________________
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન
૧૭૧ મુક્ત થાય છે. સંસારી જીવ બદ્ધ છે તેને મુક્ત થવાનું છે. સંસારી અવસ્થા અનાદિસાંત છે. અભવ્યને અનાદિઅનંત છે.
પુદ્ગલ દ્રવ્ય પણ બદ્ધ અને મુક્ત અવસ્થાને પામે છે, તેના સંઘાત ભેદ થાય છે. તે સાદિસાત નથી. પુદ્ગલ દ્રવ્યનું પલટાઈને પણ બંધાવું અને મુક્ત થવું તે અનાદિઅનંત છે.
આત્માનો વીતરાગ પર્યાય - શુદ્ધ ઉપયોગનો નિર્વિકલ્પ પર્યાય અવિનાશી છે. પુદ્ગલ દ્રવ્યની સર્વ પર્યાયો વિનાશી છે.
જે પર્યાય વિનાશી તે અનિત્ય હોય. જે પર્યાય અવિનાશી તે નિત્ય હોય.
જડ દ્રવ્યોમાં પોતાની શક્તિરૂપે ક્રિયાશીલતા હોય, સ્વગુણરૂપ કાર્યથી અન્ય દ્રવ્યોમાં તે કાર્ય કરે છે. આ કાર્યશીલતાને જડ દ્રવ્યમાં ઉપચરિત ચૈતન્ય તરીકે ઘટાવી શકાય. જેમકે સજીવની ક્રિયાશીલતા. છતાં જડદ્રવ્યો સતત સરળ, સહજપણે અને સ્વપ્રત્યે ક્રિયાશીલતા તરીકે જાત્યાંતર ન થાય તેમ પોતાના જડત્વને ટકાવી રાખે છે.
સહજ એટલે અકૃત્રિમ - અન્યની સહાય વગર.
સરળ એટલે બીજા ભેદરૂપ પદાર્થો હોવા છતાં પોતામાં ભેદ ન હોય.
સત્ એટલે નિરંતર - આંતરાવગર. વિદ્યમાન.
અરૂપી દ્રવ્યો છેદાતા નથી, ભેદાતા નથી, બળતા નથી, વ્યાઘાત પામતા નથી. અરૂપી દ્રવ્યોને શસ્ત્ર છેદી શકતાં નથી. અગ્નિ બાળી શકતો નથી. પાણી ભીંજવી શકતું નથી. પવન ઉડાડી શકતો નથી. તાપ સૂકવી શકતો નથી. છેદનાદિ આવા સર્વ પ્રકારો રૂપી, પુદ્ગલ દ્રવ્યને લાગુ પડે છે.
સંસારી જીવમાં અને પુદ્ગલ દ્રવ્યના સંયોગથી સંકોચ વિસ્તાર છે. ગુણ - રસમાં હાનિવૃદ્ધિ છે. પ્રદેશનું પરિભ્રમણ છે. આ પ્રકારો સાંયોગિક છે. પુદ્ગલ દ્રવ્યોના સ્વભાવ - લક્ષણ અરૂપી દ્રવ્યોને લાગુ પડતા નથી.
આત્માનું મૂળસ્વરૂપ અરૂપી છે, જે ઉપયોગથી નિત્ય છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org