________________
૧૦૨
સ્વરૂપસાધનાનાં સોપાન પામ્યા છતાં, આત્માના શુદ્ધભાવ રૂપ સ્વયં સાધન નથી કર્યું તો મુક્તિ સંભવ નથી. જ્યાં રાગ છે ત્યાં દોષ છે. નિર્મળ-શુદ્ધ આત્મામાં દોષ નથી. દેહ છે તે વ્યવહાર છે, આત્મા છે તે નિશ્ચય છે. દેહ છે ત્યાં સુધી વ્યવહાર નિશ્ચય ઉભયની સાધના કરવાની છે. હિંસાદિ દોષોથી છૂટવા વ્યવહાર સાધના છે. આત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને મોહનીયના ભાવોને નષ્ટ કરવા શુદ્ધ ઉપયોગરૂપ નિશ્ચય સાધના છે. જ્યાં સુધી દેહ છે
ત્યાં સુધી અહિંસાદિ સાપેક્ષ ગુણો સેવવાના છે. જેથી દોષો ઘટે, મોહ નિર્બળ બને, આ સ્વરૂપ ગુણો નથી. પરંતુ ભૂમિકા અનુસાર સેવનીય છે.
ધર્મ સ્થાપનારા વીતરાગ સર્વજ્ઞ ભગવંત છે. માટે ધર્મનો મર્મ પામવા અરિહંત-સિદ્ધ ભગવંતના સ્વરૂપને લક્ષ્યમાં રાખીને ધર્મ કરશું તો મર્મ પકડાશે. જીવ જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી અજ્ઞાની-અપૂર્ણ
છે. કારણ કે જેટલું જ્ઞાન છે તે અપેક્ષાએ આવરણ છે. જેમ જેમ મોહભાવ * ક્ષીણ થાય તેમ તેમ જ્ઞાન નિરાવરણ થાય.
અનાદિકાળથી જીવે દેહધર્મો મોહભાવે સ્વીકાર્યા છે. ભેદજ્ઞાન વડે દેહથી પર થઈ નિર્મોહ થવાનું છે. સુખદુઃખ દેહ વેદતો નથી. અજ્ઞાનભાવે આત્મા વેદે છે. ભેદજ્ઞાન વડે જ્ઞાની સમજે કે સુખદુઃખનું વદન દેહના નિમિત્તે છે. આત્માને સુખદુઃખનું વેદન નથી. જ્ઞાની દેહાશ્રિત સુખદુઃખને વેદતા નથી પણ જ્ઞાનને વેદે છે. કર્મ એ ભ્રમ છે. અસત્ છે. માટે કર્માનિત અવસ્થાને જ્ઞાની વેદતા નથી. સૂર્યપ્રકાશ ફેંકે છે. એ પ્રકાશમાં સર્વ વસ્તુઓ જણાય છે, પણ સૂર્ય વસ્તુનું વેદન કરતો નથી. તેમ જ્ઞાની જ્ઞાનસ્વરૂપને વેદે છે.
સાધના માર્ગમાં દૃષ્ટિરૂપ વિકલ્પો આત્મભાવમાં સ્થિર રહેવાનું સાધન છે. દૃષ્ટિરૂપ વિકલ્પો સમજાય તો અધ્યાત્મ વિકાસ થાય. શાસ્ત્રનાં સૂત્રો આદિ વિકલ્પો છે, તેને સાધન બનાવો, આત્માને સમતામાં – સ્થિરતામાં લાવો તે સાધના છે.
આત્મા અને દેહનો સંયોગ અસત્ છે. કારણ કે તેનો વિયોગ છે. દૂધનો વ્યય થયો દૂધપાક બન્યો રૂપાંતર થવું તે પણ અસત્ છે. કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org