________________
સ્વરૂપસાધનાનાં સોપાન
સંસારી જીવો માટે સાધન સંપત્તિનો સદ્ઉપયોગ તે ત્યાગ-વૈરાગ્યનું ચિહ્ન છે. પોતાની અનુકૂળતાનો ત્યાગ કરી અન્યના સુખ માટે પ્રતિકૂળતા સ્વીકારવી તે ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા છે. પોતાનું સુખ ત્યજી નિષ્કામ ભાવે અન્યની સાથે સત્તા, માન, અવરોધ વગર જીવવાનું છે, પ્રેમ, ઉદારતા સહનશીલતા રાખવી તે ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા છે.
સંસારી જીવને બે પ્રકારે દુઃખ છે. ૧. અશાતા વેદનીય, ૨. મોહનીય કર્મનું અશાતાનું દુઃખ તેની સ્થિતિ પાકે ત્યારે જાય. મોહનીયનું દુઃખ ટાળવા જીવ સ્વતંત્ર છે. જ્ઞાન વડે મોહ જિતાય છે. ત્યારે સંસાર સમાપ્ત થાય છે.
૨૨
♦ સંસાર એટલે શું? તેમાં પણ મનુષ્યનો સંસાર એટલે ? બસ લેવું જ લેવું ? આપવાનું શું ? જો મનુષ્ય દાનાદિ ધર્મ નથી. કરતો, તો પછી તે શારીરિક અને માનસિક મલિનતાનું જ પ્રદાન કરે છે. બહારમાં કચરાના ઢગલા અને વિષયભોગ તથા કષાયની માનસિક મલિનતાનો ફેલાવો. આમ જીવન નિરર્થક બને છે. ધર્મ એટલે લેવું કાંઈ નહિ. બધું આપી જ દેવું. ત્યાગ વિના આવરણ ટળતું નથી. જીવને રાગની પીડા થાય તો વિરાગ થાય. શરીરમાં રોગનો સંયોગ થવા છતાં શરીર ગમે છે. આ છે સંસાર.
સંસારીને દેહાધ્યાસ હોય. સાધકને દેહ હોય પણ દેહાધ્યાસ, ક્ષેત્રાધ્યાસ, કાળ અધ્યાસ, ભાવ અધ્યાસનો પ્રતિબંધ ન હોય. પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અતીત એવો આપણો આત્મભાવ છે. એ રીતે સ્વરૂપ રમણતા ક૨વાથી, સંસારનો અંત થાય. ૫૨ દ્રવ્યાદિથી મુક્ત એવો આત્મા છે.
જેને વિશ્વમાંથી કંઈ જોઈતું નથી (સંતોષ છે) તે પોતાને માટે અન્ય માટે કલ્પવૃક્ષ સમાન છે. જેને કંઈ જોઈએ છે, તે પોતાને માટે અને જગત માટે કલંક સમાન છે. કંઈ જોઈએ છે એવી ઇચ્છાના મૃત્યુ સિવાય સંસારભાવની સમાપ્તિ નથી.
સંસારી જીવના આત્માના પ્રદેશોની જાત અરૂપીની છે, પરંતુ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org