવું. શરીરની શાતા અશાતા વેદનાર જીવમાં ગુણ હશે તો સાનુબંધ કરશે અગર અકામ | સકામ નિર્જરા કરશે.
અશુભભાવ કાઢવો અને શુભભાવ પ્રાપ્ત કરવો તે ધર્મ રુચિની પ્રાથમિક શરૂઆત છે. પાપબંધથી અટકવું અને પુણ્ય ઉપાર્જન કરવું તે તેનાથી આગળની ભૂમિકા છે. શુભભાવમાં શુદ્ધ લક્ષ્ય દઢ કરી, ત્યાં અટકવું નહિ પણ આગળ વધી શુભભાવની નિર્મળતા વડે સ્વરૂપભાવને પામવું.
વિશ્વમાં રહેલા દશ્ય માત્ર પ્રત્યે દર્શન પ્રામાણિક નિર્મળ બને ત્યારે વૈરાગ્યનું બીજ રોપાય છે. તે સમ્યગદર્શન છે. દશ્યો ભેદરૂપ પદાર્થો છે. દર્શન પ્રમાણરૂપ જોઈએ. પ્રમાણજ્ઞાન અનેક આકારવાળું છતાં એકરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org