________________
૧૩૮
સ્વરૂપસાધનાનાં સોપાન અરુચિ કરો. જીવ પર દ્વેષ ન કરો. તેના પરિણામ બહુ ભયંકર ભૂંડા છે. રાગને કારણે અન્યનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરશે. દ્વેષ હશે તો અન્યનું દુઃખ જોઈ રાજી થશે. આવું વળતર ઇચ્છવું તે દેહભાવ છે, અધ્યાત્મને બાધક છે.
અધ્યાત્મ સાધનામાં સિદ્ધત્વનું આલંબન ઉત્કૃષ્ટ કહ્યું છે. તેમાં લયલીન થયા પછી તે અંત સુધી સુખરૂપ રહેવાનું છે. કદી દુઃખરૂપ કે અરુચિરૂપ બનવાનું નથી. પુદ્ગલનું પર પદાર્થનું અવલંબન પુષ્ટ કે ઉત્કૃષ્ટ થતું નથી. કારણે પુગલનું પરિવર્તન ઈનિષ્ટ ભાવ ઉત્પન્ન કરે છે. - સાધક આગળ આગળની ભૂમિકાએ સાધન કે સાધનની ક્રિયા બદલતો રહે છે. જેમ ગૃહસ્થના અમુક ધર્મો સાધુ થતાં બદલાય છે પરંતુ સાધ્ય તો એક જ રહે છે. ભૂમિકા કે સંસ્કાર પ્રમાણે સાધન સમ્યગુ હોવું જોઈએ. દરેક સાધન વડે થતી સાધના મોક્ષપ્રેરક હોવી જોઈએ.
અધ્યાત્મમાં જેમ ભાવની સૂક્ષ્મતા વિશેષ તેમ બાહ્ય ક્રિયાનો કાળ ઓછો થવાનો, જેમ કે સમ્યગુદર્શનનાં કરણોનો સમય અંતર્મુહૂર્ત છે. ગુણ શ્રેણિનો સમય અંતર્મુહૂર્ત છે. અયોગી અવસ્થામાં શૈલેશીકરણમાં ફક્ત પાંચ સ્વર (અ, આ, ઈ, ઉ, ઋ)ના ઉચ્ચાર જેટલો સમય છે. મુક્તિનો કાળ ફક્ત એક સમય છે.
યોગની ક્રિયાથી દેહધર્મ સ્વભાવ પ્રમાણે ચાલે છે. અથવા મનના ભોગની ઇચ્છા પ્રમાણે ચાલે છે. એ યોગ ક્રિયા પહેલાથી તેરમા ગુણસ્થાનક સુધી છે. ચૌદમા ગુણસ્થાનકે યોગની ક્રિયાનો અભાવ થાય છે. સાતમાંથી દસમા ગુણસ્થાનક સુધી ઉપયોગમાં શુદ્ધિની પ્રબળતા હોય છે.
અપૂર્ણતા ખૂંચવી તે ભવિપણું છે. તેમાંથી વૈરાગ્ય આવે.
કાયયોગની ક્રિયાથી જગતનું કલ્યાણ સીમિત છે. વાણી દ્વારા તેમાં વિસ્તાર થાય છે. મન દ્વારા બાહ્ય ક્રિયાની અલ્પતા પરંતુ જનકલ્યાણના ભાવોની શ્રેષ્ઠતા હોય છે. સર્વ જીવો સુખી થાવ, તેવા ભાવથી સાધુજનો છકાય જીવની રક્ષા પાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org