________________
૧૦
સ્વરૂપસાધનાનાં સોપાન દ્વારા જ્ઞાનીઓએ વ્યવહાર ધર્મ આપ્યો. નિશ્ચય ધર્મમાં મતિજ્ઞાનના ઉપયોગમાં સત્ ચિત્ આનંદ સ્વરૂપમાં રમણતા કરવાની છે. આત્માના શુદ્ધભાવમાં લીન થવાનું છે.
આત્મા ભાવ કરવા સ્વતંત્ર છે. ભલે ભૂમિકા અનુસાર સાધન વડે સાધના કરો. પછી સાધન ગૌણ થાય અને સાધ્ય સિદ્ધ થાય, ભાવ સાદિઅનંતને પામે. સામાયિક જેવા અનુષ્ઠાનમાં ભાવ એવા ટકાવો કે સામાયિકની મર્યાદા પૂરી થાય છતાં જીવ સમતાભાવમાં ટકી રહે. દ્રવ્ય ક્ષેત્રાદિ સીમિત છે. શુદ્ધભાવ અસીમ છે. મૂર્તિદર્શનમાં સાધ્ય તત્ત્વ પરમાત્મતત્ત્વ છે, તેમ માનો તો સાધના થઈ શકે, તે પાષાણ ધાતુનો આકાર માત્ર નથી. મૂર્તિ દ્વારા સાધ્ય સિદ્ધ કરવાનું છે. તે પછી તમને સાધનની જરૂર નહિ રહે. સાધન સાધ્ય સાંયોગિક સંબંધ છે તે અલગ થઈ જાય છે. તન્મય સંબંધ આત્મા છે. તેથી સ્વરૂપ સાથે ઐક્ય થઈ સાધન છૂટી જાય છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ ભાવરૂપ છે. જે સિદ્ધદશા પામ્યા પછી ભાવાંતર પામતું નથી. આત્મા સિવાયના પદાર્થો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ સ્વરૂપ છે તે ભાવાંતર થાય છે. પર્યાયાંતર) - સાધુજનોએ નિસ્પૃહભાવે જનકલ્યાણ કે ઉપદેશ આપી નિર્લેપ બનવાનું છે. તેઓએ અંતરાત્મામાંથી પરમાત્મા થવાનું છે. માટે વિક્ષેપ પડે, વિકલ્પો ઊઠે તેવાં કાર્યો તેમણે વર્ય કરવા. સાધ્ય સાથેનો સંબંધ પ્રતિ સમયે શુદ્ધ ભાવ રૂપે રહેવો જોઈએ તો સાધ્યની પ્રાપ્તિ થાય.
ધર્મ અનુષ્ઠાનોનો, ક્રિયાનો ઉપકાર અને ઉપકારિતા ઘણી છે. તે સર્વેનું સેવન કરી અત્યંતર સાધના સાધવાની છે. આત્માનું સુખ સ્વસંવેદ્ય, અસીમ, અક્ષય, અભેદ, જે પ્રતિ સમયે પ્રાપ્ત છે તે અનુભવવાનું છે. આત્મસુખનો અનુભવ કાર્ય-ક્રિયાથી ન થાય પણ અંતરંગ ભાવથી (વૃત્તિ) થાય. ક્રિયા એટલે મુખ સુધી આહાર રાખ્યો તેમ, સમજવું ત્યાર પછી અંતરંગભાવ-વૃત્તિ એટલે આહાર જીભથી ચાખ્યો, પછી ગળે ઉતાર્યો. તેમ સમજવું. આત્મભાવમાં જેમ ઊંડા ઊતરતા જાવ તેમ પરમાત્મભાવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org