________________
૧૦. અંતે શું પ્રાપ્તવ્ય છે? મોક્ષ
સર્વથા કર્મથી મુક્તિ, સ્વરૂપ પ્રાપ્તિ તે મોક્ષ
હવ
સંસારની યાત્રાની સમાપ્તિ અને સિદ્ધત્વની પ્રાપ્તિ, અનંત અનંત સમાધિ. સુખમાં સ્થિતિ, કર્મના ક્ષયથી મોક્ષ.
-
મોક્ષ એ સ્વરૂપ છે. છતા બંધથી મુક્તિ, એ અપેક્ષાએ જીવની શુદ્ધ અવસ્થા છે. કેવળ જ્ઞાનાનંદમય અવસ્થા છે. સુખને માટે વલખાં મારતો જીવ સંસારના સુખને વળગીને દુ:ખમય સંસારથી મુક્ત થઈ જંગલમાં મંગળનું અવતરણ કરી સર્વથા મુક્ત થાય છે.
જન્મોજન્મ મોક્ષ પામવાની ઇચ્છાનું સેવન કર્યા પછી મોક્ષની ભાવના પરિપક્વ થાય છે. તેને પામવા દેહનો અધ્યાસ ઘટાડવો પડે છે. જેને સંસારના સુખદુઃખરૂપે' લાગે છે તે આ ભાવનામાં ટકી શકે છે. સંસાર સુખરૂપ લાગે છે, તે જીવો સંસારના પરિભ્રમણમાં દુ:ખ જ પામે છે.
પૂર્વભવમાં વાવેલી શીઘ્ર મોક્ષ પામવાની ઇચ્છા જાગ્રત હોવાથી ચક્રવર્તી છ ખંડના અતિ સુખને પણ ત્યજી દે છે. સંયમમાર્ગે પ્રયાણ કરે છે. અને પરમાત્મ તત્ત્વ સાથે સંપર્ક કરે છે. આમ જીવ માત્ર પૂર્ણ ૫૨માત્મા થવાને અધિકારી છે. પરંતુ એ સર્વોચ્ચ ભાવના કોઈ વિરલા જીવને થાય છે. છદ્મસ્થજીવ અજ્ઞાન વશ ભૌતિક સામગ્રીમાં લોભાઈ જાય છે, જે ક્ષણિક છે. માટે જીવે અક્ષય સુખ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો જોઈએ. એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવ દુ:ખી છે.
૦ પૂર્ણ મેળવવા પૂર્ણ ચૂકવવું તે ન્યાય છે.
હે ચેતન ! તું સંસારી હો કે સિદ્ધ હો, તારો શેય અને જ્ઞાનનો સંબંધ છૂટવાનો નથી. સંસારીનું જ્ઞાન જ્ઞેયમાં ડૂબે છે તેથી તે પણ સંસારમાં ડૂબે છે. જ્ઞાનીનું જ્ઞાન જ્ઞાનરૂપે રહે છે તેથી જ્ઞાની સંસારમાં બંધાતા નથી. માટે તત્ત્વદૃષ્ટિ કેળવવી. જેથી આપણે મોક્ષ તરફ આગળ વધીએ. જીવનની અપેક્ષાએ કાળ ઓછો છે માટે સત્ પુરુષાર્થ કરવો.
અરિહંતપદ - કેવળીપદ - પ્રાપ્ત થતાં કષાયોથી ઉપયોગની મુક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org