________________
૨૬૦
સ્વરૂપસાધનાનાં સોપાન સ્વયં છું. આવરણ છે તે તું નથી.
રાગદ્વેષ મળ ગાળવા, ઉપશમ જળ મીલો, આત્મપરિણતિ પામવા, પરપરિણિતિ પીલો.”
શુભ બંધ કે પુણ્યના ઉદયરૂપ જે ધર્મનું ફળ, સામગ્રી ઇચ્છે તે અપેક્ષાએ ધર્મી છે. નિશ્ચયથી ધર્મી ધર્મના ફલરૂપે આત્મસ્વરૂપનું વેદન વર્તમાન કાળે વેદે છે. તેને ભય શોક રતિ અરતિ ક્લેશ આદિનું વેદન નથી. તે જ સમયે નિશ્ચયથી તે ધર્મી છે. ઉપસર્ગાદિના દુઃખને પણ તે વેદતો નથી. તે કેવળ જ્ઞાનદશામાં આત્મ સંવેદનમાં હોય છે, જે અનુક્રમે મોક્ષ પામે છે.
મોક્ષ બંધ સાપેક્ષ છે. કારણ કે સર્વ કર્મથી સર્વથા મુક્તિ તે મોક્ષ છે. યદ્યપિ મોક્ષ કોઈ પદાર્થ નથી, કે દશ્ય નથી. પરંતુ જીવ દ્રવ્યની મુક્ત અવસ્થા છે. મૂળ સ્વરૂપ છે. જે પદાર્થ બંધનમાં હતો તે બંધનરહિત થયો તે મોક્ષ. મોક્ષની અવસ્થા ઇન્દ્રિયાતીત છે, તે પદાર્થની સ્કૂલ વિધેયાત્મક સિદ્ધિ દર્શાવી ન શકાય, તેથી નિષેધાત્મક સિદ્ધિ બતાવી કે જ્યાં કર્મની સર્વથા વિકૃતિ-પ્રકૃતિનું નષ્ટ થવું તે મોક્ષ.
જડ અને જીવના બદ્ધ સંબંધમાં તે તે દ્રવ્યોની મૌલિકતા ન રહે અને ત્રીજી જ વસ્તુ ઉત્પન્ન થાય તેને બંધન કહે છે. પુદ્ગલ અને જીવના બદ્ધ સંબંધથી સંસારના સુખદુઃખ ઉત્પન્ન થાય છે. તેનાથી મુક્તિ તે મોક્ષ છે.
આત્મા અલૌકિક છે, અનૈમિત્તિક છે, સ્વયંભૂ છે. સ્વસત્તાએ પૂર્ણ છે.
પૂર્ણતાનું સુખ સમજવાથી લક્ષ્ય શુદ્ધિ થાય છે. પૂર્ણતાનું સ્વરૂપ સમજવું એ મોક્ષમાર્ગની સાધના છે. સ્વલિંગે (સર્વ વિરતિ) મન:પર્યવ જ્ઞાન થાય છે. બાહ્ય ચારિત્રાચાર છઠ્ઠ ગુણસ્થાનકે હોય. અભવિ અત્યંતર ચારિત્રાચારથી દીક્ષિત હોય તોપણ પહેલે ગુણસ્થાનકે હોય. તે નવ રૈવેયકના સ્વર્ગ સુધી જઈ શકે. અન્ય દર્શનીઓ બાર દેવલોકથી આગળ જઈ શકતા નથી. કારણ કે તેમના ચારિત્રાચાર આદિ એવા છે કે તેઓ તેનાથી આગળના ગુણસ્થાનકને યોગ્ય અધ્યવસાયને સ્પર્શી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org