________________
અંતે શું પ્રાપ્તવ્ય છે? મોક્ષ
દેશિવરિત અને સર્વવિરતિનો ભેદ છે. સાતમે ગુણસ્થાનકે નિર્વિકલ્પતામાં ભેદ નથી. આંશિકપણે ચાર, પાંચ અને છ ગુણસ્થાનકે તે દશામાં ભેદ નથી. તેથી ચોથા ગુણસ્થાનકેથી શ્રેણિ માંડી શકાય છે. યદ્યપિ સોપાધિક જીવને નિર્વિકલ્પ માટે બળવાન સાધન નથી. નિરૂપાધિક જીવને સર્વવિરતિ આત્યંતર શુદ્ધિયુક્ત નિર્વિકલ્પતા માટે બળવાન સાધન છે. નિર્વિકલ્પ દશામાં સદ્વિકલ્પોનો અંશ સહજ રહે છે. પરંતુ અસદ્વિકલ્પો ટકતા નથી. ચિંતન, ધ્યાન, સંયમ, તપની અંતરંગ શક્તિ નિર્વિકલ્પ દશામાં જવા ઉપયોગી છે.
૨૫૯
અજ્ઞાનીને પોતાની જ સાથે વિરોધાભાસ હોય છે એટલે અન્ય સાથે પણ વિરોધ થાય છે. જ્ઞાનીને પોતાની સાથે વિરોધ સંઘર્ષ નથી, એટલે અન્ય સાથે પણ વિરોધ થતો નથી.
ધર્મની બાહ્ય ક્રિયામાં ભેદ છે. ઉપવાસ, સામાયિક વગેરે પરંતુ નિર્વિકલ્પ ઉપયોગ ઉભયથી પ્રાપ્ત થનાર અભેદ છે, એકરૂપ છે. જેમ જેમ શુદ્ધિની વૃદ્ધિ થાય તેમ તેમ અભેદતા આવે. ભેદ ટળતા જાય. આમ સ્વરૂપ ભેદ ટાળી અભેદમાં જવાનું છે. અભેદનો ભેદ એ સંસાર છે. અભેદ થવું તે મોક્ષ છે.
ક્ષયોપશમ સમિત ક્ષાયિકની અપેક્ષાએ વ્યવહા૨ છે. શુદ્ધ ભાવ તે શુદ્ધ નિશ્ચય માટેનો વ્યવહાર છે, નિશ્ચય માટે નિશ્ચય નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરવાની છે. અધ્યાત્મમાર્ગે જીવ પોતે સ્વરૂપનો અનુભવ ન કરે તો કોઈ કાળે મોક્ષ ન થાય.
આત્માને આત્માના સુખનું વેદન તે ધર્મનો સાર. આત્મા સાપેક્ષ ધર્મ છે. ત્યાં જનનું શું કામ ? જનમનરંજન ધર્મનું મૂલ ન એક બદામ.
ક્રમિક નિર્જરા (અંશે) તે મોક્ષ પ્રત્યેનું ગમન છે. સંપૂર્ણ નિર્જરા એ મોક્ષ છે. બાહ્ય સાધનો એ અંતરમાં જવાનું બારણું છે.
સિદ્ધમય સ્વ-જીવમાં અને સર્વ-જીવ જાતિમાં ઓતપ્રોત થઈ જઈએ તો સિદ્ધ થવાય. કારણ કે સિદ્ધ ભાવ વ્યાપક થાય છે. તત્ત્વમૂર્તિ તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org