________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૧૩
વિયોગ અને વ્યય અસતું નથી પણ ઉભય અસત્ છે. આ સમજ ન હોવાથી ઇષ્ટના વિયોગમાં રોવા બેસીએ છીએ. સંયોગ-વિયોગ બંનેમાં અસત્ જુએ તે જ્ઞાની છે. આત્મા અને દેહ સાંયોગિક પદાર્થ છે. સ્વાભાવિક પદાર્થ નથી. સ્વભાવરૂપ પદાર્થમાં સંયોગ-વિયોગ નથી તેથી રોવાનું નથી. સંયોગમાં કે ઉત્પાદમાં સત્-આત્મ બુદ્ધિ કરવી તે આસક્તિ છે. તે અજ્ઞાન છે, શ્રમ છે. આત્માના જ્ઞાનાદિ ગુણમાં ઉત્પાદ નથી. સંયોગ નથી તેથી ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય સત્ છે.
પુદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાય સાપેક્ષ કર્યજનિત ભાવો હોય છે. તે ભોક્તાના ઉપયોગમાં આવે છે. વર્તમાન કાળમાં રહેલ દશ્યરૂપ સાધનાનો ઉપયોગ કરે તો સાધક ભોક્તા કહેવાય. ભૂત-ભાવિના પર્યાયનો સાધક ભોક્તા બની શકતો નથી. કારણ કે તે સેવ્ય બની શકતા નથી.
ભગવાન પ્રત્યે પવિત્ર ભાવ કરવાથી સ્વરૂપ પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વનો સંબંધ પરમાત્મા સાથે નામ, સ્થાપના, દ્રવ્ય ભાવના માધ્યમથી થાય છે. વિશેષતા ભાવની છે.
આત્માના જ્ઞાન-દર્શનાદિ નિત્ય છે, અભેદ છે. આત્માનો ક્ષાયિક ભાવ કર્મના ક્ષયથી પ્રગટ થયો છે. તેથી તે પણ અભેદ છે. આત્માનું સુખ સ્વક્ષેત્ર છે. તેમાં કોઈ પર દ્રવ્યની જરૂર નથી.
૦ પ્રથમ ભેદજ્ઞાન પછી અભેદજ્ઞાન છે. ૦ પ્રથમ ત્યાગ વિરાગ પછી જ્ઞાન ધ્યાન છે.
ઇચ્છ/વિચારની પરંપરા એ મતિજ્ઞાનની ગતિ છે. ધ્યાન એટલે મતિજ્ઞાનની ગતિને સ્થગિત કરવી. મનનો વિરોધ કરવો. વિકલ્પોને નિર્વિકલ્પ કરવા. સ્થિર અને શુક્લ ઉપયોગથી ધ્યેયમાં રહેવું તે ધ્યાન જાણવું, પરમાં આનંદ લેવો તે બુદ્ધિનો આનંદ છે. જેવું ઇચ્છીએ તેવું થાય તે ઇન્દ્રિયોનો આનંદ છે. જ્ઞાનાનંદ સહજ જણાય અને આનંદ અનુભવાય તે સ્વરૂપ પ્રકાશ ધર્મનો આનંદ છે.
મનથી ઈચ્છીએ તે પદાર્થને વિચાર-સ્મરણમાં જાળવી રાખવું તે ચિત્ત છે. આ ચિત્તને આપણે બુદ્ધિમાં દોડાવીએ છીએ. તેથી પ્રત્યેક સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org