________________
૨૧
સરતિ ઇતિ સંસાર છે. કર્મ એ બંધ સત્તા છે, જેનો વિપાકોદય થાય અને નિર્જરી જાય. છતાં પરંપરા ચાલુ રહે. આત્મસત્તાના બળે કર્મનું બીજ મૂળથી ઊખડી જાય છે. નિકાચિત કર્મની સત્તા એટલે કર્મનું ફળ ભોગવ્યે જ છૂટકો થાય. છતાં તે સાદિસાંત છે. સકામ નિર્જરા થાય તો કર્મની પરંપરા અટકે. આત્મા અને કર્મનો સંબંધ સાંયોગિક છે. તેથી બંધ સાપેક્ષ નિર્જરા મૂકી છે.
જગતમાં જીવો અન્યોન્ય સંયોગમાં આવે છે. તે ઋણાનુબંધ સંબંધ છે, તેમાં મોહભાવ કે દ્વેષભાવ ન કરતા સ્વયં પ્રજ્ઞાવંત રહી, વ્યવહારમાં રહેવું. ક્યાંય પણ પોતાને કારણે ક્લેશ કે સંઘર્ષ ન થાય. તેમ રહેવું.
પરમાત્માએ જીવોના ત્રણ પ્રકાર કહ્યા છે. ૦ બહિરાત્મા એટલે ઔદયિકભાવવાળો આત્મા – ભોગબુદ્ધિ. ૦ અંતરાત્મા એટલે ક્ષયોપશમભાવવાળો આત્મા – ઉત્તમ સાધક. ૦ પરમાત્મા એટલે ક્ષાયિકભાવવાળો આત્મા - પૂર્ણ જ્ઞાનદશા.
ધર્મ માટે અંતઃકરણ સર્વસ્વ છે. સંસાર માટે શરીર સર્વસ્વ છે. જે વસ્તુ ત્રણે કાળે લબ્ધ ન હોય તે પ્રારબ્ધથી ન મળે. પુરુષાર્થથી પણ ન મળે. પુરુષાર્થ વર્તમાનમાં હોય, પ્રારબ્ધ (ફળ) ભવિષ્યકાળમાં હોય. ધર્મના પુરુષાર્થનું ફલ સમકાળે – વર્તમાનમાં હોય શરીર માટે કે સંસાર માટે પુરુષાર્થ વર્તમાનમાં છે. ફળ ભવિષ્યમાં છે. ઉત્પાદ – વ્યય યુક્ત વસ્તુ પ્રારબ્ધથી મળે. પુરુષાર્થથી જ્ઞાન નિરાવરણ થાય – કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પરનું આવરણ ટળે ત્યારે તે પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયા પછી પાછું જતું રહેતું નથી. - ત્રણે કાળ રહે છે. મળ્યા પછી ટળે નહિ તે વસ્તુનો પુરુષાર્થ સાચો કહેવાય.
સંસારમાં શુભકર્મથી પ્રાપ્ત થયેલી વસ્તુ ટકતી નથી – ચાલી જાય છે. અશુભ કર્મના ફળ પણ ભોગવવા જ પડે છે. ન્યાયનીતિપૂર્વક જીવવાથી વિઆંતરાય કર્મનો ક્ષયોપશમ થાય છે. વળી જો ભાગ્યોદયે સંસાર છૂટી જાય અને ત્યાગ માર્ગે જવાય ત્યારે તપ, જપ, ધ્યાનાદિમાં આ વિયંતરાયનો ક્ષયોપશમ બહુ સહયોગ આપે છે. માટે માર્ગાનુસારિતામાં પ્રથમ ગુણ ન્યાય સંપન્ન વૈભવ કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org