________________
સાધનાનું ક્ષેત્ર વિશાળ છે
૧૦૧
આજ્ઞા ઘટતી જાય. જેટલી ભૂમિકા ઉચ્ચ થાય તેટલી બાહ્ય આજ્ઞા ઘટતી જાય તેમનો આશય/આધાર સ્થાપિત થયો છે, તેથી સ્વયં ફુરણા થતી હોય છે. જ્ઞાની ભગવંતોએ હેય-ઉપાદેયનો જે ઉપદેશ આપેલ છે. તે જ આજ્ઞાવત્ ધારણ કરેલ છે. આત્માના અસીમ સુખ પ્રાપ્તિને નિરાવરણ કરવાનું છે.
સાધનામાં સર્વ ક્રિયા કર્મમલ કાઢવા કરવાની છે. સ્વરૂપ લક્ષ્ય કરીને ભાવ રૂપ ક્રિયા વડે આવરણ દૂર કરવાનું છે. માત્ર કાયયોગની ક્રિયાથી આવરણ હઠતું નથી. કાયયોગની ક્રિયાથી બાહ્ય વિષય સુખભોગથી વિરમવાનું છે. વેદનમાં બ્રહ્માકારવૃત્તિ કેળવવાની છે. છબસ્થનો ઉપયોગ એ વૃત્તિ છે. અંતઃકરણમાં બ્રહ્મસ્વરૂપનું ચિંતન કરવું.
સંસારનું મૂલ મોહનીય કર્મ છે, તેનું ફળ વેદનીય કર્મ છે. જેને દેહનું સુખ જોઈતું નથી, તેને દેહનું કંઈ દુઃખ પણ નથી. શાતા વેદનીય ભોગવતા જે સુખની પ્રતીતિ થાય છે, તે મોહનીય ભાવ છે. સુખનું વેદન આત્મામાં છે પણ પુદ્ગલના નિમિત્તથી થાય છે. એ મોહભાવ છે. જ્યારે નિમિત્ત અને ઉપાદન બંનેમાં સાધન આત્મા બને તે આત્માનું શાશ્વત સુખ છે.
જીવને બંધન પોતાના મોહ – મૂઢતા – અજ્ઞાનને કારણે છે. તે દેહથી માંડીને બધા ભોગસુખની સામગ્રીમાં કરેલી નિત્યની સાચા સુખની બુદ્ધિથી થયેલ છે. તે બુદ્ધિમાંથી તે ભાવો કાઢીને નિમહી, અસંગ, વીતરાગ અને નિર્વિકાર દૃષ્ટિથી આચરણ કરવાનું છે. જેથી મોહરહિત થઈ બંધન રહિત થવાય. તેમ સતુદેવ-ગુરુ આદિ સાધન છે. સર્વ સાધનનો વ્યવહાર નિશ્ચયધર્મ માટે છે.
સ્વરૂપરસનું વિસ્મરણ કરવાથી જીવ પર વસ્તુમાં લેપાય છે. તેમાં રસ રેડે છે તેથી આવરાય છે. ભોગેચ્છારહિત થવું તે નિષ્કામભાવ છે. દેશ્ય પદાર્થોમાં ક્ષણિકતા છે તેનું ભાન કરી પોતાના શાશ્વત સ્વરૂપ પ્રત્યે જવાનું છે. આવા ભાવ ન કરીએ તો મોક્ષનું લક્ષ્ય બનતું નથી. આત્માનો શુદ્ધભાવ સ્વયં સાધન છે. તીર્થંકર પરમાત્માનું બાહ્ય પ્રબળ, શ્રેષ્ઠ સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org