________________
સરતિ ઇતિ સંસાર
૨૩ ભાત રૂપીની છે. દેહ સંયોગે) અઘાતી કર્મોનો કાં તો ઔદયિકભાવ છે, તે ક્ષાયિક કરવાનો છે. અઘાતી કર્મોનો ક્ષયોપશમ ન હોય. માટે અઘાતી કર્મનો સર્વથા નાશ કરીને આત્મ પ્રદેશોની કર્મથી મુક્તિ કરવાની છે.
સંસારી જીવના જ્ઞાન-દર્શન કાળથી અરૂપી છે. ઉપયોગ સમયવર્તી છે. દરેક ક્ષણે ઉપયોગ બદલાય છે, તેથી તે સાદિસાંત ભાવ છે. પ્રથમનો ઉપયોગ નાશ પામ્યા પછી, તેનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી.
સંસાર એટલે રાગ-મોહની ગુફા. રાગી કોઈનો થઈ ન શકે, વીતરાગી સર્વના હોય. રાગી પોતાના દેહને અને મનને જ પોતાના માને છે. મન એ આત્માનો અંશ છે, મન આત્મા વિના પ્રવર્તી શકે તેમ નથી. સિદ્ધાત્મા મન વગર રહી શકે છે. મનાતીત છે. શુદ્ધ ઉપયોગવંત છે. સંસારીએ પ્રથમ મનને સુધારીને પછી ખતમ કરવાનું છે.
આત્માથી પર એવા પુદ્ગલ દ્રવ્યમાં ઉપયોગ રહે તો તે વિનાશી બને. ઉપયોગ આત્મ પ્રદેશોમાં રહે તો અવિનાશી છે. જેથી રાગાદિભાવ થઈ શકશે નહિ. મોહાદિ ભાવોએ આશ્રય જ્ઞાનતત્ત્વનો – ઉપયોગનો લીધો છે. તે અવિવેક અને પ્રમાદ છે, એથી જ્ઞાન વિકારી બને છે. જ્ઞાનને નિર્વિકારી કરવા પ્રદેશે નિર્વિકલ્પ ધ્યાન કરવું. મોહાદિ ભાવો જ્ઞાનના જ વિકારી ભાવો છે. તેના આધારે જ્ઞાનાવરણીય કર્મ ટકે છે, તેથી ક્રોધાદિ કષાયો થાય છે.
પૌદ્ગલિક પદાર્થોમાંથી ઈચ્છા જાગે છે, ઇચ્છા એ લોભ છે. આ લોભ એવો કઠણ છે, કે છેક દશમા ગુણસ્થાનકને અંતે નાશ પામે છે ત્યારે પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ મોહનીય કર્મ નાશ પામે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ નાશ પામે છે. બારમે ગુણસ્થાનકે વીતરાગતા પ્રગટ થતાં અપૂર્ણ એવું મતિજ્ઞાન ટકી શકતું નથી. તેરમે કેવળજ્ઞાન પ્રગટ થઈ સંસારનું ભવ-ભ્રમણ ખતમ થાય છે. માટે સંસારથી મુક્તિ ચાહનારે ઇચ્છાને શાંત કરવી.
લોભ કષાય કઠણ છતાં સૂક્ષ્મ છે, જીવને છેતરે છે. પરિગ્રહની મૂછમાંથી પેદા થાય છે. લોભમાંથી ક્રોધ, માન, માયા નભે છે. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org