________________
અધ્યાત્મયોગ
૧૩૯
આત્મસ્વરૂપનું જ્ઞાન અને ભાન કરાવે તે અધ્યાત્મ. આત્મબળથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. દ્રવ્યદૃષ્ટિ એ દિવ્યદૃષ્ટિ છે.
જ્યાં વિકલ્પો ઊઠે છે ત્યાં દૃષ્ટિ કરવી, પરંતુ નિમિત્ત પર કે દ્રવ્ય પર ન કરવી, જેમ કે ક્રોધ કરનાર પર દૃષ્ટિ કરીએ તો ક્રોધ થાય. પરંતુ આત્મા પર દૃષ્ટિ કરીએ કે વિચાર કરીએ તો ક્રોધ શાંત થાય. ઉપયોગનો નાશ ન થાય પણ ઉપયોગમાં ભળેલા ક્રોધનો નાશ થાય.
અન્ય વ્યક્તિ કે નિમિત્તથી પ્રશંસા મળે કે પ્રસન્નતા મળે તો તે પરભાવ/વિભાવ છે. આપણો આનંદ આપણાથી અભિન્ન છે. તો આનંદ માટે અન્ય નિમિત્તની જરૂર ક્યાં રહે? તે સ્વરૂપનું અભાન છે. લોકાશ્રિત આનંદ લોકેષણા છે. સ્વ-આશ્રિત આનંદ અધ્યાત્મની ભૂમિ છે.
જેને અંતરાત્મપણું છે તેની દૃષ્ટિમાં પરમાત્મ સ્વરૂપનું લક્ષ્ય છે. મતિજ્ઞાનનો શુદ્ધ ઉપયોગ મહાન છે. જેના દ્વારા ક્ષપક શ્રેણિમાં પ્રવેશ થઈ કેવળજ્ઞાન થાય છે માટે અંતરાત્મપર્ણ વિકસાવી દ્રવ્યદૃષ્ટિનું લક્ષ્ય
કરવું.
આત્મપ્રશંસાનો જે લોકેષણાનો ભાવ છે, તેમાં કર્તુત્વપણું છે, તે સૂક્ષ્મ દેહભાવ છે. તે વિભાવ શક્તિવાળો છે. પરાશ્રિત આનંદ તે સદોષ આનંદ છે. તેમાં અધ્યાત્મ વિકાસ રૂંધાય છે. સાધકનું કર્તવ્ય ૦ શરીર શ્રમી = અન્યની સેવામાં તત્પર. ૦ ઇન્દ્રિયો = અંતર્મુખી - સદ્દઉપયોગ). ૦ મન = સંયમી - અહિંસાનું પાલન ૦ બુદ્ધિ = વિવેકનંતી - હિતાહિતનો નિર્ણય. ૦ હૃદય = અનુરાગી - ભગવાનની ભક્તિમય. ૦ જીવન = અહંકાર શૂન્ય.
દોષ વ્યાપક છે, તેમ ગુણ પણ વ્યાપક છે. તેમાં જીવને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બાધક નથી. તે માટે અધ્યાત્મનું શિક્ષણ જરૂરી છે. ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org