________________
૨૫૬
સ્વરૂપસાધનાનાં સોપાન છે. સિદ્ધ પદ પ્રાપ્ત થતાં સર્વ કમથી પ્રદેશોની મુક્તિ છે.
મોક્ષની જેને ચાહના છે તે જીવે પોતાની જાતને પ્રશ્ન પૂછવો કે તને પરમાત્મા ગમે છે, કે ચક્રવર્તી ઇત્યાદિ પદ ગમે છે? દેવો અઘાતકર્મોમાં તો દેવતાઈ સુખો ભોગવે છે છતાં ઘાતકર્મના ઉદયે - મોહનીયની પ્રકૃતિની પક્કડવાળા છે તેથી દુઃખી છે.
જે સાધન કે અનુષ્ઠાનથી સંસારભાવ-દોષો શમે તે મોક્ષનો માર્ગ છે, સમકિત દૃષ્ટિવંતને સૃષ્ટ-બદ્ધકર્મનો ઉદય છે. તે તપાદિથી નષ્ટ થાય છે. નિધત્ત અને નિકાચિત કર્મ પાપવૃત્તિથી મિથ્યાત્વ દશામાં બંધાય છે. તે સરળતાથી ખપતા નથી. છતાં સમકિતવંત ગમે તે પ્રકૃતિને પણ સાધન બનાવી મોક્ષમાર્ગની સાધના કરે છે.
ધાર્મિક ક્રિયાઓ જ્યાં સુધી પરમાત્માલક્ષી ન હોય ત્યાં સુધી કાયયોગથી જણાતી તે લોકોત્તર ક્રિયા હોવા છતાં મનોયોગ લૌકિકભાવમાં હોય છે. તે સ્વલક્ષી નથી.
તીવ્રજ્ઞાનદશા જ્ઞાન-દર્શનના શુદ્ધ ઉપયોગમાં હોય છે. સમિતિ ગુપ્તિ શુદ્ધ ઉપયોગથી પળાય તો ઉપયોગથી ઉપયોગ લય પામે, તો શીઘ્રતાએ મોક્ષ પ્રાપ્ત થાય. મોક્ષ ત્રિકાળ તત્ત્વ છે. સ્વ-પર ભેદરહિત અવસ્થા છે. અંતર એ છે કે સ્વગત દ્રવ્ય-ગુણ પર્યાયને એક સમયે વેદે, પર દ્રવ્ય - ગુણ - પર્યાયને એક સમયે જાણે. પર પદાર્થો જ્ઞાનમાં જણાય છે. પણ વેદન તો જ્ઞાનમાં જ્ઞાનગુણનું હોય. પુદ્ગલનો સ્વભાવ ગ્રહણ ગુણવાળો છે. તેથી જીવ પુદ્ગલને ગ્રહણ કરે છે, પુદ્ગલનો જીવ સાથે સંયોગ સંબંધ કરે છે.
ધર્મ અને મોક્ષ અભેદ છે. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. સ્વધર્મ સ્વકાળે હોય તે સ્વ-સમય છે. નિશ્ચયધર્મ સ્વયં મોક્ષસ્વરૂપ છે. વ્યવહારધર્મ પુણ્યબંધરૂપ ફળવાળો છે. નિશ્ચયધર્મનું ફળ સમતા, સુખ, શાંતિ, સંવેદન સમકાલીન છે. પુણ્યનું ફળ ભવિષ્યકાળે છે. આત્મા માત્ર સ્વરૂપમાં લીન બને સમતા-પ્રશાંતતા અનુભવાય, ત્યારે સમજવું કે નિશ્ચયધર્મનું પરિણામ છે. તે મોક્ષની પ્રતીતિ છે. આ અનુભવ વખતે દર્શન-જ્ઞાન ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org