________________
સંસારથી મુક્તિનો પ્રારંભ સમકિતથી છે
૧૬૯ છે. જ્ઞાનરૂપ છે. દૃશ્ય અનેક ભેદથી અનંત છે. દર્શનની શક્તિ અનંત છે. પણ તેનું દર્શન એક છે. જેમ અરીસો એક છે તેમાં અનેક પ્રતિબિંબ પડવા છતાં અરીસો અનેકરૂપ થતો નથી, એકરૂપ રહે છે. મૂળ સ્વરૂપે રહે છે.
મંદ મિથ્યાત્વ એ સમ્યકત્વ પહેલાંની અવસ્થા છે, જે યથાપવૃત્તકરણથી શરૂ થાય છે. આયુ સિવાય સર્વ કર્મોની એક કોડાકોડી હીન સાગરોપમની સ્થિતિ રહે છે. અહિંસાદિનું પાલન સમ્યકત્વ પામવાની ભૂમિકાનાં સાધનો છે. સમ્યકત્વ પામ્યા પછી જીવ પડવાઈ થાય તો ત્રીજેથી બીજે થઈ મિથ્યાત્વમાં આવી જાય. અથવા પાછો ત્રીજે મિશ્રગુણસ્થાનેથી બીજે ન જતાં પાછો ચોથે જઈ શકે છે.
સમ્યકુભાવો પહેલેથી તેરમા સુધી હોઈ શકે છે. જેમણે સમ્યક્ત્વ પામતા પહેલા અપૂર્વકરણ આદિ ભાવો સમ્યગૂ પ્રકારના છે. તેમને મિથ્યાત્વ હોય પણ ભાવ મિથ્યાત્વ નથી. પરોપકારાદિ વડે મૈત્રી આદિભાવ વડે સમ્યગુભાવો ટકે છે, તે સમકિતનું કારણ બને છે. અથવા સમકિતને ટકાવી રાખે છે. અને નિર્મળ કરે છે.
માનવતા, સજ્જનતા પણ સમ્યગુભાવો છે. અન્યની સાથે જીવન જીવવું છે તો પરમાર્થ પરોપકારમય) ધર્મ કરવો. એકાંતમાં જીવવું છે તો સ્વ-અર્થે ધર્મ કરવો. અથવા ઊભય ધર્મ કરવો. લૌકિક ક્ષેત્રે વ્યવહાર શુદ્ધિ એ સમ્યગુભાવ છે. ધર્મક્ષેત્રે પંચાચારનું પાલન તે વિશેષ સમ્યગુભાવો છે. સમ્યગુભાવો વડે સમ્યગુગુણો આવે છે તે મોક્ષમાર્ગનો પાયો બને છે.
શ્વાસની ક્રિયા જેમ સહજ હોવાથી એમાં જે થાક લો નથી લાગતો અને એનો અહં જ પેદા નથી થતો તેમ જે કર્મ સહજ થઈ જાય છે એમાં થાક ય નથી લાગતો અને એનો | અહં પેદા થતો નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org