________________
૨૫૪
સ્વરૂપસાધનાનાં સોપાન
મતિજ્ઞાનનો ઉપયોગ સમ્યગુ બને તો તે કેવળજ્ઞાનના અનંતમા ભાગે વિલસી રહે છે. અક્ષય અને અનંત બ્રહ્માનંદનો રસ અનંતમાં ભાગે અબ્રહ્માનંદરસ-મૈથુન વિકૃતપણે-સંજ્ઞાએ વિલસી રહ્યો છે, જે વિનાશી છે. જેમ ભરપૂર ભરેલા પાણીના તળાવમાંથી પાઈપલાઈન દ્વારા પાણી વહે છે, તે પાઇપમાં એક કાણું પડે ત્યારે ત્યાંથી પાણીની સરવાણી ઉછળે છે. તેમ બ્રહ્માનંદ જે પૂર્ણ અક્ષય અને અનંત છે, તે ઈન્દ્રિયોરૂપી ફૂટેલી પાઈપ દ્વારા, સ્પર્શેન્દ્રિય દ્વારા મૈથુન રસરૂપે, અબ્રહ્માનંદનો રસ ઉછળી રહેલ છે. તો પણ આત્માનું પરમાત્મ સ્વરૂપ વિદ્યમાન છે તેનું પ્રતિક્ષણે અનુમાન થઈ શકે છે.
મોક્ષનું અવિનાશીપણું એટલે જન્મ મરણ રહિત અવસ્થા છે. એ પર્યાય-અવસ્થા છતાં નિત્ય છે. પુગલમાં તન્મયતા થવાથી આત્મા અવિનાશી છતાં વિનાશીપણું પામે છે. આપણું જ્ઞાનસ્વરૂપ નિત્ય હોવા છતાં પર પદાર્થોના પરિચયે જ્ઞાનપર્યાયો વિનાશીપણું પામે છે. આત્મા શરીર વગર રહી શકે પણ શરીર આત્મા વગર હોઈ ન શકે. એટલે આત્માની સત્તા શરીર પર છે. દેહભાવની ભૂલે આત્માને દેહાત્મબુદ્ધિ થઈ છે. સત્ તત્ત્વને અન્યના ટેકાની જરૂર નથી. પણ તેની જરૂર અબ્ધને હોય છે. આખરે જીવે સંસારની અંતિમ યાત્રા ખતમ કરી સ્વભાવરૂપ ધર્મને પામી મુક્તિ સાધ્ય કરવા જીવનને સાર્થક કરવું. તેમાં બાધક થતાં વિરૂપ તત્ત્વોનો ત્યાગ કરવો.
જેને અધ્યાત્મ પામવું હશે તેને જીને બનાવવું પડશે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી પડશે જીવનજે અંતર્મુખ બનાવવું ૫ડશે હૃદયને યાત્માનું અનુરાગી બનાવવું પડશે. મજજે શાંત પ્રશાંત સંયમી બનાવવું પડશે બુદ્ધિને વિવેકવંતી બનાવવી પડશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org